________________
**,
[ ૧૩૮ ]
-- – – – – – – – –– – – – – – –– કાંઇ પણ આશ્ચર્ય પામવા જેવું નથી. તેવી પ્રવૃત્તિવાળા મનુષ્યને જોઈ પોતાની ગંભીરતાનો ત્યાગ ન કરવો. તેઓની ગુપ્ત વાતો યા આચરણો ઉઘાડા ન પાડવાં. પોતાથી બની શકે તો તેઓને સન્માર્ગે દોરવવા બીજા પાસે સુધરાવવા પ્રયત્ન કરવો.પણ તુચ્છબુદ્ધિ રાખી પોતાની વિરુદ્ધ થતાં તેના ખાનગી કર્તવ્યો ઉધાડાં ન પાડવાં. એકની વાતો સાંભળી બીજા આગળ કહેવી અને બીજાની વાતો સાંભળી પહેલા આગળ કહી આપસમાં બન્નેને લડાઈ ન મારવા. પણ જે કાંઈ એકબીજાની વિરુદ્ધનું સાંભળો તે સર્વ ગંભીરતાથી હૃદયમાં રાખી મૂકો. અથવા તે ઉપર લક્ષ ન આપો. તે વાતોથી કોઈને પણ નુકસાન પહોંચે તેવું હોય તો મૌન ધારી રહો. - દુનિયા પ્રપંચથી ભરેલી છે. વ્યવહાર અને રાજ્ય ખટપટો હદપારના ગુંચવાડાથી ભરપૂર હોય છે. આ પ્રપંચ જાળમાં એક બીજાઓ એકબીજાના છિદ્રો શોધતા જ હોય છે. તેવા પ્રસંગે ગંભીરતા ન જાળવનાર માણસ મોટું નુકસાન કરી બેસે છે. તેમ થતાં ગંભીરતાના સ્થળે ગંભીરતા ઉપયોગી છે. જે કર્તવ્યથી હજારો મનુષ્યોને નુકસાન થતું હોય કે સંહાર થવાનો પ્રસંગ પ્રાપ્ત થતો હોય તેવા પ્રસંગમાં મૌન ધારણ કરવું કે ગંભીરતા રાખવી, તે મહાન જોખમ ભરેલું કામ છે. માટે લાભાલાભનો વિચાર કરી તમે બધાઓ ગંભીરતાનો સદ્ગુણ વધારજો. તમે ગંભીરતાવાળા થજો.
(શાંત પ્રકૃતિ) વહાલા સ્વજનો ! સ્વભાવથી જ શાંત પ્રકૃતિવાળો મનુષ્ય વિશ્વાસ કરવા યોગ્ય હોય છે. તેની આગળ ગમે તેવી ગુપ્ત વાત કરવામાં આવી હશે તો પણ તેની પાસેથી તે વાત જ્યાં તેનો દુરુપયોગ થાય ત્યાં જશે જ નહિ કારણ કે સ્વભાવ શાંતિમય ત્યારે જ થઈ શકે