________________
[ ૪૨ ]
ગૃહસ્થ ધર્મ (૪) મર્મ સ્થાનમાં પ્રહાર કરવો (મરી જશે તેની દરકાર રાખ્યા વિના.)
(૫) પોતાની નિશ્રામાં રહેલાં મનુષ્યોને તથા જાનવરોને ભૂખ્યાં રાખવાં. પોતાની નિશ્રામાં રહેલાં એમ કહેવાથી પોતાની ફરજ બરોબર બજાવવી એ સૂચના કરી છે.
આ પાંચ અતિચાર ન લાગે તે માટે સાવચેતી રાખવી.
(બીજું સત્યવત - મૃષાવાદ વિરમણ વ્રત ૨.
દરેક મનુષ્યોએ પ્રિય, પથ્ય, સત્ય અને અન્યને ઉપકાર થાય તેવાં વચનો બોલવા જોઈએ. જો તેમ ન બની શકે તો બોલ્યા સિવાય મૌન રહેવું તે કલ્યાણકારી છે. કુપથ્ય ખાવાથી જેમ રોગની વૃદ્ધિ થાય છે તેમ અસત્ય વચનથી વેર, વિરોધ, અપ્રતિષ્ઠા, અવિશ્વાસ અને વચનીયતાદિ દોષો પ્રગટ થાય છે કઠોર, મર્મભેદક અને કુવાક્યો જીવન પર્યત મનુષ્યોને સાલ્યા કરે છે. દાવાનળમાં દગ્ધ થયેલાં વનો પણ પાછા વર્ષાઋતુમાં નવપલ્લવિત થાય છે. પણ આ જીહા અનલથી બળેલાં મનુષ્યો પાછા પૂર્વની સ્થિતિમાં આવી શકતાં નથી. સર્વ લોકોને પ્રિય થાય તેવા સાચા, પ્રસન્નતા ઉત્પન્ન કરનારા, મીઠાશથી ભરેલાં, લાલિત્યતાવાળા મધુર શબ્દોની આ દુનિયામાં ક્યાં ખોટ છે? કે તેવું બોલવામાં ક્યાં મહેનત પડે છે કે પૈસા ખર્ચવા પડે છે? તો પછી શા માટે તેવા મર્મભેદક, સલ્ય ઉત્પન કરે તેવાં, અસ્થિરતા પેદા કરનારા, વિરોધથી ભરપુર, નિર્દયતા સૂચવનારા વચનો બોલી શસ્ત્ર વિના જીવોનો વધ કરવા જેવી પ્રવૃત્તિ કરવી પડે?
પૂર્ણ સાધ્ય સિદ્ધ કરી શકાય તેવા મનુષ્યજન્મમાં પણ જે નરાધમો સત્ય પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થાય છે, તેઓ પાછળથી કયા જન્મમાં કેવા કર્મો કરી આત્માનો નિસાર કરી શકશે? અસત્યતા ભરેલા કે