________________
[ ૫૨ ]
ગૃહસ્થ ધર્મ
વિષયોની સ્મૃતિ કરવાથી થાય છે, તેમ જ વર્તમાનકાળમાં તેવા સ્ત્રીપુરુષોના સંસર્ગથી-સહવાસથી પણ થાય છે. બ્રહ્મચારી સ્ત્રીઓએ પુરુષોના સંસર્ગમાં અને પુરુષોએ સ્ત્રીઓના સંસર્ગમાં ન આવવું અને વિશેષ પ્રકારે એકાંત સહવાસમાં તો ન જ આવવું. આથી તેવા નિમિત્તના અભાવે સંકલ્પોની ઉત્પત્તિ થતી અટકે છે. અને બ્રહ્મચર્ય બરોબર ટકાવી રખાય છે.
જેઓ બ્રહ્મચર્યમાં શ્રેષ્ઠ છે તેઓ મેરુ પર્વતથી પણ મહાન ગુરુ છે, મોટા છે બ્રહ્મચર્યમાં સ્ખલના પામેલા મહાન પુરુષો પણ બુઝાઈ ગયેલા અગ્નિની માફક તત્કાળ અપમાન પામે છે. અગ્નિથી બધા દૂર રહે છે, પણ તે બુઝાઈ જવા પછી તો તેની રાખ ઉપર મનુષ્યો પગ દઈને ચાલે છે તેમ બ્રહ્મચર્ય વિનાનો ત્યાગી કે શીયલ વિનાનો ગૃહસ્થ પગલે પગલે અપમાન પામે છે.
જ
મૈથુનકીડા કીંપાકના ફળની માફક થોડા વખત માટે જ રમણિક જણાય છે તથાપિ તેનું પરિણામ ભયંકર આવે છે. વિષયમાં વિશેષ આસક્ત મનુષ્યો કંપ, સ્વેદ, પરિશ્રમ, મૂર્છા, ભ્રામી (ચકરી આવવી) ગ્લનાતા, નિર્બળતા, ગરમી, ક્ષય અને ભગંદરાદિ મહાન રોગોના ભોગ થઈ પડે છે.
યોનીયંત્રમાં અનેક સૂક્ષ્મ જીવો ઉત્પન્ન થાય છે તેઓ અલ્પ શક્તિવાળા હોવાથી મૈથુન ક્રિયામાં તત્કાળ નાશ પામે છે. વિષય સેવન કરીને જે મનુષ્યો કામજ્વરની શાંતિ ઇચ્છે છે તે બળતા અગ્નિમાં ઘી હોમી, અગ્નિને શાંત કરવાની ઇચ્છા કરવા બરાબર કરે છે. અર્થાત્ અગ્નિ જેમ ઘી હોમવાથી શાંત થતો નથી તેમ મૈથુનથી કામની શાંતિ થતી નથી. ઘી ન નાંખવાથી જ અગ્નિ શાંત પડે છે. તેમ સંકલ્પ મૂકી દેવાથી જ કામની શાંતિ થાય છે. પોતાના પ્રિય પતિનો ત્યાગ કરીને, નિર્લજ થઈ જે સ્ત્રી અન્ય પુરુષમાં આસક્ત થાય છે તેવા ક્ષણિક