________________
દાક્ષિણ્યતા પ્રાર્થના ભંગ નહિ કરનાર [ ૧૪૩ ].
----– –––––––– – – – – શકતો નથી. તેનું મલિન હૃદય તેને જ ડંખ્યા કરે છે અને કર્મનો કે કુદરતનો અનિવાર્ય બદલો તેને ભોગવવો જ પડે છે. સરળ સ્વભાવિ મનુષ્યો જ ધર્મને યોગ્ય હોય છે. દાયિતા પ્રાર્થના ભંગ નહિ કરનાર
વ્હાલા સંબંધીઓ ! તમારી આગળ કોઈએ આવીને પ્રાર્થના કે - માંગણી કરી કે આ કામ તમે કરી આપો તો તે અવસરે તમારામાં તે કાર્ય કરવાની શક્તિ હોય તો છતી શક્તિએ તેને નિરાશ ન કરવો. એ દાક્ષિણ્યતા ગુણ કહેવાય છે. આ જ પ્રમાણે કોઈ માણસ તમારી પાસેની કોઈ વસ્તુની માંગણી કરે અને તેનાથી સામાને વિશેષ ફાયદો થતો હોય તેમ જણાતું હોય તેમ જ.તે આપવાથી પોતાને કે પોતાના કુટુંબને એવું નુકસાનકારક કાંઈ પણ ન થતું હોય તો તે વસ્તુ આપીને સામાને સંતોષ આપવો યા પરોપકારના આભાર તળે લાવીને તેને પરોપકારી થવાનો પાઠ શીખવવો. છતાં અહીં એક વિચાર મુખ્ય કરવાનો એ છે કે તે દાક્ષિણ્યતા ધર્મનો કે પોતાના કર્તવ્યનો નાશ કરનારી ન હોય, ઉન્માર્ગે દોરવનારી ન હોય અથવા એકના ભોગે અનેકનો સંહાર કરનારી ન હોય, જેમ ઉપાધ્યાયની સ્ત્રીએ વસુ રાજા ઉપર લાગવગ ચલાવીને નારદ સંબંધી જૂઠી સાક્ષી ભરાવી સત્યનો નાશ કર્યો તેવી દાક્ષિણ્યતા ન હોય એ ખાસ ધ્યાનમાં રાખવું.
દાક્ષિણ્યતાવાળા માણસ પોતાનું કામ અધૂરું મૂકીને પણ પરોપકાર કરે છે. તેના વચન પર લોકોને વિશ્વાસ પડે છે અને તેના કહ્યા મુજબ લોકો વર્તન કરે છે. કારણ કે પરોપકાર કરનારનું હૃદય પવિત્ર હોય છે. અને તે પવિત્રતાને લીધે પોતે ધર્મ તરફ વળે છે અને બીજાઓને પણ ધર્મના પવિત્ર માર્ગ તરફ તે ખેંચે છે. તમે પણ દાક્ષિણ્યતાવાળા થજો.