________________
[ ૧૪૨ ]
ગૃહસ્થ ધર્મ વિચાર કરી, તે દુઃખો ઉત્પન ન થાય તેવી ઉત્તમ પ્રવૃત્તિ કરનાર મનુષ્ય ભીરુ કહેવાય છે. આવા મનુષ્યો જ ધર્મને યોગ્ય ગણાય છે.
ભીરુનો અર્થ ગમે તે માણસ કે જાનવરથી ભય પામી નાશી જાય તેવો અહીં નથી. શૂરાતનની તો દરેક પ્રાણીઓમાં જરૂરિયાત છે. શૂરાતન વિનાનો માણસ ડગલે ને પગલે દુનિયામાં પરાભવ પામે છે. ગમે તેવા મનુષ્યો તેના ઉપર દાબ ચલાવે છે. હુકુમત ચલાવે છે અને પગ તળે છુંદી નાખે છે. પુરુષાર્થ એ પણ શૂરાતનની જ જાત છે વ્યવહાર અને પરમાર્થ બન્નેમાં શૂરાતન-પુરુષાર્થની જરૂરિયાત છે. નિર્માલ્ય, બાયલા જેવાઓ મોહનો-કર્મનો નાશ કેમ કરી શકશે? એટલે જ અહીં ભીરુનો અર્થ પોતાના કુળને કલંક લાગે તેવા ઘોર કર્મમાં પ્રવૃત્તિ કરવા માટે ભીરુ, આ લોકના કષ્ટો જે કોઈ પણ જાતના સ્વાર્થ કે પરમાર્થ માટે વહોરી લેવાથી ભીરુ પોતાના ધર્મથી ભ્રષ્ટ થવાનો ભીરુ પર લોકમાં અધોગતિ પ્રાપ્ત થાય તે માટે ભીરું. અપયશનો ભીરું. ઇત્યાદિ કાર્યોમાં ભીરુપણું કરનાર મનુષ્ય ધર્મને યોગ્ય ગણાય છે.
(અશઠતા
વ્હાલાં બાળકો ! શઠ એટલે માયાવી; કપટી કહેવાય છે. તેનાથી તમારે વિપરીત વર્તન કરવું. અર્થાત્ નિષ્કપટી થવું આ ગુણથી મનુષ્ય અન્યને વિશ્વાસપાત્ર થાય છે. તે કોઈને ઠગતો નથી. જેવું ચિત્તમાં તેવું જ વાણીમાં અને તેવું જ કર્તવ્યમાં હોય છે. માયાવી માણસ કોઈને ઠગતો ન હોય તથાપિ તેનો કોઈ વિશ્વાસ કરતું નથી. ધર્મને બહાને કપટી લોકો અન્યને ઠગે છે પણ ખરી રીતે તેજ ઠગાય છે. પવિત્ર ધર્મ અને ઉત્તમ મનુષ્ય-જીવનનો તે દુરુપયોગ કરે છે. તેના બનાવટી આડંબરથી લોકો ખુશી થાય છે અર્થાત લોકોને તે રાજી કરી શકે છે પણ તે પોતાના આત્માને કદી પણ સંતોષ આપી