________________
દિશા પરિમાણ છઠું વ્રત
[ ૬૩ ] - ત્રણ ભુવનને આક્રમણ કરવાને (દબાવવાને-પલાળવાને કે ડુબાડવાને) સમર્થ લોભ સમુદ્ર દુનિયા ઉપર પ્રસરી રહ્યો છે તેનાથી બચવા માટે સેતુબંધ (પાળ કે પુલની માફક ઉત્તમ શ્રાવકોએ દિશાનું પરિમાણ (નિયમન) કરવું જોઈએ.
ઉપર જણાવેલા પાંચ મૂળ વતો છે અને હવે ત્રણ ગુણવ્રતો કહે છે. પહેલાના અહિંસાદિ મૂળ વ્રતને ગુણ કરનાર-પોષણ આપનાર હોવાથી આ વ્રતોને ગુણવ્રતો કહે છે.
આ વ્રત અહિંસા અને પરિગ્રહ પ્રમાણ વ્રતને વિશેષ પ્રકારે પોષણ આપે છે. મનુષ્યોના લોભનો પાર નથી. લોભ સમુદ્ર એટલો બધો ગંભીર યાને ઊંડો અને પહોળાઈવાળો છે કે જેની અંદર આ ત્રણ જગત સહજ વારમાં ગરકાવ-ગેબ થઈ જાય છે, ડૂબી જાય છે. અર્થાત્ આ ત્રણ જગતમાં રહેલા સુંદર પદાર્થોની આ જીવને પ્રાપ્તિ થાય તોપણ તેનો અગાધ લોભ સમુદ્ર તૃપ્ત થતો નથી. '
અસંતોષી મનુષ્યો અનેક દિશાઓમાં દ્રવ્ય સંચય કરવા નિમિત્તે અનિયમિત રીતે પરિભ્રમણ કરે છે. અનુકૂળ દેશ અને ઉત્તમ ધર્મિષ્ટ મનુષ્યોના સહવાસ સિવાય ધર્મનું પાલન થઈ શકતું નથી. વિદેશમાં જ્યાં ધર્મનું નામ નિશાન હોતું નથી, જ્યાંના આહાર વિહારાદિ ધાર્મિક વૃત્તિઓને પ્રતિકૂળ હોય છે, જ્યાં સ્વધર્મીઓનો સહવાસ નથી એવા દેશોમાં પોતાની ધર્મશ્રદ્ધા કેટલેક દરજ્જ શીથીલ થવાનો સંભવ રહે છે કેટલાક પ્રસંગોમાં ધર્મથી ભ્રષ્ટ થવાનાં પણ કારણો ઉપસ્થિત થાય છે કેટલાક દેશો એવા હોય છે કે મનુષ્યોને અનિચ્છાએ પણ દેહના નિર્વાહ અર્થે જેમાં વિશેષ જીવોની હિંસા થાય છે તેવા ખાન, પાન લેવાની જરૂર કે ફરજ પડે છે. આમ વખત જતાં તે ખાન, પાનાદિથી એવા ટેવાઈ જવાના દાખલાઓ હાલ નજરે દેખાય પણ છે. આ દેશમાં આવ્યા પછી પણ તે ખાનપાન તેમનાથી