________________
______હસ્થ થમ
[ ૧૦ ]] સિદ્ધ, પડખે આચાર્ય, નીચે ઉપાધ્યાયજી, પડખે સાધુ, અને ચારે ખૂણા ઉપર અનુક્રમે દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ, આ ચાર પદ મૂકો. આમ કરવાથી બરાબર સિદ્ધચક્રના મંડળ જેવું મંડળ થશે. હવે તે નવપદોનો જાપ એક એક પદ ઉપર ધ્યાન રાખી ચાલુ કરો. આ ચાલુ જાપ વખતે બની શકે તો ડાબો પગ જમણા સાથળ ઉપર અને જમણો પગ ડાબા સાથળ ઉપર મૂકવારૂપ પદ્માસન કરો. વાંસાની કરોડનો ભાગ સિધો ટટ્ટાર રાખો. મસ્તક પણ સીધું જ રાખો. આંખો મીંચી લો અને અંદરની દૃષ્ટિ હદયમાં રાખો.
નમો અરિહંતાણ' – આ પદ તે હૃદયમાં રહેલા આઠ પાંખડીના કમળની વચમાં રહેલી અરિહંત ભગવાનની મૂર્તિ સામે દષ્ટિ રાખી બોલો. મનમાં જ બોલો. હોઠ પણ ચાલવા ન જોઈએ. એ બોલતી વખતે તે પદના અર્થમાં સાથે જ દષ્ટિ આપો કે “અરિહંત ભગવાનને નમસ્કાર કરું છું. આ સાથે મન વિશેષ પ્રકારે તેમાં રોકાઈ રહે તે સારું તે અરિહંત ભગવાનની મૂર્તિ શ્વેત ચંદ્ર જેવા પ્રકાશવાળી શાંત છે, તે શ્વેત રંગ કે પ્રકાશનો સહજ આભાસ પડે ત્યાં સુધી જરા થોભો, અથવા “નમો અરિહંતાણં એ પદના અક્ષરો શ્વેત રંગના દેખાય તેમ ચિંતવો, અને તેનો ઝાંખો પણ આભાસ પડે ત્યાર પછી ત્યાંથી દષ્ટિ ઉપાડી ઉપરની પાંખડીમાં રહેલા સિદ્ધ ભગવાન તરફ દૃષ્ટિ સ્થાપન કરી “નમો સિદ્ધાણં' આ પદ મનમાં બોલો આ સાથે ઉગતા સૂર્યના જેવા લાલ પ્રકાશવાળી તે સિદ્ધ ભગવાનની મૂર્તિ દેખવી, તેમ જ તેનો અર્થ “સિદ્ધ ભગવાનને નમસ્કાર કરું છું.” તેની ધારણા પણ મનમાં રાખવી. જો મૂર્તિ ઉપર ધારણા હોય તો મૂર્તિની સહજ પણ આભાસવાળી ઝાંખી થયા પછી આગળ વધવું. અથવા તે પદના અક્ષરો ઉપર ધારણા રાખી હોય તો તે અક્ષરોની ઝાંખી છાયા લાલ વર્ણની દેખાયા પછી આગળ જાપ કરવો. મૂર્તિ કે અક્ષરો બેમાંથી