________________
* [ ૧૧૮ ]
ગૃહસ્થ ધર્મ પણ આ પ્રમાણે ધ્યાનપૂજન કરવું. સાક્ષાત્ પ્રભુની-જીવનમૂર્તિ - પ્રભુના સ્વરૂપની કલ્પના જો મનથી થઈ શકે તો તેમ કરી તેમને વંદન, નમન, પૂજન કરવું.
અથવા જેમને પોતાના ગુરુ ઉપર વિશેષ લાગણી હોય તેમણે તે ગુરુની મનથી કલ્પના કરી તેનું સ્વરૂપ મનમાં ખડું કરવું અને તેમને વંદન, નમન કરવું. ગમે તે પ્રકારે પણ આ પૂજનનો ઉદ્દેશ મનની એકાગ્રતા, વિશુદ્ધિ, વિચારમંતરનો અભાવ, ઉત્તમ આલંબનમાં મનનો લય અને વખતનો સદુપયોગ વગેરે કરી સફળ કરવો.
- આ સર્વ પોતાના ભલા માટે કરવાનું છે. આમ જ કરવું, અને આમ ન જ થાય, આવા બંધનમાં તમે બંધાયા નથી, અને કોઈ બાંધી પણ શકે નહિ, જે પૂજનમાં તમારો ઉત્સાહ વૃદ્ધિ પામે અને મનનિર્મળ થાય તે કામ કરી આત્મસ્વરૂપ પ્રાપ્તિ માટે આગળ વધવું એ જ પોતાનો ઉત્તમ ઉદેશ રાખવો અને તે પાર પાડવા પ્રબળ પ્રયત્ન કરવો. ભોજન કરવાના પ્રસંગે ઘેર આવી પોતાના કુટુંબીજનોની સાથે બેસી શાંતિથી ભોજન કરવું.