________________
[ ૧૯૬ ]
ગૃહસ્થ ધર્મ મનને વશ કરેલ છે, સત્ય આત્માને સમજ્યા છે, સત્યને પામ્યા છે, અનુભવ કરેલ છે તેને મરણ એ આનંદનો દિવસ છે, કારણ તેમને માટે સઘળી તૈયારીઓ આગળથી થઈ ગઈ છે. જેમ કોઈ પુન્યવાન રાજા પાંચ, પચાસ ગાઉ દૂર જવાનો હોય ત્યાં આગળથી તેના માણસોએ જઈને મુકામ અને ભોજન આદિ સામગ્રી તૈયાર રાખી હોય તો તેને કોઈ જાતની ખાવાપીવા કે મકાનની ચિંતા રહેતી નથી. તેને તો ગાડીમાં બેસી જવાનું અને તૈયાર રસોઈ પર બેસવાનું છે. તેમ આ ભાગ્યવાન જીવને માટે પણ આગળ બધી તૈયારીઓ થયેલી હોવાથી મરણ આનંદરૂપ છે, નિર્ભાગ્ય-નિર્ધન માણસને જેમ પાંચ પચાસ ગાઉ જવું હોય અને ત્યાં જરાપણ સગવડ નહિ તેથી જે ખેદ થાય છે તે આને હોતો નથી.
વળી આત્મા અમર છે. દેહમાં જ ફેરફાર થાય છે. આ વાતનો ચોક્કસ અનુભવ થયેલો હોવાથી તથા આ માયિક પ્રપંચ સાથે તેને તેવી સ્નેહવાળી લાગણીઓ ન હોવાથી જેમ નઠારા પાડોશીઓનો સહવાસ મૂકી સારા પાડોશીની પાસે રહેવા જવામાં ખેદ નહિ પણ આનંદ થાય છે, તેમ આ મરણ તે જ્ઞાનીઓને મન ઓચ્છવનો દિવસ છે.
આ મરણ પ્રસંગના પહેલાં જો ત્યાગમાર્ગ ગ્રહણ કરાય તો ઉત્તમ વાત છે પણ જેઓ વ્યાવહારિક પ્રતિબંધ અને શારીરિક નિર્બળતા અથવા તેવાં જ કોઈ કારણસર ત્યાગ માર્ગ ગ્રહણ ન કરી
શકે તેમ હોય તે ગૃહસ્થોએ પોતાના મરણ પહેલા આ દુનિયાના તમામ સંબંધોથી મનને પાછું ખેંચી લેવું, જ્ઞાનદૃષ્ટિ વડે પોતાને તે સંબંધોથી અલગ કરી દેવો.
જે મિલકતનો સન્માર્ગે વ્યય કરવો હોય તે પોતાની હયાતિમાં જાગૃત અવસ્થામાં કરી લેવો. ઘણી વખત માણસોના મનોરથો મનમાં રહી જાય છે અને ઓચિંતા દેહનો ત્યાગ કરવો પડે છે અથવા પાછળથી