Book Title: Dhanya kumar Charitra
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/002063/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ @ન્યારુ ચહ્યિા _CHE૭ : પ્રકાશક : શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભા અમદાવાદ, Page #2 -------------------------------------------------------------------------- ________________ ધન્યકુમાર ચરિત્ર - સંપાદક : પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્ય આચાર્ય વિજયપ્રદ્યુમ્નસૂરિજી મ.સા. : પ્રકાશક : શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભા અમદાવાદ, Page #3 -------------------------------------------------------------------------- ________________ ધન્યકુમાર ચરિત્ર પ્રકાશક : શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભા - અમદાવાદ. પ્રતિ ૧000 મૂલ્ય : રૂ. ૫૦/પૃષ્ઠસંખ્યા : ૮ + ૨૫૦ પુનઃમુદ્રણ : સં. ૨૦૬૪ (ઈ. સ. ૨૦૦૮) ---ઃ કૃતલાભ :--- પાટણનિવાસી ભગવતીબેન વિનોદચંદ્ર શાહ પરિવાર હા. શ્રી દાનેશભાઈ વિનોદચંદ્ર શાહ હાલ - વિલેપાર્લે-મુંબઈ : પ્રાપ્તિસ્થાન : જિતેન્દ્રભાઇ કાપડિયા C/o. અજંતા પ્રિન્ટર્સ ૧૪-બી, સત્તર તાલુકા સોસાયટી, પોષ્ટ : નવજીવન, અમદાવાદ-૧૪. ફોન : (ઓ) ૨૭૫૪૫૫૫૭, (રહે.) ૨૬૬૦૦૯૨૬ શરદભાઇ શાહ વિજયભાઇ બી. દોશી ૧૦૨, વી.ટી. એપાર્ટમેન્ટ, સી-૬૦૨, દત્તાણીનગર, દાદાસાહેબ પાસે, કાળાનાળા, બિલ્ડીંગ નં-૩, એસ.વી. રોડ, ભાવનગર-૩૬૪૦૦૧. બોરીવલી (વેસ્ટ) મુંબઈ-૯૨ ફોન : ૨૪૨૬૭૯૭. મો. ૯૩૨૦૪૭૫૨૨૨ : મુદ્રક : કિરીટ ગ્રાફીક્સ - અમદાવાદ. ફોન : ૨૫૩૫૨૬૦૨ Page #4 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય (પ્રથમ આવૃત્તિમાંથી સાભાર....) પૂજ્યપાદ પરમકૃપાલુ પ્રશાંતમૂર્તિ પરમોપકારી પરમ ઉપકારી ગુરુદેવશ્રીની પુણ્યકૃપાથી કથાનમંજૂષાની દ્વિતીયાવૃત્તિ સંશોધિતસંસ્કારિત થઈને આજે પ્રસિદ્ધ થઈ રહી છે. આજથી ૧૧ વર્ષ અગાઉ પ્રથમ ખંડની પ્રથમવૃત્તિ પ્રસિદ્ધ થયેલ, ત્યારબાદ ત્રણ વર્ષ પછી બીજો ખંડ સંપાદિત થઈને પ્રસિદ્ધ થયેલ, આ રીતે બે ખંડોમાં નવપલ્લવમય ધન્યચરિત્ર; ગ્રંથ પૂર્ણ રીતે અત્યાર અગાઉ પ્રકાશિત થયેલ છે. પૂ. પાદ પરમોપકારી ગુરુદેવશ્રીની પ્રેરણા તથા પ્રોત્સાહનથી આ બન્ને ખંડોનું, તથા પ્રસ્તુત સંસ્કારિત-સંવર્ધિત પ્રથમખંડની દ્વિતીય આવૃત્તિનું સંપાદન મારા હાથે થયેલ છે. મૂલ ધન્યકુમાર ચરિત્ર ગધના ભાવાનુવાદને જાળવીને તેનું રૂપાંતર આ પ્રકાશનમાં પૂ. ગુરુદેવશ્રીએ સંકલિત-સંયોજિત કરીને તૈયાર કરેલ છે, તેને યથામતિ-શક્તિ સંપાદન કરીને વાચકવર્ગ સમક્ષ આજે હું રજુ કરી રહેલ છું. વિ.ના ૧૮મા શતકમાં થઈ ગયેલ જૈનશાસન પ્રભાવક પૂ. પંડિત પ્રવર ઉદ્યોતસાગરજી ગણિવરશ્રીની આકૃતિ મધુર, મનોમુગ્ધકર બોધક તથા સરલ છે. આ કથાગ્રંથનો યથાર્થ રસાસ્વાદ તો જેઓને સંસ્કૃત ભાષાનો બોધ છે, તેઓ જો આ મૂલગ્રંથને વાંચે તો ખરેખર ગ્રંથરચયિતાની જ્ઞાની-અલ્પજ્ઞાની બાલજીવોને પણ બોધક તથા પ્રેરણાદાયી સદુપદેશ આપવાની તથા અનેકાનેક પ્રસંગો દ્વારા સંસારનું યથાર્થ સ્વરૂપ આલેખવાની તેમજ ધર્મનો મહિમા ઉદ્બોધવાની અભુતશક્તિ, ભાષાશૈલી તથા મુમુક્ષુ આત્માઓને બોધ આપવા માટેની તેઓશ્રીના હૃદયમાં રહેલી અપાર કરૂણાનો તેઓને ખ્યાલ આવ્યા વિના નહિ રહે ! ૩ Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તુત પ્રકાશનનું પૂ. પાદ પરમગુરુદેવશ્રીની કૃપાદૃષ્ટિથી જ મારાથી યથાશક્ય સંપાદન થઈ શક્યું છે, તે બધો ઉપકાર તેઓશ્રીનો છે. હું તો યત્કિંચિત તેઓશ્રીની ચરણરજ છું. તદુપરાન્ત મારા પરમઉપકારી વાત્સલમૂર્તિ અનન્યવૈયાવચ્ચગુણી સ્વર્ગસ્થ પૂ. પાદ પંચાસજી મહારાજશ્રી સુબુદ્ધિવિજયજી ગણિવરશ્રીના મારા ઉપરના તે અમાપ ઉપકારોને હું કેમ ભૂલી શકું? આ ગ્રંથના પ્રથમખંડની પ્રથમવૃત્તિની શુદ્ધિ-વૃદ્ધિ તથા યુફો જોવા આદિમાં તેઓશ્રીએ દરેક રીતે મને સહાય કરી છે. ત્યારબાદ બીજા ખંડના પણ ૧૦ ફરમા સુધી તેઓશ્રીએ યુફો જોઈને મને દરેક પ્રકારે માર્ગદર્શન આપેલ છે. તેઓશ્રી મારા માટે તથા પૂ. પાદ ગુરુદેવશ્રી માટે શિરછત્ર તેમજ વાત્સલ્ય અને પ્રેરણામૂર્તિ હતા. સરલ, વિનમ્ર ને સહૃદય તેઓશ્રીની પ્રકૃતિ, મધુર, ભાવુક ને સર્વજનહિત માટે સતત ઉદ્યમશીલ હતી. તેઓશ્રી પોતાના નિર્મલ સંયમી જીવનની સુવાસ દ્વારા સ્વ તથા પરનું શ્રેય સાધીને કૃતકૃત્ય બન્યા છે. તેઓશ્રીના પરમપુનિત આત્માને કોટિ-કોટિ વંદના હો ! પ્રસ્તુત પ્રકાશનમાં શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ જે કાંઇ પ્રમાદાદિના કારણે પ્રસિદ્ધ થયું હોય, તે સર્વનો હું ત્રિવિધ-ત્રિવિધયોગે મિચ્છામિ દુક્કડ યાચું છું. પ્રાંતે પ્રસ્તુત પ્રકાશનનું ક્ષીર-નીર ન્યાયે અવલોકન કરી તેનાં વાંચન મનન-પરિશીલન દ્વારા સર્વકોઈ જિનશાસનરસિક સહૃદય આત્માઓ અનંત ઉપકારી શ્રી જિનેશ્વરદેવના ધર્મની આરાધના કરી શાશ્વત શિવસુખના ભોક્તા બનો ! એ જ એક શુભકામના. ભાદરવા સુદિ - ૧૧ વીર સં ૨૪૯૪ પૂ. પાદ પરમોપકારી પરમગુરુદેવ ચરણરજ મુનિ મહિમાવિજય Page #6 -------------------------------------------------------------------------- ________________ રોજ એક વખત સવારે સવારે હૃદયથી ભાવવાની ભાવના. ૧ - કલ્યાણ થાઓ વિશ્વનું અનુકૂલ વૃષ્ટિ હો સદા ઘર ઘર વિષે ધન ધાન્ય ને આરોગ્યની હો સંપદા રોગો ગુના અપરાધ ને હિંસાદિ પાપો દૂર હો સર્વત્ર શાંતિ સુખ સમૃદ્ધિ ધર્મનો જયકાર હો. ધર્મનો જયકાર હો. ૨ જગમાં જે જે દુર્જન જન છે તે સઘળા સજ્જન થાઓ સજ્જન જનને મનસુખદાયી શાન્તિનો અનુભવ થાઓ શાન્ત જીવો આધિ વ્યાધિ ને ઉપાધિથી મુક્ત બનો મુક્ત બનેલા પુરુષોત્તમ આ સકલ વિશ્વને મુક્ત કરો. Page #7 -------------------------------------------------------------------------- ________________ મારા મનની વાત છેલ્લા ઘણા સમયથી જોનારને ખ્યાલ આવે તેમ છે કે મીડીયામાધ્યમના કારણે ગણો કે અમેરિકાના વાયરસના કારણે ગણો, બધાં જ ક્ષેત્રે આમૂલ મૂલ પરિવર્તન આવ્યું છે. તેવા વાવાઝોડામાં આરતિ ઉતારવાની છે. એટલે કે વર્તમાન કાળમાં ધર્મતત્ત્વને વળગી રહેવાનું છે. સત્તત્ત્વ સાથે અનુસંધાન સાધી રાખવાનું છે. તે માટે મને તુર્ત સૂઝે છે તે એ કે ઉત્તમ પુરુષનાં ઉત્તમ ચરિત્રો વાંચવામાં આવે, વાગોળવામાં આવે તો પોતાની જાતને બદલવા માટે રોલમોડલ મળી રહે. વળી એ આદર્શ ચરિત્ર માપસર રસાળ અને પ્રસંગોથી અસરકારક હોવું જોઈએ. તેવાં ત્રણ ચરિત્રો (ઘણાં ચરિત્રો છે તેમાંથી) તો પ્રત્યેક શ્રાવકના ઘેર હોવાં જ જોઈએ. (૧) પેથડકુમાર ચરિત્ર (૨) ધન્યકુમાર ચરિત્ર (૩) શ્રીપાળ ચરિત્ર કાળના પ્રભાવે અલ્પ પુણ્યવાળા જીવો જ અહીં અવતરે છે તેવી સ્થિતિમાં પણ સમભાવથી નવાં ચીકણાં કર્મ ન બંધાય તે રીતે કેમ જીવવું તેનું પથદર્શન આ ચરિત્રોમાંથી થાય છે. એ પૈકીનું એક શ્રી ધન્યકુમાર ચરિત્ર અહીં આપવામાં આવે છે. તમામ Page #8 -------------------------------------------------------------------------- ________________ જૈનોના ઘેર આ પુસ્તક હોવું જોઈએ. ખરીદવાની શક્તિ ન હોય તેઓને અન્ય રસિક સંપન્ન આત્માઓ ભેટ આપે પણ આવાં ચરિત્રોનું વારંવારનું વાંચન જે આજે ઉત્તમ આલંબન બનશે. તેથી આ ચરિત્રનું વાંચન ઘરના બધા સભ્યોને એક સાથે બેસાડીને પણ કરી શકાય અને તે ઉપાય શ્રેષ્ઠ છે. વળી ચોક્કસ કારગત નીવડે તેવો છે. ભણેલા જાતે વાંચે. ઘરમાં વંચાવે. આવનાર મહેમાનને ભેટ આપે. પુસ્તકની કિંમત પણ બધાને પરવડે તેવી છે. તો જરૂર આનો લાભ ઉઠાવજો. અંધેરી (પૂર્વ) અષાઢ સુદિ-૩ વિ.સં. ૨૦૬૪ Page #9 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા કમ _ ) રે ૪૩ છે પ૭ ૭૫ ૮૧ ૧૦૨ ૧ ૧ વિષય પૃષ્ઠ. ધન્યકુમાર : બાલ્યકાળ ભાગ્યપરીક્ષા ગુણાનુરાગી અને ગુણીષી ૧૭ મહામૂલ્ય પલંગ પુણ્યનો પ્રભાવ અદ્ભુત નિસ્પૃહતા પુણ્યશાલીના પગલે ધન્યકુમારનું બુદ્ધિચાતુર્ય ધન્યકુમાર કૌશાંબી નગરીમાં શતાનિકના રાજકારે કલા અને બુદ્ધિનો વિલાસ ૧૩૫ ધન્યકુમારે કરેલું પારખું ૧૫૫ ધન્યકુમારને ઘરે અભયકુમાર ૧૮૨ માલેશ્વરનાં રાજગૃહીમાં આતિથ્ય-સત્કાર અને વિદાય ધન્યકુમાર બાંધવોને સન્માને છે ૧૯૬ હાર્યા ન માન્યા, તે વાર્તા માન્યા ૨૦૪ ધન્યકુમારનો પૂર્વભવ ર૧૦ પત્નીઓનાં વ્યંગવચન અને ધન્યકુમારનું સત્ત્વ ૨ ૨ ૨ ધન્ના-શાલિભદ્રજીનો પ્રવજ્યાસ્વીકાર ૨ ૨૯ પૂર્વ ભવની માતાએ લાભ લીધો ભદ્રામાતાને અભયકુમારનું સાંત્વન : બન્ને મહાત્માઓની દેવોત્પત્તિ ૨૪ ૩ ૧૨ ૧૮૯ ૧૫ ૧૬ ૧૮ ૧૯ ૨૦ ૨ ૩૭ ૨ ૧ Page #10 -------------------------------------------------------------------------- ________________ ધન્યકુમાર : બાલ્યકાળ આ ભરતક્ષેત્રના દક્ષિણ વિભાગને વિશે કલ્યાણ, લક્ષ્મી, ઋદ્ધિ, સિદ્ધિ તથા મહત્તાનાં એક સ્થાન સમાન શ્રી પ્રતિષ્ઠાનપુર (હાલ પેઠણ તરીકે પ્રસિદ્ધ છે) નામનું ભવ્ય શહેર હતું. તે શહેરની પાસેથી ગોદાવરી નામે નદી વહેતી હતી. કવિ કલ્પના કરે છે કે, ‘ગોદાવરી નદીમાં સુવર્ણ તથા રત્નો પહેરીને ન્હાવા આવતી અને જળક્રીડા કરતી સ્ત્રીઓના કંઠમાંથી સરી પડતાં રત્નો નદીના પ્રવાહ દ્વારા તણાઈને દરિયામાં ભળી જતાં હોવાથી જ દરિયાને લોકો રત્નાકર કહેતા હશે એમ હું ધારું છું.’ એ શહેરમાં મહાકાન્તિ તથા ગુણોથી શોભતો જિતશત્રુ નામનો રાજા રાજ્ય કરતો હતો. શત્રુઓ ભયથી તથા મિત્રો પ્રીતથી તેની આજ્ઞામાં રહેતા હતા. તે રાજાની તરવારરૂપી મેઘમાં અન્ય મોટા મોટા રાજારૂપી પર્વતો ડૂબી જતા હતા. પર્વત જેવા મોટા રાજાઓ તેના તેજરૂપ સમુદ્રમાં નિમગ્ન થઈ જતા હતા. લોકો જિતશત્રુ રાજાને ચાર રૂપે જોતા હતા. તે આ પ્રમાણે : વડિલ વર્ગ તેના વિનય વગેરે ગુણોથી તેને બાળક સમજતા, Page #11 -------------------------------------------------------------------------- ________________ ધન્યકુમાર ચરિત્ર શત્રુઓ શૌર્યાદિ ગુણોથી તેનામાં સાક્ષાત્ યમનાં દર્શન કરતા, પ્રજાજનો ન્યાયનિષ્ઠાદિ ગુણોના કારણે તેને રામ જેવો માનતા અને યુવાન સ્ત્રીઓ તેના અસાધારણ રૂપથી તેને કામદેવનો અવતાર જ સમજતી.’ યશથી ઉજ્જ્વળ એવા નગરવાસી જનોમાં પોતાના નામ સમાન ગુણવાળો ધનસાર નામે શ્રેષ્ઠી તે નગરમાં વસતો હતો. તેની કીર્તિ વ્યાપારીની જેમ સ્પર્ધાથી જાણે દિશાઓમાં છવાઈ રહી હતી. લજ્જા, દયા ઇત્યાદિ ગુણયુક્ત તેના ચિત્તની સુંદરતાનું વર્ણન કરવું પણ અશક્ય છે. તેના હૃદયને વિશે જગતના નાથ શ્રી જિનેશ્વર ભગવાન સદા સર્વદા વસેલા હતા. આવો તે શ્રેષ્ઠી હમેશાં પ્રભુનાં ધ્યાનમાં લીન રહેતો હતો. તે શેઠને દાન, શીલ ઇત્યાદિ ગુણોથી યુક્ત શીલવતી નામની સ્ત્રી હતી. તે પોતાના કુળની મર્યાદા જાળવી રાખી ઘરનો ભાર વહન કરતી હતી. અસ્થિ મજ્જાની જેમ તેનું હૃદય શ્રી જૈનધર્મ પ્રત્યે અનુરાગવાળું હતું. રૂપ, સૌંદર્ય તથા નિર્મળ સ્વભાવમાં સ્વર્ગની સુંદરીઓ પણ તેની પાસે કશી જ ગણનામાં નહોતી. આ રીતે સુખપૂર્વક ગૃહસ્થાશ્રમ ચલાવતાં તેમને ત્રણ પુત્રો થયા. તે ત્રણેયના અનુક્રમે ધનદત્ત, ધનદેવ તથા ધનચન્દ્ર નામ પાડ્યાં. આ ત્રણે દાન, માન તથા ભોગ વગેરે ગુણોથી યુક્ત હતા. તે ત્રણેને અનુક્રમે ધનશ્રી, ધનદેવી તથા ધનચન્દ્રા નામની સ્ત્રીઓ સાથે પરણાવ્યા. તેઓ સુખમાં કાળ વ્યતીત કરવા લાગ્યા. ધનસાર શેઠ પોતાના પુત્રોને સમર્થ જોઈને ઘરનો ભાર તેમના ઉપર મૂકી ધર્મકરણીમાં વિશેષ જોડાયા હતા. ચાર ઘડી રાત્રી હોય ત્યારે બ્રહ્મમુહૂર્તમાં ઊઠી સમસ્ત શ્રુતના સારરૂપ શ્રી પંચપરમેષ્ઠી નમસ્કાર મંત્રનો જાપ જપતા હતા. બંને વખત Page #12 -------------------------------------------------------------------------- ________________ ધન્યકુમાર : બાલ્યકાળ (સવારે ને સાંજે) પ્રતિક્રમણ તથા ત્રણે કાળ શ્રી જિનેશ્વર ભગવાનની પૂજા વિધિપૂર્વક તેઓ કરતા હતા. દિવસ તથા રાત્રી મળીને સાતવાર ચૈત્યવંદનો તેઓ કરતા હતા અને દર વર્ષે તીર્થયાત્રા તથા રથયાત્રા ભારે આડંબર સહિત કરતા હતા. યથાયોગ્ય અવસરે સુપાત્રદાન તથા અનુકંપાદાન આપી દાન ધર્મનું તે ધનસાર શેઠ શક્તિ મુજબ પોષણ કરતા હતા. આ પ્રમાણે ધર્મમાં એકતાન થઈને ગૃહસ્થ ધર્મનો તેઓ નિર્વાહ કરતા હતા. વધતી જતી લક્ષ્મીવાળા તથા ઇચ્છાનુસાર સાંસારિક સુખ ભોગવતા તે દંપતિને ચોથો પુત્ર થયો. તે બાળકનું નાળ દાટવા જમીન ખોદી ત્યારે દ્રવ્યથી ભરેલો ચરૂ નીકળી આવ્યો. ધનસાર શેઠ તે નિધાનને જોઈને વિચારવા લાગ્યા કે, ‘આ બાળક કોઈ અસાધારણ પુણ્યશાળી જણાય છે, કારણ કે જન્મ થવાની સાથે જ તે અસાધારણ લાભનું કારણ થયો છે, માટે આ બાળકનું નામ ગુણનિષ્પન્ન ધન્યકુમાર રાખવું.’ પાંચ ધાત્રીઓથી પોષાતો તે ધન્યકુમાર બીજના ચંદ્રમાની જેમ સૌભાગ્યમાં તથા શરીરમાં અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યો. પિતાનું હૃદય તે પુત્રને જોતાં નવા નવા મનોરથો બાંધવા લાગ્યું. ક્રમશઃ તે બાળક આઠ વર્ષનો થયો એટલે માતાપિતાએ શુભ દિવસે, શુભ શુકને મોટા મહોત્સવપૂર્વક તેને કળા શીખવાને માટે વિદ્યાગુરુ પાસે પાઠશાળામાં મૂક્યો. પૂર્વ પુણ્યના પ્રભાવથી ધન્યકુમારે બહુજ સહેલાઈથી બધી કળાઓ ગ્રહણ કરી. શિક્ષક તો તેના માટે ફક્ત સાક્ષીરૂપ જ થયા. શાસ્ત્રરૂપી પર્વત પર ચડવામાં નિસરણી જેવું શબ્દશાસ્ત્ર તો ધન્યકુમારે મોઢે જ કરી નાંખ્યુ. પ્રમાણાદિ ન્યાય વિષયમાં તે સર્વથી કુશળ થઈ ગયો. શૃંગારરસના શાસ્ત્રોમાં રહસ્ય તથા અર્થનો તે જાણનારો થયો. ゆ Page #13 -------------------------------------------------------------------------- ________________ ધન્યકુમાર ચરિત્ર કાવ્યકળામાં પોતાની બુદ્ધિથી પૂર્વ કવિઓનાં કરેલા કૌવ્યોમાં દોષ તથા ગુણો તે બતાવવા લાગ્યો. તેની બુદ્ધિ નિર્મળ હોવાથી સાહિત્યમાં અવસરોચિત વાત કરતાં તે કદી છેતરાતો નહિ. પુરાણ ગ્રંથોમાં પણ તેની બુદ્ધિ ઝળકી નીકળવા લાગી. જ્યોતિષ શાસ્ત્ર બરાબર સમજેલ હોવાથી ગ્રહ તથા નક્ષત્રોની સમજુતી તે બરાબર આપી શકતો હતો. કુશાગ્ર બુદ્ધિવાળો હોવાથી વાદવિવાદમાં જલદી તે જવાબ આપતો હતો. સમસ્યાઓનો તો તે સાંભળવા સાથે જ ઉત્તર આપતો. જુદી જુદી લિપિઓ વાંચવામાં તે કદી અલના પામતો નહિ. લીલાવતી ઈત્યાદિ ગણિત શાસ્ત્રમાં તે અસાધારણ જ્ઞાનવાળો બન્યો. વ્યાધિનું નિદાન કરવું; ચિકિત્સા કરવી તથા રોગનું મૂળ કારણ શોધી કાઢવું વગેરે વૈદ્યક ક્રિયાઓમાં નિઘંટુ વગેરે શાસ્ત્રોના અભ્યાસથી તે પ્રખ્યાત થયો. સર્વ ઔષધના તથા યોગના પ્રયોગમાં તે આમ્નાયને સમજનારો થયો. વાતો, હાસ્ય, કટાક્ષ કરવામાં પોતાની અસાધારણ શક્તિથી તે સામા માણસને તરત જ નિરુત્તર કરી નાંખતો. રહસ્ય ન સમજી શકાય તેવા શ્લોકોનું નિરાકરણ તે ઝટ કરી નાંખતો. (સમજાવી શકતો) | નાટ્યગ્રંથ રૂપ કસોટી ઉપર પોતાની મતિરૂપ સુવર્ણ ઘસીને તેણે પોતાની બુદ્ધિ તેજસ્વી કરી હતી. અંતર્ધાન વગેરે વિદ્યાઓ તેણે કાળજીપૂર્વક શીખી લીધી હતી. ઔષધિ, રસ, રસાયણ અને મણિ વગેરેની પરીક્ષામાં તે જલદી ગુણ-દોષ કહી શકતો. મંત્ર, તંત્ર, જંત્ર વગેરે તે સંપૂર્ણપણે શીખી ગયો હતો. ચૂડામણિ ઇત્યાદિ નિમિત્તશાસ્ત્રો જાણે પોતે બનાવેલાં હોય તેમ અસ્મલિતપણે તે બોલી જતો. ઉત્તાલ એવી ઈન્દ્રજાળ વગેરે વિદ્યાઓનું રહસ્ય તે સહેલાઈથી સમજાવતો હતો. વસંતરાજ વગેરે શુકનશાસ્ત્રનાં અધ્યયનથી પોતાની દૃષ્ટિએ કોઈપણ વસ્તુ Page #14 -------------------------------------------------------------------------- ________________ ધન્યકુમાર : બાલ્યકાળ પડતાં જ તેના ભૂત, ભવિષ્ય તથા વર્તમાનનું જાણે પોતાને જ્ઞાન હોય તેવું વર્ણન કરતો હતો. સંગીત અને છંદશાસ્ત્ર વગેરેનો નિર્ણય અને સવર્ણ, માન, તાલ, માત્રાનુભાવ અને પ્રસ્તાર વગેરેનું વર્ણન તે સ્પષ્ટ રીતે કરી શકતો હતો. સુસ્વર નામકર્મના ઉદયથી તે ધન્યકુમાર સર્વ મનુષ્યોને વશ કરી શકે તેવું ગીતગાન, લય, મૂચ્છ તથા રસપૂર્વક એવું કરતો કે તેનાથી આકર્ષાઈને વનમાંથી હાથી તથા હરણીઆઓ પણ વગર શંકાએ માણસોથી ભરપૂર નગરમાં ચાલ્યા આવતા હતા. હાથી, ઘોડાની પરીક્ષામાં તથા તેમને કેળવવામાં તે ઘણો જ કુશળ થયો હતો. મલ્લયુદ્ધમાં તેનું રહસ્ય સમજી ગયો હોવાથી કળ અથવા બળથી મલ્લનો પરાજય કરવામાં તે કુશળ હતો. ધનુષ્ય વગેરે શસ્ત્ર વિદ્યાઓમાં પ્રવીણ થવાથી સામા યોદ્ધાને જલદીથી તે જીતી શકતો હતો. ચક્રવ્યુહ, ગરૂડલૂહ, સાગરભૃહ વગેરે સૈન્યની રચના કરવામાં તે એવો કુશળ થઈ ગયો હતો કે સામો શત્રુ તેનો પરાભવ કરી શકતો નહીં. ગાંધીના વ્યાપારમાં તે વિધવિધ કરિયાણાઓ ખરીદવામાં તથા વેચવામાં કુશળ થઈ ગયો હતો. ગંધ પરીક્ષામાં ઘણો ચતુર હોવાથી માત્ર ચીજો સુંઘવાથી જ અંદર શું શું છે તેની પરીક્ષા તે કરી શકતો હતો. વસ્ત્રના વ્યાપારમાં તે પવિત્ર બુદ્ધિવાળો થયો હતો. મણિ તથા રનના વ્યાપારમાં તેના ગુણ-દોષને તે સમજનાર હોવાથી તેને બધા પ્રમાણરૂપ સમજતા હતા. મણિયારાના ધંધામાં જુદા જુદા દેશોમાં નીપજેલી ચીજોના ગુણ-દોષ સમજી જઈને તે લેવામાં તથા વેચવામાં તે પ્રવીણ થયો હતો. જુદા જુદા દેશના આચાર, વિચાર, ભાષા તથા માર્ગોનું જ્ઞાન હોવાથી તે સાર્થવાહ બની મુસાફરોને ઉત્સાહ તથા સત્ત્વપૂર્વક ઇચ્છિત સ્થાને લઈ જતો હતો. સમયને સમજી શકનાર હોવાથી Page #15 -------------------------------------------------------------------------- ________________ ધન્યકુમાર ચરિત્ર તથા કયા સમયે શું બોલવું તેનું બરાબર જ્ઞાન તેને હોવાથી તે રાજસભામાં જતો ત્યારે રાજાને પણ પ્રિય થઈ પડતો. દેવતાની ભક્તિ કરવામાં તે અડગ ધર્યવાળો હતો. અનુક્રમે બાલ્યવયનું તે અતિક્રમણ કરી યુવતીઓને ક્રિીડા કરવાનાં વન રૂપ યૌવનવયને તેણે પ્રાપ્ત કરી, તેના જન્મથી આરંભીને ધનસાર શ્રેષ્ઠીના ઘરમાં ચારે બાજુથી ધનધાન્યાદિ લક્ષ્મી વધવા લાગી હતી, તેથી તેનો પિતા લક્ષ્મીની વૃદ્ધિ જોઈને નીતિશાસ્ત્રના નિયમથી વિરૂદ્ધ હોવા છતાં ગુણથી આકર્ષાઈને હજારો માણસો પાસે તે ધન્યકુમારનાં વખાણ કરતો હતો. નીતિશાસ્ત્રમાં કહ્યું છે, “ગુરુની સ્તુતિ સામે કરવી, મિત્ર તથા બાંધવોની પાછળ કરવી, દાસ કે સેવકની કાર્યની સમાપ્તિ બાદ કરવી, પુત્રની તો કરવી જ નહીં, અને સ્ત્રીની સ્તુતિ મૃત્યુ પામ્યા પછી કરવી.” આમ છતાં પણ શેઠ તો કહેતા, “જે દિવસથી આ પુત્રનો જન્મ થયો છે, તે દિવસથી જાણે મંત્રથી આકર્ષાઈને આવતી હોય તેમ ચારે બાજુથી લક્ષ્મી મારા ઘરમાં વધતી જ જાય છે. આ પુત્રના ગુણો બધા શહેરવાસી જનોનાં ચિત્ત ચોરનારા છે. કોઈ નિપુણ માણસોથી પણ તેની ગણતરી થઈ શકે તેમ નથી. પૂર્વ જન્મના કોઈ શુભ ભાગ્યના ઉદયથી મારા ઘેર કલ્પવૃક્ષનો પુત્રરૂપે જન્મ થયો જણાય છે.” આ પ્રમાણે બહુ પ્રકારે જેમ જેમ તે ધનસાર શેઠ પોતાના નાના પુત્ર ધન્યકુમારના ગુણોનું વર્ણન કરવા લાગ્યા, તેમ તેમ તેના મોટા ત્રણે ભાઈઓ તે સહન ન કરી શકવાથી ઈર્ષ્યાથી બળવા લાગ્યા. બળતા હૃદયના કોપરૂપી અગ્નિમાં સ્નેહરૂપ તેલનું બલિદાન કરીને તેઓએ પોતાના પિતા ધનસારને એક દિવસે કહ્યું, Page #16 -------------------------------------------------------------------------- ________________ ધન્યકુમાર : બાલ્યકાળ પિતાજી ! અમે જુદી જુદી જાતના કરિયાણાથી ભરપૂર વહાણી ભરીને જાણે સમુદ્રના મસ્યો હોઈએ, તેમ વારંવાર સમુદ્રમાં મુસાફરી કરીએ છીએ. તેમજ વારંવાર દેશ-પરદેશમાં રખડીએ છીએ, સાહસ કરીને અનેક વસ્તુઓથી ભરપૂર ગાડા સાથે ન વીંધી શકાય તેવાં અરણ્યોમાં રખડીએ છીએ, રસ્તામાં ટાઢ તડકો સહન કરીએ છીએ, ઉનાળાના તડકામાં ખેતીનો આરંભ કરીએ છીએ, બજારમાં દુકાને બેસીને વેપાર કરીએ છીએ, અનેક વ્યાપારીઓને ઉધારે દ્રવ્ય અથવા કરિયાણા દઈએ છીએ અને હંમેશા તેના હિસાબ કરવાનું કષ્ટ સહન કરીએ છીએ. ત્યાર પછી પાછા તેમના ઘેર વારંવાર આંટા ખાઈને ઉઘરાણી કરીએ છીએ, ભાતભાતની યુક્તિ-પ્રયુક્તિથી ધન લાવી કુટુંબનો નિર્વાહ કરીએ છીએ, વળી રાજ્યના અધિકારી વગેરેને ધીરેલ કેટકેટલી કળા કરીને પાછું મેળવીએ છીએ.” “આ પ્રમાણે અનેક ઉપાયો કરીને અમે પૈસા પેદા કરીએ છીએ, છતાં એવા અમારા કષ્ટની અવગણના કરીને તમે ધન્યકુમારની જ વારંવાર પ્રશંસા કરો છો. પણ જુઓ, હજુ સુધી તો તે લજ્જાહીન રમતગમત પણ છોડતો નથી; વ્યાપાર વગેરે ઉદ્યમ તો બાજુ પર મૂકીએ, પરંતુ ઘરમાં સરખી રીતે પોતાનાં વસ્ત્રાદિને પણ ઠેકાણે મૂકવાનું કામ તે કરતો નથી. હિસાબ વગેરે કરવામાં પણ તે ઉઘુક્ત થતો નથી, ઘેર આવેલ સારા માણસોને આદર સત્કાર આપતાં પણ હજુ તેને આવડતું નથી, તો પણ ધન્યકુમારની વારંવાર પ્રશંસા કરવાની તમારી અજ્ઞાનતાને અમે સમજી શકતા નથી; વળી ઘરનો ભાર સહન કરતા એવા અમારી તમે નિંદા કરો છો, પરંતુ જે માણસ સારા નરસાનું પારખું કરી શકતો નથી, તે બધે ઠેકાણે હસીને પાત્ર થાય છે.' માટે હે પિતાજી ! તમેજ અમને મોટા બનાવ્યા હતા અને Page #17 -------------------------------------------------------------------------- ________________ ધન્યકુમાર ચરિત્ર હવે મોટા માણસો પાસે ધન્યકુમારના ગુણ ગાઈને તમે અમને નીચા બનાવો છો. જેવી રીતે ત્રાજવામાં એક પલ્લાને ભારે કરીએ તો બીજું સ્વયમેવ હલકું થઈ જ જાય છે, તેવી રીતે ધન્યકુમારના ગુણ ગાઈને તેને મોટો (ભારે) બનાવવાથી અમે હલકા બની જઈએ છીએ. પિતાજી ! જેમ બધાં વૃક્ષોમાં સરોવરનું પાણી એક સરખું પહોંચે છે, તેવી રીતે તમારો સ્નેહ પણ સર્વ પુત્રોમાં એક સરખો જ હોવો જોઈએ, જેમ સર્વ મહાવ્રતો વિધિપૂર્વક એક સરખાં પાળવાથી જ મુનિ શ્રેષ્ઠ ગણાય છે, તેમ સર્વ પુત્રોમાં એક સરખા જ ગુણોની સ્થાપના કરવાથી સત્યાસત્યની પરીક્ષા કરી શકનાર માણસોમાં પિતા શ્રેષ્ઠ ગણાય છે.” “વળી હે પિતાશ્રી ! શાસ્ત્રમાં પણ પુત્રની સ્તુતિ કરવાનો નિષેધ કર્યો છે અને તે તો તમે કરો છો. માટે જે વાતનો શાસ્ત્રમાં નિષેધ કર્યો હોય તે વાતનો આદર કરવાથી કદી પણ યશ મળી શકે ખરો ? મા-બાપે બહુ લાલન-પાલન કરીને ઉશૃંખલા બનાવી દીધેલો પુત્ર તો કુટુંબનો ક્ષય કરનારો થાય છે. લાકડામાંથી ઉત્પન્ન થયેલો અગ્નિ શું લાકડાને નથી બાળતો ? તેમ તમે ધન્યકુમારમાં શી અધિકતા જોઈ તથા અમારામાં શી ઓછાશ જોઈ કે હંમેશાં જાણે દેવતા હોય તેમ તેનાં વખાણ કર્યા જ કરો છો? હે તાત! પરસ્પર સ્નેહલતાને વધવા દેવાની તમારી ઈચ્છા હોય તો ધન્યકુમારનાં વખાણ કરવા રૂપી અગ્નિ હવે વારંવાર ન ચેતાવો અને અમારા બધા ઉપર એક સરખી દૃષ્ટિ રાખો.' પોતાના પુત્રોના આવા શબ્દો સાંભળીને ગુસ્સે થયેલા તે પુત્રોને શાંત કરવા માટે ધનસારે કહ્યું, “પુત્રો ! તમે ડોળા પાણીના ખાબોચિયાની જેવા મલિન આશયવાળા છો, તમારે સ્વચ્છ થવાને માટે મારા જેવાના વચનરૂપ કતક ફળની જરૂર છે. તેનો ઉપયોગ કરો, હે પુત્રો ! હંસની માફક નિર્મળ બંને પક્ષવાળા મને Page #18 -------------------------------------------------------------------------- ________________ ધન્યકુમાર : બાલ્યકાળ સાચું ખોટું બોલવાની મૂર્ખાઈ કરતો તમે કદી જોયો છે ખરો ? ગોવાળીઆથી માંડીને મોટા રાજા મહારાજાઓ સુધી સર્વ મનુષ્યોમાં મારી તુલનાશક્તિનાં વખાણ થાય છે અને તે પ્રમાણે પરીક્ષા કરવામાં કુશળ એવા મેં જેના જે ગુણો હતા, તેના તે જ ગુણોના વખાણ કર્યા છે. જો ગુણવાન માણસના ગુણો ગાવામાં મૌન ધારણ કરીએ, તો તે પ્રાપ્ત થયેલી વચનશક્તિને નિષ્ફળ કરવા જેવું છે, તેથી આ ગુણવાન પુત્રની નિષેધ કરાયેલી સ્તુતિ પણ હું કરું છું.' અરે પુત્રો ! ધન્યકુમારના જન્મ પછી જેવી લક્ષ્મી આપણા ઘરમાં આવી છે, તેવી પહેલાં નહોતી, તેથી ધન્યકુમારને જ તેના કારણરૂપ હું સમજું છું. હે પુત્રો ! જેમ ચંદ્રોદય સમુદ્રની ભરતીનું, જેમ સૂર્ય કમળને ખીલવાનું, જેમ વસંત પુષ્પને આવવાનું, જેમ બીજ અંકુરા ફૂટવાનું, જેમ વરસાદ સુકાળનું તથા જેમ ધર્મ જયનું કારણ છે, તેમ આટલું પણ ચોક્કસ સમજજો કે, આપણા ઘરમાં લક્ષ્મી વધવાનું કારણ બન્યકુમાર સિવાય બીજું કાંઈજ નથી. એના જેવું ભાગ્ય તથા સૌભાગ્ય અને એના જેવી બુદ્ધિની નિર્મળતા તેના સિવાય બીજો કોઈ સ્થળે તમે જોઈ છે? પુત્રો ! જો તમને મારા વચનમાં વિશ્વાસ ન હોય તો હું આપું તેટલા ધનથી વ્યવસાય કરી પોતપોતાનાં ભાગ્યની પરીક્ષા કરો. એક સરખો ઉદ્યમ એક સરખા ધન વડે કરવાથી પોતાના ભાગ્યાનુસાર ફળ મળે છે. પૂરા ભરેલા સરોવરમાંથી પણ ઘડો તો પોતાના માપ પૂરતું જ પાણી લઈ શકે છે.” Page #19 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યપરીક્ષા જેમ દર્દી વૈધે આપેલું પોતાને મનગમતું ઔષધ ખુશીથી સ્વીકારી લે છે, તે પ્રમાણે ધન્યકુમારના તે વડિલબંધુઓએ પોતાના પિતાનું કહેવું સ્વીકારી લીધું. એટલે શેઠે વ્યાપાર કરવાને માટે ચારે પુત્રોને ત્રણસો સોનાના સિક્કા આપીને કહ્યું, “હે પુત્રો ! આ સોનાના સિક્કાથી જુદા જુદા દિવસે વ્યાપાર કરીને પોતાનાં ભાગ્ય પ્રમાણે મળેલ લાભથી આપણા કુટુંબને તમારે ભોજન આપવું.” પ્રથમ મોટો પુત્ર ધનદત્ત ત્રણસો સોનાના સિક્કા લઈ વ્યાપાર કરવા ગયો, પરંતુ ઘણો પ્રયત્ન કર્યા છતાં પણ તેને સહેજસાજ લાભ મળ્યો, કારણ કે દરેક મનુષ્યને પોતાનાં કર્મના ઉદય અનુસાર જ ફળ મળે છે, પ્રયત્ન પ્રમાણે મળતું નથી. પછી તેણે વ્યાપારથી મેળવેલા ધનથી સુધાને તોડવાને સમર્થ એવા વાલ તથા તેલ લાવીને પોતાના કુટુંબને ભોજન કરાવ્યું. બીજા દિવસે ધનદેવે પોતે કમાયેલ ધનથી ચોળા લાવીને કુટુંબને જમાડ્યું. ત્રીજે દિવસે ધનચંદ્ર પોતે લાવેલ નફાથી જેમ તેમ કરીને કુટુંબને તૃપ્ત કરવા પ્રયાસ કર્યો. Page #20 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યપરીક્ષા ૧ ૧ ત્યારબાદ ચોથા દિવસે કરોડો રૂપિયા કમાવાને તૈયાર થઈ ગયેલ ધન્યકુમારને પિતા ધનસા શેઠે પણ ત્રણસો સોનાના સિક્કા આપ્યા, પછી જેમ અષાઢ મહિનાનું વાદળું જળ લેવાને માટે સમુદ્ર તરફ જાય છે, તેવી રીતે ધન્યકુમાર પિતાએ આપેલ સિક્કા લઈને ધન કમાવાને માટે બજાર તરફ ચાલ્યો. સારા શુકનથી પ્રેરાઈને ધન્યકુમાર એક મોટા પૈસાદાર ગૃહસ્થની દુકાને જઈને બેઠો. તે શેઠ પોતાના મિત્રે લખેલી નોકર સાથે આવેલી ચિઠ્ઠી નોકરનાં હાથમાંથી લઈ છાનોમાનો ઉઘાડીને મનમાં વાંચવા લાગ્યો. તે પત્રમાં લખ્યું હતું, “શ્રી પ્રતિષ્ઠાનપત્તન શહેરે, મહાશુભસ્થાને, પરમપ્રિય મિત્ર મહેશ્વર જોગ, સાર્થના સ્થાનથી તમારો સ્નેહી મિત્ર સુભદ્ર શ્રેષ્ઠી સ્નેહ તથા કુશળ સમાચાર પૂર્વક પ્રણામ સાથે કહેવરાવે છે કે, અહીં સર્વે કુશળ છે, તમારી કુશળતાના સમાચાર જરૂર મોકલતા રહેશો. હવે કામની વાત ઉપર આવીએ. મેઘ સમાન ફાયદાકારક એક સાર્થવાહ અગણિત કરિયાણાથી ભરેલાં ગાડાંઓ લઈને તમારી તરફ આવે છે. વળી તે જ્યાંથી આવે છે, તે સ્થાનેજ પાછો જવા માંગે છે. દરિદ્રતાનો નાશ કરવાને સમર્થ મોટા વ્યાપારીઓને યોગ્ય બહુ કરિયાણા તેની પાસે છે. ગમે તે કારણ હોય, પરંતુ તે સાર્થવાહ થોડા નામના જ લાભથી પણ પોતાના વતન જવા ઉત્સુક થઈ ગયો છે. માટે હે મિત્ર ! તમારે તે સાર્થવાહ પાસે જલદી આવીને તેનાં કરિયાણાનું સાટું કરી લેવાની જરૂર છે, તેથી તેમને તેમજ મને ભારે લાભ થવાનો સંભવ છે. આ પ્રકારના ઘણા લેખો અગાઉ પણ મેં આપના તરફ લખી મોકલ્યા હતા. પરંતુ તમે એકનો પણ જવાબ આપ્યો નથી. કદાચ મારો એક પણ પત્ર સોનાના નિધાનની જેમ તમારા હાથમાં આવ્યો નહિ હોય. માટે હવે તો આને અંગે ઘટતું તાત્કાલિક કરજો.’ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ધન્યકુમાર ચરિત્ર આ મુજબનો તેનો પત્ર વાંચી તેનો અર્થ વિચારી મૂર્ખની માફક સવારના પણ ભૂખ્યો થઈ ગયેલો તે શેઠ વિચારવા લાગ્યો, ‘ભાગ્યથી જ પ્રાપ્ત થઈ શકે તેવી અગણિત ચીજો સહિત તે સાર્થવાહ નજીકમાં આવ્યો છે. પરંતુ વ્યાપારમાં ગૂંથાઈ ગયેલ બીજા અહીંના કોઈ પણ વ્યાપારીને તેની ખબર નથી. માટે ઘેર જઈ ભોજન કરી ચિત્ત સ્વસ્થ બનાવું ને પછી જાઉં. કારણ કે ચિત્ત સ્વસ્થ હોય ત્યારે જ બુદ્ધિ બરાબર કામ આપે છે અને આ ખરીદી બુદ્ધિથી જ સારી રીતે થઈ શકે તેવી છે. માટે જમ્યા પછી જ ત્યાં જઈ સાર્થવાહને પ્રણામ કરી એકલો હું જ તેની સર્વ ચીજો ખરીદી લઈશ. પછી વેચાતી લીધેલી એ ચીજોથી મને ભારે લાભ થશે. કારણ કે, આ શહેરમાં કોઈની દુકાને એવી કરિયાણાની ચીજો નથી.’ આવો વિચાર કરીને તે મહેશ્વર શેઠ તો પહેલાં પોતાના ઘેર ભોજન કરવા ગયો. સંસારમાં આમ ભૂખ સર્વને વિઘ્નકર્તા બને છે. દરમિયાન તેની દુકાન ઉપર બેઠા બેઠા ચોખ્ખા ભોજપત્ર પર લખેલા તે પ્રતિબિંબથી વંચાતા અક્ષરો હોંશિયારીથી ધન્યકુમારે વાંચી લીધા અને તેણે વિચાર કર્યો, ‘આ વિચાર કરવાની શક્તિ વગરના માણસની મૂર્ખાઈ તો જુઓ, અરે તેનો પોતાનો મિત્ર ખાસ ખાનગી રીતે તાકીદે જવાનું લખી જણાવે છે, છતાં આ લેખ વાંચી તે ભોજન કરવા ગયો, વ્યાપારીને આવી બેદરકારી ન છાજે. હવે તે જમીને ઘેરથી પાછો આવે તે પહેલાં તે સાર્થવાહ પાસે જઈને હું તેની વેચવાની તમામ ચીજો મારા તાબામાં લઈ લઉં, કારણ કે દ્રવ્યપ્રાપ્તિનું મૂળ કારણ ઉદ્યમ છે.’ આમ વિચાર કરી ધન્યકુમાર પોતાના ઘેર જઈને સુંદર વસ્ત્રાલંકાર સજી ઘોડેસ્વાર થઈ પોતાને યોગ્ય મિત્ર તથા સેવકોને લઈને તે તરત જ પેલા સાર્થવાહ પાસે જવા નીકળ્યો, તે અડધો Page #22 -------------------------------------------------------------------------- ________________ - ૧૩ ભાગ્યપરીક્ષા ગાઉ લગભગ ગયો હશે, ત્યાં તો રસ્તામાં તે સાર્થ તથા સાર્થવાહનો તેને ભેટો થયો. પરસ્પર કુશળ સમાચાર પૂછયા, પછી ધન્યકુમારે વેચવાની ચીજોની જાત તથા સંખ્યા વગેરે પૂછી લીધું. સાર્થવાહે ધન્યકુમારને બધી હકીકત કહી દીધી. એટલે ધન્યકુમારે સાર્થવાહને તે ચીજો વેચાતી લેવાની પોતાની ઇચ્છા જણાવી. તે શેઠે પણ પોતાના હાથની સંજ્ઞાથી બીજા પોતાની સાથેના વ્યાપારીઓ સાથે ચોક્કસ કરી વેચવાની ચીજોની કિંમત કહી, એટલે ધન્યકુમારે તે કબૂલ રાખી. ધન્યકુમારે તે ચીજો બરાબર છે કે કેમ તે સહેજ સહેજ હાથમાં લઈ આંખ ફેરવીને જોઈ લીધું, પછી તે બધી ચીજોનું પાકું સાટું કરીને પોતાના તાબામાં લીધી. બધું ચોક્કસ થયા પછી પોતાની મહોર તેના ઉપર કરી દઈને તે નિશ્ચિત થયો. આ બાજુ પેલો મહેશ્વર શેઠ પોતાના ઘેર જઈને ભોજન કરીને પેલા સાર્થની સામે જવા માટે ઉત્સુક થઈ તૈયારી કરવા લાગ્યો. તેથી બીજા વેપારીઓ પણ સાર્થને મળવા ચાલ્યા. માર્ગમાં જતા સાર્થનો મુખ્ય વ્યાપારી સાથે સાથે જ તેમને મળ્યો. અરસપરસ શિષ્ટાચારપૂર્વક પ્રણામ કરીને મહેશ્વરે સાર્થના મુખ્ય શેઠને તેની ચીજો લેવાની પોતાની ઇચ્છા જણાવી. તે સાંભળી હસીને તે સાર્થવાહે બધા વ્યાપારીઓને કહ્યું, ‘તમારું કલ્યાણ થાઓ. પરંતુ હવે હું શું કરું ? મેં હમણાં જ મારી સર્વ વસ્તુઓ આ ધન્યકુમારને વેચી દીધી છે અને મેં તેનો લેખ પણ લઈ લીધો છે, (બાનું પણ લીધું છે.) બધું નક્કી થઈ ગયા પછી જો હું ફરી જાઉં તો મારી અપકીર્તિ જ થાય.' શેઠના મિત્ર પણ કહ્યું, “મેં પહેલાથી જ તમને ચિઠ્ઠી લખી મોકલી હતી. પરંતુ આળસુ થઈને તમે પ્રસંગનો લાભ ન લીધો. હવે તેમાં મારો શો દોષ ? હવે તો ધન્યકુમારને જ તમે હાથમાં Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ધન્યકુમાર ચરિત્ર લો ! અને તેને યોગ્ય લાભ આપીને પણ જો આ ચીજો ખરીદી લેશો તો તમને મોટો લાભ મળશે.” - આ બધી વાતો સાંભળીને તે શેઠ ધન્યકુમાર પાસે જઈ કહેવા લાગ્યો, “હે ભાગ્યશાળી ! તમે ખરીદેલ ચીજો મને આપો અને નફાના એક લાખ સોનૈયા લો ! કે જેથી મારું અહીં આવવું સફળ થશે અને તમને વગર મહેનતે ધન મળશે, આ બધા શેઠિયાઓની લાજ રાખો, કારણ કે તેમ કરવાથી તમને ધન તથા યશ બંનેનો લાભ મળશે, તેમજ વળી અમે તમારો ઉપકાર લાંબા વખત સુધી ભૂલીશું નહિ.' ધન્યકુમાર આમ રોકડા લાખ રૂપિયા મળવાથી પોતાની ઇચ્છા પાર પડેલી છતાં મીઠાં વચનથી આ પ્રમાણે કહેવા લાગ્યો, ખુશીથી આ વસ્તુઓ સ્વીકારો, જો કે આ વસ્તુઓથી મને તો ઘણો લાભ છે. પરંતુ ભલે તમારી ઇચ્છા છે, તો લાખ સોનૈયા જ આપો. આપના જેવા વડિલનું વચન કેમ ઉત્થાપાય ? કુળવાન માણસને વડિલનો વિનય જાળવવો તે જ યોગ્ય છે,” આ પ્રમાણે મીઠાં વચનથી તેમને રાજી કરી વેચાણનું ખત કરી આપી, લાખ સોનૈયા લઈને ધન્યકુમાર ઘેર આવ્યા. પિતાને પ્રણામ કરી તે ધન તેમની આગળ મૂકી દીધું અને બનેલ સર્વ વૃત્તાંત ત્યાં કહ્યો. ધન્યકુમારે ત્યારબાદ હજારો સોનૈયા ખર્ચી ભોજન સામગ્રી તૈયાર કરાવવા માંડી. રસોઈયાઓએ પણ જાતજાતની ચીજો મેળવીને તથા ઘણી જાતના મસાલા નાંખીને સરસ ભોજન તૈયાર કર્યું. પોતાની જ્ઞાતિના માણસો, સગા-વ્હાલા તથા મિત્રોને કુમારે નોતર્યા. તેઓ આવીને પોતપોતાનાં આસન ઉપર જમવા બેસી ગયા. - સૌથી પહેલાં કુળની નાની બાલિકાઓ નારંગી, સંતરા વગેરે મીઠાં ફળો તથા ખજુર, દ્રાક્ષ, આલુ વગેરે મેવો પીરસી ગઈ. તે ફળો ખાતાં તથા ધન્યકુમારના ગુણનું વર્ણન કરતાં ઓર જ રસ Page #24 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યપરીક્ષા ૧૫ તથા તૃપ્તિનો આનંદ તેઓ ભોગવવા લાગ્યા. ત્યારપછી સ્વાદિષ્ટ અને મનને ખુશ ખુશ કરી દે તેવા ભાતભાતની ચીજોથી બનાવેલા લાડુ આવ્યા, પછી ઘીથી ભરેલા, જાણે સ્વર્ગમાંથી ઉતરી આવેલ હોય તેવા ચંદ્રના મંડળ જેવા સફેદ સુગંધી ઘેબર લાવવામાં આવ્યા, તે સિવાય મધુર રસની ઇચ્છાવાળાને તૃપ્ત કરનાર, તેમજ ગળામાંથી પસાર થતાં ગટક ગટક એવો અવાજ કરતાં સફેદ પંડા પીરસવામાં આવ્યા, વળી ગંગાકિનારે આવેલ રેતી જેવી સફેદ ખાંડથી મીઠો બનાવેલો અને શરીરમાં ઉત્પન્ન થયેલ ગરમીને શાંત કરી નાંખતો શીખંડ પીરસાયો, આ બધું આવી ગયા પછી મીઠી ચીજોથી તૃપ્ત થઈ ગયેલ ઉદરવાળા આમંત્રિત ગૃહસ્થોની આહાર પચાવવાની શક્તિની મંદતાનો નાશ કરનાર મીઠું, હળદર તથા મરચાં વગેરે દીપક ચીજો નાંખીને બનાવેલી ઉની ઉની પૂરીઓ પીરસવામાં આવી, તેમજ બધા રસની મેળવણીથી તૈયાર કરેલ ખજુર વગેરે પીરસાયાં. ત્યાર પછી સુગંધી, ઉજ્જવળ, સુકોમળ તથ સ્નિગ્ધ અને ખંડ કલમશાળી જાતના ચોખા, ખાવાની ઇચ્છા ઉદ્ભવ કરનાર મગ તથા શહેરવાસી લોકોને ખુશ કરવા માટે પીળી તુવેરની દાળ પીરસવામાં આવી, તે સાથે બહુ જ સુગંધી ઘી તથા અઢાર જાતનાં શાક દરેકના ભાણામાં મૂકવામાં આવ્યાં, તે સિવાય જમનારના હાસ્ય જેવા ઉજળા કરંબા પણ પીરસવામાં આવ્યા. આ પ્રમાણે જાતજાતની જમવાની ચીજોથી બધા સગાવ્હાલાઓ આનંદથી જમ્યા. જમ્યા પછી સર્વને પાન, સોપારી, તાંબૂળ આપવામાં આવ્યું. ત્યાર પછી સગા-વ્હાલા તથા જ્ઞાતિના લોકો ધન્યકુમારનાં વખાણ કરતા કરતા પોતપોતાના ઘેર ગયા. તે ઉપરાંત બાકી રહેલ દ્રવ્ય ખર્ચીને ધન્યકુમારે પોતાની ભાભીઓ માટે જાતજાતનાં ઘરેણાં કરાવ્યાં. તેમાં હાર, અર્ધહાર, Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ધન્યકુમાર ચરિત્ર એક સેર, ત્રણ સેર, પાંચ સેર, સાત સેર તથા અઢાર સેરવાળા હાર તથા બીજા કનકાવળી, રત્નાવળી અને મુક્તાવળી વગેરે કેડ, ડોક, કાન, હાથ આદિમાં શોભે તેવાં ઘરેણાંઓ કરાવી તેમને આપ્યાં. ભાભીઓ બહુ ખુશ થઈને પોતાના દિયર ધન્યકુમારને કહેવા લાગી, ‘દિયરજી ! અમારા પૂર્વના કોઈ પ્રબળ પુણ્યથી જ તમારો જન્મ થયો લાગે છે, વાહ ! કેવી અદ્ભુત તમારા ભાગ્યની રચના છે ! કેવું અદ્ભુત તમારૂં ભાગ્ય છે ! ધનના મૂળ બીજ જેવા વ્યાપારમાં પણ તમારી કુશળતા કેવી છે ? અને બધી બાબતમાં કુશળ હોવા છતાં તમારામાં નમ્રતા કેટલી બધી છે ? અહા ! આટલી નાની વયમાં પણ તમારૂં સર્વ વર્તન એક ઠરેલ માણસને છાજે તેવું છે. દિયરજી ! તમે દીર્ઘાયુષ્યવાળા થાઓ, ખૂબ આનંદ મેળવો, જય પ્રાપ્ત કરો, અમને પાળો, લાંબા વખત સુધી સગા-વ્હાલાને આનંદનું સ્થાન બનો તથા તમારા સારા ચારિત્રથી પોતાના વંશને પવિત્ર કરો.' આ પ્રમાણે ભાભીઓ પોતાના દિયરનાં વખાણ કરવા લાગી. Page #26 -------------------------------------------------------------------------- ________________ ગુણાનુરાગી અને ગુણીઢષી પોતાની સ્ત્રીઓથી કરાયેલી ધન્યકુમારની પ્રશંસા સાંભળી ધનદત્ત આદિ વડિલ ભાઈઓ ધન્યકુમારની વિશેષ ઈર્ષ્યા કરવા લાગ્યા. પિતાએ ઈર્ષાયુક્ત તેમનાં વચનો સાંભળીને તેમને બોલાવીને આ પ્રમાણે કહ્યું : “પુત્રો ! ગુણી માણસોના ગુણોની અદેખાઈ કરવી તે ઉત્તમ પુરુષોને યોગ્ય નથી.” શાસ્ત્રમાં પણ કહ્યું છે, “આગની જ્વાળામાં પોતાના શરીરને હોમી દેવું સારું, પરંતુ ગુણવાન પુરુષોની સહજ પણ અદેખાઈ કરવી તે સારી નહિ.” ભાગ્યહીને પુરુષો પુણ્યશાળી પુરુષની મહત્તારૂપ અગ્નિથી વારંવાર બળતા પોતે તે રસ્તે જવાને અસમર્થ હોવાથી પગલે પગલે સ્કૂલના પામે છે તથા નિંદા કરે છે. જેનાથી આ આખું જગત શોભે છે, તેવા ગુણવાન પુરુષો તો દૂર રહ્યા, પરંતુ જેઓમાં ગુણોની અનુમોદના કરવાની શક્તિ હોય છે, તેવા પુરુષો પણ ત્રણ જગતને વિશે પૂજાય છે. તે માટે ગુણોની અદેખાઈ કરવાથી તો પૂજ્ય હોય તે પણ અપૂજવાને યોગ્ય બને છે અને ગુણોની પ્રશંસા કરનાર તેજ વિનાનો હોવા છતાં પૂજવાને લાયક બને છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ધન્યકુમાર ચરિત્ર આ પ્રમાણે ઉત્તમ ગુણોની અનુમોદના કરવાની શિક્ષા આપનારી ધનસાર શેઠની સારી શિખામણ સાંભળીને તે ત્રણે ભાઈઓ સિવાય બધા કુટુંબીઓ આનંદિત બન્યા. પોતાના પિતા ધનસારની હિતશિક્ષા સાંભળીને તે ધનદત્ત આદિ પુત્રો કહેવા લાગ્યા. “પિતાજી ! અમારા હૃદયમાં ધન્યકુમાર પર બિલકુલ ઇર્ષ્યા છે જ નહિ, પરંતુ દેવની પણ કોઈ ખોટી પ્રશંસા કરે તો તે અમે સહન કરી શકવાના નહિ, તો પછી મનુષ્યની ખોટી પ્રશંસાનું તો પૂછવું જ શું ? હે પિતાજી ! તમે વારંવાર ધન્યકુમારનાં વખાણ કરો છો, પણ તેણે તો છળપ્રપંચથી લેખ વાંચી લઈને વંચક માણસની માફક લાખ રૂપિયાની કમાણી કરી. આ રીતે મેળવેલ ધન તો કાકતાલીય જેવું ગણાય, આમ કાંઈ નિરંતર ધન મળી શકે નહિ અને વ્યવહાર તથા નીતિથી મેળવેલું ધન તો હંમેશા મળ્યા કરે છે. તેથી આવા ક્વચિત મળે તેવા ધનને ડાહ્યા માણસો પરીક્ષા કરવામાં પ્રમાણભૂત ગણતા નથી.” આ પ્રમાણે પુત્રોનું યુક્તિપૂર્વકનું બોલવું સાંભળીને ધનસારે ફરી તે ચારે પુત્રોને ચોસઠ ચોસઠ સુવર્ણના ભાષા આપ્યા. ત્રણ જણા તે ધન લઈ અનુક્રમે બજારમાં ગયા અને ધન મેળવવાની ઇચ્છાથી પોતપોતાનું કળાકૌશલ્ય અજમાવી ભાગ્યાનુસાર નફો તોટો કરીને તેઓ ઘેર પાછા આવ્યા. - ધનદત્ત આદિ તે ત્રણેયમાંથી ધનદત્ત તથા ધનદેવ તો બધાયમાંથી બત્રીસ ભાષાથી પણ ઓછો, ને ધનચંદ્ર તો તેટલો જ લાભ કરી આવ્યો, પરંતુ ધન્યકુમારને કોઈ પહોંચી શક્યું નહિ. પોતાનો વારો આવતાં ધન્યકુમાર ચોસઠ સોનાના ભાષા લઈને વ્યાપાર કરવા માટે નીકળ્યો. કપૂર, સોનું, માણેક અને કાપડ Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ગુણાનુરાગી અને ગુણીદ્વેષી વગેરેની બજારોમાં ફરતાં અપશુકન થવાથી તે પાછો ફર્યો અને સહેજવાર ખોટી થઈને શુકન જોતો આગળ ચાલ્યો. ત્યાર બાદ પશુ ખરીદવાની બજારમાં તેને બહુ સારા શુકન થયા, એટલે તે શુકન વધાવી લઈ તે બજારમાં જ ધન્યકુમાર વ્યાપાર માટે ગયો. ત્યાં શાસ્ત્રમાં કહેલા લક્ષણવાળો એક ઘેટો તેણે જોયો, એટલે સારા લક્ષણવાળા તે ઘેટાને પાંચમાષા સોનું આપીને તેણે ખરીદી લીધો, પછી તે ત્યાંથી આગળ જતો હતો, તેવામાં નગરના રાજાનો પુત્ર એક લાખ રૂપિયાની હોડ કરતો ત્યાં આવી પહોંચ્યો. બીજા પણ ઘેટાની લડાઈના રસિયા પોતપોતાના ઘેટા લઈને આસપાસ ઉભા હતા. રાજપુત્રની સાથેના માણસે રાજકુમારને કહ્યું, “સ્વામિન્ ! આ સામેથી ધનસાર શ્રેષ્ઠીનો પુત્ર ઘેટો ખરીદીને આવે છે, તેનો બાપ ઘણા પૈસાવાળો છે, તેથી તેને મીઠા શબ્દોથી રીઝવી તેના ઘેટાની સાથે આપણા ઘેટાને શરત કરીને લડાવીએ અને તેની પાસેથી લાખ સોનૈયા મેળવીએ.” આ પ્રમાણે પરસ્પર વિચાર કરી આગળ જઈ ધન્યકુમારને બોલાવીને રાજકુમારે કહ્યું, “ધન્યકુમાર ! અમારા ઘેટાની સાથે તમારો ઘેટો યુદ્ધ કરવા શક્તિમાન છે, એમ જો તમને લાગતું હોય તો ચાલો, આપણે લાખ સોનૈયાની હોડ કરી પરસ્પર યુદ્ધ કરાવીએ. જો મારો ઘેટો જીતે તો તમારે મને લાખ સોનૈયા આપવા. તમારો ઘેટો જીતે તો મારે તમને લાખ સોનૈયા દેવા. બોલો છે કબૂલ ?' - રાજકુમારનું આ પ્રમાણે બોલવું સાંભળી ધન્યકુમારે વિચાર્યું કે, “જો કે મારો ઘેટો બહારથી દુર્બળ લાગે છે, પરંતુ તે સારા લક્ષણોવાળો હોવાથી જરૂર જીતશે, માટે ચાલો, લક્ષ્મી ચાંલ્લો કરવા આવી છે, ત્યાં વળી મોટું ધોવા ક્યાં જવું ?' આ પ્રમાણે Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૦. ધન્યકુમાર ચરિત્ર વિચાર કરીને રાજકુમારના ઘેટા સાથે ધન્યકુમારે પોતાના ઘેટાનું યુદ્ધ કરાવ્યું. તેમાં ભાગ્યશાળી ધન્યકુમારના સર્વ લક્ષણયુક્ત ઘેટાના અંતે જય થયો. તેથી લાખ સોનૈયા તેને મળ્યા. કહ્યું છે કે, “જુગાર, યુદ્ધ, લડાઈ તથા વાદવિવાદમાં હંમેશાં ભાગ્યે જ ફળે છે !” રાજકુમાર વિચારવા લાગ્યો કે, “ધન્યકુમારના દુર્બળ દેખાતા ઘેટાએ મારા ઘેટાને કેવી રીતે જીત્યો? માટે સારા દેશમાં ઉત્પન્ન થયેલો તથા સર્વ લક્ષણયુક્ત તે ઘેટો જો હું ખરીદી લઉં તો, બીજા ઘણા ઘેટાઓને જીતી લાખો સોનૈયા હું મેળવી શકું.” આ પ્રમાણે વિચારી તે રાજકુમાર ધન્યકુમારને કહેવા લાગ્યો કે, “તમારો ઘેટો તો અમારે લાયકનો છે, તમારા જેવા મોટા શેઠીઆઓને આ પ્રમાણે પશુ પાળવા એ કાંઈ ઠીક નહીં. વળી ઘેટાની રમત પણ ક્ષત્રિયોને જ શોભે, તમારા જેવા વ્યાપારીઓને શોભે નહિ, માટે આ મેંઢાનું તમને જે મૂલ્ય બેઠું હોય તે લઈને અથવા અમુક નફો લઈને મને તે વેચાતો આપો.' ધન્યકુમારે રાજકુમારનું કહેવું સાંભળીને વિચાર્યું, “આ મેંઢાનો ખેલ મારા જેવા સમજુ તેમજ વેપારીના પુત્રને યોગ્ય ન ગણાય તે વાત સાચી છે, માટે મારા કહ્યા પ્રમાણે જો મૂલ્ય આપે તો ભલે તેને જ વેચી દઉં.” આમ વિચારી સ્મિતપૂર્વક તેણે કહ્યું, કુમાર ! આ સર્વ લક્ષણવાળો મેંઢો બહુ શોધ કર્યા પછી મને મળ્યો છે, તેમજ મેં તેના ઉપર બહુ ધન ખરચ્યું છે. તે તમને કઈ રીતે આપી દઉં? પરંતુ સ્વામીનું વાક્ય પાછું ફેરવવું તે પણ યોગ્ય નહિ, માટે હું કહું તે કિંમત આપીને આપ સુખેથી લઈ જાઓ ! તમારી પાસેથી વધારે લેવું તે કાંઈ ઠીક નહિ, પણ તમારે જોઈએ છે, તો ફક્ત એક લાખ સોનૈયા આપીને ખુશીથી લઈ જાઓ.” Page #30 -------------------------------------------------------------------------- ________________ ગુણાનુરાગી અને ગુણીષી ૨ ૧ રાજકુમારે ધન્યકુમારના કહ્યા મુજબ મૂલ્ય આપી તે ઘેટો ખરીદી લીધો. જ્યારે કોઈ પણ ચીજ વેચવાની હોય છે, ત્યારે વ્યાપારીઓ પોતાની ઈચ્છા પ્રમાણે તેની વધારે કિંમત કરે છે અને ગ્રાહક પોતાની અતિશય ઇચ્છાને લીધે ગરજ હોવાથી ગમે તેટલું દ્રવ્ય આપીને પણ લેવા તૈયાર થઈ જાય છે. ધન્યકુમાર પોતાને મળેલ નફો લઈને ઘેર ગયો. પહેલાં કરતાં બેવડો લાભ થવાથી તેની કીર્તિ તથા યશ વૃદ્ધિ પામ્યાં. સગા-વહાલા સંતોષપૂર્વક તેની પાસે જઈ તેના વખાણ કરવા લાગ્યા. “ઉગતા સૂર્યને દુનિયા આખી ક્યાં નથી નમતી ? પુણ્યવાનને સર્વત્ર માન મળે છે.” ધન્યકુમારની સ્તુતિ સાંભળી તેના ત્રણેય વડિલ ભાઈઓનાં મુખ ઇર્ષ્યાથી કાળાં મેશ જેવા થઈ ગયાં. - ઈર્ષ્યાથી બળતા ધનદત્ત, ધનદેવ તથા ધનચંદ્ર એ ત્રણે પોતાના મોટા પુત્રોને પ્રસંગ પામીને ધનસાર ફરી હિતશિક્ષા આપતાં કહેવા લાગ્યા, “હે પુત્રો ! સજ્જનતાના વખાણ કરવા તે અભ્યદયની નિશાની છે અને દુર્જનતા-ઈર્ષ્યા પ્રમુખ તે આપત્તિનું સ્થાન છે, માટે સાચું ખોટું સમજનારા માણસોએ સજ્જનતાનો સ્વીકાર કરવો ઘટે છે. મૂઢ માણસો બીજાનો અભ્યદય જોઈ ન શકવાથી જ લોકમાં અપકીર્તિ પામે છે. ચંદ્રનો દ્રોહ કરનાર રાહુને શું સમજુ લોકો ક્રૂર નથી કહેતા ? આ દુનિયામાં પૈસો મળવો ન મળવો તે તો શુભ કે અશુભ કર્મને આધીન છે. પૈસા મેળવવામાં ઇચ્છા કે પુરુષાર્થ ફળતા નથી. પણ ભાગ્યે જ ફળે છે. માટે આવી રીતે દુઃખી થવાની કોઈ જરૂર નથી.” “હે પુત્રો ! જેમ ઉંચે ચડેલાં વાદળાની અદેખાઈ કરવા જતા અષ્ટાપદ નામનું પ્રાણી પોતાનાં હાડકાં ભાગે છે, તેમ ઉચ્ચ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨ ર. ધન્યકુમાર ચરિત્ર ભાગ્યશાળી માણસ તરફની ઈર્ષ્યા પોતાનો વિનાશ કરનારી જ થાય છે.” માટે હજુ હૃદયના વાત્સલ્યભાવે તમને કહું છું કે, “જો પાપના ઉદયથી ઉત્પન્ન થયેલ દુઃખો દૂર કરવાની તમારી ઇચ્છા હોય તો ઈષ્યને સર્વથા ત્યજી કોઈના પણ સદ્ગણોને જોવાનો જ પ્રયાસ કરો.” આમ બહુ પ્રકારે શિખામણ આપવાથી ધન્યકુમારના તે વડિલ બંધુઓ ઉપરના દેખાવથી જ કેવળ સરળતા પ્રદર્શિત કરવા લાગ્યા. Page #32 -------------------------------------------------------------------------- ________________ ૪ મહામૂલ્ય પલંગ યુક્તિપૂર્વક તથા હિત વચનોથી તે ધનદત્ત આદિને બોધ આપવા છતાં અદેખાઈની આગથી સળગી જતા હૃદયવાળા તે ત્રણેય ધન્યકુમારના વડિલ બંધુઓ જેમ મેઘની ધારાથી પર્વત ઉલટા કઠણ થાય છે, તેમ વિશેષપણે જડ થવા લાગ્યા. એક દિવસ તેઓ પોતાના પિતા ધનસારને કહેવા લાગ્યા, ‘પિતાજી! તમે એકદમ અમને શિખામણ આપવા મંડી જાઓ છો, પરંતુ આપ જરા વિચાર તો કરો કે, ધન્યકુમારે હોડ બકીને બે લાખ મેળવ્યા, તેથી કાંઈ તેમાં ધન્યકુમારની વ્યાપારિક કુશળતા જણાય નહિ, તેનું નામ તો જુગાર કહેવાય. અમે જુગારમાં પ્રવીણતા પ્રાપ્ત કરનાર ધન્યકુમારની પ્રશંસા કઈ રીતે સહન કરી શકીએ ? વ્યાપારની કુશળતા બતાવી ધન મેળવ્યું હોત તો અમે પણ તેની પ્રશંસા જરૂર કરત. જુગારથી લાભ તો ક્વચિત્ જ થાય છે. પરંતુ ધનની હાનિ તો નિરંતર થાય છે. વળી આ વ્યવસાય કુલીન માણસોને છાજે પણ નહિ. ભીલના તીરની માફક કોઈક વાર નિશાન બરાબર લાગી જાય, તેમાં શું વળ્યું ? સાચી પરીક્ષા તો વ્યાપારથી થાય, આવી પ્રપંચાદિ ક્રિયાથી ન થાય.' Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ધન્યકુમાર ચરિત્ર ધનદત્ત આદિના વક્રોક્તિ ગર્ભિત આવાં વચનો સાંભળીને સહુને પોતપોતાનું ભાગ્ય અજમાવવાને ધનસારે ફરીથી સો સો સોનાના ભાષા આપીને તે બધાયને મોકલ્યા. તેમાંથી ધનદત્ત, ધનદેવ તથા ધનચંદ્ર ત્રણેય વડિલ ભાઈઓ તો પૂર્વભવના ગાઢ લાભાંતરાય કર્મના ઉદયથી સો ભાષાના વ્યાપારમાં મૂળ ધન પણ ગુમાવીને પાછા આવ્યા. બીજે દિવસે ધન્યકુમાર વ્યાપાર કરવા નીકળ્યો. સોના બજાર તથા બીજા બજારોમાં જતાં ઈષ્ટ વસ્તુની સિદ્ધિ કરે તેવા સારા શુકનો તેને થયા નહિ. તેથી તે આગળ ચાલ્યો. બજાર પસાર કરતાં છેવટે લાકડા બજારમાં દાખલ થતા તેને બહુ સારા શુકન થયા. તે શુકન વધાવી લઈને ધન્યકુમાર તે બજારમાં વ્યાપાર માટે ગયો. વાત એમ બનેલી કે તે શહેરમાં ધનપ્રિય નામનો શેઠ રહેતો હતો. તે માણસ એટલો કંજૂસ હતો કે દાનના નામથી પણ તે ત્રાસ પામતો, એટલું જ નહિ પણ બીજા દાનેશ્વરી માણસોની પ્રશંસા સાંભળતાં પણ તેને તાવ ચડી આવતો. તેની પાસે વિપુલ ધન હોવા છતાં તે લોભીનો સરદાર, જરીપુરાણું, હજાર ઠેકાણે ચીરાઈ ગયેલું તથા નોકર માણસની માફક બીજાનું ઉતરેલું વસ્ત્ર પહેરતો. ન તો તે કોઈ દિવસ પેટ ભરીને જમતો કે ન તો વધારે પાણી વપરાઈ જવાની બીકે પૂરા પાણીથી સ્નાન કરતો. ચણા, મમરા, વાલ, ચોળા વગેરે માલ વિનાની તથા સોંઘી વસ્તુ તે ખાતો. અનર્ગળ લક્ષ્મીવાળો છતાં તેલથી મિશ્રિત ભોજન ખાનાર તે ઘરના માણસોના કોળીઆ પણ ધ્યાનપૂર્વક ગણતો, પાનને ઠેકાણે બાવળની છાલ ચાવતો, ગૃહસ્થ છતાં તપસ્વીની માફક કંદ, ફળ તથા મૂળનો આહાર કરતો. પૈસા વાપરવા પડવાનાં ભયે દેહરે કે Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨ પ મહામૂલ્ય પલંગ ઉપાશ્રયે પણ જતો નહિ. ભૂલેચૂકે પણ ગાયન, નાચ અથવા સંગીત તરફ આસક્તિ રાખતો નહિ. ઘાસ તથા લાકડા ખરીદવામાં પૈસા ખરચવા ન પડે તેટલા માટે તે લોભી રાત્રીના લંગોટી મારીને જંગલમાં રખડી ઘાસ લાકડાં ભેગાં કરતો. ભિક્ષા આપવાના સમયે ભિખારીને જોતાં જ ઘરનાં બારણાંને આગળિયો ચડાવી દેતો. કદાચ બારણું ઉઘાડું રહી જવાથી ભૂલેચૂકે કોઈ ભિક્ષુક આવી ચડતો તો તેને દાનને ઠેકાણે ગાળો દઈ, ગળેથી પકડીને કાઢી મૂકતો. ખરેખર ! આ તો આશ્ચર્ય જેવી જ વાત છે કે તે કૃપણ શિરોમણિ ઘેર આવનારને પાંચ વસ્તુ (માર, ગાળ, ધમકી, ગળહથ્થો ને પાટુ) આપતો હતો. છતાં પણ લોકો તેને લોભી તથા મહાકૃપણ ગણતા. પરંતુ પુણ્ય સિવાય યશ કાંઈ મળે ખરો? કદાચ સગાવહાલાની શરમે એકાદ કોડી પણ વાપરવી પડતી, તો તેને ઉગ્ર જ્વર ચડી આવતો. વધારે તો શું ? પણ તેના દેખતાં બીજો કોઈ દાન દે તો પણ તેના મસ્તકમાં ભારે પીડા થઈ આવતી. પોતાનું ઘર તો દૂર રહ્યું પણ બીજા કોઈના ઘેર પણ લગ્ન પ્રસંગે જો તે મિષ્ટાન્ન ખાતો તો રોગી માણસની માફક તે ગુણથી ઉણ પણ ધનથી પૂરા શેઠના પેટમાં દુઃખવા આવતું. ફૂલની માળા તથા ચંદનાદિ કાષ્ટના ઉપભોગને તે રોગની માફક પોતાથી દૂર જ રાખતો. આ દોષથી સગાવહાલાં તથા કુટુંબના માણસોએ ચંડાળના કૂવાની માફક તેની સાથેનો સંગ તથા વાત કરવાનું જ છોડી દીધું હતું. એક દિવસ તે ધનપ્રિયે વિચાર કર્યો. “મારા છોકરાઓ હવે જુવાન થયા છે, તેથી લાગ મળતાં તે ધન લઈ લેશે.” આમ વિચારી પોતાના ધનમાંથી તેણે મહામૂલ્ય રત્નો ખરીદ કર્યા. પછી એક મોટો પલંગ બનાવી તેના ચાર પાયા અને ઇસ તથા ઉપનાં Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ધન્યકુમાર ચરિત્ર કરાવી તેમાં દરેક સ્થાને છૂપી રીતે તેણે તે અમૂલ્ય રત્નો ભર્યા. પછી તેની ઉપર લાકડાની ડગળીઓ મારી દઈ, લેપ કરી રત્નો જોઈ ન શકાય તેમ બધું સજ્જડ કરી દીધું. કોઈને છૂપાયેલાં રત્નોની ખબર ન પડે તેવો પલંગ તેણે તૈયાર કર્યો. તેની ઉપર તે આખો દિવસ જાણે આસક્ત હોય, તેમ પડ્યો અને પાથર્યો રહે અને તેણે કોઈને ઘેર જવાનું બંધ કરી દીધું. પોતાનું ભોજન પણ તે ઘેર ખાટલા પર જ કરતો. મહાલોભી ધનપ્રિય પેલા ખાટલાને એક ઘડી પણ રેઢો મૂકતો નહિ. રાત-દિવસ તેના ઉપર બેસીને તે તેની ચોકી જ કર્યા કરતો. લોભી માણસ આસક્તિને લીધે ધનને પોતાના પ્રાણથી પણ વધારે ગણે છે. પણ તે અજ્ઞાન આત્મા સમજતો નથી કે, “સારી રીતે સાચવતાં પણ લક્ષ્મી કોઈની સાથે ગઈ નથી, તેમ જવાની પણ નથી. મૃત્યુ પછી કોઈ વસ્તુ કોઈની સાથે ગઈ છે ખરી ? શરીરથી વૃદ્ધ થયેલો તે ધનપ્રિય અનુક્રમે અંતિમ અવસ્થાએ પહોંચવા છતાં લોભીના સરદારે લોભ છોડ્યો નહિ. તેને એક વખત ઉગ્ર રોગ થઈ આવ્યો. જવરથી પીડાતાં છતાં પૈસા ખરચવા પડશે, તે ચિંતાથી કોઈ પણ પ્રકારનું ઔષધ તે કરતો નહિ. શરીરે પીડાતાં તે લોભીને મૃત્યુ સમયે પુત્રોએ પૂછયું, પિતાજી! ધન ક્યાં છે ? જો કોઈ ધર્મસ્થાનમાં વાવશો તો બીજા ભવમાં તેનું કાંઈક તો ફળ મળશે અને સુકૃતનું ભાથું બંધાશે.” આવા સમયે પણ તે મહાલોભી ધનપ્રિય પોતાના પુત્રોને કહેવા લાગ્યો કે, “પુત્રો ! શુભ કાર્યોમાં મેં પહેલાં હજારો રૂપિયા વાપર્યા છે. તેથી મને મારા માટે હવે પરભવ સારૂ કશું જ દાન દેવાની જરૂર નથી. ફક્ત હમણાં હું એક જ ભાતું તમારી પાસે માગું છું અને તે તમારે મને આપવું જોઈશે.” પુત્રોએ તે પ્રમાણે Page #36 -------------------------------------------------------------------------- ________________ મહામૂલ્ય પલંગ ૨૭ કબૂલ કરતાં તેણે કહ્યું, ‘આ પતંગ મને એટલો પ્રિય છે કે મારો અગ્નિસંસ્કાર તેની સાથે જ તમારે કરવો, આટલું બસ ! મારે આ સિવાય અન્ય કશું જોઈતું નથી. આમ કરશો તો જ મારો આત્મા સદગતિમાં જશે.’ આ પ્રમાણે બોલતાં જાણે પોતાની પ્રિયા હોય તેમ તે પલંગને દૃઢ આલિંગન કરીને જ ધનપ્રિય છેલ્લા શ્વાસ પૂરા કરવા માંડ્યા. એટલે અંતિમ ઘડીયે ભોંય પથારીએ નાંખવાની ઇચ્છાવાળા તેના પુત્રોએ તેને ઉપાડવા માંડ્યો. જેમ આત્મા પોતાના કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા સંસ્કારો છોડી શકતો નથી, તેમ તે શેઠ તે ખાટલાથી છૂટો થઈ શક્યો નહિ, એટલે તેની સ્ત્રીએ પુત્રોને કહ્યું, તમને જો તમારા પિતા પ્રત્યે પ્રેમ હોય તો તેમને મન પોતાના પ્રાણથી પણ પ્રિય આ પલંગથી હમણાં તેમને છૂટા ન પાડશો.' માતાના વચનથી પુત્રોએ તેને ભોંય પથારીએ લીધો નહિ, જેથી પલંગમાં જ તે મરણ પામ્યો. પિતાની આજ્ઞા પાળવાને આતુર તે પુત્રો તેના શબને પલંગ સાથે જ સ્મશાનમાં લઈ ગયા અને ચિતામાં તેને તે પલંગ સાથે મૂક્યો. અગ્નિસંસ્કાર કરવાની તૈયારીમાં હતા, તેવામાં સ્મશાનના રખેવાળ ચંડાલે આવી તે પલંગ માંગ્યો. છોકરાઓએ આપવાની ના પાડવાથી ચંડાલ સાથે મોટો કજીયો થઈ પડ્યો. તે ચંડાળ અગ્નિસંસ્કાર કરવા દેવાની ના પાડવા લાગ્યો. આમ પરસ્પર કજીયો થતો જોઈને સગાવ્હાલાઓ ધનપ્રિયના પુત્રોને કહેવા લાગ્યા, ‘ઢેડ સાથે કલહ કરવામાં આપણે કદી ફાવીએ નહિ. વળી સ્મશાનમાં મૃતદેહને પહેરાવેલ તથા વીટેલ કપડાઓ ચંડાળ જ લઈ જાય છે. માટે હવે પલંગ પણ તેને દઈ ઘો. સ્મશાન સુધી પલંગ સાથે લાવીને તમે પિતાનું વચન પણ પાળ્યું. હવે તે લોકો ભલે લઈ જાય.’ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ધન્યકુમાર ચરિત્ર સગા સ્નેહીજનોની શિખામણથી તે પલંગ તેઓએ ઢેડને આપી દીધો. ચંડાળ તે પલંગ લઈ બજારમાં વેચવા આવ્યો. શહેરીઓ સર્વે “આ તો મરણ પામેલાનો પલંગ છે.” એમ ધારી વેચાતો લેવાની ના પાડવા લાગ્યા. હોંશિયાર માણસો પણ મૃતકની શય્યાને અશુભ શુકન સૂચવનારી માનીને અંદરના રહસ્યથી અજ્ઞાત હોવાને લીધે તે પલંગ વેચાતો લેવાની ના પાડી ચાલ્યા ગયા. આ સમયે ધન્યકુમાર પોતાના ભાગ્યની પરીક્ષા કરવાને માટે વ્યાપાર કરવા ત્યાં જ આવી ચડ્યો. આમતેમ જોતાં તે પલંગ તેની દૃષ્ટિએ પડ્યો. લેપ રાળથી ઢાંકી દીધેલી તડ, અતિશય ભાર તથા પાયા વગેરેની જાડાઈ ઈત્યાદિ જોઈને બુદ્ધિથી તે પલંગ અમૂલ્ય ચીજથી ભરેલ જાણી સોનાના સાત ભાષા આપી ધન્યકુમારે તે ખરીદ કર્યો. પછી મજૂર પાસે તે પલંગ ઉપડાવી પોતાનાં ઘેર લાવી ગુણવાન ધન્યકુમારે માતા, પિતા, વડીલબંધુઓ ઇત્યાદિ સર્વને તે દેખાડ્યો. પુત્ર પ્રત્યેની મમતાના કારણે ધનસારે કાંઈ પૂછ્યું નહિ. સસરાના કહેવાથી સર્વ વહુઓ તે પલંગ ઉતાવળથી ઉપાડી ઘરમાં લઈ જતી હતી. તેવામાં તે ઉંચો નીચો થવાથી તેના ભાગો છૂટા પડી ગયા. એટલે તરત જ પલંગમાંથી જાણે ધન્યકુમારની લક્ષ્મી હોય તેમ રત્નો જમીન પર પડતાં આખો ઓરડો તેજસ્વી રત્નોથી પ્રકાશિત થઈ ગયો. તેજસ્વી તથા મહામૂલ્ય રત્નો જોઈને સ્નેહી-સંબંધીઓ ધન્યકુમારની સ્તુતિ કરવા લાગ્યા, “અહો ! આ ધન્યકુમાર કેવો ભાગ્યશાળી તથા બુદ્ધિમાન છે ? ખરેખર આ પુત્ર તો કુળદીપક જાગ્યો. તેણે યાચકોને દાનથી, ઘરને ધનથી, ત્રણ જગતને યશથી, મિત્રોને હર્ષથી તથા ભાઈઓને ઈર્ષ્યાથી ભરી દીધા છે.' Page #38 -------------------------------------------------------------------------- ________________ પુણ્યનો પ્રભાવ આમ ધન્યકુમારના પુણ્યથી આકર્ષાયેલા સ્વજનો સૂર્યની માફક ધન્યકુમારનું બહુમાન કરવા લાગ્યા, પરંતુ સ્વાભાવિક દોષદૃષ્ટિવાળા તે ત્રણે મોટા ભાઈઓ ઉપર તેની કાંઈ અસર થઈ નહિ. સગાવ્હાલાઓ પાસેથી ધન્યકુમારના યશોગાન સાંભળીને તે ત્રણે ઈર્ષ્યાથી બળવા લાગ્યા. અદેખાઈથી જલતા તે પુત્રોને બોલાવી ધનસારે ફરી શિખામણ આપતાં કહ્યું, “હે પુત્રો ! ઇર્ષ્યાને ત્યજીને ગુણોને ગ્રહણ કરતાં શીખો.' કારણ કે, “કચરામાંથી ઉત્પન્ન થવા છતાં કમળ ગુણ (દોરા)ને લીધે, શું હૃદય પર ધારણ કરવામાં આવતું નથી? અને ચંદ્ર જેવો રાત્રીનો રાજા પણ પાનો દ્વેષી હોવાથી (પદ્મને રાતના સંકોચી નાંખે છે તેથી) શું ક્ષય પામ્યા વિના રહે છે ખરો?' માટે જે માણસો ઈર્ષ્યાથી ગુણીના ગુણ ગાતા નથી, તે શુદ્ર માણસો આચાર્ય રૂદ્રસૂરિની જેમ મોટા સાધુ સમુદાયના સ્વામી છતાં વિટંબના પામી પરભવમાં દુઃખી થાય છે.” ધન્યકુમારનાં ત્રણેય ભાઈઓ લોકલજ્જાના કારણે બહારથી અનુકૂળ થઈ ધન્યકુમારની સાથે થોડો સમય તો સારો સંબંધ Page #39 -------------------------------------------------------------------------- ________________ 30 ધન્યકુમાર ચરિત્ર રાખતા તથા પરસ્પર શિષ્ટાચાર જાળવીને ઘરનું કામકાજ બરાબર કરવા લાગ્યા. એક દિવસ પ્રતિષ્ઠાનપુરનાં રાજ્યની હદમાં આવેલા સમુદ્રના કિનારે બંદર પર એક મોટું વહાણ પવનથી ખેંચાઈને આવી ચડ્યું. તે વહાણનો સ્વામી રસ્તામાં મરી ગયો હતો, વહાણના વ્યાપારી પ્રવાસીઓએ રાજા પાસે આવી વિનંતી કરી, “સ્વામી ! અમારા વહાણનો માલિક રસ્તામાં જ મરણ પામ્યો છે. તેને કોઈ સગાવહાલા નથી. સ્વામી વિનાનું ધન રાજાને મળે છે, તેથી આ સઘળું દ્રવ્ય આપ હસ્તગત કરો અને વહાણમાં જે કાંઈ અમારું હોય તેનો ભાગ વહેંચી આપ અમને આપી દો.' રાજાએ કરિયાણાની માલિકી નક્કી કરી તે વહાણના વેપારીઓને પોષાકથી સત્કાર કરી, સૌનો માલ આપી દઈ વિસર્જન કર્યા. એટલે તે વહાણમાં સાથે આવેલા સર્વ વ્યાપારીઓ પ્રવાસને યોગ્ય વસ્તુઓ લઈને પોતપોતાના સ્થાનકે ગયા. ખારવાઓ તે વહાણને બાળકની માફક ધીમે ધીમે ખેંચીને સમુદ્રના પ્રવાહમાંથી નદી માર્ગે શહેર તરફ લાવ્યા. રાજાના આદેશથી વહાણમાંની વેચવાને યોગ્ય સર્વ ચીજો ખારવાઓએ નીચે ઉતારી. ત્યારબાદ બીજી જે જે ચીજો તેમાં હતી, તે પણ કાઢીને જમીન ઉપર લઈ આવ્યા. એટલે વહાણના તળીઆમાંથી ખારી માટીથી ભરેલા હજારો માટીના લોટાઓ નીકળ્યા. રાજા વગેરે સર્વ લોકો તે જોઈને મનમાં વિચારવા લાગ્યા. આ વહાણના માલિકના નગરમાં જરૂર આવી માટીની તાણ હોવી જોઈએ, તેથી જ કોઈક બંદરમાંથી આ મીઠાથી ભરેલા લોટા લઈ લીધા જણાય છે.” રાજાએ પ્રતિષ્ઠાનપુરના શ્રીમંતોને બોલાવીને બધી વેચવાની ચીજો બતાવીને કહ્યું કે, “આ વહાણની ચીજો તમને કોઈને ખોટ Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૧ પુણ્યનો પ્રભાવ ન જાય તેવી રીતે વેપારી વર્ગમાં કિંમત દઈને તમે લઈ જાઓ, એટલે તેની અંદરથી તમને સહુ સહુના ભાગ પ્રમાણે લાભ મળશે.' રાજાનું કહેવું સાંભળીને વેપારીઓ પરસ્પર વિચારવા લાગ્યા કે, “રાજાને વેચવાની આ સર્વ ચીજો બધા વ્યાપારીઓને બોલાવીને વહેંચી દઈએ, એટલે રાજાને આપવાની કિંમત સર્વે મળીને આપી દેવાય. એક માણસથી આટલો બધો બોજો ઉપાડી શકાય નહિ. માટે આવતી કાલે બધા વ્યાપારીઓને બોલાવી યોગ્યતા પ્રમાણે વહેંચીને આપણે લઈ જઈશું.” આ પ્રમાણે વિચાર કરી રાજાને કહીને સહુ સહુને ઘેર ગયા. પછી સવારના ફરી બધા વ્યાપારીઓ મળ્યા ત્યારે એક જણે કહ્યું, ધનસારના ઘેરથી કોઈ આવ્યું નથી, માટે તેને પણ આપણે આમંત્રણ આપવું જોઈએ. એટલે તેઓએ ધનસારના ઘેર તેને બોલાવવા એક માણસને મોકલ્યો, ધનસારે પોતાના ત્રણેય મોટા પુત્રોને જવાની આજ્ઞા કરી, એટલે હૃદયમાં ઈર્ષ્યાથી બળતા તેઓએ કહ્યું, “પિતાજી ! અમને શા માટે મોકલો છો ? આપના હોંશિયાર પુત્રને શા માટે મોકલતા નથી ? તેને મોકલો, એટલે વસ્તુને લેવામાં તેની કેટલી પ્રવીણતા છે તે તો જણાય ? તમે હિંમેશા તેની પ્રશંસા કરો છો તો પરીક્ષા કરવાનો આ યોગ્ય અવસર મળી આવ્યો છે, માટે આપ તેને જ મોકલીને લાભ મેળવો!” પુત્રોનું વચન સ્વીકારીને ધનસારે ધન્યકુમારને મોકલ્યો. સરળતાનો ભંડાર ધન્યકુમાર પિતાનો આદેશ પોતાના મસ્તક પર વિનયપૂર્વક ચડાવી પરિવાર સહિત સારા શુકનથી ઉત્સાહ પામીને ત્યાં ગયો. બધા વ્યાપારીઓ પોતપોતાના ધંધાને યોગ્ય વસ્તુઓ છૂટી પાડી પાડીને લેવા લાગ્યા. પરીક્ષા કરવામાં શ્રેષ્ઠ ધન્યકુમાર સર્વ ચીજો ઉપર આંખો ફેરવતો મૂંગો મૂંગો ઉભો રહ્યો. જ્યારે પેલા મીઠાથી ભરેલા લોટાઓ વહેંચવાનો Page #41 -------------------------------------------------------------------------- ________________ ધન્યકુમાર ચરિત્ર વખત આવ્યો, ત્યારે તે લેવા માટે કોઈએ હાથ લંબાવ્યો નહિ. બધા ભેગા થઈને પરસ્પર ગૂસપૂસ વાતો કરવા લાગ્યા, “આ અજાણ્યો ધન્યકુમાર ઠીક આવી ચડ્યો છે, તેથી તેને જ આ પકડાવી દ્યો, એ બાળક હોવાથી તેને ઉપયોગી કે નિરુપયોગી વસ્તુનું જ્ઞાન નથી. આપણે યુક્તિપૂર્વક બાળકને યોગ્ય વસ્તુ બાળકને જ આપીએ.” આમ વિચારીને તેમણે ધન્યને કહ્યું, “ભાઈ ધન્યકુમાર ! તું લઘુવયમાં પહેલી જ વાર વેપાર કરવા આવ્યો છે, માટે મંગળરૂપ આ માટીના લોટા જ લઈ જા, કારણ કે શરૂઆતમાં થોડી મહેનત આપે તેવી ચીજોમાં થોડું ધન જ રોકવું, પછી રહેતાં રહેતાં તેમાં ઉમેરો કરતા જવું, એમ કરતાં કરતાં બુદ્ધિ ખીલતી જશે અને બુદ્ધિમાં વિભ્રમ થવાનો સંભવ પણ નહિ રહે.” કહ્યું છે કે, “નાની શરૂઆતો હંમેશા સુખકર્તા નિવડે છે.” વળી એનું દ્રવ્ય પણ રાજાને થોડું જ આપવું પડશે. લેણા પૈસા લેવામાં રાજા ઉતાવળ કરે છે અને વસ્તુ તો યોગ્ય સમયે વેચાય છે, તેથી જો દેવું થોડુંક હોય તો જલ્દી આપી શકાય છે. તારા પિતાશ્રી પણ આમ કરવાથી અમારા ઉપર પ્રસન્ન થશે. - હૃદયના કપટ પૂર્વક બહારથી મીઠું બોલતા તે વ્યાપારીઓને જાણીને, તેમની વાત સાંભળીને ધન્યકુમારે શિષ્ટાચાર પ્રમાણે જવાબ આપ્યો, “મોટા વડિલો તો આવા જ જોઈએ, આપ જેવા વૃદ્ધો તો બાળકોને શિખામણ જ આપે, આપના જેવા વડિલોની કૃપાથી મારા સર્વ મનોરથો પૂર્ણ થશે. આ પ્રમાણે મિષ્ટ વાક્યોથી તેમને પ્રસન્ન કરીને વિસર્જન કર્યા. ધન્યકુમાર વિચારવા લાગ્યો, આ લોકોની સ્વાર્થપરાયણતા તથા દાંભિકતાની તો હદ થઈ. મને બાળક સમજીને કેવી ઠગાઈ કરવા તૈયાર થઈ ગયા ! પરીક્ષા કરવામાં મૂઢ આ વ્યાપારીઓ આ નકામી ચીજ છે, એવી બુદ્ધિથી Page #42 -------------------------------------------------------------------------- ________________ પુણ્યનો પ્રભાવ ૩૩ સર્વ વસ્તુ મારે માથે ઓઢાડી ગયા છે. સંસારમાં સ્વાર્થ વિના કોઈ કોઈનું સગુ નથી. મેં તો ધર્મની કૃપાથી સહેજમાં લાભ મેળવ્યો છે. આ પ્રમાણે વિચારી વસ્તુપરીક્ષામાં હોંશિયાર ધન્યકુમાર તે માટી જેવી દેખાતી વસ્તુ લઈને ઘેર આવ્યો. ઘેર ત્રણે મોટા ભાઈઓ પિતા પાસે જઈને ધન્યકુમારની મૂર્ખતા માટે હસીને કહેવા લાગ્યા, “પિતાજી ! જૂઓ, તમારા શાણા પુત્રની આ વ્યાપાર કરવાની કુશળતા ? જુદા જુદા દેશની, વિચિત્ર પ્રભાવશાળી, મળી ન શકે તેવી, આ દેશમાં આગળ કદી નહીં જોયેલી, ભારે મૂલ્યવાળી ભાગ્યથી જ પ્રાપ્ત થઈ શકે તેવી અસંખ્ય વસ્તુઓ તે વહાણમાં હતી. તેમાંથી જેઓ વ્યાપારની લેવડદેવડમાં કુશળ તથા ચીજોની ઉત્પત્તિ, ગુણ, મેળવણી ઇત્યાદિમાં જાણકાર છે, તે બધાએ તો પોતપોતાની ઇચ્છિત વસ્તુ પસંદ કરી લીધી અને તે વસ્તુ લઈને પોતાનું કામ કાઢી લીધું અને આપના આ વખાણેલા પુત્રે તો બીજાઓએ નહિ લીધેલા, નાખી દેવાની ધૂળ તથા મીઠાથી ભરેલા આ લોટાઓ લીધા અને તે અહીં લાવ્યો, મીઠાનો વ્યાપારી હોય તો તે પણ આને હાથ લગાડે નહીં. આપના આ ભાઈસાહેબે તો કેવળ ધૂળથી ઘર ભર્યું. માટે પિતાજી ! ગુણવાનની પરીક્ષા તો અવસરે જ થાય છે. કાકતાલીય ન્યાયે કદાચ એક બે વાર મૂર્ખ માણસે કરેલ સાહસથી સીધું પડી જાય, પણ તેટલા ઉપરથી તેની હદ ઉપરાંતની પ્રશંસા ન કરીએ.” પુત્રોને આ પ્રમાણે હાસ્ય કરતાં જોઈને જરા શંકાશીલ મને ધનસારે ધન્યકુમારને પૂછ્યું, “પુત્ર ! વહાણમાં બીજી ઘણી ચીજો વેચવાની હતી, છતાં તું આ ધૂળ તથા માટીથી ભરેલા લોટાઓ શા માટે લઈ આવ્યો ?” પિતાનું આ વચન સાંભળીને ધન્યકુમારે વિનયપૂર્વક ઉત્તર આપ્યો. “પિતાજી ! આપનાં ચરણના પ્રતાપે Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ધન્યકુમાર ચરિત્ર દરિદ્રતા રૂપી વનને બાળી નાંખનારી વસ્તુ મને હાથમાં આવી ગઈ છે. મોટા શેઠીઆઓ આ વસ્તુના પ્રભાવથી અજાણ્યા હોવાથી આ વસ્તુને નકામી સમજી લુચ્ચાઈથી મારે માથે ઓઢાડી દેવા તેઓ તૈયાર થઈ ગયા. પણ મેં તો દેવગુરૂના પ્રતાપે આ વસ્તુનો પ્રભાવ સમજી જઈને તેનો સ્વીકાર કરી લીધો છે. હવે આપ તેનો પ્રભાવ સાંભળો. આ માટી આપ સામાન્ય ન સમજતા, એના સ્પર્શથી તો લોઢું પણ સોનું બની જાય એવી આ માટી છે. આ તો પાશ્વપાષાણની ખાણમાંથી મળી આવતી, સંસારના દારિત્ર્યને હરનારી તેજંતૂરિકા નામની માટી છે. આમાંથી રતિ ભાર માટી લઈને આઠ પલ તાંબાને તેની સાથે એક રૂપ કરવાથી તાંબાનું સોનું બની જાય છે.” આમ કહીને ધન્યકુમારે તે જ વેળાએ ઉપર કહેલ ક્રિયા વડે તેણે તાંબા તથા લોઢાનું સોનું કરી બતાવ્યું, પછી એમ વારંવાર કરીને ખૂબ કિંમતી સોનું બનાવ્યું. તેથી ધનસાર અને અન્ય સ્વજનો, બહુ આનંદ પામ્યા. માત્ર મોટા ત્રણ ભાઈઓ સિવાય સર્વ સ્નેહીજનો તેની પ્રશંસા કરવા લાગ્યા. તે ત્રણે વડિલ બંધુઓ તો હૃદયમાં ઇર્ષ્યાથી બળી જવા લાગ્યા. આ સમયે ધન્યકુમારની સમૃદ્ધિ જોઈ ન શકવાથી એક ઇર્ષ્યાળુ માણસે રાજા પાસે જઈને કહ્યું, “સ્વામી, ધનસારનો પુત્ર ધન્યકુમાર બધા વેપારીઓને તથા તમને છેતરીને નજીવી કિંમત આપીને તેજંતૂરિકાથી ભરેલા માટીના લોટાઓ લઈ ગયો છે અને તે વાત કોઈને કહેતો પણ નથી. તે તેજંતૂરિકા તો આપના જેવાના કોઠારમાં શોભે, માટે તે મંગાવી લઈને આપના કોઠારમાં તે ભરવી, તો જ તે ધન્યકુમારને તેની અપ્રમાણિકતાનો યોગ્ય બદલો મળશે.” રાજા જિતશત્રુએ આ વાત સાંભળી, ને નીતિપ્રિય એવા તેણે વિચાર્યું, “મેં જ્યારે વહાણની ચીજો બધા મોટા Page #44 -------------------------------------------------------------------------- ________________ પુણ્યનો પ્રભાવ ૩૫ વેપારીઓને આપી,” ત્યારે કહ્યું હતું કે, “જે કિંમત ગામમાં ઉપજતી હોય તે મૂલ્ય તમારે મને આપવું.' હવે એવી રીતે મારે થેંક્યું ગળવું તે કાંઈ યોગ્ય ન ગણાય, પણ આ વાત તો આશ્ચર્ય ઉપજાવે તેવી છે કે, અતિ નિપુણ, વસ્તુના ગુણદોષ સમજવામાં કુશળ બની ગયેલા, જુદા જુદા દેશોમાં ઉપજતી ચીજોના જ્ઞાનવાળા અને લેવડદેવડમાં પ્રવીણ વ્યાપારીઓ પાસે ધન્યકુમાર જેવો નાનો માણસ શી ગણતરીમાં ? ને વળી મને આવીને ખોટું કહી જનારા માણસોનો વિશ્વાસ પણ શો ? માટે આ વાત તો ધન્યકુમારને બોલાવીને મારે પૂછવી તે વધારે યોગ્ય છે. આમ વિચારીને રાજાએ ધન્યકુમારને બોલાવવા માટે માણસો મોકલ્યા. તેઓ ત્યાં જઈ ધનસારને કહેવા લાગ્યા, ‘આપના પુત્ર ધન્યકુમારને મહારાજા બોલાવે છે.' ધનસારે ચિંતાપૂર્વક પુત્રને કહ્યું, “રાજા તને બોલાવે છે.' ધન્યકુમારે કહ્યું, “મહાભાગ્યની વાત, બહુ સારું થયું. મોટા ભાગ્ય હોય તો જ રાજાને મળવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે, કેટલાકને તો રાજાનો મેળાપ કરવાને માટે પ્રપંચો કરવા પડે છે અને મને તો રાજાએ પોતે જ બોલાવ્યો છે. આપની કૃપાથી સર્વ સારા વાનાં થશે, આપે કાંઈ પણ શંકા લાવવાની જરૂર નથી.” આમ કહીને વસ્ત્ર તથા અલંકાર સજીને પોતાની સાથે યોગ્ય સેવકોને લઈને તે રાજા પાસે ગયો. ત્રણે મોટા ભાઈઓ રાજાના આમંત્રણની વાત સાંભળીને અંદર અંદર બોલવા લાગ્યા, “જોયું ! કીડી ભેગું કરે અને ભોરીંગ ભોગવે. એવી જે લોકમાં કહેવત ચાલે છે, તે કેવી સાચી પડી ? આપણા ભાઈશ્રીએ કાળા ધોળા કરીને અહીંતહીંથી જે ધન ભેગું કર્યું છે, પણ તે આગલું પાછલું સર્વ દ્રવ્ય રાજા એક સપાટે ઘસડી જશે. આના પાપે આપણું ધન પણ નાશ પામશે ! આમ છતાં Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૬ બાપા તો ધન્યકુમારના ગુણ જ ગાયા કરે છે. ધન્યકુમાર રાજસભામાં જઈને, રાજા પાસે ભેટ મૂકી, નમસ્કાર કરી તેમના આદેશથી એક આસન ઉપર બેઠો. રાજા પણ રૂપ, વય તથા ચતુરાઈથી ભરપૂર, ભાગ્યશાળી ધન્યકુમારને જોઈને પ્રસન્ન ચિત્તે કહેવા લાગ્યો, ‘ધન્યકુમાર ! તું કુશળ છે ?' ધન્યકુમારે કહ્યું, ‘દેવગુરૂ તથા ધર્મના પ્રભાવે તેમજ આપના પ્રતાપે કુશળ છું, કુશળતાનું કારણ પૂર્વની પુણ્યાઈ છે અને તે ધર્મને આધીન છે. મારા મહાભાગ્ય કે આજે આપ મહારાજાએ પોતે મોટી કૃપા કરી મને સંભાર્યો, મારા સુખમાં સુખ ભળ્યું અને હવે તો તેમાં કોઈ ન્યૂનતા પણ ન રહી.’ ધન્યકુમાર ચરિત્ર ધન્યકુમારના આવા ઉત્તમ શબ્દોથી સંતુષ્ટ થઈ રાજાએ કહ્યું કે, ‘ધન્ય ! પેલા વહાણમાંની વેચવાની ચીજોમાંથી તેં કાંઈ ભાગ લીધો કે નહિ ?’ ‘મહારાજ ! આપની જેવી મારા ઉપર કૃપા છે, તેવો ભાગ પણ મને મળ્યો છે.’ ‘કઈ રીતે ?' જવાબમાં ધન્યકુમારે મૂળથી માંડીને સર્વ હકીકત સરળતાથી રાજાને કહી સંભળાવી અને કહ્યું, ‘મહારાજ ! આ વસ્તુ તદન નકામી છે' એમ નિશ્ચય કરીને મને બાળક જાણી મારે માથે ડિલ વ્યાપારીઓએ માયાથી આ વસ્તુ ઓઢાડી દીધી. કિંમત પણ તેઓએ જ નક્કી કરી આપી, મેં તો દેવ-ગુરૂ અને ધર્મના પ્રભાવે તે ચીજ ઓળખી લઈને તેમણે આપેલું પ્રમાણ કહી સ્વીકારી લીધું. આવી રીતે વહાણમાંનો ભાગ મને મળ્યો છે. મારા ભાગમાં આવેલ તેજંતૂરી મોટા જથ્થામાં હજુ પડી છે, તેને માટે આપ જે આજ્ઞા કરો તે મારે શિરસાવંદ્ય છે. ધન્યકુમારની Page #46 -------------------------------------------------------------------------- ________________ પુણ્યનો પ્રભાવ ૩૭ આવી ન્યાયયુક્ત વાત સાંભળી, હસીને રાજા જિતશત્રુએ સભામાં બેઠેલા સર્વ કોઈને કહ્યું, ‘જગતમાં બીજાનું સુખ જોઈને થતી ઇર્ષ્યાનો પ્રભાવ તો જુઓ ! પોતાના અજ્ઞાનથી વસ્તુના ગુણો સમજી ન શકવાથી અમુક ચીજમાં પોતાનું કાંઈ વળે તેમ નથી, એમ સમજીને તે વેપારીઓએ કપટપૂર્વક તે ધન્યકુમારને ઓઢાડી દીધી, તે વખતે તેઓએ તો ચોક્કસ એમજ ધાર્યું હશે કે આવી ફેંકી દેવા યોગ્ય વસ્તુ તો આ બાળક જ સ્વીકારે, જો તેનો બાપ આવ્યો હોત તો કદી તેવી ચીજ લેત નહિ, ઠીક થયું કે ધનસારે આ બાળકને મોકલ્યો. માટે આપણા માથેથી ઉતરેલી વસ્તુ બીજાના માથા ઉપર ભલે પડે !' આવી ખરાબ દાનતથી ધન્યકુમારને તે ચીજ ઓઢાડી દઈને પોતાની જાતને વિચક્ષણ માનતા તે વેપારીઓ પોતપોતાને મનગમતી ચીજો લઈ ગયા. તે સર્વેએ પોતાના સ્વાર્થને આગળ કરી જરાપણ દયાપૂર્વક વિચાર કર્યો જ નહીં. વિચક્ષણતાથી મૂંગા રહેલ આ ધન્યકુમારને દુર્જનતાનો ખેલ જોતાં અચાનક પોતાને ઇષ્ટ વસ્તુ મળી ગઈ. ભાગ્યયોગે ધન્યકુમારને હાથ તો આ ચીજ અચાનક ચડી ગઈ છે, તેમાં કાંઈ કોઈએ તેની ઉપર ઉપકાર કર્યો નથી. દુર્જન માણસોએ ધન્યકુમારને જે ઉદ્વેગ કરાવવા માટે કર્યું હતું, તે સર્વ પોતાના ભાગ્યના યોગે ધન્યકુમારને સુખ કરનાર થઈ પડ્યું છે. તે સુખ તથા સૌભાગ્ય જોઈ ન શકનાર ઇર્ષ્યાળુ દુર્જન માણસો મને પણ ભંભેરવા ચૂક્યા નહિ, પરંતુ એવી અનીતિ કરવી એ મને બિલકુલ ઉચિત લાગતું નથી. કારણ કે, અનીતિથી આ ભવમાં રાજ્ય નાશ પામે છે અને પરભવમાં દુર્ગતિમાં પડવું પડે છે. અગાઉથી તે વેપારીઓએ તથા મેં જો આ તેજંતૂરી છે એમ જાણ્યું હોત તો તે ધન્યકુમારને આપવાની વૃત્તિ કદી પણ કરી ન હોત, માટે પોતાના ભાગ્યના યોગે મેળવેલ ધન ભોગવવાને Page #47 -------------------------------------------------------------------------- ________________ ધન્યકુમાર ચરિત્ર યોગ્ય ધન્યકુમાર જ છે. તેથી હું પણ આજ્ઞા કરું છું કે ધન્યકુમાર સુખેથી તે ભોગવે ! આ રીતે સભા સમક્ષ ધન્યકુમારના ભાગ્યની પ્રશંસા કરીને રાજાએ તેના ઉપર કૃપા બતાવી. તે અવસરે ધન્યકુમારે ઉઠીને પ્રણામપૂર્વક કહ્યું, “આપ મહારાજાની આ સેવક ઉપર મોટી કૃપા થઈ.' ત્યારબાદ વસ્ત્ર, અલંકાર, માન-સન્માન વગેરેથી ધન્યકુમારનું બહુમાન કરીને રાજા જિતશત્રુએ તેને કહ્યું, “હે ધન્ય ! તારે આજથી હંમેશા મારી રાજસભામાં આવવું. તારા જેવાથી જ મારી સભાની શોભા છે.' ' પછી રાજાએ મંત્રી, સામંત વગેરેને આદેશ કરી દીધો, “મારી સભામાં તમારે સર્વેએ સાચા ખોટાનો ન્યાય કરવામાં કુશળ, બુદ્ધિના ભંડાર ધન્યકુમારનો મત પૂછી તેની ઇચ્છાને અનુકૂળ કાર્ય કરવું.” આ પ્રમાણે કહ્યા પછી રાજાએ ધન્યકુમારને વિદાય કર્યો. રાજાએ આપેલ વસ્ત્ર તથા અલંકાર સજીને, ધન્યકુમાર રાજાને પ્રણામ કરી, તેણે આપેલ વાહનમાં બેસી ઘર તરફ જવા નીકળ્યો. ઢોલ વગાડનારા, ધજાવાળા તથા ભાટચારણ વગેરેને રાજાએ આજ્ઞા કરી દીધી કે, “તમારે હંમેશાં ધન્યકુમારને આડંબરપૂર્વક સભામાંથી લઈ જવા તથા લાવવામાં સાવધાન રહેવુ.” ત્યારબાદ રાજાની આજ્ઞા પ્રમાણે ઠાઠમાઠ સહિત બજારમાં થઈ, ઘેર આવીને ધન્યકુમારે પિતાને નમસ્કાર કર્યા. પિતા પણ તેને મળેલ રાજ્યમાનની વાતો સાંભળીને રાજી થયા. ધનદત્ત આદિ ધન્યકુમારના ભાગ્યહીન વડિલ ભાઈઓ તો ઈર્ષ્યાથી તે સમયે ગાંડા જેવા બની ગયા. આખા ગામમાં મોટા મોટા ડાહ્યા તથા વિદ્વાનો તરફથી મળતા માનને લીધે, પુણ્યના તેજથી, યશ તથા કીર્તિના પ્રભાવે તથા મિત્રો ઉપરના અસાધારણ પ્રેમના યોગે ધન્યકુમારના શત્રુઓ લગભગ કોઈ જ રહ્યા નહિ. Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૯ પુણ્યનો પ્રભાવ રાજાની કૃપાને પાત્ર બનેલ તથા પ્રધાન-અમાત્યને પૂજવાને યોગ્ય બનેલ ધન્યકુમારની રાજસભામાં અને નગરમાં જાણે બીજો રાજા જ હોય તેવી પ્રશંસા થવા લાગી. કેટલોક સમય વીત્યા બાદ એક દિવસ રાજાને પ્રણામ કરી, સભામાંથી ઉઠી દિવ્ય વસ્ત્રો તથા અલંકારોથી સર્જિત ધન્યકુમાર પાંચ પ્રકારના વાજીંત્રોના નાદ સાથે રાજમાર્ગ ઓળંગી પોતાના ઘર તરફ આવતો હતો. તે સમયે ભાતભાતના મણિ મોતીના ઝુમખા વગેરેથી સુશોભિત આસનવાળા વાહનમાં તે બેઠો હતો. જુદા જુદા દેશથી આવેલ ભાટો આગળ ચાલી તેનો યશ ફેલાવી રહ્યા હતા. ચારે બાજુથી હજારો સામંત તથા શેઠીઆઓ તેને વિનયપૂર્વક પ્રણામ કરી રહ્યા હતા. આસપાસ આવતા ગરીબ તથા અપંગ માણસોને તે દાન દેતા હતો. હાથી, ઘોડા તથા સુભટોથી પરવરેલો હતો. જુદા જુદા દેશોમાં ઉત્પન્ન થયેલા અને રત્ન અલંકારોથી સુશોભિત તેજસ્વી ઘોડાઓ તેની આગળ નાચ કરી રહ્યા હતા. આવી રીતે ઠાઠમાઠ સાથે આવતા ધન્યકુમારને તેના ત્રણે ભાઈઓએ પોતપોતાનાં મકાન ઉપર ઉભા ઉભા આશ્ચર્યપૂર્વક જોયા. આ સમયે લોકો બોલવા લાગ્યા, “ભાઈઓ ! પૂર્વજન્મમાં કરેલા પુણ્યનું ફળ તો જુઓ ! સૌથી નાનો છતાં આ બાળ ધન્યકુમાર વૃદ્ધોને પણ માન આપવાને યોગ્ય બન્યો છે, માટે મોટાઈનું કારણ વય નહિ, પરંતુ પુણ્યનું તેજ છે.' કહ્યું છે કે, તેજસ્વી માણસોની વય જોવાની જરૂર જ રહેતી નથી. નાનો છતાં તેજસ્વી હોય તો તે પ્રશંસાને પાત્ર બને છે. કારણ કે, હસ્તી મોટા શરીરવાળો છતાં અંકુશને વશ થાય છે. તેથી શું અંકુશ હસ્તી જેવડો હોય છે? નાનો સરખો દીવો મહાઅંધકારનો નાશ કરે છે, તે અંધકાર તથા દીવો સરખા હોય છે ? વજ જેવી Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪) ધન્યકુમાર ચરિત્ર ચીજથી મોટા પર્વતો પડી જાય છે, તે વજ શું પર્વત જેવડું હોય છે ? માટે જેનામાં તેજ હોય તે લઘુ છતાં બળવાન છે, એમાં સ્થૂલ કે નાનું ક્લેવર કારણ નથી. માટે જ ધન્યકુમાર નાનો છતાં કુળને ઉજાળનારો થયો, ત્યારે તેના ત્રણ ભાઈઓ શરીર તથા વયમાં સ્થૂળ હોવા છતાં કાંઈ કરી શકે તેવા નથી. ફક્ત ધન્યકુમારની કૃપાથી જ તેઓ પેટનું પૂરું કરે છે.' નગરજનોનાં આવાં વચનોને સાંભળીને હિમથી જેમ નવા અંકુરો બળી જાય તેમ અદેખાઈથી સળગી જતા ધનદત્ત, ધનદેવ તથા ધનચંદ્ર હૃદયના કૂરભાવે આ પ્રમાણે વિચારવા લાગ્યા. ધન્યકુમાર જીવતો રહેશે ત્યાં સુધી આપણો ભાવ કોઈ પૂછે તેમ લાગતું નથી. સૂર્ય પૂર્ણ તેજસ્વી બનીને ઝળહળતો હોય ત્યારે અથવા સૂર્યનો ઉદય થતો હોય ત્યારે તારાઓનું તેજ ટકી શકે ખરૂં ? આ બાબતમાં આપણો નાનો ભાઈ છે, એમ ધારીને તેની ઉપેક્ષા કરવી તે ઠીક લાગતું નથી. શરીરમાં ઉત્પન્ન થયેલા વ્યાધિને ઉવેખી મૂકવાથી તે દુઃખી કર્યા વિના રહે ખરો ? માટે હવે તો દયાને એક બાજુએ મૂકીને જો આનો નાશ કરીશું તો જ આપણા તેજની કિંમત થશે. દીવો પણ વાટ સંકોરવાથી જ દીપી નીકળે છે.' આ મુજબ તે ત્રણે ભાઈઓએ પરસ્પર વિચાર કરીને ધન્યકુમારનું અહિત કરવાનો નિશ્ચય કર્યો. તેઓએ ગુપ્ત રાખવા માગેલ આ વિચાર કાંઈક બુદ્ધિની પ્રગભતાથી તથા કાંઈક તેમના શરીરની ચેષ્ટાઓથી ધન્યકુમારના જાણવામાં આવી ગયો. બુદ્ધિશાળી માણસો પાતાળમાં રહેલા પાણીને પણ શું નથી જાણતા ? કહ્યું છે કે, આકાર, નિશાની, ચેષ્ટા, ભાષણ, ભવાં, આંખ અને મુખના વિકારથી અંદરનું મન વિદ્વાન મનુષ્યોથી જાણી શકાય છે. કારણ કે, કહેલા અર્થને તો પશુઓ પણ સમજી શકે છે, હાથી ઘોડા પણ :: ના, Page #50 -------------------------------------------------------------------------- ________________ પુણ્યનો પ્રભાવ ૪૧ પ્રેરણા કરવાથી ચાલે છે, પરંતુ પંડિત માણસો તો કહેવામાં ન આવેલ વાત પણ સમજી શકે છે, કેમ કે બીજાની ચેષ્ટા વગેરે જોઈને તેનું મન સમજી શકવાની શક્તિ તેનું નામ જ બુદ્ધિનો ચમત્કાર છે.” ધન્યકુમારના ગુણોથી આકર્ષાયેલી તેની ભોજાઈઓએ પોતાના પતિ પાસેથી સાંભળેલી આવી દુષ્ટ વૃત્તિના વડિલ ભાઈઓના મનમાં રહેલી વાત ધન્યકુમારને એકાંતમાં કહી અને વિશેષમાં તે ભાભીઓએ પુણ્યવાન ધન્યકુમારને સ્નેહપૂર્વક જણાવ્યું, “હે દિયરજી તમારે સાવધાનીથી રહેવું. તમારા તે વડિલબંધુઓ પોતાના ખરાબ સ્વભાવથી તથા અદેખાઈને દોષથી મૂઢ બની ગયા છે.” કહ્યું છે કે, “સર્પ ક્રૂર છે, તેમજ ખલ માણસ પણ ક્રૂર છે. પરંતુ તે બેમાં ખલ તથા ઈષ્ય વધારે ક્રૂર છે. કારણ કે સર્પ તો મંત્રથી પણ શાંત થાય છે, પરંતુ ખલ તથા ઈર્ષ્યાળુ માણસને શાંત કરવાનો તો કોઈ ઉપાય જ નથી. માટે તમારે તેમનો વિશ્વાસ કરવો નહિ.' ભાભીઓનું કહેવું સાંભળીને ધન્યકુમારે વિચાર્યું કે, “ધિક્કાર હો તેવા પુરુષોને ! કે જેઓ વિવેકરૂપી સરોવરમાં સાચું ખોટું સમજવાના ગુણમાં હંસ જેવા છતાં કલહથી દૂર રહેવાને બદલે પોતાના સગા-વહાલામાં જ ઉલટો કલહ પ્રદીપ્ત કરે છે. ગુણવાન હોવા છતાં મારા ત્રણે મોટા ભાઈઓ હું અહીં રહીશ ત્યાં સુધી મારા પુણ્યની ઇર્ષ્યાથી સુખમાં રહી શકે તેમ લાગતું નથી, કારણ ન હોય તો કાર્ય પણ ઉપસ્થિત ન થાય, માટે બધી રીતે જોતાં હવે અહીં રહેવું યુક્ત નથી. માટે હું કોઈ બીજા દેશમાં ચાલ્યો જાઉં. એજ મારા માટે યોગ્ય છે. દેશાટનથી ચતુરાઈ પણ જરૂર વધશે.” કહ્યું છે કે, “દેશ-વિદેશમાં પ્રવાસ, પંડિતો સાથે મિત્રતા, વેશ્યાનો પ્રસંગ, રાજ્યસભામાં પ્રવેશ તથા અનેક શાસ્ત્રોનું Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪ ૨ ધન્યકુમાર ચરિત્ર અવલોકન, એ પાંચ વસ્તુઓ વિવેકપૂર્વક વ્યવહારમાં લેવાય તો ચતુરાઈનાં મૂળ કારણો છે. પ્રવાસ કરવાથી ભાતભાતના ચરિત્રો જોવામાં આવે છે, સજ્જન દુર્જન માણસો વચ્ચેનો તફાવત સમજવામાં આવે છે. તેમજ આત્માની શક્તિ પણ ખીલે છે, માટે પૃથ્વી પર્યટન કરવું. કળામાં કુશળતા, ભાગ્યબળ તથા સ્થિરતા તથા બુદ્ધિનો વૈભવ એ બધાયને માટે દેશાંતર એ એક કસોટી સ્થાન જેવું છે. ખરા ભાગ્યશાળી તો તે માણસો જ છે કે, જેઓને મનને આહ્માદિત કરે તેવા ખજાનાની માફક કૌતુકો પગલે પગલે જોવા મળે છે.” વળી બુદ્ધિશાળી ધન્યકુમારે વિચાર્યું કે, “વડિલબંધુઓ આજે ખલવૃત્તિને આશ્રય કરનારા બન્યા છે, તો મારે હવે એ લોકોના સંસર્ગમાં રહેવું તે હિતાવહ નથી. કારણ કે હાથીથી હજાર હાથ છેટે રહેવું, ઘોડાથી સો હાથ છેટે રહેવું, શીંગડાવાળા અન્ય જનાવરોથી દશ હાથ છેટા રહેવું અને દુર્જનોથી તો દૂર થઈ પરદેશમાં જ ચાલ્યા જવું.” આવો ડહાપણપૂર્વકનો મનમાં વિચાર કરીને જેમ રાત્રે પક્ષીઓ માળા તરફ જવાને આતુર બની જાય તેવી રીતે પરદેશમાં પ્રયાણ કરવાને માટે ધન્યકુમાર પણ આતુર બની ગયા. એક અવસરે તેમના એક સંબંધી શ્રીમંતના ઘેર ઉત્સવ હતો, તેથી માતા-પિતા ઈત્યાદિ ઘરના માણસો આખો દિવસ ઉત્સવમાં ગૂંથાયેલા હોવાથી, જવા આવવાની દોડાદોડ તથા કામની ધમાલથી થાક્યા પાક્યા રાત્રીના સમયે તે બધા સુખેથી ઘોર નિદ્રામાં પડ્યા હતા. ને રાત્રીનું જ્યારે વાતાવરણ શૂન્ય હતું, કોઈ જાગતું ન હતું, ત્યારે ધન્યકુમાર નવકાર મહામંત્રનું સ્મરણ કરતો ઘરની બહાર નીકળી માળવા તરફ ચાલી નીકળ્યો. Page #52 -------------------------------------------------------------------------- ________________ ૬ અદ્દભુત નિઃસ્પૃહતા લક્ષમીને ક્રીડા કરવાને યોગ્ય સ્થળ જેવા માળવા દેશમાં ફરીને અનેક ગામડાં, શહેરો તથા વનો નિહાળતાં બપોર થતાં ધન્યકુમાર ભૂખ્યો થયો. આ સમયે એક ખેતરમાં તે ભૂખ્યો ભૂખ્યો એક વડલાના ઝાડ નીચે આરામ લેવા બેઠો. તે ખેતરમાં એક ખેડૂત ખેતી કરતો હતો. તે દિવસ કોઈ લોકઉત્સવનો હોવાથી તે ખેડૂતની સ્ત્રી ભાત, દાળ અને લાપસી વગેરે મિષ્ટાન્ન લઈને આવી. ભૂખ તથા તૃષાથી કરમાઈ ગયેલ, સુંદર આકૃતિવાળા ધન્યકુમારને જોઈને તે ખેડૂતે વિચાર્યું, “અહો ! આ સુંદર આકૃતિવાળો કોઈ સત્ત્વશાળી પુરુષ જણાય છે. તાપથી કંટાળેલો તે અહીં આરામ લે છે, ચાલ તેને ભોજન માટે આમંત્રણ કરૂં.' આમ વિચારી સરળ હૃદયના પરોપકારી ખેડૂતે ધન્યકુમાર પાસે આવી ધન્યકુમારને આદર સહિત ભોજન માટે નિમંત્રણ કર્યું. સજ્જન પ્રકૃતિના ધન્યકુમારે તે સાંભળીને તે ખેડૂતને કહ્યું, ભાઈ ! તું મારા મનની વાત સમજી ગયો તે તો ખરૂં. પરંતુ હું આ રીતે વગર પરિશ્રમનું ભોજન લેવા ઇચ્છતો નથી. સિંહ તથા સપુરુષ અન્યના પરિશ્રમનું ભોજન લેતો નથી. માટે જો તારી Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ધન્યકુમાર ચરિત્ર સંમતિ હોય તો હું થોડીવાર તારૂં ખેતર ખેડું, પછી તું જે ખાવા આપીશ તે હું અમૃત સમાન ગણીને સ્વીકારીશ; કારણ કે સારા વંશમાં ઉત્પન્ન થયેલ માણસને પોતાના હાથની કમાણી જ ગૌરવ તથા માન આપનારી છે.” ધન્યકુમારની આવી અભુત મનોવૃત્તિ જાણીને ખેડૂતે કહ્યું, “જેમ તમારી ઈચ્છા હોય તેમ કરો.' ખેડૂતની આ પ્રમાણે સંમતિ મેળવીને ધન્યકુમાર પોતે ઉઠીને તે ખેતરમાં જેવો હળ ખેંચવા ગયો, તેટલામાં તો તે ખેતરની જમીનમાં રહેલ એક પત્થર ભાગી જવાથી જમીનમાં દાટેલ નિધાનનો ચરૂ બહાર નીકળી આવ્યો. ભાગ્યશાળીને ડગલે ને પગલે વગર ઇચ્છાએ પણ લક્ષ્મી પોતાની મેળે જ આવીને ભેટે છે. માટે જ કહ્યું છે, “જેવી રીતે બાળકો પાસે સ્ત્રીઓ અંગો છુપાવતી નથી, તેવી રીતે લોભ વિનાના પુરુષની પાસે પૃથ્વી પોતાનાં ગુપ્ત નિધાનને છુપાવતી નથી - પ્રગટ કરે છે.' - સોનાથી ભરેલો તે ચરૂ જોઈને ઉદાર ચિત્તવાળા ધન્યકુમારે તરત જ તે કાઢીને ખેડૂતને સોંપ્યો, ખેડૂતે કહ્યું, “હે ભાગ્યશાળી પુરુષ ! તમે ખરેખર પુણ્યવાન છો, તમારા પુણ્યના કારણે આ અપરિમિત ખજાનો પ્રગટ થયો છે, માટે તેનો તમે જ સ્વીકાર કરો.” ધન્યકુમારે કહ્યું, “ભાઈ ! પારકું ધન કદી ન લેવાનો મેં નિયમ કર્યો છે. આ જમીન તમારી છે, માટે જેમ યોગ્ય લાગે તેમ તેની વ્યવસ્થા કરવા તમે અધિકારી છો, આ ધનમાં મારો અધિકાર નથી,' ધન્યકુમારની આવી અભુત નિઃસ્પૃહતા તથા સરળતાથી તે ખેડૂતે અતિશય આશ્ચર્ય પામી, ભક્તિ ભરપૂર હૃદયે ધન્યકુમારને કહ્યું, “પુણ્યવાન ! અનર્ગળ ધન આપીને આજે તમે મારી દરિદ્રતાનો નાશ કર્યો છે, હવે તો તમે જરૂર મારું ભોજન સ્વીકારો.” એ રીતે તે ખેડૂતના અતિશય આગ્રહથી ધન્યકુમારે તેની સ્ત્રીએ લાવેલ ભોજન કરી તેની રજા લીધી અને Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૫ અભુત નિસ્પૃહતા તે આગળ ચાલી નીકળ્યો. વિશ્વનું હિત કરનાર સજ્જન પુરુષો સૂર્યની માફક કદી પણ એક સ્થળે રહેતા નથી. ધન્યકુમારના ગયા પછી ખેડૂત વિચારવા લાગ્યો, “આવા ઉત્તમ પુરુષ પાસેથી મેળવેલું ધન જો હું નિઃશંકપણે ભોગવીશ તો ઇર્ષાળુ તથા પારકાનું ઘર ભાંગવામાં રાજી રહેનારા માણસો જાતજાતની વાતો કરશે. પરસ્પર વાત કરતાં તે લોકોની વાત વાયુવેગે રાજા સુધી પણ પહોંચ્યા વગર રહેશે નહિ, વળી રાજા પણ કાચા કાનના હોવાથી તે લોકોની વાત સાચી માની મને કેદમાં નાંખી આ સર્વ ધન કદાચ લઈ પણ લેશે અને નકામો દુઃખી થઈ જઈશ. માટે પહેલેથી જ બનેલ બીના રાજાને જણાવું અને પછી જ તેના આદેશ પ્રમાણે કરું કે જેથી ભવિષ્યમાં કોઈ મૂંઝવણ મને ન રહે.” આવો વિચાર કરી તે ખેડૂત રાજા પાસે જઈને બનેલ સર્વ હકીક્ત રાજાને કહી સંભળાવી. ખેડૂતની વાત સાંભળીને રાજા આશ્ચર્યચકિત થઈ જઈ તેને કહેવા લાગ્યો, “ભાઈ ! ખેતરમાંથી આ રીતે નિધાન નીકળ્યું, તેમાં કાંઈ નવાઈ જેવું નથી, કારણ કે પૃથ્વીમાં પગલે પગલે ચરૂઓ દાટેલા હોય છે. પરંતુ આટઆટલું અનર્ગળ ધન મેળવી તે સજ્જન પુરુષે આ રીતે ત્યજી દીધું, તે તો ભારે આશ્ચર્યની વાત છે. પૃથ્વીને રત્નગર્ભા કહેવામાં આવે છે. તે આવા પુરુષોથી જ સત્ય માની શકાય છે, ખરેખર, તારા સદ્ભાગ્ય કે આવા પુણ્યવાનના તને દર્શન થયાં, તેમજ તેમની સેવા કરવાનો પ્રસંગ પ્રાપ્ત થયો. તેણે આપેલ પ્રસાદ તને મળ્યો, તેથી પણ તને ધન્ય છે. જો તેના જેવા શ્રેષ્ઠ માણસે આ ધન તને અર્પણ કર્યું, તો પછી હું પણ તે તને જ આપું છું. પરંતુ તે ઉત્તમ પુરુષનું નામ પ્રખ્યાત થાય તેમ તારે કરવું.” આવા રાજાના શબ્દોથી ધન્યકુમારની કીર્તિનો ફેલાવો કરવા તે ખેડૂતે તે ખેતરની આસપાસ એક ગામ વસાવી તે ગામનુ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ધન્યકુમાર ચરિત્ર નામ ધન્યપુર પાડ્યું અને તે સમાચાર રાજાને જણાવ્યા. રાજાએ તે ગામની માલિકી તે ખેડૂતને આપી. એટલે તે ખેડૂત, રાજાએ આપેલ તે ગામના મુખી તરીકેનો અધિકાર પ્રાપ્ત કરી, સુખપૂર્વક રહેવા લાગ્યો અને હંમેશા ધન્યકુમારના ઉપકારને પોતાના હૃદયમાં સંભારવા લાગ્યો. આ બાજુ ધન્યકુમાર આગળ ચાલતાં અનેક શહેરો, વનો નિહાળતાં મધ્યાહ્નના અંતે હંસ જેમ માનસ સરોવર તરફ જાય તેમ દિવસ આથમવાના સમયે એક ગામ પાસે તે આવી પહોંચ્યો. સાંજના સમયે નદીના કિનારે નિશ્ચિત મને રેતીને હાથ વડે સરખી કરીને જાણે સૂઈ રહેવાને કોમળ રજાઈ પાથરેલો પલંગ હોય તેમ તેના ઉપર નિઃશંકપણે ધન્યકુમાર બેઠો. પછી ધન્યકુમાર પોતાના હૃદયમાં શ્રી સિદ્ધચક્રરૂપ કમળનું સ્થાપન કરી એકાગ્રતાથી અરિહંતાદિપદનું મનમાં ધ્યાન ધરી એક ઘડી સુધી જાપ કરીને, ચોર્યાશી લાખ જીવાયોનિમાં રહેલા જીવોને ખમાવી, અઢારે પાપસ્થાનક વોસિરાવી, ચાર શરણોનો સ્વીકાર કરી, શુભ ભાવના ભાવતા સુખે નિદ્રાધીન થયો અને એક પહોર રાત બાકી રહેતાં તે પંચપરમેષ્ઠિને સંભારતો ઉડ્યો. ‘ઉત્તમ માણસોને નિદ્રા, કલહ, આહાર, ક્રોધ તથા કામ એ પાંચે દોષો બહુ જ મંદ હોય છે.” આ સમયે શુભસૂચક શિયાળનો શબ્દ ધન્યકુમારના સાંભળવામાં આવ્યો. “ભાગ્યશાળી મનુષ્યોને પ્રાયઃ શુકનો શુભ તથા અનુકૂળ જ થાય છે.' ધન્યકુમારે એ શબ્દ સાંભળી, શુકન શાસ્ત્રનો વિચાર કરીને નિશ્ચય કર્યો કે, “દિવસના દુર્ગા પક્ષીના શબ્દનું તથા રાત્રિના શિયાળના શબ્દનું ફળ મળ્યા વગર રહેતું જ નથી.' તે તીવ્ર બુદ્ધિથી આ પ્રમાણે વિચાર કરતો હતો તેવામાં શિયાળણી બોલી, “જો કોઈ ડાહ્યો પુરુષ આ નદીના પ્રવાહમાં તણાતું શબ ખીચી કાઢી તેની કેડે બાંધેલ રત્નો લે અને શબ મને Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪ ૭ અભુત નિઃસ્પૃહતા ભક્ષણ કરવા આપે તો બહુ ઠીક થાય.” શિયાળણીના આ શબ્દોનો પશુ-પક્ષીની ભાષામાં નિષ્ણાત ધન્યકુમાર અર્થે વિચારી તરત જ ત્યાંથી ઉભો થયો અને તે શબ્દને અનુસરતો તે નદી કિનારે ગયો. “ધનાથ ભોજનાર્થી તથા કૌતુક જોવાની ઇચ્છાવાળા માણસોએ આળસ રાખવી એ મૂર્ખાઈ છે.” નદી કિનારે જઈને જોતાં તેના પુણ્યથી ખેંચાઈ આવેલ નદીના પ્રવાહમાં તણાતું શબ તેણે જોયું. પ્રવાહમાંથી તેને ખેંચી કાઢી કેડેથી રત્નો લઈને શબ તેણે શિયાળણીને આપી દીધું. “શુકનને અનુસરવાથી ફાયદો જ થાય છે.” પછી સૂવાના સ્થળે જઈને બાકીની રાત તેણે દેવગુરૂની સ્તવના કરવામાં પસાર કરી. સવાર થતાં તે આગળ ચાલી નીકળ્યો. અનુક્રમે ફરતાં ફરતાં દુર્ગમ વિંધ્યાચલને ઓળંગી મુનિ જેમ સંસારને વિંધીને મોક્ષમાં પહોંચે તેમ ધન્યકુમાર ઉજ્જયિની નગરીમાં પહોંચ્યો. આ સમયે ઉજ્જયિનીમાં ચંડપ્રદ્યોત નામનો રાજા રાજ્ય કરતો હતો. તેની આજ્ઞામાં સોળ મોટા સામંત રાજાઓ હતા. તે તલવાર ગ્રહણ કરતા કે તરત જ તેના શત્રુઓ થરથર કંપતા હતા. તે રાજા બુદ્ધિમાં અભયકુમાર જેવા મંત્રીની પોતાના માથા પરનો રાજ્યની જવાબદારીનો ભાર હલકો કરવાની ઇચ્છાએ શોધમાં હતો. તેની પરીક્ષા માટે તેણે ડાંડી પીટાવીને જાહેર કર્યું હતું કે, “જે બુદ્ધિશાળી માણસ સમુદ્ર નામના નગરની બહારના સરોવરની વચ્ચે આવેલા થાંભલાને, કિનારે ઉભા ઉભા દોરડાની ગાંઠથી બાંધી દેશે તેને રાજા મંત્રીપદ આપશે. આ વાત સાંભળીને ઘણા લોકો તે થાંભલાને બાંધવાનો ઉપાય ચિંતવવા લાગ્યા, પરંતુ કોઈની બુદ્ધિ ચાલી શકી નહિ. આ વાત બની હતી તેવા સમયે ધન્યકુમાર ત્યાં આવ્યો. તેણે ઉદ્ઘોષણાનું નિવારણ કરીને થાંભલાને બાંધવાનું કબૂલ કર્યું. Page #57 -------------------------------------------------------------------------- ________________ ધન્યકુમાર ચરિત્ર રાજપુરુષોએ રાજસભામાં પધારવાનું આમંત્રણ કરવાથી નિર્મળ બુદ્ધિવાળા ધન્યકુમારે સેવકો સાથે રાજા પાસે જઈને નમસ્કાર કર્યાં. રાજાએ પણ તેનું રૂપ તથા તેજ જોઈને વિચાર કર્યો, ‘ચોક્કસ આ ઉત્તમ પુરુષ મારા આદેશને સફળ કરશે. મારો કરેલ પ્રયાસ ફળીભૂત થવાનો સંભવ લાગે છે.' આમ વિચારી રાજા ધન્યકુમારને કહેવા લાગ્યો, ‘મારી ઇચ્છા પાર પાડી તમારી બુદ્ધિનું ફળ તમે મેળવો, તેમજ લોકોની જિજ્ઞાસા તૃપ્ત કરો.' ૪૮ પછી રાજા તથા પ્રજાજન સહિત ધન્યકુમાર જેના કિનારા ઉપર ઘણા સાગનાં વૃક્ષો રહેલાં છે, એવા સરોવરના તીરે જઈ પહોંચ્યો. ત્યાં બુદ્ધિશાળી ધન્યકુમારે કિનારે રહેલ સાગના વૃક્ષ સાથે દોરડાનો એક છેડો બાંધ્યો અને બીજા છેડાને હાથમાં રાખીને આખા સરોવરની પાળ ફરતે કર્યો. પછી ઝાડ સાથે બાંધેલો છેડો છોડી તેનો ગાળીઓ કરી, તેમાં બીજો છેડો પરોવ્યો પછી ગાળીઓ છૂટો મૂકી તેમાં પરોવેલો છેડો ખેંચવા માંડ્યો, એટલે ગાળીઓ પાણીમાં પડ્યો. પછી જેમ બીજો છેડો ખેંચતો ગયો તેમ તેમ ગાળીઓ થાંભલા નજીક ખેંચાતો ગયો, એમ કરતાં કરતાં ગાળીઆની ગાંઠ થાંભલા નજીક પહોંચી ગઈ અને થાંભલા સાથે બંધાઈ. આ પ્રમાણે સરોવરની મધ્યમાં રહેલા થાંભલાને કિનારે ઉભા રહીને તેણે ગાંઠ બાંધીને રાજાના હુકમનો અમલ કરી દીધો. આ પ્રમાણે તેની કળા જોઈને રાજા તથા અન્ય નગરજનો તેના ગુણરૂપી દોરડાથી બંધાઈ જઈ તેની પ્રશંસા કરવા લાગ્યા અને કહેવા લાગ્યા, ‘અહો કેવી આની બુદ્ધિ ! કેવો પ્રભાવ ! ન જોયેલ, ન સાંભળેલ, ન બનેલ કામ ધન્યકુમારે આજે કર્યું છે.' પછી માણસો જેમ પ્રભાતમાં સૂર્યને અર્ધ્ય આપે છે, તેમ તેના ગુણથી પ્રસન્ન થયેલા રાજાએ ધન્યકુમારને મંત્રીપદ આપ્યું. Page #58 -------------------------------------------------------------------------- ________________ અભુત નિસ્પૃહતા ૪૯ અજવાળીયું આવતાં ચંદ્રમા જેમ પૃથ્વીને પોતાના તેજથી ઝળહળાવી મૂકે છે, તેવી રીતે ધન્યકુમાર રાજાની કૃપા પ્રાપ્ત થતાં સમસ્ત રાજ્યને પોતાની નીતિથી દીપાવવા લાગ્યો. એ રીતે ધન્યકુમાર હંમેશાં વધારે ને વધારે કીર્તિ તથા ધન મેળવતો ગયો અને મંત્રી તરીકેની પોતાની ફરજો પણ બજાવતો ગયો. એક દિવસ પોતાના મહેલની અટારીમાં ઉભો ઉભો તે ધન્યકુમાર બજારની શોભા નિહાળતો હતો, તેવામાં અમાસના ચંદ્રની માફક દુર્દેવથી હણાયેલા, ધનહીન, દીનદશાએ પહોંચેલા તથા ભૂખ તરસથી હેરાન થયેલા કુટુંબ સાથે પોતાના પિતાને ત્યાં ભમતા તેણે જોયા. તેમને જોઈ આશ્ચર્ય પામી તેણે વિચાર્યું, ખરેખર ! કર્મની ગતિ વિચિત્ર છે. કારણ કે કરોડો સુવર્ણ યુક્ત ઘર છોડી હજુ તો થોડા સમય અગાઉ જ હું અહીં આવ્યો છું, તે સર્વ દ્રવ્ય આટલા દિવસમાં કઈ રીતે નાશ પામ્યું કે જેથી આવી દશાએ પહોંચેલા મારા કુટુંબને હું પ્રત્યક્ષ જોઉં છું? કર્મથી કોઈ છૂટી શકતું નથી.' કહ્યું છે કે, “ન ધારેલ ન વિચારેલ વાતો કર્મ કરે છે અને સારી રીતે ગોઠવી રાખેલ બાજીને છિન્નભિન્ન કરી નાખે છે. આ સર્વ કર્મના ખેલ છે. મનુષ્યોનો વિચાર તેમાં કાંઈ જ કામ લાગતો નથી. કેમ કે વિધિ (કર્મ) એવું કરે છે, કે જે મનુષ્યના ચિંતનમાં આવી શકતું નથી.” આમ વિચારી પોતાના કુટુંબને આદર પૂર્વક પોતાના મહેલમાં લાવી પિતા તથા ભાઈઓને નમસ્કાર કરી સ્નાનની, વસ્ત્રની તથા ખાવાની સર્વ વ્યવસ્થા ધન્યકુમારે કરી આપી. યોગ્ય સમય મળતાં તેણે પોતાના પિતા ધનસારને પૂછયું, “પિતાજી ! ધન, કીર્તિ તથા આરોગ્ય યુક્ત આપની આવી દશા કેવી રીતે થઈ ? તે મને કહો.” ધનસારે કહ્યું, “વત્સ ! જૈન શાસ્ત્રોનો જાણકાર હોવા છતાં વૈભવ તથા ધનના નાશ સંબંધી મને પ્રશ્ન કેમ પૂછે છે ? લક્ષ્મી Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ધન્યકુમાર ચરિત્ર વગેરે વૈભવ કાંઈ મારા મેળવ્યા મળ્યા ન હતા, તેથી મારે આધીન નહોતા, તે તો શુભ કર્મના ઉદયથી મળ્યા હતા, એટલે તેને આધીન હતા. કર્મનો ઉદય બે પ્રકારનો હોય છે. પુણ્યોદય તથા પાપોદય. જ્યારે પુણ્ય ઉદયમાં આવે છે, ત્યારે ઇચ્છાએ તેમજ અનિચ્છાએ પણ ધનસંપત્તિથી ઘર ભરાઈ જાય છે, તેમજ જ્યારે પાપ ઉદયમાં આવે છે ત્યારે સારી રીતે સાચવેલ ને સચવાયેલ છતાં પણ ધન અને સંપત્તિ નાશ પામે છે. આમ હોવાથી પહેલાં પુણ્યના ઉદયને લીધે બધું અનુકૂળ થતું હતું, પછી પાપ ઉદયમાં આવતાં સર્વ નાશ પામ્યું છે. વધારે શું કહું ? સ્ત્રી પુત્રાદિ પરિવારમાં એક પણ જો ભાગ્યશાળી હોય તો તેના પુણ્યે આખું કુટુંબ સુખ અનુભવે છે અને તે ચાલી જતાં પાછુ તે જ કુટુંબ દુઃખી થઈ જાય છે. આ પ્રમાણે શાસ્ત્રમાં કહેલ વાત મેં તો પ્રત્યક્ષ અનુભવી છે.’ ધનસાર શેઠ પોતાના પુત્ર ધન્યકુમારને કહે છે, ‘વત્સ ધન્ય! કળાવાન તથા ભાગ્યશાળી તું ઘરમાંથી ગયો કે પછી થોડા સમયમાં જ કોઈ એક ચાડિયા માણસના ઉશ્કેરવાથી રાજાએ પ્રતિકૂળ બની જઈ અમને કેદમાં પૂરી ભારે દંડ કરી બધું ધન લઈ લીધું. કાંઈક ધન ચોરો ચોરી ગયા. કાંઈક આગમાં સળગી ગયું, કાંઈક પૈસા આવડત વગરના વ્યાપારમાં અવળા કર્યા, જમીનમાં દાટેલ ખજાનાઓ દુષ્ટ દેવતાઓ હરી જવાથી માટીરૂપ બની ગયા. છેવટે એવી સ્થિતિ આવી પહોંચી કે આવતી કાલે શું ખાવું તેના સાંસા પડવા લાગ્યા. ઘરમાં એક પણ દિવસનું અનાજ રહ્યું નહીં. આમ બનતાં કૃષ્ણપક્ષના ચંદ્રની માફક કળા રહિત એવા અમે સર્વે હે ભાઈ ! ભારે કષ્ટ સહન કરી તને શોધવા નીકળ્યા. પૂર્વ જન્મનાં કોઈ મહાભાગ્યના ઉદયે આજ તારાં દર્શન થયાં. તારાં દર્શનથી તથા તારો અભ્યુદય જોવાથી મારૂં સર્વ દુઃખ Page #60 -------------------------------------------------------------------------- ________________ ૫ ૧ અભુત નિઃસ્પૃહતા નાશ પામ્યું છે અને મારું હૃદય આનંદથી ઉભરાઈ જાય છે.” પિતાનું આ પ્રમાણેનું કથન સાંભળી ધન્યકુમાર વિનયપૂર્વક બોલ્યો, “હે તાત ! મારા ભાગ્યનો ઉદય થયો કે જેથી આજે આપનાં ચરણકમળનાં દર્શન થયાં. રાજ્યમાન વગેરેનું સાચું ફળ મને આજે મળ્યું. આજથી દુઃખની વાતો ભૂલી જઈને અહીં આપ સુખ તથા આનંદથી રહો. હું તો આપનો આદેશ ઉઠાવનાર સેવક બનવાને યોગ્ય છું. આપે હવે બિલકુલ ચિંતા કરવી નહિ.' માતા મોટાભાઈઓ તથા ભોજાઈઓને સંતોષી, ધન્યકુમારે વસ્ત્ર, પૈસા તથા અલંકાર વગેરે તેઓને બહુમાનપૂર્વક આપ્યું. સજ્જનોનો આ સ્વભાવ યોગ્ય જ છે. જેવી રીતે શુક્લ પક્ષનો ચંદ્રમા શોભાને પામ્યો, કુમુદને પણ શોભાવે છે, તેવી રીતે સર્વને અંતરથી ચાહતો ધન્યકુમાર આખા કુટુંબને વિવિધ સુખોથી પોષવા લાગ્યો, પરંતુ અંધકારની માફક ઘૂવડ પ્રકૃતિવાળા મોટા ભાઈઓથી સૂર્ય સમાન પ્રકાશવાળા ધન્યકુમારની કીર્તિ સહન થઈ શકી નહિ. ખરી વાત છે કે, “ઘૂવડ પ્રકૃતિવાળા માણસો દિવસથી બીતા અંધકારની જેમ પારકાનું તેજ સહન કરી શકતા નથી.” એકવાર ધન્યકુમાર રાજ્યસભામાં જઈ રાજ્યનું સર્વ કામકાજ પતાવીને રાજાની રજા મળતાં સુખાસનમાં બેસી ઘેર આવતો હતો. તેની આસપાસ જાતજાતના ઘોડા, હાથી, પાયદળ વગેરે ચાલતા હતા. જુદા જુદા દેશના ભાટચારણો અનેક પ્રકારનાં ગીતોથી તેની સ્તુતિ કરતા હતા, તેમજ આગળ ઢોલ, શરણાઈ વગેરે વાજીંત્રો વાગી રહ્યા હતા. બજારમાં ધન્યકુમારની સ્તુતિ કરતાં લોકો કહેતા હતા કે, “જૂઓ ! મનુષ્યભવમાં પણ ધન્યકુમારનું કેવું દેવતા જેવું જ છે ! ઉદારતા, ધેર્ય, ગાંભીર્ય, શૂરવીરતા, રૂપ વગેરે ગુણોમાં આને પહોંચી શકે તેવું દુનિયામાં કોઈ દેખાતું નથી. પારકાનું ભલું કરવાની વૃત્તિ, ગરીબ અપંગનો Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫ ૨ ધન્યકુમાર ચરિત્ર ઉદ્ધાર કરવાની ઇચ્છા, પોતાના કુટુંબને પોષવાની બુદ્ધિ, કોઈ ઇષ્ટ અનિષ્ટ ગમે તેવું બોલે તે સહન કરવાની વૃત્તિ વગેરે ગુણોથી યુક્ત હોવાથી ચાર ભાઈઓમાં સર્વથી નાનો છતાં તે મોટો હોય તેમ લાગે છે.' તે અવસરે માણસોનાં ટોળામાંથી એક જણ બહાર આવીને બોલી ઉઠ્યો કે, “ભાઈ ! ગુણવાન માણસોની ઉંમર જાણવાની શી જરૂર હોય ? કિંપાકના ફળ જેવા મોટા ભાઈઓ પુણ્યના ભંડાર ધન્યકુમારના પ્રતાપે જ ઇચ્છિત સુખ ભોગવે છે. જ્યારે પ્રથમ અહીં તેઓ આવ્યા ત્યારે ભિખારીથી પણ વધારે કંગાળ હાલતમાં શું આપણે તેઓને જોયા નહોતા ? હવે તો અભિમાનથી છલકાઈ જઈને તથા મોઢા ઉપર તિરસ્કાર તથા કટાક્ષની છાયા લાવીને સામો નમસ્કાર કરવા જેટલો વિવેક પણ તેઓમાં રહ્યો નથી. ખરેખર અવિવેક એ મોટું દૂષણ છે.” આમ જેના તેના દ્વારા થતી ધન્યકુમારની પ્રશંસાને ધનદત્ત, ધનદેવ, ધનચંદ્ર-એ ત્રણે મોટા ભાઈઓ સાંભળીને જ્વાળાની પેટે બળતાં (સૂકાતાં) લોભને વશ થઈ પિતા પાસે આવીને કહેવા લાગ્યા, પિતાજી ! અમે સર્વ જુદા થવા માંગીએ છીએ. આજથી અમે ધન્યકુમારની સાથે રહેવા ઇચ્છતા નથી, માટે અમને અમારો ભાગ વહેંચી આપો.' ધનસાર તેમનાં વચનોને સાંભળીને જરા હસીને કહેવા લાગ્યા, પુત્રો ! તમે ધન લેવા નીકળ્યા છો ? પરંતુ વિચાર કર્યો કે, ધન્યકુમારને આપણે આપ્યું છે શું કે જે લેવાને તમે આટલા આતુર બની ગયા છો? વળી આપણે પ્રતિષ્ઠાનમાંથી અતિશય ગરીબ થઈ જવાથી એક પોતડીભર નીકળી અત્રે આવ્યા અને સજ્જનતા, વિવેક, ગૌરવ, સ્વજનનેહ વગેરે ગુણોથી તમારા દોષો ભૂલી જઈને ધન્યકુમારે ઇચ્છાનુસાર ધન તથા કપડાંઓથી તમારો સત્કાર કર્યો તે બધા દિવસો ભૂલી ગયા ?' Page #62 -------------------------------------------------------------------------- ________________ અદ્ભુત નિઃસ્પૃહતા ૫૩ પિતાના મુખેથી આવા શબ્દો સાંભળીને દુષ્ટ સ્વભાવના તે વડિલ ભાઈઓ ઘૂવડની માફક બળતા કઠોર વચનથી કહેવા લાગ્યા, ‘પિતાજી ! તમે તો દૃષ્ટિરાગથી અંધ બની ગયા છો, તેથી તેનો કાંઈ પણ દોષ જોઈ શકતા નથી અને તેને ગુણનો ભંડાર જ સમજો છો. તે જે કાંઈ કરે છે તે બધું તમારા મનથી સારૂં જ જણાય છે, પરંતુ ધન્યકુમારની માયા તો અમે જ જાણીએ છીએ. સ્નેહથી શૂન્ય ધન્યકુમાર ઘેરથી છૂપી રીતે બહુ રત્નો લઈ ગયો હતો. અહીં આવીને તે ધનથી રાજ્યાધિકારીઓને લાંચ આપીને મોટી પદવીને તે મેળવી બેઠો છે. લક્ષ્મીથી શું નથી બની શકતું ? લક્ષ્મી હોવાથી જ ક્ષારપણાથી પીવાને અયોગ્ય પાણીવાળા સમુદ્રને પણ લોકો રત્નાકર તરીકે સંબોધે છે. માટે પિતાજી ! અમે બીજું કાંઈ ન સમજીએ. અમને અમારી મિલકતનો ભાગ આપી દ્યો.’ સત્ત્વશીલ ધન્યકુમાર આ પ્રમાણે પિતા-પુત્રોની વચ્ચે કલહનું મૂળ કારણ પોતાને સમજી લક્ષ્મીથી ભરેલ તે ઘરને ત્યજીને ત્યાંથી નીકળી પડ્યો. પ્રયાણ સમયે સારા શુકનો, પક્ષીઓના સ્વરો, સારા શબ્દો તથા શુભ ચેષ્ટા વગેરેથી ઉત્સાહી બની તેને વધાવી લઈને તે મગધદેશ તરફ ચાલી નીકળ્યો. જુદાં જુદાં ગામ, નગર, વન, વાડી વગેરેને ડગલે ને પગલે જોતો અને સિંહની માફક નિર્ભીકપણે એકલો જતો તે આગળ ને આગળ ચાલ્યો. આગળ જતાં ગંગાતીરે અશોક વૃક્ષની નીચે શાંત તથા ઇન્દ્રિયોના સંયમવાળા સર્વ ગુણોના ભંડાર, ધર્મની ખાણ જેવા તથા અદ્ભુત રૂપવાળા બે મુનિઓને તેણે જોયા. ચંદ્રોદય વખતે ચકોરને, મેઘને જોતાં જેમ મોરને અને સ્વામીનાં દર્શન થતાં જેમ સતી સ્ત્રીને આનંદ થાય છે, તેમ હર્ષથી ભરપૂર હૃદયવાળો ધન્યકુમાર ચિંતવવા લાગ્યો, ‘અહો ! મારાં ભાગ્ય હજુ તપે છે કે જેથી આવા ઘોર વનની અંદર કે જ્યાં મનુષ્યો આવે પણ નહીં, Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ધન્યકુમાર ચરિત્ર ત્યાં અણચિંતવ્યા ચિંતામણિ રત્નથી પણ અધિક એવા પુણ્યવાન મુનિરાજનાં મને દર્શન થયાં. આજનો દિવસ સફળ થયો. આજે કોઈ શુભ શુકન થયા હશે કે જેથી ઉનાળાની ગરમીમાં તૃષાતુર થયેલા પ્રવાસીને જેમ માનસ સરોવર મળે તેમ મને મુનિનો મેળાપ થયો. મારાં ધન્ય ભાગ્ય કે જેથી આ ભવ તથા પરભવની દ્રવ્ય તથા ભાવરૂપ તૃષા છીપાવનાર મુનીશ્વરનો સુયોગ મને પ્રાપ્ત થયો.” આમ વિચારતાં રોમાંચિત થયેલો ધન્યકુમાર પાંચ અભિગમ જાળવવા પૂર્વક ત્રણ પ્રદક્ષિણા દઈ, પંચાંગ પ્રણામ કરીને તે બંને મુનિવરોને ઉદેશીને સ્તુતિ કરવા લાગ્યો. “હે મુનીશ્વર ! આપનાં દર્શન થવાથી મને યુગપ્રધાન ગૌતમસ્વામીનાં દર્શન થયાં, એમ હું માનું છું. વળી હે ભગવન્ ! આપે ક્રોધને જીત્યો છે, માનને હઠાવી દીધું છે. શી આપની સરળતા ? અને શી નિઃસ્પૃહતા ? આપનાં પુણ્ય દર્શનથી આજ મારો જન્મ કૃતાર્થ થયો, એમ હું માનું છું.” આ રીતે સ્તુતિ કરી સંયમ તથા શરીરની કુશળતા પૂછી ધન્યકુમાર તે બંને મુનિવરોની સામે અવગ્રહ જાળવીને બેઠો. મુનિ પણ ધન્યકુમારને ધર્મ સાંભળવાની ઇચ્છાવાળો જોઈ જૈન આગમનું કંઈક રહસ્ય સમજાવવા માટે ધન્યકુમારને આ પ્રમાણે ઉપદેશ આપવા લાગ્યા. હે ભવ્ય ! આ અગાધ સંસારસમુદ્રમાં જીવો મિથ્યાત્વ, અવિરતિ, કષાય તથા યોગ આ ચાર કારણોથી કર્મો બાંધી તેના ઉદયથી જુદી જુદી જાતિ, કુળ, સ્થાન તથા યોનિઓમાં ઉત્પન્ન થયા જ કરે છે. તેઓ સદા જન્મ, જરા, વ્યાધિ તથા મરણનાં દુઃખો ભોગવ્યા જ કરે છે, ત્યાં મોહરાજાનું કુરાજ્ય ચલાવનાર મિથ્યાદર્શન નામનો તેનો મંત્રી બધા જીવોને પોતાની આજ્ઞામાં રાખવાને માટે અવિરતિ, યોગ, કષાય તથા મિથ્યાત્વરૂપી મદિરા Page #64 -------------------------------------------------------------------------- ________________ અભુત નિઃસ્પૃહતા પપ પાઈ, મીઠી વાતો કરીને ઉન્મત્ત બનાવે છે. જીવો આ બધાયથી ઉન્મત્ત બનીને દેવ, ગુરુ, ધર્મ, હિત, અહિત, કૃત્ય, અકૃત્ય, પોતાનું, પારકું, આલોક, પરલોક વગેરેમાંથી કાંઈ પણ જાણી શકતા નથી. કેવળ આહાર, નિદ્રા, ભય તથા મૈથુન સંજ્ઞામાં આસક્ત બની સંસાર વધારે છે. વિષયો અને કષાયોની આધીનતાથી અજ્ઞાની આત્માઓ શું શું અકાર્ય નથી કરતા ? આગમમાં વિષયને વિષ (ઝેર) કરતાં પણ ભયંકર કહેલ છે.' કહ્યું છે કે, “વિષય અને વિશ્વમાં ઘણો ફેર છે, કારણ કે વિષ તો તેના ખાનારને જ મારે છે, પરંતુ વિષયો તો સ્મરણ કરનારને પણ મારે છે. વિષયમાં વિષ કરતાં ફક્ત એક જ અક્ષર વધારે છે, પરંતુ તે કેવી ખરાબ અસર છે !” “જેઓ રસનેન્દ્રિયમાં આસક્ત છે, તેઓ વધારેમાં વધારે નવ આંગળીની જીભલડીને તૃપ્ત કરવા માટે નિર્દયપણે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના સર્વ જીવોની હિંસા કરે છે, જેથી તંલમસ્યની માફક અંતર્મુહૂર્તમાં મરી સાતમી નારક સુધી જાય છે. જ્યારે રાજગૃહીના લોકો ઉજાણીએ ગયા હતા, ત્યાં પોતાનાં દુષ્કર્મના ઉદયથી કાંઈ પણ નહીં પામતા દ્રમકની જેમ ઇચ્છા પૂરી થયા સિવાય જીવો દુર્ગતિમાં જઈને ભારે કર્મના ફળો અનુભવતા સંસારમાં પરિભ્રમણ કરે છે. ચક્ષુ ઇંદ્રિયમાં આસક્ત પુરુષો અનુકૂળ અથવા પ્રતિકૂળ રૂપ રંગ મળતાં અથવા ન મળતાં પ્રબળ રાગદ્વેષમાં પડી જઈને ઉત્કૃષ્ટ સ્થિતિ અને રસવાળાં કર્મોનો બંધ કરીને અનંત ભવનું ભ્રમણ કરે છે. શ્રોત્રંદ્રિયમાં આસક્ત જીવો શ્રવણને જ સુખ તથા દુ:ખ આપે તેવા શબ્દ માત્ર સાંભળવાથી જેમ ભાટે કહેલ ઉત્તમ કુળ તથા જાતિનું વર્ણન સાંભળીને સંગ્રામમાં સુભટો માથાં કપાવે છે, તેમ હેરાન થાય છે અને દુર્ગતિરૂપી કૂવામાં પડીને ક્લેશને પામે છે. કંઈક જીવો અનુકૂળ Page #65 -------------------------------------------------------------------------- ________________ ધન્યકુમાર ચરિત્ર ગંધ પ્રાપ્ત કરવા માટે દુષ્કર્મ આચરે છે અને મળથી મલિન થયેલા મુનિનો તિરસ્કાર કરવાથી દુર્ગધા રાજપત્નીની જેમ દુઃખ પામે છે તથા સુગંધીમાં આસક્ત ભમરાની માફક હેરાન થાય છે તથા સ્પર્શનેન્દ્રિયમાં આસક્ત મનુષ્યોની સ્થિતિ વિશે તો કહેવું જ શું? તેમજ પ્રિયમેલક તીર્થની માફક જ્યાં પાંચ વિષયો એકત્ર થાય ત્યાં તો જીવ અઘોર પાપો કરવા તત્પર થાય છે. પરસ્ત્રીમાં આસક્ત જીવો અતિ તીવ્રપણે અઢારે પાપસ્થાનકનું આચરણ કરે છે અને તેથી આલોકમાં રાજ્ય, દ્રવ્ય, યશ, ભોગ તથા આયુષ્ય હારી જાય છે અને પરભવમાં અનંત કાળ સુધી નરક તથા નિગોદમાં બ્રહ્મદત્ત ચક્રવતીની માફક પરિભ્રમણ કરે છે.' “ખરેખર આશ્ચર્યજનક વાત તો એ છે કે જે જીવો વિષયોને બહુ જ આસક્તિથી સેવે છે, તે જ વિષયો અન્ય અન્ય શરીરમાં બીજા ભવોમાં પરંપરાએ વૃદ્ધિ પામીને દશ ગણા, સો ગણા, હજાર ગણા, લાખ ગણા, કરોડ ગણા કે તેથી પણ વધારે ગણા પ્રતિકૂળ સહન થઈ ન શકે તેવા, વર્ણવી અથવા કલ્પી પણ ન શકાય તેવાં દુઃખો તેને દે છે. આ દુ:ખોનો અનુભવ કેવળી સિવાય બીજા કોઈને આવી શકતો જ નથી. કોઈથી તેનું વર્ણન થઈ શકે તેમ નથી.” “વિષયોને પરવશ થયેલ આત્મા ભવોની અરઘટ્ટઘટિકામાં પડે તેમાં નવાઈ પણ શી ? કારણ કે, “કરે તેવું પામે” એવો જગતનો નિયમ છે. પરંતુ નવાઈ જેવું તો એ છે કે વિષયો ઉપભોગ કર્યા સિવાય ફક્ત સ્મરણ માત્રથી પણ જીવોને દુર્ગતિમાં અનેક પ્રકારની વ્યથાઓ આપીને તેને અતિ દુઃખી કરે છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ પુણ્યશાલીના પગલે ધર્મભૂષણ મહર્ષિ ધન્યકુમારને કહે છે કે, “ભદ્ર આ રીતે વિષષો સેવ્યા ન હોય છતાં ઇચ્છામાત્રથી પણ વિષયો દુર્ગતિઓ વડે ગહન એવા આ સંસારચક્રમાં જીવોને જમાડે છે, તો પછી ઇચ્છાપૂર્વક સેવનારની તો કેવી ગતિ થાય ? આ સંસારચક્રમાં રઝળતા જીવોની વિચિત્રતા તો એવી છે કે વિષયો સેવવામાં અપૂર્ણ રહે, પૂર્ણ પણ ન લેવાય ત્યારે દુઃખ માને છે અને સંપૂર્ણપણે સેવાય ત્યારે સંસારાસક્ત ભવાભિનંદી જીવો સુખ માને છે. પણ જેવી રીતે મચ્છીમારો માંસનો ટુકડો આપીને મસ્યોને મરણ સંકટમાં નાખે છે, તેવી જ રીતે વિષયો પણ વિષયના સાધનરૂપી માંસનો ટુકડો આપીને તેમાં આસક્ત થતા જીવોને અનંતીવાર જન્મમરણના સંકટોમાં પાડે છે. આ વાત મોહમૂઢ જીવો જાણતા નથી. વળી એક મોટું આશ્ચર્ય તો એ છે કે, અજ્ઞાનવશ પ્રાણીઓ અનંતીવાર આ વિષયોને પૂર્વકાલમાં સેવેલા હોય છે, છતાં પણ ફરીને મળે ત્યારે જાણે કે તેને સેવ્યા જ ન હોય તેવી રીતે વારંવાર સેવતાં તેમાં આનંદ પામે છે, રાચે છે, મદ કરે છે, પણ જેમ જેમ રાચે છે, આસક્તિ વધારે છે, Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ધન્યકુમાર ચરિત્ર તેમ તેમ તે દુષ્કર્મોની સ્થિતિ વધતી જાય છે અને તેવી રીતે ભોગવનારાઓ નરક નિગોદના થાળાઓમાં વારંવાર જઈને પડે છે. તેથી શ્રી જિનેશ્વર ભગવાનની વાણી સાંભળીને પાંચે ઈન્દ્રિયોના શબ્દાદિ વિષયો તથા ક્રોધાદિ કષાયોને દૂર ત્યજી દઈ વિવેકી આત્માઓએ શ્રી જિનેશ્વરના ચરણની સેવા અને બ્રહ્મચર્યનો સ્વીકાર કરવો તે જ હિતાવહ છે, કલ્યાણકારી છે.' આ પ્રમાણે ભાગ્યશાલી ધન્યકુમારે તે મહર્ષિની પાસેથી સાંભળીને “વિષયો અવશ્ય ત્યજવા લાયક છે.” એવી શ્રદ્ધા થવાથી મહાઅનર્થનું મૂળ એવું પરસ્ત્રીસેવન ત્યજી દઈ સ્વદારાસંતોષરૂપ ચતુર્થવ્રત તેઓની પાસે તેણે ગ્રહણ કર્યું. ત્યાર પછી ધન્યકુમાર આત્માને કૃતાર્થ માનતો હર્ષપૂર્વક તે ઉપકારી મુનિવરોને વારંવાર પ્રણામ કરતો અને બ્રહ્મચર્ય વ્રતની ભાવના ભાવતો આગળ ચાલ્યો અને રસ્તા ઉલ્લંઘવા માંડ્યો. પ્રસન્ન ચિત્તથી નિર્ભયપણે આગળ ચાલતો ચાલતો ઉત્તમ અને ઉજજ્વળ ભાગ્યનિધાનરૂપ તે કુમાર અનુક્રમે કાશી નગરની સમીપે આવ્યો. ત્યાં નગરની નજીકમાં રહેલી ગંગા નદીના કિનારા ઉપર ઉત્તમ સ્થાનકે પોતાનાં વસ્ત્રાદિ મૂકીને ઉનાળાના સખત સૂર્યના તાપથી આખે શરીરે ખેદિત થયેલો તે ખેદ ઉતારવા માટે રેવામાં ગજ ઉતરે તેમ તરંગોથી વ્યાપ્ત એવી ગંગા નદીમાં સુખરૂપ સ્નાન કરવા ઉતર્યો. ગંગા નદીમાં સ્નાન કરવાથી તેના શ્રમનો નાશ થયો અને કાંઠા ઉપર બેસીને જે પ્રાપ્ત થયું, તેનો આહાર કરી માખણના જેવી સુકોમળ ગંગા નદીના કિનારા ઉપરની રેતીમાં સંથારો કરીને સાંજના સમયે ન માપી શકાય તેવા મહિમાના ભંડાર શ્રી પંચપરમેષ્ઠી નમસ્કારરૂપ મહામંત્રનું સ્મરણ કરતો તે શાંતચિત્તે ત્યાં બેઠો. Page #68 -------------------------------------------------------------------------- ________________ પુણ્યશાલીના પગલે પ૯ નિર્ભય ચિત્તથી તે ત્યાં બેઠો છે તે સમયે ક્રીડા કરવા માટે બહાર નીકળેલી ગંગા નદીની અધિષ્ઠાત્રી ગંગા નામે દેવી ત્યાં આવી. ચંદ્રનાં શીતળ કિરણોથી જે સમયે આખી પૃથ્વી ઉજવળ થઈ ગઈ હતી. તે સમયે સકળ ગુણના એક નિધાન રૂપ ધન્યકુમારનું અનુપમ રૂપ, કાંતિ, સૌભાગ્ય અને અદ્ભુત શરીરાકૃતિ જોઈને અતિ તીવ્ર સ્ત્રીવેદનો ઉદય થવાથી તે ગંગાદેવી અતિશય કામાતુર અને ધન્યકુમાર ઉપર રાગવાળી થઈ. કામની અતિ તીવ્રતાથી ગંગાદેવી ચિત્તમાં અતિશય આકુળ વ્યાકુળ થઈ ગઈ, કારણ કે પુરુષવેદ કરતાં સ્ત્રીવેદનો ઉદય વધારે તીવ્ર હોય છે. ન નિવારી શકાય એવો કામદેવનાં અસ્ત્રોનો જ્યારે મારો આવે છે, ત્યારે તેમાં કોણ સ્થિર રહી શકે ? જિનેશ્વર ભગવંતનાં આગમશ્રવણથી જેનાં કાન તથા હૃદય વાસિત થયાં હોય તે સિવાય બીજો તો કોઈ પણ આવા સમયે સ્થિર રહી શકતો નથી. તે ગંગાદેવી અતિશય કામવશ થઈ જવાથી લજ્જાદિને મૂકી દઈને મહામોહ વડે પોતાનું દિવ્યરૂપ પ્રગટ કરી ધન્યકુમારને પોતાને વશ કરવા અને તેને કામાધીન કરવા ઘણા પ્રકારના હાવભાવ કરવા લાગી. અપ્રતિહાપણે નયનો અને કટાક્ષોના બાણોની ધન્યકુમાર ઉપર તે વૃષ્ટિ કરવા લાગી. એ વખતે ધન્યકુમારે ઘેર્યનું અવલંબન કરીને ન પરાજય થઈ શકે તેવું અજેય બ્રહ્મચર્યરૂપ કવચ હૃદયમાં ધારણ કર્યું. તે દેવી તો વારંવાર કામદેવના અક્ષણ કોશરૂપ હસ્તના મૂળ ભાગો, કુક્ષી ત્રિવલી યુક્ત પેટ, નાભિપ્રદેશના મધ્ય ભાગ, ચક્ષુ તથા કેશ વગેરેને ભમાવતી વારંવાર કામોત્પાદક સ્થાનો ધન્યકુમારને દેખાડવા લાગી. યુવાન પુરુષનાં મનોદ્રવ્યને પીગળાવવામાં ક્ષારરૂપ તેણે કરેલા હાવભાવ, કટાક્ષ વિક્ષેપાદિ Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬૦ ધન્યકુમાર ચરિત્ર બાણો, શુદ્ધ અને ખાણમાં ઉત્પન્ન થયેલા વજ્રરત્નની ઉપર કરવામાં આવેલા લોઢાના ઘણના પ્રહારની જેમ નિષ્ફળ ગયા અને ધન્યકુમાર જરા પણ ચલાયમાન થયો નહિ. આ પ્રમાણે જ્યારે પ્રબળ હાવભાવો વડે પણ ધન્યકુમારને જરા પણ ચલાયમાન થયેલો તેણે જોયો નહિ, ત્યારે તે ગંગાદેવી શ્રૃંગાર રસથી ભરેલી મહા ઉન્માદને ઉદ્દીપન કરે તેવી, સાધુ મુનિરાજોને પણ ક્ષોભ કરાવે તેવી અને કામી પુરુષોના મનને વશ કરવામાં અદ્વિતીય વિદ્યારૂપ વાણી વડે બોલી, ‘હે સૌભાગ્યના ભંડાર ! ગ્રીષ્મઋતુના મધ્યાહ્ન સમયે જે સરોવરમાં બહુ થોડું જળ બાકી રહ્યું હોય તેમાં રહેલી માછલી જેમ તાપ વડે અત્યંત તાપિત થાય તેમ કામરૂપી અગ્નિની જ્વાળાઓ વડે તાપિત થયેલી હું તમારે શરણે આવી છું. તેથી હે દયાનિધિ ! શીઘ્ર મને તમારા શરીરના સંગમરૂપી અમૃતકુંડમાં કૃપા કરી સ્નાન કરાવો.' મારૂં ઇચ્છિત પૂર્ણ કરવાને તમે જ સમર્થ છો એમ માનીને તથા તમારા ગુણો ઉપર મારૂં ચિત્ત આકર્ષાવાથી મોહ પામીને હું તમને પ્રાર્થના કરૂં છું, મારી આશા તમારે અવશ્ય પૂર્ણ કરવી જ પડશે. કેમ કે પ્રાર્થનાનો ભંગ કરવો તે તો મોટું દૂષણ ગણાય છે, તે આપ જાણો છો. શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે, સૌથી હલકું તૃણ છે, તેનાથી રૂ વધારે હલકું છે, રૂ કરતાં પણ પ્રાર્થનાને કરનારો હલકો છે અને તેના કરતાં પણ પ્રાર્થનાનો ભંગ જે કરે છે તે વધારે હલકો છે. એટલા માટે તમને સુખ ઉપજે તેવી રીતે મારી સાથે કામભોગ ભોગવીને - રતિક્રીડા કરીને મારા શરીરમાં ઉત્પન્ન થયેલો દાહ શમાવી શાંત કરો. ઉપરોક્ત ગંગાદેવીનાં વચનો સાંભળીને પરનારીથી પરાર્મુખ ધન્યકુમાર સાહસ તથા ધૈર્યનું અવલંબન કરીને ગંગાદેવીને આ પ્રમાણે કહેવા લાગ્યો, ‘હે માતા ! હવે પછી Page #70 -------------------------------------------------------------------------- ________________ પુણ્યશાલીના પગલે ૬ ૧ તમારે આવા પ્રકારનું ધર્મવિરૂદ્ધ વાક્ય ઉચ્ચારવું નહિ. તમારા હૃદય અને સ્તનરૂપી રાક્ષસોએ કરેલા વિક્ષોભથી મારૂં મન જરાપણ ભય પામતું નથી. કારણ કે મારૂં મન કુવિકલ્પોરૂપી શત્રુસમૂહનો નાશ કરનાર શ્રી જિનેશ્વરના આગમોમાં કહેલ બ્રહ્મચર્યરૂપી મહામંત્રથી પવિત્ર થયેલું છે. બ્રહ્મચર્યની નવ વાડોરૂપ બખ્તર વડે હું સજ્જિત થયેલો છું, તેથી દુ:નિવાર્ય એવા પણ તમારા કામરૂપી અસ્ત્રો વડે મારો વ્રતરૂપી કિલ્લો ભેદી શકાય તેમ નથી. વળી કાળકૂટ વિષની જેવા ઉત્કટ અને મહાઅનર્થ કરનારા તમારા અનિમેષ નેત્રો વડે મૂકાયેલા કટાક્ષો પણ શ્રી જિનવચનોરૂપી વાક્યામૃતથી સિંચાયેલા મારાં હૃદયને જરા માત્ર પણ પીડા કરે તેમ નથી.' ‘તમારા કામોત્પાદક વાક્યોરૂપી હરણો જેમાં બ્રહ્મચર્યરૂપ સિંહ જાગ્રતપણે બેઠેલો છે, તેવી મારી મનરૂપી ગુફામાં પ્રવેશ કરવા બિલકુલ સમર્થ થનાર નથી. વળી તમારા વિચિત્ર પ્રકારની વિકૃતિથી યુક્ત કામોત્પાદક વાક્યો મારી મનોરથરૂપી ભીંતને બિલકુલ ભેદી શકનાર નથી, શિરીષ પુષ્પનો સમૂહ શું પત્થરની ભીંતને ભેદી શકે છે ? બહુ ઉત્તમ તથા રસયુક્ત એવી તમારી વિશ્વમોરૂપી મેઘની ધારા પણ મારા ચિત્તરૂપી ઉખરભૂમિમાં જરા પણ રાગરૂપી અંકુરા ઉત્પન્ન કરી શકનાર નથી. દાવાનળની જેવા દુઃસહ કામવિકારયુક્ત અને અન્યનાં ચિત્તમાં વિકાર તથા કામ ઉત્પન્ન કરે તેવા તમારા હાવભાવો પણ આગમરૂપી સમુદ્રમાં સ્નાત થયેલા મને તપાવવાને બિલકુલ સમર્થ થનાર નથી. વળી નરકનાં અતિશય તીવ્ર દુઃખોમાં પાડનાર પરનારીની પ્રીતિથી પરાઙમુખ થયેલા મને સૌધર્માદિ દેવલોકોમાં રહેનારી રંભા કે તિલોત્તમા વગેરેના શૃંગારયુક્ત સર્વ પ્રયાસો પણ ચળાવવા સમર્થ થાય તેમ નથી. તો પછી તમારા જેવાની શી ગણતરી ? નરકમાં રહેલી જ્વાળાઓની Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ધન્યકુમાર ચરિત્ર શ્રેણીઓની સંગતિથી જે દુઃખ ઉત્પન્ન થાય છે, તેનાથી ભય પામેલો સચેતન ક્યો પુરુષ એવો હોય કે જે પરસ્ત્રીના સંગથી ઉત્પન્ન થયેલ ખાળકૂવામાં રહેવારૂપ આ ભવમાં જ ઉત્પન્ન થયેલ દુઃખ સર્વસ્વને અનુભવનાર લલિતાંગકુમારની માફક કામસંજ્ઞાનો ઉદય થતાં પરસ્ત્રી ભોગવવાની ઇચ્છા માત્ર પણ કરે ? જે મનુષ્યો આ ભવમાં વિષય સેવનના સમયે ક્ષણ માત્ર પણ પરસ્ત્રીના સંયોગથી ઉત્પન્ન થયેલું સુખ ભોગવી આનંદ માને છે, તે મનુષ્યો પછીના ભવમાં પરસ્ત્રીસંગથી બંધાયેલા કર્મનો ઉદય થતાં નરકક્ષેત્રમાં નારકીપણે ઉત્પન્ન થઈને અસંખ્ય કાળ સુધી પરમાધામી દેવોએ કરેલી વેદના અને સુધા, તૃષા વગેરે દશ પ્રકારની સ્વાભાવિક વેદના અતિ આકરા સ્વરૂપમાં ભોગવે છે.” (નારકીના જીવો શીત, ઉષ્ણ, ક્ષુધા, તૃષા, ખરજ, પરવશપણું, જરા, દાહ, ભય અને શોક-આ દશ પ્રકારની વેદના ભોગવે છે.) કામ ભોગી ક્ષણમાત્ર સુખ આપનાર અને બહુ કાળ પર્યંત દુઃખ આપનાર છે. અલ્પ સુખ આપનાર અને પ્રચુર દુઃખ આપનાર છે. વળી સંસાર અને મોક્ષનું અંતર વધારનાર છે. શત્રુરૂપે કાર્ય કરનારા છે અને અનર્થોની તો ખાણરૂપ છે. શ્રી જિનેશ્વરના આગમોને વિશે કહેલાં તત્ત્વોને જાણનારા પુરુષો બળવાન એવા કામદેવને પણ કેવી રીતે વશ થાય ? અતિ ધમધમાયમાન જ્વાળાઓના અગ્નિમાં પ્રવેશ કરી મરણ પામવું સારૂં છે, પરંતુ નરકરૂપી તરંગાયમાન સમુદ્રમાં દોરી જનાર પરસ્ત્રીના શરીરરૂપી નદીમાં સ્નાન કરીને શાંત થવું તે અતિ દુઃખદાયી છે.” પુરુષ અને સ્ત્રી બંનેને પરસ્ત્રી અને પરપુરુષમાં આસક્ત ચિત્તવાળા થવાથી ભવોભવમાં નપુંસકપણું, તિર્યચપણું અને દુર્ભાગ્યનો ઉદય થાય છે, બળતા એવા લોઢાના સ્તંભનું Page #72 -------------------------------------------------------------------------- ________________ પુણ્યશાલીના પગલે આલિંગન કરવું તે ઉત્તમ છે, પણ નરકના દ્વારરૂપ પરસ્ત્રીનું સેવન કરવું તે સારું નથી.” | ‘તદુપરાંત સ્ત્રીઓનો સંગ સંધ્યા સમયના આકાશના રંગની જેમ ક્ષણવિનાશી છે, વળી મનુષ્યનું આયુષ્ય વાયુની માફક અસ્થિર છે, કદાચ વાયુને સ્થિર કરી શકાય છે, પણ તૂટેલ આયુષ્ય સ્થિર થઈ શકતું નથી. વળી ભોગની વૃદ્ધિ, તેમાં વિશેષ આસક્તિ નવા ઉત્પન્ન થયેલા રોગની માફક ઉગ કરનાર જ થાય છે. આ પ્રકારે સામાન્યથી પણ કામભોગો-વિષયવિલાસો અતિશય દુઃખના હેતુભૂત થાય છે. તો પછી વધારેલા વિષની જેવા ભવભ્રમણના જ એકાંત હેતુભૂત એવા પરસ્ત્રીના સંયોગથી ઉત્પન્ન થયેલા વિષયવિકારો તો અતિશય દુઃખના કારણ થાય તેમાં કહેવું જ શું ?' હે દેવી ! તમે પણ મનને સ્થિર કરીને વિચારો, કે તમને જે આ દિવ્ય શક્તિ તથા અતિશય સુખસામગ્રી વગેરે મળ્યાં છે, તે કામભોગના ત્યાગના ફળરૂપ છે કે કામભોગના સુખના આસેવનનું ફળ છે ? કામભોગને વિષે આસક્તિ જેઓ રાખે છે, તેઓ તો નરક અને તિર્યંચ ગતિમાં જ ઉત્પન્ન થાય છે, વળી તમારૂં વૈક્રિય શરીરના પરમાણુઓથી બનેલું શરીર અતિ શુદ્ધ અને સ્વચ્છ છે અને મારું શરીર તો ઔદારિક પરમાણુઓના સમૂહનું બનેલ હોવાથી હંમેશાં અનેક પ્રકારના મળ, મૂત્ર, રૂધિર, હાડકાં વગેરેથી ભરેલું છે અને દુર્ગધમય તેમજ નિંદવા લાયક છે. આવા બે શરીરનો સંયોગ કરવો તે શું યોગ્ય છે ? તેટલા માટે હે માતા ગંગાદેવી ! સદાચાર રૂપ અંકુરો ઉગાડવાને મેઘમાળા સમાન વીતરાગ પ્રભુ જિનેન્દ્ર ભગવાનનું તમે સ્મરણ કરો, જેથી તમારું પરમ કલ્યાણ થાય. કહ્યું પણ છે કે, “ધર્મકાર્ય તો હંમેશાં ઉદ્યમવંતા થઈને ત્વરાથી કરવું અને અધર્મ કાર્યમાં Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૪ ધન્યકુમાર ચરિત્ર ઉત્તમ પુરુષોએ હંમેશાં હસ્તીની માફક આંખો મીંચી જ રાખવી, ઉઘાડવી નહિ, આલસુ થવું.” આવો અમૃતતુલ્ય સુખલક્ષ્મીના સંદેશારૂપ ધન્યકુમારનો ઉપદેશ સાંભળી ગંગાદેવીના ચિત્તમાંથી દુષ્ટ વિકાર દૂર થયો અને તે બોલી, મારા ચિત્તમાં ઉત્પન્ન થયેલા રાગરૂપી દાવાનળને શમાવવામાં વરસાદ સમાન હે ધીર ! તું લાંબો વખત આનંદ અનુભવ, મારા મોહરૂપી અંધકારનો સંહાર કરનાર હે પ્રતાપી સૂર્ય ! તું લાંબો વખત જયવંતો વર્ત. સર્વ ઉત્કર્ષો તને પ્રાપ્ત થાઓ. નિષ્કામી પુરુષોમાં પણ શિરોમણિ આ ત્રણ જગતમાં તું જ ખરેખર ધન્ય છે. મારા જેવી દેવાંગનાએ દેખાડેલા હાવભાવોથી તું જરાપણ ક્ષોભાયમાન થયો નથી. હે વીરેન્દ્ર ! અતિ ઉત્કટ અને વિકટ એવા કામદેવના યુદ્ધમાં અનેક પ્રકારના વિષયલાલસારૂપી શસ્ત્રોનો તારા ઉપર પ્રપાત થયો છે, છતાં જરાપણ ક્ષોભાયા વગર તું કામદેવના લશ્કર ઉપર વિજય મેળવનાર થયો છે. તેથી તું જ ખરેખરો મહાયોદ્ધો છે.” સદાચારી પુરુષોના પણ મસ્તક પર શોભે તેવા હે પુરુષરત્ન ! બહુરત્ના વસુંધરા' એવું જે વાક્ય બોલાય છે, તે તારા જેવા પુરુષો વડે જ સત્ય કરે છે. ધાર્મિક પુરુષોમાં શિરોમણિ ! હું પણ તારા દર્શનથી આજે પવિત્ર થઈ છું. આ લોક અને પરલોક ઉભયમાં ન માપી શકાય તેવું સુખ આપનાર ધર્મરત્ન તે મને આપ્યું છે, હવે તેના બદલામાં કેટલાં રત્નો હું તને આપું ? કે જેથી તારા આ ઋણમાંથી હું મુક્ત થઈ શકું? કોઈપણ રીતે અનૃણી થાઉં તેમ મને તો લાગતું નથી, તો પણ આ એક ચિંતામણિ રત્ન તું ગ્રહણ કર અને તે ગ્રહણ કરીને મારા ઉપર એટલી કૃપા બતાવ. જો કે તારા કરેલા ઉપકારનો તો એક કરોડમા ભાગે પણ બદલો આ રત્નથી વળી શકે તેમ નથી, પરંતુ અતિથિનું આતિથ્ય તો પોતાના ઘર પ્રમાણે જ થાય છે, તેથી કૃપા કરીને તું આ ગ્રહણ કર !” Page #74 -------------------------------------------------------------------------- ________________ ૬ પુણ્યશાલીના પગલે આ પ્રમાણે તેના અતિ આગ્રહથી ધન્યકુમારે ચિંતામણિ રત્ન તેની પાસેથી લીધું અને કપડાને છેડે ગાંઠ બાંધીને રાખ્યું. ત્યાર પછી ધર્મને રંગ લાગવાથી બહુ બહુ પ્રકારે ધન્યકુમારની સ્તુતિ કરીને ગંગાદેવી સ્વસ્થાનકે ગઈ. લીધેલ વ્રતમાં દેઢ ચિત્તવાળો ધન્યકુમાર પણ ધીમે ધીમે રાજગૃહ તરફ ચાલ્યો. ભાગ્યશાળી અને દાનાદિકથી જેનો યશ વિસ્તાર પામ્યો છે, તેવો ધન્યકુમાર દેશાંતરમાં ભમતાં ભમતાં ગંગાદેવીએ આપેલા ચિંતામણિ રત્ન દ્વારા સકળ ભોગસામગ્રી સુખપૂર્વક અનુભવતો તે અનુક્રમે મગધ દેશમાં આવ્યો. ઉદારતાયુક્ત ગુણવાળા ધન્યકુમારે મગધ દેશમાં પ્રવેશ કર્યો. ને મગધદેશમાં ફરતાં ફરતાં ધન્યકુમાર ન જીતી શકાય તેવી ચતુરાઈવાળા સુરગુરૂ-બૃહસ્પતિની જેમ ઉચ્ચપદની પ્રાપ્તિની ઇચ્છાથી રાજગૃહી નગરીમાં આવ્યો. - રાજગૃહી નગરીમાં રૂપ વડે મનોહર અને મકાનોની ભીતોમાં રહેલા મણિરત્નોની કાંતિથી દેવવિમાનોની પણ હાંસી કરે તેવા ધનિકોના ભવ્ય મહેલો શોભે છે. તે નગરીમાં સૂર્યકાન્ત રત્નોથી બનાવેલો અને ચંદ્રકાન્ત મણિના કાંગરાવાળો કિલ્લો સૂર્ય અને ચંદ્રના ઉદય વખતે તે કિલ્લાની ફરતી ખાઇના પાણીનું શોષણ અને પોષણ કરે છે. તે નગરીમાં રત્નમય ગૃહાંગણોમાં અને ઉત્તમ રત્નોવાળા તોરણોમાં પ્રતિબિંબ પામેલા મોરોને, ક્રીડા માટેના મોર જેવા જાણીને ગ્રહણ કરવાની ઈચ્છાથી હાથ લંબાવતા મનુષ્યો નખ ભાંગવાથી વિલખા થઈ જતા હતા અને પોતાના મુગ્ધપણાને માટે શોચ કરતા. આ નગરી એવી ઉત્તમ છે કે જેને ત્રણ જગતના નાથ શ્રી વર્ધમાનસ્વામી પણ પોતાના ચરણકમળ વડે પવિત્ર કરતા હતા. જે નગરીમાં ગૃહોની ઉપર બાંધેલી ધજાઓના છેડે બાંધેલી મણિકિંકિણીના નાદો વડે તે ગૃહો Page #75 -------------------------------------------------------------------------- ________________ ધન્યકુમાર ચરિત્ર પણ વિદેશીઓને પૂછતા હતા કે “શું સમસ્ત પૃથિવીતેલમાં અમારા જેવી સુંદર નગરી તમે કોઈ જગ્યાએ જોઈ છે ?' સર્વ ઉત્તમ નગરીના ગુણોથી આ રાજગૃહી યુક્ત હોવાથી આ સર્વ ઉભેક્ષાઓ તેને લાગુ પડી શકતી હતી. એ રાજગૃહી નગરીમાં હરિવંશના અલંકારરૂપ શ્રી મુનિસુવ્રતસ્વામીના ચાર કલ્યાણક થયેલાં છે, તેથી આ નગરીને જે ઉપમા આપીએ તે સર્વ યુક્ત જ છે, તેને સર્વ ઉપમાઓ ઘટી શકે તેમ છે. આ રાજગૃહી નગરીમાં અઢારે વર્ણનું રક્ષણ કરનાર, ન્યાયવંત પુરુષોમાં અગ્રેસર, મુક્તિસોપાનની નિસરણી જેવો શ્રેણિક નામે રાજા રાજ્ય કરતો હતો. તેની કીર્તિ અને પ્રતાપ વડે શ્વેત અને પીત ચંદન તથા કુંકુમ વડે જેમ સ્ત્રીઓ શોભે તેમ દિશાઓ શોભતી હતી. તે રાજાના તીવ્ર ખડ્ઝ વડે સમરાંગણમાં છેદાયેલા હસ્તિસમૂહના દાંતોની શ્રેણીથી તે રાજાના યશરૂપી વૃક્ષના અંકુરા શોભતા હતા. તે રાજાએ અભયકુમાર નામના પોતાના પુત્રને મંત્રીપદે સ્થાપિત કર્યો હતો અને મંત્રીપદરૂપી લક્ષ્મીથી તે અભયકુમાર સુવર્ણ ને સુગંધના એકત્ર મળવાની જેવો શોભતો હતો. તે મહારાજાને સિદ્ધના ગુણોના એકાંશ પ્રગટવા તુલ્ય અને અક્ષય સુખ આપવાને સમર્થ ક્ષાયિક સમ્યક્ત પ્રાપ્ત થયેલું હોવાથી તે જિનવચનમાં સર્વથા શંકાદિ દૂષણ રહિત હતો. તે રાજા હંમેશાં સુવર્ણના એકસો આઠ જવ કરાવી ભક્તિના સમૂહથી ઉભરાઈ જતા હૃદયે શ્રી વીર ભગવાનની પાસે જઈ તે સોનાના એકસો આઠ જવથી સ્વસ્તિક કરતો હતો અને ત્યાર પછી ભક્તિના પ્રકર્ષથી શ્રી ચરમ તીર્થકરને નમસ્કાર કરી તેમની સ્તુતિ કરતો હતો અને જિનેશ્વરનાં વચનામૃતનું પાન કરી પાવન થતો. જ્યારે જ્યારે શ્રી વીર ભગવાન અન્યત્ર વિહાર કરીને Page #76 -------------------------------------------------------------------------- ________________ પુણ્યશાલીના પગલે રાજગૃહી નગરીથી દૂર જતા ત્યારે ત્યારે જે ગામમાં પ્રભુની સ્થિતિ હોય તે ગામની દિશા તરફ સાત આઠ પગલાં જઈને ત્રણ ખમાસમણ પૂર્વક પ્રભુને વાંચીને તે સુવર્ણમય જવોથી સ્વસ્તિક કરતો, તે પ્રભુને ઉદેશીને તેમની સ્તવના કરતો અને ત્યાર પછી ઘેર આવીને તે ભોજન કરતો હતો. આ પ્રમાણે તે શ્રેણિક મહારાજાએ જિનભક્તિના પ્રભાવથી જિન નામકર્મ ઉપાર્જન કર્યું હતું અને તેથી આવતી ચોવીશીમાં પદ્મનાભ નામના પ્રથમ તીર્થકર તેઓ થવાના છે. તે રાજગૃહી નગરીમાં મગધાધિપનો બહુ કૃપાપાત્ર અને વાચકજનોને કલ્પદ્રુમ જેવો કુસુમપાળ નામે એક શ્રેષ્ઠી રહેતો હતો. આ શ્રેષ્ઠીનું એક અતિ જીર્ણ, જેમાં વૃક્ષો બધા સૂકાઈ ગયેલાં છે, તેવું પત્ર, પુષ્પ, ફળ, બીજ વગેરેથી રહિત શુષ્ક ઉદ્યાન હતું. ધન્યકુમારે મગધ દેશમાં પ્રવેશ કર્યો અને ક્રમશઃ આગળ વધતાં તેને રાજગૃહી તરફ આવતાં સાંજ પડી જવાથી માર્ગના શ્રમથી થાકી ગયેલો તે જીર્ણ ઉદ્યાનમાં એક રાત્રિયાસો રહ્યો. તે જ રાત્રીમાં ભાગ્યના એક નિધિરૂપ ધન્યકુમારના ત્યાં આવવાના અને રહેવાના પ્રભાવથી તે જીર્ણોદ્યાનમાં રહેલા, સૂકાઈ ગયેલા અને કાષ્ઠરૂપ દેખાતાં સર્વ વૃક્ષો વસંતઋતુના આગમન વડે જેમ વનો વિકસ્વર થઈ જાય, તેમ પુષ્પ, ફળ, પત્ર વગેરેથી પ્રફુલ્લ થઈ ગયાં અને સૂકાઈ ગયેલું તેમ જ પત્ર, પુષ્પાદિકથી રહિત થઈ ગયેલું તદન જીર્ણપ્રાય તે ઉદ્યાન નંદનવન તુલ્ય શ્રેષ્ઠ થઈ ગયું. પ્રભાત થતાં વનપાલક તે શુષ્ક ઉદ્યાનમાં આવ્યો, ત્યાં આ પ્રમાણે પ્રફુલ્લ અને વિકસ્વર થયેલા તે ઉદ્યાનને જોઈને મનમાં અતિ ચમત્કાર પામ્યો, હર્ષિત થયો અને આમ તેમ જોવા લાગ્યો. જોતાં જોતાં એ શુદ્ધ સ્થળે બેઠેલા અને પ્રાતઃકાળની ધર્મક્રિયાઓ કરતા તથા નમસ્કાર મહામંત્રનું ધ્યાન ધરતા અને ચૈત્યવંદનાદિ કરતા ધન્યકુમારને તેણે જોયા. Page #77 -------------------------------------------------------------------------- ________________ ६८ ધન્યકુમાર ચરિત્ર ધન્યકુમારને જોતાં જ તે અતિશય વિસ્મિત થયો અને વિચારવા લાગ્યો કે, “ખરેખર આ પુરુષ કોઈ ભાગ્યના ભંડાર રૂપ છે, ઇદ્ર કરતાં પણ સવિશેષ રૂપગુણયુક્ત છે અને સૌભાગ્યવંત છે. ગઈ કાલ રાત્રિએ રાત્રિવાસો અહીં રહેલા આ ભાગ્યશાળી પુરુષના પ્રભાવ વડે જ આ શુષ્ક વન નંદનવન તુલ્ય થઈ ગયું દેખાય છે.” આ પ્રમાણે મનમાં વિચારી હર્ષપૂર્વક પોતાના સ્વામી કુસુમપાળ શ્રેષ્ઠીના ઘેર જઈને તેણે વધામણી આપી કે, “સ્વામિન્ ! તમારા વનમાં કોઈ મહાતેજસ્વી પુરુષ રાત્રિ રહેલ છે. તેના પ્રભાવથી તમારું શુષ્ક ઉદ્યાન નંદનવન જેવું સુંદર અને શોભીતું થઈ ગયું છે.” - વનપાળે કહેલી આ હકીકત સાંભળીને અતિશય વિસ્મિત ચિત્તવાળો તે શ્રેષ્ઠી ભાગ્યશાળી ધન્યકુમારને જોવાને રસિયો થયો, તેથી તરત જ વનપાલકની સાથે તે પોતાના ઉદ્યાનમાં આવ્યો, તેણે ઉદ્યાનગૃહમાં બેઠેલા ધન્યકુમારને જોયા. સમગ્ર વિશ્વના સર્વ મનુષ્યો કરતાં અભુત અને અખંડ સૌભાગ્યના ભાજનરૂપ, અતિ દેદીપ્યમાન કાંતિ તથા શરીરવાળા, સર્વ લક્ષણોથી યુક્ત, ગુણની વૃદ્ધિ કરે તેવા અને સિંહ પુરુષની આકૃતિવાળા તે ધન્યકુમારને જોઈને શ્રેષ્ઠી વિચાર કરવા લાગ્યો, ખરેખર, આ ભાગ્યશાળી પુરુષના પ્રભાવ વડે જ મારું આ શુદ્ધ વન પલ્લવિત થઈ ગયું છે, શું ચંદનના ઉદય વિના સમુદ્રના પાણીનો ઉલ્લાસ કદી થાય છે ?” આ પ્રમાણે અંતઃકરણમાં વિચાર કરીને વિચક્ષણ પુરુષોમાં અગ્રેસર તે શ્રેષ્ઠી ઉચ્છંખલપણા રહિત અને વૈર્યવાન ધન્યકુમારને આગમન સંબંધી કુશળક્ષેમ પૂછવા લાગ્યો અને કહ્યું, “સજ્જન શિરોમણિ ! તમારા પધારવાથી જડરૂપ અને નિર્જીવ થઈ ગયેલું આ મારું વન તમારા આગમનથી તેને થયેલ હર્ષ પ્રદર્શિત Page #78 -------------------------------------------------------------------------- ________________ ૬૯ પુણ્યશાલીના પગલે કરવાના બહાનાથી જાણે નવપલ્લવિત અને પુષ્પમય થઈ ગયું છે અને હું પણ તમારા દર્શનરૂપી અમૃતના સિંચનથી મન અને નયનોમાં નવપલ્લવિત થયો છું, સારાંશ કે તમારા દર્શનામૃતથી મારાં નયન સફળ થયાં છે અને મન બહુ ઉલ્લાસપૂર્ણ થયું છે. અમારા પૂર્વે ઉપાર્જન કરેલા પ્રબળ પુણ્યોદયના યોગથી જ મારવાડમાં કલ્પવૃક્ષની જેમ તમારા દર્શનનો અમને લાભ થયો છે એમ મને લાગે છે. સૌભાગ્યવંતોમાં અગ્રણી ! કૃપા કરીને મારા ઘેર પધારવાની કૃપા કરો, એટલો પ્રયાસ લો અને મારા મનોરથની પૂર્તિ કરો.' આ રીતે કુસુમપાળ શ્રેષ્ઠીનો આગ્રહ થવાથી ધન્યકુમાર તે શ્રેષ્ઠીના ઘેર ગયો. માણેક પોતાના ગુણો વડે જ્યાં જાય ત્યાં માન પૂજા પ્રાપ્ત કરે છે. કુસુમપાળ શ્રેષ્ઠીના ઘેર જઈને ધન્યકુમારે તૈલમર્દન કરાવ્યું. પીઠી વગેરે ચોળાવીને સ્નાન કર્યું, શરીરની સારી રીતે સુશ્રુષા કરી, સ્નાન કર્યા પછી ચંદનાદિક વડે શરીર ઉપર વિલેપન કર્યું અને સારા વર્ણવાળા સુકોમળ વસ્ત્રો પહેર્યા. ત્યાર પછી બહુમાનપૂર્વક વિવિધ પ્રકારની સામગ્રીયુક્ત રસવતીઓનું ભોજન કર્યું. પછી શ્રેષ્ઠીએ સોનાના સિંહાસન ઉપર ધન્યને બેસાડી પાંચ પ્રકારની સુગંધીવાળું તાંબૂલ આપ્યું. આ પ્રમાણે વિવિધ સામગ્રી વડે તેમનો ઉપચાર કર્યા પછી, શ્રેષ્ઠી અંજલિ જોડી વિનયપૂર્વક તેમની પાસે બેસી કહેવા લાગ્યો, કહે સૌમ્ય ! તમારા અતિ અભુત ગુણો વડે તમારા વંશની ગૌરવતા સ્પષ્ટ જણાઈ આવે છે. કારણ કે, “આચાર જ કુળને સ્પષ્ટ બતાવે છે. તેથી તમારા જીવનરૂપી વનને ફળ અને કુસુમરૂપી લક્ષ્મી દેનાર તમને કુસુમશ્રી નામની મારી કન્યા આપીને હું તમારો કાંઈક અનૃણી થવાની ઇચ્છા રાખું છું, માટે એ કુસુમશ્રી નામની કન્યાનું આપ પાણિગ્રહણ કરો.” આવી હિતકારી અને Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭૦. ધન્યકુમાર ચરિત્ર પોતાની રૂચિને અનુકૂળ એવી તે શ્રેષ્ઠીની વાણી સાંભળીને ધન્યકુમારે તે વાત સ્વીકારી. ત્યાર બાદ કુસુમપાળ શ્રેષ્ઠીએ કુંકુમ અને ચોખાનો ઘોળ કરીને કુસુમશ્રીને દેવારૂપ તેના વેવિશાળની પ્રતિજ્ઞા દર્શાવનાર અખંડ અક્ષત વડે ધન્યકુમારને તિલક કર્યું. આ પ્રમાણે શ્વસુર સંબંધ થવાથી શ્રેષ્ઠીએ ધન્યકુમારને અતિશય આગ્રહ અને માનપૂર્વક સ્વગૃહમાં રહેવાની વિનંતી કરી, પણ સ્વમાન જાળવવામાં કુશળ ધન્યકુમારે “એકત્ર વસવાથી ભવિષ્યમાં કોઈ વખત માનહાનિનું કારણ ઉત્પન્ન થવાનો સંભવ છે.” એમ હૃદયમાં વિચારી એક સુંદર મકાન ભાડે લઈને ત્યાં રહેવાનું કર્યું. નીતિશાસ્ત્રમાં પણ કહ્યું છે કે, “મિત્ર અગર બીજા કોઈની પણ સમીપે રહેવાથી કળાવાન એવો પણ મનુષ્ય શોભા વગરનો અને લઘુતાના સ્થાનકરૂપ થઈ જાય છે.” ગંગાદેવીએ આપેલ ચિંતામણિ રત્નના પ્રભાવ વડે જેમ જેમ વ્યાપાર, ધન તથા કીર્તિમાં ધન્યકુમાર વૃદ્ધિ પામવા લાગ્યો, તેમ તેમ ફળવાળા વૃક્ષોની જેમ પક્ષીઓ આશ્રય લે, તેમ અનેક માણસો તેનો આશ્રય લેવા લાગ્યા. કુસુમપાળ શ્રેષ્ઠીએ લગ્નની તૈયારી કરી. ઉત્તમ માસ, તિથિ, નક્ષત્ર અને દિવસ જોવડાવ્યાં અને થોડા દિવસોમાં જ ઘણી સામગ્રી તૈયાર કરાવીને મોટા મહોત્સવપૂર્વક કુસુમશ્રીનાં લગ્ન કરવાની પ્રવૃત્તિ કરી. ધન્યકુમારે પણ પોતાના ઘરને શોભાવે તેવી ઘણી જાતની પ્રવૃત્તિઓ કરી. પાણિગ્રહણના દિવસે કુસુમપાળ શ્રેષ્ઠીએ વિધિપૂર્વક બહુ મૂલ્યવાળા મણિ અને મોતી વગેરે ઉત્તમ વસ્તુઓના દાનપૂર્વક કુસુમશ્રી કન્યાનું ધન્યકુમાર સાથે લગ્ન કર્યું. ધન્યકુમાર પણ કુસુમશ્રીને પરણીને શિવ પાર્વતીની સાથે તથા વિષ્ણુ લક્ષ્મીની સાથે જેમ ભોગ ભોગવે તેવી રીતે ઉત્તમ શરીર કાંતિવાળી સ્વપત્ની સાથે પુણ્યથી પ્રાપ્ત થયેલા પાંચ પ્રકારના ઇદ્રિયજન્ય વિષયસુખ ભોગવતો સુખપૂર્વક કાળ નિર્ગમન કરવા લાગ્યો. Page #80 -------------------------------------------------------------------------- ________________ પુણ્યશાલીના પગલે શ્રેણિક રાજાનો સેચનક નામનો મોટો હસ્તી જ્યાં બાંધવામાં આવતો હતો, તે બાંધવાનાં આલાનસ્તંભને ઉખેડી નાંખીને નગરલક્ષ્મીના પગના ઝાંઝર જેવા નગરદ્વારોને, સંપત્તિના સ્થાનરૂપ નગરમાં રહેલા ઘરોને, પગના આઘાતોથી જૂનાં વાસણોની જેમ ચૂરી નાંખતો, ઘરરૂપ શરીરના ઇંદ્રિયોરૂપી બારણાઓ તથા ગવાક્ષોને સૂંઢના આઘાત વડે તોડી નાંખતો, લક્ષ્મીના સ્થાનકરૂપ અટારીઓને પોતાના પગ વડે તોડી નાખતો, લોઢાની મજબૂત સેંકડો સાંકળોને કમળના ફૂલની જેમ ભાંગી નાંખતો, મનોરમ એવા ક્રીડાબાગોને ઉખેડી નાંખતો, બાળકો દડાને ઉછાળે તેમ સુકાળને લીધે પર્વત જેવડા થયેલા ધાન્યના ઢગલાઓને ચારે તરફ આકાશમાં ઉછાળતો, અતિ ક્રોધી દૃષ્ટિથી આબાલ-વૃદ્ધ સર્વને યમની માફક ભય પમાડતો અને અતિ ક્રૂર આકૃતિવાળો થઈને સમસ્ત રાજગૃહી નગરીમાં તે હાથી સાક્ષાત્ પ્રલયકાળની માફક ભમવા લાગ્યો. રાજાની આજ્ઞાથી ઉપાયો કરવામાં અતિ કુશળ એવા અનેક મંત્રીઓ તથા સુભટો વગેરેએ તેને અંકુશમાં લેવા માટે ઘણા ઘણા ઉપાયો કર્યા, પણ ક્ષયના રોગમાં જેમ મહાકુશળ વૈદ્યના કરેલા સર્વ ઉપાયો નિષ્ફળ જાય તેમ તેમણે કરેલા સર્વે પ્રયત્નો નિષ્ફળ ગયા. આવી રીતે કોઈનાથી હાથીને બાંધી શકાયો નહિ, ત્યારે બુદ્ધિવાળા પણ શ્રેણિક મહારાજા સમસ્ત બુદ્ધિરૂપી લક્ષ્મીના નિધાન એવા અવંતીમાં રહેલા અભયકુમાર મંત્રીશ્વરને સંભારવા લાગ્યા અને અતિ દીન થઈ જઈને વિચારવા લાગ્યા કે, ખરેખર, આ અવસરે જો અભયકુમાર હાજર હોત, તો આ હસ્તીને એક ક્ષણમાં વશ કરી લેત.' લોકોમાં કહેવત છે કે, એકડા વિનાના મીંડા નકામા છે. તે સત્ય છે.’ ૭૧ Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ધન્યકુમાર ચરિત્ર આ પ્રમાણે વિચારમૂઢ થઈ જઈને રાજા વગેરે બેઠેલા છે, તેવામાં કોઈ બોલી ઉઠું કે, ‘મહારાજ ! બહુરત્ના વસુંધરા પૃથ્વી ઉપર અનેક રત્નો હોય છે, તેથી આપે આખી નગરીમાં પડહો વગડાવવો, ઉદ્ઘોષણા કરાવવી કે જેથી કોઈ બુદ્ધિશાળી પુરુષ આપણું આ કાર્ય કરનાર અવશ્ય નીકળશે.' રાજાએ તે વાત કબૂલ કરી અને તરત જ પડહો વગડાવ્યો, તેમાં જણાવ્યું કે, હે પ્રજાજનો ! રાજાની આજ્ઞા સાંભળો, જે કોઈ માણસ ભલે તે ગમે તેવી સ્થિતિવાળો હશે, તો પણ આ મદાંધ થયેલા મસ્તીખોર હસ્તીને યોગી પુરુષ અધ્યાત્મ જ્ઞાનથી મનને ઠેકાણે લાવે તેમ તેને આલાનસ્તમે લાવીને બાંધી દેશે, તેને ચંદ્રની શોભાને પણ જીતે તેવી મુખાકૃતિવાળી સોમશ્રી નામની મારી કન્યા આપવામાં આવશે, તેમજ લક્ષ્મીના સ્થાનક જેવા મનોહર એક હજાર આરામ, બગીચા તથા ગ્રામો આપવામાં આવશે. તેથી જે કોઈ કળાવાન હોય તેણે પ્રગટ થઈને આ હસ્તીને આલાનસ્તંભે લાવીને બાંધવાનો પ્રયત્ન કરવો.’ આ રીતે આખા નગરમાં શ્રેણિક રાજાએ પોતાના તરફથી પડહ વગડાવ્યો. ઉપરોક્ત પડહ વગાડતો પુરુષ અનુક્રમે જે સ્થળે પરદેશથી ફરતા ફરતા આવીને ધન્યકુમાર રહેલો હતો, તે ઘર પાસે આવી પહોંચ્યો, એટલે તરત જ હાથીને વશ કરવાનો તે પડહ ધન્યકુમારે સ્વીકાર્યો અને તેને આગળ જતો અટકાવ્યો. આ પડહનો તેણે સ્વીકાર કર્યો, એટલે સેવક પુરુષો પડહ વગાડતા બંધ થયા અને રાજાને નિવેદન કર્યું કે, ‘રાજન્ ! એક પરદેશી મહાપુરુષે આ પડહનો સ્વીકાર કર્યો છે.' રાજાએ પણ તે વાત સાંભળી, એટલે મોટા આશ્ચર્યથી તેનું હૃદય ભરાઈ ગયું અને તે પણ તે સ્થળે આવ્યો. Page #82 -------------------------------------------------------------------------- ________________ પુણ્યશાલીના પગલે ધન્યકુમાર પણ તે પડહ ઝીલ્યા પછી ઘેરથી બહાર નીકળી જે સ્થળે હાથી તે વખતે ફરતો હતો અને લોકોને હેરાન કરતો હતો, તે સ્થળે આવ્યો. તેણે પોતે પહેરેલાં બધાં વસ્ત્રો તજી દીધાં અને માત્ર એક વજબંધ કછોટા વડે કેડ બાંધીને તે હસ્તીની પાસે ગયો અને કોઈ વખત તેની નજીકમાં, કોઈ વખત પડખેના ભાગમાં, કોઈ વખત તેના પાછળના ભાગમાં તે વસ્ત્રોના ગોળ દડાઓ કરીને હસ્તીની આસપાસ ફેંકવા લાગ્યો. હાથી પણ તેને પકડવા માટે દોડાદોડી કરવા લાગ્યો, તે સમયે ધન્યકુમાર લઘુલાઘવી કળાથી જેવો હસ્તી તેની પાસે આવે કે તરત તેની પછવાડે જઈ પ્રહાર કરીને હાથીને ચક્રની માફક ફેરવવા લાગ્યો. હાથીને વશ કરવાની કળામાં કુશળ એવા ધન્યકુમારે હાથીને બહુ પ્રકારે આ રીતે ભમાવીને અતિ શ્રમિત કરી નાંખ્યો અને ખેદ પમાડ્યો. હાથી પણ ચારે તરફ ભટકતાં અને દોડતા અતિ શ્રમ લાગવાથી તદન મદરહિત થઈ ગયો. જ્યારે હાથીને ગ્લાન અંગવાળો, ખેદિત અને નિર્મદ થયેલો જાણ્યો, ત્યારે વાંદરાની જેમ પૂંછડું પકડીને હાથીની પીઠ ઉપર ધન્યકુમાર ચડી બેઠો; પછી પોતાના પાદઘાત વડે તેનાં મર્મસ્થાનમાં પ્રહાર કરીને અને અંકુશ વડે તેને સીધો કરી દઈને આકુળવ્યાકુળ થયેલા તે હસ્તીને આલાનસ્તંભ પાસે લઈ જઈને ધન્યકુમારે બાંધી દીધો. મગધેશ્વર શ્રેણિક નૃપતિ પણ તેની હસ્તીદમનની અતિ ઉત્તમ કળા જોઈને હૃદયમાં બહુ રંજિત થયા અને ધન્યકુમારની પ્રશંસા કરીને બહુમાનપૂર્વક મોટો મહોત્સવ કરીને પોતે આપેલ વચનાનુસાર પોતાની સોમશ્રી નામની અતિ રૂપવતી કન્યા તેને પરણાવી અને એક હજાર ગામો આપ્યાં. બીજી પણ સુવર્ણ, મણિ, મોતી વગેરે ઘણી અમૂલ્ય વસ્તુઓ હસ્તમેળાપ વખતે આપીને શ્રેણિક રાજાએ પોતાનાં વચનને સંપૂર્ણ રીતે પાળ્યું. જેવી રીતે નવા Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ધન્યકુમાર ચરિત્ર વરસાદના વરસવાથી પર્વતમાંથી ઉત્પન્ન થતી નદી વૃદ્ધિ પામે છે, પાણીથી ભરાય છે અને સંપૂર્ણ થઈ બે કાંઠામાં ઉભરાઈ જાય છે તેવી જ રીતે શુષ્ક વન પલ્લવિત થવાથી મુદિત થયેલી ધન્યકુમારની કીર્તિરૂપી વેલડી હસ્તીનો ભય નિવારવાથી આખા રાજગૃહી નગરીરૂપી મંડપમાં વિસ્તારને પામી ગઈ. Page #84 -------------------------------------------------------------------------- ________________ ८ ધન્યકુમારનું બુદ્ધિચાતુર્ય સમસ્ત બુદ્ધિના એક સ્થાનરૂપ અભયકુમાર વેશ્યાના કપટથી ઉજ્જયિનીમાં ચંડપ્રદ્યોતની નજરકેદમાં રહ્યો છે, એટલે રાજગૃહી નગરીમાં અભયકુમારની ગેરહાજરીથી લુચ્ચા, ધૂર્ત, ફૂટબુદ્ધિવાળા, દાંભિક વગેરે હલકા લોકો નગરના લોકોને છેતરવા માટે તૈયાર થઈ ગયા. એક દિવસ એક આંખે કાણો ધૂર્ત અવસર જાણીને ઉત્તમ વ્યવહારીના કપડાં પહેરી જાણે કે મૂર્તિમાન દંભ હોય તેવો તે ગોભદ્ર શ્રેષ્ઠીના ઘેર આવ્યો અને તેમને નમસ્કાર કરીને ધન વડે ધનદ તુલ્ય તેમની પાસે જઈને બોલ્યો, ‘ગોભદ્ર ! શ્રેષ્ઠી ! આપ મને પિછાણો છો ? આપની સ્મૃતિમાં હું આવું છું ?’ શ્રેષ્ઠીએ કહ્યું, ‘તમે કોણ છો ?' ધૂર્તે કહ્યું, ‘પહેલાં આપણે ચંપાનગરીમાં સાથે ગયા હતા, ત્યાં બીજા પણ ઘણા વ્યાપારીઓ આવ્યા હતા, હું પણ વ્યાપાર કરવામાં પ્રવૃત્ત થયો હતો, પણ ઇચ્છિત દ્રવ્ય વગર મારાથી બરોબર વ્યાપાર થતો નહિ, તેથી હું ચિંતાતુર રહેતો હતો, પછી તમને પરોપકાર કરવામાં તત્પર એક ઉત્તમ સગૃહસ્થ જાણીને Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ધન્યકુમાર ચરિત્ર હું તમારી પાસે આવ્યો હતો અને તમને મેં કહ્યું હતું કે, “શ્રેષ્ઠી! મારે એક લાખ દ્રવ્યની જરૂર છે, તેથી મને એક લાખ દ્રવ્ય આપો. તમે જો લાખ દ્રવ્ય મને આપશો તો તે દ્રવ્ય વડે હું વ્યાપાર કરીશ, લાભ મેળવીશ અને વૃદ્ધિ પામેલું તમારું દ્રવ્ય વ્યાજ સહિત તમને પ્રણામ કરીને હું પાછું આપી જઈશ, કેમ કે જે કાંઈ કરજ હોય છે, તે દાસ થઈને પણ દેવું જ પડે છે, દીધા વિના છૂટકો થતો નથી. જો તમને મારો વિશ્વાસ ન આવતો હોય તો હું મારા શરીરના સારભૂત એક મારી ચક્ષુ તેને બદલે તમારે ત્યાં ઘરેણે મૂકું, સમય આવે તે દ્રવ્ય આપીને હું મારી આંખ પાછી લઈ જઈશ.’ આમ કહીને મારી એક આંખ તમારે ત્યાં તે અવસરે ઘરેણે મૂકીને હું એક લાખ દ્રવ્ય તમારી પાસેથી લઈ ગયો હતો. તમારા તે દ્રવ્ય વડે મેં મોટો વ્યાપાર કર્યો. મોટો વ્યાપાર કરવાથી તથા ઉદ્યમ કરવાથી ઘણું દ્રવ્ય મને મળ્યું. આ બધું તમારા ઉપકાર વડે જ બન્યું છે, તેમ હું માનું છું. માટે હવે શેઠ ! તે તમારું મને આપેલ લાખ દ્રવ્ય વ્યાજ સહિત ગ્રહણ કરો અને સૂર્યજ્યોતિની પ્રભાતુલ્ય મારૂં નેત્ર મને પાછું આપો. તે ધૂતારાનાં મીઠા પણ કપટયુક્ત આવાં વચનો સાંભળી પ્રત્યુત્તર આપવામાં ચતુર એવા ગોભદ્ર શ્રેષ્ઠીએ ઘણી ઘણી નમ્ર યુક્તિઓ વડે તેને સમજાવ્યો, પણ તે કોઈ રીતે માન્યો નહિ, પરંતુ ઊલટું , બહુ વાચાળપણાથી અનેક યુક્તિપૂર્વક વચન રચના કરીને તેણે તો કજીઓ કરવા માંડ્યો. તેણે શ્રેષ્ઠીને કહ્યું, “કરોડો દ્રવ્ય આપવા વડે પણ ન મળી શકે તેવું મારું લોચન તમને મળવાથી તમે લોભ સમુદ્રમાં ડૂબો નહિ, આવી રીતે જૂઠું બોલવું તે તમારા જેવા વ્યાપારીને બિલકુલ છાજતું નથી, જેવી આખા નગરમાં તમારી ભલમનસાઈ કહેવાય છે, તે સાચવી રાખવી અને તેનું મહત્ત્વ ઓછું થવા ન દેવું, તેમાં Page #86 -------------------------------------------------------------------------- ________________ ધન્યકુમારનું બુદ્ધિચાતુર્ય જ તમારી શોભા છે. જો તમે આ પ્રમાણે વિરૂદ્ધ વચનો ઉચ્ચારશો, ખોટું બોલશો તો લોકોમાં તમારી સામે વિરોધ પ્રગટ થવાથી તમે મોટી આપત્તિમાં પડશો, તમારી મહત્તાનો અને આબરૂનો નાશ થશે, માટે તમારી સજ્જનતા અખંડિત રહે તે પ્રમાણે તેનું રક્ષણ કરો ! વળી આજ સુધી તો મારી આંખ તમારા ઘેર ઘરેણે મૂકી જવાથી લોકોએ મને “કાણા'ના ઉપનામથી બોલાવ્યા કર્યો, તે મેં સહન કર્યું, પણ હવે તો ઇષ્ટદેવની કૃપાથી જોઈએ તેટલું દ્રવ્ય મને પ્રાપ્ત થયું છે, તેથી મારી આંખ હોવા છતાં અને તે આંખ છોડાવી શકાય તેટલો ધનલાભ પણ મને થયેલ છતાં લોકોનું એવું વચન હું હવે શા માટે સાંભળું અને સહન કરૂં ? તેથી મને ચક્ષુ પાછી આપો, મારે બીજું કાંઈ પણ જોઈતું નથી. ચક્ષુ સિવાય હું બીજું કાંઈ લેવાનો નથી.' ધૂર્તનાં ઉપરોક્ત વચનોને સાંભળીને ગોભદ્ર શેઠને શું કરવું તે કાંઈ સૂઝયું નહિ, તેઓ દિમૂઢ બની ગયા અને તે ધૂર્તને સમજાવવા માટે તેમણે અન્ય પ્રતિષ્ઠિત શ્રેષ્ઠીઓને બોલાવ્યા. તેઓએ સામ, દામાદિ ઉપાયો વડે તથા અનેક યુક્તિઓ વડે તે ધૂર્તને સમજાવવા પ્રયત્ન કર્યો, પણ તે સર્વ યુક્તિઓ નિષ્ફળ ગઈ, તે જરાપણ સમજ્યો નહિ, જ્યારે ગોભદ્ર શ્રેષ્ઠીએ જવાબ ન આપ્યો, પોતાની આંખ પાછી ન આપી ત્યારે તે ધૂર્ત નટની જેમ કપટ કળા કેળવતો શ્રેણિક મહારાજાની સભામાં ગયો, ત્યાં ફરિયાદ કરી અને વ્યંગ્યાર્થથી ગર્ભિત વચનો એવી રીતે બોલવા લાગ્યો કે રાજાની સભા શોભાવનારા એવા સર્વ પ્રધાનો પણ તેને પ્રત્યુત્તર દેવાને શક્તિમાન થયા નહિ. સર્વ પ્રધાનો અને સભાજનો તે ધૂર્તનાં કુયુક્તિયુક્ત વચનોને સાંભળી દિમૂઢ જ બની ગયા અને એકબીજાના મોઢા સામું જોવા લાગ્યા, કોઈએ કાંઈ ઉત્તર આપ્યો નહિ. Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ધન્યકુમાર ચરિત્ર તે સમયે બધા સભાસદોની આવી અવસ્થા જોઈને શ્રેણિક મહારાજ અભયકુમારને સંભારવા લાગ્યા અને તેની વિરહવ્યથા યાદ કરીને કહેવા લાગ્યા, “પ્રધાનો ! સભાજનો ! જો આ અવસરે અભયકુમાર હાજર હોત, તો આ કલહ શમાવવામાં આટલો વિલંબ ન થાત. જો સૂર્ય પ્રકાશતો હોય તો અંધકારનો સમૂહ કેવી રીતે વિલાસ કરી શકે? એક અભયકુમાર વિના મારી આવી મોટી સભા પણ મને હર્ષ કરાવનારી નિવડતી નથી. જેવી રીતે ચંદ્ર વિના રાત્રી બિલકુલ શોભા ધારણ કરતી નથી, તેમ અભયકુમાર વિના મારી આ સભા શોભા રહિત થઈ ગઈ છે.” રાજાનાં આ વચન સાંભળી એક પુરુષે કહ્યું, “સ્વામિન્ ! નગરમાં એવી ઉદ્ઘોષણા કરાવો કે, આ નગરમાં એવો કોઈ બુદ્ધિશાળી છે કે જે ગોભદ્ર શ્રેષ્ઠીની બાબતમાં સત્યાસત્યનો નિર્ણય કરી આપીને બધું કાર્ય સરળ કરી આપે, જો હોય તો તેણે પ્રગટ રીતે બહાર આવવું.” તેની સૂચના પ્રમાણે રાજાને વિચાર થવાથી અને ગોભદ્ર શ્રેષ્ઠીનો પણ તે જ પ્રમાણે અભિપ્રાય થવાથી રાજગૃહી નગરીમાં ચોરે અને ચૌટે સર્વત્ર શ્રેણિક મહારાજાએ એવો પડહ વગડાવ્યો કે, “જે કોઈ બુદ્ધિશાળી પુરુષ આ માયાવી માણસને સચોટ પ્રત્યુત્તર આપી, તેને નિરૂત્તર કરશે અને ગોભદ્ર શ્રેષ્ઠીની ચિંતા મટાડશે, તેને ગોભદ્ર શ્રેષ્ઠી બહુ ઋદ્ધિ સહિત પોતાની પુત્રી પરણાવશે અને રાજા પણ તેને બહુ સન્માન આપશે.” રાજગૃહી નગરીમાં ઉપરોક્ત પડહ વગાડતો વગાડતો જે ઠેકાણે સજ્જન પુરુષોમાં આદર પામેલા ધન્યકુમાર રહેતા હતા ત્યાં આવ્યો. તે વખતે કૌતુકથી આકર્ષણ પામેલ ચિત્તવાળા અને કપટરૂપી અંધકારનો નાશ કરવામાં સૂર્ય જેવા ધન્યકુમારે તે પડહ ઝીલી લીધો અને એક ઉત્તમ અશ્વ ઉપર આરૂઢ થઈને તેઓ રાજસભામાં Page #88 -------------------------------------------------------------------------- ________________ ધન્યકુમારનું બુદ્ધિચાતુર્ય ગયા. રાજાને નમસ્કાર કરીને યોગ્ય સ્થાને તેઓ બેઠા, રાજાએ તેમને બહુમાન આપ્યું અને તે ધૂર્તની બધી હકીકત કહી સંભળાવી. ધન્યકુમારે તે હકીકત સાંભળી જરા હસીને રાજાને કહ્યું, “મહારાજ ! આપના પ્રતાપથી એક ક્ષણમાત્રમાં હું તેને નિરૂત્તરકરી દઈશ, માટે આપે જરા પણ ચિંતા કરવી નહિ.” ત્યાર પછી ગોભદ્ર શ્રેષ્ઠીને એકાંતમાં બોલાવીને કહ્યું કે, “શ્રેષ્ઠીશ્રી, આવતી કાલે તે ધૂર્ત રાજસભામાં કપટકળા કેળવવા આવે ત્યારે હું તમને કહું, તે પ્રમાણે તમારે તેને ઉત્તર આપવો.' આ પ્રમાણે કહી શું ઉત્તર દેવો તે સમજાવીને ધન્યકુમાર રાજાની રજા લઈ પોતાનાં સ્થાને આવ્યા. બીજે દિવસે રાજાની આજ્ઞાથી રાજસભામાં સર્વે સભાજનો અને ગામના લોકો પણ આવ્યા. ધન્યકુમાર પણ સમય થયો ત્યારે આવ્યા. પછી પેલા ધૂર્ત ઘણી યુક્તિઓ પૂર્વક પોતે ગોભદ્ર શ્રેષ્ઠીનાં ઘેર ઘરેણે મૂકેલ ચક્ષુની માંગણી કરી. તેની માંગણી થતાં જ ગોભદ્ર શ્રેષ્ઠીએ સમસ્ત સભ્યજનોની તથા રાજાની સમક્ષ તે વિવાદની શાંતિ માટે ધૂર્તિને કહ્યું, “હે ભાઈ ! તેં તારી ચક્ષુ મારા ઘેર ઘરેણે મૂકી હશે, તારું કહેવું બિલકુલ ખોટું નહીં હોય, પણ મારા ઘેર ડાબલાઓમાં આ પ્રમાણે ઘરેણે મૂકાયેલી હજારો ચક્ષુઓ પડેલી છે. તેથી તેમાં તારી ચક્ષુઓ કઈ તેની બિલકુલ ખબર પડતી નથી અને જો કોઈને બદલે કોઈની ચક્ષુ અપાઈ જાય તો શાસ્ત્રમાં મહાપાપ કીધેલું છે. સર્વે માણસોને પોતપોતાની વસ્તુઓ તેમાં ખાસ કરીને ચક્ષુ તો બહુ જ પ્રિય હોય છે. કહ્યું પણ છે કે, “પૃથ્વીનું મંડન નગર છે, નગરનું મંડન તેનાં ઉત્તમ ગૃહો છે, ઉત્તમ ગૃહોનું મંડન ધન છે, ધનનું મંડન કાયા છે ને કાયાનું મંડન મુખ છે અને મુખનું મંડન ચક્ષુ છે, મનુષ્યોને ચક્ષુ આખા શરીરમાં સારભૂત છે.” વળી અતિ જરૂરી કાર્ય આવી પડે ત્યારે જ પોતાની અતિપ્રિય વસ્તુ પણ ઘરેણે મૂકીને માણસો ધન લાવે છે અને ધન ધીરનારા વ્યાપારી પણ ઘરેણે મૂકાયેલી વસ્તુઓ લઈને વ્યાજે રૂપિયા ધીરે છે, તેવી Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ધન્યકુમાર ચરિત્ર સવ્યાપારીઓની પદ્ધતિ છે. હવે તું તારી આ બીજી ચક્ષુ મને આપ કે, જેથી તેને સરખી મેળવીને ઓળખીને હું તારી પ્રથમની ચક્ષુ અહીં હાજર કરું.” ગોભદ્ર શ્રેષ્ઠીની આ વાણી સાંભળીને જેવી રીતે ફાળ ભરવામાં ચૂકેલ વાંદરો અથવા દાવ નાખતાં ચૂકેલ જુગારી વિલખો થઈ જાય, તેવી રીતે તે ધૂર્ત પણ પોતાની ચક્ષુ આપવાને અશક્ત હોવાથી વિલખો થઈ ગયો. ધન્યકુમારની આ વિચક્ષણતાથી ગોભદ્ર શ્રેષ્ઠીએ વાપરેલ બુદ્ધિ વડે ધૂર્તની વાણી બંધ થઈ ગઈ અને તેણે કરેલી કપટ રચના ઉઘાડી પડી જવાથી ઘણા પ્રકારની વિડંબના કરીને તેને દેશમાંથી કાઢી મૂકવામાં આવ્યો. ગોભદ્ર શ્રેષ્ઠી જેવી રીતે રાહુના પંજામાંથી મુકાયેલ ચંદ્રમાં શોભે તેમ યશ અને લક્ષ્મી વડે અધિક શોભવા લાગ્યા. લોકોએ કહેલી ધન્યકુમારની બુદ્ધિના વિલાસની તથા ચતુરાઈની વાતો સાંભળીને સોમશ્રી અને કુસુમશ્રી (ધન્યની બંને પૂર્વ પરિણીત પત્નીઓ) પણ બહુ આનંદ પામી. ગોભદ્ર શ્રેષ્ઠીની પુત્રી સુભદ્રા પણ ધન્યકુમારના ગુણોથી અત્યંત રંજીત થઈ તેને પરણવાને ઉત્સુક થઈ, ધન્યકુમારને કન્યાદાન આપવામાં આતુર થયેલા ગોભદ્ર શ્રેષ્ઠીના સ્વજન સંબંધીઓ પણ શ્રેષ્ઠીને પ્રેરણા કરવા લાગ્યા. ગોભદ્ર શ્રેષ્ઠીએ ક્રોડથી પણ અધિક ધન કન્યાદાનમાં આપીને વિવિધ પ્રકારના મહોત્સવો કરી પોતાની સુભદ્રા નામની પુત્રી ધન્યકુમારની સાથે પરણાવી. ધન્યકુમાર પણ ગુણ પ્રાપ્ત થયેલી તે સુભદ્રાને રામ સીતાને પરણે તેવી રીતે પરણ્યા અને પોતાનાં ઘેર લાવ્યા. પ્રભુતા, ઉત્સાહ અને મંત્રીઓ વડે જેવી રીતે રાજા શોભે તેવી રીતે ત્રણ પ્રિયાઓથી પરવરેલો ધન્યકુમાર પણ અતિશય શોભવા લાગ્યો. Page #90 -------------------------------------------------------------------------- ________________ ધન્યકુમાર કૌશાંબી નગરીમાં લક્ષ્મીરૂપી વધૂના ક્રિીડાગૃહ તુલ્ય રાજગૃહી નગરીમાં એક વખતે પુણ્યશાલી ધન્યકુમાર સાત માળની હવેલીમાં ઉપરના માળે લીલાપૂર્વક વિનોદાદિક સુખ ભોગવતા આનંદ કરતા હતા. તે અવસરે આમતેમ જોતાં રસ્તા ઉપર ધન્યકુમારે દૃષ્ટિ કરી, તો અતિદીન દશાને પામેલા, વનચર પશુ જેવા રંક થઈ ગયેલા, રસ્તાની ધૂળથી ખરડાયેલાં અને જીર્ણ વસ્ત્રો પહેરેલાં પોતાનાં માતા શીલવતી, પિતા ધનસાર તથા ત્રણ મોટા ભાઈઓ ધનદેવ, ધનદત્ત તેમજ ધનચંદ્ર આદિને તેણે જોયા, તેઓને જોઈને મનમાં અતિ વિસ્મિત થઈ ધન્યકુમાર વિચારવા લાગ્યા, “અહો ! કર્મની ગતિ કેવી વિચિત્ર છે, આ મારા આખા કુટુંબને ક્રોડોનું ધન તથા ધાન્યાદિકથી ભરેલા ગૃહમાં મૂકીને હું અહીં આવ્યો હતો. તે છતાં તેમની આવી સ્થિતિ થઈ ?” ખરેખર “કરેલ કર્મથી છોડાવવાને કોઈ સમર્થ નથી, એવું જિનેશ્વર ભગવાનનું વચન સત્ય છે.” આમ વિચાર કરીને સેવકોને મોકલી તે સર્વને ધન્યકુમારે પોતાના ઘરમાં બોલાવ્યા અને નમસ્કાર કરીને વિનયપૂર્વક અંજલિ જોડી સ્વચ્છ અંતઃકરણપૂર્વક પિતાને તેણે પૂછ્યું, “હે પિતાજી ! Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮ ૨ ધન્યકુમાર ચરિત્ર બહુ લક્ષ્મીવાળા આપની આવી નિર્ધન અવસ્થા કેમ થઈ? છાયાનો આશ્રય લઈને બેઠેલાઓને તાપની પીડા કદી પણ થતી નથી.’ ધન્યકુમારનું આ કથન સાંભળીને ધનસાર બોલ્યા, ‘વત્સ ! તારા પુણ્યથી આવેલી લક્ષ્મી તું ઉજ્જયિનીમાંથી નીકળ્યો કે તરત જ જેવી રીતે અતિ ફ્રુટ એવી ચેતના પણ દેહમાંથી જીવ જતાં તેની સાથે ચાલી જાય છે, તેવી રીતે તારી સાથે જ નીકળી ગઈ. કેટલુંક ધન ચોરો ચોરી ગયા, કેટલુંક અગ્નિથી બળી ગયું, કેટલુંક જળથી નાશ પામ્યું, ભૂમિમાં દાટેલું કોયલારૂપ થઈ ગયું અને અદૃશ્ય પણ થઈ ગયું. આમ સર્વ ધનનો નાશ થઈ ગયો અને છેવટે પેટ ભરવાની પણ મુશ્કેલી થઈ પડી, ત્યારે નગરને અમે છોડી દીધું અને ગામેગામ ભમતાં ‘રાજગૃહી મોટી નગરી છે.’ એમ સાંભળીને અમે બધા અહીં આવ્યા. પૂર્વે કરેલા કોઈ પુણ્યના ઉદયથી આજે તારૂં દર્શન થયું અને દુર્દશા નાશ પામી.’ પિતાજીની આવી વાણી સાંભળીને સ્વચ્છ હૃદયી ધન્યકુમાર પણ તેમનું દુઃખ હૃદયમાં પ્રતિબિંબિત થવાથી દુ:ખી થયો. કારણ કે, સજ્જનો સ્વભાવથી જ એવા હોય છે. વળી ધન્યકુમારને તે વખતે એક વિચાર આવ્યો, ‘મારા પિતાશ્રી તથા બંધુઓ વગેરે આવા રાંક વેષથી આ નગરમાં આવે અને મારા ઘરમાં રહે તે યુક્ત નથી, આમ થાય તો તો ઘરમાં કામ કરનારા નોકરો પણ તેમનું બહુમાન કરે નહિ.' લોકોમાં પણ કહેવાય છે કે, ‘વેષના આડંબર વિનાના મોટા માણસોની પણ અવજ્ઞા થાય છે.' વળી મહાજનમાં ‘આ મારા બંધુઓ વગેરે નિર્ધન છે.' એમ ન કહેવાય અને તેવી લઘુતા તેમને ન મળે તે જ ઉત્તમ છે. હજુ સુધી કોઈએ આ વાત અહીં પણ જાણી નથી, તેથી ગુપ્ત રીતે હું તેમને નગરની બહારના ઉદ્યાનમાં મોકલાવી દઉં અને ત્યાંથી ઉત્તમ વસ્ત્રો તેમને પહેરાવીને મોટા આડંબર Page #92 -------------------------------------------------------------------------- ________________ ૮૩ ધન્યકુમાર કૌશાંબી નગરીમાં અને સન્માનપૂર્વક હું તે બધાયને મારે ઘેર તેડી લાવું. આ પ્રમાણે વિચાર કરીને ધન્યકુમારે ઉત્તમ વસ્ત્રો અને આભૂષણો વગેરે આપી રથાદિકની અંદર તેઓને ગુપ્ત રીતે બેસાડીને તેમને નગર બહાર મોકલી દીધા. નગરની બહારના કોઈ ઉદ્યાનમાં લઈ જઈને નોકરોએ સુગંધી તૈલાદિક વડે મર્દન કરી સર્વને સ્નાન કરાવ્યું, વસ્ત્રાભરણાદિકથી અલંકૃત કર્યા અને ઉત્તમ પ્રકારના રથાદિક સુખાસનોમાં તેમને બેસાડ્યા. ત્યાર પછી પૂર્વે નક્કી કર્યા મુજબ નિયત કરેલા પુરુષોએ આવીને ધન્યકુમારને વધામણી દીધી, સ્વામી ! નગરના ઉપવનમાં આપના પૂજ્ય પિતાશ્રી તથા વડીલ બંધુઓ આવેલા છે. તેથી વધામણી આપનારને હર્ષપૂર્વક દ્રવ્યાદિક દેવા વડે રાજી કરીને ઘોડા, રથ, સિપાઈ ઇત્યાદિક પરિવારથી તથા અનેક મોટા શ્રીમંત શ્રેષ્ઠીઓથી પરિવરેલ ધન્યકુમાર તેમને તેડી લાવવાને ઉપવનમાં ગયો. દૂરથી પિતાનાં દર્શન થતાં જ વાહનમાંથી નીચે ઉતરીને હર્ષપૂર્વક પિતાજીના પદયુગલમાં પડી, પ્રણામ કરીને તે બોલ્યો કે, “આજનો મારો દિવસ સફળ થયો, આજે મારા સર્વ કાર્યની સિદ્ધિ થઈ. આજે મારું સકળ ધન પણ સફળ થયું અને આજે મારો જન્મ સફળ થયો, કારણ કે આજે મને આપનાં પવિત્ર ચરણયુગલનાં દર્શન થયાં.” આમ સારી રીતે શિષ્ટાચારપૂર્વક પિતાજી તથા મોટા બંધુઓને નમન કરી કુશળવાર્તા પૂછીને સજ્જનતા તથા વિનીતના સર્વાશે ભાગ્યશાલી ધન્યકુમારે પ્રગટ કરી. પિતા ધનસાર શ્રેષ્ઠી પણ અત્યંત હર્ષપૂર્વક ધન્યકુમાર તથા સાથે આવેલા શ્રેષ્ઠીઓને ભેટ્યા અને સુખની તથા કુશળક્ષેમની વાતો પૂછવા લાગ્યા. Page #93 -------------------------------------------------------------------------- ________________ ચરિત્ર ધન્યકુમાર ધન્યકુમારે પિતાને સુખાસનમાં, મોટા ભાઈઓને અશ્વો ઉપર, માતા વગેરેને રથાદિકમાં બેસાડીને મોટા સામૈયા સહિત ઉત્સવપૂર્વક નગરમાં પ્રવેશ કરાવ્યો. ચતુરાઈમાં અગ્રેસર પુરુષ ઔચિત્યને કદી પણ ચૂકતા નથી. પિતાને ઘરના નાયક બનાવીને તથા સુંદર અને મનોહર ગામ તેમજ વન, બગીચાઓ ભાઈઓને આપીને ધન્યકુમાર અત્યંત ભક્તિ તથા પ્રીતિ બતાવવા લાગ્યા. જે મનુષ્યોની લક્ષ્મી બંધુઓના ઉપભોગમાં આવે છે, તે જ લક્ષ્મી વખાણવા લાયક છે. ૮૪ આ રીતે સજ્જન શિરોમણિ ધન્યકુમારે પોતાના ધનદેવ આદિ ત્રણે મોટા ભાઈઓને ધનાદિક વડે બહુ રીતે સત્કાર્યા, તો પણ તે દુષ્ટ બુદ્ધિવાળા અને હલકી વૃત્તિવાળા હોવાથી હર્ષને સ્થાને ઇર્ષ્યાને જ ધારણ કરવા લાગ્યા. નીતિશાસ્ત્રમાં કહેલું છે કે, ‘દુષ્ટ માણસોને બહુમાનાદિક આપીને સત્કાર કરવામાં આવે તો પણ તેઓ તો સજ્જનની સાથે કલહ અને ઇર્ષ્યા જ કરે છે, દૂધથી ધોયેલ કાગડો શું કલહંસપણાને કદી પણ પામી શકે છે ? પામી શકતો જ નથી.' ઔચિત્યવેદીઓમાં અગ્રેસર એવો ધન્યકુમાર પોતાના બંધુઓને ઇર્ષ્યાથી વાણી અને તાળવું જેનું સૂકાઈ ગયેલ છે એવા, સુહૃદપણા વિનાના અને ક્રોધથી ધમધમતા દેખીને વિચારવા લાગ્યો, ‘જે સંપત્તિથી બંધુઓનાં અંતઃકરણો અતિ મલિન થઈ જાય, તે સંપત્તિને સજ્જન પુરુષો તો વિપત્તિતુલ્ય જ ગણે છે. તેથી આ સંપત્તિને ત્યજીને ફરી પણ પૂર્વ પ્રમાણે હું દેશાંતરમાં ચાલ્યો જાઉં કે જેથી ઇચ્છિત વસ્તુ પ્રાપ્ત થવાથી મારા ત્રણે બંધુઓ તુષ્ટ થાય.' આવો વિચાર કરીને ધનાદિકથી સંપૂર્ણ ઘર અને ત્રણે પ્રિયાઓને ત્યજી દઈને ગંગાદેવીએ આપેલ એક ચિંતામણિ રત્નને જ સાથે રાખી શ્રેણિક રાજા કે અન્ય Page #94 -------------------------------------------------------------------------- ________________ ધન્યકુમાર કૌશાંબી નગરીમાં શ્રેષ્ઠીજનને પણ જણાવ્યા વગર ગુપ્ત રીતે કોઈ અવસર મળી ગયો ત્યારે ઘર તથા રાજગૃહી નગરીને છોડીને ધન્યકુમાર નગરીની બહાર નીકળી ગયો. રસ્તે ચાલતાં પણ તે પુણ્યશાળી ધન્યકુમારને ચિંતામણિ રત્નના પ્રભાવથી પોતાના ઘરની જેમ સર્વત્ર ઇચ્છિત સુખ પ્રાપ્ત થવા લાગ્યું. સુખોને ભોગવતો, સુખે સુખે માર્ગને લંઘતો અને ઘણા ગ્રામ, નગર, ઉદ્યાનાદિકને જોતો, જેવી રીતે ભવ્ય જીવ તિર્યંચ ગતિના ભવો પૂર્ણ કરીને મનુષ્યગતિ પામે તેવી રીતે અનુક્રમે ભાગ્યશાલી ધન્યકુમાર કૌશાંબી નગરીમાં આવ્યો. કૌશાંબી નગરીમાં સમસ્ત ક્ષત્રિયોમાં શિરોરત્ન જેવો શતાનિક નામે રાજા રાજ્ય કરતો હતો. જેના અતિશય શૌર્યના બળથી તરવારો તથા અરિવર્ગ નિષ્ફળતા પામી ગયો હતો, એટલે કે અરિવર્ગ શાંત પડી ગયા હતા અને ખોને બહાર નીકળવું પડતું નહોતું. તે શતાનિક રાજાના ભંડારમાં એક સહસ્ત્રકિરણ નામનો અમૂલ્ય મણિ હતો. તે મણિ પરંપરાથી તેના પૂર્વજોના સમયથી કુળદેવતાની માફક હંમેશાં પૂજાયા કરતો હતો. એક દિવસ તે રાજાને તે મણિની પૂજા કર્યા પછી વિચાર આવ્યો કે, “આ મણિ પરંપરા વડે પૂર્વજોથી પૂજાયા કરે છે. હું પણ યથોક્ત વિધિએ તેની પૂજા કરું , પણ આ મણિનું માહાભ્ય શું છે, તે હું જાણતો નથી.” આમ વિચારતાં તેનું માહાભ્ય જાણવાની શતાનિક રાજાને ઇચ્છા થવાથી તેના સેવકો રત્નની પરીક્ષા કરનારા ઝવેરીઓને બોલાવી લાવ્યા અને તે ઝવેરીઓને રાજાએ પૂછ્યું, “અમારા પૂર્વજોથી ઘણા દ્રવ્ય વડે આ મણિ યથાવિધિ પૂજાતો હતો. તેથી હું પણ તેની હંમેશા પૂજા કરૂં છું, પણ તે મણિના ગુણો શું છે ? તે હું જાણતો નથી, તેથી આના ગુણો જે હોય તે કહો !' Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૬ ધન્યકુમાર ચરિત્ર શતાનિકે તે બધા મણિપરીક્ષકોને તે મણિના ગુણો પૂછયા, પણ તેવા પ્રકારના શાસ્ત્રજ્ઞાનના અભાવથી મણિના સ્પષ્ટ ગુણો તેઓમાંથી ત્યાં તે સમયે કોઈ કહી શક્યું નહિ. આમ થવાથી રાજાએ નોકરો દ્વારા એવો પડહ વગડાવ્યો, “નિપુણ પુરુષોમાં અગ્રેસર એવો જે કોઈ પુરુષ આ શ્રેષ્ઠ મણિના પ્રત્યક્ષ અને પરોક્ષ જે કાંઈ ગુણો હોય તે પ્રગટ કરશે, તેને સત્ય પ્રતિજ્ઞાવાળો રાજા પાંચસો ગામ, પાંચસો હાથી અને પાંચસો અશ્વો આપશે અને પોતાની સૌભાગ્યમંજરી નામની પુત્રી પરણાવશે.” રાજાની આ આજ્ઞા થવાથી દરેક મોટા રસ્તા અને માર્ગો ઉપર પરીક્ષકને શોધવા માટે ઉપરોક્ત પડહ વગાડતા રાજાના માણસો ભમવા લાગ્યા. તે સમયે ધન્યકુમાર કૌશાંબીમાં પ્રવેશ કરતો હતો. પડદના વગાડનારાઓના પડતને સાંભળીને ધન્યકુમાર તેઓની પાસે આવીને બોલ્યો, “હે પડહ વગાડનારાઓ! હવે તમે પડહ વગાડશો નહિ. હું રાજસભામાં જઈને મણિના ગુણોને પ્રગટ કરીશ. આ રીતે પડહ વગાડતો અટકાવીને પરીક્ષકોમાં શિરોમણિ ધન્યકુમાર પડહવાદકોની સાથે શતાનિક રાજાની સભામાં આવ્યો અને રાજાને નમીને યથાયોગ્ય સ્થાને તે બેઠો.' - શતાનિક મહારાજા પણ તેનું સૌભાગ્ય, કાંતિ, રૂપ અને સુંદર આકાર વગેરે જોઈને બહુમાનપૂર્વક કુશળક્ષેમ પૂછીને તેને કહેવા લાગ્યો, “હે બુદ્ધિના ભંડાર ! આ રત્નની પરીક્ષા કરો અને તેના જે ગુણો હોય તે સ્પષ્ટ બતાવો.” રાજાનો આદેશ મળવાથી ધન્યકુમાર તે મણિને હાથમાં લઈને શાસ્ત્રાભ્યાસ વડે રત્ન પરીક્ષામાં કુશળ થયેલ હોવાથી તેના ગુણો જાણીને વિનયપૂર્વક રાજાને કહેવા લાગ્યો, “મહારાજ ! ચિત્તમાં વિસ્મય કરાવે તેવો આ મણિનો પ્રભાવ છે, હું આપને તે કહી સંભળાવું છું. હે સ્વામિન્ ! આ મણિને જે કોઈ માણસ મસ્તક ઉપર ધારણ કરે Page #96 -------------------------------------------------------------------------- ________________ ધન્યકુમાર કૌશાંબી નગરીમાં તે માણસની હસ્તીઓ જેમ સિંહનો પરાભવ કરી શકતા નથી તેવી રીતે શત્રુઓ પરાભવ કરી શકતા નથી. વળી આ મણિ જે નગરમાં બિરાજતો હોય તે નગરમાં જેવી રીતે સારા રાજાના રાજ્યમાં અનીતિઓનો સંભવ રહેતો નથી તેવી જ રીતે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ વગેરે કોઈપણ જાતના ઉપદ્રવો તેના રાજયમાં ઉદ્ભવતા નથી, જે પર્વત ઉપર વરસાદ પડતો હોય તે પર્વતને દાવાનળની ધાસ્તી હોતી નથી, તેવી જ રીતે આ મણિ જે પુરુષે પોતાના હાથે બાંધેલ હોય તે માણસને કુષ્ઠાદિક વ્યાધિઓ પરાભવ કરી શકતા નથી. વળી સૂર્યનો ઉદય થતાં અંધકાર જેમ ટકતો નથી, નાસી જાય છે. તેવી જ રીતે આ મણિ જેના કંઠમાં બાંધેલ હોય તેને ભૂત-પ્રેતાદિક કોઈ પણ તુચ્છ દેવના ઉત્પાતો થઈ શકતા નથી. હે સ્વામિન્ ! જો કદી મારા કહેવામાં આપને વિશ્વાસ આવતો ન હોય તો એક થાળ આપ અહીં મંગાવો અને સાથે ચોખા મંગાવીને તે થાળ તેનાથી પરિપૂર્ણ ભરાવો. એટલે હું તેની પ્રત્યક્ષ ખાતરી કરી આપું.' ધન્યકુમારે કહેલી આ હકીકત સાંભળીને રાજાએ તરત જ નોકરને એક થાળ લાવવાનો આદેશ કર્યો, એટલે સેવકો ચોખાથી ભરેલો એક થાળ સભામાં લઈ આવ્યા. પછી ધન્યકુમાર બોલ્યો, ચોખાને ખાનારા પક્ષીઓને હવે છોડી મૂકો.” તે રાજાની આજ્ઞાથી સેવકોએ પક્ષીઓને છોડી મૂક્યા. ધન્યકુમારે તે ચોખાના ઢગલા ઉપર તે મણિને રખાવ્યો તથા અતિ ચપળ એવા પણ સમુદ્રનાં કલ્લોલો જેમ દ્વીપની આસપાસ ફર્યા કરે, તેમ તે પક્ષીઓ તે થાળની આસપાસ ભમવા લાગ્યા. પણ મણિના પ્રભાવથી તે થાળને સ્પર્શવાને જરા પણ સમર્થ થયા નહિ. થોડા સમય સુધી આ પ્રમાણેનું આશ્ચર્ય બતાવ્યા પછી ધન્યકુમારના આદેશથી ચોખાથી ભરેલા થાળ ઉપર જે મણિ Page #97 -------------------------------------------------------------------------- ________________ ८८ ધન્યકુમાર ચરિત્ર રાખ્યો હતો, તે દૂર કરવામાં આવ્યો, કે તરત જ ફળોનો ઢગલો જેમ વાંદરા ખાઈ જાય તેમ ક્ષણમાત્રમાં તે પક્ષીઓ બધા ચોખાનું ભક્ષણ કરી ગયા, એટલે ધન્યકુમારે કહ્યું, ‘મહારાજ ! જેવી રીતે આ ચોખાનું આ મણિએ પક્ષીઓથી રક્ષણ કર્યું, તેવી જ રીતે જેની પાસે આ મણિ હોય તેનું શત્રુ, વ્યાધિ, ઉપદ્રવ, ભૂત, પ્રેત તથા અન્ય અનેક તુચ્છ ઉત્પાતોથી અવશ્ય રક્ષણ થાય છે. તે હકીકતની આ દૃષ્ટાંતથી પ્રત્યક્ષ પ્રતીતિ મળે છે.' શતાનિક રાજા આ સાંભળીને અને આ અદ્ભુત પ્રયોગ પ્રત્યક્ષ જોઈને ચિત્તમાં અતિશય ચમત્કાર પામ્યો અને સમસ્ત લોકોની સમક્ષ મણિનો પ્રભાવ અને ધન્યકુમારની પરીક્ષા કરવાની કુશળતાનું વર્ણન કરવા લાગ્યો. અતિ રંજિત ચિત્તવાળા તે રાજાએ સૌભાગ્યમંજરી નામની પોતાની કન્યા ધન્યકુમારને આપી અને વિવાહ કરવા માટે વેવિશાળ નિમિત્તનું તિલક કર્યું, ત્યારબાદ ઉત્તમ દિવસ અને મુહૂર્તો મોટા મહોત્સવપૂર્વક પોતાની પુત્રીનું ધન્યકુમાર સાથે કૌશાંબીના રાજા શતાનિકે પાણિગ્રહણ કરાવ્યું અને હસ્તમેળાપક વખતે પાંચસો ગામો, અશ્વો અને હાથીઓ આપ્યા. શ્વસુરગૃહમાં વાસ કરવો તે અયુક્ત છે' એમ વિચારીને ધન્યકુમારે કૌશાંબીથી બહુ દૂર નહિ એવા નજીકના સ્થળ ઉપર ધન્યપુર નામનું એક શાખાગ્રામ (પરું) વસાવ્યું અને ત્યાં પોતાનો નિવાસ કર્યો. ધન્યપુર ગામ બહુ સુંદ૨ દુકાનોની શ્રેણીથી મનોહર બનાવ્યું હતું. અતિ ઉંચા અને જુદા જુદા પ્રકારના ગોખના સમૂહથી શોભતા ઘરની શ્રેણીઓથી તે દેદીપ્યમાન બનાવવામાં આવ્યું હતું. જોતાં જ દૃષ્ટિને આકર્ષણ કરે તેવું તે મનોહર હતું. આ ધન્ધપુરમાં આવીને ઘણા દેશી અને વિદેશી વ્યાપારીઓએ આનંદથી વિલાસ કર્યો હતો. Page #98 -------------------------------------------------------------------------- ________________ ધન્યકુમાર કૌશાંબી નગરીમાં ૮૯ આવા સુંદર નગરમાં ઘણા અન્ય વ્યાપારીઓ આવીને વસ્યા હતા. આ ગામમાં ભાડું, કર વગેરે બહુ જ ઓછા હોવાથી વ્યાપારીઓ અને અન્ય રહેવાવાળાઓ ખાસ ખેંચાઈને આવ્યા હતા અને અન્યોઅન્યની હરીફાઈથી તરતમાં જ આવીને હર્ષપૂર્વક ત્યાં વસ્યા હતા. આ પુરમાં ધન્યકુમારની પ્રભુતા તો નિશ્ચળ થયેલી હતી. ઉપરાંત વ્યાપારાદિક વ્યવસાયમાં કુશળ હોવાથી ભાગ્યના ભંડાર એવા ધન્યકુમારે મહાપુણ્ય પ્રભાવથી થોડા વખતમાં જ કરોડો રૂપિયા મેળવ્યા. તે નગર અન્ય રાજ્યના ઉપદ્રવથી અને યોગે, વ્યાધિ વગેરે ઉપદ્રવોથી રહિત હતું, તેથી તે નગરમાં વ્યાપારમાં ઘણી સરળતા હતી તથા લાભ ઘણો મળતો હતો. તેથી થોડા વખતમાં જ બહુ મનુષ્યો વસવા આવ્યા. ઘણા મનુષ્યોના નિવાસથી વસતિ વધી જવાના લીધે લોકોને પાણી મળવું મુશ્કેલ થઈ પડ્યું, તેથી ત્યાં વસનારા લોકો પરસ્પર બોલવા લાગ્યા, “આ નગરમાં બીજું તો સુખ છે પણ મોટા જળાશય વિના પાણીની પીડા મટે તેમ નથી.” આવી લોકોક્તિ ચરપુરુષો પાસેથી સાંભળીને લોકોનાં સુખ માટે ધન્યકુમારે સારા મુહૂર્તે એક મોટું સરોવર ખોદાવવાનો પ્રારંભ કર્યો. સેંકડો કામ કરનારા માણસો સરોવર ખોદવાના ઉદ્યમમાં લાગી ગયા અને તેની ઉપર દેખરેખ રાખનારા રાજસેવકો તાકીદે ખોદવા માટે તેમને પ્રેરણા કરવા લાગ્યા. આ બાજુ ધન્યકુમાર પોતાના વડિલ ભાઈઓના કલહથી તથા ઈષ્યભાવથી કંટાળી જઈને રાજગૃહી નગરીને ત્યજી ઘેરથી નીકળ્યો ત્યારથી જ સૂર્ય અસ્ત થતાં દિવસની શોભા ચાલી જાય તેમ કુટુંબની સમસ્ત લક્ષ્મી પણ ત્વરાથી ચાલી ગઈ. એટલે તેનું ઘર બધું લક્ષ્મી રહિત શોભા વિનાનું થઈ ગયું. ધન્યકુમારના ચાલ્યા ગયાની તથા લક્ષ્મીનો નાશ થયાની હકીકત રાજગૃહીના Page #99 -------------------------------------------------------------------------- ________________ ૯૦ કુમાર ચરિત્ર સ્વામી શ્રેણિક મહારાજે સાંભળી, એટલે તેઓ બહુ કોપાકુલ થયા અને રાજસભામાં સભ્યોને કહેવા લાગ્યા, ‘અરે સભાજનો ! દુષ્ટ લોકોની દુષ્ટતા તો જુઓ! મારા જમાઈ ધન્યકુમાર તેના ત્રણ ભાઈઓની સહાય વગર જ આટલી મોટાઈ અને પ્રૌઢતા પામ્યા હતા, છતાં તે દુષ્ટ વડિલ ભાઈઓએ કલહ, ઇર્ષ્યા અને કુટિલતા કરીને તેને અતિશય ખેદ પમાડ્યો, એટલે ક્લેશકારી સ્થાન દૂરથી જ છોડી દેવું તે સજ્જનનું ભૂષણ છે.' આ શાસ્ત્રપ્રસિદ્ધ ઉક્તિનો આશ્રય લઈને ધન્યકુમાર કોઈ દૂર દેશમાં ચાલ્યા ગયા છે, તેમના કશા સમાચાર નથી. મહાપુરુષો વિરોધવાળા સ્થાનમાં રહેતા જ નથી. આ તેના બંધુઓ મહાપાપી છે અને કોઈ પણ પ્રકારના અધિકારને યોગ્ય નથી. આમ કહીને સજ્જનોનું પાલન કરવું અને દુષ્ટોનો દંડ કરવો તે રાજનીતિને સંભારીને તેમને અમુક વખત કારાગૃહમાં રાખી મોટી રકમનો શ્રેણિકે દંડ કર્યો અને બધા ગામો વગેરે તેમની પાસેથી લઈ લીધાં, પછી જેવા આવ્યા હતા, તેવા નિર્ધન કરીને તેમને છોડી મૂક્યા. આવી રીતે ધન્યકુમારના પિતા ધનસાર તથા વિડલ ભાઈ ધનદેવ આદિ ધન વગરના થઈ ગયા, એટલું જ નહિ પણ ધનની સાથે જાણે કે તેની સ્પર્ધા કરનાર યશ, કીર્તિ, કાંતિ વગેરે ગુણો પણ તેમને છોડીને ચાલ્યા ગયા. નામથી ધનસાર પણ ધનરહિત થવાથી અધનસાર મનમાં વિચારવા લાગ્યો, ‘પહેલાં આ જ સ્થળે ઉંચો વ્યાપાર કર્યો, હવે અહીં હલકો ધંધો આપણાથી કેમ થઈ શકશે ?' આમ મનમાં વિચારી તેણે પોતાના પુત્રોને બોલાવીને કહ્યું, ‘પુત્રો, હવે અહીં રહેવું યોગ્ય નથી, તેથી ચાલો આપણે અન્ય દેશમાં જઈએ. દેશાંતરમાં ધનરહિત મનુષ્યોને ઉદર પૂરણાર્થે ભિક્ષાવૃત્તિ કરવી પડે તો પણ દ્રાક્ષ જેવી મીઠી લાગે છે. પરદેશમાં ભિક્ષાવૃત્તિ કરતાં છતાં પણ કોઈ માણસ તેને હલકાં Page #100 -------------------------------------------------------------------------- ________________ ધન્યકુમાર કૌશાંબી નગરીમાં ૯૧ વચનો કહેતો નથી, પણ ઊલટું કરૂણા વડે કોઈ કોઈ માણસો તેને સહાય કરનારા થાય છે. સ્વદેશમાં તો પગલે પગલે લોકોનાં દુર્વચનો સાંભળીને હૃદય બળે છે. હે પુત્રો ! જેવી રીતે સારા પ્રાસવાળું તથા સુંદર કંઠ વડે બોલાયેલું કાવ્ય પણ જો અર્થશૂન્ય હોય તો તે પ્રશંસાપાત્ર નથી, તેવી જ રીતે સમયોચિત ભાષાના વ્યાપારમાં કુશળ એવો પણ નિર્ધન માણસ લોકોમાં પ્રશંસાપાત્ર બનતો નથી.' જીવનનિર્વાહ માટે પરદેશ જવાની ઇચ્છાવાળા ધનસાર શ્રેષ્ઠીએ ત્યાર બાદ સોમશ્રી અને કુસુમશ્રીને તેમના પિતાને ઘેર મોકલી દીધી. ત્યાર પછી સુભદ્રા પ્રત્યે આંખમાં અશ્રુ લાવીને ગદ્ગદ્ કંઠે તેણે કહ્યું, ‘તું પણ ગોભદ્ર શ્રેષ્ઠીને ઘેર જા, અમારા પ્રબળ દુષ્કર્મના ઉદયથી ભાગ્યના એક ભંડારરૂપ પુત્ર કોઈ સ્થળે ચાલ્યો ગયો છે અને તેની સાથે સંપદા ચાલી ગઈ છે. અહીં રહેવાથી અમે કુટુંબનો નિર્વાહ કરવાને અસમર્થ છીએ, તેથી અમે તો હવે દેશાંતરમાં જઈશું. દેશાંતરમાં નિર્ધનને, ચોક્કસ સ્થળ વિનાના પુરુષને, ઓળખાણ વિનાનાને અને સ્થાનભ્રષ્ટ થયેલાને કઈ કઈ વિપત્તિ પડતી નથી ? અનેક પ્રકારની વિપત્તિ પડે છે. તું અતિશય સુકોમળ છો, સુખની લીલામાં જ ઉછરેલી છો. દુ:ખોની વાત માત્ર પણ જાણતી નથી, તેથી હે પુત્રી ! તું સુખોથી ભરેલા તારા પિતા ગૌભદ્ર શ્રેષ્ઠીના ઘેર જા. જ્યારે અમને ભાગ્યશાળી એવા તારા પતિનો સંગમ થશે, ત્યારે તને આમંત્રણ કરીને બોલાવીશું.’ પોતાના શ્વસુરધનસાર શ્રેષ્ઠીના કથનને સાંભળીને સુભદ્રા બોલી, ‘સસરાજી ! આપના જેવા વયોવૃદ્ધ, ફુલપાલનમાં તત્પર, કુટુંબની ચિંતામાં જ લીન થયેલા, સર્વની ઉપર મીઠી દૃષ્ટિવાળા અને અમારૂં દુઃખ જોવાને અસમર્થ એવા આપને તો આ પ્રમાણે Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ધન્યકુમાર ચરિત્ર કહેવું યોગ્ય છે. પરંતુ હું તો શિયળરૂપ શસ્ત્રની સહાય લઈને આપની સાથે જ આવવા ઇચ્છું છું, કારણ કે વિપત્તિ સમયે પણ સતીને તો પતિના ઘેર રહેવું તે જ યોગ્ય છે.' વળી જ્યારે સંપૂર્ણ લક્ષ્મી અને અક્ષય સુખ હોય ત્યારે પણ સ્ત્રીઓને મહોત્સવાદિકના કારણને ઉદ્દેશીને જ પિતાના ઘેર જવું યોગ્ય છે. કારણ વગર નકામા પિતાના ઘેર જવામાં દૂષણ રહેલું છે. આમ હોવાથી વિપત્તિના સમયમાં તો શ્વસુરગૃહે રહેવું તે જ શ્રેષ્ઠ છે. તેથી તે વડિલ ! એક સ્થળે અગર મુસાફરીમાં, સંપત્તિમાં અગર આપત્તિમાં, સુખમાં અથવા તો દુઃખમાં કાયાની સાથે છાયાની જેમ ઉત્તમ રીતે શીલ પાળવાપૂર્વક શ્વસુરગૃહને હું તો કદી પણ છોડીશ નહિ. જ્યાં આપ વડીલો રહેશો ત્યાં હું પણ આપની સાથે જ આપની છાયાની જેમ રહીશ, એવો મેં નિશ્ચય કર્યો છે. પોતાની શાણી સુશીલ પુત્રવધૂ સુભદ્રાનાં આવા સુંદર વચનોને સાંભળીને ધનસાર શ્રેષ્ઠી આનંદિત થઈને બોલ્યા, ‘પતિવ્રતા ! તેં ખરેખર સત્ય કહ્યું છે. તું તે પુરુષોત્તમ ધન્યની ખરેખરી સાચી પત્ની છો. તારા આવા પાતિવ્રત્યના ધર્મમય વિચારથી સાચે જ સારૂં જ થશે. એવો મને નિર્ણય થયો છે.’ ત્યાર પછી ધનસાર શેઠ તેની શીલવતી પત્ની, સુભદ્રા, ત્રણ પુત્રો અને ત્રણે પુત્રની પત્નીઓ, કુલ આઠ જણ સહિત જેમ જીવ આઠ કર્મ સહિત શરીરમાંથી નીકળે તેમ રાજગૃહીથી નીકળ્યો. માર્ગમાં સર્વ સ્થળે મજૂરી વગેરે કરીને આજીવિકા કરતા તથા ઘણા દેશ અને નગરોમાં ફરતાં અનુક્રમે તેઓ કૌશાંબીમાં આવ્યા, કહ્યું છે કે, ‘યતિઓ, યાચકો અને નિર્ધનો વાયુની જેમ એક સ્થળે રહેતા નથી, રહી શકતા નથી.’ મોટી નગરી કૌશાંબીને જોઈને અહીં તહીં સર્વત્ર તેઓ ભમવા લાગ્યા. ફરતાં ફરતાં કોઈ સજ્જન પુરુષને જોઈને Page #102 -------------------------------------------------------------------------- ________________ ધન્યકુમાર કૌશાંબી નગરીમાં ૯૩ ધનસારે તે પુરુષને પૂછયું કે, હે ભાઈ ! આ નગરમાં પૈસાવાળા શ્રીમંતો, મધ્યમ સ્થિતિવાળાઓ તથા નિધન મનુષ્યો કેવી રીતે રહે છે ? કેવી રીતે પોતાની આજીવિકા ચલાવે છે ?' ત્યારે તે માણસે કહ્યું, “ભાઈ ! આ નગરમાં જે શ્રીમંતો છે, તેઓ પોતાની મૂડીથી વ્યવસાય-વ્યાપાર કરે છે, કારણ કે પ્રકાશવાળા દીવાને પ્રકાશ માટે અન્ય દીવાની જરૂર પડતી નથી. શ્રીમંતોથી કયા કયા વ્યાપારો થતા નથી ? તેઓ તો નાણાવટીનો, અનાજ વેચવાનો, ઘીનો, સોનીનો, મણિયારનો, તારનો, હીરાનો, તાંબૂલાદિકનો, તેલનો, સોપારી વગેરેનો, રેશમી વસ્ત્રોનો, કપાસીઆનો, દોશીવટનો (કાપડનો), મણિ વગેરે રત્નનો, સુવર્ણચાંદીનો, કરિયાણાનો, વહાણનો, ગંધિયાણાનો, સુગંધી તેલાદિકનો વગેરે સર્વ પ્રકારનો વ્યાપાર કરે છે. જેઓની પાસે વિશેષ પૈસા નથી હોતા, તેઓ મોટા શ્રીમંત શ્રેષ્ઠીઓ પાસેથી રૂપિયા વ્યાજે લાવીને વ્યાપારાદિક કરીને પોતાનો નિર્વાહ કરે છે. જે જે વ્યાપારમાં કુશળ હોય છે, તે તે પ્રકારનો વ્યાપાર કરીને સુખપૂર્વક પોતાનો નિર્વાહ કરે છે. જેવી રીતે નદીના તટ ઉપર રહેલા અરઘટ્ટો (રેંટો) નદીના પ્રવાહના જળ ઉપર જીવે છે અને પોતાની પ્રવૃત્તિ કરે છે, તેવી રીતે એવા વ્યાપારીઓ બીજાના દ્રવ્ય વડે વ્યાપાર કરીને પોતાનો નિર્વાહ ચલાવે છે. જેઓ અત્યંત નિર્ધન છે અને ઉદરનિર્વાહ મુશ્કેલીથી કરી શકે છે, તેઓ એક ધનવાન શ્રેષ્ઠી જાણે દરિદ્ર લોકોનાં દરિદ્રયને ખોદાવી દૂર કરતા હોય તેમ હાલમાં ધન્યપુરમાં એક મોટું સરોવર ખોદાવે છે, ત્યાં મજૂરી કરીને આજીવિકા ચલાવે છે. ત્યાં તળાવ ખોદનારાઓની મજૂરીની વ્યવસ્થા આ મુજબ કરેલી છે, ત્યાં કામ કરનાર સ્ત્રીઓને હંમેશાં એક દીનાર નાણું અપાય છે અને કામ કરનારા પુરુષોને બે દીનાર ઉપરાંત બે વખત તેઓને તેલ, મસાલા સહિત ઇચ્છિત Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ધન્યકુમાર ચરિત્ર ભોજન અપાય છે. આમ હોવાથી જેઓ નિર્ધન છે અને મજૂરી કરનારા છે, તેઓ આ તળાવ ખોદવાના કાર્યથી સુખે આજીવિકા ચલાવે છે.” નગરના નિવાસી પાસેથી આ હકીકત સાંભળીને ધનસાર શ્રેષ્ઠી બહુ હર્ષિત થયો. પછી પોતાના સર્વ પરિવાર સહિત ધનસાર શ્રેષ્ઠીએ ત્યાં જઈને તળાવ ખોદનારા ઉપરી અધિકારીને વિનયપૂર્વક નમસ્કાર કરી પોતાને તથા પોતાના પરિવારને આજીવિકા ચલાવવા માટે ત્યાં કામ કરવા સારૂ રાખવા વિનંતી કરી. તે મોટો અધિકારી બોલ્યો, “હે વૃદ્ધ ! અમારા સ્વામીના પુણ્યપ્રભાવથી આ સર્વ કામ કરનારા મજૂરો સરોવર ખોદવાનું કાર્ય કરવા વડે સુખે આજીવિકા ચલાવે છે. તું તારા કુટુંબ સહિત તળાવ ખોદવાનો ઉદ્યમ કર અને તે દ્વારા પૈસા મેળવીને સુખેથી કાળ વ્યતીત કરી કુટુંબનો નિર્વાહ કર.” તેની અનુજ્ઞા મળવાથી આખા કુટુંબ સહિત ધનસાર શેઠ તળાવ ખોદવાના ઉદ્યમમાં પ્રવર્યા, તેઓ બધા હિંમેશાં મજૂરી લઈને નજીકમાં કરેલા ઝુંપડાઓમાં રહી સુખેથી ઉદરપૂર્તિ કરવા લાગ્યા. પોતાના પૂર્વકૃત કર્મના ઉદયને વશવર્તી થયેલા જીવો આ ન પૂરી શકાય તેવો પેટનો ખાડો પૂરવા માટે શું શું કાર્યો કરતા નથી? તેથી જ વિવેકી જીવોએ આ સંસારમાં પ્રતિક્ષણે કર્મબંધની ચિંતા કરવાની છે. એક ક્ષણ તે ભૂલવું નહિ. આ રીતે કેટલોક કાળ વ્યતીત થયો. એક દિવસ બપોરના સમયે સંપદાથી પરિપૂર્ણ હોવાને લીધે હર્ષિત એવા લોકોથી પરિવરેલા, મંત્રી તથા સામેતાદિકથી ઘેરાયેલા, પાયદળ, હસ્તી અને ઘોડાઓના સમૂહ સહિત, ઉત્સાહપૂર્વક જેનું ભાટચારણો ગુણવર્ણન કરી રહ્યા છે, તાપ નિવારવા જેની પાછળ સુવર્ણ દંડવાળું છત્ર ધારણ કરાયેલ છે, Page #104 -------------------------------------------------------------------------- ________________ ધન્યકુમાર કૌશાંબી નગરીમાં ૯૫ ઉત્તમ દેદીપ્યમાન સુવર્ણ સરખી કાંતિવાળા, જુદી જુદી જાતના રત્નાલંકારોથી મનોહર લાગતા, દેદીપ્યમાન દિવ્ય ઔષધિની માફક જેનું શરીર બહુ તેજવંત હોવાથી મેરૂપર્વત જેવા લાગતા, ઘણું જીવો, આનંદ પામો, જયવંત રહો.' એવી બિરૂદાવલી બોલતા બંદિવાનોના સમૂહને તેમના જીવનપર્યત ચાલી શકે તેટલું દ્રવ્ય દાનમાં આપતા તેમજ જે મોટું તળાવ પોતાના તરફથી ખોદાતું હતું, તેને જોવાને માટે કૌતુકથી ઉલ્લસિત થયેલા ચક્ષુવાળા ધન્યકુમાર તે તળાવ પાસે આવ્યા. તે અવસરે તળાવનું કામ કરનારા મજૂરો તેમને જોઈને હર્ષપૂર્વક નમન કરવા લાગ્યા. ત્યાં સર્વનાં પ્રણામ સ્વીકારીને એકાંત સ્થળમાં અશોક તરૂની છાયામાં રાજાને યોગ્ય સિંહાસન સેવકોએ પ્રથમથી જ મૂકેલ હતું, તે સ્થળે ધન્યકુમાર બેઠા. થોડીવાર ત્યાં બેસી વિસામો લઈને સર્વે મજૂરોની ખોદવાની પ્રવૃત્તિને તેઓ જાતે ચોક્સાઈપૂર્વક જોવા લાગ્યા. જોતાં જોતાં એક સ્થળે મજૂરી કરવાથી ક્લેશ પામેલા પોતાના આખા કુટુંબને જોઈને ધન્યકુમાર મનમાં બહુ આશ્ચર્ય પામ્યા. તેમને વિચાર થયો કે, “અહો ! કર્મની રેખા દેવતાઓથી પણ ઉલ્લંઘી શકાતી નથી. જો સૂર્ય કદાચ પશ્ચિમ દિશામાં ઉગે, મેરૂ પર્વત ચલાયમાન થાય, અગ્નિ શીતળ ગુણવાળો થઈ જાય, કમળ પુષ્પો પર્વતના અગ્રભાગે શીલા ઉપર ઉગે તો પણ ભાવિ જે કમરેખા હોય તે કોઈ પણ રીતે ફરતી નથી. અહો ! આ મારાં માબાપ, આ ભાઈઓ, આ ભાભીઓ આ મારી પત્ની, આ મારું આખું કુટુંબ અહીં આવેલ છે. ખરેખર કેવી અસંભાવ્ય, ન કલ્પી શકાય તેવી દુર્દશા ભાગ્યયોગે પ્રાપ્ત થઈ છે. આ શાલિભદ્રની બહેન મારી પત્ની સુભદ્રા પણ માટી વહન કરે છે અથવા તો કર્મની ગતિ વિચિત્ર ) છે, સર્વજ્ઞનું આ વચન કોઈ દિવસ મિથ્યા થતું નથી.' Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૬ ધન્યકુમાર ચરિત્ર - આવો વિચાર કરીને પોતાના પિતાને બોલાવી ધન્યકુમારે તેમને કહ્યું, ‘તમે નવા આવ્યા જણાઓ છો ? ક્યાંથી આવ્યા છો? તમારી કઈ જાતિ છે? આ સર્વ સ્ત્રીપુરુષોને તમારી સાથે શું સંબંધ છે?” આમ જ્યારે ધન્યકુમારે પૂછ્યું, ત્યારે પ્રબળ પુણ્ય ઉદયથી તથા વિવિધ પ્રકારના રત્નના અને સુવર્ણના અલંકારોની કાંતિથી જેના શરીરનું સ્વરૂપ ફરી ગયું છે, તેવા ધન્યકુમારને પોતાનો પુત્ર હોવા છતાં ધનસારે ઓળખ્યા નહિ. તેથી પોતાની જાતિ, કુળ, વંશ વગેરે ગોપવીને અવસરે ઉચિત એવો જેમ તેમ ઉત્તર આપતાં તેણે કહ્યું, હે સ્વામીન્ ! અમે પરદેશથી આવેલ છીએ, તદન નિધન છીએ, અમે આજીવિકાનો માર્ગ શોધતા હતા, તેવામાં આ તમારા ગામમાં આવતાં આ પરોપકારી વ્યવસાય સાંભળીને ઘણા દિવસથી અમે અહી રહ્યા છીએ અને તમારા પ્રતાપથી સુખપૂર્વક આજીવિકા ચલાવીએ છીએ.” હંમેશાં પ્રભાતમાં ઉઠીને આપને આશીર્વાદ આપીએ છીએ કે, “ઘણું જીવો, ઘણો આનંદ પામો અને લાંબા વખત સુધી પૃથ્વીનું રક્ષણ કરો.' કારણ કે અમારા જેવાને તો તમે જ જંગમ કલ્પવૃક્ષ છો. આ રીતે મીઠાં વચનો બોલી નમસ્કાર કરીને ધનસાર શ્રેષ્ઠી એક બાજુ ઉભો રહ્યો. પિતાનાં આવાં મીઠાં વચનો સાંભળી ધન્યકુમાર વિચારવા લાગ્યો, “અહો જુઓ ધનનો ક્ષય થતાં મતિનો વિભ્રમ પણ કેવો થઈ જાય છે ? બાળપણથી ઉછેરીને મોટા કરેલા પોતાના પુત્રને પણ તેઓ ઓળખતા નથી. કહ્યું છે કે, ધનનો ક્ષય થતાં તેજ, લજ્જા, મતિ, માન તે સર્વનો પણ નાશ થાય છે, જેવી રીતે મતિમૂઢ થયેલા પશુઓ સાથે ધુંસરીમાં જોડાયા છતાં પોતાના પુત્રને પણ ઓળખતા નથી. તેવી જ રીતે આ મારા પિતાજી પણ સમૃદ્ધિવાન થયેલા મને પિછાણી શકતા નથી. વળી હમણાં દારિદ્રયના પ્રભાવથી લજ્જા પામેલા આ સર્વે પોતાના વંશાદિકને Page #106 -------------------------------------------------------------------------- ________________ ૯૭ ધન્યકુમાર કૌશાંબી નગરીમાં પણ ગોપવે છે. તેજહીન થયેલા તારાઓ દિવસે શું પોતાની જાતિને પ્રગટ કરી શકે છે ? તેથી હમણાં હું પણ તેમને મારી જાતિ વગેરેની ઓળખાણ આપીશ નહિ, સમય આવે જ ઓળખાણ આપીશ. કારણ કે પથ્ય ભોજન પણ અકાળે લેવાથી રોગીને વિકાર કરનાર થાય છે. આમ વિચારીને મૌન ધારણ કરી કાંઈક સ્નેહ તો દેખાડવો, એમ વિચાર કરીને ત્યાં તે કાર્યમાં રહેલા અધિકારી પુરુષને ધન્યકુમારે કહ્યું, “આ પુરુષ વૃદ્ધ અવસ્થાના કારણે જર્જરિત થઈ રહેલા છે, તેથી તેમને ભોજનમાં તેલ ઠીક નહીં રહે, તેથી એમને ઘી આપજો.” આવો આદેશ મળતાં ધનસારે “બહુ મોટી મહેરબાની કરી.” તેમ કહીને પુનઃ પ્રણામ કર્યા. તે વખતે સાથે કામ કરનાર બધા મજૂરો તે ધનસારને કહેવા લાગ્યા, “હે વૃદ્ધ ! તારા ઉપર આપણા સ્વામીની બહુ મોટી કૃપા દેખાય છે કે, જેથી તેમણે તેલને બદલે તને ઘી આપવાનો આદેશ કર્યો, પણ તું એકલો ઘીયુક્ત ભોજન કેમ કરીશ ? એ કાંઈ સારૂં દેખાશે નહિ, કારણ કે ઉત્તમ પુરુષોને પંક્તિભેદ કરીને ભોજન કરવું તે સારું દેખાતું નથી. તેથી તું સ્વામીને અમારા સર્વની તરફથી વિનંતી કર કે જેથી અમો સર્વને પણ ઘીનો આદેશ મળે ! આ પ્રમાણે સર્વેએ ધનસારને કહ્યું, તેથી તે ફરીથી ધન્યકુમારને પ્રણામ કરીને વિનંતી કરવા લાગ્યો, “સ્વામીન્! એકલો ઘી ખાઉં તે સારું નહિ દેખાય, તેથી મારી સાથેના બધા કામ કરનારાઓને પણ ઘી આપવામાં આવે તેવો આદેશ કરો તો ઠીક, આપના જેવા દાનેશ્વરીઓ પંક્તિભેદ કરે તે સારું નહિ દેખાય, તેથી આટલી કૃપા જરૂર કરો ! આટલું કરવાથી મારા ઉપરની આપની કૃપા વિશેષ પ્રશંસાપાત્ર થશે.” Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ધન્યકુમાર ચરિત્ર ‘પિતાનું વચન પ્રમાણ કરવું જોઈએ' તેવો વિચાર કરીને અતિશય વિનયવાળા ધન્યકુમારે સર્વ મજૂરોને ઘી આપવાનો આદેશ કર્યો. આ આદેશને સાંભળીને સર્વ મજૂરો બહુ જ સંતોષ પામ્યા અને તે બધા ધનસારની પ્રશંસા કરવા લાગ્યા. આ પ્રમાણે હકીકત બન્યા પછી ધન્યકુમાર અતિશય વરસાદ થવાથી વૃક્ષો જેમ ઉલ્લાસાયમાન થાય તેવી જ રીતે ભોજનમાં ઘી આપવાના રસ વડે પોતાના મજૂરોને ઉલ્લાસાયમાન કરીને જે રીતે આવ્યા હતા, તે રસ્તે પાછા સ્વસ્થાને ગયા. બીજે દિવસે વનમાં વૃક્ષોને નવપલ્લવિત કરવાને જેવી રીતે વસંતઋતુ આવે તેવી રીતે પોતાના પિતા વગેરેને સત્કારવા માટે ધન્યકુમાર ફરીથી પણ તે તળાવ ખોદાતું હતું, ત્યાં આવ્યા. આગલા દિવસની જેમ જ ધનસાર શ્રેષ્ઠી અને અન્ય સર્વ મજૂરોએ પ્રણામાદિક ઉચિત વિનયાદિ કર્યું. ધન્યકુમારે પણ એક સ્થળેથી વૃક્ષની નીચે બેસીને તે વૃદ્ધને બોલાવ્યા અને તેને પૂછ્યું, “આ ત્રણ તમારા પુત્રો અને તેમની સ્ત્રીઓ હંમેશાં મજૂરી કરે છે અને સરોવર ખોદવાનો ઉદ્યમ કરીને ક્લેશ પામે છે. પણ તમે તો હવે વૃદ્ધ થઈ ગયા છો, છતાં પણ હજુ સુધી આવી મજુરી કરીને કેમ શ્રમિત થાઓ છો ? આ તમારા દીકરા કેવા છે કે જે તમને આવું દુઃખ ઉત્પન્ન કરનારી મજૂરીનાં કાર્યમાંથી નિવારતા નથી ?' આ સાંભળી ધનસાર બોલ્યો, “સ્વામિન્ ! અમે તદન નિધન અને નિરાધાર છીએ, કાંઈક પુણ્યના યોગે આ રળવાનો ઉદ્યમ મળ્યો છે, તેથી લોભથી પરાભૂત થઈને એક રોજી વધારે મળે તો સારું, તેવા લોભથી વૃદ્ધાવસ્થામાં પણ હું મજૂરી કરૂં . દારિદ્રયરૂપી તાપના નિવારણમાં મેઘસંદેશ આપના જેવા વારંવાર ક્યાં મળે છે ? આ અવસરે જે કાંઈ ધન મળશે અને મૂડી થશે Page #108 -------------------------------------------------------------------------- ________________ ધન્યકુમાર કૌશાંબી નગરીમાં તે ભવિષ્યમાં વ્યાપારાદિક કાર્યમાં ઉપયોગમાં આવશે, આવા વિચારથી શરીરની દરકાર કર્યા વગર હું પણ મજૂરી કરૂં છું.' ધન્યકુમારે આ સાંભળીને જરા હસી સર્વ મજૂરો તથા તે સ્થળના અધિકારીને ઉદ્દેશીને તે સમયે આદેશ કર્યો, જુઓ ! આ વૃદ્ધ પુરુષ વૃદ્ધાવસ્થાથી જીર્ણ થઈ ગયેલ છે, તે ખોદવાની મજૂરી કરી શકે તેમ નથી, આમ મને લાગવાથી મને તેના ઉપર દયા આવે છે, તેથી આજથી આ ડોસા પાસે કોઈએ કાંઈ પણ મજૂરી કરાવવી નહિ અને રોજી તો બધાયની જેમ સરખી આપવી.’ ‘સ્વામીનું વચન પ્રમાણ છે.’ એમ કહીને સર્વેએ તેમને પ્રણામ કર્યા. આ મુજબ વ્યવસ્થા કરીને ધન્યકુમાર ઘેર ગયા. ત્યાર પછી સર્વે મજૂરો એકઠા થઈને પરસ્પર કહેવા લાગ્યા, ‘આ વૃદ્ધ ખરેખર પુણ્યશાળી લાગે છે. તેની મજૂરી મુકાવી દીધી.’ 22 ત્રીજે દિવસે પણ ધન્યકુમાર ત્યાં આવ્યા અને તે જ વૃક્ષની નીચે સિંહાસન ઉપર બેઠા. કેટલોક વખત ગયો એટલે પ્રથમથી સંકેતપૂર્વક કહી રાખેલા પુરુષોએ દ્રાક્ષ, અખોડ, ખજૂર વગેરે ખાદ્ય વસ્તુઓ ધન્યકુમાર પાસે લાવીને મૂકી. ધનસાર તો ધન્યકુમારનાં આગમન વખતે પહેલેથી ત્યાં આવેલ હતો અને પ્રણામ કરીને પાછો ઉભો રહ્યો હતો. ધન્યકુમારે તે વૃદ્ધને બોલાવ્યા અને કહ્યું કે, ‘આ દ્રાક્ષાદિક ખાદ્ય પદાર્થો તમે ગ્રહણ કરો, કારણ કે વૃદ્ધ પુરુષને આવી કોમળ વસ્તુઓ જ ખાવી ઠીક પડે છે, લોકોમાં બાલ્યાવસ્થા અને વૃદ્ધાવસ્થા સરખી કહેવાય છે.’ ધન્યકુમારે આ પ્રમાણે કહેવાથી ‘જેવો આપનો આદેશ.’ તેમ કહીને ધનસારે સર્વ મજૂરો તરફ દૃષ્ટિ કરી. ત્યારે ધન્યકુમાર હસીને બોલ્યા, ‘શું આ પદાર્થો આ સર્વેને આપવાની તમારી ઇચ્છા છે ? વૃદ્ધ પુરુષને તે વાત યોગ્ય જ છે. જે બધા એકઠા રહેલા હોય તે સર્વને આપ્યા પછી જ લેવું, તે ઉત્તમ કુળની નીતિ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ધન્યકુમાર ચરિત્ર છે.' આમ કહીને સર્વની વચ્ચે ધનસારનું ઉત્તમ કુળ જણાવ્યું. ત્યારપછી સર્વે મજૂરોને અને ખાસ કરીને વૃદ્ધ મજૂરોને તે સૂકો તે મેવો આપ્યો અને તેની ઉપર સર્વેને તાંબૂલાદિ આપીને ધન્યકુમાર પોતાના ઘેર ગયા. પુણ્યવંત પુરુષોને ઉચિત એવો મેવો ખાવાને મળવાથી આનંદ પામેલા મજૂરો એકબીજાને પરસ્પર કહેવા લાગ્યા કે, ‘આ વૃદ્ધ માણસ બહુ પુણ્યશાળી છે. ઓળખાણ નહિ છતાં પણ રાજા તેને બહુમાન આપે છે, જેવી રીતે મહાદેવની પૂજામાં પોઠિયો પણ પૂજાય છે, તેવી જ રીતે આ વૃદ્ધના પ્રભાવથી પૂર્વે કદી નહિ ખાધેલ તેવા મેવા ખાવાનો પણ આપણને પ્રસંગ મળ્યો.’ આ રીતે સર્વે મજૂરો પણ તે વૃદ્ધની અને તેના સર્વ કુટુંબીઓની આજ્ઞાનુસાર વર્તવા લાગ્યા. ધન્યકુમાર પણ વૃદ્ધ પિતાની ભક્તિના નિમિત્તે જ હંમેશાં ત્યાં આવવા લાગ્યા અને તે જ સ્થળે વૃક્ષ નીચે બેસીને કોઈ દિવસ બોર, કોઈ દિવસે જાંબુ, કોઈ દિવસ સાકર મિશ્રિત નાળિયેર, કોઈ દિવસે નારંગી, અંજીર, પાકી શેરડીના કકડા, તેનો રસ, એમ જુદી જુદી વસ્તુઓ સર્વે મજૂરોને અને ખાસ કરીને પોતાના પિતા તે વૃદ્ધ અને તેના પરિવારને સવિશેષ આપવા લાગ્યા. એક દિવસ ધન્યકુમારે ધનસારને કહ્યું, ‘તમારાં વસ્ત્રો તદન જીર્ણ થઈ ગયાં દેખાય છે. ધનસારે પ્રત્યુત્તર આપ્યો કે, ‘મહારાજ અમારા જેવા નિર્ધનને વસ્ત્રો નવાં ક્યાંથી હોય ? અમને તે ખર્ચ ક્યાંથી પોસાય ? વળી મારા એકને માટે કપડાં કરાવવાથી આખા પરિવારને કપડાં કરાવી આપવાં પડે, તેથી જેમ તેમ જેવાં હોય તેવાં વસ્ત્રોથી જ ચલાવીએ છીએ.' આવો ઉત્તર સાંભળીને ધન્યકુમારે ધનસાર અને તેના આખા પરિવારના Page #110 -------------------------------------------------------------------------- ________________ ધન્યકુમાર કૌશાંબી નગરીમાં ૧૦૧ સ્ત્રી પુરુષને પહેરવા લાયક વસ્ત્રો અપાવ્યાં અને સર્વે મજૂરોને પણ એકેક વસ્ત્ર અપાવ્યું, તેથી તેઓ પણ બહુ હર્ષ પામ્યા અને તે વૃદ્ધની પ્રશંસા કરવા લાગ્યા. આ રીતે હંમેશા ધનસાર શ્રેષ્ઠીના મનને અનુકૂળ એવા તાંબૂલ, વસ્ત્ર અને સુખેથી ખાઈ શકાય તેવા પદાર્થો આપીને ધન્યકુમાર તેમનો સત્કાર કરતા હતા. અન્ય મજૂરોને પણ યથાયોગ્ય આપતા હતા અને ભાઈ-ભોજાઈ વગેરેનો ય સત્કાર કરતા હતા. છતાં તેમના કુટુંબમાંથી ધન્યકુમારના પુણ્યનો પ્રભાવ વધી જવાથી કોઈ તેમને ઓળખી શકતું નહોતું. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શતાનિકના રાજકારે એક દિવસે ધન્યકુમારે વૃદ્ધને કહ્યું કે, હવે ઉનાળાની ઋતુ આવે છે, તમારી ઉંમર વૃદ્ધ થઈ છે. દિવસ પૂર્ણ થતા ચક્રવાક પક્ષીની જેમ છાશના અભાવથી તમને રાત્રી અંધપણું પ્રાપ્ત થશે.” તે સાંભળી ધનસાર શ્રેષ્ઠી બોલ્યા “હું પણ તે વાત જાણું છું, પરંતુ અમારી પાસે ગાય વગેરે ઢોર નથી, તેથી અમને છાશ કેવી રીતે મળે ? ગાય વગેરેનું રક્ષણ કરવામાં ખર્ચ પણ બહુ થાય છે, તેથી નિધનનો મનોરથ તો અંતરમાં જ સમાઈ જાય છે.” ધન્યકુમારે કહ્યું, “આવું દીન વચન તમારે બોલવું નહીં. મારે ઘેર ગાય વગેરે ઢોરોનું મોટું ટોળું છે અને દૂધ વગેરે પુષ્કળ થાય છે, તેથી છાશ પણ ઘણી થાય છે, માટે હે વૃદ્ધ ! તમારે હંમેશાં મારા ઘેરથી છાશ મંગાવવી. મોટા માણસોને પણ છાશ લેવા જવામાં લઘુતા દેખાતી નથી. તેમ લોકમાં પણ કહેવત છે. તેથી હંમેશાં તમારી પુત્રવધૂઓને મારે ઘેર છાશ લેવાને માટે મોકલજો. મારા ઘરને તમારું ઘર છે, તેમજ ગણજો. કાંઈ પણ અંતર ગણશો નહિ.” Page #112 -------------------------------------------------------------------------- ________________ શતાનિકના રાજકારે ૧૦૩ આ સાંભળીને મોટી કૃપા થઈ તેમ કહી ધનસાર પોતાના પુત્ર પણ અત્યારે સ્વામી એવા ધન્યકુમારને ખુશ કરનારા મીઠાં વચનો બોલવા લાગ્યા. સંસારમાં ચાર પ્રસંગો માનવોને ધિક્કારના ગણાય છે. તે આ પ્રમાણે, દરિદ્રતા, મૂર્ખતા, પરાવલંબી આજીવિકા અને ક્ષુધાથી પેટનું દુર્બળ થવાપણું, એ ચાર ધિક્કારનાં કારણો છે. જે કોઈ અતિ સ્વચ્છ અંત:કરણવાળો મહાપુરુષ હોય તે પણ સુધાથી દુર્બળ થાય છે, ત્યારે બીજાનું આધીનપણું શોધે છે. ત્યાર પછી ધન્યકુમાર સર્વ મજૂરોને અને પિતા, બંધુ વગેરેને સવિશેષ સત્કારીને દેવના નિર્દયપણાને અંતઃકરણમાં નિંદતા પોતાના આવાસે આવ્યા. તેમના ગયા પછી બધા મજૂરો ધનસારને કહેવા લાગ્યા કે, “અહો ! તમારા સાનિધ્યથી અમે પણ બહુ સુખી થયા છીએ.” કહ્યું છે કે, “સારા માણસોનો પરિચય લાભદાયી બને છે.” બીજા દિવસથી ધનસારની આજ્ઞાથી પુત્રવધૂઓ વારાફરતી જળ લેવાને વાદળીઓ જેવી રીતે સમુદ્ર પાસે જાય, તેમ છાશ લેવાને માટે ધન્યકુમારના ઘેર જવા લાગી. ધન્યકુમારની આજ્ઞાથી તેમના પત્ની સૌભાગ્યમંજરી તેમને હંમેશા છાશ આપતી હતી. ભરથારને વશ થયેલ સ્ત્રીનું તે જ કર્તવ્ય છે. એકવાર ધન્યકુમારે સૌભાગ્યમંજરીને કહ્યું, “હે પ્રિયે ! ત્રણે વહુઓને તારે સજ્જનનાં અંતઃકરણની જેવી સ્વચ્છ, નિર્મળ છાશ દેવી, બહુ જાડી આપવી નહિ, પણ જે દિવસે નાની વહુ છાશ લેવા આવે, તે દિવસે તેને જાડી છાશ તથા દૂધ આપવું, વળી મધુર વચનો વડે તેની સાથે પ્રીતિ કરવી, તેની સાથે કાંઈ પણ ભેદ ગણવો નહિ.” આ રીતનો પતિનો આદેશ પ્રસન્નચિત્તથી સૌભાગ્યમંજરીએ માથે ચઢાવ્યો. તે દિવસથી સરળ હૃદયથી તેણે પતિના આદેશ પ્રમાણે વર્તન કરવા માંડ્યું. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ધન્યકુમાર ચરિત્ર જે દિવસે સુભદ્રા છાશ લેવા આવે તે દિવસે તે ખુશી થઈને તેને દૂધ, છાશ, પકવાન, ખજૂર, અખોડ, સીતાફળ વગેરે ખાવાની વસ્તુઓ આપે, મિષ્ટ વચનોથી બોલાવે અને શરીર કેમ છે ? સારું છે ? ઇત્યાદિ શરીરના સુખ-દુઃખના સમાચાર પૂછે, સુભદ્રા પણ જુદી જુદી જાતના સુખેથી ખવાય તેવા પદાર્થો ગ્રહણ કરીને તે બધું પોતાના ઉતારે લઈ જાય અને વૃદ્ધ એવા પોતાના સસરાની આગળ મૂકે. વૃદ્ધ આ પ્રમાણે લાવેલી વસ્તુઓ જોઈને સુભદ્રાની પ્રશંસા કરતા કહે કે, “રે પુત્રો ! જુઓ, ભાગ્યવાન પુત્રની આ પત્ની પણ કેવી ભાગ્યશાળી છે? તે પુણ્યવંત પુરુષોને ઉપભોગમાં લેવા લાયક મેવા, મિઠાઈ વગેરે ખાદ્ય પદાર્થો લઈને આવે છે. જ્યારે બીજા દિવસોએ મોટી વહુઓ જાય અને માત્ર સ્વચ્છ જળની ઉપમા જેવી જ પાતળી છાશ લઈને આવે ત્યારે ધનસાર કહે કે, “આમાં કાંઈ બીજો વિચાર કરવા જેવો નથી, આ મોટી વહુઓએ કાંઈ લઈ લીધું નથી અને આ નાની વહુએ કાંઈ આપ્યું કે દીધું નથી, પરંતુ અહીં ભાગ્ય માત્ર જ પ્રમાણભૂત છે. નસીબમાં હોય તે જ મળે એવું શાસ્ત્ર વચન સત્ય છે.' - ધનસાર શ્રેષ્ઠી આ રીતે જ્યારે સુભદ્રાની પ્રશંસા કરે છે, તે સાંભળીને ઈષ્યપૂર્વક મોટી વહુઓ બોલવા લાગી કે, “આ જર્જરિત ડોસાએ તો અમારી પાસે હંમેશા અમારા દિયરનાં વખાણ કરી કરીને સર્વના સ્નેહમાં ભંગ પડાવ્યો અને તેની પાસે ઘર ત્યજાવ્યું, તે તો નાસીને કોઈ દેશાંતરમાં ચાલ્યા ગયા છે અને તેમના સમાચાર પણ કાંઈ મળતા નથી, હવે આ નાની વહુની પાછળ લાગ્યા છે, તેથી તે ડોસો શું કરશે તેની ખબર પડતી નથી.” આ સાંભળી તેમાંથી એક બોલી, “અરે ! આપણા સસરા તો આ નાની વહુ સુભદ્રાને ભાગ્યશાળી કહીને જ વારંવાર બોલાવે છે, પણ તેનું ભાગ્યશાળીપણું કેવું છે તે સાંભળો ! હંમેશાં સવારે ઉઠીને તરત જ તે ગધેડીની જેમ માટી વહે છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ શતાનિકના રાજદ્વારે ૧૦૫ સૂર્યાસ્ત સુધી મજૂરી કરીને પેટ ભરે છે અને રાત્રે પતિના વિયોગથી થયેલા દુઃખથી પીડાતી પીડાતી ભૂમિ ઉપર સૂઈ રહે છે. અહો ! તેનું આ મહાભાગ્યશાળીપણું ! આવું ભાગ્યશાળીપણું તો શત્રુને પણ હશો નહિ !” આ પ્રમાણે પરસ્પર વિવાદ કરતી અને સુભદ્રાની ઇર્ષ્યા કરતી તે ત્રણે જેઠાણીઓ હૃદયમાં મત્સરભાવને ધરવા લાગી. એક દિવસે સવારે છાશ લાવવા માટે ધનસાર શ્રેષ્ઠીએ મોટી વહુને કહ્યું કે, “રાજમંદિરે જઈને છાશ લઈ આવો !” ત્યારે તેણે જવાબ આપ્યો, “હું કાંઈ છાશ લેવા જવાની નથી. ગઈ કાલે તમે અમને ત્રણેને નિભંગી કહીને સ્થાપેલી છે. તેથી હવે તમારી ડાહી અને ભાગ્યશાળી વહુને જ છાશ લેવા મોકલો ! તે છાશ લેવા જશે તો દહીં, દૂધ વગેરે પણ લાવશે.” આવાં સાંભળતાં સર્વને ખેદ ઉપજે તેવાં વચનો તે બોલવા લાગી. આ સાંભળી ધનસારે કહ્યું, “સુભદ્રા ! તમે જ છાશ લેવા જાઓ. આ બધી વહુઓ સાચું કહેતાં પણ ઈર્ષ્યાથી બળે છે, પરંતુ તમે તો તમારા મનમાં શાંતિ રાખીને સુખેથી જાઓ અને છાશ લઈ આવો. જો સૌ સરખા થાય તો ઘરનો નિર્વાહ ચાલે નહિ.” સસરાજીના આ આદેશને બહુમાનપૂર્વક માથે ચઢાવીને સુભદ્રા છાશ લેવા ગઈ. તેને આવતી જોઈને સૌભાગ્યમંજરીએ પહેલેથી જ બોલાવી અને કહ્યું, “બહેન ! આવ, આવ, તું ભલે આવી !' આ પ્રમાણે શિષ્ટાચારપૂર્વક પરસ્પર કુશળ સમાચાર પૂછીને દહીં, ખાંડ વગેરે વસ્તુઓ તથા છાશ આપીને તેને વિદાય કરી. સુભદ્રા પણ તે સર્વ વસ્તુઓ લઈને પોતાના આવાસે ગઈ. તે આવી એટલે ફરીથી પણ વૃદ્ધે તેના વખાણ કર્યા, તે સાંભળીને ત્રણે જેઠાણીઓ ઈર્ષ્યાગ્નિથી વિશેષ બળવા લાગી. આમ હમેશાં સુભદ્રા જ છાશ લેવા જવા લાગી. બીજી કોઈ જતી નથી. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ધન્યકુમાર ચરિત્ર એક સમયે સૌભાગ્યમંજરી દૂરથી જ વનમાં લાગેલા દાવાનળથી બનેલી આંબાના વૃક્ષની શાખા જેવી શોભારહિત સુભદ્રાને છાશ લેવા માટે આવતી જોઈને વિચારવા લાગી કે, “આ મજૂર સ્ત્રી કોઈ પણ ઉત્તમ કુળમાં જન્મી હોય તેમ જણાય છે. કારણ કે, રૂપ, લાવણ્ય, મર્યાદા, વિનય, વાણી વગેરેથી તેનું કુલીનપણું અને સુખીપણું સ્પષ્ટ દેખાય છે. પરંતુ તે હંમેશની જન્મની દુઃખિની હોય તેમ જણાતું નથી, પ્રથમ તેની પ્રીતિ મેળવીને પછી હું તેને બધું પૂછીશ.' આ રીતે વિચાર કરીને તેણે સુભદ્રાને આદરથી બોલાવી. વિસામો લેવા માટે એક સારી માંચી પર બેસાડી, પોતે પણ નજીકના આસન ઉપર બેઠી, પછી કુશળક્ષેમની વાર્તા કરતાં સૌભાગ્યમંજરીએ પૂછ્યું, “બહેન ! હું અને તું હવે બહેનપણી થયાં. જ્યારે બહેનપણાં થાય છે, ત્યારે પછી પરસ્પરમાં અંતર રહેતું નથી,' કહ્યું છે કે, “દેવું, લેવું, ગુહ્ય કહેવું અને પૂછવું, ખાવું અને ખવરાવવું' આ છ પ્રીતિનાં લક્ષણો છે. તેથી જો તારી મારા ઉપર નિર્મળ અંત:કરણવાળી પ્રીતિ હોય તો મૂળથી માંડીને તારી બધી વાત મને કહે, શું સ્ફટિક જેવી ચોખ્ખી ભીંત પોતાના અંતરમાં રહેલી વસ્તુને કોઈ પણ વખતે ગોપવી શકે છે ? આ પ્રમાણે પ્રશ્ન થવાથી સુંદર મુખવાળી સુભદ્રા લજ્જાથી નીચું મુખ કરીને બોલી, “બહેન ! મને શું પૂછો છો?' મારા દુર્દેવને જ પૂછો, કર્મના ઉદયથી મારા દુઃખના અનુભવની વાર્તા કહેવાથી સર્યું ! ઊલટું મારા દુઃખની વાર્તા સાંભળવાથી તમે પણ દુઃખી થશો, તેથી તે વાત ન જ કહેવી તે ઉત્તમ છે. આવો ઉત્તર સાંભળી સૌભાગ્યમંજરીએ કહ્યું, “બહેન, તું કહે છે તે વાત પ્રીતિપાત્ર પાસે તો કહી શકાય છે. વળી હું પણ જાણી શકીશ કે મારી સખીએ આટલી સીમા સુધીનું દુ:ખ સહન કરેલું છે. તેથી જેવું બન્યું હોય તેવું કહે.” Page #116 -------------------------------------------------------------------------- ________________ શતાનિકના રાજદ્વારે ૧૦૭ સૌભાગ્યમંજરીનો અતિશય આગ્રહ થવાથી સુભદ્રાએ પોતાની પૂર્વ કથા કહેવા માંડી. તેણે કહ્યું, “બહેન ! રાજગૃહી નગરીમાં ગોભદ્ર શ્રેષ્ઠીનો પુત્ર, કે જે સમસ્ત ભોગો ભોગવનારાઓમાં નૃપતુલ્ય છે, જેના સમાન આ ત્રણ જગતમાં કોઈ પણ બીજો ભોગી નથી, જેનાં ઘેર હંમેશા સુવર્ણ રત્નાદિકનાં આભરણો પણ ફૂલની માળાની જેમ નિર્માલ્ય કૂપમાં ફેંકી દેવામાં આવે છે, જેની વાત લોકોક્તિ દ્વારા તમારા સાંભળવામાં પણ આવી હશે તેવા ભાગ્યશાળી શાલિભદ્રની હું બહેન છું. મારી માતાનું નામ ભદ્રા અને પિતાનું નામ ગોભદ્ર શ્રેષ્ઠી છે. ગોભદ્ર શ્રેષ્ઠી જેવો ત્રણ ભુવનમાં પુત્ર ઉપર વાત્સલ્યભાવ દર્શાવનાર કોઈ પિતા નથી. જ્યારે હું યૌવનવંતી થઈ, ત્યારે મને પરણવા લાયક જાણીને તમારા જ સ્વામીના જેવી આકૃતિ, રૂપ અને લક્ષણોવાળા અને લક્ષ્મીવંત તથા તમારા જ ભર્તારના નામવાળા, સદ્ભાગ્યની સંપદાના ધામતુલ્ય, એક વ્યવહારીના પુત્ર સાથે મારો વિવાહ કર્યો. તે પણ લક્ષ્મી સાથે વિષ્ણુની જેમ મારી સાથે પરણ્યા, પવિત્ર અને પ્રેમી પતિના સંબંધથી હું પણ શ્વસુરગૃહમાં ઉત્તમ ભોગો ભોગવતી રહેવા લાગી. હું બહુ પુણ્યના ઉદયથી જતો કાળ પણ જાણતી નહોતી.” “બહેન ! તમારી પાસે તે સુખનું હું શું વર્ણન કરું ? જેણે જોયું અને અનુભવ્યું હોય તે જ તે સુખ જાણી શકે તેમ છે. પોતે અનુભવેલું પોતાના મુખે વર્ણવવું તે અનુચિત છે. આમ કેટલોક કાળ ગયો. મારા પતિનું રાજ્યમાન, તેમની કીર્તિ હંમેશા વધવા લાગ્યા. તે જોઈને તેમના ત્રણ મોટા બંધુઓ ઈર્ષ્યા વડે બળવા લાગ્યા. જેની તેની પાસે તેઓ મારા પતિના અસ દોષો વર્ણવવા લાગ્યા. તે લોકો તો ઉલટા તેમની પાસે મારા સ્વામીના ગુણોનું વર્ણન કરીને તેમનું મોઢું બંધ કરવા લાગ્યા. આમ થવાથી તેઓ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ધન્યકુમાર ચરિત્ર વધારે ને વધારે બળતરા કરવા લાગ્યા અને ઇર્ષ્યાથી સવિશેષ ખેદવાળા થઈ ગયા. અનુક્રમે મારા સ્વામીને કલ્પનાથી અને ઇંગિત આકારથી આ પોતાના વડિલબંધુઓના દુર્ભાવની ખબર પડી, તેથી સજ્જન સ્વભાવથી તેઓ મને અને સર્વ લક્ષ્મીને ત્યજીને કોઈ દેશાંતરમાં ચાલ્યા ગયા. મારા પતિના જવાં પછી તરત જ તેમની સાથે જ તેમના પુણ્યથી બંધાઈ રહેલી લક્ષ્મી પણ અમારા ઘેરથી ચાલી ગઈ. જ્યારે તળાવમાં પાણી ખૂટે ત્યારે તેમાં ઉગેલી કમલિની કેવી રીતે રહી શકે ? ન જ રહી શકે. પછી થોડા જ દિવસમાં ઘર બધું એવું ધન વગરનું લક્ષ્મી રહિત થઈ ગયું કે ઘરનાં મનુષ્યોને ઉદરપૂરણાર્થે અનાજ લાવવા જેટલી પણ શક્તિ રહી નહિ. આવી સ્થિતિ થવાથી અમારા ઘરનાં માણસોનો નિર્વાહ કરવા માટે મારા સસરા રાજગૃહીથી નીકળ્યા.” તે વખતે બે મારી શોક્ય બહેનો પણ હતી, એક રાજપુત્રી અને બીજી શ્રેષ્ઠીની પુત્રી. બહારગામ જતાં મારા શ્વસુરે તે બંનેને આજ્ઞા કરી કે, ‘તમે તમારા પિતાના ઘેર જાઓ, અમે હમણાં પરદેશ જઈએ છીએ.” આ સાંભળીને તેઓ તો તેમના પિતાના ઘેર ગઈ. સ્વામી વગર દુઃખી સ્થિતિવાળા ઘરમાં કોણ રહે ?' ત્યાર પછી મારા સસરાએ મને પણ આજ્ઞા કરી કે, “તું પણ તારા પિતાના ઘેર જા.” મેં કહ્યું કે, “હું મારા પિતાના ઘેર જઈશ નહિ, કેમ કે પિયરમાં ક્ષણે ક્ષણે થતી શ્વસુર કુટુંબની નિંદા સાંભળવાને હું સમર્થ નથી. તેથી સુખમાં અથવા તો દુઃખમાં જેવી તમારી ગતિ તેવી જ મારી પણ ગતિ થશે.” આ પ્રમાણેનાં મારાં વચનો સાંભળીને આદરપૂર્વક મને સાથે રાખીને આખા કુટુંબ સહિત મારા સસરા રાજગૃહીથી નીકળ્યા. ઘણા ગામ, પુર, નગરમાં રખડતાં છેવટે અમે અહીં આવ્યાં. અહીં તમારા સ્વામી તળાવ ખોદાવાનું કામ કરાવે છે, તેવી વાત Page #118 -------------------------------------------------------------------------- ________________ શતાનિકના રાજદ્વારે ૧૦૯ સાંભળીને અમારો ઉદરનિર્વાહ કરવા માટે અમે બધાં તે કામ કરવા રહ્યાં. હવે અમે તળાવ ખોદીએ છીએ ને આજીવિકા ચલાવીએ છીએ. હે સખી ! નિર્ધન મનુષ્યોને પેટ ભરવા માટે શું શું કાર્યો કરવાં પડતાં નથી ?' કહ્યું છે કે, ‘ગાંડા થઈ ગયેલા પુરુષો શું શું બોલતા નથી’ અને નિર્ધન મનુષ્યો શું શું કરતાં નથી ? સાતે ભયમાં આજીવિકા ભય સર્વથી મોટો અને દુસ્તર છે. સત્ય કહ્યું છે કે જીવતા પ્રાણીઓમાં તો રાહુ જ એક શ્રેષ્ઠ છે કે જેને મુશ્કેલીથી પૂરી શકાય તેવું ધિક્કારવા લાયક પેટ નથી. મુશ્કેલીથી પૂરી શકાય તેવા આ ઉદરને માટે માણસો કોને કોને પ્રાર્થના કરતા નથી ? કોની કોની પાસે માથું નમાવતા નથી ? શું શું કરતા નથી અને શું કરાવતા નથી ! આમાં કોઈનો પણ દોષ નથી, દોષ માત્ર પૂર્વભવમાં પ્રમાદવશ જીવે કરેલા કર્મના ઉદયનો જ છે અને તે ઉદયને નિવારવાને તો ત્રણ જગતમાં કોઈ પણ પ્રાણી શક્તિમાન નથી. મનુષ્યોમાં જેઓ અતિ બુદ્ધિમાન અને ડાહ્યા હોય તેઓએ નવાં કર્મ ન બાંધવાં અને પૂર્વે બાંધેલાં કર્મ ઉદયમાં આવે તો સમતાપૂર્વક ભોગવીને શુભ ભાવે નિર્જરા કરવી, બાકી તો કર્મરાજા જેમ નચાવે તેમ સંસારી જીવને નાચવું પડે છે ! આમ પરસ્પર બંને સખીઓ વાર્તાલાપ કરે છે. તેવામાં પોતાની આકૃતિને ગોપવીને ધન્યકુમાર ત્યાં આવ્યા, એટલે તરત જ બંને સખીઓ લજ્જા અને મર્યાદા સાચવીને ઉભી થઈ ગઈ અને યોગ્ય સ્થળે જરા દૂર ઉભી રહી. તે સમયે ધન્યકુમાર ગોભદ્ર શ્રેષ્ઠીની પુત્રી સુભદ્રા તરફ જરા ઠપકો આપતા હોય તેવી રીતે જોઈને બોલ્યા, અરે પતિ વિના તું પ્રાણ કેમ ધારણ કરી શકે છે ? કારણ કે પાણી સૂકાઈ જાય ત્યારે કાળી જમીન પણ હજારો ટુકડાવાળી થઈ જાય છે. તેણે કહ્યું, ‘રાજન્ ! જેવી રીતે Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧) ધન્યકુમાર ચરિત્ર સૂકાઈ ગયેલો પુષ્પનો લુમખો પણ ડાળી સાથે બંધાઈ રહેલો હોય તો સ્થિર રહી શકે છે, તેવી જ રીતે આશારૂપી બંધનથી બંધાયેલ મારો આત્મા પણ મરણથી રક્ષિત રહી શક્યો છે. વળી જેવી રીતે સૂકાઈ ગયેલા કમળોમાં પણ ભ્રમર ફરીથી વસંતઋતુ આવશે અને આ કમળો પલ્લવિત થશે.” એવી આશાથી વાસ કરીને રહે છે, તેવી જ રીતે હું પણ આશાથી જીવિતવ્ય ધારણ કરીને રહી છું. તે સાંભળી ધન્યકુમાર બોલ્યા, “હે મુગ્ધ ! શા માટે યૌવન નકામું ગુમાવે છે ? મનુષ્યજીવનનો સાર માત્ર યૌવન વય જ છે અને તે તો તું નકામું ગુમાવી દે છે.' કહ્યું છે કે, હાથમાં રહેલ તાંબૂલ ખાધા વગર ડાહ્યા માણસે કોઈ દિવસ સૂકાઈ જવા દેવું નહિ ! વળી દૂર દેશાંતરમાં ગયેલ તારા પતિના પુનઃ આગમનની આશા રાખવી, તે પણ વૃથા છે. જો તું તેને વહાલી હોત તો તે કાંઈક સંકેતાદિક કરીને પણ તારી પાસે આવત, પણ તે તો કાંચળી મૂકી દઈને જેવી રીતે સર્પ ચાલ્યો જાય, તેવી રીતે ઘેરથી ઉદ્વિગ્ન થયેલો ઘર છોડીને ચાલ્યો ગયો હશે, તેથી તેની પાછા આવવાની આશા વ્યર્થ છે, તેથી વ્યર્થ સંકલ્પ વિકલ્પોની જાળ છોડી દઈને મને પતિ તરીકે સ્વીકાર, આ જગતમાં દુર્લભ એવા ભોગો ભોગવ, ગયેલી ઉંમર પાછી ફરીથી આવતી નથી, તેથી મને પતિ તરીકે સ્વીકારીને આ દુર્દશામાં પડેલી તારી કાયાનું રક્ષણ કર, ભોગો ભોગવી શરીરને તૃપ્ત કર. આવાં વજપાત તુલ્ય ધન્યકુમારનાં વચનો સાંભળીને ભયભ્રાંત થયેલી સુભદ્રાએ બે હાથો વડે કાનને ઢાંકી દીધા અને પછી બોલી, “અરે દુર્બુદ્ધિ ! શું તમે કુળવાન સ્ત્રીઓની રીત કોઈ પણ દિવસ સાંભળી નથી ? કે જેથી આવું અધમ વચન બોલો છો ?' કહ્યું છે કે, “ઉત્તમ એવા ધતૂરાની બે જ ગતિ છે, કાં તો Page #120 -------------------------------------------------------------------------- ________________ શતાનિકના રાજકારે ૧૧ ૧ શિવના માથા ઉપર તે ચઢે છે અથવા તો ભોંય ઉપર પડીને તેનો વિનાશ થાય છે. આ જ પ્રમાણે વિમળ એવા ઉત્તમ કુળમાં થયેલ સુંદરીઓનાં શરીરની પણ બે જ ગતિ થાય છે. કાં તો તેને પતિના શરીરનો સ્પર્શ થાય છે અથવા તો અગ્નિ તેનો નાશ કરે છે. તેથી તે કામરૂપી રાહુ ગ્રહથી પ્રસાયેલ ! તમે નામથી તો ધન્ય એમ કહેવાઓ છો. પણ ગુણથી તો અધન્ય હો તેમ જ લાગે છે. ઘણા ઘણા માણસોના નાયક થઈને તમે લોકવિરૂદ્ધ આવાં વાક્યો કેમ બોલો છો ? મંગળ ગ્રહ પણ નામથી મંગળ છે, પણ વક્રગતિમાં આવ્યો હોય તો મનુષ્યને અમંગળનો કરનાર થાય છે, તેથી નામથી રાજી થવું તે નકામું છે, પણ ગુણથી રાજી થવું તે જ સાર્થક છે. “મહારાજ ! ખરેખર તમે પરસ્ત્રીસંગમના આવા અભિલાષથી વૈભવ અને યશકીર્તિથી જરૂર ભ્રષ્ટ થશો. કારણ કે સર્પના મસ્તક ઉપરનો મણિ ગ્રહણ કરવાનો અભિલાષ કરનાર કોણ સુખી થયો છે? મારા શિયળનો લોપ કરવા તો ઇન્દ્ર પણ શક્તિમાન નથી, તો તમે કોણ માત્ર છો? વડવાનલ અગ્નિને બુઝવવા જ્યારે સમુદ્ર પણ શક્તિમાન થયો નહિ, તો પછી મોટો પર્વત શું કરી શકનાર હતો? તેથી નકામા કુવિચારો પડતા મૂકીને સુશીલપણાને-સજ્જનપણાને જ આચરો.” જેવી રીતે પાપાંકનો નાશ થવાથી ચેતનાની અતિ વિશુદ્ધ દશા પ્રાપ્ત થતાં કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, તેવી જ રીતે તે સુભદ્રાનું અતિ વિશુદ્ધ ચારિત્ર જોઈને ધન્યકુમાર અંતઃકરણમાં અતિશય આનંદ પામ્યા. ત્યાર પછી અતિશય હર્ષિત થયેલા ધન્યકુમાર શાંત અને મધુર વાણી વડે સુભદ્રાને કહેવા લાગ્યા કે, “હે ભદ્ર ! પરસ્ત્રીનો લોલુપી નથી, તેથી તારે મારી બિલકુલ ભીતિ રાખવી નહિ.” આવો વાર્તાલાપ માત્ર વચન દ્વારા તારા સત્ત્વની પરીક્ષા Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧ ૨ ધન્યકુમાર ચરિત્ર માટે જ કર્યો હતો, તેથી જે કાંઈ લોક વિરૂદ્ધ અને દુઃખ લાગે તેવું મારાથી બોલાયું હોય, તેની તારે ક્ષમા કરવી. તું ખરેખર ધન્ય છે. કારણ કે આવી અધમ સ્થિતિમાં પણ તું તારું વ્રત અખંડ રીતે રક્ષણ કરીને રહેલી છો, પરંતુ હું તને એક પ્રશ્ન પૂછું છું કે, “તું તારા સ્વામીને કેવી રીતે ઓળખી શકીશ ? દૃષ્ટિ વડે જોવા માત્રથી, અગર તેના શરીર ઉપરના કે, અવયવ ઉપરના મસ, તિલક, આવર્ત વગેરે લાંછનોથી ? કે કેવી રીતે તું તારા સ્વામીને ઓળખીશ ?” ધન્યકુમારનો આ પ્રશ્ન સાંભળી સુભદ્રા બોલી, જે કોઈ મારા ઘરમાં બનેલા અને બીજાએ નહિ જાણેલા તેવા પૂર્વે અનુભવેલા ફુટ સંકેતોને કહી શકે તે જ મારો પ્રાણનાથ સ્વામી છે, તેમાં જરા પણ શંકા નથી. તે સાંભળી ધન્યકુમાર બોલ્યા, ‘ત્યારે તું એક વાત સાંભળ! દક્ષિણ દિશામાં આવેલા પ્રતિષ્ઠાન નગરથી ધનસાર વ્યવહારીના પુત્ર ધન્યકુમારે પોતાના ત્રણે ભાઈઓએ કરેલા ફ્લેશથી ઉદ્વિગ્ન મનવાળા થઈને દેશાંતર માટે પ્રયાણ કર્યું, લમી ઉપાર્જન કરી ખર્ચા અને તેમ કરતાં કરતાં રાજગૃહી નગરીમાં આવ્યા, ત્યાં પ્રબળ પુણ્યના ઉદયથી ત્રણ કન્યાઓ સાથે પાણિગ્રહણ કર્યું અને વાણિજ્યકળાની કુશળતાથી અનેક કોટી દ્રવ્ય ઉપાર્જન કર્યું. આ પ્રમાણે કેટલોક કાળ વ્યતીત થયા પછી શલ્ય સહિત, લક્ષ્મી રહિત અને શોભા રહિત પોતાના બાંધવોને આવેલા જોઈને સૂર્યની જેમ નિર્વિકારી ચિત્તવાળા તેણે તે સર્વને લક્ષ્મીવાન કર્યા. ફરીથી પણ ત્યાં કુટુંબકલહ જોઈને ભગ્નચિત્તવાળા થઈ વરસાદ જોઈને કલહંસ જેમ માનસ સરોવરમાં કમળના સમૂહમાં ચાલ્યો જાય, તેમ તે કુમાર રાજગૃહીને ત્યજીને લક્ષ્મીથી ભરેલા આ નગરમાં આવ્યા. આ મારૂં કહેલું સત્ય છે કે નહિ ?' Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ શતાનિકના રાજદ્વારે આ સાંભળી સુભદ્રાએ બહુ બુદ્ધિશાળી હોવાથી મૂળથી જ બધો વૃત્તાંત જાણીને તરત જ પોતાના પતિને ધન્યકુમારને ઓળખ્યા અને લજ્જાથી મૌન ધારણ કરીને નીચું મુખ કરીને તે ઉભી રહી. પતિવ્રતા સ્ત્રીઓની લાંબા વિરહ પતિ મળતાં તેવી જ સ્થિતિ થાય છે. સૌભાગ્યમંજરી પણ પોતાના પતિનો જન્મથી વૃત્તાંત સાંભળીને અને સુભદ્રા સાથેનો પોતાનો સપત્ની સંબંધ જાણીને ચિત્તમાં અતિશય ચમત્કાર પામી અને વિચારવા લાગી, આજે મારો સંદેહ ભાંગ્યો, પરનારી સહોદર મારા પતિ આ સ્ત્રીને શા કારણથી દૂધ, દહીં વગેરે ખાદ્ય પદાર્થો અપાવે છે ? વળી તેની સાથે સખીપણું કરવાનો મને આદેશ શા માટે કરે છે? એવો મને સંદેહ થતો હતો, એ સર્વનું કારણ આજે મેં બરોબર જાણ્યું. મોટા પુરુષોને પોતાની સ્ત્રી ઉપર આવો જ પ્રેમ હોય છે અને તે અયોગ્ય કે અયુક્ત નથી !' તે સમયે ધન્યકુમાર તથા સૌભાગ્યમંજરીએ દાસીઓ દ્વારા સુભદ્રાનાં જીર્ણ વસ્ત્રો અને ખોટાં આભૂષણો દૂર મૂકાવી દીધાં, સ્નાન મજ્જનાદિક કરાવ્યું, વિવિધ દેશ અને નગરથી આવેલા ઉંચી જાતનાં ઉજ્વળ રેશમી વસ્ત્રો પહેરાવ્યાં અને ઉંચા ભદ્રાસન ઉપર તેને બેસાડી. તેની તે રીતની શોભાથી સંપૂર્ણ ચંદ્ર વડે રાત્રી શોભે તેમ તે ગૃહસ્વામિની શોભવા લાગી. આ બાજુ ઘણો સમય થયો તો પણ સુભદ્રા પાછી આવી નહિ, તેથી ધનસાર પોતાની પત્ની ધનવતી સાથે વિચારવા લાગ્યા, “કોઈ દિવસ સુભદ્રા એક ક્ષણમાત્ર પણ ઘર બહાર રહેતી નથી કે કોઈ સ્થળે રોકાતી નથી, આજે શું કારણ બન્યું હશે કે તે હજુ પણ પાછી આવી નથી ? ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલ સ્ત્રીઓ પતિનું ઘર છોડીને બીજાનાં ઘેર એક ક્ષણમાત્ર રહેતી નથી. વળી પૃથ્વી ઉપર જંગમ કલ્પવૃક્ષ તુલ્ય શ્રી ધન્ય Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ધન્યકુમાર ચરિત્ર મહારાજ પ્રાણ જાય તો પણ ધર્મની નીતિને ઉલ્લંઘે તેવા નથી. સુવર્ણમાં શ્યામતા કોઈ દિવસ આવતી જ નથી અથવા તો ધનાઢ્ય માણસોની મનોવૃત્તિ બહુ વિષમ હોય છે અને કામદેવની આજ્ઞા ઉલ્લંઘવી મુશ્કેલ છે. નિપુણ પુરુષ પણ તે વખતે ગાંડો થઈ જાય છે. સજ્જન પણ દુર્જન થઈ જાય છે. કહ્યું છે કે, કામચંડાળ બહુ નિર્દય છે. તે પંડિતોને પણ અતિશય પીડા કરે છે. વળી કદાપિ ધન્યરાજાની મતિ ભ્રષ્ટ થઈ હોય, તો પણ સુભદ્રા મહાસતી છે, તે કોઈ દિવસ શિયળવ્રત છોડે તેવી નથી, પણ આપણને શું ખબર પડે ? કદાચ બળાત્કારથી રોકી હોય અથવા તો બંનેની વૃત્તિ ખરાબ થઈ હોય, ખરેખર આ બાબતમાં વાયુએ ચળાવેલ ધ્વજાના છેડાની માફક કાંઈક પણ વિપરીત તો બન્યું લાગે છે !' આમ શંકારૂપી શંકુથી વીંધાયેલા અંતઃકરણવાળા તે શ્રેષ્ઠીએ પોતાના ડિલ પુત્ર ધનદેવની સ્ત્રીને કહ્યું, ‘વત્સે ! તું ધન્યરાજના ઘેર જઈને જોઈ આવ કે સુભદ્રાને કેમ અહીં આવતાં વિલંબ થયો છે ? કોણે તેને વચ્ચે રોકી રાખી છે ?' પોતાના શ્વસુર ધનદેવના આદેશથી ધનદેવની પત્ની છાશ લેવાનું ભાજન હાથમાં લઈને ધન્યકુમારને ગૃહાંગણે ગઈ અને ત્યાં રહેલા મનુષ્યોને તેણે પૂછ્યું, ‘અમારી દેરાણીને છાશ લેવા માટે અહીં મોકલી હતી, તે અહીં આવી છે કે નહિ ?' આ પ્રમાણે તેણે પૂછ્યું પણ ગુહ્ય વાત સંપૂર્ણ નહિ જાણનારા ધન્યના માણસોએ જવાબ આપ્યો કે, ‘અહો ! તેના તો મહાન ભાગ્યનો ઉદય થયો. તે તો ગૃહસ્વામિની થઈને અંતઃપુરમાં રહેલી છે.' આવું અશ્રાવ્ય કર્ણકટુ વચન સાંભળીને ચિંતા, દુઃખ, ભય, વિસ્મય વગેરેના મિશ્રણથી દુઃખિત અંતઃકરણવાળી તે પ્રથમ જવાની ટેવ હોવાથી મહેલની અંદર ગઈ. ત્યાં દૂરથી જ Page #124 -------------------------------------------------------------------------- ________________ શતાનિકના રાજદ્વારે ૧૧૫ સુભદ્રાની અપૂર્વ સ્થિતિ જોઈને તરત જ પાછી વળી અને પોતાના સ્થાને આવીને સર્વની આગળ જેવું જોયું હતું તેવું તેણે કહ્યું. તે સાંભળી બધા ધનસારને ઠપકો આપવા લાગ્યા, ‘અરે ! આમાં તમારી ભૂલ છે. કારણ કે, દૂધ, દહીંના લોભથી તમે જ તેને હંમેશાં મોકલતા હતા. બીજી વહુઓ સ્વચ્છ પાણી જેવી છાશ લાવતી તેને તમે નિર્ભાગી અને મૂર્ખ ગણતા હતા અને આ સુભદ્રાને પુણ્યવંતી, ડાહી અને ભાગ્યશાળી ગણતા હતા.' કારણ કે તે બહુ ઉત્તમ છાશ અને ખાદ્ય પદાર્થો લાવતી હતી, પણ તમે એટલું ન વિચાર્યું કે એક મજૂરની સ્ત્રીને અતિ આદરપૂર્વક દહીં, દૂધ અને ઉત્તમ ખાદ્ય પદાર્થો શા કારણથી તે આપે છે ? તેની સાથે પૂર્વનો કાંઈ પરિચય નહોતો કે કોઈ જાતનો સંબંધ નહોતો, જો વૃદ્ધની અનુકંપાથી જ સર્વ વસ્તુઓ આપતા હોય તો પછી બધી વહુઓને તે શા માટે ન આપે ? તેમ તો બન્યું નથી, સુભદ્રાને જ તે સારૂં આપતા હતા, તેથી બુદ્ધિશાળી સૂક્ષ્મ દૃષ્ટિવાળાને તો તરત જ માલૂમ પડે કે આમાંથી કાંઈ પણ ખાસ કારણ હોવું જ જોઈએ. માટે પહેલેથી જ મનમાં વિચાર કરીને યથાયોગ્ય કર્યું હોત તો આવું વિપરીત પરિણામ કદી આવત નહિ, રૂપાળી અને યૌવનયુક્ત સ્ત્રીઓને રાજકુળમાં બહુ જવું આવવું અયુક્ત જ છે. તે વાત તો સર્વ માણસો સારી રીતે જાણે છે, ‘અતિ પરિચયથી અવજ્ઞા જ થાય છે.' તે લોકોક્તિ પણ તમે ગણકારી નહિ, તેથી આ બાબતમાં તમારી મોટી મૂર્ખાઈ છે. પોતાના પુત્ર ધનદેવ આદિ સર્વનો આ પ્રમાણે ઠપકો સાંભળીને ધનસારને માથા પર મોટા વજ્રનો જાણે ઘા પડ્યો હોય તેવું દુઃખ થયું અને તે નિશ્ચેષ્ટ થઈને ભૂમિ ઉપર પડ્યો. કેટલોક કાળ ગયા પછી ચેતના આવી ત્યારે નિશ્વાસ મૂકતો અને માથું ધૂણાવતો ધનસાર શ્રેષ્ઠી બોલ્યો, ‘હા દૈવ શીલના નાશ વડે આ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ધન્યકુમાર ચરિત્ર સુભદ્રાએ અમારા નિષ્કલંકિત વંશને કલંકિત કર્યો ! એક તો પરદેશમાં પરિભ્રમણ અને બીજી નિર્ધનતા, તેથી અહીં આપણી વાત કોઈપણ સાંભળશે નહિ. ત્રીજું દાઝયા ઉપર ડામ અને ક્ષત ઉપર ક્ષારની જેમ લોકોની નિંદા, આ ત્રણે અગ્નિ કેવી રીતે સહન થશે ? દારિદ્રયાદિકનું દુઃખ મને પીડા કરતું નથી, કે જેવી પીડા આ દુષ્ટ ચારિત્રવાળી પુત્રવધૂનું માઠું કૃત્ય કરે છે, તે આવી દુશ્ચારિત્રી હશે તેવું મેં કદી સ્વપ્નમાં પણ જાણ્યું નથી. અરે તેણે કેવું માઠું કામ કર્યું ? અરે ! મારી આ વૃદ્ધાવસ્થામાં મારા ધોળામાં ધૂળ નાંખી !” વૃદ્ધ ધનસાર આ રીતે વિલાપ કરતો હતો. ત્યારે તેમને ઉદેશીને મોટા પુત્ર ધનદેવની સ્ત્રી ધનશ્રીએ કહ્યું, “આ તો તમારી બહુ ડાહી, ભાગ્યશાળી, વિનયવાળી પુત્રવધૂ છે કે જેના તમે હંમેશા વખાણ કરતા હતા અને બીજી સર્વની નિંદા કરીને તમારી જીભ સૂકાઈ જતી હતી, પણ હવે તેનું ડહાપણ, ભાગ્યશાળીપણું વગેરે બધું તેણે સ્પષ્ટ બતાવી દીધું ! પોતાના આત્માને તેણે તો સુખેથી વિલાસો ભોગવતો કર્યો, હવે એમાં શોક શો કરવો ? અમે તો મૂખ, ભાગ્યહીન, નિર્ગુણી છીએ, અમને એવું કરતાં આવડ્યું જ નહિ, તેથી દુઃખે પેટ ભરતાં અહીં ઘરમાં ને ઘરમાં જ પડ્યા રહીએ છીએ, તે બહુ ગુણવાળી અને ચતુર ખરી કે રાજપત્ની થઈને રાજભવનમાં બેઠી ! આ વાત ક્ષત ઉપર ક્ષારની જેવાં વહુઓનાં વચનો સાંભળીને બળતા અંત:કરણવાળા ધનસારને શું કરવું ? તેની સૂઝ પડી નહીં અને તે વિચારવા લાગ્યો, “હવે હું ક્યાં જાઉં ? કોને પૂછું? શું કરું કોને કહું ? નિર્ધન એવો મારો પક્ષ પણ કોણ કરશે ?' આમ દિમૂઢ બની શૂન્ય ચિત્તવાળો તે બેઠો હતો, તેવામાં તેના હૃદયમાં એક વિચાર ઉત્પન્ન થયો કે, “અહીં મારો પક્ષ કરે તેવો મારો સંબંધી તો કોઈ Page #126 -------------------------------------------------------------------------- ________________ શતાનિકના રાજકારે ૧૧૭ પણ નથી, પણ મારી જ્ઞાતિવાળા વ્યવહારીયાઓ અહીં ઘણા વસે છે, તેમની પાસે જઈ તેમને બધી વાત કરું. તેઓ સ્વજાતિના અભિમાનથી મારો પક્ષ જરૂર કરશે. કારણ કે તિર્યંચો પણ પોતાની જાતિનો પક્ષપાત કરે છે.' આ વિચાર કરીને દેવથી બળેલ તે ધનસાર કૌશાંબી નગરીમાં જે સ્થળે મોટા વ્યાપારીઓની દુકાનો હતી, તેવા ચૌટામાં ગયો અને ત્યાં રહેલા વ્યાપારીઓ પાસે અતિશય દીનતા દેખાડતાં તેણે પોતાનો વૃત્તાંત બન્યો હતો, તે અને પોતાના દુઃખની સર્વ હકીકત તેઓને કહી સંભળાવી. ધનસારે કહેલી હકીકત સાંભળીને મોટા વ્યાપારીઓએ કહ્યું કે, “આ વાત તો તદન અસંભવિત છે, ન બને તેવી જ છે. કારણ કે આ ધન્યરાજાએ કોઈ પણ વખત અન્યાય કર્યો હોય તેવું સાંભળ્યું નથી. વળી આબાલ, ગોપાલ સર્વેમાં ધન્યરાજાનું પરનારી સહોદર આવું બિરૂદ સુપ્રસિદ્ધ છે, તેથી તે આવું કરે તે કેવી રીતે સંભાવ્ય ગણાય ?” - ત્યાર પછી તે સમજુ વ્યાપારીઓ પરસ્પર વિચાર કરવા લાગ્યા કે, “આ વૃદ્ધ માણસ ખોટું બોલતો હોય તેમ દેખાતું નથી, કારણ કે આ વૃદ્ધ અંતરંગના દુઃખની જ્વાલાથી તપેલો બોલે છે, તેથી તે જે બોલે છે તે સત્ય હોય તેમ જણાય છે. આ વૃદ્ધ અતિ દુઃખથી દુઃખિત થયેલો જણાય છે, નહિ તો આવું રાજ્ય વિરૂદ્ધ અસત્ય જાહેર રસ્તા ઉપર બોલવાની હિંમત કેમ કરે ? અંતરના દાહ વગર આ પ્રમાણે બોલી શકાય જ નહિ, તેથી આ સાચો છે તેમ તો લાગે છે.” આમ પરસ્પર વિચાર થવાથી તે સર્વે વણિકોને શું કરવું ? તેની કાંઈ સમજણ પડી નહિ. તેથી તેઓ ધનસારને કહેવા લાગ્યા, “ભાઈ ! અમે આમાં શું કરી શકીએ ? જો બીજા કોઈની વાત હોત તો તો રાજ્યના અધિકારીઓ પાસે જઈને કહેત, પણ આ વાત તો રાજ્યના Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧૮ ધન્યકુમાર ચરિત્ર અધિકારીઓ પાસે જઈને કહીએ તો તેઓ પણ માને નહિ,” તેઓ સામો ઉપાલંભ આપે કે, “શું તમારી બુદ્ધિ નાશ પામી ગઈ છે કે આવું બોલો છો?' તેથી આ તો મહાન આપત્તિ આવી પડેલી છે. અમે તમારું દુ:ખ સાંભળવાને પણ શક્તિમાન નથી, તેથી અમે તો એમ વિચારીએ છીએ કે જે થવાનું હોય તે ભલે થાઓ. પણ ધન્યરાજા ખોટી નીતિ આચરે તેવા નથી, પરંતુ અમને વિચાર થાય છે કે, આજે તેણે એક રંકની સ્ત્રીને રોકી રાખી. કાલે વળી બીજાની રોકી રાખે તો શું થાય? જો કોઈ દુષ્ટ રાજા હોય તો તે પ્રજાની ધનાદિક વસ્તુઓ લઈ જાય છે, પણ કોઈની સ્ત્રીને લઈ જતા નથી. આવી મહા અનીતિ જો તે કરે તો પછી ગામમાં કોણ રહેશે ?' ધનસારની સાથે આવી વાત કરીને તે સર્વે એકઠા થઈ નિર્ણય કરીને ધન્યકુમારના રાજભવનમાં ગયા અને ધન્યકુમારને પ્રણામાદિ કરીને યથાસ્થાને તે સર્વે બેઠા. તે બધા ભયથી કંપતા હતા. છેવટે ઘણા વખત સુધી વિચાર કર્યા પછી તેઓ બોલ્યા, “સ્વામિન્ ! જેવી રીતે સૂર્યોદય થયો હોય ત્યારે અંધકારનો પ્રભાવ રહેતો નથી અને કદી રહેશે પણ નહિ, મોટા સમુદ્રમાંથી કોઈ ધૂળ ઉડતી દેખાતી નથી અને દેખાશે પણ નહિ, ચંદ્રમાં કોઈ દિવસ ઉષ્ણતા આપનાર થયો નથી અને કોઈ વખત થશે પણ નહિ, તેવી જ રીતે આપના જીવનમાં કોઈ દિવસ પણ અમે અનીતિ જોઈ નથી અને જોવાશે પણ નહિ, એવી અમને આબાલ-વૃદ્ધ સર્વને પ્રતીતિ છે. આમ છતાં પણ ધનસાર આજ સવારે આ પ્રમાણે અમારી પાસે પોકાર કરતો આવ્યો કે, “મારી પુત્રવધૂને રાજાએ રોકી લીધી છે. આ તેની વાણી સાંભળીને અમે કોઈએ પણ તે વાત માની નથી, પરંતુ દુઃખાર્ત એવા આ વૃદ્ધ પુરુષનું દુઃખ જોઈને અમને સર્વને ક્ષોભ થયો કે અમારા સ્વામી કલ્પાંતે પણ આવું કરે જ નહિ, પણ આપના કોઈ સેવક પુરુષે આપના જાણતાં અગર તો અજાણતાં જ આ ધનસારની પુત્રવધૂને રોકી રાખી હશે? તેથી હે સ્વામિન્! ધનસારના Page #128 -------------------------------------------------------------------------- ________________ શતાનિકના રાજદ્વારે ૧૧૯ આગ્રહથી અમે આ બાબતની તપાસ કરવાની આપને વિજ્ઞપ્તિ કરીએ છીએ. તેને શા અપરાધથી રોકવામાં આવી છે તે કોઈ જાણતું નથી. આ વૃદ્ધ ગરીબની પુત્રવધૂનો જો કાંઈ અપરાધ થયો હોય તો પણ તેને ક્ષમા આપીને આ મહાજનની શોભા આપ વધારો અને તેની પુત્રવધૂને આપ છોડી મૂકો. આ બાબતમાં આપને બહુ વિજ્ઞાપના શું કરીએ ? આપ જ યુક્ત અને અયુક્તના વિચારોમાં કુશળ છો. આપની પાસે અમારી બુદ્ધિ કઈ ગણતરીમાં છે ? તેથી સો વાતની એક જ વાત કહીએ છીએ કે કૃપા કરીને આ વૃદ્ધ પરદેશી નિર્ધન પુરુષની પુત્રવધૂને આપ પાછી આપો.' મહાજનના સમૂહની આ વાત સાંભળીને જરા સ્મિત કરીને તે સાંભળ્યું ન સાંભળ્યું, તેમ કરીને બીજા તરફ નજર ફેરવી બીજાની સાથે વાતો કરતાં અન્યોક્તિ દ્વારા તિરસ્કાર સૂચવનાર અને ગર્ભિત ક્રોધયુક્ત વાક્યો દ્વારા ધન્યકુમાર કહેવા લાગ્યા, “અરે ભાઈ ! હમણાં આ નગરમાં ઘણા માણસો બહુ વાચાળદોઢ ડાહ્યા થઈ ગયા છે. સત્યાસત્યની વાત સમજ્યા વિના વાણી વડે પારકાનાં ઘરની વાતો કરીને તૃપ્તિ પામનારા જેમ તેમ વચનો બોલે છે, પણ દુર્જનોનો એવો સ્વભાવ જ છે.” કહ્યું છે કે, દુર્જનો પોતાના મોટા ગુફા જેવાં છિદ્રો પણ જોઈ શકતા નથી અને એક નાના રેખા જેવડા પણ પરનાં છિદ્રોને જુએ છે.” પણ તે સર્વને હું જાણું છું, ઓળખું છું. હમણાં તેવા સર્વને શિક્ષા કરવાને ઉઘુક્ત થયો છું. વધારે શું કહું ? આમ કરવાથી સારું જ થશે, પણ આમાં તેમનો દોષ નથી, મારો જ દોષ છે. કારણ કે મેં નગરજનોને આવી વાતો કરતાં સાંભળ્યા છતાં પણ આંખ આડા કાન કરીને મુક્ત રાખ્યા છે, તેથી જ તેઓ અતિશય ઉન્મત્ત થઈ ગયા છે. હવે થોડા જ દિવસમાં આ સર્વ ઉન્મત્ત થઈ ગયેલાઓને હું સરળ-સીધા કરી દઈશ. Page #129 -------------------------------------------------------------------------- ________________ ધન્યકુમાર ચરિત્ર આવી તિરસ્કાર ગર્ભિત વાણી સાંભળીને ઇંગિત આકારથી આ બાબત ધન્યકુમારને ‘અરૂચિકર' છે, તેમ જાણીને તે સર્વે ભયભીત થયા અને ખુશામતનાં વચનો બોલીને તે ધીમે ધીમે ઉઠીને રાજ્યદ્વારની બહાર નીકળી ગયા. ધનસાર પણ તેમની સાથે બહાર આવ્યો અને તેઓના અગ્રેસરને કહેવા લાગ્યો કે, ‘તમે સર્વે તો ઉઠી ઉઠીને તમારા ઘર તરફ ચાલવા માંડ્યા, પણ હવે મારા કાર્યનું શું ?' ૧૨૦ તે સમયે તે બધા ધનસાર તરફ ક્રોધપૂર્વક જોઈને ઉત્તર દેવા લાગ્યા, ‘અરે પહેલાં તેં જ સ્વયમેવ તારૂં કાર્ય બગાડ્યું અને હવે અમારી પાસે શું પોકાર કરવા આવ્યો છે ? જેવું તેં કામ કર્યુ તેવું કાર્ય કોઈ મૂર્ખ પણ કરે નહિ, કારણ કે હંમેશાં તેં તારી રૂપવંતી, યુવાન પુત્રવધૂને છાશ લાવવા માટે રાજ્યદરબારમાં શા માટે મોકલી ? મોટા કામ વિના વ્યાપારી પુરુષને પણ રાજ્યદ્વારે જવું યોગ્ય નથી. સ્ત્રીને તો રાજ્યદ્વારે સર્વથા જવું અયુક્ત જ છે, તે શું તું નહોતો જાણતો ? શું તારે માટે અમે પણ સંકટમાં પડીએ ? તો પણ જે અમારાથી થઈ શકે તેવું હતું તે તો અમે કર્યું. રાજાએ તે વાત સ્વીકારી નહિ તેમાં અમે શું કરીએ ? આમાં તારા કર્મનો જ દોષ છે, તેથી હવે અમે કાંઈ જાણતા નથી, તને ધ્યાન પહોંચે, ઠીક લાગે તેમ કર.’ આમ કહીને તે સર્વે પોતપોતાનાં ઘેર ગયા. પારકાને માટે પોતાનાં માથે કોણ ક્લેશ વહોરે ? તેમના ગયા પછી ધનસાર પણ પાછો વળ્યો અને વિચારવા લાગ્યો કે, ‘હવે જે થવાનું હોય તે થાઓ. એક વખત ધન્યરાજા પાસે જઈને હું જ પુકાર કરૂં. અંતરમાં રહેલાં આંસુઓ બહાર કાઢું, તે કદાચ રોષે ભરાશે તો મને શું કરશે ? તે મને મારવા ઇચ્છે તો ભલે મારી નાંખે, પ્રાયઃ મરી ગયેલ જેવો હું થઈ ગયેલો જ છું, હવે જીવવાથી મારે શું વિશેષ છે ?' આવો છેવટે વિચાર કરીને તે Page #130 -------------------------------------------------------------------------- ________________ શતાનિકના રાજકારે ૧૨૧ ધનસાર શ્રેષ્ઠી ધન્યકુમારના રાજભવનમાં ગયો અને ગોખમાં બેઠેલા ધન્યકુમાર પાસે જઈને મોટે સ્વરે કહેવા લાગ્યો કે, “હે મહાભાગ્યશાળી હે રાજન્ ! મારી પુત્રવધૂને છોડી દો, મારી પુત્રવધૂને તમે શા કારણથી રોકી રાખી છે? આપ આવા સમર્થ છો, છતાં અમારા જેવા રાંકને શા માટે આમ દુઃખ દો છો ?' આમ ભયની દરકાર કર્યા વગર નિઃશંકપણે તે પોતાની પુત્રવધૂને યાચે છે, તેવામાં ધન્યકુમાર પોતાની ભૃકુટીની સંજ્ઞાથી સેવકોને કહેવા લાગ્યા, “આ વૃદ્ધ પુરુષ શું માગે છે ? તે જે કાંઈ માગે તે ઘરમાં લઈ જઈને તેને આપો.' તે સાંભળી સેવકો બોલ્યા, “રે વૃદ્ધ, ઘરમાં ચાલો. અમે તમને તમારી પુત્રવધૂ ત્યાં આપીશું.” આ પ્રમાણે કહીને ધનસારને ઘરની અંદર લઈ ગયા, ધન્યકુમાર પણ પાછળ તરત જ ઘરમાં આવ્યા અને એકદમ પિતાને નમસ્કાર કર્યો, નમસ્કાર કરીને મસ્તક ઉપર હાથ જોડીને બોલ્યા, “આપ પૂજ્ય પિતાશ્રીએ બાળકના ચપળતારૂપ અવગુણોની ક્ષમા કરવી.” અમૃત તુલ્ય, ધન્યકુમારની વાત સાંભળીને પુત્રદર્શનથી અકલ્પિત એવો મનોરથ અચાનક ફળવાથી, આનંદના ઉભરાથી જાણે કે દબાઈ ગયો હોય તેવો ધનસાર આનંદથી પૂર્ણ દેખાવા લાગ્યો. આ વાત સત્ય કહી છે કે, “સમુદ્ર પૂર્ણચંદ્રના દર્શનથી કેમ ઉભરાઈ ન જાય ? ઉભરાય જ. ત્યાર પછી બહુમાન અને ભક્તિપૂર્વક સર્વ દુઃખથી રહિત થયેલા પોતાના પિતાને ઘરની અંદર લઈ જઈને ત્યાં તેમને બેસાડીને ફરીથી પાછા આવીને ગોખમાં બેઠા અને આમ તેમ જોવા લાગ્યા.” તેટલામાં દુઃખના ક્લેશથી તપ્ત થયેલી અને થાકી ગયેલી પોતાની માતા શીલવતીને પતિને શોધવા માટે આવતી ધન્યકુમારે Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ધન્યકુમાર ચરિત્ર જોઈ. તે રાજ્યદ્વાર પાસે આવી અને ધન્યકુમારને ગોખમાં બેઠેલા જોઈને વિષાદપૂર્વક મનમાં તે બોલવા લાગી, “રે દૂર કર્મના કરનાર ! જો પવિત્ર આચારવાળી મારી પુત્રવધૂને તું છોડી દેતો નથી, તો જા તેની સાથે તું પણ ખાડામાં જઈને પડ. રૂષ્ટમાન કે તુષ્ટમાન થયેલો તું શું કરવાનો હતો ? પણ મારા વૃદ્ધ ઉંમરના પતિને પાછો આપ. તે સ્ત્રીની પાછળ તો ધૂળ ખાઈને તું પણ મરણ પામજે ને જેણે કુળની લાજ મૂકી તે પુત્રવધૂનું મારે કાંઈ કામ નથી. તમારૂં કરેલું પાપ તમે જ ભોગવશો.' આવા અત્યંત વિષાદયુક્ત વચનોને બોલતી પોતાની માતાને ધન્યકુમારે પહેલાંની માફક સેવકોને આદેશ કરીને તેને ઘરમાં બોલાવરાવી અને પાછળ પોતે જઈને માતાના ચરણયુગલને પ્રણામ કરીને પોતાની ઓળખાણ આપી. તે પણ પોતાના પુત્ર ધન્યકુમારને ઓળખીને અંતઃકરણમાં અતિશય આનંદ પામી. ધન્યકુમારે બહુમાનપૂર્વક પોતાના માતાપિતાનાં અંગ અને વસ્ત્રાદિકની શુદ્ધિ કરાવી, તેમની સારી રીતે ભક્તિ કરીને તેમને ઘરમાં બહુમાનપૂર્વક રાખ્યાં. ફરી ધન્યકુમાર ગોખમાં જઈને બેઠા. તે વખતે તેઓના ધનસાર આદિ ત્રણે ભાઈઓ મા-બાપની તપાસ કરવા અને શુદ્ધિ મેળવવા ત્યાં આવ્યા. આયુષ્યમાન ધન્યકુમારે આમતેમ ભટકતા તેઓને જોઈને સેવકો દ્વારા આવાસમાં બોલાવરાવ્યા અને પોતે પણ તેમની પાસે જઈને નમસ્કાર કર્યા. ત્યાર પછી વસ્ત્ર, આભરણ અને તાંબૂલાદિકથી તેમનો સત્કાર કરીને સગુણને શરીરની અંદર દાખલ કરે તેવી રીતે પોતાના આવાસના અંદરના ભાગમાં તેમને ધન્યકુમાર લઈ ગયા અને આનંદિત કર્યા. ત્યાર પછી કેટલોક સમય વીત્યો એટલે તે ત્રણે ભાઈઓની ધનશ્રી આદિ સ્ત્રીઓ, સાસુ, સસરા Page #132 -------------------------------------------------------------------------- ________________ શતાનિકના રાજદ્વારે ૧૨૩ તથા પોતાના સ્વામીની તપાસ કરવા આવી અને ધન્યકુમારે દૂરથી તેમને આવતી જોઈ. તેઓને જોઈને ધન્યકુમારે વિચાર કર્યો કે, ત્રણે મારી ભાભીઓએ અતિ શુદ્ધ અને પવિત્ર એવી મારી પત્નીને ખોટાં દૂષણો આપી નિંદા કરી તેને હેરાન કરી છે, ઘણાં માઠાં વચનો સંભળાવ્યાં છે અને તેની હીલના કરીને હલકી પાડી છે, તેથી એમને થોડીક શિક્ષા કરૂં તો ઠીક.' આમ વિચાર કરી ભ્રકુટીની સંજ્ઞા વડે દ્વારમાં ઉભેલા દ્વારપાલોને આદેશ કર્યો અને રાજ્યદ્વારમાં પ્રવેશ કરતી તે ત્રણેયને અટકાવી. પર્વતોએ અટકાવેલું નદીનું પાણી જેમ ચારે તરફ છૂટું થઈને વિખરાઈ જાય છે. તેવી રીતે તે સ્ત્રીઓ પણ રાજ્યદ્વારની બહાર રહીને આમતેમ ભટકવા લાગી. આ પ્રમાણે તેઓ આખો દિવસ ભટક્યા કરી, પણ રાજ્યદ્વારમાં તેઓનાથી પ્રવેશ થઈ શક્યો નહિ. ધન્યકુમાર દૂરથી જ તેમને જોતાં દરવાજો સંભાળનારા દ્વારપાલોને તેઓને નહિ પ્રવેશ કરવા દેવાની સંજ્ઞા કરીને આવાસની અંદરના ભાગમાં ગયા. સાંજ થઈ ત્યારે નિરાશ થઈને દુઃખી થયેલી તેઓ શોકાર્ત થઈ વિષાદ પામીને પોતાની ઝુંપડીએ જઈ વિલાપ કરવા લાગી કે, ‘હે પૃથ્વીમાતા ! અમારો નાશ થાય તે માટે તું અમને જગ્યા આપ, આ જગ્યામાં દુ:ખદાવાનળથી વિવશ થયેલી અમે ખાડામાં પડીને મરણ પામીએ. હવે અમારો અબળાનો કોઈ પણ આધાર નથી કે જેના આશ્રયે રહીને અમે જીવીએ.' આમ વિલાપ કરતી આમ તેમ પડતી આખડતી અનેક માઠાં વિકલ્પોથી પોતાનાં અંતઃકરણને કલુષિત કરતી અતિ દુઃખી એવી તેઓએ તે રાત્રી સેંકડો રાત્રીની જેમ કષ્ટથી પસાર કરી. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ધન્યકુમાર ચરિત્ર કોઈ રીતે સવાર થતાં તેઓ પરસ્પર વિચાર કરવા લાગી કે, “હવે આપણે કુળની લાજ ત્યજીને કૌશાંબીના રાજા પાસે તેની સભામાં જઈને પોકાર કરીએ, કારણ કે, “દુર્બળ અને અનાથ સર્વેનું આશ્રય સ્થાન રાજા છે. આ રીતે વિચાર કરી લજ્જાને ત્યજીને શતાનિક રાજાની સભામાં તેઓ ગઈ, કારણ કે મહાન વિપત્તિના સમયે સ્ત્રીઓમાં ધીરજ કેવી રીતે રહે ? સભામાં આવેલી અને પોકાર કરતી સ્ત્રીઓને રાજાએ જોઈ, તેથી ભૂફટીની સંજ્ઞા વડે તેણે સભાજનોને પૂછ્યું, “આ સ્ત્રીઓ કયા દુઃખના કારણે પોકાર કરે છે ? તેમનું દુઃખ તેમને પૂછીને તેનું રહસ્ય નિવેદન કરો.” રાજાની આજ્ઞા થવાથી સભાજનો તેઓને પાસે જઈને તે ધનશ્રી આદિને પૂછવા લાગ્યા, ‘તમારે શું દુઃખ છે ? કાંઈ મોટું દુઃખ હોવું જોઈએ, નહિ તો જેનો પતિ હોય તેવી સ્ત્રીઓ રાજ્યારે કોઈ દિવસ આવતી નથી, તમારા સ્વામી તો જીવતા છે, છતાં તમને તેવું શું મોટું દુઃખ આવી પડ્યું છે, કે જેથી તમારે આજે રાજદ્વારમાં આવવું પડ્યું ? તમારું જે કાંઈ દુઃખ હોય તે વિસ્તારથી અમને જણાવો. તમારા દુ:ખની હકીકત સાંભળીને અમે તે વાત શતાનિક રાજાને જણાવીશું અને તેઓ તમારા દુઃખનું નિવારણ કરશે. અમારા સ્વામી પરદુઃખભંજન અને તેવા કાર્યમાં રસિક છે.” સભ્યજનોના આવા શબ્દો સાંભળીને તેઓ બોલી, “અરે ! અમે પરદેશી છીએ, પહેલાં અમારા ઘરમાં અતુલ ને અખંડ સુખ હતું, દૈવે અમારી આવી માઠી સ્થિતિ કરી નાંખી, અમે દુઃખમાં આવી ચડ્યાં, કારણ કે કર્મની ગતિ અકથ્ય છે. અમારા સસરા સાથે અમારા ગામમાંથી આઠ માણસો વ્યાપાર માટે નીકળ્યા હતા. બધે ફરતાં ભટકતાં ‘વત્સદેશના રાજા પ્રજાને પુત્રની જેમ પાળે છે. વળી જેઓ નિર્ધન Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ શતાનિકના રાજકારે હોય તેઓને આજીવિકાનાં ઘણાં સાધનો ત્યા મળે છે. દૂર દેશથી આવેલા માણસો પણ ત્યાં સુખેથી આજીવિકા ચલાવી શકે છે. વળી તે દેશમાં અતિશય સુકાળ સદા વર્ત છે.” આવી તમારા રાજ્યની પ્રસિદ્ધિ લોકોના મુખેથી સાંભળીને અમારા સસરા આખા કુટુંબ સહિત અહીં આવ્યા. જેવી લોકોમાં વાતો સાંભળી હતી, તે કરતાં પણ વધારે શ્રેષ્ઠ આ નગર જોયું. ત્યારબાદ પાસે, નગરના સ્વામી ધન્યરાજા સરોવર ખોદાવે છે, ત્યાં જઈને સરોવર ખોદવાનું કાર્ય આજીવિકા માટે અમે શરૂ કર્યું, આમ કહીને તેઓએ પૂર્વનો સર્વ બની ગયેલો પ્રસંગ તે લોકોની સમક્ષ વિસ્તારથી કહ્યો. સભાજનોએ બધી વાત સાંભળી તેવી રાજા પાસે નિવેદન કરી. રાજા પણ આવી અસંભવિત વાતો સાંભળીને વિસ્મયતાપૂર્વક હજુ તો ચિત્તમાં વિચારો કરતા હતા. તેવામાં તે સ્ત્રીઓ ફરીવાર બોલવા લાગી, “હે મહારાજ ! સેવકજનો ઉપર વાત્સલ્યરૂપી અમૃતના કુંપાઓ ઢોળનારા આપ જ અમારા વિયોગાગ્નિથી બળેલા મનરૂપી ઉદ્યાનને શાંત કરવા શક્તિમાન છો. શું તે ધન્યરાજાએ અમારી દેરાણીના મોહથી અમારા સસરા વગેરે પાંચ જણાને મૃત્યુ પમાડ્યા હશે ? અગર તે દુર્બુદ્ધિવાળાએ જીવતાં જ શું તેઓને કારાગૃહમાં પૂરી દીધા હશે ? તે સર્વની આપ તપાસ કરાવો. ધન્યરાજાએ રોકેલા અમારા કુટુંબને આપ કૃપા કરીને છોડાવો. હાથીના મોઢામાં આવેલ પશુને સિંહ સિવાય બીજું કોણ છોડાવવા સમર્થ છે ? કહ્યું પણ છે કે, નિર્ધન, અનાથ, પીડિત, શિક્ષા પામેલા અને વૈરીઓથી પરાભવ પામેલા સર્વેને રાજા જ શરણભૂત થાય છે.” - તેમનો આવો પોકાર સાંભળીને રાજાદિકને ક્રોધ ઉત્પન્ન થયો અને સેવક પુરુષો સાથે આ પ્રમાણે રાજાએ ધન્યકુમારને કહેવરાવ્યું, Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ધન્યકુમાર ચરિત્ર તમારા જેવાને અન્યાય કરવો તે તદન અનુચિત છે, તેથી જે પરદેશીઓને તમે કબજે રાખ્યા છે, તેમને છોડી મૂકો. સજ્જન થઈને ગર્વથી આ પ્રમાણે સન્માર્ગ કેમ છોડી દો છો ? પ્રાણ જાય તો પણ સજ્જન પુરુષો દુષ્ટ કૃત્ય કરતા નથી.' ધન્યકુમારે સેવક પુરુષો પાસેથી આવાં વચનો સાંભળીને કહ્યું, “અરે ? હું કોઈ દિવસ પણ સત્ય માર્ગનો લોપ કરતો જ નથી અને કદાચિત હું ત્યાજ્ય એવા કુમાર્ગે પ્રયાણ કરૂં, તો મને રોકવા કોણ સમર્થ છે ? જ્યારે ચક્રવર્તીનું ચક્ર ચાલતું હોય, ત્યારે કયો પુરુષ તેને રોકવા સમર્થ થાય છે? જો આ બાબતમાં રાજાને પરીક્ષા કરવાની ઇચ્છા હોય, તો તેમને પણ શિક્ષા કરવાને હું સમર્થ છું.' જો આપણા રાજા “હું શતાનિક (સો સૈન્ય જીતનાર) છું, તેવા નામની ખ્યાતિથી જ ગર્વ ધારણ કરતા હોય, તો હું લક્ષાનિક (લાખો સૈન્યને જીતનાર) છું, તેથી શતાનિક મારી પાસે કોણ માત્ર છે ?” ધન્યકુમારે સ્વમુખે ઉચ્ચારેલાં ગર્વયુક્ત કઠોર વચનો સાંભળીને તે આવેલા પુરુષો તરત જ રાજાની પાસે ગયા અને નમસ્કાર કરીને જે હકીકત બની હતી, તે વિગતથી કહી સંભળાવી. રાજા પણ તેવાં ગર્વયુક્ત વચનોને સાંભળીને બહુ ક્રોધાયમાન થયો અને જે ધન્યકુમાર જમાઈ અત્યાર સુધી પોતાના પ્રેમનું સ્થાન હતું, તે વૈરનું સ્થાન થઈ ગયું. ત્યાર પછી શતાનિક રાજાએ યુદ્ધ કરવા માટે તૈયાર કરેલા પોતાના સૈન્યને ધન્યકુમારના મહેલ પાસે મોકલ્યું. તે વખતે ધન્યરાજાએ પણ તે લશ્કરનું આગમન સાંભળીને પોતાનું હસ્તિસૈન્ય, અશ્વસૈન્ય, પાયદળ સૈન્ય વગેરે એકઠું કરીને શતાનિક રાજાના લશ્કર સાથે તુમુલ યુદ્ધ શરૂ કર્યું. થોડી જ વારમાં ગાજતા એવા હાથી, ઘોડા ઈિત્યાદિથી યુક્ત શતાનિક રાજાના સૈન્યને નદીના પ્રવાહને પર્વત રોકી રાખે તેવી રીતે ધન્યકુમારે પરાડમુખ કરી નાખ્યું. Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૭ શતાનિકના રાજકારે એટલે શતાનિક રાજાના બધા સૈનિકો કાગડાની જેમ નાસી ગયા. પોતાના સૈન્યને દીનભાવ પામેલું અને નાસતુ જોઈને શતાનિક રાજા પોતાના વધારે બળવાન સૈન્યને લઈને વિષાદપૂર્વક ધન્યકુમારને જીતવા માટે ચાલ્યો. ધન્યકુમાર પણ તે વૃત્તાંત સાંભળીને પોતાના લશ્કરને લઈ શતાનિક રાજાની સામે લડાઈ કરવા ચાલ્યા. અનુક્રમે તેઓ મળ્યા અને લડાઈ શરૂ થઈ. તેઓ બંને જ્યારે યુદ્ધ કરવા લાગ્યા ત્યારે કિંકર્તવ્યમૂઢ થયેલા રાજ્યના બુદ્ધિશાળી મંત્રીઓ એકઠા થઈને વિચારવા લાગ્યા, “આ શ્વસુર અને જમાઈના યુદ્ધમાં જો કોઈ મહાન અનર્થ થશે તો જગતમાં આપણા માટે મોટું કલંક ચઢશે,' લોકો કહેશે કે, “આ બંને સૈન્યમાં કોઈ એવો બુદ્ધિકુશળ ડાહ્યો માણસ જ નહોતો કે જે બંને વચ્ચે સંધિ કરાવે અને આવા અનર્થથી બંનેને વારે ? તેથી રાજા પાસે જઈને કાંઈપણ હિતોપદેશ આપણે કહીએ.” આ વિચાર કરીને તે સર્વે મંત્રીઓ એકઠા થઈ રાજાની પાસે જઈને વિનંતી કરવા લાગ્યા, “સ્વામિન્ ! ચિત્ત સ્થિર કરીને અમારી વિનંતી સાંભળો અને પછી જે આપને ઉચિત લાગે તે કરો.” રાજાએ કહ્યું, તમારે જે કહેવું હોય તે કહો, હું તેનો વિચાર કરીશ.' રાજાની અનુજ્ઞા મળતાં તેઓ બોલ્યા, “હે દેવ ! સામાન્ય હેતુ માટે ધન્યકુમાર જેવા પ્રતિષ્ઠિત પુરુષની સાથે યુદ્ધ કરીને આપની પ્રતિષ્ઠા ગુમાવો તે યોગ્ય નથી. વળી આ ધન્યરાજ તમારા જમાઈ છે, તેને હણવા તે આપને કોઈ રીતે યોગ્ય નથી, શું ગાયે ગળેલા રત્ન તેનું પેટ ચીરીને કોઈથી કાઢી શકાય છે ? વળી તેમને આ બધા પરદેશીઓનો નાશ કરવામાં નથી કાંઈ અર્થની સિદ્ધિ કે નથી કાંઈ યશની વૃદ્ધિ. વળી સ્વામિન્ ! આ ધન્યકુમારને તમે જ વૃદ્ધિ પામાડેલ છે, તેથી તેનો છેદ કરવો તે આપને યોગ્ય નથી. ડાહ્યા માણસો પોતે રોપેલા વિષવૃક્ષને પણ પોતે છેદતા નથી. તેથી હે Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૮ ધન્યકુમાર ચરિત્ર નાથ ! ઠીકરીના કામ માટે કામઘટનો નાશ કરવાની જેમ તેમની સાથે યુદ્ધ કરવું તે તમને ઉચિત નથી. વળી જો આ જમીન કંપાયમાન થઈ ઉંધી વળી જાય, ન માપી શકાય તેટલા જળથી ભરેલો સમુદ્ર પણ શોષાઈ જાય, સૂર્યનો પૂર્વને બદલે પશ્ચિમ દિશામાં ઉદય થાય, તો પણ આ ધન્યકુમાર અનીતિના માર્ગે ચાલે નહિ, એવી બાળથી વૃદ્ધ પર્યત સર્વને સંપૂર્ણ ખાતરી છે, તેથી તે બાઈઓએ કહેલ આવું તેમનું વિરૂદ્ધાચરણ કોઈ રીતે સંભવતું નથી. આ પરદેશથી આવેલા આખા કુટુંબને પહેલાં ધન્યકુમારે રાખ્યું અને હમણાં સારા હૃદયવાળા ધન્યકુમારે ક્રોધિત થઈને વૃદ્ધાદિક સર્વને પૂર્યા. આમાં પણ કાંઈક રહસ્ય હોવું જોઈએ, આ પ્રમાણે કરવામાં તેમનો શો આશય છે તે સમજાતું નથી. તેઓએ આ કુટુંબમાંથી પુત્રવધૂને રોકી, પછી ડોસીને રોકી રાખી, પછી તેના ત્રણ પુત્રોને રોક્યા છતાં આ ત્રણે વહુઓને કેમ તેઓએ પૂરી દીધી નહિ ! આમાં પણ કાંઈ ચોક્કસ હેતુ હોવો જોઈએ. આ કારણથી જો મહારાજ આજ્ઞા આપશે, તો આ ગૂઢાર્થ પણ બુદ્ધિકૌશલ્યથી પ્રગટ થઈ શકશે, કારણ કે તમારી સેવા કરવાથી જે મંત્રીઓ કુશળ અને શાસ્ત્રપારંગત દૃષ્ટિવાળા થયા છે, તેનાથી અજાણ્ય શું રહેવાનું છે? બીજી રીતે ન જાણી શકાય તેવું હોય તે પણ બુદ્ધિ વડે જાણી શકાય છે.” મંત્રીઓએ કહેલી ઉપરોક્ત સર્વ હકીકતને સાંભળીને રાજા બોલ્યો, “હે મંત્રીઓ ! જો તમારી આવી બુદ્ધિની કુશળતા હોય તો બધી વાતની તપાસ કરીને આમાં શું સાચું છે ? તે મને જણાવો !” રાજાની આજ્ઞા મળવાથી તરત જ ત્રણે સ્ત્રીઓને બોલાવીને મંત્રીઓએ પૂછયું, ‘તમે કયે સ્થળેથી અત્રે આવ્યા છો? તમારું કુળ કયું ? તમારી પાસે દ્રવ્ય કેટલું હતું ? તમારું ગામ કયું? એવી શી આપત્તિ પડી અને શા કારણથી પડી ? કે જેને Page #138 -------------------------------------------------------------------------- ________________ શતાનિકના રાજકારે ૧૨૯ લીધે તમારે અહીં આવવું પડ્યું ? આ બધો તમારો વૃત્તાંત જેવો બન્યો હોય તેવો સાચો કહી સંભળાવો.' મંત્રીઓએ આમ પૂછવાથી આંખમાં અશ્રુ લાવીને તે ધનશ્રી આદિ સ્ત્રીઓએ મૂળથી તેઓની આગળ પોતાના કુળાદિકનો સર્વ વૃત્તાંત તળાવ ખોદવા સુધીનો વિસ્તારથી કહી સંભળાવ્યો. બુદ્ધિકુશળ અને વસ્તુગ્રાહી મંત્રીઓ તેમની કહેલી વાત સાંભળીને વસ્તુતત્ત્વ બધું સમજી ગયા અને વિસ્મયતાથી તથા સ્મિતપૂર્વક એકબીજા સામું જોતાં તેઓ વિચાર કરીને બોલ્યા, “અરે, આ બાઈઓનો ધન્ય નામનો અતિ ભાગ્યશાળી દિયર કોણ તેને અમે ઓળખ્યો, ઉપરની કહેલી હકીકત ઉપરથી તો ધન્યકુમાર જ તેમના દિયર છે, તેવું રહસ્ય પ્રાપ્ત થાય છે. બુદ્ધિશાળી એવા તે ધન્યકુમારે છાશ તથા અન્ય વસ્તુઓ આપવા વડે માયા કરીને પહેલા પોતાની પત્નીને ઘરમાં રાખી, ત્યાર બાદ પોતાના પિતા, માતા તથા ભાઈઓને ઘરમાં રાખ્યા અને આ સ્ત્રીઓને ઘરમાં ન રાખી તેનું કારણ એમ જણાય છે કે તેમની પત્નીને ખરાબ વચનો તથા ખોટાં મેણાં તથા ખોટાં આળ વગેરે આપીને આ સ્ત્રીઓએ તેમની પત્ની વિરૂદ્ધ પ્રતિકૂળતા બતાવી હશે, તેથી આ સ્ત્રીઓને શિક્ષા કરવા માટે મહેલમાં દાખલ થવા દીધી નથી.” મંત્રીઓએ આ રીતે યોગ્ય વિચાર કરીને તે સ્ત્રીઓને કહ્યું કે, “તમે કહેલ ભાગ્યના નિધાનરૂપ તમારા દિયર ધન્યકુમારને ઓળખવાનું કાંઈ ખાસ લક્ષણ છે કે જેનાથી તે સત્વર ઓળખી શકાય.” શતાનિક રાજાના મંત્રીઓનાં આ કથનને સાંભળીને ક્રોધ છોડી ધીરજ ધારણ કરીને શાંત અંતઃકરણથી તે સ્ત્રીઓ બોલી, અમારા દિયરને ઓળખવાનું એક મોટું ચિહ્ન છે, તે એ કે તેના બંને પગો ઉપર અત્યંત દેદીપ્યમાન સૂર્ય જેવા ચળકાટવાળું પદ્મનું નિશાન છે, તેથી આ અમારા દિયર તરત જ ઓળખાય Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ધન્યકુમાર ચરિત્ર છે. તે સાંભળીને તરત જ તે મંત્રીઓ ધન્યકુમારના પગની ઉપર રહેલું પદ્મનું ચિહ્ન જોવાને માટે તે સ્ત્રીઓને સાથે લઈને ધન્યકુમારની પાસે ગયા અને નમીને તેમની પાસે ઉભા રહ્યા. ધન્યકુમારે તેમને પૂછયું, “આપને અહીં આવવાનું શું પ્રયોજન છે ?' તેઓએ કહ્યું, “આ સ્ત્રીઓનો આંતર કલહ નિવારવા અમે આવ્યા છીએ.” તે વખતે ધન્યકુમારે પોતાની ભાભીઓને સાથે આવેલી જોઈને માયાથી તેમને પણ નમસ્કાર કર્યા અને તેઓને કહ્યું, “ભયભીત અંત:કરણવાળા તમે શા કારણે અહીં આવ્યા છો ?” આ શબ્દો સાંભળીને તે ધનશ્રી આદિ ત્રણે ભાભીઓ ધન્યકુમારને બરાબર ઓળખીને બોલી, “અરે શું કરવા અમને માયા કરીને ખેદ ઉપજાવો છો ? શા માટે દુઃખી કરો છો ? કારણ કે તમે જ અમારા ભાગ્યશાળી દિયર છો, શું કલ્પવૃક્ષ કોઈ દિવસ કોઈને દુઃખ આપે છે ?' આમ કહીને તેઓ બોલતી બંધ રહી. એટલે ધન્યકુમારે કહ્યું, “અરે આ તમારા સ્વસ્થ હૃદયમાં શો ભ્રમ થઈ ગયો ? અથવા તો હીન પુણ્યોદયથી તમારી દૃષ્ટિ શું કાંઈ ઝાંખી થઈ ગઈ છે ? જગતમાં જેને ધન્યકુમાર' એવા નામવાળો જુઓ, તેને તમે તમારા દિયર' કહીને બોલાવશો તો સર્વ સ્થાને હાસ્યપાત્ર થશો.” આ સાંભળીને તેઓ બોલી, “રે દિયરજી ! તમને તો અમે ઘણા વખતથી ઓળખીએ છીએ, પણ માયા, કપટ કરીને તમે તમારી જાતને ગોપવો છો, પરંતુ તમારા પુણ્યોદયથી ઉત્પન્ન થયેલી તમારા પગ પરની નિશાની છુપાવવા તમે શક્તિમાન નથી. હે મંત્રીઓ ! આ ધન્યરાજાના અમે પગ ધોઈએ, જેથી તે પગો ઉપર રહેલા પદ્મનાં દર્શન થવાથી અમારા અંતઃકરણમાં પણ નિર્ણય થાય.” આમ કહીને તેઓ ધન્યકુમારના પગ ધોવા તૈયાર થઈ. Page #140 -------------------------------------------------------------------------- ________________ શતાનિકના રાજદ્વારે ૧૩૧ એટલે ધન્યકુમાર બોલ્યા, ‘હું પરસ્ત્રીઓ સાથે આલાપ પણ કરવા ઇચ્છતો નથી, તો પગ ધોવાથી તો તમારે દૂર જ રહેવું.” આ પ્રમાણે ધન્યકુમારે તે સ્ત્રીઓને પગ પખાળતી રોકી, તેથી પાસે ઉભેલા પ્રધાનો કહેવા લાગ્યા, “દેવ ! શું કરવા નિરર્થક વાર્તાલાપ કરો છો ? અને નિરર્થક શ્રમ લો છો ? આ તમારી જ ભાભીઓ છે, તેવો નિર્ણય અમને થઈ ચૂક્યો છે. આપના જેવા સમર્થ પુરુષોને દંભપૂર્વક પોતાના સ્વજનો સાથે વ્યવહાર રાખવો તે ઉચિત નથી. આ સ્ત્રીઓએ પ્રથમ તેમણે અનુભવેલા તમારા ઘણા ગુણોનું વર્ણન બહુ પ્રકારે અમારી પાસે કર્યું છે. હમણાં તમારી પ્રવૃત્તિ તેથી કાંઈક જુદા પ્રકારની જોઈને અમારા મનમાં મહાન આશ્ચર્ય થાય છે. પરંતુ સજ્જન પુરુષો તો આંબો, શેરડી, ચંદન, અગર, વંશ વગેરે વૃક્ષો કે જેઓને પત્થરથી તાડના કરે, પીલે, ઘસે, બાળે તથા છેદે તો પણ પારકા ઉપર ઉપકાર જ કરે છે. તેની જેમ ઉપકાર કરનારા હોય છે. તમે તો સજ્જન પુરુષોમાં અગ્રેસર છો, તો તમને આ કેમ શોભે ? તમારામાં આવા દંભનો સંભવ જ કેમ હોય ? કદાચ જો કે પોતાના કુટુંબીઓ વિપરીત આચરણ કરે, તો પણ તેઓને શિક્ષા આપત્તિકાળમાં તો ન જ કરવી. વિપત્તિમાંથી તેમનો સત્વર ઉદ્ધાર જ કરવો. સાધુપુરુષો પડ્યા ઉપર કદી પણ પાટુ મારતા નથી, પણ તેને સહાય કરનાર જ થાય છે. પણ અમને લાગે છે કે જેવી રીતે કાંજીના સંસર્ગથી દૂધની પ્રકૃતિમાં વિકૃતિ થઈ જાય છે, તેવી જ રીતે તમારી પત્ની સુભદ્રાએ તમને કાંઈક ચઢાવ્યા લાગે છે. તમારા કાન ભંભેર્યા હશે, તેથી જ તમારી આવી સુંદર પ્રકૃતિમાં વિકાર થઈ ગયો છે.” કહ્યું છે કે, “સુંદર વંશના-વૃક્ષમાં ઉત્પન્ન થયેલ ધનુષનો દંડ પણ પણ છથી પ્રેરાય ત્યારે પારકાના ઘાત માટે થાય છે. કુશળ મંત્રીઓએ બુદ્ધિના પ્રપંચથી કોમળ વચનો વડે આ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩૨ ધન્યકુમાર ચરિત્ર રીતે સમજાવ્યા, એટલે ધન્યકુમારે હાસ્યક્રિયા છોડી દઈને આદરપૂર્વક પોતાની ભાભીઓને પોતાના ઘરમાં મોકલી. ત્યારપછી ધન્યકુમાર સૈન્યની તૈયારીઓ બંધ કરી દઈને સચિવોની સાથે રાજા પાસે આવી નમસ્કાર કર્યા. શતાનિક રાજાએ પણ અધું આસન આપીને ઉત્સાહપૂર્વક ભાગ્યશાળી એવા ધન્યકુમારને કહ્યું, “હે બુદ્ધિશાળીમાં શ્રેષ્ઠ ! આ શું આશ્ચર્યકારક બન્યું ? તમને નહીં ઓળખી શકેલી તમારી ભોજાઈઓને તમે હેરાન કરી તે તમને શોભતું નથી. કારણ કે, “ડાહ્યા માણસોએ પોતાના કુટુંબીજનોને કોઈ દિવસ છેતરવા ન જોઈએ.” શતાનિક રાજાનું આ કથન સાંભળીને ધન્યકુમાર નિર્મળ અંત:કરણથી કહેવા લાગ્યા, “સ્વામી તે ભોજાઈઓ અમારા ભાઈઓ વચ્ચે કલહ કરાવનારી થઈ છે તે સાંભળો ! લોઢાની ઘંટી જેમ તેની અંદર નાખેલા ધાન્યને છૂટેછૂટું કરી નાંખે છે, તેવી જ રીતે ઘણી મજબૂતાઈથી વળગી રહેલા અમારા ભાઈઓના મનને આ સ્ત્રીઓએ ઘરમાં આવીને છૂટા પાડી નાખ્યા છે. એક ઉદરથી જન્મેલા ભાઈઓની મનરૂપી ભૂમિ ઉપર પ્રીતિ, વલ્લભતા તથા સ્નેહાદ્ધતારૂપી સ્નેહલતાની શ્રેણીઓ ત્યાં સુધી જ ઉગતી અને વૃદ્ધિ પામતી રહે છે કે જ્યાં સુધી તે લતાને છૂટી પાડનાર વચનરૂપી ઉન્નત દાવાનળ સ્ત્રીઓ તરફથી સળગાવવામાં આવતો નથી. આ દાવાનળ સળગતાં જ તે લતાઓનો તરત જ નાશ થઈ જાય છે અને તે વૃદ્ધિ પામતી અટકી જાય છે. હે રાજન્ ! નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે, “કોઈ દિવસ શત્રુનો વિશ્વાસ કરવો નહિ અને સ્ત્રીઓનો તો વિશેષ કરીને કોઈ દિવસ પણ વિશ્વાસ કરવો નહિ.” આનો હેતુ શું છે, તે સાંભળો. શત્રુઓ તો વિરૂદ્ધ થાય ત્યારે જ હણવાને ઉઘુક્ત થાય છે અને નારીઓ તો સ્નેહવાળી દેખાય છતાં ક્ષણમાં હણી નાંખે છે. જેવી રીતે સુંદર Page #142 -------------------------------------------------------------------------- ________________ શતાનિકના રાજકારે ૧૩૩ વંશમાં (વાંસમાં વાંસથી) ઉત્પન્ન થયેલ મંથનદંડ-રવૈયો સ્ત્રીઓ હલાવે કે તરત જ સારી રીતે જામી ગયેલા દહીંને છૂટું પાડી નાંખે છે, તેવી રીતે ઉત્તમ વંશમાં ઉત્પન્ન થયેલા મનુષ્યો પણ સ્ત્રીઓથી પ્રેરાયેલા ગમે તેવાં અકૃત્યો કરવા ઉઘુક્ત થઈ જાય છે, જ્યારે ઘંટીનો દંડ સ્ત્રી હસ્તમાં લે ત્યારે દાણાના કણેકણને જુદા પાડી નાંખે છે, તેવી જ રીતે સ્ત્રીથી વ્યુહ્વાહિત થયેલા પુરુષો પણ માતા, પિતા વગેરેના સ્નેહને ક્ષણમાં દળી નાંખે છે, પૂર્વની સ્નયુક્ત સમગ્ર દશાને ત્યજી દે છે. જેવી રીતે તલવારખગ વગેરે શસ્ત્રો સરાણ વડે ઘસાય ત્યારે તેજસ્વી થાય છે. તેવી જ રીતે સ્વાર્થધ મૂર્ખ સ્ત્રીઓથી ઘસાતા, ખેદાતા પુરુષો પણ ઉલટા હૃદયમાં આનંદ માને છે, ખુશ થાય છે. રાજન્ ! મેં પહેલાં એમની ચિત્તની પ્રસન્નતા માટે અનેક ઉપાયો કર્યા છે, પણ ઉખર ભૂમિમાં વાવેલા બીજની જેમ આ સ્ત્રીઓમાં પણ તે ઉપાયો બધા નિષ્ફળ ગયા છે. તેમાંથી કાંઈ પણ ફળની પ્રાપ્તિ થઈ નથી, જે કુલીન સ્ત્રીઓ હોય તેઓ તો એવો સારો બોધ આપે કે જેથી ઉન્માર્ગે જતા નદીના પ્રવાહને નદીના કાંઠાની ભીતો રોકી રાખે, તેવી જ રીતે છૂટા પડવાના ઉપાયને શોધતાં બંધુઓને પણ સુશ્લિષ્ટ કરીને રાખે, છૂટા પડવા ન દે. મેં આ ક્લેશ કરાવનારી ભાભીઓનો મદ ગાળવા માટે તથા વક્રતા મટાડવા માટે ઉપાય કરીને તેઓને જરા ખેદ પમાડ્યો છે. જેવી રીતે ઉત્તમ વૈદ્ય વિષમ જ્વરનો નાશ કરવા શરીરને સૂકવે છે. લાંઘણ કરાવે છે, તેવી જ રીતે મેં આ ઉપાય કલહ તથા વકતા નિવારવા માટે કર્યો છે, બીજું કાંઈ કારણ નથી. મને તેઓના પ્રત્યે હૃદયમાં સહેજ પણ દુર્ભાવ નથી. આ રીતે પ્રીતિ ઉપજાવે તેવા વચનો વડે ધન્યકુમારે શતાનિક રાજાને ઘણો આનંદ પમાડ્યો. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ધન્યકુમાર ચરિત્ર શતાનિક રાજા પણ અદ્ભુત ભાગ્યવાળા ધન્યકુમારની વાતો સાંભળીને મનમાં આનંદ તથા વિસ્મય પામતા પોતાના આવાસે ગયા. ધન્યકુમારે પણ સેનાપતિ, મંત્રીઓ વગેરેની પ્રશંસાને પ્રાપ્ત કરી અને આનંદિત થયેલા તેમણે પોતાના નગરમાં આવીને માતા, પિતા તથા જ્યેષ્ઠ બાંધવોને નમસ્કાર કર્યા. તેઓ પણ આનંદિત થઈને ધન્યકુમારને આશીર્વાદ આપવા લાગ્યા. ધન્યકુમારે અવસર મેળવીને તે બધાયને તેમનો પૂર્વ વૃત્તાંત પૂછયો અને તેઓએ એ બધો વૃત્તાંત યથાસ્થિત કહી સંભળાવ્યો. તે આ રીતે પૂર્વે પુણ્યાઈનાં અનુપમ ફળને ભોગવતા ભાગ્યશાળી ધન્યકુમાર સ્વજનોને સાચવતા રાજાઓમાં ચક્રવર્તીની જેમ શોભવા લાગ્યા. Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૧ કલા અને બુદ્ધિનો વિલાસ એક દિવસ બુદ્ધિના નિધાન ધન્યકુમારે મનમાં વિચાર કર્યો, મારા બાંધવો ફરીથી પહેલાની જેમ અપ્રીતિયુક્ત ન થાય, તેઓનાં અંતઃકરણ મારા ઉપર અપ્રસન્ન ન થાય, તે પહેલાં જ હું અહીંથી નીકળી અન્ય સ્થળે જાઉં, વળી મંદભાગ્યથી રાજા પણ તેઓને દંડાદિક આપે નહિ, તેટલા માટે રાજાને તેમની ભલામણ કરી જાઉં.” આમ વિચારીને અશ્વ, હાથી, ગામ વગેરેનો સરખો ભાગ પાડીને તેઓએ ભાઈઓને વહેંચી આપ્યા અને ઘરની સારભૂત ઉત્તમ વસ્તુઓ સુવર્ણ, રત્નાદિક બધું પિતાને સોંપ્યું અને કૌશાંબીના રાજા શતાનિક પાસે જઈને તેમણે કહ્યું, “હું કોઈ પ્રસંગથી રાજગૃહી નગરી તરફ જાઉં છું, તેથી મારી તેમજ મારા કુટુંબની આપ સંભાળ રાખજો.' આ પ્રમાણે રાજાને ભલામણ કરીને તથા સંમતિ મેળવીને ધન્યકુમાર રાજગૃહી તરફ ચાલ્યા. બંને સ્ત્રીઓ-સુભદ્રા તથા સૌભાગ્યમંજરીને તથા ઉત્તમ પરિવારને સાથે લઈને અવિચ્છિન્ન પ્રયાણ કરતાં કેટલાક દિવસે ધન્યકુમાર લક્ષ્મીપુર નામના નગરની નજીકમાં પહોંચ્યા. તે નગરમાં સર્વ ક્ષત્રિયોમાં શિરોમણિ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ધન્યકુમાર ચરિત્ર રાજગુણોથી શોભતો જિતારી નામે રાજા રાજ્ય કરતો હતો. તે રાજા બહુ બળવાન હોવાથી ક્ષમાનો ત્યાગ કરી શત્રુઓનો વિજય મેળવવામાં તત્પર હતો. તેથી તેના શત્રુઓ સ્મા (પૃથ્વી)નો ત્યાગ કરીને ભાગી ગયા હતા. તે રાજાને ગીતકળામાં અતિશય કુશળ એવી ગીતકળા નામની પુત્રી હતી. એક દિવસે તે કુમારી વસંતોત્સવની ક્રિીડા કરવા માટે સખીઓના સમૂહની સાથે ઉદ્યાનમાં ગઈ, ત્યાં પ્રથમ લીલાથી હીંચકવાની, જળક્રીડાની, પુષ્પ એકઠાં કરવાની તથા દડાઓ ઉછાળવાની ક્રિીડાઓ તેણે કરી. ત્યારબાદ યુવાનોનાં મનને વિભ્રમમાં નાખનાર અને સુંદર રાગોથી મનોહર એવું મનોમુગ્ધકર મધુર ગીત ગાવાનો તેણે આરંભ કર્યો. જેવી રીતે અભુત એવા હાવભાવ, વિભ્રમ તથા કટાક્ષોથી કામી દૃષ્ટિવાળા મનુષ્યો રૂપવતી સ્ત્રી તરફ આકર્ષાય છે અને તેને વશ થઈ જાય છે, તે રીતે તેના ગાયેલા ગીતની મધુરતાથી આકર્ષાયેલા હરણો તથા હરિણીઓ કર્ણેન્દ્રિયને પરવશ થઈને ત્યાં આવી ગીતકળાની આસપાસ બેઠાં. તે વખતે તે સૌંદર્યશાલી રાજકુમારીએ કૌતુકથી એક હરિણીના ગળામાં પોતાનો ઉત્તમ એવો સાત સેરવાળો હાર પહેરાવી દીધો. તે હરિણી તો ગીત બંધ થયું, એટલે ત્યાંથી નાસી ગઈ. રાજકુમારી પણ ગીતગાન બંધ કરીને પોતાના મહેલમાં આવી. પછી તેણે પોતાના પિતાને કહ્યું, “મારી એક પ્રતિજ્ઞા આપ સાંભળો. આજે મેં ગાનકળાથી આકર્ષાયેલી એક હરિણીના ગળામાં મારો સાતસરનો હાર પહેરાવી દીધો છે. જે પુરુષ પોતાની સંગીત સાધનાની કુશળતા વડે આનંદિત અંતઃકરણ યુક્ત થયેલી તે મૃગલીના ગળામાંથી ગ્રહણ કરીને તે મારો હાર મને આપશે, તેની સાથે હું પાણિગ્રહણ કરીશ, તે મારો પતિ થશે.” જિતારી રાજા પોતાની પુત્રીની આવી પ્રતિજ્ઞા સાંભળી Page #146 -------------------------------------------------------------------------- ________________ કલા અને બુદ્ધિનો વિલાસ ૧૩૭ વિચારમાં પડ્યો, પરંતુ તેની પ્રતિજ્ઞા તો સમગ્ર નગરમાં પ્રસિદ્ધ થઈ ગઈ, કારણ કે અભુત વાત તો પાણીમાં તેલની જેમ તરત જ લોકોમાં વિસ્તાર પામી જાય છે. ધન્યકુમાર ફરતા ફરતા તે નગરમાં આવ્યા, એટલે જિતારી રાજાની પુત્રીએ કરેલી પ્રતિજ્ઞાનો વૃત્તાંત લોકોનાં મુખેથી સાંભળીને તે ચિત્તમાં અતિશય ચમત્કાર પામ્યા. ઉત્તમ પરિવારને સાથમાં લઈને પરજનોની લમી જોતાં જોતાં ધન્યકુમાર જિતારી રાજાનાં દર્શન માટે રાજકુળમાં ગયા. રાજાએ પણ ભાગ્યશાળી તથા તેજસ્વી ધન્યકુમારને આવેલા જોઈને અતિશય આદર-સત્કાર આપી, પોતાની સાથે આસન ઉપર હર્ષપૂર્વક બેસાડ્યા. રાજાએ માર્ગ સંબંધી કુશળક્ષેમ વાર્તા તેઓને પૂછી, તેઓ ત્યાં બેઠા હતા, તેટલામાં રાજકુમારીની પ્રતિજ્ઞા સંબંધી વાત કોઈએ કાઢી. ધન્યકુમાર બોલ્યા, “હે પૃથ્વીનાથ ! જો ગાનકળાના કૌશલ્યથી આકર્ષાયેલી હરિણી ગીતનો ધ્વનિ સાંભળ્યા પછી તે બંધ થાય ત્યારે અન્ય શબ્દો સાંભળીને ભય પામી બીજે નાસી જાય, તો તે અભુત ગીતકળા કહેવાય નહિ, તે નિષ્ફળ જ ગણાય, પણ જો મૃદંગ અને મેરીના ભાંકારાદિક સ્વરથી ત્રાસ પામ્યા સિવાય ગીતોથી આકર્ષાઈ પાસે આવેલી હરિણી લોકોથી વ્યાપ્ત એવા શહેરમાં પણ ચાલી આવે તો જ તે સંગીતકળા સંપૂર્ણ અને પ્રશંસનીય ગણાય.” ધન્યકુમારનું કથન સાંભળીને તથા તેની અભુત આકૃતિને જોઈને તેનાં ચાતુર્યથી ચમત્કાર પામેલા રાજાએ હર્ષપૂર્વક તે હરિણીને પાછી લાવવા માટે ધન્યકુમારને સૂચના કરી અને તે કાર્ય પાર ઉતારવા આગ્રહ કર્યો. ધન્યકુમાર તે વાત અંગીકાર કરીને વીણા હાથમાં લઈ અનેક ગંધર્વોના પરિવાર સહિત વનમાં ગયા. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ધન્યકુમાર ચરિત્ર ત્યાં એક વૃક્ષની છાયા નીચે બેસીને મધુર સ્વરથી ધન્યકુમાર પોતાનું સંગીતકૌશલ્ય દર્શાવવા લાગ્યા અને સ્વર ગ્રામ, મૂછના વગેરેના મેળપૂર્વક ત્યાં તેઓએ વીણા વગાડવા માંડી. તે વખતે તે વનમાં રહેલાં મૃગો અને મૃગલીઓ ગાયનમાં તલ્લીન થતાં તેનાથી આકર્ષાઈને ગીતને વશ થયેલાં સર્વ દિશાઓમાંથી ધન્યકુમારની પાસે આવવા લાગ્યાં. ધન્યકુમારની આસપાસ વીંટળાઈ જઈને તે બધાં ત્યાં બેઠાં. જેવી રીતે પોતાના પ્રિયતમ પાસે પ્રિયા આવે તેવી રીતે તે મૃગોના સમૂહમાં પ્રથમ જે હરિણીના ગળામાં હાર પહેરાવ્યો હતો, તે હરિણી પણ ગીતોના આકર્ષણથી વશ થઈને ધન્યકુમારની પાસે નિઃશંક મનથી આવી અને તેના મુખ સામું જોતી ત્યાં બેઠી, ઇન્દ્રજાળમાં કુશળ પુરુષ લોકોથી વીંટાઈ જાય તેવી રીતે મૃગોથી વીંટાયેલા ધન્યકુમાર પણ તે જ પ્રમાણે સુંદર આલાપપૂર્વક ગાયન કરતાં કરતાં નગર તરફ ચાલ્યા. રસ્તામાં અનેક લોકોએ કરેલા ક્ષોભથી ક્ષોભાયમાન કરવા છતાં પણ મૃગોનો સમૂહ ગીતગાનમાં લીન થઈ જવાથી ધ્યાનમાં મગ્ન થયેલા યોગીની જેમ ક્ષોભ પામતો નથી. તે સઘળા મૃગો ધન્યકુમારની આસપાસ વીંટાઈ જઈને તેની સાથે જ ચાલવા લાગ્યા. નગરના લોકોને વિસ્મય પમાડતા ધન્યકુમાર એ બધા હરણિયાઓના સમૂહની સાથે નગરમાં પ્રવેશ કરીને રાજમાર્ગે ચાલતા તે લોકોની સાથે રાજ્યસભામાં આવ્યા. પછી “આ શું ! આ શું” એમ બોલતાં રાજાદિક પાસે ઉદાર અને કુશાગ્ર બુદ્ધિવાળા ધન્યકુમાર તે સર્વને લઈને ગયા અને પેલી હરિણીના ગળામાંથી હાર લઈ ગીતકળા રાજકુંવરીના હાથમાં તે હાર આપ્યો. જિતારી રાજા, અમાત્ય અને પૌરજનો ધન્યકુમારના સંગીતકૌશલ્યની પ્રશંસા કરવા લાગ્યા. “અહો ! ધન્યકુમારની ગીતકળામાં કુશળતા કેવી છે ! અહો ! આની ધીરજ કેવી છે, Page #148 -------------------------------------------------------------------------- ________________ કલા અને બુદ્ધિનો વિલાસ ૧૩૯ અહો ! આનું સૌભાગ્ય કેવું છે, કોઈ વખત નહિ જોયેલો અને નહિ સાંભળેલો મૃગોનો તથા મનુષ્યોનો મેળાપ નિઃશંક રીતે આ ભાગ્યશાળીએ કરાવ્યો અને દેખાડ્યો.” “બહુરત્ના વસુંધરાએવું લોકવાક્ય ધન્યકુમારે સાર્થક કરી બતાવ્યું. આ રાજકુમારી પણ પૂર્ણ ભાગ્યશાળી છે કે જેની આવી પ્રતિજ્ઞા તેના મનોરથને અનુકૂળ રીતે આ પુણ્યવાને પૂર્ણ કરી. આમ રાજા, મંત્રી ઈત્યાદિ સર્વ સમૂહ વડે પ્રશંસા કરાયેલા અને અભિનંદન અપાયેલા ધન્યકુમારના કંઠમાં તે સમયે ગીતકળા રાજકુમારીએ વરમાળા આરોપણ કરી અને પૂર્ણ પ્રતિજ્ઞાવાળી થયેલી તે કન્યાનું જિતારી રાજાએ હર્ષપૂર્વક તિલક કરીને ધન્યકુમારની સાથે પાણિગ્રહણ કરાવ્યું. શુભ દિવસે અને શુભ મુહૂર્ત તે રાજકુમારીનો પાણિગ્રહણનો મહોત્સવ થયો. કરમોચનના સમયે રાજાએ સેંકડો હાથી, ઘોડા, રથ, ગામ વગેરે ધન્યકુમારને આપ્યા. જિતારી રાજાના આગ્રહથી પોતાના ઉત્તમ ગુણો વડે સર્વના ચિત્તને આશ્ચર્ય પમાડતા ધનસાર શ્રેષ્ઠીના સુપુત્ર ધન્યકુમાર કેટલાક દિવસો તે નગરમાં રાજાએ આપેલા આવાસમાં રહ્યા. જિતારી રાજાના સુબુદ્ધિ નામના મંત્રીની સરસ્વતી નામે પુત્રી હતી. તે સરસ્વતીના જેવી જ સર્વ વિદ્યાઓનાં રહસ્યને સમજનારી અને ગ્રહણ કરનારી હતી. તેની બુદ્ધિ સર્વ પ્રહેલિકાઓમાં, ગૂઢ પ્રશ્નોત્તરોમાં, સાંકેતિક સમસ્યાઓની પૂર્તિ કરવામાં બહુ સારી ચાલતી હતી. કોઈ સ્થળે તેની સ્કૂલના થતી નહિ, તે બુદ્ધિમાં તીક્ષ્ણ હતી, તેમાં પણ આલંબન વગર જ સાધી શકાય તેવી ઔત્પાતિકી બુદ્ધિમાં તો તે અતિશય કુશળ હતી. આવી બુદ્ધિશાળી સરસ્વતીએ અભિમાન વડે એવી પ્રતિજ્ઞા કરી હતી કે, “જેનું કહેવું હું ન સમજી શકું અને મારું કહેલું જે સર્વ સમજી શકે, તે જ મહાપુરુષને મારે સ્વામી તરીકે સ્વીકારવો.' Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ધન્યકુમાર ચરિત્ર મંત્રીપુત્રી સરસ્વતીએ કરેલી પ્રતિજ્ઞાની વાર્તા આખા નગરમાં અને ગામડામાં વિસ્તાર પામી ગઈ. આ વાત સર્વત્ર ફેલાવાથી જેઓ થોડા ઘણા પણ શબ્દ, છંદ, અલંકારાદિ શાસ્ત્રાભ્યાસથી પોતાના બુદ્ધિકૌશલ્યની મહત્તા માનતા હતા, તે રાજપુત્રાદિક સર્વે ગર્વપૂર્વક “અમારી પાસે તે કોણ માત્ર છે ?' એમ અભિમાન ધારણ કરતા તેને પરણવાને માટે ઉઘુક્ત થઈને ઉત્સાહ સાથે સરસ્વતી પાસે આવવા લાગ્યા અને પોતાને જે જે ગૂઢ સમસ્યા વગેરે આવડતું હતું તે તે સરસ્વતીને પૂછવા લાગ્યા. આ પ્રશ્નોના તે મંત્રીપુત્રી ઉત્તમ રીતે સચોટ પ્રત્યુત્તર આપતી હતી. કોઈના પણ ગમે તેવા પ્રશ્નોનો ઉત્તર આપવામાં તે સહેજ પણ સ્કૂલના પામતી નહિ. તેને પરણવાના ઉત્સાહવાળા અનેક પુરુષો પોતાના હૃદયમાં કલ્પેલી અનેક પ્રકારની સમસ્યાઓ પૂછવા દરરોજ આવતા હતા, પરંતુ તે કન્યા સાંભળવા માત્રથી તરત જ તેનો ઉત્તર આપતી હતી. તેથી બધા વિલખા થઈને પાછા જતા હતા. એક દિવસે તે મંત્રીપુત્રી સરસ્વતીએ પોતાની બુદ્ધિનું કૌશલ્ય દેખાડવાની ઇચ્છાથી રાજાને સાક્ષી રાખીને રાજસભામાં આ પ્રમાણે બે શ્લોકો પોતાની દાસી દ્વારા તેનો જવાબ પ્રાપ્ત કરવા મોકલાવ્યા. गंगायां दीयते दान-मेकचित्तेन भाविना । दाताऽहो ! नरकं याति, प्रतिग्राही न जीवति ॥१॥ ગંગાનદીમાં એક ચિત્તથી ભાવપૂર્વક દાન દેનાર પુરુષ અહો! નરકમાં જાય છે અને ગ્રહણ કરનાર જીવતો નથી. આનું રહસ્ય શું?” का सरोवराण सोहा ? को अहीययरो दाणगुणे, जाओ ?। अत्थग्गहणे को निउणो ? मरुधरे केरिसा पुरिसा ? ॥ २॥ “સરોવરની શોભા કઈ છે? દાનગુણમાં અધિક કોણ થયું છે? ધન ઉપાર્જવામાં કોણ કુશળ છે? અને મરૂધરમાં કેવા પુરુષો હોય છે?' Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ કલા અને બુદ્ધિનો વિલાસ એક ભૂજ-તાડપત્ર ઉપર લખીને રાજસભામાં મોકલાવેલા તેના આ બે શ્લોકોનો અર્થ વિશિષ્ટ જ્ઞાન ધારણ કરનાર વગર કોઈ સમજી શકે તેમ નહોતું, તેથી આ બે શ્લોકો બાળકથી વૃદ્ધ પર્યત નગરમાં વિખ્યાત થઈ ગયા. અનુક્રમે આ શ્લોકો ધન્યકુમારના વાંચવામાં આવ્યા. તેણે તો તે વાંચીને તરત જ તેનો ઉત્તર લખ્યો કે, मीनो लता गलो देयं, कन्ये ! दाताऽत्र धीवरः । फलं यज्जायते तत्र, तयेस्तिद्विदितं जने ॥ ઉત્તર સ્પષ્ટ છે કે, “ગંગા નદીના કિનારા ઉપર કોઈ માછીમાર માછલા મારવા માટે પ્રવૃત્તિ કરતો હોય, તે વખતની ક્રિયાને ઉદેશીને આ શ્લોક લખાયો છે. તે વખતે માછીમાર લોઢાના અણીવાળા સળિયા ઉપર માંસનો ટુકડો બાંધીને મત્સ્યને આપે છે. તેથી માછીમાર દાતા થયો અને માંસખંડ તે દેવા યોગ્ય વસ્તુ થઈ અને તે માસખંડ લેનાર મત્સ્ય તે દેય વસ્તુને ગ્રહણ કરનાર થયો. આ ક્રિયામાં તે દેનાર અને લેનારને જે ફળ થાય તે સર્વ લોકોમાં સારી રીતે પ્રસિદ્ધ છે. દેનાર માછીમાર નરકે જાય છે અને લેનાર મત્સ્ય જીવતો નથી, તે જ આ શ્લોકનો સ્પષ્ટાર્થ છે.' સરસ્વતીના બીજા શ્લોકનો ઉત્તર પણ ધન્યકુમારે આ રીતે મોકલાવ્યો, “સરોવરની શોભા જળ હોય છે. વળી દાનીઓમાં સર્વથી બલિરાજા અધિક છે કે, જેને મરણ સમયે પાસે કાંઈ પણ નહિ રહેવાથી બ્રાહ્મણને હવે શું આપવું? તેનો વિચાર કરતાં મનમાં ખેદ થયો, તેનો ખેદ જોઈ પરીક્ષા કરનાર બ્રાહ્મણે કહ્યું કે, ‘તમારા દાંતની અંદર નાખેલ આ સુવર્ણની રેખા છે તે આપો.' તેણે કહ્યું, “બહુ સારું.” આમ કહીને તરત જ પથ્થર વડે તે પોતાના દાંતો પાડવા લાગ્યો. આવું તેનું મહાસત્ત્વ અને Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ધન્યકુમાર ચરિત્ર દાનશીલતામાં તેની અડગતાનો નિશ્ચય દેખીને પરીક્ષા કરવા આવેલ દેવ પ્રસન્ન થથો, તેથી દાનેશ્વરીમાં અગ્રેસર બલિરાજા છે. વળી અર્થ-ધન ગ્રહણ કરવામાં કુશળ વેશ્યા છે અને મરૂસ્થળમાં કાંબળા પહેરનારા લોકો રહે છે, કારણ કે “મરૂસ્થળમાં ઉત્પન્ન થયેલા લોકો ઘણું કરીને કાંબળા પહેરીને જ નિર્વાહ કરે છે.” મંત્રીપુત્રી સરસ્વતીની બંને સમસ્યાઓનો ઉત્તર પોતાની પ્રતિભાથી ભૂજપત્ર ઉપર લખીને ધન્યકુમારે આ રીતે સરસ્વતીને મોકલાવ્યો અને સાથે જણાવ્યું કે, “આ નીચે મારા લખેલા શ્લોકનો અર્થ તમે આપજો !” તે શ્લોક આ પ્રમાણે છે, ન નન્નાનારં, નિમ્બતું પુનર્નોત્ | लगेत्युक्ते लगेन्नैव, मेत्युक्तेच भृशं लगेत् ।।' નાગ અને નારંગ ઉપર લાગતું નથી, લીમડા અને તુંબ ઉપર લાગે છે.” “લાગ’ એમ કહીએ તો લાગતું નથી અને “મા” એમ કહેતાં વારંવાર લાગે છે. ધન્યકુમારે તે કાગળ દાસીને આપ્યો. મંત્રીપુત્રી આ સમસ્યાનો લખેલ અર્થ વાંચીને ચિત્તમાં ચમત્કાર પામી. “અહો ! આનું બુદ્ધિકૌશલ્ય કેવું છે !' આમ મસ્તક ધુણાવતી તે ફરી ફરી વાંચવા લાગી. ધન્યકુમારે લખી મોકલેલ શ્લોક વાંચ્યો, પણ તેના રહસ્યની તેને સમજણ પડી નહિ. તે શ્લોક ઉપર તેણે ઘણો ઘણો ઊહાપોહ કર્યો, પણ તેનો અર્થ તે મેળવી શકી નહિ. ત્યારે તે સરસ્વતી અતિ ઉદ્વેગને ધારણ કરતી રાજ્યસભામાં ધન્યકુમાર પાસે જઈ માન ત્યજી દઈને તેમણે લખેલ શ્લોકનો અર્થ પૂછવા લાગી. ધન્યકુમાર પણ જરા હસીને તેનો અર્થ કહેવા લાગ્યા, “હે ભદ્ર! આ શ્લોકનો અર્થ મુખના ઉપર નીચેના બે ઓઠ છે, કારણ Page #152 -------------------------------------------------------------------------- ________________ કલા અને બુદ્ધિનો વિલાસ ૧૪૩ કે નાગ અને નારંગ શબ્દ બોલતા ઓષ્ટ-પુટ-હોઠ એકબીજાને અડતા નથી. લિંબ, તુંબ બોલતાં અડે છે.” “લગ-લગ' એમ બોલતા અડતા નથી, ત્યારે “મા-મા' એમ બોલતાં તે બંને એક બીજાને અડે છે, સ્પર્શે છે અર્થાત્ ઓષ્ઠ સ્થાનીય પ, ફ, બ, ભ, મ આ અક્ષરોનો ઉચ્ચાર કરતાં ઓષ્ઠ એકબીજાને અડે છે અને એ સિવાયના કોઈપણ અક્ષરો બોલતાં તે અડતા નથી. સભામાં સભ્યો સમક્ષ કુમારીએ કહેલી સમસ્યાનો અર્થ ધન્યકુમારે સ્પષ્ટ રીતે કહેવાથી અને ધન્યકુમારે કહેલા પદ્યનો અર્થ નહીં સમજવાથી કુમારીની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ. તેથી મંત્રીશ્વર સુબુદ્ધિએ પોતાની પુત્રી સરસ્વતીની સન્મુખ જોઈને કહ્યું, “બહેન ! તારી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ છે, તેથી આ મહાપુરુષની સાથે તું પાણિગ્રહણ કર.” મંત્રીએ કહ્યું, એટલે સરસ્વતીએ પિતાનું વચન હર્ષપૂર્વક સ્વીકાર્યું. ત્યાર પછી મંત્રીએ અતિ આદરથી ધન્યકુમારનો સત્કાર કરીને મોટા મહોત્સવપૂર્વક તેઓનું પાણિગ્રહણ કરાવ્યું. તે નગરમાં બત્રીશ કોટી સુવર્ણનો સ્વામી પત્રમલ્લ નામનો એક મોટો વેપારી રહેતો હતો. તેને વિનયાદિક ગુણોથી શોભતા ચાર પુત્રો હતા. તેઓના નામ રામદેવ, કામદેવ, ધર્મદેવ અને શ્યામદેવ હતા, તે ચારે પુત્રો ઉપર પત્રમલ્લ શ્રેષ્ઠીને નિર્દોષ, સુશીલ, સંસ્કારી અને ગુણોના એક ધામરૂપ સાક્ષાત્ જાણે કે લક્ષ્મી જ હોય તેવી લક્ષ્મીવતી નામની પુત્રી હતી. સમસ્ત પ્રકારનાં સાંસારિક સુખોથી તે શ્રેષ્ઠી સુખી હતો. આત્મિક સુખની ઇચ્છાવાળો શ્રેષ્ઠી સુદેવ, સુગુરુ, સુધર્મની ભક્તિથી હંમેશાં આરાધના પણ કરતો હતો. પવિત્ર સુપાત્ર એવા સાધુ-સાધ્વીની દરરોજ તે ભાવપૂર્વક ભક્તિ કરતો હતો. દીન, હીન તથા દુઃખીજનોનો અનુકંપા વડે ઉદ્ધાર કરતો હતો તથા તઓનું પાણિકુમારનો ; સ્વીકાર્યું. