________________
[ ૧૬ ]
ગૃહસ્થ ધર્મ
રસ્તા ઉપર ચાલવાની પોતાની શક્તિ, યોગ્યતા કે અયોગ્યતાની ખબર પડે છે.
તેજ રસ્તે ચાલવું કે ફેરફાર કરી અન્ય રસ્તો લેવો તે સમજાય છે તેમને પડેલી અડચણોથી સાવચેત રહેવાની ચેતવણી મળે છે. ટૂંકમાં કહીએ તો તેમના જીવનમાંથી એટલા બધા અનુભવો અને પ્રેરણા મળે છે કે પોતાનો માર્ગ ઘણી સહેલાઈથી સુગમ કરવાની કુંચીઓ પ્રાપ્ત થાય છે.
ઘણા વખતના અભ્યાસથી પોતાનું જીવન સારું બનાવવામાં આવે છે. અડચણરૂપ જણાતા કોઇ મોટા દુર્ગુણો ત્યાગી ન શકાતા હોય તેમ પોતાને જણાય તો એક પછી એક અનુક્રમે ધીમે ધીમે ત્યાગ કરતાં રહેવું, પ્રથમ કાયમનો ત્યાગ બની શકે નહિ તો એકાદ માસનો કે એકાદ દિવસ જેટલી ટૂંકી મુદતથી તેનો ત્યાગ કરવાની ટેવ પાડવી. અથવા તેથી પણ ઓછી એકાદ પહોર કે કલાકથી શરૂઆત કરવી. અને તેમાં દૃઢતાપૂર્વક નિયમિત વધારો કરતાં રહેવું.
જેમ દુર્ગુણો માટે આ ક્રમ નિયમિત રીતે ચાલુ રાખવો, તેમ એકાદ કે તેથી વધારે સદ્ગુણોમાં વધારો કરવા માટે પણ તેવા જ ક્રમથી વધવાની ટેવ પાડવી. ધીમો પણ કાયમનો વધારો થતાં સદ્ગુણમય જીવન થશે. અને દુર્ગુણો સદાને માટે ચાલ્યા જશે.
દુર્ગુણોનો ત્યાગ ન કરી શકાય તોપણ સદ્ગુણોનો વધારો કરતા રહેવું. એકંદર પરિણામ એ આવશે કે સદ્ગુણના ધક્કાથી દુર્ગુણોને પાછા હઠવું પડશે. અને તેની જગ્યાએ સદ્ગુણ ગોઠવાઇ જશે.
આ સર્વ સ્થિતિમાં સુધારો થવાનું મૂળ કારણ વિચાર શક્તિ છે. વિચાર શક્તિની મદદ વિના ઓઘ સંજ્ઞાએ ગાડરિયા પ્રવાહ માફક ચાલતાં આગળ વધી શકાતું નથી. દુર્ગુણો ઘટતા નથી ને સદ્ગુણો વધતા નથી. આગળ વધવાના વિચાર વિના બીજું એકે કારણ યોગ્યતા