________________
[ ૫૪ ]
ગૃહસ્થ ધર્મ
મીઠા મધુર વચનો બોલવાવાળી અને ચંદ્ર સમાન સૌમ્યમુખવાળી હોય છતાં સ્નેહ વિનાની વેશ્યાનો વિશ્વાસ કરવા યોગ્ય નથી. મનમાં જુદું, વચનમાં જુદું અને શરીરમાં તેનાથી પણ જુદું, આ પ્રમાણે આચરણ કરનાર વેશ્યા કેમ સુખરૂપ થઈ શકે ? ચોરી, જુગાર, દારૂ, માંસાદિ અનેક દુર્ગુણો આ નિમિત્તથી પ્રગટ થાય છે તમે વેશ્યાને લાખો દ્રવ્ય આપ્યું હોવા છતાં જ્યારે કામી પુરુષ દ્રવ્ય રહિત નિર્ધન થાય છે ત્યારે ગમે તેવા તેના વિષમ વખતમાં પણ ધક્કો મારી તેને ત્યજી દે છે. કાઢી મૂકે છે. વેશ્યાની સોબતમાં વસેલો મનુષ્ય માતા, પિતા, પત્ની મિત્ર કે બંધુ વગેરેથી નિઃસ્નેહી બને છે. દેવ, ગુરુ, ધર્મ દયા દાનાદિને તિલાંજલી આપે છે.
મહાન સૌંદર્યતાથી ખીલી રહેલાં આવળના પુષ્પોની માફક વેશ્યાનો દેખાવ ઘણો જ સુંદર હોય છે પણ તેમાં અંતરંગ સ્નેહરૂપ સુગંધ જરાપણ હોતી નથી પ્રસંગે જ તેનો નિર્ણય થાય છે. મન્મન મધુરતા ભરેલા ઉલ્લાપોવાળું વેશ્યાનું હૃદય તમને કોમળ લાગતું હશે પરંતુ તે હૃદય સેવાળથી વીંટાયેલા પથ્થરની માફક અંદરથી અત્યંત કઠીણ છે તેનો ખરો અનુભવ તે સેવાળવાળા પથ્થર ઉપર પગ દેવા પછી પછાડી ખાતાં જ જમીન પર નીચા પટકાતાં જ જણાય છે, તેમ વેશ્યાના હૃદયની કોમળતા તેની સાથે પ્રસંગ પડયા પછીથી જ સમજાય છે.
ખરું કહો તો સ્ત્રીપણું કે પુરુષપણું નિંદા કે પ્રશંસાનું કારણ નથી પણ તેમનામાં રહેલું સુશીલપણું કે દુઃશીલપણું તેજ પ્રશંસા કે નિંદાનું કારણ છે શીયળ ગુણવાળા પુરુષો હોય કે સ્ત્રીઓ હોય તેમને ગુણાનુરાગથી નમસ્કાર કરો અને ગુણથી ભ્રષ્ટ હોય તો તેના સંસર્ગનો અવશ્ય ત્યાગ કરો. અન્ય સ્ત્રી કે પુરુષોમાં આશક્ત પુરુષો કે સ્ત્રીઓ અનેક ભવોમાં નપુંસકપણું, જનાવરપણું અને દુર્ભાગ્યપણું પ્રાપ્ત કરે