________________
––––____
ગૃહસ્થ ધર્મ
[ ૭૬ ] ઘર કરી રહે છે પછી તેને કાઢવામાં મુસીબતો વેઠવી પડે છે માટે પહેલેથી જ સાવચેતી રાખવી.
ગૃહસ્થોએ પોતાના મન પર કાબુ રાખી વિષયના સંબંધમાં બહુજ નિયમિત રહેવું, જેથી શરીર મજબૂત રહી લાંબો વખત ટકી રહે અને ક્ષયાદિ રોગો ઉત્પન ન થાય. વળી તીર્થસ્થાન, પર્વ, કલ્યાણિક અને મહાન ઓચ્છવાદિ પ્રસંગે તો મજબૂત રીતે બ્રહ્મચર્ય પાળવું.
આ પ્રમાણે ભોગ-ઉપભોગનો વિવેકપૂર્વક અનુભવ કરવો. હરે કર્મ આશ્રીને આ વાત કહે છે.
પંદર પ્રકારના કર્માદાન (કર્મને આવવાના કે લેવાના માગ) તેને વ્રત ધારણ કરવા ઇચ્છનાર ગૃહસ્થ ત્યાગ કરવો. પંદર કર્મદાન તે ભોગપભોગ નથી પણ તે ઉદ્યોગ દ્વારા ઉત્પન કરાતું ધન, તે ભોગોપભોગનું કારણ છે. કારણમાં કાર્યનો ઉપચાર કરીને કર્મદાનને ભોગપભોગ માનવામાં આવેલ છે.
સુખે નિર્વાહ થઈ શકતો હોય તો ગૃહસ્થોએ આરંભ કે જેમાં જીવોનો ઉપઘાત વિશેષ થાય છે તે વિનાના વ્યાપારોથી પોતાનું જીવન ગુજારવું જોઈએ તેમ ન બની શકે તેમ હોય તો થોડા આરંભવાળા વ્યાપારોથી નિર્વાહ ચલાવવો, તેમ છતાં કર્માદાન જે આગળ બતાવવામાં આવે છે તે સિવાય નિર્વાહ ન થઈ શકે તેમ હોય તો યથાશક્તિ ઈચ્છાનુસાર થોડા ઘણાં કર્માદાન ત્યાગ કરવા માટે તો ભૂલવું નહિ. મતલબ કે ઉત્સર્ગ માર્ગથી કાર્ય સિદ્ધ ન થાય તો અનિચ્છાએ અપવાદરૂપ માર્ગનો વિવેકપૂર્વક આશ્રય કરવો.
(પંદર કમદાન) ૧. ગાલકર્મ-ચૂનો, ઈટ, નળિયાં, કોલસા, લોઢા વગેરેની ભઠ્ઠીઓ કરી-પકાવી તેનો વ્યાપાર કરવો તે.