________________
[ ૪૪ ]
જૂઠાં કહેવાય છે. લોકમાં તે વધારે નિંદનીક ગણાય છે.
(૧) કન્યા સંબંધી અસત્ય : દ્વેષાદિક કારણથી વિષકન્યા ન હોય ને વિષકન્યા કહેવી. વિષકન્યા હોય ને અવિષકન્યા કહેવી. સુશીલા હોય છતાં દુશીલા કહેવી. દુશીલા હોય છતાં સુશીલા કહેવી. મોટી હોય ને નાની કહેવી. નાની હોય ને મોટી કહેવી. સારા કુળની હોય છતાં હલકા કુળની કહેવી હલકા કુળની હોય ને સારા કુળની કહેવી જેમ કન્યાના સંબંધમાં તેમ વરના સંબંધમાં પણ ખોટાને સારો અને સારાને ખોટો કહેવો. ઇત્યાદિ અસત્ય બોલીને સામા મનુષ્યોને નુકસાનમાં ઉતારવા તે કન્યા સંબંધી અસત્ય કહેવાય છે, કન્યાની અહીં મુખ્યતા છે પણ જેટલા બે પગવાળાં મનુષ્યો છે તે તમામના સંબંધમાં અસત્ય ન બોલવું તે આ ઉપરથી સમજી લેવું જોઈએ.
અસત્ય બોલીને તેમનો વિવાહ જોડી આપવાથી જિંદગી પર્યંતનું તે કજોડું દુઃખી નીવડે છે. આપસમાં અણબનાવ, કલેશ અને કુસંપમાં દુઃખમય જિંદગી ગુજારે છે. અણસમજમાં, પરપસ્પરની ઇચ્છા વિરુદ્ધ, પ્રકૃતિ વિરુદ્ધ, અસત્ય પ્રપંચથી લાકડે માકડું વળગાડાયેલા અનેક કજોડાંઓ કલુશીત જિંદગી ગુજારતાં નજરે પડે છે. તેઓ ઊંડા નિઃશાસા પૂર્વક પોતાની આ કજોડાથી દુઃખાયેલી કારી લાગણીને પ્રગટ કરતાં તેમનો મેળાપ કરાવી આપનારાઓને કળકળતા શ્રાપ આપે છે, ગાય અને દિકરી જ્યાં દોરે ત્યાં જાય. આ હિંદુની કહેવત પ્રમાણે નિર્દોષ બાળકીઓને ઊંડા ખાડામાં ઉતારનારાઓ મોટું પાપ બાંધે છે. દુઃખી કજોડાઓના જિંદગી પર્યંતના ઊના આંસુઓ અને ગરમ નિસાસાઓથી તેમના વાલીઓનું કદીપણ ભલું થતું નથી.
ગૃહસ્થ ધર્મ
(૨) ગાય સંબંધી અસત્ય : જેમ કન્યાના સંબંધમાં તે જ પ્રમાણે ગાયના સંબંધમાં, ઉંમર, ગુણ, દોષ, દૂધ વગેરેમાં અસત્ય ન બોલવું, ગાય ગરીબ પ્રાણી અને ઉપયોગી જાનવર હોવાથી તેની અહીં મુખ્યતા