________________
[ ૧૩૬ ]
ગૃહસ્થ ધર્મ
હરિકેશીએ દીઠા અને સાથે પોતાના મિત્રો ઉજાણીનું ભોજન આનંદથી કરી રહ્યા હતા તે પણ જોયું. આ સર્વ જોઈ તેને વિચાર આવ્યો કે સાપ ઝેરી હતો, બીજાને નુકસાન કરનાર હતો તેથી તે પોતાના દોષથી મરાયો. અળસીયું નિર્દોષ હતું તે છૂટી ગયું, જીવતું રહ્યું. તેમ હું પણ કલેશ કરનાર, બીજાને મારનાર, અપરાધી હોવાથી જ જ્ઞાતિની પંક્તિમાંથી બહાર થયો છું. મારા મિત્રો ગુણવાન છે, કલેશી નથી, . તેથી આનંદમાં પ્રીતિ ભોજન કરે છે. ત્યારે શું દુનિયામાં સર્વજીવો પોતાના જ ગુણ અવગુણથી માનાપમાનને કે-સુખદુઃખને પામે છે ? હા ! પ્રત્યક્ષ એમ જ જણાય છે એ નિશ્ચય તેને એટલો બધો દૃઢ થયો કે તરત જ તેણે તે પ્રમાણે વર્તન કરવાની પ્રતિજ્ઞા કરી, વિચારની વિશુદ્ધિ અને મનની એકાગ્રતાને લીધે તેને પૂર્વજન્મનું જ્ઞાન સ્મરણમાં આવ્યું, તે જ દિવસથી તે એક ત્યાગી જૈન મહાત્મા થયા. આગળ જતાં તે પોતાના પ્રબળ પ્રયત્ને અનેક દેવોને પણ પૂજનીક થયા. તેઓની આત્મશ્રદ્ધા, હૃદયની વિશુદ્ધિ; મનની એકાગ્રતા, ઉપયોગની તીવ્રતા, સ્વરૂપ સ્થિરતા અને પરોપકાર પરાયણતા એટલી બધી ઉત્તમ હતી કે પોતે જે વનમાં રહી ધ્યાન કરતા હતા તે વનનો અધિષ્ઠાતા યક્ષ તેઓનો પૂર્ણ ભક્ત થયો. એટલું જ નહિ પણ પોતાના મોજશોખના સાધનોને એક બાજુ રહેવા દઈ નિરંતર તેઓની સેવામાં જ તે હાજર રહેતો હતો. તેણે વિવિધ રૂપે મુનિના ઉપદેશથી અનેક જીવોને તારવામાં મદદ કરી મુનિના ગુણોથી અનેક જીવોને માહિતગાર કરી ગુણાનુરાગતા પ્રગટ કરી, ગુણની અધિકતાં છે જાતિ કે કુળની નહિ; એ વાત તે મહાત્માની સેવા કરી તેણે દુનિયામાં પ્રસિદ્ધ કરી.
· આવા અનેક દૃષ્ટાંતોથી આ વાત સિદ્ધ થાય છે કે કુળની કે જાતિની મોટાઈ કરતાં ગુણની મોટાઈ જ દુનિયામાં અધિક છે. અત્યારે પણ જાતિ કે કુળમાં હલકા છતાં ગુણમાં અધિક મોટા હોવાથી અનેક
7