________________
*
_._._._._._.__
[ પ ] કોઈની સ્ત્રી નથી. પતિ વિનાની છે. માટે તેમાં વ્રતને બાધ નહિ આવે. પરસ્ત્રી ત્યાગ કરનારનો આવી રીતે બચાવ થવા સંભવ છે, પણ તે અજાણપણામાં જ અથવા આવી છૂટ વ્રત લેતી વખતે રાખનારને જ. તથાપિ તે ત્યાગ કરવા યોગ્ય છે. આ પ્રવૃત્તિથી અતિચાર લાગે છે. વ્રત મલિન થાય છે.
૩. પોતાના પુત્ર પુત્રી અને પોતાની નિશ્રામાં રહેલ કુટુંબી, દાસ, દાસી વર્ગવિ વગેરે તે સિવાય અન્યના વિવાહ જોડી આપવા, લગ્ન કરાવી દેવાં તે વ્રતમાં અતિચાર છે. અતિચાર લાગવાનું કારણ એ છે કે તેથી વિષયના પોષણને અનુમોદન આપવાનું બને છે. ઘરના માણસોના વિવાહાદિ કર્યા સિવાય તો ચાલે જ નહિ તેમ ન કરે તો ખોટે રસ્તે ચાલી પરિવાર અધર્મનું આચરણ કરે તેની જવાબદારી ઘરના માલિક ઉપર છે એટલે પોતાની નિશ્રામાં રહેલાનાં વિવાહ કરી આપવામાં હરકત નથી.
૪. કોઈ સ્ત્રી પ્રમુખની હાંસી, મશ્કરી કરવી, કામને ઉત્તેજન મળે તેવા ચાળાચેષ્ટા કરવા, વિષયની તીવ્ર અભિલાષા રાખવી, કામને વિશેષ ઉત્તેજન આપવા નિમિત્તે મોજશોખને માટે વાજીકરણ સ્થંભનાદિ પ્રયોગો કરવા. ઈત્યાદિ અતિચાર છે. ધર્માર્થી મનુષ્યોએ આવી પ્રવૃત્તિ કરવી ન જોઈએ. સામાન્ય પ્રકારે ઈચ્છાને આધિન થવું પડે તે વાતને મૂકીને વિષયને વિશેષ ઉત્તેજન આપવાની ધર્માર્થી મનુષ્યને જરાપણ જરૂર નથી.
(પાંચમું પરિગ્રહ વિરમણવ્રત. ૫.)
गेही गेहि मणतं परिहरिय परिग्गहे नवविहमि । पंचमवये पमाणं करिज्जझ्छाणुमाणेणं ॥ १ ॥ ગૃહસ્થોએ અનંત વસ્તુઓ સંબંધી આશક્તિનો ત્યાગ કરીને,