________________
વૈશ્યાગમનનો ત્યાગ
[ ૫૩ ] –––––––––– સ્નેહવાળી અન્ય સ્ત્રીનો વિશ્વાસ કયો ડાહ્યો મનુષ્ય કરશે?
પ્રાણનો સંદેહ, વેરનું પરમ કારણ બને લોક વિરુદ્ધ, સર્વસ્વ અપહરણ, બંધનની પ્રાપ્તિ, શિરચ્છેદ, ઈત્યાદિ દુઃખ પરસ્ત્રી ગમનથી પ્રાપ્ત થવા સંભવ છે. અને મરણ પામ્યા પછી નરકાદિ દુઃખો ભોગવવાં પડવાનાં. આ સર્વ પરસ્ત્રી ગમનનાં ફળો છે.
અન્ય પુરુષોથી પોતાની સ્ત્રીનું રક્ષણ કરનાર અને પોતાની સ્ત્રીના ખરાબ આચરણથી દુઃખી થનાર મનુષ્યો ! તમે પરસ્ત્રીમાં આસક્તિ શા માટે રાખો છો? જેવું તમને દુઃખ થાય છે તેવું તે સ્ત્રીના પતિને કે તેના વાલીઓને દુઃખ કેમ નહિ લાગતું હોય? તેનો વિચાર તમે જાતે જ કરીને પરસ્ત્રી ગમનનો ત્યાગ કરો.
(વેશ્યાગમનનો ત્યાગ) ગૃહસ્થાશ્રમીઓએ અને વિશેષ પ્રકારે ધર્મના માર્ગમાં ચાલનાર ભગવાનના ભક્તોએ પોતાની સ્ત્રી પણ આસકિતપૂર્વક સેવવી ન જોઈએ તો સર્વ દુર્ગુણોના કારણરૂપ વેશ્યા અને પરસ્ત્રીનો તો અવશ્ય ત્યાગ કરવો જ જોઈએ.
નદીના પાણીની માફક સર્વ સાધારણ રીતે ઉપયોગમાં લઈ શકાય તેવી વેશ્યા સ્ત્રીઓનાં ગમનમાં શું દોષ હશે? આ શંકા કરનારાઓએ યાદ રાખવું જોઈએ કે પરસ્ત્રીગમનના જીવના જોખમ જેવા દોષો આમાં નથી જણાતા, તોપણ એક રીતે તેનાથી પણ અધિક બીજા દુર્ગુણો પ્રગટ થવાનો મોટો સંભવ છે. વેશ્યા સહવાસથી ઘણા ખરા દુર્ગુણોમાં વધારો થાય છે. જુઠું બોલવું, જુગાર રમવો, ચોરી કરવી, અભક્ષ ખાવું, પીવું, વિશ્વાસઘાત કરવો, નિર્દયતા વાપરવી, છળ પ્રપંચ કરવા, પરસ્ત્રીગમન કરવું, પોતાની સ્ત્રીમાં સ્નેહ રહિત થવું, ઈત્યાદિ અનેક દુર્ગુણો સ્વાભાવિક ટેવરૂપ થઈ જવાનો સંભવ છે.