________________
બાળકો ઉછે૨વાની કાળજી
માટે પણ સાવચેતી રાખવી.
માતાની બીજી ફરજ એ છે કે કોઈ પણ વખતે તે બાળક ન રડે તે માટે પણ પૂરતી કાળજી રાખવી. બાલ્યાવસ્થામાં જ રોતલ માવડી જેવાં બાળકો આગળ પર બહાદુરીનાં કાર્યો કેમ કરી શકશે ? કેટલીક વખત બાળક કોઈ કારણસર રડે છે તો અજ્ઞાન માતા તરત જ પોતાનો સ્તન તેના મોઢામાં છાનો રાખવા આપે છે, પણ તેણીએ ધ્યાન રાખવું કે દરેક વખત બાળક કાંઇ ધાવવા માટે જ રડતો હોતો નથી. તેની પથારીમાં કાંઈક ખૂંચતું હોય, ટાઢ લાગતી હોય, કે સૂઈ સૂઈને વાંસો બળતો હોય તો પણ રડે છે. આવે પ્રસંગે તેને તેડી ખુલ્લી હવામાં રમાડવો, હસાવવો અને આનંદિત કરવો.
કેટલીક વખત રોતા બાળકને છાનો રાખવા માટે અજ્ઞાન માતાઓ બાવો આવ્યો ! ઓ હાઉ આવ્યો ! અરે બાવા આને પકડી જા ! અજ્ઞાન બાળક છતાં માતા પરના વિશ્વાસને લઈ માતાના શબ્દોની જાદુઈ અસરથી કેટલીક વાર છાનો રહી જાય છે ખરો પણ છતાં મહા ખેદની વાત છે કે તે ભયના દુર્બળ વિચારો બાળકના મગજમાં સંસ્કારૂપે પડે છે, અને મોટો થતાં પણ તે બીકણ જ રહે છે. સહેજસાજનાં ખડખડાટથી કે અંધારામાં જવાના કારણથી, યા એકલો ઘરમાં રહેતાં પણ ડરે છે, આવી રીતે માતાના મલિન હલકાં ભયના વિચારોથી તેનું જીવન નિર્માલ્ય બને છે. ડગલે ને પગલે અન્યથી પરાભવ પામે છે. વીરતા, ધૈર્ય અને સાહસના ગુણો નાશ પામે છે. આવી નાલાયક પ્રજા દેશને બોજારૂપ થાય છે. દેશનો નાશ કરવામાં મુખ્ય ભાગ ભજવે છે. માટે માતાની ઉત્તમમાં ઉત્તમ ફરજ એ છે કે તેણીએ બાળકોમાં હિંમત, બહાદુરી અને શૂરવીરતા જેમ પ્રગટ થાય તેમ વર્તન કરવું જોઇએ.
મારા બેટા ! તું બહાદુર છે ! શૂરવીર છે ! તારે અનેક મહાન કાર્યો કરવાના છે. જો જે હો ! કોઈથી જરાપણ ડરતો ! તારામાં અનંત બળ છે, અનંત શક્તિ છે. તું કોઈથી પરાભવ પામે તેવો નથી.
[ ૧૬૧ ]