________________
[ ૭૦ ]
ગૃહસ્થ ધર્મ
છે. લગભગ ઘરે ઘરે ઘૂસી ગયું છે કે સૌના દિલમાં કદાચ પ્રશ્ન ઉઠશે કે શું રાત્રિભોજન એ પાપ છે ?
હા, રાત્રિભોજન એ પાપ નહિ પણ મહાપાપ છે. નરકનો હાઈવે છે. નરકનું પ્રથમ દ્વાર છે. એટલું જ નહિ આરોગ્યની દ્રષ્ટિએ અનેક રોગનું મૂળ પણ છે.
અસંખ્ય-અનંત જીવોની વિરાધનાથી ખદબદતું રાત્રિભોજન એ આજે ઠેર ઠેર, ઘર ઘરનું કોમન પાપ બની ગયું છે. એવું કોઠે પડી ગયું છે કે આપણને એની સૂગ કે અરોરાટી ચાલી ગઈ છે. એની ભયંકરતાને આપણે વિસરી ગયા છીએ. એની પારાવાર નુકશાની તથા નરકમાં પડેલા પરમાધામીઓના જબરજસ્ત માર પણ આપણને ભૂલાઈ ગયા છે. જૈન-જૈનેતર દર્શન અને વિજ્ઞાનના સંશોધનથી પણ રાત્રિભોજનમાં જીવહિંસા અને આરોગ્યને હાની પૂરવાર થઈ ચૂકી છે.
પરંતુ જૈન આગમે બતાવેલા રાત્રિભોજનથી થતાં નુકશાનો વાંચશો તો ચોંકી ઉઠશો.
શું એક રાત્રિભોજનમાં આટલું બધું પાપ છે ! અધ...ધ...ધ... થઈ જશે. રાત્રિભોજનમાં મામૂલી જીવહિંસા નહિ પરંતુ અનેક (અનંત) જીવની હિંસા છે.
અરે ! ત્યાં સુધી કહ્યું છે કે કોઈ કેવલજ્ઞાની પણ રાત્રિભોજનના (અનંત) દોષોને સંપૂર્ણ રીતે કહી શકે તેમ નથી. સંખ્યાતવર્ષનું આયુષ્ય છે અને દોષો છે અનંતા !
રાત્રિભોજનના ત્યાગમાં અનેક મહાન લાભો રહેલા છે. રાત્રિભોજનના નિષેધ પાછળ જેમ આત્માની સુરક્ષા છે, તેમ શરીરની પણ સુરક્ષા છે. તેનો ત્યાગ શરીરને રોગો બચાવી નિરોગી રાખવામાં મોટો ફાળો આપે છે. મનને સ્વસ્થ રાખે છે.
ઉત્તમ પશુ પંખી પણ રાતે, ટાળે ભોજન ટાણે,