________________
વૃદ્ધ પુરુષોની સેવા કરવી
– – – –– –
–
–
––
–
–
__૧૫૧ ] ૧વૃદ્ધ પુરુષોની સેવા કરવી)
છોકરાઓ ! વૃદ્ધ પરિપક્વ બુદ્ધિવાળા મનુષ્યોની તમારે સેવા કરવી, તેમનો વિનય કરવો, તેમના હિત ભરેલા અનુભવી વચનો સાંભળવા. તેઓ તમારા કરતાં આ દુનિયામાં વહેલા આવેલા હોવાથી તેમણે અનેક અનુભવી પુરુષોની સેવા કરી કિંમતી અનુભવો લીધેલા હોવાથી તથા પોતાની જાતને વિવિધ પ્રસંગોમાંથી પસાર કરેલી હોવાથી તેમની પાસે બુદ્ધિનો ખજાનો એકઠો થયેલો હોય છે તે તમને મળે છે. તેવા વૃદ્ધોની સેવા-આજ્ઞા માન્ય કરવાથી વિપત્તિના ખરાબે ચડેલું આપણું જીવન-વહાણ મૂળ સુખના માર્ગ ઉપર પાછું સહીસલામત આવી પહોંચે છે.
એટલું ધ્યાન રાખવું કે તે વૃદ્ધ પુરુષ ઉંમરમાં વૃદ્ધ ધોળા વાળ અને ખડખડી ગયેલ શરીરવાળો જ હોય એમ માનવાનું નથી. પણ પાકી બુદ્ધિવાળો, સુંદર પરિણામવાળી મતિવાળો, વિવેકાદિ ગુણયુક્ત, શ્રુત જ્ઞાનનો અનુભવી, મહાન ધીરજવાળો, સંયમ-ઈદ્રિય મનાદિના નિગ્રહવાળો, વિવિધ પ્રકારના અનુભવોની કસોટીમાંથી પાર ઉતરેલો ત્યાગ, ગ્રહણના જ્ઞાનમાં પરિપક્વ અનુભવવાળો ઇત્યાદિ ગુણવાનું વૃદ્ધ કહેવાય છે.
ઉંમરમાં યુવાન છતાં જેની બુદ્ધિ પ્રબળ તિક્ષ્ણ અને વિપત્તિનો પાર પામે તેવી હોય છે તે વૃદ્ધ છે, પણ ઉંમરમાં વૃદ્ધ હોવા છતાં બુદ્ધિમાં મંદ હોય તો તે ખરી રીતે વૃદ્ધ નથી. જેની બુદ્ધિ ઠરી ગઈ છે સ્થિર થયેલી છે ઉછાંછળાપણું કરતી નથી તે વૃદ્ધ છે. આવા વૃદ્ધ મનુષ્યો પાપાચારમાં પ્રવૃત્તિ કરતા નથી. કરનારને ભાવી વિપત્તિનું ભાન કરાવી તેવા કર્તવ્યોથી પાછા વાળે છે. એમની સેવાથી મનુષ્ય