________________
પાંચમા વ્રતના પાંચ અતિચાર
[ ૬૧ ] ૫) શહેર, રામ, કિલ્લા, દેશ, ટાપુ, બંદરાદિની તથા છુટક જમીન આદિની સંખ્યા.
૬) મહેલ, હવેલી, ઘર, દુકાન, વખારો, બાંધકામવાળી ઈમારતોની ગણતરી તથા માપવાળી સંખ્યા.
૭) દાસ, નોકર, લશ્કર, દાસી પ્રમુખની કાયમ માટેની સંખ્યા.
૮) હાથી, ઘોડા, ઊંટ, ખચ્ચર, ગાય, ભેંસ, બળદ, બકરાં, ઘેટાં, પ્રમુખ જાનવરોની કાયમની સંખ્યા.
૯) ઘર ઉપયોગી તમામ જાતના સરસામાન, ધાતુ, ઉપ-ધાતુ, વાસણકુસણ આદિની કિંમતવાળી સંખ્યા.
અથવા સર્વની કિંમત ઉચક ગણી તેનું માપ-નિયમ રાખવો. આ ગૃહસ્થનું પાંચમું વ્રત છે.
(પાંચમા વ્રતના પાંચ અતિચાર)
(૧) ધન, ધાન્ય સંબંધી જે પ્રમાણ રાખેલું છે તેથી કાળાંતરે અધિક થતાં તે દ્રવ્યનો સન્માર્ગે વ્યય કરવો જોઈએ. તે ન કરતાં લોભના વશથી, જેની આગળ લેણું હોય તેને કહે કે હમણાં તારે ત્યાં રાખી મૂકજે, ખપ હશે ત્યારે માંગીશ અથવા પોતા થકી તે દ્રવ્યને અન્યને ઘેર જમા કરાવી રાખે, અને કોઈ ખર્ચના પ્રસંગે કે ખોટના પ્રસંગે લઈને પોતાના કામમાં વાપરે એ પહેલો અતિચાર છે. ધર્માર્થી જીવોએ તેમ કરવું ન જોઈએ. પ્રમાણથી અધિક થતાં તરત જ સારે માર્ગે તે ખર્ચી નાંખવું.
(૨) ક્ષેત્ર વાસ્તુ પ્રમાણ અતિચાર. કૂવાના પાણીથી કે આકાશના-વરસાદના પાણીથી પાકતા ધાન્યાદિવાળી જમીન, તથા શહેર, ગામ, ઘર પ્રમુખવાળી જમીન તેનું જે માપ પ્રમાણ તથા ગણતરી દ્વારા રાખ્યું હોય તો તેથી અધિક વસ્તુ ગામ કે જમીન આદિ પ્રાપ્ત