________________
ઉપાશ્રય-વ્યાખ્યાન શ્રવણ વિધિ
૩૧ ] ઉપાશ્રયના દ્વાર આગળ પહોંચતાં જ ત્યાં પણ દેરાસરજીની માફક “નિસ્ટ્રિહિ' ત્રણવાર કહેવી એટલે હું જ્યાં સુધી ઉપાશ્રયમાં છું ત્યાં સુધી મન, વચન, શરીર દ્વારા સંસાર વ્યવહારના પ્રપંચવાળું કોઈ પણ કાર્ય ચિંતવીશ નહિ. તેવી વાતો કરીશ નહિ અને તેવું વર્તન પણ કરીશ નહિ; આ પ્રમાણે પ્રતિજ્ઞા કર્યા પછી જ ઉપાશ્રયના દ્વારમાં પ્રવેશ કરવો, અને તે પ્રતિજ્ઞા બરોબર પળાય છે કે નહિ તે માટે ચોક્કસ ધ્યાન આપવું.
અફસોસ છે કે કેટલીક વાર આવાં પવિત્ર શાંતિનાં સ્થાનરૂપ દેરાસર અને ઉપાશ્રયો કલેશ, કજીયા અને અશાંતિનાં સ્થાનો થઈ પડે છે. તેનું મુખ્ય કારણ એ છે કે જ્ઞાની પુરુષોએ કરેલી આજ્ઞાનું ઉલ્લંઘન કરવામાં આવે છે. નિસ્પિરિની પ્રતિજ્ઞા પાળવામાં નથી આવતી. અને જે કાર્યો આત્મસ્વરૂપ પ્રાપ્તિ ને કાંઈ પણ લેવા દેવા નથી તેવા કાર્યોના ઝઘડાઓ-પંચાતો-દેરાસર કે ઉપાશ્રયમાં કરવામાં આવતાં, વીતરાગી મહાપુરુષોની આજ્ઞા ઉપર પગ દેવામાં આવે છે તે સિવાય બીજું કાંઈ કારણ હોતું નથી.
જ્ઞાની પુરુષો પોકારીને કહે છે કે તમે જે ઉદ્દેશથી જે કાર્ય કરવા માટે આ પવિત્ર સ્થાનમાં આવ્યા છો અથવા આ પવિત્ર સ્થાનમાં જે કાર્ય કરવાની આજ્ઞાઓ કરવામાં આવી છે તે સિવાયનું કાંઈ પણ કાર્ય આવાં પવિત્ર સ્થાનોમાં ન કરો. તેને માટે કોઈ અલાઈદું મુકામ હોય ત્યાં પધારે. નહિતર પરિણામે તમને જ હાનિ થવાની છે. જ્યાં બેસીને તમે તમારી આત્મ ઉન્નતિની આશાઓ રાખો છો. પરમશાંતિ મેળવવા ઇચ્છાઓ રાખો છો. તે તમારી આશા અને ઇચ્છાઓ નિરર્થક જશે. તમે પોતે અશાંતિ પામશો, અને બીજાને પમાડશો માટે તમારા લેણાદેણાંની ભાંજફોડીને, ખાવા-પીવાની, પંચાતોને આ ધર્મસ્થાનોમાંથી દેશવટો આપો. તો જ તે ધર્મનાં સ્થાનો બન્યાં રહેશે