________________
ગૃહસ્થ ધર્મ
[૫૮] દરજે ઉચ્ચસ્થાન આપવા યોગ્ય છે. તેના નિશ્ચય ઉપર પછી આવવું.
(ધનની કાળી બાજુ) ધનથી કામાદિ અનુકૂળતા થાય છે. કામાદિથી ક્રોધાદિની ઉત્પત્તિ છે. અનુકૂળતાથી અભિમાન, લોભાદિ વધે છે પ્રતિકૂળતાથી ક્રોધાદિમાં વધારો થાય છે. ક્રોધાદિમાંથી હિંસાના પરિણામો થાય છે. અશુભ પરિણામોનું પોષણ વૃદ્ધિ પામે છે. તેથી મલિન વાસનામાં વધારો થાય છે. તેના દઢ સંસ્કારોથી ટેવ પડે છે અને તે ટેવ કાળાંતરે સ્વભાવનું રૂપ ધારણ કરે છે. આ સ્વભાવ જેવા થયેલા સંસ્કારો મલિનતાને કાઢવા માટે ઘણો પ્રયાસ કરવો પડે છે.
સઘળા અનર્થોનું મૂળ આ ધનનો પરિગ્રહ (આશક્તિ) છે. તેનાથી રાગદ્વેષાદિ શત્રુઓ પ્રગટ થાય છે. સગાભાઈઓ પૈસા માટે આપસમાં લડે છે. શત્રુઓની માફક પૈસા માટે એકબીજાનો પ્રાણ લેવા પણ તત્પર થાય છે. ધનવાનને પુત્ર, સ્વજન, બંધુ, રાજા, ચોર, મિત્ર અને સ્ત્રી આદિથી પણ નિરંતર સશક (શંકા સહિત) રહેવું પડે છે. ધનના રક્ષણની ચિંતામાં ધનવાનને રાત્રિએ શાંતિથી નિદ્રાદેવી પણ પાસે આવી રહેતી નથી. તેના ઉપાર્જન કરવામાં, રક્ષણ કરવામાં, અને તેનો નાશ થતાં જ સર્વત્ર દુઃખનો જ અનુભવ કરવો પડે છે.
ભારના બોજાથી વહાણ જેમ સમુદ્રમાં ડૂબે છે તેમ પરિગ્રહ ઉપરના મમત્વને લઈ આ જીવ સંસારના વિષયોમાં ડૂબે છે. વિષયના કિચ્ચડમાં ખેંચી જાય છે. થોડા વખતના એશઆરામ સિવાય વિશેષ ગુણ તેમાં દેખાતો નથી. પરિણામે તો તેનો અહીં જ ઈચ્છાથી, કે અનિચ્છાથી પણ ત્યાગ કરીને છેવટે ખાલી હાથે આવ્યો તેમ ખાલી હાથે જવાનું છે. આ દુનિયા ઉપર અનેક રાજા, મહારાજાઓ, ધનાઢ્યો થઈ ગયા છે. પૃથ્વીના અનેક માલિકો થયા છે, પણ થઈને તે તો