________________
ચોથું શીથલ વ્રત
[ પ પ ] છે ત્યારે બ્રહ્મચર્ય કે શીયલ પાળનાર પુરુષ તથા સ્ત્રીઓ લાંબુ આયુષ્ય, મનુષ્ય કે દેવપણું, મજબુત શરીર, અખંડ સૌભાગ્યપણું, મહાન બળ, તેજસ્વી શરીર અને મહાન વીર્યવાન સમર્થ પ્રતાપી થાય છે.
(ચોથું શીયલ વ્રત ૪. ) પુરુષો અને સ્ત્રીઓએ દેવ સંબંધી, મનુષ્ય સંબંધી અને તિર્યંચ (જનાવર) સંબંધી સ્ત્રી કે પુરુષનો ત્યાગ કરવો જોઈએ. અને પોતાની સ્ત્રી કે પતિમાં જ સંતોષ માનવો. આથી એ ફલીતાર્થ થયો કે પરસ્ત્રી તરીકે વિધવા, વેશ્યા, કુમારી અને અન્ય પરણેલી ઈત્યાદિ સર્વનો ત્યાગ કરવો અને સ્ત્રીઓએ પણ તેજ પ્રમાણે નિયમ પાળવો. બને ત્યાં સુધી આસક્તિ ઓછી કરવી અને તિથિ કે પર્વના દિવસોએ બ્રહ્મચર્ય પાળવું આ ગૃહસ્થોનું શીયલવત છે. (શીયલવતમાં પાંચ અતિચાર ન લગાડવા.)
૧. કોઈ પણ સ્ત્રીને થોડા વખત માટે પૈસા આપી પોતાની સ્ત્રી તરીકે રાખી તેની સાથે સંસાર વ્યવહાર રાખવો. આ કાર્યમાં તેના પરિણામ એવા હોય છે કે “પૈસા આપીને રાખેલ હોવાથી તે પોતાની જ સ્ત્રી છે માટે તે સાથે વ્યવહાર રાખવામાં વ્રત ખંડિત થતું નથી.” આત્મ કલ્યાણના ઇચ્છુક મનુષ્યો આવી બારીઓ કદી શોધતા નથી છતાં તેના મનના પરિણામના પ્રમાણમાં વ્રત ખંડિત થતું નથી પણ અતિચાર લાગવા રૂપ વ્રત મલિન તો થાય છે. આ અતિચારથી બચવું જોઈએ.
૨. વેશ્યા, વિધવા, અનાથ, કુમારી ઇત્યાદિ સાથે વ્યવહાર ચલાવવો. આ સ્ત્રીઓ સાથે ગમન કરવા માટે વ્રત લેનારનો એવો આશય હોય છે કે આપણે તો પરસ્ત્રીનો ત્યાગ કર્યો છે અને આ તો