________________
શીયલવ્રત-સ્વદાસ સંતોષ - ચોથું વ્રત [ પ ] રાખવાં. આથી પણ લોકોનો અવિશ્વાસ વધવા સાથે રાજ દંડાદિ ગુન્હો બને છે.
આ પાંચ અતિચાર ન લાગે તેની સાવચેતી રાખી ત્રીજું વ્રત બરાબર પાળવું. દરેક અધિકારીઓએ પોતાના અધિકારના પ્રમાણમાં આ અતિચારો સમજી લેવા જોઈએ. (શીયલવત-સ્વદારા સંતોષ-ચોથું વ્રત ૪).
સર્વથા મૈથુન કર્મનો ત્યાગ કરવો તે બ્રહ્મચર્ય કહેવાય છે. અને પરસ્ત્રીનો ત્યાગ કરી પોતાની પરિણિત સ્ત્રીમાં જ સંતોષ માનવો તે પુરુષોનું શીયલવ્રત છે. આ જ રીતે સ્ત્રીઓએ પોતાના વિવાહિત પતિમાં જ સંતોષ રાખી અન્ય પુરુષો તરફ મનથી પણ અભિલાષા ન કરવી તે સ્ત્રીઓનું શીયલવ્રત છે. - બ્રહ્મચર્યનું અવલંબન કરીને યોગીઓ આત્મસ્વરૂપને જાણી શકે છે. આ બ્રહ્મચર્યનું અવલંબન વીર પુરુષો જ કરી શકે છે. બ્રહ્મચર્ય ત્રણ જગતમાં પ્રશંસનીય અને પૂજનીય ગણાય છે. તેનાથી વિશુદ્ધિ પામેલા આત્માઓ, દેવોને પણ પૂજનીય થાય છે. ઉત્તમ ચારિત્રનું જીવન બ્રહ્મચર્ય છે. તે ન હોય તો બીજા ગુણો વિદ્યમાન હોય તોપણ નહિ સરખા થાય છે. અલ્પ સત્વવાળા, નિઃશીલ ઈદ્રિયોથી પરાજીત મનુષ્યો આ શીયલ પાળી શકે તે વાત સ્વપ્નમાં પણ માનવા યોગ્ય નથી.
સંકલ્પ અને સંસર્ગથી વિષય-વાસનાની ઉત્પત્તિ થાય છે, બ્રહ્મચર્ય દઢ પાળવાની ઇચ્છાવાળા મનુષ્યોએ વિષય સંબંધી જરા પણ સંકલ્પ મનમાં ઉઠવા દેવો ન જોઈએ. મનમાંથી સંકલ્પને કાઢી નાખતાં ગમે તેવા વિષમ પ્રસંગમાં પણ કામની ઉત્પત્તિ થવાનો સંભવ નથી. આ સંકલ્પોની ઉત્પત્તિ પૂર્વે દેખેલ, સાંભળેલ, અનુભવેલ