________________
સંધ્યા વખતની ગૃહસ્થની ક્રિયા
[ ૧૩૩ ] મનુષ્યો માટે પૂરતી છે. વધારે નિદ્રા ધર્મ, અર્થ અને સુખનો નાશ કરે છે. જેને અલ્પ આહાર, અલ્પ નિદ્રા, અલ્પ આરંભ, અલ્પ પરિગ્રહ અને અલ્પ કષાય હોય તો તેનાએ હકાપવાન અલ્પ ભવભ્રમણ કરનાર જાણવો. • •
- નિંદ્રા, આહાર, ભય, સ્નેહ, કામ, કલેશ, ક્રોધ એ જેટલા વધારીએ તેટલા વધે છે અને ઘટાડીએ તેટલા ઘટે છે.
સૂતી વખતે બાળ બ્રહ્મચારી નેમનાથ પ્રભુનું સ્મરણ કરનાર ખરાબ સ્વપ્નોથી પરાભવ-પીડા-પામતો નથી.
પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ કરી નિંદ્રા કરનારને ખરાબ સ્વપ્ન આવતું નથી અને શ્રીમાન ચંદ્રપ્રભુનું સ્મરણ કરી નિંદ્રા કરનારને સુખે નિદ્રા આવે છે. શાંતિ કરનાર શ્રીમાન શાંતિનાથ પ્રભુનું સ્મરણ કરનારને ચોરાદિથી ભય લાગતો નથી.
આ પ્રમાણે શ્રાવકધર્મમાં ગૃહસ્થોનું દિવસનું કર્તવ્ય કહેવાયું. હવે ગૃહસ્થાશ્રમમાં કાયમ માટે ઉપયોગી કેટલીક બાબતોની સૂચનાઓ કરવામાં આવે છે.