________________
પાંચમું પરિગ્રહ વિસ્મણ વ્રત ૫
" | ______ _ પાંચમા વ્રતમાં નવ પ્રકારના પરિગ્રહના સંબંધમાં ઈચ્છાનુસાર નિયમ કરવો ધન ધાન્યાદિ સંપત્તિ ઉપર ગૃહસ્થ ધર્મનો આધાર રહેલો છે. એક સામાન્ય નજીવી બાબતમાં પણ ગૃહસ્થને પૈસાની જરૂર પડે છે. તેનાથી કોઈ પ્રકારે ભિક્ષા માંગી પેટ ભરાતું નથી તેમ છતી શક્તિએ કોઈના ઉપર આધાર રાખી બેસી રહેવાનું નથી. પણ પુરુષાર્થ (પ્રયત્નો કરીને પોતાનું તથા પોતાના આશ્રિતોનું ભરણપોષણ કરવાનું હોય છે, વળી ત્યાગ માર્ગનો આધાર પણ આ ગૃહસ્થાશ્રમ ઉપર જ રહેલો છે એટલે વધારામાં સાધુ-સંતોનું પણ ભરણપોષણ તેમને જ શિરે રહેલું છે. વળી કોઈ ગરીબ, અનાથ, રોગી, વૃદ્ધ, ગ્લાન, નિરાધાર ઇત્યાદિને પણ આશ્રય આપવો પડે છે. તે સિવાય પ્રસંગે ધર્મ અને વ્યવહારના અનેક પ્રસંગોમાં પણ ધનનો વ્યય કરવો પડે છે. આ ઉપરથી એમ સમજાય છે કે ધનની ગૃહસ્થને ડગલે ને પગલે જરૂર પડે છે.
જેની આગળ ધન નથી તે માણસ ગૃહસ્થાવસ્થામાં ઘણી જ હલકી પાયરી ભોગવે છે અને “વસુ વિનાના નર પશુ આ કહેવત તેને લાગુ પડે છે.
ધનથી તીર્થસ્થાનોનો ઉદ્ધાર, રક્ષણ, સ્વધર્મી બંધુઓનો આદર અને તેમનું વાત્સલ્ય, દેવાદિનું પૂજન, ગુર્વાદિનો સત્કાર, નિરાધારોનો ઉદ્ધાર, દેશની સેવા અને તેવાં બીજાં અનેક સત્કાર્યો થઈ શકે છે.
ધનની બે પ્રકારની ગતિ છે. ઉપર બતાવેલ તે ધનની ઉજળી બાજું છે, પણ બીજી રીતે વિચાર કરીએ તો જેટલા ધનમાં ગુણ રહેલા છે તેટલા જ બલ્ક પ્રસંગે તેથી પણ અધિક દોષો પણ રહેલા છે. અર્થાત્ તેની કાળી બાજુ પણ છે અને વિચારવાનોએ તેની બન્ને બાજુ તપાસી તેનાથી ઉત્પન્ન થતાં ગુણદોષનો વિચાર કરી ધનને કેટલે