________________
વિવિઘ સદ્ગુણો
[ ૧૩૭ ]
હોદ્દા અને પદવીઓ ઉપર અમલ ચલાવતા માણસો નજરે પડે છે. કુટુંબના આગેવાનોએ પોતાના આશ્રિતોને અધિકતા પ્રગટ કરવા ઉત્સાહિત કરવા.
વિવિધ સદ્ગુણો
ઘરના વડીલ પુરુષે પોતાના આશ્રિત મનુષ્યવર્ગને પોતાની પાસે બોલાવી લાગણીપૂર્વક શિખામણ આપવી કે ભાઈઓ ! સત્ત્વાદિ સંપૂર્ણ ગુણવાન્ મનુષ્ય જેમ રાજ્યને યોગ્ય થાય છે તેમ વિવિધ પ્રકારના ગુણવાળા મનુષ્ય આત્મધર્મને લાયક થાય છે. ધર્મ એ આત્માનો સ્વભાવ છે. મનની મલિનતા એ આવરણ સરખી છે. સૂર્યની આડેથી વાદળો દૂર થતાં સૂર્યનો પ્રકાશ પૃથ્વીતળ પર પડે છે તેમ કર્મ આવરણો દૂર થતાં, અથવા મનની મલિનતા દૂર થતાં આત્માનો પ્રકાશ બહાર આવે છે. મનની મલિનતા દૂર કરવા કહો કે આત્મપ્રકાશ બહાર લાવવા કહો પણ ઉત્તમ સદ્ગુણો ખીલવવાની જરૂર છે. મનને સદ્ગુણોથી વાસિત કરતાં મલિનતા દૂર થાય છે. શરૂઆતમાં અશુભ દૂર કરવાની ઘણી જરૂર છે. શુભમાં-શુભ સદ્ગુણોની અધિકતામાં એવો સ્વભાવ રહેલો છે કે તે અશુભને હઠાવી દે છે અને પછી નિર્મળ આત્મ સ્વભાવના જ્ઞાનની મદદથી તે શુભ પણ ખસી જઈ સ્ફટિકની તે માફક બાકી શુદ્ધ સ્વરૂપ પ્રકાશી રહે છે.
ગંભીરતા
છોકરાઓ ! ગંભીરતા એટલે મન મોટું રાખવું, ઉછાંછળી બુદ્ધિ ન રાખવી. પૃથ્વી વિશાળ છે. અનંતજંતુઓથી ભરપુર છે. જીવો કર્માધિન છે. કર્મોદયને લઈ જીવો ન કરવાના કર્તવ્યો અનિચ્છાએ પણ કરે છે જીવોની આવી વિષમ અથવા વિપરીત પ્રવૃત્તિને દેખીને