________________
પ્રથમ સ્થૂલ અહિંસા વ્રતની જરૂરિયાત
[ ૩૭ ] પ્રમાણે જેટલા જોરથી તમે દડો પછાડશો તેટલા જ જોરથી પછડાઈને તે પાછો ઉછળશે. તેમ જે જાતના જેટલા જોરથી તમારું ભલું કે બુરું વર્તન અન્ય તરફ થયું હશે, લાગણીઓ ઉછાળી હશે તેટલા જ જોરથી ઉછળીને પાછી ફરીને તમને લાભ કે હાની કરશે.
મનુષ્યોએ હાથ, પગ વિનાના થવું, પાંગળા થવું કે શરીર વિનાના થવું તે પણ એક રીતે સારું છે. પણ પૂર્ણ શરીરવાળા થઈને જીવોની હિંસા કરવી તે યોગ્ય નથી. હિંસાનો ત્યાગ કર્યા સિવાયની ઈદ્રિયનું દમન, દેવ-ગુરુની સેવા, દાન, અધ્યયન અને તપશ્ચર્યાદિ સર્વ ક્રિયાઓ નિષ્ફળ છે. અર્થાત્ સુખદાયી થતી નથી.
મનની શાંતિ માટે હિંસા કરવાની જરૂર નથી. જીવોની હિંસા કરવાથી વિદનની શાંતિ થતી નથી પણ ઊલટી વિદનની વૃદ્ધિ થાય છે. કુલાચારની બુદ્ધિથી કરાતી હિંસા કુળના નાશને માટે અર્થાત્ અધઃપતન માટે છે.
સુખ, સૌભાગ્ય, બળપૂર્ણ આયુષ્ય, ધીરતા, નિરોગી શરીર, અપ્રતિહત આજ્ઞા, ઉત્તમ રૂપ, ઉજજવળ કીર્તિ, ધન, અવચનતા, ઉત્તમ પરિવાર, સુંદર કાંતિ અને ચરાચર જગતમાં વિજય આ સર્વ જીવોનું રક્ષણ કરવા રૂપ અહિંસા વ્રતનાં ફળો છે.
પાંગળાપણું, કોઢીયાપણું, ઠુંઠાપણું, રોગ, શોક, વિયોગ, નિષ્ફળતા, અલ્પ આયુષ્ય, દુર્ભાગ્યતા, અપયશ અને બીકણપણુંભયપ્રાપ્તિ ઇત્યાદિ અનિષ્ટ ફળની પ્રાપ્તિ જીવોની હિંસાથી થાય છે.
મનુષ્યો જીવિતવ્યના બચાવ માટે રાજ્યનો પણ ત્યાગ કરે છે, તો તે જીવના વધથી ઉત્પન્ન થતું પાપ આખી પૃથ્વીનું પણ દાન દીધાથી કેમ શાંત થાય? અર્થાતુ ન જ થાય, અહિંસા માતાની માફક સર્વ સ્થળે જીવોનું રક્ષણ કરે છે. સંસારરૂપ મરુધરની ભૂમિમાં અમૃતની નહેર સમાન અહિંસા છે. દુઃખરૂપ દાવાનળને બુઝાવવાનો