________________
ભોજન-ભક્ષ્યા-ભક્ષ્યનો વિવેક
[ ૧૧૯ ]
૫ ભોજન-ભક્ષ્યા-ભક્ષ્યનો વિવેક
ભોજન ત્રણ પ્રકારનું છે : (૧) રાક્ષસી (૨) માનુષી ભોજન (૩) દેવ ભોજન પેટ ભરવું, ભૂખ ભાંગવી એ તો સર્વ જીવને સાધારણ વાત છે છતાં ભોજનમાં આવા વિભાગો પાડવામાં આવે છે તે પોતાની સાત્ત્વિક, રાજસીક અને તામસિક પ્રકૃતિને લઈને જ છે. વસ્તુ એકની એક હોય છે તોપણ પોતાની પ્રકૃતિ અને પ્રવૃત્તિના પ્રમાણમાં તેના ફળનો ભેદ પડે છે. ભોજનમાં પણ તેમ જ છે. -
જ
રાક્ષસી ભોજન
હાથ, પગ ધોયા વિના, ક્રોધથી અંધ બની દુર્વચન બોલતાં દક્ષિણ દિશાના સન્મુખ બેસી ભોજન કરવું તે રાક્ષસી ભોજન છે.
મલિન, ગંધાતા, અશુચીવાળા પ્રદેશોમાં જો ઉઘાડે પગે ફરવામાં આવ્યું હોય અથવા હાથથી તેવી કાંઈ લેવડદેવડ કે લે મૂક કરવામાં આવી હોય તો તે હલકા રજકણો હાથે તથા પગે ચોંટવાનો સંભવ રહે છે. આ હલકા રજકણો પેટમાં જવાથી તેની ખરાબ અસર શરીર અને મન ઉપર થાય છે. અથવા કોઈ ચેપી રોગાદિકના ક્ષુદ્ર જંતુઓ હાથે પગે લાગેલા હોય અને તેને ધોઈને કે સ્નાન કરીને દૂર કર્યા સિવાય ભોજન કરવામાં આવે અને કદાચ તે ઝેરી કે ચેપી જંતુઓની અસર શરીર ઉપર થાય તો તેથી તે તે જાતના રોગના ભોગ થઈ પડવાનો સંભવ મોટે ભાગે રહે છે. આ હેતુથી તેવા હલકાં ખરાબ રજકણોની કે ચેપી રોગ કે જંતુઓની અસર પોતા ઉપર ન થાય તેથી બચવા માટે સ્નાન કરવાની કે હાથ પગ ધોવાની ભોજન કરતી વખતે અગત્યતા જણાવવામાં આવી છે. આ સિાય આમાં બીજો કોઈ હેતુ જાણવામાં આવતો નથી.