________________
[ ૧૭૦ ]
ગૃહસ્થ ધર્મ
૧૦
સ્ત્રીઓનો પતિ પ્રત્યે ધર્મ
સ્ત્રીઓએ નિરંતર પવિત્ર રહેવું, પતિ સિવાય કોઈ તરફ પતિ તરફના સ્નેહની દૃષ્ટિથી જોવું નહિ, પવિત્ર પ્રેમ માટે તો આ સર્વ જગતપર ભલમનસાઈ વાપરવાની છૂટ છે. પતિની સેવામાં હાજર રહેવું. ભોજન, પાનાદિ સર્વ સામગ્રીઓ વખતસર હાજર કરવી. નોકરી ઉપરથી કામ ઉપરથી, દુકાન વ્યવહાર ઉપરથી કે રાજ્યતંત્રના વ્યવહારથી પતિ ઘેર આવતાં અરસપરસના, સાસુવહુના, નણંદ ભોજાઈના, દેરાણી જેઠાણીના કે તેવા જ બીજા કલેશ અને કંટાળા ભરેલા વિચારો જણાવી તેના મગજને ઉશ્કેરવું નહિ. કે અશાંતિ ઉત્પન્ન ન કરવી. વળી પોતાને કાંઈ પણ જરૂરિયાતની વાતો કહેવાની હોય તો તે ભોજન કર્યા બાદ શાંતિથી કહેવી, પણ ભોજન કરતી વખતે કલેશ કરવો નહિ કે તેવી વાતો કહીને ભોજનને વિષરૂપ બનાવવું નહિ. ભોજન કરતાં જો મગજ ઉશ્કેરાઈ જાય છે તો તે ભોજન વિષપણે પરિણમી શરીરમાં વિવિધ પ્રકારના રોગો ઉત્પન્ન કરે છે.
પતિના જમ્યા પછી જમવું કે તેની મરજી હોય તો સાથે જમવું. પતિનું મન કેમ આનંદમાં રહે તેમ વર્તન કરવું. તેનાથી કોઈ વાત છુપાવવી નહિ. સ્ત્રીએ પતિની આવક ઉપર વિચાર કરીને જ ઘરનું ખર્ચ વધારવું કે ઘટાડવું.
બનતા પ્રયત્ને સ્ત્રીએ જાતે જ પતિને સ્નાન કરાવવું, વસ્ત્રો આપવાં, ભોજન તૈયાર કરવું અને જમાડવું. શય્યા પાથરી આપવી, અને સેવા કરવી. પૈસાપાત્રને ઘેર કે રાજા રજવાડામાં દાસ, દાસીઓની કાંઈ ખોટ હોતી નથી છતાં પણ સ્ત્રીઓએ પતિની સેવા પ્રમુખ પોતાને