________________
અંતિમ કર્તવ્ય
________
૧૯૫ ]
-
-
-
-
-
-
અંતિમ કર્તવ્ય
( ગૃહસ્થોએ પોતાની મરણ અવસ્થા નજીક આવતાં પરલોક ગમનને માટે આનંદપૂર્વક બધી તૈયારીઓ કરી રાખવી. આત્મા અમર છે, દેહ બદલાય છે, જૂનું ઘર મૂકી નવા ઘરમાં રહેવા જવું, જૂનો ડગલો ઉતારી નવો ડગલો પહેરવો આમાં ખેદ નહિ પણ જેમ આનંદ માનીએ છીએ તેમ જૂનું જીર્ણ દેહ મૂકી નવા દેહમાં જવું તે આનંદદાયક છે. પણ ખેદરૂપ નથી. ગમે તે પ્રસંગે દેહનો અવશ્ય ત્યાગ કરવો તો છે જ. | તીર્થકર દેવ, ઈન્દ્રાદિ સમર્થ દેવો, ચક્રવર્તી જેવા રાજાઓ, મહાન બળવાન યોદ્ધાઓ એ સર્વેને પણ આ માર્ગે પ્રયાણ કરવું પડ્યું છે તો પછી બીજાઓની તાકાત છે કે એ નિયમનો અનાદર કરી શકે? નહિ જ.
વિશેષ એ છે કે જેણે આ જિંદગી સાર્થક કરેલ છે. વ્રત, તપ, જપ, પરોપકાર, દયા, દાન, ઇત્યાદિ સત્કર્તવ્યોમાં મન વચન શરીરની શક્તિનો વ્યય કરેલ છે, જેઓએ સત્યને શોધ્યું છે. સત્ય સમજ્યા છે તેમને દેહનું મરણ તે આનંદનો દિવસ છે. તે સિવાયનાઓને માટે મરણ તે દુઃખનો દિવસ છે. શોકનો દિવસ છે. દિલગીરીનો દહાડો છે. કારણ કે તેણે આગળ જઈ શાંતિ લેવાય તે માટેની તૈયારી કરી નથી, સુખ પછી દુઃખ મળવાનું છે, અનેક જીવોને ત્રાસ આપ્યો છે, સંતાપ્યા છે, અનેક કાળા, ધોળાં કર્યા છે, વિષય, કષાય અને અજ્ઞાનમાં જીવન ગુજારેલું છે તેનો ત્યાં બદલો મેળવવાનો છે. બદલો ભોગવવાનો છે તેથી મરણ દુઃખરૂપ છે. પણ જેણે જિંદગીનો ખરો લાભ લીધો છે, અનેક વ્રત, તપ, જપ, પરોપકારાદિ નિષ્કામ બુદ્ધિથી કરેલ છે, વિષય કષાયોને પાછા હઠાવ્યા છે, ઈદ્રિયોને વશ રાખી છે,