________________
બીજું સત્યવ્રત - મૃષાવાદ વિસ્મરણ વ્રત [ ૪૫ ] બતાવી છે પણ તેથી સર્વજાતના જાનવરોના સંબંધમાં અસત્ય ન બોલવું તે અહીં પણ સમજી લેવું. વિરુદ્ધ ગુણદોષ બતાવી જાનવરો વેચવાથી આપસમાં કલેશ થવાનો. વેર વિરોધ વધવાનો અને જ્યારે આપનારને તે પહોંચી ન શકે ત્યારે જાનવરને દુઃખી કરવાનો, એમ અનેક દોષો ઉત્પન્ન થવાનો સંભવ છે.
(૩) જમીનના સંબંધમાં અસત્ય : કોઈની જમીન દબાવી દેવી પારકી હોય ને પોતાની કહેવી. વેચવાના પ્રસંગે ખારવાળી જમીનને સારી-બાર વિનાની કહેવી. જમીન એ શબ્દથી હાટ-ઘર-ખેતર, ગામશહેર-દેશ ઇત્યાદિ સમજી લેવા. તે સર્વ અન્યનાં હોય ને પોતાના કહી પચાવી પાડવાં, આ અસત્યનો ત્યાગ કરવાથી અનેક જાતના વેર, વિરોધ, લડાઈ, બખેડા વગેરે થતાં અટકે છે. શાંતિ જળવાઈ રહે છે. ધર્મ ધ્યાનાદિ શાંતિમાં જીવન પસાર કરી શકાય છે. . (૪) જૂઠી સાક્ષી સંબંધી અસત્ય સ્વાર્થને ખાતર, દાક્ષિણતાને લીધે, લાંચ રુશ્વતાદિ લોભથી, જીવિતવ્ય કે દ્રવ્યાદિ નાશના ભયથી. કોઈના આગ્રહથી કે પ્રાર્થનાથી જૂઠી સાક્ષી ન ભરવી. કોર્ટમાં જઈને સાક્ષી ભરવી તેનું નામ સાક્ષી છે. એટલું જ નહિ પણ હરકોઈ સ્થળે અને કોઈ પણ માણસે તમને પૂછ્યું કે આ માણસે આ પ્રમાણે કર્યું છે. તેમાં તમે શું જાણો છો? તે વખતે જે જાણતા હો તેજ કહો તેમાં હરકત નથી. પણ જૂઠી સાક્ષી ન ભરવી. તમારે તે સંબંધમાં બોલવાની મરજી ન હોય તો જવાબ ન આપો. મૌન રહો. પણ જૂઠી સાક્ષી તો ન જ ભરો.
(૫) થાપણ ઓળવવા સંબંધી અસત્ય ભરોસાદાર કે યોગ્ય લાયક માણસ જાણી તમારી પાસે કોઈ પણ માણસ કોઇની સાક્ષી રાખ્યા સિવાય કે દસ્તાવેજ કરાવ્યા સિવાયં થાપણ મૂકી ગયો હોય, તે જ્યારે પાછી લેવા આવે ત્યારે તેને કહેવું કે તું કયાં મારે ત્યાં મૂકી