________________
માનસિક પૂજન
[ ૧૧૭ ] સાથે એકરસ થઈ જાઓ, ધાતા, ધ્યાન અને ધ્યેય એ ત્રણનો વિલય થઈ એક ધ્યેયરૂપ થઈ રહેવાય. આત્મામાં મન ગળી જઈ તદાકાર થઈ રહે. આવી રીતે જો આ માનસિક પૂજા બની શકે તો બહારની દ્રવ્યપૂજા કરતાં પણ વિશેષ લાભ મેળવી શકો. '
શરૂઆત નિરંતર ધીમાશથી થાય છે, એકાદ કે વધારે દિવસ સુધી કદાચ આ પ્રતિમાજી મનમાં સ્થિર નહિ થાય, પણ નિરંતરના અભ્યાસથી તેમ બની શકશે. અને આલંબન દ્વારા મનની મલિનતાનો નાશ કરી, ચિત્ત એકાગ્ર કરી શકશો. મહાન આનંદ મેળવી શકશો. પરમાત્માનું ઉત્તમ ધ્યાન કરવાની યોગ્યતા પ્રાપ્ત થશે. ધીમે ધીમે કર્મનો ક્ષય થતાં પોતાના શુદ્ધ સ્વરૂપનું ભાન આલંબન દ્વારા થશે. આ માનસિક પૂજામાં મનને એક પછી એક એમ અનેક કાર્ય કરવાના હોવાથી મનની આકૃતિઓ વારંવાર જુદા જુદા કાર્યોમાં જુદી જુદી રીતે બદલાવવાની હોવાથી, ચંચળ મનવાળાઓનું મન પણ બીજી ચંચળતા મૂકી દઈને રાજીખુશીથી આ નવીન દેખાવો કે વિચારોમાં જોડાશે. એટલે એકંદર મનની ચંચળવતાવાળાને પણ આ માનસિક પૂજા વિશેષ ઉપયોગી થઈ પડશે. '
એકાદ આલંબનમાં મનને સ્થિર થવાની ટેવ પડ્યા પછી કદાચ તે આલંબનમાં રસ ન પડે તો તેમણે નવીન તીર્થસ્થળો કે પહાડો, વનો કે જે પોતે અનુભવેલાં જોયેલાં હોય તેવો એકાદ દેખાવ પોતાના મનથી કલ્પીને મનમાં ખડો કરવો અને તે સ્થળે પ્રભુની પ્રતિમાજીને કલ્પીને ત્યાં બેઠા બેઠા પૂજાદિ કરવાનું ચાલુ રાખવું.
શત્રુંજય, ગિરનાર, આબુ, તારંગા, સમેતશિખરાદિ તીર્થ સ્થળોના જેમણે દર્શન કર્યા હોય તેમણે તે સ્થળોનું સ્મરણ કરી, જાણે તે જ પહાડ ઉપરના મંદિરમાં પ્રભુની આગળ પોતે ઊભો છે, અને પ્રભુની સેવા-પૂજા કરે છે. તેવી માનસિક કલ્પના કરી ત્યાં