________________
____હસ્ય ધમ
[ ૮૬ ]. કરે. મતલબ કે સામાયિક કરતાં તેને વધુ અગત્યતા આપી પ્રથમ વ્યવહારનું કામ કરે અને નકામો હોય તે વેળા નવરાની નિશાની તરીકે સામાયિક કરે તે અતિચાર છે.
૫. સ્મૃતિ રહિત-સામાયિક લઈને નિદ્રામાં પડે, વ્યવહારની વ્યગ્રતામાં સામાયિક કરવું ભૂલી જાય, શૂન્ય અને સામાયિક કરે. સામાયિક કર્યું કે નથી કર્યું? સામાયિકનો વખત પૂરો થયો કે નહિ? ઇત્યાદિ સાંભરે નહિ તે પાંચમો અતિચાર છે.
પ્રમાદની અધિકતાથી ઉપયોગની શૂન્યતાએ આ અતિચારો લાગે છે. તેમ કરવાની તેની લાગણીઓ ન હોવાથી વ્રતનો ભંગ થતો નથી.
દશમું દેશાવકાશિક વ્રત पृथ्वी गहियस्स दिसा, वयस्स सव्ववयाण वाणुदिणं जं संखेवो देसा, वगासि तं वयं विझ्यं ॥ १ ॥
પૂર્વે છઠ્ઠા વ્રતમાં ગ્રહણ કરેલ દિશાવતનો, અથવા સર્વ વ્રતોનો નિરંતર જે સંક્ષેપ કરવો તે બીજું દેશાવકાશિક શિક્ષાવ્રત કહેવાય છે.
- છઠ્ઠા વ્રતમાં અમુક ગામ કે શહેરથી સર્વ દિશામાં જવા આવવા માટે કાયમનું જે પ્રમાણ ઇચ્છાનુસાર રાખવામાં આવેલ છે, તેટલું જવાનો કાંઈ નિરંતર પ્રસંગ પડતો નથી, અને તેથી કેટલીક આરંભની પ્રવૃત્તિ ખુલ્લી રહેલી છે તે પ્રવૃત્તિનો આ વ્રતમાં સંક્ષેપ કરવામાં આવે છે. એટલે સો, પાંચસો યોજનમાંથી, ગાઉ, બેચાર ગાઉ કે તેથી પણ ઓછું, અમુક મર્યાદિત સ્થળ કે ધર્મસ્થાનથી બહાર ન જતાં તે સ્થળમાં રહી ધર્મધ્યાન કરવું. ઈત્યાદિ નિયમો આ વ્રતમાં કરાય છે.
અથવા બીજાં સર્વ વ્રતોનો આ વ્રતમાં સંક્ષેપ કરવામાં આવે છે. દાખલા તરીકે જે સવાસો અહિંસા પાળવાનું પહેલા વ્રતમાં ખુલ્લું રાખેલ છે તેમાંથી અમુક પ્રમાણમાં પૃથ્વી, પાણી, વનસ્પતિ ઈત્યાદિનો