________________
[ ૧૮૦]------------_ગૃહસ્થ ધર્મ
ઉપદ્રવ્યનો સદુપયોગ (સાત ક્ષેત્ર)
ગૃહસ્થોએ પોતાની ન્યાયથી પેદા કરેલ મિલકતમાંથી શક્તિ અનુસાર સાથે માર્ગે ખર્ચ કરવો. જે વાર્ષિક કમાણી આવતી હોય તેમાંથી સેંકડે પાંચ કે દશ ટકા જેટલો ભાગ ધર્માદા ખાતે બહાર કાઢવો. અને જ્યાં જેટલી જરૂરિયાત હોય ત્યાં તેનો ઉપયોગ કરવો.
છળ, પ્રપંચ, વિશ્વાસઘાત કે ચોરી, ઠગાઈ કરીને ધન મેળવી ખર્ચ કરવાની ઇચ્છા ન કરવી વિવિધ પ્રકારના આરંભો કરી ધર્મધ્યાનને એક બાજુ મૂકી, લોકોને રંજાડીને, ગરીબોને રીબાવીને, ઓછું વધતું આપી કે લઈ પૈસો પેદા કરી ધર્મ માર્ગે પૈસો ખર્ચવો તેના કરતાં શક્તિ ન હોય તો કાંઈ પણ અન્યાય ન કરવો તે વધારે ઉત્તમ છે. અન્યાય અને આરંભથી પૈસો મેળવી ધર્માદો કરવો તે તો માથું ફોડી શીરો ખાવા જેવું અથવા લુગડાં કાદવમાં બોળી ધોવા જેવું છે. •
સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, દેરાસર, પ્રતિમા અને જ્ઞાન આ સાત ક્ષેત્ર છે; તેમાં પોતાના પૈસાનો ઉપયોગ કરવો તે ઉત્તમ પાત્રમાં સારા ક્ષેત્રમાં અનાજ વાવવાની માફક ફળદાયક છે.
(સાધુ-સાધ્વીજી) તેમને ભણાવવામાં, તેમની શારીરિક પ્રકૃતિ અનુકૂળ ન હોય તો ઔષધ ઉપચાર કરાવવામાં મદદ કરવી, તેમના સંયમનો નિર્વાહ થાય તેવી રીતે ખપે તેવી જરૂરિયાતો પૂરી પાડવામાં પૈસાનો ઉપયોગ કરવો. આ ક્ષેત્રો પરમ ઉપકારી છે તેમના જ્ઞાન ધ્યાનનો લાભ તેઓ પોતાના આશ્રિતોને આપે છે. એટલે તેમની ચડતીમાં તમારી પોતાની ચડતીનો આધાર રહેલો છે. કૂવામાં હશે તો અવાડામાં આવશે આ