________________
[ ૩૮ ]
ગૃહસ્થ ધર્મ
વર્ષાઋતુના મેઘની ધારા સમાન અહિંસા છે ભવભ્રમણરૂપ રોગની શાંતિ માટે અહિંસા પરમ ઔષધી તુલ્ય છે.
સુભુમ, બ્રહ્મદત્ત, પરશુરામ, શ્રેણિક, કોણિક અને કાલૌરિકાદિ અનેક જીવો આ હિંસાના આશ્રયથી અસહ્ય યાતના અને નરકનિ યાતના આદિ દુઃખ પામ્યા છે. ત્યારે સુલસ, દામનક, હરીબલ, યશોધરાદિ અનેક જીવો અહિંસાના આશ્રયથી સદ્ગતિ પામ્યા છે.
તીર્થંકરોએ અહિંસારૂપ એક જ વ્રત બતાવ્યું છે. આ વ્રતના રક્ષણને માટે જ વાડરૂપે બીજાં વ્રતો બતાવ્યાં છે. અર્થાત્ બીજાં વ્રતો અહિંસાના પોષણરૂપ છે. માટે દરેક જીવોએ પોતાની શક્તિ પ્રમાણે જીવોના રક્ષણને માટે પ્રયત્ન કરવો જોઈએ.
સર્વ જીવોનો બચાવ તો ત્યાગ માર્ગ ધારણ કરનાર મુનિઓ કરી શકે છે. ગૃહસ્થો ગૃહસ્થાશ્રમમાં રહીને કેટલે દરજ્જે જીવોનો બચાવ કરી શકે ત્યાં સુધી યોગ્ય ગણાય ? તેની સમજ આ પ્રમાણે છે.
સર્વ જાતના જીવોની હિંસા ન કરવી તે વીશવસા (વીશભાગ) અહિંસા-દયા ગણાય છે. તેમાંથી ગૃહસ્થાશ્રમમાં રહેનાર મનુષ્ય સવા ભાગની અહિંસા પાળવી જોઇએ. ત્રસ અને સ્થાવર આ બે વિભાગમાં સર્વ જીવો બચાવવા લાયક છે તેનો સમાવેશ થાય છે.
સર્વ જીવોનો બચાવ કરાય ત્યારે વીશવસા-પૂર્ણ અહિંસા બને છે. ૨૦) ત્રસ અને સ્થાવર આ બેમાં સર્વ જીવોનો સમાવેશ થાય છે તેની અહિંસા તે વીશવસા અહિંસા કહેવાય છે. ૧૦) ગૃહસ્થો સ્થાવર જીવોનો બચાવ કરી ન શકે.
૫) ગૃહસ્થો અપરાધી ત્રસ જીવોનો બચાવ ન કરી શકે. ૨) ગૃહસ્થો વ્યવહાર ઉપયોગી આરંભના કાર્યમાં ત્રસજીવોને
બચાવી ન શકે.