________________
__ગૃહસ્થ ધર્મ
[ ૫૦ ]. વગેરેનું પાણી ઇત્યાદિ સામાન્ય વસ્તુઓ કે જેના ઉપર કોઈની માલિકી નથી. માલિકી હોય તથાપિ તે લેવાની કોઈને મના નથી. જેને લેવાથી ચોરી ગણવામાં આવતી નથી. તે સિવાયની કોઈની કોઈ પણ વસ્તુ માલિકની રજા સિવાય ન લેવી. જેના ઉપર મમતાભાવ મનુષ્યોને કે જીવોને હોય છે તે વસ્તુ રાજીખુશીથી આપ્યા સિવાય ન લેવી. એટલે તાળું તોડવું નહિ. ખાતર પાડવું નહિ. વાટ લૂંટવી નહિ. ગાંઠ કાપવી નહિ. ધાડ પાડવી નહિ. દાણચોરી કરવી નહિ. ખીસું કાપવું નહિ. પડેલી ચીજ લેવી નહિ. બળાત્કારે જોરજુલમથી લેવું નહિ. ધણીની ગેરહાજરીમાં વસ્તુ લેવી નહિ. હાજરીમાં ઇચ્છા વિરુદ્ધ લેવી નહિ. આ ગૃહસ્થોનું ત્રીજું વ્રત છે.
ત્રીજા વ્રતમાં લાગતા અતિચારો (૧) ચોરને ચોરી કરવા પ્રેરણા કરવી. ખાવા-પીવાની મદદ આપવી. આ સાક્ષાત ચોરી નથી પણ પરિણામ તો ચોરીના જેવું જ આવે છે. લીધેલ વ્રતને મલિન કરનાર છે.
(૨) ચોરીનો માલ વેચાતો રાખવો. આના પરિણામે રાજદંડાદિ ભોગવવાં પડે છે.
(૩) રાજ્ય વિરુદ્ધ કામ કરવું, મના કરેલા શત્રુ આદિના દેશમાં વેપારદિ નિમિત્તે જવું ઇત્યાદિ. આમ કરવાથી ધનાદિકનો નાશ અને રાજાની આજ્ઞા વિરુદ્ધ વર્તન કરવાથી દેહાંત દંડ પણ થવા સંભવ છે.
(૪) માલમાં ભેળ સંભેળ કરવો. સારા માલમાં નબળો માલ ભેળવી વેચવો, ખોટી વસ્તુને ખરીના જેવી બનાવી, ખરી કહીને વેચવી. ઈત્યાદિ આથી પોતાની શાહ આબરૂ જવા સાથે અવિશ્વાસ વધે છે; કલેશ થવાનો પણ સંભવ છે.
| (૫) ખોટા તોલમાપ રાખવાં. લેવામાં વધારે દેવાનાં ઓછાં