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ધન્યકુમાર ચરિત્ર તીર્થયાત્રા, રથયાત્રા, કલ્યાણકના ઉત્સવો અને સાધર્મિક વાત્સલ્ય ઇત્યાદિકમાં ઘણું ધન ખર્ચીને તે પત્રમલ્લ શેઠ દુર્લભ એવા મનુષ્યભવને સામગ્રી યુક્ત પામેલ હોવાથી સફળ કરતો હતો. આ રીતે ધર્મ, અર્થ, કામ-આ ત્રણ વર્ગની સાધના કરતાં અનુક્રમે તે વૃદ્ધત્વને પામ્યો. એક દિવસે પાડાઓથી દેડકાઓ વ્યાકુળ થઈ જાય, તેમ શરીરના રોગો વડે તેની ચેતના ઘણી વ્યાકુળ થઈ ગઈ, તે મૂંઝાઈ ગયો. તે વખતે શરીરમાં પ્રવેશેલ રોગોથી મરણને નજીક આવેલ જાણીને બત્રીસ દ્વારવાળી (બત્રીસ પ્રકારની) મોટી આરાધના કરવામાં તે સાવધાન થઈ ગયો. એ અવસરે તેણે પરિગ્રહાદિક ઉપરના મોહ-મમત્વનો ત્યાગ કરવા તથા તે ઉપરની મૂચ્છ ઘટાડવા પુત્રોને બોલાવીને તેણે કહ્યું, “પુત્રો ! મારું વચન સાંભળો. આ જગતમાં ધનરહિત પુરુષનું કોઈ પણ સ્થળે તમે ગૌરવ જોયું છે ? તેનું સન્માન થતું સાંભળ્યું છે ? કસ્તુરી પણ સુગંધ રહિત હોય તો તેનો કોણ સ્વીકાર કરે છે ? તેથી લક્ષ્મી જ ખરેખરી ગ્લાધ્ય છે કે જેના પ્રતાપથી કલંકવાળો પુરુષ પણ લોકોને અને દેવોને માનનીય થાય છે, પણ જેવી રીતે અનેક સ્ત્રીઓવાળો પુરુષ સ્ત્રીઓનો પરસ્પર કલહ સાંભળીને વ્યાકુળ થઈ જાય છે, તેવી રીતે લક્ષ્મી પણ જો તેનો પોતાનો ખોટા માર્ગે વ્યય કરતો જુએ તો તે વ્યાકુળ થઈ જાય છે. જેવી રીતે કાદવથી મલિન થયેલી પૃથ્વી કમળની નિષ્પત્તિના હેતુભૂત થાય છે, તેવી જ રીતે પાપથી ઉપાર્જિત થયેલી પણ લક્ષ્મી પુણ્યબંધના હેતુરૂપ થાય છે; જો તેનો વિવેકપૂર્વક સુપાત્રમાં સદુપયોગ થાય તો વિવેકશીલ પુણ્યવાન પોતાને પ્રાપ્ત થયેલ લક્ષમી વડે દેવમંદિર, જિનપ્રતિમા, સંઘસેવા, તીર્થયાત્રાદિ ધર્મનાં કાર્યો કરીને ઉત્તમ પુણ્યબંધ કરે છે. આ કારણે ધર્મપરાયણ સંસારી જીવોને લક્ષ્મી આ ભવમાં તથા પરભવમાં બંને સ્થળે ઇષ્ટ હેતુરૂપ હોય છે.” Page #154 -------------------------------------------------------------------------- ________________ કલા અને બુદ્ધિનો વિલાસ ૧૪૫ ‘આ સંસાર કેવલ સ્વાર્થનો સગો છે. માટે જ પિતા બાળપણમાં પુત્રને લાલન પાલન કરી, પાળી પોષીને મોટો કરે છે, તે પુત્ર જો યુવાવસ્થામાં ધન ઉપાર્જન કરનાર અને ગૃહનો નિર્વાહ કરનાર થતો નથી, તો તે પુત્રને કાષ્ઠ જેવો જ ગણે છે તથા ‘આ અમારા કુટુંબને-ઘરને વગોવનારો છે.’ એમ બોલે છે અને જો તે જ પુત્ર અપરિમિત ધન ઉપાર્જન કરનાર થાય છે, તો અતિ હર્ષના ભારથી ઉભરાઈ જઈને કહે છે કે અહો ! આ અમારો દીકરો અમારા કુળનો દીવો છે, અમારા કુળનો શણગાર છે, શોભા છે.' માતા-પિતા પણ ‘ઘણા ઘણા મનોરથો વડે જે પ્રાપ્ત થયો હોય અને ઘણા ઘણા મનોરથો વડે લાલિત પાલિત કર્યો હોય અને જેનું મુખ જોઈ જોઈને હૃદયમાં ઉલ્લાસ પામતા હોય તે પુત્ર યૌવન પ્રાપ્ત કરે છે, ત્યારે જો ધન કમાતો નથી, તો તે જ માતા કહેવા લાગે છે કે, ‘આ પુત્ર તો મારી કૂખને લજાવનાર નીવડ્યો.’ વળી તેની પત્ની પણ જ્યાં સુધી પોતાના પતિ પાસેથી ઇચ્છિત ભૂષણ, વસ્ત્રાદિક મળે છે, ત્યાં સુધી જ હર્ષપૂર્વક મધુર વચનાદિક બોલે છે અને આનંદ દેખાડે છે તથા પ્રશંસા કરતી કહે છે કે, અહો ! મારા સ્વામી તો સાક્ષાત્ કામદેવરૂપ જ છે' અને જો તે પોતાનો પતિ ધન ન ઉપાર્જતો હોય તો કહે છે કે, ‘અહો ! આ તો કાંઈ કમાતા નથી ને આખો દિવસ મફતનું ખાઈને પડ્યા રહે છે.' આવું બોલી તે સ્ત્રી નિંદા કરે છે. લોકો પણ જ્યાં સુધી ધન પાસે હોય ત્યાં સુધી જ આદર-સત્કાર તથા સન્માન આપે છે. જ્યાં સુધી લક્ષ્મી ઘરમાં સ્થિર થઈને રહેલી હોય ત્યાં સુધી જ કળા, વિદ્યાવંતની વિદ્યા, બુદ્ધિવંતની બુદ્ધિ અને ગુણવાનના ગુણની પ્રશંસા થાય છે. ધનવાનના હજારો દોષો પણ લોકો ગુણ કરીને માને છે. જો પૈસાપાત્ર મનુષ્ય બહુ બોલબોલ કરનારો હોય તો તે તેની વાણીની કુશળતારૂપ ગુણ ગણાય છે, જો ઓછું બોલતો Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ધન્યકુમાર ચરિત્ર હોય તો અસત્યના ભયથી મિતભાષી છે, તેમ વખણાય છે. જો તે શ્રીમંત ઉતાવળથી કાર્ય તથા ક્રિયાઓ કરનાર હોય તો કહેવાય છે કે, “અહો ! આ તો બહુ ઉદ્યમવંત છે, તેનામાં આળસ તો મુદલ નથી અને જો આળસુ અને ધીમું કાર્ય કરનાર હોય તો “અહો કેવો ધીર છે ! ઉતાવળથી કોઈ કાર્ય કરવું જ નહિ, એ નીતિવાક્યમાં આ કુશળ છે.” એમ કહેવાય છે. જો પૈસાદાર બહુ ખાનાર હોય તો લોકો કહે છે, “અહો મહાપુણ્યશાળી છે, પુણ્યના ઉદયવાળો છે, તેથી બંને શક્તિ પ્રાપ્ત થઈ છે, તે કેમ ન ખાય ? કહ્યું છે કે ભોજન, ભોજનની શક્તિ, ઉત્તમ સ્ત્રીઓ ને રતિની શક્તિ, વૈભવ ને દાનશક્તિની પ્રાપ્તિ તે અતિ ઉગ્ર તપશ્ચર્યાનું ફળ છે.” આમ કહીને તેની સ્તુતિ કરે છે. જો વળી ઓછું ખાનાર હોય તો “આને ઘેર બધું ભરેલું છે. તેથી તે તૃપ્ત થઈ ગયેલ જ છે.' તેમ કહે છે. “જો ધનવંત વસ્ત્ર આભરણ વગેરેના બહુ આડંબર યુક્ત બહાર જાય તો “આ ધનવંતે પૂર્વભવમાં પ્રબળ પુણ્ય કર્યું છે, જેથી મળ્યું છે પણ ઘણું અને મળ્યું તેનો વિલાસ પણ ભોગવે છે. પામ્યાનો સાર તો ભોગવાય ત્યારે જ છે.' તેમ કહે છે. વળી જો વસ્ત્ર-આમરણાદિક ન પહેરે, બહુ ઠાઠમાઠ ન કરે તો “અહો ! આ પુરુષનું ગંભીરપણું, ધાર્મિકપણું, સાદાઈ, સંતોષ કેવો છે ?” તેમ કહી પ્રશંસા કરે છે.' જો શ્રીમંત બહુ ખ તો તે ઉદારચિત્તવાળો, પરોપકારી” કહેવાય છે. જો ઓછો ખર્ચ કરે તો “આ તો યોગ્યાયોગ્યનો જાણકાર છે, વિચારીને કાર્ય કરનાર છે, જે ઉચિત લાગે તે જ કરે છે. બહુ દ્રવ્ય હોય તેથી શું તેને રસ્તામાં ફેંકી દે ?' એમ લોકો બોલે છે. બધાં નિમિત્ત ધનવાનને તેના પુણ્યોદયના કારણે ગુણના કારણરૂપ ગણાય છે, તે જ સર્વે નિમિત્તો નિર્ધનને તેની પુણ્યાઈ ઓછી હોવાથી દોષના કારણરૂપ મનાય છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ કલા અને બુદ્ધિનો વિલાસ ૧૪૭ ‘પણ આ લક્ષ્મી, પુણ્યાનુબંધી પુણ્યની હોય તો સર્વને તથા પોતાને સન્માર્ગગામી બનાવે છે. નહિતર તેનામાં હજારો દોષો પણ રહેલા છે. જ્યાં પૂર્વના પુણ્યાનુબંધી પુણ્ય વિનાની લક્ષ્મી હોય ત્યાં આટલા દોષો રહેલા હોય છે.” નિર્દયપણું, અહંકાર, તૃષ્ણા, કટુભાષણ, અયોગ્ય માણસોની સાથે સંગતિ, આ પાંચે પાપાનુબંધી પુણ્યની લક્ષ્મીની સાથે રહેનારાં દૂષણો છે. જેવી રીતે તાવ આવ્યો હોય ત્યારે ભોજન ઉપર દ્વેષ થાય છે, તેવી રીતે પાપાનુબંધી પુણ્યવાળા શ્રીમાનને સેવક ઉપર દ્વેષ થાય છે, તાવ આવ્યો હોય ત્યારે જેવી રીતે જળ-પાણી ઉપર પ્રીતિ થાય છે, તેવી જ રીતે અશુભાનુબંધી પુણ્યની લક્ષ્મીવાળાને જડમૂર્ખ એટલે હામાં હા કહેનારા સ્વાર્થી માણસો ઉપર પ્રેમ હોય છે. તાવમાં જેમ રોગીને મોટું લાંઘણ (લંઘન) કરાવવામાં આવે છે, તેવી જ રીતે આવા ધનવાનને પોતાના હિતૈષી વડિલોની આજ્ઞાનું ઉલ્લંઘન કરવામાં રસ રહે છે તથા જેવી રીતે તાવવાળાનું મુખ કડવું થઈ જાય છે, તેવી જ રીતે આ પ્રકારના શ્રીમંતના મુખમાં મધુર ભાષાને બદલે કટુતા-કડવાં વચનો રહે છે. આમ ઉગ્રજ્વર તાવવાળાની અને પાપાનુબંધી પુણ્ય ભોગવનાર ધનવાનોની સરખી દશા પ્રવર્તે છે. આ રીતે ઘણા અનર્થકારી દોષો અર્થમાં રહેલા છે, તો પણ જીવોને જેવી રીતે અજીર્ણનો દોષ થયો હોય છતાં પણ આહાર લેવાની તીવ્ર ઇચ્છા થાય છે, તેવી જ રીતે જીવો ધનને અત્યંત વાંછે છે, વળી જેવી રીતે આ જગતમાં આગથી ઘર બળી જાય છે, તો પણ માણસો આગ-અગ્નિની ઇચ્છા રાખે જ છે, તેવી જ રીતે શરીર ઉપર સંકટ આવે, શરીરને ક્લેશ થાય, તો પણ માણસો-મનુષ્યો સંસારી જીવો લક્ષ્મીને ઇચ્છે છે-વાંછે છે.' Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ધન્યકુમાર ચરિત્ર તેથી પુત્રી ! દોષના સમૂહવાળી-દોષોની ખાણરૂપ લક્ષ્મી ગૃહસ્થોથી ત્યજી શકાતી નથી, ઊલટું લક્ષ્મીની મમતાથી સંસારમાં અનર્થો થાય છે, માટે તમારે લક્ષ્મીની ચંચલતા સમજીને પરસ્પર એના કારણે કલહ કરવો નહિ. સ્નેહને ત્યજવો નહિ, ગમે તેવો સ્વાર્થ હોય તોયે ડાહ્યા માણસોએ સુખની ઇચ્છાથી કુટુંબના ક્લેશને ત્યજવો જોઈએ. માટે તમારે હમેશાં એકબીજા ઉપર સ્નેહભાવ રાખીને એકઠા જ રહેવું-જુદા થવું નહિ. નીતિશાસ્ત્રમાં પણ કહ્યું છે કે, “સંપ ત્યાં જંપ. તંતુઓ પણ એકઠા થાય તો દોરડું બનીને ગજેન્દ્રને પણ બાંધી શકે છે. જે પાણી પર્વતોને પણ ભેદે છે અને જમીનને પણ ફાડી નાંખે છે, તે જ પાણીના સમૂહને ઘાસ મોટા પ્રમાણમાં એકઠું થયું હોય તો રોકી રાખે છે.” પુરુષોને જ્યાં ત્યાં સર્વત્ર સંગતિ થઈને રહેવામાં જ લાભ છે. તેમાં પણ પોતાના કુટુંબીજનો સાથે તો વિશેષ કરીને સ્નેહપૂર્વક રહેવું તે જ અત્યંત લાભદાયી છે. જો ક્લેશથી અથવા વિરૂદ્ધ ભાવથી રહીએ તો તેનું ફળ પણ વિરૂદ્ધ આવે છે. યશ, ધન, પ્રતિષ્ઠા, ગૌરવ, સુખ, શાંતિ વગેરેની વૃદ્ધિ થતી નથી, જેવી રીતે ચોખાને તેની ઉપરનાં ફોતરાં છોડી દે છે, ચોખા અને ફોતરાં જુદા પાડવામાં આવે છે, ત્યાર પછી તે ચોખા વાવવાથી ઉગતા નથી. તે રીતે જગતમાં મનુષ્યો નિર્ધન છતાં પણ પોતાના કુટુંબીઓ સાથે રહેવાથી જ શોભાને પામે છે.” જ્યાં સુધી પોતાના કુટુંબમાં પરસ્પર ક્લેશ થતો નથી, ત્યાં સુધી જ ધન ધાન્યાદિક પરિગ્રહથી યુક્ત એવા ગૃહસ્થોને પોતાના ઘરમાં રહેલા પ્રતાપ, ધન, ગૌરવ, પૂજા, યશ, સુખ અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે, પરંતુ કલહ ઘરમાં પ્રવેશતાં જ આ સર્વનો નાશ થાય છે, છતાં જ્યારે તમારે પુત્ર પૌત્રાદિકનો મોટો પરિવાર થાય Page #158 -------------------------------------------------------------------------- ________________ કલા અને બુદ્ધિનો વિલાસ ૧૪૯ અને તે અવસરે કદાચ કલહ શાંત કરવા તમે શક્તિમાન ન થાઓ તો જુદા જુદા રહેજો, પણ પરસ્પરનો ક્લેશભાવ તો છોડી જ દેજો. તેવા સમયે તમારા લાભ માટે તમારા નામથી અંકિત કરેલા સરખા ભાગવાળા ચાર કળશો ઘરના ચારે ખૂણાની ભૂમિમાં મેં દાટેલા છે. જ્યારે તમારે જુદા થવાનો પ્રસંગ આવે ત્યારે તમારા નામવાળા ચારે કળશાઓને લઈ લેજો, પરંતુ પરસ્પર ક્લેશ કરશો નહિ, કારણ કે તે ચારે કળશાઓમાં સરખો ભાગ કરીને સ્ટેજ પણ ઓછુંવતું નહિ તે રીતે ધન મેં તમારા ચાર માટે રાખ્યું છે, સ્ટેજ ન્યૂનાધિક નથી, મને તો તમો ચારે ઉપર એક શરીરના વિભાગની જેમ સરખી પ્રીતિ છે, કોઈની ઉપર ઓછી વધતી નથી, પંક્તિભેદ નથી. તેથી મેં બુદ્ધિપૂર્વક સૌ સૌની પરિસ્થિતિ સમજી સરખા બાગ રાખ્યા છે.” ચતુર પત્રમલ્લ શ્રેષ્ઠીએ પોતાના પુત્રોને આ રીતે વિચારપૂર્વક શિખામણ આપી, બાદ ધર્માત્મા તે શ્રેષ્ઠી સમસ્ત જીવયોનિને ત્રિવિધ ત્રિવિધ ખમાવી, અરિહંતાદિક ચતુષ્ટયનું શરણ કરી, ભવચરિમ પચ્ચખ્ખાણ લઈને આયુષ્ય પૂર્ણ થતાં સ્વર્ગવાસ પામ્યા. પોતાના પિતાની ઉત્તરક્રિયા કરીને તેમના મૃત્યુ પાછળ ઉચિત કર્યા બાદ તેઓની હિતશિક્ષાને હૃદયમાં ધારણ કરીને તે ચાર ભાઈઓ, સ્નેહસંબંધ સાચવતાં કેટલાક સમય સુધી એકઠા રહ્યા. તે પ્રમાણે રહેતાં કેટલોક કાળ ગયો, ત્યાર પછી પુત્રપૌત્રાદિક સંતાનનો પરિવાર વૃદ્ધિ પામ્યો, ત્યારે અંદર અંદર કલહ-કુસંપ વધતો જતો દેખીને ચારે ભાઈઓ જુદા થયા. જુદા જુદા ઘરમાં રહેવા લાગ્યા. ત્યાર પછી આનંદિત ચિત્તવાળા તેઓ એકઠા થઈને પિતાએ દેખાડેલા ખૂણાઓમાંથી પોતપોતાના નામાંકિત કળશાઓ બહાર કાઢવા લાગ્યા. બાળકને પણ ધન પ્રાપ્ત કરવામાં આળસ હોતી નથી. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧પ૦ ધન્યકુમાર ચરિત્ર તે ચાર કળશાઓમાં જે કળશ મોટા પુત્રના નામ ઉપર હતો, તે કુંભમાં શાહી, શાહીનો કુંપો તથા ચોપડા અને લેખિની-કલમ મૂકેલાં હતાં. શુભ અંત:કરણવાળા બીજા પુત્રના કળશમાં જમીન ઉપર ઉપજેલી માટી, રેતી વગેરે મૂકેલાં હતાં. ત્રીજા પુત્રના નામાંકિત કળશમાં હાથી, ખચ્ચર, ઘોડા, ગાય, બળદ વગેરેનાં હાડકાંનો જથ્થો મૂકેલો હતો અને ચોથા નાના પુત્રનાં કળશની અંદર તેજોમય, ઝળહળાટ કરતી આઠ કરોડ સોનામહોર મૂકેલી દેખાતી હતી. તેની સોનામહોરથી ભરેલો કળશ દેખીને બીજા ત્રણે ભાઈઓ કૃષ્ણપક્ષની ચૌદશની રાત્રીની જેમ બહુ શ્યામ મુખવાળા થઈ ગયા. ચોથો પુત્ર શ્યામદેવ તો સોનામહોરથી ભરેલ પોતાનો કળશ દેખીને બહુ સંતોષ પામ્યો. ખરેખર રોકડું દ્રવ્ય મળવાથી કોણ રાજી થતું નથી ? આ ચોથો ભાઈ નાનો હતો, છતાં પણ તે લક્ષ્મી વડે મોટાઈ પામ્યો. નાનો મણિ પણ કાંતિવાળો હોય તો શું કિંમત નથી પામતો ? ત્રણે ભાઈઓ લોભથી તેમનાં મનમાં ક્ષોભ થવાથી તેઓ દુર્ભાવ પામ્યા, એટલે પોતાને ન શોભે તેવાં હલકાં વચનો તેઓ પોતાના નાના ભાઈને કહેવા લાગ્યા અને તે સોનામહોરમાં પોતાનો ભાગ માંગવા લાગ્યા. તે સાંભળીને શ્યામદેવ કહેવા લાગ્યો, “મારા નામનું પિતાએ આપેલ દ્રવ્ય હું તમને આપીશ નહિ, મારા ભાગ્યથી મને જે મળ્યું તે હું જ ગ્રહણ કરીશ. પાપના ઉદયથી તમારા કળશમાં ધન ન નીકળ્યું, તેમાં હું શું કરું? કદાચ તમારા ત્રણમાંથી કોઈએ લોભથી તે બધાયમાંથી દ્રવ્ય લઈ લીધું હશે તો પણ કોને ખબર છે ? તેમાં મારો શો દોષ ? દોષ તમારા કર્મનો જ છે.' Page #160 -------------------------------------------------------------------------- ________________ કલા અને બુદ્ધિનો વિલાસ ૧૫૧ આમ લજ્જા રહિત બોલતા તે નાના ભાઈએ કોઈને ભાગ આપ્યો નહિ. ધનના કારણે આથી તે ભાઈઓને પરસ્પરનો સ્નેહ ઢીલો પડી ગયો અને હંમેશાં તેમનાં ઘરમાં કલહ થવા માંડ્યો. ઘણા દિવસ ક્લેશ ચાલ્યો ત્યારે ક્લેશથી તેઓનાં મન અત્યંત ખિન્ન થયાં અને અંતે આનું યોગ્ય નિરાકરણ પ્રાપ્ત કરવા તેઓ પોતાના સમાજમાં અગ્રગણ્ય ગણાતા મહાજન પાસે આવ્યા. માધ્યસ્થભાવ ધારણ કરનારા તે મહાજનના ભાઈઓ પણ તેઓના ક્લેશની વાર્તા સાંભળીને પોતપોતાના બુદ્ધિવૈભવનો ઉપયોગ કરવા લાગ્યા, છતાં કાંઈ રહસ્ય તેઓ આમાંથી ન પામી શક્યા, અંતે તેઓ થાક્યા અને દિગ્મૂઢ બન્યા, પણ કાંઈ નિર્ણય કરી શક્યા નહિ. તેઓએ છેવટે કહ્યું, ‘રાજ્યદરબારમાં ઘણા બુદ્ધિશાળી માણસો હોય છે, તેથી રાજ્યદરબારમાં જાઓ. ત્યાં રાજાના પ્રતાપથી તથા તેના પુણ્ય ઉદયના બળથી તમારા પરસ્પરના કલહનું શાંતિથી નિરાકરણ થશે અને બધી વાત સમજાશે.' વ્યાપારીઓનો ઉત્તર સાંભળીને જેવી રીતે વાદવિવાદ કરનારાઓ અંદર અંદર વાદવિવાદ કરી છેવટે નિર્ણય ન થાય ત્યારે સર્વજ્ઞ સમીપે જાય છે, તેવી રીતે તે બધા રાજ્યસભામાં રાજા પાસે ન્યાય મેળવવા માટે ગયા. રાજ્યસભામાં જઈને પોતપોતાનાં દુ:ખની વાત કરતાં તેઓ ઉભા રહ્યા. ત્યાં પણ ન્યાયમાં ચતુર એવા મંત્રીઓ પણ તેમનો ક્લેશ શમાવી શક્યા નહિ. ત્યારે રાજાએ વિચાર્યું, ‘આ કલહનું કોઈ યોગ્ય નિરાકરણ કરી શકતું નથી. પણ બુદ્ધિશાળી એવા ધન્યકુમાર જરૂર આ વિવાદનો અંત લાવશે.’ એમ વિચારીને ધન્યકુમારને તે માટે જિતારી રાજાએ વિચાર કરવા બોલાવ્યા. અતિશય બુદ્ધિશાળી ધન્યકુમાર બધી હકીકત જાણ્યા પછી રાજાની આજ્ઞા મળવાથી તે ત્રણે ભાઈઓને કહેવા લાગ્યા, 1 Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧ ૫ ૨. ધન્યકુમાર ચરિત્ર ‘ભાઈઓ ! તમારા પિતાએ બહુ ઉત્તમ રીતે સીધા અને સરખા ભાગ જ પાડેલા છે, પણ તેનો ભેદ નહિ સમજવાથી તમે નકામો કલહ કરો છો. બાપનું હેત તો સર્વે પુત્રો ઉપર સમાન જ હોય છે, કોઈ ઉપર ઓછું વધતું હોતું નથી. હવે તેણે કેવી રીતે ભાગ વહેંચેલા છે, તેનું રહસ્ય તમે સાંભળો. જે જે પુત્રની જે જે વસ્તુઓમાં અથવા તો વ્યાપારમાં કુશળતા છે, જેમાં જેની બુદ્ધિ સ્કૂલના પામતી નથી, તે તે પુત્રને તમારા પિતાએ ઘરમાં સંપ રહે તેવા હેતુથી તે વ્યવસાય તથા તેની વ્યવસ્થા સોંપી છે. જે ભાઈ વ્યાપારમાં કુશળ છે તેને વ્યાપાર કરવાની વસ્તુઓ સોપેલી છે. એટલે જે ભાઈને ચોપડા, શાહી વગેરે આપેલા છે, તેને વ્યાપારાદિ કળાથી મેળવેલ અને વ્યાજે ધીરેલું તમામ દ્રવ્ય આપેલ છે. કારણ કે તેમાં તમારા સર્વેમાં મોટા ભાઈ ધનદેવ કુશલ છે, તેમ તમારા પિતાને સમજાયું છે. એટલે તેને તે સોપેલ છે. આ મોટા ભાઈનો વિભાગ થયો. ધૂળ-માટી-રેતી વગેરે જેના કળશમાંથી નીકળ્યું તે કામદેવ તે વ્યાપારમાં કુશળ હોવાથી માટીના સંકેત દ્વારા ધાન્યના કોઠાર તથા ખેતર આદિ વગેરે જમીન આપેલ છે. તે વ્યાપારમાં નાંખેલ દ્રવ્ય તમારા મોટાભાઈ ધનદેવને આપેલ દ્રવ્યના સરખું જ હોવું જોઈએ. આ પ્રમાણે બીજાનો ભાગ સમજવો.” જેને હાથી, ઘોડા, ગાય, બળદ વગેરેનાં હાડકાં નીકળ્યાં તેને હાથી, ઘોડા, ગાય, બળદ વગેરે ચતુષ્પદ અને ઢોરોનાં ગોકુળો આપેલા છે. જેથી બીજા ભાઈ રામદેવને તે વ્યાપારમાં વિશેષ કુશળતા હશે. તેનું લક્ષ્ય તેમાં સારું હશે અને તે પશુઓ પણ તેટલી કિંમતનાં હશે. તે પ્રમાણે ત્રીજાનો ભાગ સમજવો. જેને રત્ન, સોનું વગેરે. રોકડ નાણું નીકળ્યું, તે હજુ સુધી વ્યાપારકળામાં કુશળ નહિ હોય તેમ જણાય છે. આ હેતુથી પત્રમલ્લ Page #162 -------------------------------------------------------------------------- ________________ કલા અને બુદ્ધિનો વિલાસ ૧૫૩ શ્રેષ્ઠીએ તમારા તે નાના ભાઈ શામદેવને રોકડું ધન આપેલ છે. આ ચોથાનો ભાગ અને તેનો મર્મ સમજવો.’ આ આશય વડે તમારા પિતાએ તે તે વસ્તુઓ આપવાનો સંકેત સૂચવેલો છે. હવે તમે બધા તમારા મનમાં વિચાર કરો. આ પ્રમાણેના સાંકેતિક ભાગો વડે તે તે વ્યાપારમાં નાંખેલું દ્રવ્ય સર્વને ભાગે એક સરખું આઠ આઠ કરોડ આવશે, તેથી તે પ્રમાણે તમારા પિતાએ સરખા ભાગો વહેંચેલ છે. જુઓ ! તમારા પિતાના આશયને બતાવનાર મારા વચન પ્રમાણે તે તે વસ્તુની કિંમત થાય છે કે નહિ, તેનો સર્વે પોતપોતાનાં મનમાં વિચાર કરીને ઉત્તર આપો.' આમ કહીને ચારેયના ભાગોનો મર્મ સમજાવી ધન્યકુમાર ઉત્તર સાંભળવા માટે મૌન રહ્યા. એટલે મોટા ભાઈએ તેના મનમાં વિચાર કરીને કહ્યું, “મને વ્યાજ વગેરેથી દ્રવ્ય વૃદ્ધિ થતાં આઠ કરોડ સોનામહોર મળશે. બીજો બંધુ પણ બોલ્યો, ‘મને પણ જમીન, ક્ષેત્ર તથા કોઠાર વગેરેથી મોટા ભાઈના જેટલી જ ધન સંખ્યા મળશે-તેનું અને મારૂં પ્રમાણ સરખું થશે.' ત્રીજો ભાઈ બોલ્યો, ‘મને છ હજાર ઘોડા, સો હાથી, સો ગાયોના ગોકુળ (એક ગોકુળમાં દશ હજાર ગાયો હોય છે.) એંશી હજાર ઊંટ અને પાડા-બળદ વગેરેની મોટી સંખ્યા મળશે, તેનું મૂલ્ય ગણતાં મને પણ આઠ કરોડ સોનામહોર મળશે.’ આ તેઓનાં વચન સાંભળીને રાજા અને બધા સભાજનો પણ ચિત્તમાં વિસ્મય પામ્યા અને માથું ધુણાવતાં ધન્યકુમારના બુદ્ધિકૌશના વખાણ કરવા લાગ્યા. પછી તે ચારેને રાજાએ પૂછ્યું, ‘તમારો કલહ નાશ પામ્યો ને ? તેમજ તમારો સંદેહ દૂર થયો ?' તેઓ પણ હાથ જોડીને બોલ્યા, ‘સ્વામિન્ ! તમે કરોડો યુગો સુધી જીવો. આપના આદેશથી પુરુષોત્તમ એવા ધન્યકુમારે Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ધન્યકુમાર ચરિત્ર બુદ્ધિના વિલાસથી અમારો વિવાદ ભાંગી નાંખ્યો, અમારી પરસ્પરની પ્રીતિની વેલડી વૃદ્ધિ પમાડી અને કલહ દૂર કર્યો.' ત્યારબાદ જિતારી રાજાએ તે વ્યાપારીના પુત્રોને જવાની રજા આપી, તેઓ પણ આનંદિત ચિત્તવાળા થઈ રાજાને નમસ્કાર કરીને પોતાનાં ઘેર ગયા. ઘેર ગયા પછી ધન્યકુમારની પ્રતિભા, ભાગ્ય, કળા વગેરે ગુણોથી તે પત્રમલ્લ શ્રેષ્ઠીના ત્રણ પુત્રોનું અંતઃકરણ તેમના પ્રત્યે આકર્ષાયું અને પરસ્પર વિચાર કરીને રૂપ લાવણ્યયુક્ત પોતાની બહેન લક્ષ્મીવતીને તેઓએ ધન્યકુમારને આપી. સુંદર મહોત્સવ વડે તેની સાથે ધન્યકુમારનો વિવાહ થયો અને પાણિગ્રહણ વેળાએ ચારે ભાઈઓએ એક એક કરોડ સોનામહોર આપી. Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧ ર ધન્યકુમારે કરેલું પારખું લક્ષ્મીપુર નગરમાં તે અવસરે હંમેશા ખેતી વગેરે કાર્યોમાં મશગૂલ મનવાળો ધનકર્મા નામે એક વણિક વ્યાપારી રહેતો હતો. તેણે પાપાનુબંધી પુણ્યના ઉદયથી અપરિમિત ધન પ્રાપ્ત કર્યું હતું, પણ તે અતિશય કૃપણ હતો. તેની પાસે અતિશય લક્ષ્મી હતી, છતાં નહોતો તે ધનને દાનમાં આપતો, કે નહોતો તે તેને ઉપભોગમાં લેતો. એક વખત કોઈ ચારણ પોતાની ચારણ જ્ઞાતિના જ્ઞાતિમેળામાં ગયો હતો, ત્યાં તેઓ બધા પોતપોતાનું કૌશલ્ય વર્ણવવા લાગ્યા. કોઈએ કહ્યું, “મેં અમુક દેશના રાજાને પ્રસન્ન કરીને ઘણું ધન મેળવ્યું છે. બીજાએ કહ્યું, “અમુક દેશોનો રાજા તો મહાકૃપણ છે, તેને પણ રાજી કરીને મેં ધન ગ્રહણ કર્યું છે.” ત્રીજાએ કહ્યું, “અસુક રાજાનો અમુક મંત્રી સર્વ શાસ્ત્રનો પારગામી છે. સર્વે વાદીઓને પાછા હટાવી દેનાર છે. બુદ્ધિ વડે અનેકને જીતીને તેઓને બંદીવાન કરીને પછી તેણે છોડી મૂક્યા છે. પણ કોઈને એક રાતી પાઈ પણ તે આપતો નથી, તેવા Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ધન્યકુમાર ચરિત્ર મંત્રીને પણ ગુરૂની કૃપાથી મેં ખુશ કર્યો છે, ને તેની કૃપા મેં મેળવી છે.' આ રીતે પરસ્પર વાતચિત કરતા હતા, તેવામાં એક ભાટ બોલી ઉઠ્યો, ‘તમે જે સઘળું કહો છો તે સત્ય જ છે, પણ હું તો તમારૂં કૌશલ્ય ત્યારે જ જાણું કે જ્યારે લક્ષ્મીપુરના રહેવાસી ધનકર્મા નામના વ્યાપારી પાસેથી એક દિવસના આપણી જ્ઞાતિ સંમેલનના ભોજનનો ખર્ચ ચાલે તેટલું દ્રવ્ય લાવો તો બધું સાચું, નહિ તો તમારી આ બધી વાતચીત માત્ર ગાલ ફુલાવવા જેવી જ મને લાગે છે. તે સમયે લક્ષ્મીપુરથી ત્યાં આવેલ ઈશ્વરદત્ત ચારણ ગર્વથી બોલી ઉઠ્યો, “ઓહ ! એમાં તે શું દુષ્કર છે ? મેં તો ઘણા વજ જેવા કઠોર હૃદયવાળાને પણ પીગાળ્યા છે, તો આ કોણ માત્ર છે ? તેની પાસેથી જ જ્યારે ભોજન અને વસ્ત્રાદિક લાવીને આપણા જ્ઞાતિ-સંમેલનમાં ખર્યું, ત્યારે જ આ ભાટ-ચારણ મંડળમાંથી દાનનો વિભાગ હું ગ્રહણ કરીશ, ત્યાં સુધી ગ્રહણ નહિ કરું.” આ પ્રતિજ્ઞા કરીને તે ઈશ્વરદત્ત ભાટ, ધનકર્માના ઘેર ગયો. ત્યાં ધનકર્મા પાસે અમૃત જેવી મીઠી વાણી વડે તેણે માંગણી કરી, “હે વિચક્ષણોમાં શિરોમણિ ! તું દાન દેવામાં કેમ વિલંબ કરે છે ? આયુષ્યનો કાંઈ ભરોસો નથી, આંખના પલકારા જ વારંવાર બંધ ઉઘાડ થઈને મરણ સૂચવે છે, સંસારની અસ્થિરતા બતાવે છે, તેથી દાનધર્મમાં વિલંબ કરવો તે અયુક્ત છે.' કહ્યું છે કે, “જ્યારે વિધિ અનુકૂળ હોય ત્યારે પણ દેવું, કારણ કે પૂરનાર તો પુણ્ય છે, વિધિ વાંકો હોય ત્યારે પણ દાન દેવું, કારણ કે નહિ તો તે બધું લઈ જશે.” હે સ્થિર મનવાળા ! માટે જ અપાય તેટલું દાન આપ. તેને એકઠું કરી રાખીશ નહિ. જો ભમરીઓ મધ એકઠું કરી રાખે છે, તો બીજા જીવો તે ઉપાડી જાય છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ ધન્યકુમારે કરેલું પારખું. ૧પ૭ કૃપણ માણસની પાતાળમાં દાટેલી લક્ષ્મીનો ત્યાં જ નાશ થઈ જાય છે. અંધારા કૂવામાં ઊંડુ ગયેલું-નહિ વપરાતું પાણી લેવાલ વગેરેથી ગંધાતું થઈ જાય છે. ભિક્ષુકો ઘેર ઘેર ફરીને માગતા નથી, પણ બોધ આપે છે કે, “દાન આપો ! દાન આપો ! જો દાન નહિ આપો તો અમને મળ્યા તેવાં ફળ તમને મળશે, અમારા જેવી દશા થશે.” ધનકર્મા શ્રેષ્ઠીને બોધ કરવા માટે આ રીતે અનેક સુભાષિતો, અન્યોક્તિઓ વગેરે મધુર સ્વરે તે ઈશ્વરદત્તે ત્યાં સંભળાવ્યું. પણ તે શેઠનું ચિત્ત મગરોળીયા પાષાણની જેમ જરા પણ ભિંજાયું નહિ, એટલે તે ચારણે “હું દુઃખિત છું. હું ભૂખ્યો છું, હું ભારે કર્મી છું.' ઈત્યાદિ દીન વચનો વિવિધ અભિનય સાથે કહ્યા ત્યારે તે ધનકર્મા શ્રેષ્ઠી તેને ઠપકો દેતો કહેવા લાગ્યો, ‘રે ભાઈ ! અત્યારે સમય નથી, તું જે માગે તે આવતી કાલે તને આપીશ. આમ ધનકર્માએ તેને કહ્યું, તેથી ઈશ્વરદત્ત ચારણ તેના ગુપ્તાશયને નહિ સમજતો આનંદિત થઈ મનમાં વિચારવા લાગ્યો, ‘મારું આગમન સફળ થયું, મેં પ્રતિજ્ઞા કરી અને અહીં આવ્યો, તે સારું થયું. આ શ્રેષ્ઠીએ એક દિવસના વિલંબ પછી, દાન આપવાનું અંગીકાર કર્યું છે. મૂળથી જ નહિ આપું, તેમ કહ્યું નથી તે બરાબર છે. કાલે આવીને દાન લઈને હું જઈશ, એકાંત હઠ કરવી તે યાચક જનને યોગ્ય નથી.” આ વિચાર કરીને તે ગયો. ફરીથી બીજે દિવસે તેના ઘેર જઈને તે જ પ્રમાણે તેણે ધનકર્મા પાસે યાચના કરી. ત્યારે ધનકર્મા શેઠે કહ્યું, “રે માગધ ! અરે ચારણ ! કેમ ઉતાવળો થાય છે ? ધીરો થા ! શાંત થા ! મેં કહ્યું છે તેમ તને કાલે જરૂર આપીશ.” તે શ્રેષ્ઠીનાં વચનો સાંભળીને નહિ દેવાની ઇચ્છાવાળા તે શ્રેષ્ઠીનો હાર્દ તથા દંભાદિક સારી રીતે Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ધન્યકુમાર ચરિત્ર તે ચારણે જાણી લીધો. પછી તેણે વિચાર કર્યો કે, “આની સાથે મારે કલહ કરવો તે વ્યાજબી નથી, કારણ કે તેમ કરૂં તો આ શ્રેષ્ઠીને પ્રસન્ન કરીને હું ભોજન લાવીશ.” એવી જે મેં પ્રતિજ્ઞા કરી છે અને અત્રે આવ્યો છું, તેમાં હાનિ થાય. “આ કહે છે કે, કાલે આપીશ.” પણ મૂળથી “નહિ દઉં' તેમ તો કહેતો નથી, તેથી આની પાછળ પડીને હંમેશા તેની પાસે માંગીને હું એને થકવી દઉં. કેટલા વખત સુધી તે મને આવો ને આવો પ્રત્યુત્તર આપ્યા કરશે? અંતે થાકીને તે આપશે, છેવટે લોકલજ્જાથી પણ મારું કાર્ય સિદ્ધ થશે, તેના અને મારા ભાગ્યનો વિલાસ હવે જોઈએ છીએ, તેમાં કોણ હારે છે ? તે પણ જોવાનું છે. આમ વિચારીને હંમેશાં તે શ્રેષ્ઠીના ઘેર આવી આશીર્વાદ આપવા લાગ્યો અને ભોજનની યાચના કરવા લાગ્યો, તે શ્રેષ્ઠી પણ પહેલા દિવસે જે વચન વડે ઉત્તર આપ્યો હતો તે જ વચન વડે હંમેશાં ઉત્તર આપતો. ત્યારે તે ચારણે એક વખતે પૂછયું, “કાલ ક્યારે થશે ? ધનકર્માએ જવાબ આપ્યો, “હમણાં તો આજ વર્તે છે. કાલની કોને ખબર છે ? કાલ થશે ત્યારે આપીશ.” આમ કહીને તેણે તેને વિસર્જન કર્યો. આ પ્રમાણે હંમેશાં કરતાં ઘણા દિવસો વ્યતીત થયા પણ ધનકર્માએ તે ભાટને કાંઈ પણ આપ્યું નહિ, છેવટે તે ઈશ્વરદત્ત ચારણ આંટા ખાઈ ખાઈને થાક્યો અને આશાભગ્ન થવાથી વિચારવા લાગ્યો, “આ કૃપણ અને અતિ લોભી કોઈ ઉપાય વડે ખર્ચ કરતો નથી, પણ હવે કોઈ પણ જાતના પ્રપંચ વડે મારે તેની પાસે ખર્ચ કરાવવો છે, પાણીનો ડોળ હલાવ્યા વગર અગર તો પાણી કાઢવાનો કોસ ચલાવ્યા વગર શું પાણી કૂવામાંથી બહાર કાઢી શકાય છે ?” નીતિશાસ્ત્રમાં પણ કહ્યું છે કે, “શઠની સાથે શઠતા કરવી.' વક્ર બુદ્ધિવાળો હોય તો પરાણે પુણ્ય કરે છે Page #168 -------------------------------------------------------------------------- ________________ ધન્યકુમારે કરેલું પારખું. ૧૫૯ અને સદાચાર સેવે છે. ધનુષ્યને જો ખેંચીને ધારણ કરીએ તો જ સીધું થાય છે. નહિ તો સીધું થતું નથી. કૃપણ પુરુષોમાં અગ્રેસર એવો આ શ્રેષ્ઠી દેવતાની સહાય વિના સ્વાધીનતામાં લઈ શકાશે નહિ. તેથી ‘વાંકે લાકડે વાંકો વર' એવી જે લોકમાં કહેવત છે તે હવે સાચી કરવી. મારી પ્રતિજ્ઞાને પૂર્ણ કરવા માટે કોઈ પણ ઉપાય વડે આ કૃપણની લક્ષ્મીને પ્રાપ્ત કરીને તેનો દાન અને ભોગમાં વ્યય કરાવી મારે કૃતકૃત્ય થવું છે, માટે હવે તો હું પ્રતારિણી વિદ્યા સાધીને મારૂં ઇચ્છિત કાર્ય કરીશ. આમ ધનકર્મા શ્રેષ્ઠીના ધનના વ્યયની વાંચ્છા રાખતો તે ઈશ્વરદત્ત ચંડિકા દેવીના મંદિરે ગયો. ત્યાં શક્તિદેવીને નમસ્કાર કરીને ‘તમારા પ્રસાદથી મારા કાર્યની સિદ્ધિ થાઓ' તેવી રીતે બોલીને સાવધાન મનવાળો થઈ તે ચારણ, વિદ્યાનું આરાધન કરવા ‘અર્થ મેળવું અથવા તો દેહ પાડું' એવો મનમાં નિશ્ચય કરીને વિનયપૂર્વક તે દેવી સન્મુખ બેઠો અને વિધિપૂર્વક એકવીશ ઉપવાસ તેણે કર્યા. તે ચારણે મૌનવ્રત તથા તપ, મંત્ર, જાપ, હોમાદિ અનેક પ્રકારે મંત્રની અને દેવીની આરાધના કરતાં છેવટે તે ચંડિકા તેના ઉપર પ્રસન્ન થઈ અને પ્રત્યક્ષ થઈને તે ચારણને કહેવા લાગી, ‘હે ભદ્ર ! તારી ભક્તિ વડે હું પ્રસન્ન થઈ છું, જે તારી ઇચ્છા હોય તે વર માંગ.' દેવીની વાણી સાંભળીને તે ચારણ દેવીને નમસ્કાર કરીને માંગવા લાગ્યો, હે માતા ! જો તમે મારા ઉપર સંતુષ્ટ થયા હો, તો મને રૂપપરાવર્તિની વિદ્યા અને ભૂતકાળનું સ્મરણ થાય તેવું જ્ઞાન આપો.' ત્યારે દેવી પણ તેના આશય પ્રમાણે ઇચ્છિત વર તેને આપીને અંતર્ધાન થઈ ગઈ. પ્રસન્ન થયેલા દેવતાઓ શું શું આપતા નથી ? ત્યાર પછી તે ચારણ અતિશય આનંદ પામતો હર્ષિત ચિત્તવાળો થઈને ત્યાંથી ઉઠી Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ધન્યકુમાર ચરિત્ર પોતાના ઘેર ગયો અને પારણું કરીને તે યોગ્ય સમયની રાહ જોવા લાગ્યો. એક વખતે ધનકર્મા શેઠ પોતાના કામકાજને માટે બીજે ગામ ગયો છે, ત્યારે અવસર મળ્યો માની ઈશ્વરદત્ત ચારણે દેવીએ આપેલા વરદાનના પ્રભાવથી ધનકર્માનું રૂપ વિકુવીને તેના ઘરમાં પ્રવેશ કર્યો. ત્યાં જઈને તેના પુત્રાદિ ઘરના પરિવારને તે કહેવા લાગ્યો, “હું આજે શુકન સારા નહિ થવાથી ગામ ગયો નથી. અહીં પાછા ફરતાં રસ્તામાં અરિહંત ભગવંતનો ધર્મ સંભળાવતા એક મુનિને મેં જોયા, તે સ્થળે હું મુનિને નમીને બેઠો.' તે વખતે કરૂણાપ્રધાન તે મુનીશ્વરે મને આ પ્રમાણે ધર્મોપદેશ ફરમાવ્યો છે, “સર્વે સંસારી જીવોને ધનની ઇચ્છા બહુ જ હોય છે. તેને માટે સર્વે ન વર્ણવી શકાય તેવાં ઘણાં કષ્ટો સહન કરે છે, ધનની બુદ્ધિથી મોહાંધ માણસો મહાગહન અટવી પસાર કરે છે, દેશાંતરમાં રખડે છે, બહુ ઉંડા એવા સમુદ્રમંથનનો ક્લેશ પણ વહોરે છે. કૃપણ એવા શેઠની સેવા કરે છે અને સાથીઓના સમૂહથી રસ્તો સાંકડો થઈ ગયો હોય તેવાં યુદ્ધોમાં પણ જાય છે. આ સર્વે લોભના વિલાસો છે.” આ પ્રમાણે ધન માટે ઘણા લેશો અનુભવાય છે, પણ આ લક્ષ્મી તો પુણ્યના બળથી જ મેળવાય છે. આ વાત નહિ જાણનારાઓ તે લક્ષ્મીને મેળવવા અઢાર પાપસ્થાનકો સેવે છે. આ પ્રમાણે પાપાચરણ કરતાં પણ પુણ્યબળ વગર લક્ષ્મી તો મળતી જ નથી. આજ, કાલ, પરમ દિવસ, પછીનો દિવસ તેવી વિચારણા પ્રત્યેક મનુષ્ય લક્ષ્મીને માટે કર્યા કરે છે, પણ હાથમાં રહેલા પાણીની જેમ ગળતાં જતાં આયુષ્યનો તે વિચાર કરતો નથી. તૃષ્ણા ડાકિણીથી ગ્રસ્ત સર્વે લોકો તેને મેળવવા નકામા દોડાદોડી-ધમાધમી કરે છે. કદાપિ પૂર્વે કરેલા પાપાનુબંધી પુણ્યના ઉદયથી લક્ષ્મી મળે છે, તો પણ તે અધિક Page #170 -------------------------------------------------------------------------- ________________ ધન્યકુમારે કરેલું પારખું, ૧૬૧ મેળવવા, તેને વધારવાની ચિંતા રહ્યા કરે છે. તે ધનના સંરક્ષણની ચિંતા થાય છે, પણ તે લક્ષ્મીનું સંરક્ષણ કરવામાં સમર્થ એવા ધર્મમાં તેઓ ઉદ્યમ કરતા નથી. પ્રાપ્ત થયેલી લક્ષ્મી તો કેવળ અસાર છે, કર્મબંધના હેતુભૂત જ છે. પરમાર્થ નહિ જાણનારા સંસારી જીવોને તો લક્ષ્મી વિષમિશ્રિત અન્નના જેવી અનર્થદાયી છે. જેમ તેવા અન્નનો કોળિયો પેટમાં આવે તો માણસને પ્રાણનો સંદેહ કરાવનાર થઈ પડે છે. તેવી રીતે પાપાનુબંધી પુણ્યની લક્ષ્મી પણ આલોક અને પરલોકમાં અનેક દુઃખો પ્રાપ્ત કરાવે છે, આલોકમાં જેની પાસે લક્ષ્મી હોય તેની પાછળ ભય તો ભમ્યા જ કરે છે અને તેને અનેક વિઘ્નોનો સંભવ રહે છે.’ ‘સગા-સંબંધીઓ લક્ષ્મીની ઇચ્છા કરે છે, ચોર લોકો તેને ચોરી જાય છે, છળ કરીને રાજાઓ તેને ઉપાડી જાય છે, અગ્નિ એક ક્ષણમાં તેને બાળીને ભસ્મ કરી નાંખે છે, પાણી તેને પલાળી નાંખે છે અને ભોંયમાં નાંખી હોય તો યક્ષો, વ્યંતરો આદિ તેનો નાશ કરે છે. ભવાભિનંદી પ્રાણીઓને તો આલોકમાં પણ આ લક્ષ્મી ક્લેશનું જ કારણ થાય છે. લક્ષ્મી હજારોની, લાખની કે કરોડની સંખ્યામાં કે તેથી પણ અધિક પ્રમાણમાં મેળવી હોય અને પછી તે મૂકીને મૃત્યુ થાય તો તે પાપના જ હેતુભૂત-પાપનો જ બંધ કરાવનાર પાછળથી પણ થાય છે. કારણ કે પૂર્વે ઉપાર્જેલી અને મૂકી દીધેલી લક્ષ્મી પછીથી પોતાના પુત્ર અગર બીજા કોઈના હાથમાં આવે છે, તે પુરુષ તેના વડે જે જે પાપકર્મો કરે છે, તે તે પાપનો ભાગીદાર લક્ષ્મીનો સંચય કરી જનાર પુરુષ જે ભવમાં તે વર્તતો હોય, તે ભવમાં ઇચ્છા ન હોય છતાં પણ થાય છે.’ ‘આ મારૂં' તેમ કરીને પરવશપણાથી જે મૂકી દેવાય છે, તો તેનો પાપવિભાગ અવશ્ય તેની મમતા સાથે Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ૨ ધન્યકુમાર ચરિત્ર મૃત્યુ પામનાર જીવને પ્રાપ્ત થાય છે અને અનુમતિ નહિ હોવાથી તે લક્ષ્મીથી જે કાંઈ પુણ્ય કાર્યો થાય છે, તે પુણ્યનો ભાગ તેને મળતો નથી. પાપ તો પૂર્વે લખાયેલા દેવા-કરજના કાગળના જેવું છે. સહી કરી આપીને જે કરજ કરેલું હોય, તે દેવું આપી દીધા વગર તેનું વ્યાજ ઉતરતું નથી, વ્યાજ વધ્યા જ કરે છે, પુણ્ય તો નવીન વ્યાપારને અંગે વસ્તુગ્રહણમાં છે. નવીન વ્યાપારમાં જે બોલે (સોદો કરે) તે જ લાભ પામે છે, તેવી જ રીતે પુણ્યમાં પણ અનુમતિ વિના લાભ મળતો નથી. આ પ્રમાણે લક્ષ્મી આ ભવ અને પરભવ બંનેમાં દુઃખ દેનારી છે. જેઓ શાસ્ત્રનું રહસ્ય ભણેલાં હોય, જેમને ધર્મની સામગ્રી મળી હોય તે પુરુષોને તો કાયષ્ટિ જેવી લક્ષ્મી પણ મુક્તિનું સુખ આપનારી થાય છે. કારણ કે, ડાહ્યો, બુદ્ધિમાન પુરુષ કાશયષ્ટિના વૃક્ષને મૂળમાંથી ઉખેડી નાંખીને તેને પરિકર્મિત કરીને જુદા જુદા ક્ષેત્રોમાં ફરીને વાવે છે, પછી તે જ કાશયષ્ટિનું ઝાડ શેરડીના ઝાડ જેવું થઈ જાય છે, તેવી જ રીતે કાશયષ્ટિરૂપ લક્ષ્મીને પણ જે માણસો જિનભવન, જિનબિંબ ઇત્યાદિ સાતે શુભ ક્ષેત્રોમાં વાપરે છે, તેને શેરડીના વૃક્ષની જેમ પરંપરાએ તે લક્ષ્મી મોક્ષનું સુખ આપનાર થાય છે, નહિ તો તે સર્વ રીતે અનર્થકારી જ થાય છે.' ત્યારબાદ ઉપકારી ગુરૂમહારાજે વિશેષમાં ફરમાવ્યું કે, ‘દાન, ભોગ અને નાશ તે પ્રમાણે ધનની ત્રણ ગતિ છે. જે દાન દેતો નથી, તેમજ જે લક્ષ્મીને ભોગવતો નથી, તેની લક્ષ્મીનું પરિણામ છેવટે નાશરૂપ આવે છે. ત્રીજી ગતિ (નાશ) થાય છે. આમ હોવાથી ઉત્તમ પુરુષોને લક્ષ્મી મળતાં તેનું શ્રેષ્ઠ ફળ દાન છે. ભોગ તેનું મધ્યમ ફળ છે.” જે પુરુષ આ બે ફળમાંથી એક પણ ઉત્તમ કે મધ્યમ ફળ મેળવતો નથી, તેને તેની લક્ષ્મીનું ત્રીજું કનિષ્ટ ફળ (નાશ) મળે છે. પૂર્વ પુણ્યનો ક્ષય થાય એટલે લક્ષ્મી Page #172 -------------------------------------------------------------------------- ________________ ધન્યકુમારે કરેલું પારખું. ૧૬૩ તો દુર્ગતિમાં ભ્રમણ કરવાનું આપીને ચાલતી થઈ જાય છે. માટે જ જ્ઞાની પુરુષોએ કહ્યું છે, “પૃથ્વીનું આભૂષણ પુરુષ છે. પુરુષનું આભૂષણ ઉત્તમ પુણ્યવાળી લક્ષ્મી છે, લક્ષ્મીનું આભૂષણ દાન છે અને દાનનું આભૂષણ સુપાત્ર છે.” ધનકર્મા શ્રેષ્ઠીના રૂપમાં પરાવર્તન કરી આવેલ તે ઈશ્વરદત્ત ચારણ તે પુત્રોને કહે છે કે, “પુત્રો ! માટે આ પ્રમાણે મુનિમહારાજની દેશના સાંભળીને હું મનમાં ચમત્કાર પામ્યો અને મનમાં ચિંતવવા લાગ્યો, “અરે ! અજ્ઞાન વડે મેં તો અતિ દુષ્કર એવો નરભવ તથા ધનસામગ્રી મળ્યા છતાં બંનેને ગુમાવી દીધાં છે. આલોક અને પરલોકનું કાંઈ પણ સાધન કર્યું નથી. દુર્ગતિમાં જવાના કારણભૂત પાપકર્મની જ મેં તો પુષ્ટિ કરી છે. કૃપણતાના દોષથી મેં કાંઈ પણ આપ્યું નથી, ખાધું નથી, ભોગવ્યું નથી, માત્ર દીન પુરુષોની જેમ દુઃખે ભરાય તેવા જઠરની પૂર્તિ જ કરી છે, વળી મેં ભોગવ્યું નથી, એટલું જ નહીં પણ પુત્રાદિકને ભોગવવા દીધું નથી. કીર્તિ માટે યાચકોને પણ ધન આપ્યું નથી, દીન, દુઃખી, નિરાધારનો ઉદ્ધાર પણ કોઈ દિવસ કર્યો નથી. તેથી હવે અવશ્ય હું મારો જન્મ સફળ થાય તેમ કરીશ.' આ પ્રમાણે નિશ્ચય કરીને હું અહીં આવેલો છું. “અરે પુત્રો ! મુનિનાં વચનો સાંભળવાથી ધનાદિના ધ્યાનમાં હું નિર્મમત્વ ભાવવાળો થયો છું. આ તેઓનો ઉપકાર છે, કૃપણતાના દોષથી અત્યાર સુધી જે કાળ ગયો તે બધો તે દુર્ગતિનું પોષણ થાય તેવી રીતે મેં ગુમાવ્યો છે. તમે સર્વને પણ દાન અને ભોગાદિકમાં હું અંતરાય કરનારો થયો છું. તમે તો સુપુત્રો હોવાથી મારા આશયને અનુકૂળ રહી અત્યાર સુધી કાળ વ્યતીત કર્યો છે. હે પુત્રો ! ધનાદિ સર્વ પાપના અધિકરણો હોવાથી તે સર્વને બહુ દુઃખદાયીપણે મેં સાધુમહારાજના ઉપદેશથી જાણ્યા છે, તેથી હવે Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ધન્યકુમાર ચરિત્ર ધનાદિકનો સુપાત્રમાં વ્યય કરવાની મારી ઇચ્છા છે. દાનાદિકથી રહિત ધન તો કેવળ અનર્થને ઉપજાવનાર જ થાય છે, તેથી હવે દીન જનોનો ઉદ્ધાર, સુપાત્રનું પોષણ, કુટુંબી જનોની પ્રતિપાલના વગેરે કરવા વડે હું દાનનું ઉત્તમ ફળ મેળવીશ, તેથી તમને પણ દાન અને ભોગાદિકમાં જે ઇચ્છા હોય તે મને કહેવી. તેને માટે સુખેથી ધન લેવું. આજથી તમને મારી અનુમતિ છે, ફરીથી પૂછવું નહિ. હું તો હવે દાનાદિક સત્કાર્યમાં જ મશગૂલ રહીશ.' આ રીતે કહીને તે માયાવી ધનકર્મા દીનજનો વગેરે સર્વને ઈચ્છિત ધન આપવા લાગ્યો. વળી સીદાતા સાધર્મિક ભાઈઓને તથા અન્ય યાચકોને તેની ઇચ્છાથી પણ અધિક આપવા લાગ્યો. આમ થોડા જ દિવસમાં આઠ કરોડ સોનામહોરો તે માયાવી શ્રેષ્ઠીએ વાપરી નાંખી. નગરમાં પણ ભારે વસ્ત્રો અને આભૂષણો પહેરીને તે સુખાસનમાં-પાલખીમાં અથવા તો રથમાં બેસીને બહાર નીકળતો. એક દિવસ તેના કોઈ બાળ વયના પ્રિય મિત્રે તેને પૂછ્યું, “અરે શ્રેષ્ઠિનું હમણાં તમારી આવી ઉદાર દાનવૃત્તિ, ત્યાગવૃત્તિ તથા ભોગવૃત્તિ કેવી રીતે થઈ ?' ત્યારે પૂર્વે કહેલી કલ્પિત હકીકત કહીને તેણે ઉત્તર આપ્યો. તે સાંભળી કેટલાક ઉત્તમ જીવો બોલ્યા, “અહો ! નિઃસ્પૃહ એવા મુનિની દેશના વડે કોણ પ્રતિબોધ પામતું નથી ? એમાં શું આશ્ચર્ય છે? પહેલાના વખતની વાતો શાસ્ત્રોમાં સાંભળીએ છીએ કે દૃઢપ્રહારી, ચિલાતીપુત્ર વગેરે પણ કુકર્મમાં મગ્ન થયેલા, કુમાર્ગે ગયેલા, કુમાર્ગનું પોષણ કરનારા, કુમતિથી વાસિત થયેલ અંતઃકરણવાળા, સાતે વ્યસન સેવવામાં તત્પર અને ક્રૂર મહાનિષ્ફર પરિણામવાળા હતા, છતાં તેઓ પણ મુનિમહારાજની દેશના સાંભળીને પ્રતિબોધ પામ્યા હતા અને તે જ ભવમાં જૈનધર્મને આરાધી ચિદાનંદ પદને Page #174 -------------------------------------------------------------------------- ________________ ધન્યકુમારે કરેલું પારખું. ૧૬૫ તેઓએ પ્રાપ્ત કર્યું હતું. તો આ શ્રેષ્ઠીમાં તો એવો દોષ ક્યાં હતો? માત્ર કૃપણપણું જ હતું. તે નિગ્રંથ મુનિના ઉપદેશથી તેણે જાણું, પણ આ શ્રેષ્ઠી ખરેખર ધન્ય છે કે તેની આવી જન્મથી કુસંસ્કારોના કારણે રહેલી કૃપણતા નાશ પામી, આપણા જેવાની તેવી મતિ ક્યારે થશે ?' આ પ્રમાણે ઉત્તમ જીવો તેની સ્તુતિ કરતા હતા. કોઈ વળી બોલતા હતા, “આનું આયુષ્ય હવે અલ્પ રહ્યું જણાય છે, જેથી જન્મનો સ્વભાવ પણ તેનો ફરી ગયો. સ્વભાવ પલટો થઈ ગયો.” જ્યોતિષશાસ્ત્રમાં કહ્યું છે કે “જ્યારે જન્મની પ્રકૃતિ એકદમ પ્રયત્ન વિના ફરી જાય, ત્યારે આયુષ્ય અલ્પ બાકી રહ્યું હોય છે તેમ સમજવું.” આમ જેના મનમાં જેમ આવતું તેમ સર્વ કોઈ બોલતા, ઘણા માણસોનાં મોઢાં બંધ કોનાથી થઈ શકે છે ? હવે એક દિવસ તે કૂટ ધનકર્મા રાજદરબારમાં ગયો અને બહુ મૂલ્યવાળી ભેટ રાજા આગળ ધરીને રાજાને પગે લાગી ઉભો રહ્યો. રાજા પણ નવી જાતની મહામૂલ્યવાળી તેની ભેટ જોઈને બહુ પ્રસન્ન થયો અને આદરપૂર્વક તેને બોલાવીને કહેવા લાગ્યો, “અહો શ્રેષ્ઠી ! તમારા ચિત્તમાં આવી ઉદાર બુદ્ધિ ક્યાંથી થઈ ? પહેલાં તો લોકો હંમેશાં તમારા કૃપણતાના દોષની જ વાતો કર્યા કરતા હતા અને હમણાં તો ક્ષણે ક્ષણે તમારા દાન, ભોગ વગેરેમાં ઉદારતાની જ વાતો સંભળાય છે. આ કેવી રીતે બન્યું? સાચેસાચું કહો.” એટલે તે કૂટ શ્રેષ્ઠીએ પૂર્વે કહેલ મુનિ મહારાજની દેશના વગેરે પ્રતિબોધ પામવાના કારણરૂપ થયા હતા, તે કલ્પિત વૃત્તાંત બતાવ્યો. રાજા પણ તેની વાત સાંભળીને ચિત્તમાં ચમત્કાર પામ્યો અને કહેવા લાગ્યો, “અહો ! જીવની ગતિ અચિંતનીય છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ધન્યકુમાર ચરિત્ર સર્વજ્ઞ વિના કોઈ તે ગતિને જાણી શકતા નથી.” આ પ્રમાણે કહીને ઉચિત સન્માન તથા પ્રસાદ આપીને રાજાએ કહ્યું, “મારા લાયક રાજ્યને અંગે જે કાંઈ કામકાજ હોય તે સુખેથી કહેજો, મનમાં શંકા રાખતા નહિ.' ઇત્યાદિ કહી તે માયાવી શ્રેષ્ઠીને સંતોષીને વિસર્જન કર્યો. તે પણ પ્રણામ કરીને ઉક્યો અને મનમાં વિચાર કરવા લાગ્યો, “અહો ? દાન વડે શું થતું નથી ? દાનથી દેવો પણ સાનુકૂળ થાય છે, તો પછી મનુષ્યની તો શી વાત ?' આવા વિચારો કરતો તે ધનકર્મા શ્રેષ્ઠી ઘેર આવ્યો. આ પ્રમાણે માયાવી ધનકર્મા શ્રેષ્ઠીના તે નગરમાં દરેક ઘરે, દરેક રસ્તા ઉપર અને તે નગરીની આજુબાજુના દરેક નાના, મોટા ગામોમાં યાચકજનોએ યશ અને શોભા વિસ્તારી દીધાં અર્થાત્ તે સર્વત્ર વિખ્યાત થઈ ગયો. આ બાજુ, મૂળ ધનકર્મા પોતાના નગરેથી કામકાજ માટે જે ગામમાં ગયેલ હતો, તે જ ગામમાં કોઈ યાચક માયાવી ધનકર્મા પાસેથી યાચના કરતાં ઈચ્છાથી પણ અધિક ધન, વસ્ત્ર, આભરણાદિક મેળવીને તે માયાવી ધનકર્માની પ્રશંસા કરતો પોતાના ગામ બાજુ જઈ રહ્યો હતો, ત્યાં રસ્તામાં એક શ્રેષ્ઠીની દુકાન ઉપર મૂળ ધનકર્મા બેઠો હતો અને વ્યાપારાદિકની વાતો કરતો હતો. તેની પાસેની દુકાનવાળાએ આ વસ્ત્રાભરણથી શોભતા યાચકને રસ્તે જતાં ઓળખીને બોલાવ્યો. તે યાચક પણ તેની પાસે આવીને ધનકર્માના યશને વર્ણવતો કહેવા લાગ્યો, “અરે લક્ષ્મીનો આશ્રય કરીને રહેલા લક્ષ્મીપુર નામના નગરમાં કર્ણ, બલિ વગેરે દાનેશ્વરીને ભુલાવી દેનાર, સાક્ષાત્ કુબેરના અવતાર જેવો, પુણ્યનો જાણે કે સમૂહ જ એકઠો થયો હોય તેવો, બધા દાનેશ્વરીઓમાં અગ્રેસર ધનકર્મા નામે શ્રેષ્ઠી વસે છે. તેણે મારા જેવા ઘણાઓનાં દારિદ્રયને ફેડી નાંખ્યા છે. વર્તમાન Page #176 -------------------------------------------------------------------------- ________________ ધન્યકુમારે કરેલું પારખું. ૧૬૭ સમયમાં તો આવો દારિદ્રયને ચૂરનારો, ઇચ્છાથી પણ અધિક દાન દેવાવાળો મેં કોઈ જોયો નથી કે સાંભળ્યો પણ નથી. તેની માતાએ તેને જ જન્મ આપ્યો છે, ઉદાર દાનેશ્વરી ગુણોથી શોભતો આ મહાન દાતા છે, આના જેવો દાનેશ્વરી કોઈ થયો નથી, તેમ કોઈ થશે પણ નહિ. શું તેનું વિશેષ વર્ણન કરું ? સાક્ષાત્ બ્રહ્મા પણ તેના ગુણોને કહેવાને સમર્થ નથી.' આ વાત પાસેની દુકાન ઉપર બેઠેલા સાચા ધનકર્માએ સાંભળી. તે સાંભળતાં જ તેનાં ચિત્તમાં ચમત્કાર ઉત્પન્ન થયો અને તે વિચારવા લાગ્યો, “અહો ! મારા નગરમાં ધનવંત ધનકર્મા તો હું એક જ છું. એ નામવાળો બીજો કોઈ જોયો નથી, તેમ સાંભળ્યો પણ નથી ! અને હું તો અહીં છું ! અથવા આ ધનકર્મા કોઈ અન્ય ગામથી આવ્યો છે કે શું ? આ પ્રમાણે શંકાયુક્ત ચિત્તથી તેણે યાચકને પૂછયું, “તે કહેલો ધનકર્મા કયા ગામથી આવેલો છે ?” યાચકે કહ્યું, “આવેલ છે, તેમ શું પૂછો છો? તે તો તે જ લક્ષ્મીપુર નગરનો રહેવાસી છે. કુબેરપોળમાં તે રહે છે. રૂપમાં સાક્ષાત્ તમારા જેવો જ છે, ગુણોમાં તો દેવથી પણ ઘણો અધિક છે.” આ પ્રમાણે યાચક પાસેથી હકીકત સાંભળીને તે મૂળ ધનકર્મા જે કૃપણોમાં શિરોમણિ હતો, તેના ચિત્તમાં મોટી ચિંતા ઉભી થઈ, “આ યાચક શું બોલે છે ? તે નગરમાં ને તે પોળમાં મારા જેવો કોઈ રહેતો નથી, તો પછી મારા નગરમાં તેવો અન્ય કોણ હોય ?' આ પ્રમાણે વિચારીને તેણે ફરીને પૂછયું, “તું જે બોલે છે, તે મને બિલકુલ સમજાતું નથી. તેથી જ હું વારંવાર પૂછું છું. ભિખારીને સો આભો હોય છે. તેથી ક્ષણે ક્ષણે જુદું બોલવું તમારી જાતિનો ધર્મ છે, તેથી હું તને ફરી પૂછું છું કે, તું જે બોલે છે તે તે કોઈને મોઢેથી સાંભળ્યું છે ? અથવા તે પોતે જ તે દેખ્યું છે? , Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ધન્યકુમાર ચરિત્ર અથવા ભાંગ પીને જેમ માણસ અસ્તવ્યસ્ત બોલે તેમ તું ખોટું બોલે છે? કારણ કે તે કહેલ લક્ષ્મીપુર નગરની કુબેરપોળનો હું જ અગ્રેસર છું. મારા જેટલું ધન તથા વ્યાપારાદિથી યુક્ત મારા સરખી ધુરાને ધારણ કરનાર આખા નગરમાં પણ બીજો કોઈ નથી, તો પછી તે પોળમાં તો ક્યાંથી જ હોય ? અમુક કાર્ય પ્રસંગે કેટલાય દિવસો થયા હું અહીં આવ્યો છું. તો મને આવ્યાને થોડા દિવસો થયા, તેટલામાં તે કહેલી વાત કેવી રીતે સંભવે ?' આમ સાંભળીને તે યાચક બોલ્યો, “શું કરવા નકામો વિવાદ કરો છો ? અમે યાચકો તો હંમેશાં સાચુ જ બોલનારા હોઈએ. જેવું જોઈએ તેવું જ બોલનારા છીએ. હૃદયમાં કાંઈ અને મુખમાં કાંઈ તેમ ભિન્ન આશયથી વર્તવું અને બોલવું તે ગુણ તો વિધાતાએ તમારી જ જાતિને આપેલો ને, જો તમને મારી વાત સાચી ન લાગતી હોય તો ત્યાં જઈને જુઓ, એટલે સર્વ જણાશે.” પરંતુ નગરમાં ભમતાં મેં એમ પણ સાંભળ્યું હતું કે, “આ ધનકર્મા પહેલાં તો બહુ જ કૃપણ હતો અને હમણાં તો દાનગુણ વડે તેના જેવો કોઈપણ જણાતો નથી. તેથી તે શ્રેષ્ઠી ! મેં જે સર્વે કહ્યું છે, તે સાચું જ જાણજો. અસત્ય બોલવાથી મને શો લાભ છે ? મેં તો જેવું દેખ્યું છે, તેવું જ કહ્યું છે, તેમાં સંદેહ કરવા જેવો નથી, મેં કહ્યું તેથી ન્યૂનાધિક હું કાંઈ પણ જાણતો નથી, તમારું કલ્યાણ થાઓ. હું હવે જાઉં છું. આમ કહીને તે યાચક ચાલતો થયો. શ્રેષ્ઠી ધનકર્મી ઉપરની બધી વાત સાંભળીને વિચાર કરવા લાગ્યો, “આ બધી વાત તો અસંભવિત ઉત્પાત જેવી છે. કોઈ રીતે સંભવી શકે તેવી નથી, વળી કેવળ અસત્ય હોય તેમ પણ જણાતું નથી. કાંઈક વધતી ઓછી કદાચ હશે, પણ મૂળથી અસત્ય હોય તેમ લાગતું નથી, તેથી હવે હું તાકીદે જાઉં. અહીંનું Page #178 -------------------------------------------------------------------------- ________________ ધન્યકુમારે કરેલું પારખું. ૧૬૯ જે કામ બાકી રહેશે તો તે માટે ફરીવાર હું પાછો આવીશ.” આમ મનમાં વિચાર કરીને દિવસ થોડો બાકી હતો, તેવામાં તે પોતાના લક્ષ્મીપુર નગરના રસ્તે પડ્યો. માર્ગે કોઈ ગામમાં તે સૂતો, પણ રાત્રીમાં માનસિક ચિંતાના યોગથી તેને નિદ્રા આવી નહિ. સંતાપમાં રાત્રી વ્યતીત કરીને પ્રભાતે તે પોતાના નગર તરફ આવ્યો. કપટી ધનકર્માને દેવપ્રયોગથી તેના આગમનની પહેલેથી જ ખબર પડી ગઈ. તેથી દ્વારપાળોને તેણે કહી રાખ્યું કે, “રે સેવકો, હાલ આ ગામમાં બહુરૂપી ધૂતારાઓ ઘણા આવેલા છે. અનેક પ્રકારની પૂર્તિકળા કેળવીને તેઓ લોકોને છેતરે છે, તેમાં વળી કેટલાક તો કોઈ ઘરધણીના જેવું જ રૂપ કરીને ઘરમાં પ્રવેશીને ઘરમાંથી લક્ષ્મી વગેરે સારી વસ્તુઓ ઉપાડી જાય છે, તેથી સાવધાનપણે રહેજો, કોઈ અજાણ્યો માણસ ઘરમાં આવે તો તેને અટકાવજો, પેસવા દેશો નહિ.' મધ્યાહ્ન લગભગ થતાં મૂળ ધનકર્મા પોતાના નગર લક્ષ્મીપુરમાં આવ્યો અને લોકોએ નગરમાં તેને પ્રવેશ કરતો જોયો. તેને જોઈને અંદર અંદર કાનની પાસે આવીને તેઓ કહેવા લાગ્યા, “અરે ! આજે વળી ધનકર્મા મૂળ વેષ વગેરે પહેરીને પગે ચાલતો ક્યાંથી આવે છે ?” તે સાંભળીને બીજો બોલ્યો, “આ ધનકર્માના જેવા જ રૂપવાળો કોઈ મુસાફર આવતો જણાય છે.” પેલાએ કહ્યું, “તું સાચું કહે છે, કારણ કે મેં આજે સવારે જ સુખાસનમાં બેસીને ઘણા સેવકોથી પરિવરેલા ધનકર્માને આ રસ્તે જતાં જોયો છે.' ત્યારે ત્રીજો બોલ્યો, “ધનકર્મા તો આ જ છે, કારણ કે આને જોતાં જોતાં મારો આખો જન્મારો પૂરો થઈ ગયો. જો આ ધનકર્મા ન હોય તો આપણે શરત કરીએ.' આમ વિવિધ પ્રકારની વાતો તે નગરમાં થવા લાગી. Page #179 -------------------------------------------------------------------------- ________________ ધન્યકુમાર ચરિત્ર મૂળ ધનકર્માએ તેમાંથી કેટલીક થોડી થોડી સાંભળી. તે સાંભળીને તે મનમાં વિચારવા લાગ્યો, ‘કાંઈક આમાં કારણ તો લાગે છે, પણ પહેલાં એકવાર હું ઘેર જઈ ઘરમાં પ્રવેશી સ્વસ્થ થઈને પછી આ બાબતમાં તપાસ કરીશ.' આમ મનમાં નિશ્ચય કરી, ઉતાવળો તે ઘરના આંગણા પાસે આવ્યો, પણ તેને જોઈને કોઈ નોકર ઉભો થયો નહિ. તેમ તેને પ્રણામ પણ કર્યા નહિ, આવો અચાનક ફેરફાર થવાથી ‘આ શું ?’ એમ વિચારતો તે ઘરમાં પ્રવેશ કરવા લાગ્યો. ત્યારે ઘરના સેવકોએ તેને કહ્યું, ‘એ ક્યાં જાઓ છો ? કોના ઘરમાં પેસો છો ?' આ સાંભળીને ચમત્કાર પામેલો ધનકર્મા બોલ્યો, અરે ! શું તું મને પણ ઓળખતો નથી ? મારી નોકરીમાં રહ્યા તને તો ઘણાં વર્ષ થઈ ગયાં. આજે તમારા બધાયનું મગજ કેમ ફરી ગયું ?’ સેવકોએ કહ્યું, ‘જા, જા, બીજે ઠેકાણે ધૂર્તકળા કેળવજે, અમે તો જાણીએ છીએ, જાણેલા ગ્રહ પીડા કરી શકતા નથી.' શ્રેષ્ઠીએ તે સાંભળીને કહ્યું, ‘શું તમે બધા સ્વામીદ્રોહી થઈ ગયા છો ? આઠ, દશ દિવસમાં તો બધું ભૂલી ગયા કે શું ? જેથી તમો તમારા શેઠને પણ ઓળખતા નથી.’ ૧૭૦ સેવકોએ કહ્યું, ‘કોનો સ્વામી ? કોણ તારા સેવકો ? અમારા સ્વામી તો ઘરની અંદર બહુ આનંદથી લહેર કરે છે, તે ચિરંજીવી-આયુષ્માન છે. તું તો કોઈ ધૂતારો ધૂર્તકળા વડે ઘરને લૂંટવા આવ્યો છે. જો અમારા સ્વામી આ વાત જાણશે તો તારી માઠી ગતિ થશે.' આ પ્રમાણે વાદવિવાદ થતો સાંભળીને પાડોશીઓ આવ્યા. તેને જોઈને શ્રેષ્ઠીએ કહ્યું, ‘અરે સોમદેવ, મિત્રદત્ત, ભાઈઓ ! જુઓ, જુઓ ! તમને તે દિવસે અમુક કાર્ય કહીને અમુક ગામે હું ગયો હતો. તે કાર્ય સંપૂર્ણ કરીને હું તરત જ અહીં પાછો આવ્યો છું. આ ઘણા વખતના પરિચિત મારા Page #180 -------------------------------------------------------------------------- ________________ ધન્યકુમારે કરેલું પારખું. ૧૭૧ સેવકો મને ઓળખતા જ ન હોય તેમ વર્તે છે અને મને ઘરમાં પ્રવેશ કરવા દેતા નથી.' આમ તે શ્રેષ્ઠીનાં વચનોને સાંભળીને તે સર્વે પણ વિચારમાં પડી ગયા, “આ ધનકર્મા કોણ ? ઘરની અંદર જે ધનકર્મા છે તે કોણ ? આ જે કહે છે તે પણ સાચું લાગે છે. ઘરની અંદર રહેલ પણ સાચો જણાય છે, આ બેની વચ્ચે કયો ધનકર્મા સાચો અને કયો માયાવી ? અતિશય જ્ઞાની વગર આ વાતનો નિર્ણય કોણ કરે ? તે સમયે તે ભેગા મળેલામાંથી એક અનુભવીએ કહ્યું, ઘરની અંદર રહેલ શ્રેષ્ઠીને બહાર લાવીને બંનેને સંયોગ કરી મેળવણી કરી જોઈએ, તો સત્યાસત્યની તરત પરીક્ષા થશે.' તે - સાંભળીને કોઈ ખોટા ધનકર્મા તરફથી મળેલ ખાનપાન તથા તેનાં મિષ્ટ વચનોથી તૃપ્ત બની તેને આધીન થયેલા બોલી ઉઠ્યા, આ ધનકર્મા કોણ છે ? ધનકર્મા તો ઘરમાં રહીને આનંદ કરે છે. આ તો કોઈ ધૂતારો અહીં આવેલો જણાય છે.” ત્યાં તે અવસરે અન્ય કોઈ બુદ્ધિમાન સરલ હતો, તેણે જણાવ્યું, “ભાઈઓ ! મને તો આ બહાર ઉભેલ ધનકર્મા જ સાચો લાગે છે. કારણ કે પ્રકૃતિ અને પ્રાણ સાથે જ જાય છે. કદાચ કોઈને તત્ત્વજ્ઞાનના શ્રવણથી પ્રતિબોધ થાય અને કોઈ રીતે સ્વભાવમાં પરિવર્તન થાય, પણ મૂળથી તેનો સ્વભાવ ફરી જતો નથી. આ ધનકર્મા તે મૂળ પ્રકૃતિવાળો ધનકર્મા દેખાય છે. પ્રકૃતિથી તેનામાં ફેરફાર થયો હોય અથવા તે ફરી ગયો હોય તેમ દેખાતું નથી. ગુરૂમહારાજના ઉપદેશના શ્રવણથી કૃપણ પણ દાનાદિક આપે છે, તો પણ તે યોગ્યાયોગ્યનો ભેદ પાડીને જ આપે છે, જેમ જેમ પોતાનું દ્રવ્ય ઉડાવી નાંખતો નથી. મોટા કષ્ટ વડે અને મહાપાપનાં કાર્યો કર્યા બાદ દ્રવ્ય મળે છે. તેનો વ્યય કેમ કરવો તે તેનું જ હૃદય જાણે છે. દાન દેવું તે મરણ બરોબર Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ધન્યકુમાર ચરિત્ર લોકોમાં ગણાય છે. ઘરમાં રહેલ ધનકર્મા તો જેવી રીતે વૈરીના હાથમાં દ્રવ્ય આવે ત્યારે તે ગમે તેની પાસે વિચાર કર્યા વગર લૂંટાવે, તેમ આ બધું દ્રવ્ય લૂંટાવે છે. તેથી મારા અંતઃકરણમાં તો આ બહાર ઉભેલો જ ધનકર્મા સાચો જણાય છે.” આ પ્રમાણે બહાર જતો કોલાહલ સાંભળીને ધનકર્મા શ્રેષ્ઠીનો મોટો પુત્ર રત્નદેવ બહાર આવ્યો. તેને જોઈને મૂળ ધનકર્માએ તેને કહ્યું, “રે પુત્ર ! ઘરમાં તે કોને સંગ્રહી રાખેલ છે !' આમ તેને બોલતો સાંભળીને રત્નદેવ પણ વિભ્રમમાં પડ્યો અને વિચારવા લાગ્યો, “આ શું ઉપાધિ ઉભી થઈ ?” એટલે તે મૌન ધારણ કરીને ઘરમાં ગયો અને કૂટ ધનકર્માને તેણે બધો વૃત્તાંત નિવેદન કર્યો, તે પણ તુરત જ ઉક્યો અને કહેવા લાગ્યો, “મેં ગઈ કાલે જ નહોતું કહ્યું કે ગામમાં બહુ ધૂતારા આવેલા છે, તેમાંથી આ કોઈ ધૂતારો અહીં આવ્યો હશે, પણ અસત્ય ક્યાં સુધી ટકશે ? તેનો નિર્વાહ ક્યાં સુધી થશે ?” આ કહી તે બહાર આવ્યો. સેવકો બધા તેને જોઈને ઉભા થયા. માયાવી ધનકર્માએ મૂળ ધનકર્માને કહ્યું, “રે તું ક્યાંથી આવ્યો છે ? અરે ધૂર્ત ! તું કોના ઘરમાં પ્રવેશ કરવા ઇચ્છે છે ? તે સાંભળી મૂળ ધનકર્માએ સ્પષ્ટ જવાબ આપ્યો, “હું જ આ ઘરનો સ્વામી છું, મેં આ સંપત્તિ બહુ કષ્ટ વડે મેળવેલી છે. પણ તું કોણ છે ? ધૂર્તકળાથી મારા ઘરમાં પેસીને મારું ધન આ પ્રમાણે તું કેમ લૂંટાવી મારે છે? હવે તું આમ બહાર નીકળી બજારમાં સાચો ન્યાય કરનારા વ્યાપારીઓનાં પંચ પાસે ચાલ, જેથી આપણા સાચા-ખોટાની પરીક્ષા થઈ જશે. ચોરની ગતિ મોર જેવી જ થાય છે. તે સાંભળી માયાવી ધનકર્માએ કહ્યું, “ઘરમાં હોય તે સાચો, બહાર રખડતો હોય તે ખોટો તે વાત સર્વે જાણે છે. તે હકીકત સ્પષ્ટ Page #182 -------------------------------------------------------------------------- ________________ ધન્યકુમારે કરેલું પારખું. ૧૭૩ છે, તેથી હું તો રાજાજી પાસે જઈને, તારું ધૂતારાનું મોટું ભાંગી નાંખી, સર્વ સભા સમક્ષ તને ખોટો ઠરાવી ગધેડા ઉપર બેસાડી આ દેશમાંથી બહાર કઢાવી મૂકીશ, દેશનિકાલ કરાવીશ.' આમ વિવાદ કરતાં તેઓ બજારમાં આવ્યા અને ન્યાય કરનારાઓને બોલાવી તેઓની આગળ તે બંનેએ પોતપોતાની વાત કહી સંભળાવી. તે સાંભળી બજારમાં બેસનારા બધા વેપારીઓ વગેરે જેઓ બુદ્ધિશાળી તથા સત્યાસત્યનો નિર્ણય કરવામાં કુશલ હતા, તેવાઓ પણ આવી ન સંભવે તેવી વાત હોવાથી આશ્ચર્ય પામ્યા. તેમાં જેઓ દુર્જન હતા, તેઓ તો તે ધનકર્માને જોઈને આનંદ પામ્યા, પણ જેઓ સજ્જન હતા, તેઓ ખેદ પામતા બોલવા લાગ્યા, “અરે ! સંસારમાં કર્મની વિચિત્ર ગતિ છે. કર્મના ઉદયથી વિષમ એવી સ્થિતિ જિનેશ્વરદેવ અને જિનાગમ વગર અન્ય કોણ જાણી શકે તેમ છે ? અરે ભવ્ય જીવો ? જુઓ, કર્મપરિણામ રાજા મનુષ્યોને કેવા કેવા નાટક નચાવે છે ?' ન્યાય કરનારા સર્વે તે બંનેને જોઈને વિસ્મય પામ્યા અને બોલવા લાગ્યા, “આ બંનેમાંથી એકેયમાં એક રોમમાત્ર પણ જૂનાધિકપણું નથી. તેથી શું કરવું ?” તે સાંભળી એક નિપુણ બુદ્ધિવાળો હતો તેણે જણાવ્યું કે, “આના પુત્રાદિક સ્વજન પુરુષોને પૂર્વે અનુભવેલા સંકેતાદિક પૂછો. જે તે સંકેતો બરાબર કહે તે સાચો ધનકર્મા સમજવો, બીજો ખોટો સમજવો.' મહાજનોએ તે પ્રમાણે કર્યું. ત્યારે મૂળ ધનકર્માએ સ્વાનુભૂત સંકેતાદિક કહ્યા, એ પ્રમાણે માયાવી ધનકર્માએ પણ દેવીની સહાયથી ચૂડામણિ શાસ્ત્ર દ્વારા જાણીને તે સર્વે સંકેતો સારી રીતે કહી દીધા. આમ થવાથી સર્વે વેપારીઓ પણ સરખી સંકેતોની પૂર્તિ સાંભળીને દિમૂઢ બન્યા અને તેઓને મૂંઝવણ થઈ કે, “સરખા Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ધન્યકુમાર ચરિત્ર આકારવાળા, સરખા હાવભાવવાળા અને સરખું બોલનારા, આ બંનેમાંથી કયા ઉપાય વડે સાચા ખોટાનો ભેદ શોધવો ? તેથી જ્યાં સુધી સાચા ખોટાની સત્ય પરીક્ષા ન થાય ત્યાં સુધી બંનેમાંથી એકેએ ઘરમાં પ્રવેશ કરવો નહિ.” આ પ્રમાણે મહાજને બળાત્કારે તે બંનેને ઘરમાં પેસતા રોક્યા, તેથી તે બંને જુદે જુદે સ્થળે રહેતા હંમેશાં સવારે ઉઠીને જુદી જુદી રીતે તેઓ ફ્લેશ કંકાસ કરવા લાગ્યા. હંમેશના કલહથી કંટાળીને લોકોએ ફરીથી એકઠા થઈ તેઓને કહ્યું, ‘તમે બંને રાજ્યદ્વારે જાઓ. ત્યાં રાજાના પ્રતાપથી તથા તેના અધિક પુણ્યતેજના બળથી સાચા ખોટાનો નિર્ણય તરત જ થઈ જશે.' મહાજને મળીને જ્યારે આમ કહ્યું તેથી તે બંને ધનકર્મા રાજા પાસે ગયા. લક્ષ્મીપુર નગરના રાજા જિતારી પાસે જઈ તેને નમસ્કાર કરીને તે બંને ધનકર્મા પોતપોતાનું દુઃખ નિવેદન કરીને ઉભા રહ્યા, રાજા પણ પૂર્વની માફક જ સમાન આકૃતિવાળા અને સમાન બોલનારા તે બંનેને જોઈને મૂંઝાયો. એટલે તેણે મંત્રીઓને આદેશ કર્યો કે, “આ બંનેનો ન્યાય કરી આપો.' મંત્રીઓએ પણ તેઓનો ન્યાય કરવામાં વિવિધ પ્રકારની વચન રચનાઓ વડે તેઓ ભુલાવો ખાઈ જાય તેવા દૃષ્ટાંતો પૂછયા, અનેક પ્રશ્નો પૂછ્યા, વાક્યની રચનાઓ કરી ભયાદિક દેખાડ્યા, પણ તરૂણીના કટાક્ષો નપુંસક ઉપર જેમ નિષ્ફળ જાય તેમ મંત્રીઓના તે સર્વે પ્રયત્નો નિષ્ફળ ગયા. ત્યારે તેઓ પણ વિચારમાં મૂઢ થઈ ગયા અને રાજા પાસે જઈને બોલ્યા, સ્વામિન્ ! અમારામાં જેટલો બુદ્ધિનો વિલાસ છે, તેટલો બધોય અમે આ બંનેમાંથી સત્ય અસત્યનો નિર્ણય કરવા માટે વાપર્યો, પણ કોઈ પ્રકારનો નિર્ણય અમે કરી શક્યા નથી. આજ દિવસ સુધી અમે ધરાવેલ અમારી બુદ્ધિનો ગર્વ પણ નિષ્ફળ બન્યો છે.” Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ ધન્યકુમારે કરેલું પારખું. મંત્રીઓનાં આ વચનો સાંભળીને વિષાદપૂર્વક રાજાએ કહ્યું, જો આપણી સભામાં આ બંનેનો નિર્ણય ન થઈ શકે, તો તો મારી મહત્તામાં ખામી આવે, તેથી હવે શું કરવું ?' તે સમયે કોઈએ કહ્યું, “બહુરત્ના વસુંધરા' કહેવાય છે. આપનું આ નગર ઘણું મોટું છે, તેથી તેમાં કોઈક તો દેવોએ આપેલ વરદાનવાળો, અતુલ ચતુરાઈવાળો, ચારે બુદ્ધિનો ધણી બહુ પુણ્યના સમૂહવાળો પણ હશે, તેથી આખા નગરમાં કોઈ અદ્ભુત વસ્તુ આપવાના ઠરાવથી પડહ વગાડવો, જેથી આપનાં પુણ્યબળ વડે કોઈ તેવો પુરુષરત્ન પ્રગટશે કે, જે આ બંનેનો ભેદ પ્રગટ કરશે અને તમારી અને રાજ્યસભાની મહત્તા વધારશે. મંત્રીઓની વાણી સાંભળીને રાજાએ તરત જ આતુરતાથી કહ્યું, “જે કોઈ બુદ્ધિશાળી અતિ પ્રજ્ઞાવંત પુરુષશ્રેષ્ઠ આ બંનેનો સત્યાસત્યનો વિભાગ કરીને નિર્ણય કરી આપશે, તેને બહુ ધન સહિત આ ધનકર્માની પુત્રી પરણાવવામાં આવશે.” આખા નગરમાં રાજાની આજ્ઞાથી આ રીતે પડહ વગડાવવામાં આવ્યો. પડહ વાગતો વાગતો ત્રિપથ, ચતુષ્પથ વગેરે બજારોમાં ફરતો ફરતો જે સ્થળે ધન્યકુમાર વસતા હતા, ત્યાં આવ્યો. ગોખમાં ઉમેલા ધન્યકુમારે તે પડહ સાંભળીને જરા હસીને પોતાની પાસે બેસનારાઓને કહ્યું, “રાજાની આવડી મોટી સભામાં કોઈએ પણ આ બંનેનો નિર્ણય ન કર્યો ?” તેઓએ જવાબ આપ્યો, ‘સ્વામિન્ ! આપના જેવા અતુલ બુદ્ધિવાળા સિવાય બીજું કોણ તે કરી શકે ? આ સાંભળીને ધન્યકુમારે તે પડહ ઝીલી લીધો અને તેને આગળ જતો અટકાવીને તેઓ તરત જ રાજા પાસે જવા તૈયાર થયા.' રાજા તે ખબર સાંભળીને બહુ હર્ષ પામ્યો અને તેણે મનમાં નિર્ણય કર્યો કે “ખરેખર ! નિર્ણય જરૂર કરશે.' ધન્યકુમારે સર્વ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ધન્યકુમાર ચરિત્ર વૃત્તાંત સાંભળીને રાજાને કહ્યું, “સ્વામિન્ ! આ જગતમાં સત્ય ધર્મ જેવો બીજો કોઈ પણ ધર્મ નથી, તે જ ખરેખરો વિશ્વાસ કરવા લાયક છે. અહીં આ બંનેનો વિભાગ કોઈએ કર્યો નહિ, પણ સત્ય ધર્મ જ સત્ય અસત્યનો વિભાગ કરશે. પ્રથમ આ બંનેને સ્નાન કરાવીને તેની પાસે દિવ્ય કરાવવું પડશે. તેથી જે સાચો હશે તે તરત જ દિવ્ય કરી શકશે, બીજો કરી શકશે નહિ.' આ પ્રમાણે ધન્યકુમારની વાણીને રાજાએ પણ અનુમોદન આપ્યું. પછી ધન્યકુમારે એક ઝીણા નાળચાવાળી ઝારી મંગાવી અને સભાની મધ્યમાં તેનું સ્થાપન કર્યું. લાખો લોકો આનો ન્યાય જોવા ત્યાં એકઠા થયા, બંને ધનકર્માને સભામાં લાવવામાં આવ્યા અને રાજા પાસે ઉભા રાખવામાં આવ્યા, તે સમયે ધન્યકુમારે ઉભા થઈને તે બંનેને કહ્યું, “તમે બંને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરીને સભામાં શીધ્ર આવો.' તેઓએ તે પ્રમાણે કર્યું અને રાજ્યસભામાં આવ્યા. એટલે ફરીથી ધન્યકુમારે તે બંનેને કહ્યું, “તમારા બેમાંથી જે કોઈ ધર્મના પ્રભાવથી આ ઝારીની નળીના એક મુખેથી પ્રવેશી બીજે મુખેથી બહાર નીકળશે તે સાચો ધનકર્મા ગણાશે.” આવું સાંભળીને ખોટો ધનકર્મા મનમાં આનંદ પામ્યો અને વિચારવા લાગ્યો, “બહુ સારું થયું, દેવીના વરદાનના બળથી હું તે નળીમાં પેસીને બહાર નીકળીશ અને સાચો ઠરીશ. પછી તે ઘર, તે ધન અને સર્વ મારું જ થશે.” મૂળ ધનકર્મા તો તે સાંભળીને ચિંતામાં પડ્યો અને વિચારવા લાગ્યો, “આ અતિ નાના નાળચામાં પેસવું અને નીકળવું એ બંને દુષ્કર છે, આ ન્યાયથી મારું શું થશે ?' આ પ્રમાણે તે ચિંતામાં પડ્યો.” વળી ફરીથી ધન્યકુમારે કહ્યું, ‘તમારે આ ઝારીની નળીમાં પ્રવેશ કરતાં આમ કહેવું કે, રે દેવી અને દેવો ! જો હું સાચો Page #186 -------------------------------------------------------------------------- ________________ ધન્યકુમારે કરેલું પારખું. ૧૭૭ ધનકર્મા હોઉં તો આ પોલાણવાળી નળીમાં પેસવાની અને નીકળવાની મને શક્તિ આપો.” આ પ્રમાણે કહીને બંનેએ દિવ્ય કરવું. તેમ કરવાથી જે સાચો હશે તે તરત જ જણાઈ આવશે. આમ કહીને ધન્યકુમાર બોલતા બંધ રહ્યા, ને તરત જ ખોટો ધનકર્મા તો દેવીની સહાયથી તે પોલાણવાળી નળીમાં પેસીને બહાર નીકળ્યો. બહાર નીકળીને જેવો તે રાજાના પગને સ્પર્શ કરવા ગયો કે તરત જ ધન્યકુમારે તેને ચોટલીએથી પકડીને રોકી રાખ્યો, કારણ કે વ્યંતરાધિષ્ઠીત શરીરવાળો માણસ શિખાનું ગ્રહણ થતા આગળ ચાલવા શક્તિમાન રહેતો નથી. ધન્યકુમારે પછી રાજાને કહ્યું, “સ્વામિન્ ! આ તમારો ચોર છે અને પેલો સાચો ધનકર્મા છે. આ કોઈ દેવ અગર દેવીના બળથી નળીમાં પેસીને નીકળી શક્યો છે. પરંતુ તે ખોટો છે. આ બધી વિટંબના આ માયાવીએ કરી છે. એણે બીજાના ઘરની લક્ષ્મી વાપરી નાખી છે અને પોતાની જાતને છુપાવી છે. આમ ધન્યકુમારની વાણી સાંભળીને રાજાએ ચોરને ઓળખ્યો અને પોતાના સેવકોને તેને મારી નાંખવાનો આદેશ કર્યો. રાજસેવકોએ તરત જ તેને પકડ્યો, એટલે આ પરિસ્થિતિમાં મુકાયેલો તે વિચારવા લાગ્યો, હવે મારૂં કપટ ચાલશે નહિ, જો હું મારું મૂળ સ્વરૂપે પ્રગટ કરીશ તો કદાચ જીવી શકીશ, નહીં તો જીવી શકીશ નહિ.' તરત જ પોતાની માયા નિષ્ફળ થવાથી અને બુદ્ધિ મંદ થવાથી તે ચારણે શ્રેષ્ઠી ધનકર્માનું રૂપ ત્યજી દઈને મૂળ સ્વરૂપ પ્રગટ કર્યું અને સભામાં રહેલા સર્વના સાંભળતાં તેણે પોતાનું વૃત્તાંત કહ્યું, સર્વે લોકો મારું કથન સાંભળો, ઘણા દિવસો પહેલાં અમારા ચારણોનો એક મેળો મળ્યો હતો. પોતપોતની વાચાળતા અને કુશળતા પ્રગટ કરવાના સમયે કોઈએ કહ્યું કે, “આ બધાની Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ધન્યકુમાર ચરિત્ર કહેલી કળા ત્યારે જ સાચી મનાય કે, જ્યારે આમાંથી કોઈ પણ ચારણ લક્ષ્મીપુરના અમિત ધનવાળા ધનકર્માનાં ઘેર જઈને તેની પાસેથી એક દિવસનો આપણી જ્ઞાતિ સંમેલનમાં ચાલે તેટલા ભોજનનો ખર્ચ મેળવે.' આ પ્રમાણેનાં તેનાં વચન સાંભળીને મેં પ્રતિજ્ઞા કરી કે, “જો ધનકર્મા પાસેથી આપણા સમુદાયને એક દિવસનું ભોજન થાય તેટલું ધન લાવું તો જ આ સમુદાયમાં એકઠા થયેલા દ્રવ્યમાંથી મારો ભાગ મારે લેવો, નહિ તો લેવો નહિ.’ આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને ધનકર્માના ઘેર જઈ આશીર્વાદ દઈને મેં એક દિવસના ભોજનનો ખર્ચ માંગ્યો, એટલે તે શ્રેષ્ઠીએ કહ્યું કે, ‘આજે સમય નથી, આવતી કાલે આપીશ.’ આ પ્રમાણે કહેતાં તેને સાંભળીને હું ત્રીજે દિવસે ગયો, પણ ઉત્તર તે જ મળ્યો કે, ‘કાલે આપીશ.' આમ મેં અનેક દિવસો સુધી તેની પાસે યાચના કરી, પણ કાંઈ મળ્યું નહિ. ચારણના સમૂહમાં હું પ્રતિજ્ઞાભ્રષ્ટ થવાથી બધા મારી મશ્કરી કરવા લાગ્યા.’ ‘ત્યારે મેં વિચાર કર્યો કે, મેં આવી પ્રતિજ્ઞા કરીને મારી મોટાઈ ગુમાવી ! પણ આવી રીતે મારી પ્રતિજ્ઞાનો ભંગ થાય. તો પછી જીવવું નકામું છે. આથી વિચાર કરીને આ અતિશય કૃપણ પુરુષની નહિ ભોગવાતી લક્ષ્મીને ભોગમાં લાવવા માટે મેં ચંડિકાદેવીની આરાધના કરી, ઘણા ઉપવાસ અને ઘણા ક્લેશ-દુઃખ મેં સહન કર્યાં. ત્યારે તે દેવી મારા ઉપર પ્રસન્ન થઈ. તેણે મને જેવું રૂપ કરવું હોય તેવું કરી શકવા સમર્થ વરદાન આપ્યું. તેટલામાં ધનકર્મા શ્રેષ્ઠી બીજે ગામ ગયા. તે લાગ મળવાથી શ્રેષ્ઠીનું રૂપ કરીને હું તેના ઘરમાં પેસી ગયો. તેના ઘરમાં રહીને મેં તેની લક્ષ્મીનો દાનાદિ દ્વારા સદુપયોગ કર્યો છે. તેમાં પણ મેં તો તેનું જ ના અને યશઃકીર્તિ વધાર્યાં છે. દુ:ખી પ્રાણીઓનો જે મેં ઉદ્ધાર કર્યો છે, તેમાં પણ પુણ્ય તો તેને જ છે. લોકોમાં પણ Page #188 -------------------------------------------------------------------------- ________________ ધન્યકુમારે કરેલું પારખું. ૧૭૯ કહેવત છે કે, જેનું અન્ન તેનું પુણ્ય. મેં તો માત્ર તેના ઘરનું ભોજન કર્યું છે. તેના અંતઃપુરાદિકમાં પણ મેં કાંઈ પણ અનુચિત કાર્ય કર્યું નથી, કે જેનાથી હું રાજાનો કે ધર્મનો દોષપાત્ર થાઉં. મેં તો તે ધનકર્મા શ્રેષ્ઠીનું જ નામ અને કીર્તિ વધાર્યા છે. આમાં મારો શું દોષ છે કે જેથી મહારાજા મને વધની આજ્ઞા ફરમાવે છે ?” આ પ્રમાણે તે ભાટનાં વચન સાંભળીને રાજાદિક સર્વે સભાજનો વિસ્મયપૂર્વક હસવા લાગ્યા અને બોલ્યા, “અરે ચારણ! તે બહુ સારું કર્યું. આ શેઠના કૃપણતારૂપી રોગનો તારા વિના કોઈ બીજો ઉત્તમ વૈદ્ય મળત નહિ. આવા કૃપણોને આવી જ શિક્ષા ઘટે છે, આમાં તારે કાંઈ પણ દોષ જણાતો નથી.” રાજાએ પણ કોપ ત્યજી દઈ તે ઈશ્વરદત્ત ચારણ ઉપર પ્રસન્ન થઈને તે ચારણને બંધનથી મુકાવ્યો અને તેને યથોચિત પ્રીતિદાન આપીને વિસર્જન કર્યો. તે ઈશ્વરદત્ત ચારણ પણ આ પ્રમાણે શીખામણ આપવા લાગ્યો કે, “રે શ્રેષ્ઠીન્ ! હવે ફરીથી કોઈ વખત ભાટ, ચારણ, યાચક સાથે વિરોધ કરશો નહિ, વળી હૃદયને દયા, દાન ઇત્યાદિ સગુણોથી નિર્મળ રાખજો. કૃપણતા તો આ ભવ અને પરભવ બંનેમાં કેવળ દુઃખનાં જ કારણભૂત છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, “ધનને ભોગવવું અને આપવું. પણ તેનો સંગ્રહ કરવો નહિ. કીડીઓ બહુ ધાન્યનો સંગ્રહ કરે છે, તો તેતર પક્ષીઓ તે ખાઈ જાય છે.' આ પ્રમાણે તે શ્રેષ્ઠીને ઉત્તમ શીખામણ આપીને તે ચારણ ચાલતો થયો. ધનકર્મા શ્રેષ્ઠી પણ લજ્જાથી નીચું મુખ કરી રાજાને નમસ્કાર કરીને લક્ષ્મી તથા ઘર મળવાથી સંતુષ્ટ અંત:કરણવાળો થઈ ઘણા માણસો સહિત પોતાના ઘેર ગયો. વિકટ સંકટમાંથી છૂટે ત્યારે કોને આનંદ થતો નથી ? શ્રેષ્ઠીએ ઘેર ગયા પછી રાજાનાં વચનને અને પોતાની ઉપરના ઉપકારને સંભારીને કષ્ટોનો નાશ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ધન્યકુમાર ચરિત્ર કરનાર એવા ધનસાર શ્રેષ્ઠીના નાના પુત્ર ધન્યકુમારને બહુ હર્ષ અને ઉત્સવપૂર્વક પોતાની ગુણમાલિની નામની પુત્રી પરણાવી અને બહુ વસ્ત્રાદિક પણ આપ્યા. આ રીતે પ્રબલ પુણ્યના યોગે અનેક પ્રકારે વૈભવ, ઐશ્વર્ય તથા સંપત્તિનો ઉપભોગ કરતા તે ધન્યકુમાર કેટલાક દિવસ સુધી ત્યાં રહ્યા, પછી રાજાદિકની રજા લઈને છ ભાષાઓથી શોભતા શ્રીરાગની જેમ છ પ્રિયાઓ (સૌભામંજરી, સુભદ્રા, ગીતમાળા, સરસ્વતી, લક્ષ્મીવતી, ગુણમાલિની) સહિત રાજગૃહી નગરી તરફ ચાલ્યા. રસ્તે ઘણા રાજાઓનાં ભેટણાં સ્વીકારતા અને કૃપા મેળવતા અનુક્રમે રાજગૃહીના ઉપવનમાં તે આવ્યા. શ્રેણિક મહારાજા ચરના મુખેથી ધન્યકુમારનું આગમન સાંભળીને ચતુરંગી સેના સહિત તેમને લેવા માટે તેની સામે ગયા, જમાઈને હર્ષપૂર્વક ભેટીને કુશળવાર્તા પૂછી અને મોટા મહોત્સવપૂર્વક ધન્યકુમારનો મગધેશ્વર રાજગૃહી નગરીમાં પ્રવેશ કરાવ્યો, નગરજનોએ અતિ અદ્ભુત પુણ્યના સમૂહરૂપ ધન્યકુમારને આવતા જોઈને ગૌરવપૂર્વક તેની પ્રશંસા કરી. પોતાના સ્વામીનું આગમન સાંભળીને પોતાના પિતાના ઘેર રહેલી સોમશ્રી અને કુસુમશ્રી બંને આવીને પોતાના સ્વામી ધન્યકુમારના ચરણને નમસ્કાર કરી અંતપુરમાં રહેલી દેવાંગનાઓને પણ રૂપમાં જીતે તેવી છ સપત્નીઓને મળી. પરસ્પર કુશળ આલાપ પૂછ્યા પછી શાલિભદ્રની બહેન સુભદ્રા પાસેથી ધન્યકુમારનું સમસ્ત અદ્ભુત ચરિત્ર સાંભળીને તેઓ બહુ આશ્ચર્ય પામી અને આનંદિત થઈ. તે બંને અને સાથે આવેલ છ મળી આઠ સ્ત્રીઓ એકત્ર થઈ અને આઠ ઋદ્ધિઓ સાથે યોગી વિલાસ કરે તેમ તે આઠે પત્નીઓ સાથે દોગુંદક દેવની જેમ પુણ્યશાલી ધન્યકુમાર વિલાસ કરવા લાગ્યા. તે મહાભાગ્યશાળીને Page #190 -------------------------------------------------------------------------- ________________ ધન્યકુમારે કરેલું પારખું ૧૮૧ વિદેશમાં અન્ય સામાન્ય મનુષ્યને જ્યાં સુખ ન મળે ત્યાં પણ કીર્તિ, શ્રી અને ભોગપભોગ મળ્યા. પ્રબલ પુણ્યના સ્વામી ભાગ્યશાળી આત્માને સંસારમાં શું શું પ્રાપ્ત નથી થતું ? અર્થાત્ સર્વ પ્રાપ્ત થાય છે. તે આઠે પ્રિયાઓ સાથે રાજાની પાસે આવેલા ઉત્તમ આવાસમાં વાસ કરીને રાજગૃહી નગરીમાં દેવેન્દ્રની જેમ ધન્યકુમાર રહેવા લાગ્યા. આ બધો દાનધર્મનો જ પ્રબલ પ્રભાવ છે, માટે હે ભવ્યો ! તમે આ આશ્ચર્યકારી પુણ્યના પ્રભાવને યથાર્થ જાણજો, સમજજો, માનજો અને તેવા પુણ્યના કારણરૂપ ધર્મારાધના દ્વારા તેને અનુભવજો ! અને આચારમાં મૂકજો ! Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ધન્યકુમારને ઘરે અભયકુમાર પ્રદ્યોતનરાજા પર વિજય પ્રાપ્ત કરીને અભયકુમાર રાજગૃહી આવી પહોંચ્યા. ધન્યકુમાર પણ રાજાની સાથે અભયકુમારને સ્વાગત કરવા સામે આવ્યા હતા, રાજાની સાથે સરખા આસને બેઠેલા હતા. અનુક્રમે અવસર થયો ત્યારે ધન્યકુમાર બહુ મૂલ્યવાન એવું ભેટલું લઇને અભયકુમાર પાસે આવ્યા. તે સમયે રાજા શ્રેણિકે ચક્ષુની સંજ્ઞાથી તે ગ્રહણ કરવાની ના પાડી. અભયકુમારે તે સમજી જઈને ના કહી. પછી ધન્યકુમારે ઘણા શપથ દીધા તથા ઘણો આગ્રહ કર્યો ત્યારે તેમાંથી જરામાત્ર ગ્રહણ કર્યું. અભયકુમાર વિચારવા લાગ્યા : ‘આ કોઇ નવીન સજ્જન જણાય છે, રાજા પણ બહુ સ્નેહથી તેને બોલાવે છે. અવસરે તે સર્વ જણાશે, પરંતુ આ બહુ ગુણવાન હોય તેમ જણાય છે.’ ત્યાર બાદ શિષ્ટાચારપૂર્વક સર્વને પ્રસન્ન કરીને વિસર્જન કર્યા અને પોતાના સેવક વર્ગની સાથે વાર્તાવિનોદ કરીને તેમને પણ પોતપોતાનાં ઘેર જવાની અનુજ્ઞા આપી, ત્યાર પછી Page #192 -------------------------------------------------------------------------- ________________ ધન્યકુમારને ઘરે અભયકુમાર ૧૮૩ ભોજનનો સમય થતાં સર્વે સભ્યોને વિસર્જન કરીને રાજા ભોજનને માટે ઉઠ્યા. અભયકુમાર સાથે ભોજન કર્યા પછી, એકાંતમાં બેસીને કપટી વેશ્યા શ્રાવિકાના વેષે કપટથી લઇ ગઇ ત્યારથી માંડીને જે થયું અને જે અનુભવ્યું, તે બધું અહીં થયેલા આગમન સુધીનું અર્થતિ વૃત્તાંત મહારાજાએ અભયકુમારને પૂછ્યું. અભયકુમારે પણ બોધવૃત્તાંત મહારાજાને સવિસ્તર કહી સંભળાવ્યો. રાજા તે સાંભળી માથું ધુણાવી વિસ્મિત ચિત્તથી કહેવા લાગ્યો; ‘પુત્ર ! આવા સંકટમાંથી નીકળવાને તું જ સમર્થ થાય, બીજો કોઈ થઈ શકે નહીં. હાલના કાળમાં બુદ્ધિ વડે આ જગતમાં તું જ અદ્વિતીય દેખાય છે.' આ રીતે આનંદપૂર્વક વાર્તાવિનોદ કરતાં તે બધાના કેટલાયે દિવસો સુખમાં વ્યતીત થઈ ગયા. એકદા અભયકુમારે પિતાને પૂછ્યું : પૂજ્ય ! મારી ૐ ગેરહાજરીમાં રાજ્યનો નિર્વાહ સુખેથી થતો હતો ? કોઇજાતની ચિંતા કે દુઃખ ઉત્પન્ન થયા નહોતાં ?” ‘વત્સ તારા ગયા પછી આખા રાજ્યનો નાશ થઈ જાય તેવો પ્રબળ ઉત્પાત થયો હતો, પરંતુ અનુપમ બુદ્ધિના નિધાન એવા એક સજ્જન પુરૂષ ધન્યકુમારે મહાબુદ્ધિબળ વડે તે ઉત્પાતને જીત્યો છે, અને રાજ્યને દેદીપ્યમાન કર્યું છે.' ‘તે ધન્યકુમાર કોણ છે કે જેની આપ આટલી બધી પ્રશંસા કરો છો !' ‘તું જે દિવસે અહીં આવ્યો તે દિવસે જે મારી પડખે બેઠેલા હતા, તથા ભેટણું કરવાના સમયે જેનું ભેટલું નહિ લેવાની મેં સંજ્ઞાથી સૂચના કરી હતી તે જ તે ધન્યકુમાર હતા, તેના ગુણ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ધન્યકુમાર ચરિત્ર સમૂહથી રંજિત થઈને મેં મારી પુત્રી તેને આ પેલી છે, તે જમાઈ હોવાને લીધે આપણે તેમને આપવાનું હોય તેમનું લેવાનું ન હોય.” તેનામાં ક્યા ક્યા ગુણો છે ?' વત્સ, સપુરૂષોમાં માનનીય ધન્યકુમાર ઔત્પાતિકી બુદ્ધિ વડે તારી તુલ્ય કક્ષા ઉપર મૂકી શકાય તેવા સૌજન્યાદિ ગુણો વડે જગતમાં અદ્વિતીય છે, કારણ કે આ મહાપુરૂષે જેવી રીતે કિરણો વડે ચંદ્રમા બધા પર્વતો ઉપર પ્રકાશ કરે છે, તેવી જ રીતે આખા વિશ્વમાં અનેક રાજાઓ ઉપર બુદ્ધિના ગુણો વડે ઉપકાર કર્યો છે. ભાગ્યરૂપી લક્ષ્મીના મિત્રતુલ્ય આ સજ્જને સર્વ અવસરમાં સાવધાનતાથી બધાં રાજ્યોને શરીર જેમ મુખથી શોભે તેમ શોભાવ્યાં છે. વળી તે ધન્યકુમારે પોતાનાં ઘેરથી નીકળીને બહાર વિદેશમાં ફરતાં પણ સ્વદેશની માફક જ કોઈ મહાપુન્યના ઉદયથી અદ્ભુત ભોગસુખ ને લક્ષ્મી મેળવી છે.” વળી આ સજ્જન પુરૂષે સ્વભાગ્યથી મેળવેલ અપરિમિત ધન અકૃતજ્ઞ અને ધનરહિત એવા પોતાના બંધુઓને અનેક વખત હર્ષપૂર્વક આપી દીધું છે. આ ધન્યકુમાર જ્યારે અહિં આવેલ ત્યારે જે શ્રેષ્ઠીની વાડીમાં તેમણે નિવાસ કર્યો હતો તે વાડી તદન સુકાઈ ગયેલી હતી છતાં તેમના દૃષ્ટિમાત્રના પ્રસારથી જ નવા પલ્લવ, પુષ્પ, ફળાદિકની ઉત્પત્તિથી તે શોભાયમાન બની હતી. તેમજ ધન્યકુમારે તું અવંતી ગયો ત્યારે સૂર્ય પ્રકાશમાન થતાં આકાશને શોભાવે તેમ મારી રાજધાની અને રાજ્યસ્થિતિને દીપાવી છે.” ‘તથા તેમણે સમસ્ત વ્યવહારીઓમાં શિરોમણી ગોભદ્રા શ્રેષ્ઠીને એક ધૂર્ત ધૂર્તકળાવડે કપટયુક્તિ કરીને છેતરતો હતો, તેને પોતાનાં ઉત્તમ બુદ્ધિકૌશલ્ય વડે બચાવી લીધો હતો. વળી આલાનખંભ તોડી નાંખીને દોડતા આપણા શેચક હાથીને કે જે મદના ઉત્કટપણાથી નગરને ભાંગતો હતો તેને વશ કરવાની Page #194 -------------------------------------------------------------------------- ________________ ધન્યકુમારને ઘરે અભયકુમાર ૧૮૫ શિક્ષામાં મેળવેલ કુશળતાથી વશ કરીને આલાનતંબે બાંધી દીધો હતો અને સર્વજનોનો ઉપદ્રવ દૂર કરીને સર્વની ઉપર ઉપકાર કર્યો હતો.' “રૂપ, સૌભાગ્ય, વિજ્ઞાન, વિનય, ચાતુર્ય વગેરે અનેક ગુણોના સમૂહનો એ સ્વામી છે, વળી નિષ્કારણ ઉપકાર કરવાથી તથા નૈમિત્તિકના વચનથી કુસુમ શ્રેષ્ઠીએ, ધૂર્તિના વચનરૂપી કારાગારમાંથી છોડાવવાથી ગોભદ્રશ્રેષ્ઠીએ આમ તે બે શ્રેષ્ઠીઓએ પોતાની પુત્રીઓને તેમની સાથે પરણાવી છે, તથા રાજ્ય પર કરેલા અનેક ઉપકારો સંભારીને મેં પણ પ્રીતિની વેલડી વધારવા માટે પુત્રીનું પાણિગ્રહણ તેમની સાથે કરાવેલ છે.” આમ પિતાના મુખેથી ધન્યકુમારના ગુણોની પ્રશંસા સાંભળીને ગુણીજનો પ્રત્યેના ગુણાનુરાગમાં શ્રેષ્ઠ અભયકુમાર ત્યારથી જ ગુણના હેતુભૂત ધન્યકુમાર ઉપર આનંદથી અતિશય પ્રેમ તથા ગાઢ અનુરાગ ધરવા લાગ્યા. બીજે દિવસે અભયકુમાર પોતે જ પ્રેમની પરંપરા વધારવા તથા ભાવિના અતિશય સંબંધને સૂચવવા ધન્યકુમારના ઘેર ગયા. ધન્યકુમાર પણ અભયકુમારનું આગમન સાંભળીને તરત જ ઉભા થયા, અને કેટલાંક ડગલાં સામે લેવા ગયા. અભયકુમાર વાહનથી નીચે ઉતર્યા. ગાઢ આલિંગન દઈને બન્ને જણાએ હર્ષપૂર્વક પરસ્પર પ્રણામ કર્યા. પછી ઘરમાં પ્રવેશ કરતાં “આપ આગળ ચાલો-આપ આગળ પધારો” એમ શિષ્ટાચાર તથા બહુમાનપૂર્વક અભયકુમારને તેઓ ઘરમાં તેડી ગયા અને ભવ્ય આસન ઉપર બેસાડીને ધન્યકુમાર કહેવા લાગ્યા “આજે આ સેવક ઉપર મોટી કૃપા કરી. આજે મારા ઘેર વાદળાં વગર જ વરસાદની વૃષ્ટિ થઈ. પ્રમાદીના ઘેર ગંગા પોતાની મેળે ઉતર્યા. આજે આપના અહિં પધારવાથી મારા ઘરનું Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ધન્યકુમાર ચરિત્ર આંગણું પવિત્ર થયું. આજે મારો ધન્ય દિવસ છે, પણ આપે અહિં આવવાનો આ શ્રમ શા માટે ઉઠાવ્યો ? મને આદેશ કર્યો હોત તો હું આપને મળવા આવત !' આમ વિજ્ઞપ્તિ કરીને ધન્યકુમાર બોલ્યા. એટલે અભયકુમાર ધન્યકુમારનો હાથ ખીંચીને તેમને પોતાની સાથે જ આસન ઉપર બેસાડવા લાગ્યા અનો બોલ્યા : ભાગ્યશાળી ! આ પ્રમાણે બોલો નહિ ! તમે તો અમારા માટે લૌકિક અને લોકોત્તર બન્ને રીતે પૂજનિક છો. લૌકિક સંબંધમાં તો તમે અમારી સાથે સગપણથી જોડાયેલા છો અને લોકોત્તર સંબંધમાં તો જિનેશ્વર ભંગવતની આજ્ઞાને ધારણ કરી તેથી અલંકૃત થયેલા છો, વળી અનેક લોકોને અને અમને પણ ઉપકાર કરનારા છો. તેથી હે મહાભાગ્ય ! તમારાં દર્શન કરીને આજે હું કૃતકૃત્ય થયો છું.” - જે જિનેશ્વરની આજ્ઞા પાળવામાં તત્પર છે, અને દ્રઢભક્તિવંત છે તે મોક્ષના અભિલાષી ધર્માત્મા તો પૂજ્ય જ ગણાય છે. લૌકિક સંબંધનો જે સ્નેહ તે તો સંસારની વૃદ્ધિ હેતુભૂત છે અને લોકોત્તર સંબંધ વડે થયેલો સ્નેહ મોક્ષના હેતુભૂત અને સમ્યકત્વ પવિત્ર થવાના કારણભૂત છે, તેથી તમે અમારે માટે બન્ને રીતે પૂજ્ય છો. તેથી આ રાજ્યવૃદ્ધિ, આ સમૃદ્ધિ અને હું તે સર્વને તમારે પોતાના જ ગણવા, તેમાં જરા પણ સંદેહ કરવો નહિ.” મંત્રીશ્વર અભયકુમારની આવી મધુર વાણીને સાંભળીને ધન્યકુમારે કહ્યું: “મંત્રીરાજ! આપના જેવા સજ્જનો તો ગુણોથી ભરેલા હોય છે, કૃપાળુ હૃદયવાળા, કૃતજ્ઞ અને પારકાના પરમાણુ જેવા નાના ગુણને પણ પર્વત જેવા મોટા કરીને બતાવનારા હોય છે. અલ્પ ગુણવાનોમાં સજ્જન પુરૂષો મોટાઈનો Page #196 -------------------------------------------------------------------------- ________________ ધન્યકુમારને ઘરે અભયકુમાર ૧૮૭ આરોપ કરે છે. હું તો કોણમાત્ર છું ? હું તો એક સામાન્ય ગૃહસ્થ છું, મારાથી શું થઈ શકે તેમ છે ? અપાર પુન્યની ઋદ્ધિથી ભરપૂર એવા આપના પુન્યથી જ સર્વ કાર્યો સિદ્ધ થઈ શકે છે. સેવક પુરૂષો જે જય મેળવે છે તે સ્વામીનું જ પુણ્ય છે.” આ રીતે પરસ્પર પ્રશંસા કરવાવડે પરસ્પરનાં હૃદયનું આવર્જન કરવાથી અતિશય ગાઢતર રાગ અને પ્રેમસંબંધ બંને વચ્ચે થઈ ગયો. તે દિવસથી હંમેશાં મળવું, જિનયાત્રાદિ સાથે કરવા જવું, રાજ્યસભામાં સાથે બેસવું, વન-ઉપવનાદિ સાથે જોવા જવું-આ પ્રમાણે બધાં કૃત્યો તેઓ સાથે જ રહીને કરતા હતા. કોઈ પણ કાર્યની વ્યગ્રતાથી કોઈ દિવસ બન્નેનો મેળાપ ન થાય તો તે દિવસ બન્નેને મહાદુઃખ ઉપજાવનાર થતો હતો. આમ મહામાત્ય અભયકુમાર, પુણ્યશાલી ધન્યકુમાર સાથે પ્રીતિ તથા મિત્રતા ધારણ કરીને સુખ અનુભવવા લાગ્યા. એક દિવસે રાત્રિના વખતે શય્યામાં સૂતેલા અભયકુમારે વિચાર્યુંઃ “અહો ! મેં જ્યારે ઉજ્જયિની છોડ્યું ત્યારે પ્રદ્યોતન રાજા પાસે એક પ્રતિજ્ઞા કરી છે, હજુ સુધી મારી એ પ્રતિજ્ઞા પૂર્ણ થઈ નથી, તે વખતે કહેલા વાક્યની પ્રતિપાલના કરવી તેમાં જ પુરૂષત્વ છે, તે પ્રતિજ્ઞા પરિપૂર્ણ થાય તેવો ઉદ્યમ કરવો જરૂરનો છે.” પછી સવાર થઈ ત્યારે રાજા તથા ધન્યકુમાર પાસે તે સર્વ હકીકત નિવેદન કરીને તે માટે અભયકુમાર સઘળી તૈયારી કરવા લાગ્યા. પ્રથમ તો ઉત્તમ શરીરવાળી, તરૂણ, સોળ વર્ષ લગભગની વયવાળી, પુરૂષોને રંજન કરવાની કળામાં અતિશય નિપુણ, નેત્ર મુખાદિના હાવભાવ, વિભ્રમ, કટાક્ષ તથા આકર્ષણ કળામાં Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ધન્યકુમાર ચરિત્ર અપ્સરાઓને પણ જીતે તેવી, રૂપ તથા યૌવનથી લચી પડતી એવી બે મનોહર કોકિલ કંઠવાળી વેશ્યાઓને તેણે તે કાર્ય પાર પાડવા માટે રાખી લીધી. વળી મુખ, નેત્રાદિકના વિલાસોથી પ્રદ્યોતનરાજાને લગભગ મળતી આકૃતિવાળો એક પુરૂષ પણ અભયકુમારે શોધી કાઢ્યો. તે સર્વને ઘણું ધન આપીને ભવિષ્યમાં શું કરવાનું છે તે બધું છાની રીતે શીખવી દીધું; ત્યાર પછી માળવામાં વેચી શકાય તેવાં કરિયાણા, ઉત્તમ વસ્ત્રો અને વિવિધ પ્રકારનાં રત્નો ખરીદી લીધાં; તે બધાં ખરીદીને અનેક ગાડાં, ઉંટ તથા બળદો વગેરે ઉપર યથાયોગ્ય રીતે તે ગોઠવ્યાં વળી દેશાંતરની ભાષામાં કુશળ તથા તેવી જાતના વેશ પહેરવાવાળાં માણસો તૈયાર કર્યા. પોતે પણ તેવો જ વેષ ધારણ કર્યો. આ રીતે સર્વ સામગ્રી તૈયાર કરાવીને અને રાજ્યનો ભાર બધો ધન્યકુમારને માથે રાખીને શ્રેણિક મહારાજાની આજ્ઞા લઈને ઉત્તમ દિવસે શુભ મુહૂર્ત શુભ શુકનોથી ઉત્સાહિત થયેલા અભયકુમારે રાજગૃહીથી માળવા દેશ તરફ પ્રયાણ કર્યું. Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૪ માલવેશ્વરનાં રાજગૃહીમાં આતિથ્ય-સત્કાર અને વિદાય અભયકુમારે બુદ્ધિપ્રપંચવડે માલવેશ્વર ચંડપ્રદ્યોતનનો મદ અને દંભ ગાળી નાખ્યો અને પછી માનભેર પ્રદ્યોતન રાજાને રાજગૃહી લાવ્યા. તે સમયે મગધેશ્વર મહારાજા શ્રેણિક અને મંત્રીશ્વર અભયકુમારે બહુમાન દેખાડવા માટે પ્રદ્યોતનરાજાને આગળ કરીને નગરના દ્વારમાં પ્રવેશ કરાવ્યો. સુવર્ણ, રૂપાનાણું તથા ફૂલોથી તેમને વધાવ્યા અને બંદીજનોને ઇચ્છિત દાન આપ્યું. ત્રિપથ, ચતુષ્પથ, મહાપથ, રાજપથાદિકમાં બે, ત્રણ, ચાર, પાંચ, થાવત્ સાત માળવાળા દેવના આવાસ જેવાં મકાનો અને આવાસો તથા મંદિરો જોતાં, અનેક શ્રેષ્ઠીઓ, વ્યાપારીઓ, રાજપુરૂષો અને અનેકાનેક પ્રજાજનોના પ્રણામાદિ સ્વીકારતાં અનુક્રમે તેઓ સર્વે રાજદ્વાર પાસે આવ્યા. એટલે વાહન ઉપરથી ઉતરી શ્રેણિક રાજાએ બહુમાનપૂર્વક પ્રદ્યોતનરાજાને રાજદ્વારમાં પ્રવેશ કરાવ્યો. તે વખતે અંતઃપુરમાં રહેલા સ્ત્રીવર્ગે મણિ તથા મુક્તાફળથી પ્રદ્યોતનરાજાને વધાવ્યા. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૯) ધન્યકુમાર ચરિત્ર પછી બંને રાજાઓ હાથમાં હાથ મિલાવીને રાજસભામાં આવ્યા. પરસ્પર અતિ આગ્રહથી શિષ્ટાચાર સાચવતાં બંને જણા સમાન આસન ઉપર બેઠા. આ અવસરે રાજ્યના માન્ય અધિકારીઓ, તથા ધન્યકુમાર ઇત્યાદિ પ્રતિષ્ઠિત શ્રેષ્ઠીઓ માલવેશ્વર ચંડપ્રદ્યોતનને લુંછણું કરી, ભેટ ધરી, તેમ જ પ્રણામ કરીને યથાયોગ્ય સ્થાને બેઠા. તે સમયે પ્રદ્યોતનરાજાએ ધન્યકુમારને ઓળખ્યા, એટલે કહ્યું: “ધન્યકુમાર ! તમે અમારાથી દૂર કેમ રહ્યા કરો છો ? અમે કાંઈ તમારો અનાદર કર્યો નથી, તેમ તમારું વચન પણ ઉલ્લંધ્યું નથી, કે જેથી સિદ્ધપુરૂષની જેમ અલક્ષ્યપણે-સ્પષ્ટ ન દેખાઓ તેવી રીતે તમે રહો છો ! અમે તો તમારા ગયા પછી તમને બહુ પ્રકારે શોધ્યા, પણ કોઈ સ્થળે તમને દેખ્યા નહિ. તમારા વિરહથી અમને તો મોટું દુઃખ થયું હતું, તે બધું કેટલું વર્ણવું ? તમે તો ત્યાંથી અહીં આવીને મગધેશ્વરનું નગર શોભાવ્યું જણાય છે. તમે અમારે ત્યાંથી નીકળ્યા પછી કોઈની સાથે એક કાગળ પણ મોકલ્યો નહિ, કે સંદેશો પણ કહેવરાવ્યો નહિ. આપણો લોકોમાં કહેવાતો સ્વામિ-સેવકભાવ માત્ર કથનમાં જ રહ્યો, મારા મનમાં તો તમે આપત્તિના સમયમાં અદ્વિતીય સહાયક થનાર હતા, મારા બંધુ તુલ્ય હતા. અને પ્રગટ કહેવા યોગ્ય અને નહિ કહેવા યોગ્ય વાતો કહેવાનું સ્થળ હતા. આવા સ્નેહસંબંધમાં તમારી આટલી ઉદાસીનતા દોષપાત્ર કેમ ન કહેવાય? આ ઉત્તમ જનોની રીત નથી.” આવા સ્નેહગર્ભિત પ્રદ્યોતનરાજાનાં વચનોને સાંભળીને ધન્યકુમારે ઉભા થઇ તેમને પ્રણામ કર્યા અને હાથ જોડીને કહ્યું: મહારાજ ! આપે જે કહ્યું તે સત્ય જ છે. હું આપનો અપરાધી Page #200 -------------------------------------------------------------------------- ________________ માલવેશ્વરનું રાજગૃહિમાં આતિથ્ય સત્કર.... ૧૯૧ છું, દોષને પાત્ર છું, તે મારો દોષ સ્વામીએ ખમવો એવી મારી વિનંતી છે. આપની કૃપાનું વર્ણન હું મારા એક મુખથી કહેવાને કેવી રીતે સમર્થ થઈ શકું ? આપની કૃપા તો મને હંમેશાં યાદ આવે છે. હું ઉજ્જયિની છોડીને જે બહાર નીકળ્યો, તે મારાં અશુભોદયનાં કારણે, તેમાં આપને કાંઈ પણ દોષ દેવા જેવું છે જ નહિ. કર્મની ગતિ વિષમ છે. ત્યારપછી અનેક દેશ-દેશાંતરમાં ભમતાં ભમતાં જુદા જુદા સ્થાને રહેવાની વ્યગ્રતા, મનની અસ્તવ્યસ્તતા, અધિક અધિક વાત્સલ્ય કરવા છતાં ઉપેક્ષા, પરાધીનપણું અને આપની રજા વગર ચાલી નીકળ્યો તેથી થતી શરમ-ઈત્યાદિ કારણોથી આ બાળકની તે તે સ્થળનાં અન્ન-પાણી લેવાની ઈચ્છા વધી નહિ. વળી કર્માનુસાર અજ્ઞોદકના સંબંધથી તથા ક્ષેત્રસ્પર્શનાના યોગની પ્રબળતાથી હું અહિં રાજગૃહીમાં આવ્યો. મગધાધિપતિ મહારાજની કૃપાવડે હું અહીં આનંદથી રહું છું, આપની જેમ જ શ્રેણિક મહારાજાની પણ મારા ઉપર બહુ કૃપા છે.” પ્રદ્યોતનરાજાએ મગધાધિપની પાસે જઈ જરા હસીને માથું ધુણાવીને કહ્યું : “અહો ! વશીકરણ કરવાની તમારી કળા બહુ ઉત્તમ દેખાય છે કે જેથી બે હાથવડે છાયા કરીને રાખેલા અને રાજ્યના સાતે અંગોની ધુરાને ધારણ કરનારા ધન્યકુમારને અમે કહ્યા, છતાં પણ તેઓ અમને છોડી દઈને વગર બોલાવ્યા તમારી પાસે આવીને રહ્યા છે. તેઓ અમારા રાજ્યના અલંકારભૂત હતા, તેને તમે કોઈ વિશિષ્ટ ઉપાયથી વશીકરણ પ્રયોગવડે એવા વશ કરી લીધા છે કે જેથી તે અમારું નામ પણ સંભારતા નથી અને અહીં સ્થિર થઈને રહે છે. તેઓ સ્વપ્નમાં પણ બીજે જવાની ઈચ્છા કરતા નથી, તેથી આમાં તો તમારી કોઈ અભુત કળા દેખાય છે. જે રાજા ડાબી અને જમણી બંને બાજુએ બુદ્ધિના નિધાન એવા અભયકુમાર અને ધન્યકુમારને રાખે છે તેને કોનો Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ કુમાર ચરિત્ર ભય રહે ? તેના રાજ્યમાં કયું દુઃખ હોય ? તમે તો પ્રબલ ભાગ્યશાળી છો.’ પ્રદ્યોતનરાજાનું આ કથન સાંભળીને મગધાધિપે કહ્યું : ‘મહારાજ ! આપે જે કહ્યું તે બરોબર છે, કારણકે જ્યારે આપે અભયને ત્યાં રાખ્યો ત્યારે આ ગામમાં જે ઉલ્લંઠો અને ધૂર્તો હતા તે બધા સજ્જ થઇને સમગ્ર નગરમાં વિટંબના કરવા લાગ્યા. એક ધૂર્તે તો પટકળા તથા વચન રચનાવડે મને પણ ચિંતારૂપી ખાડામાં પાડ્યો હતો, તેને જીતવાને કોઈ સમર્થ નહોતું, તે સમયે આ બુદ્ધિશાળીએ બહાર આવીને ધૂર્તનો પરાજય કર્યો, અને મને નિશ્ચિંત કર્યો. મારા રાજ્યની આબરૂ સાચવી. મેં પણ મારી કન્યા ધન્યકુમારને આપીને સ્નેહસંબંધવડે તેમને બાંધીને રાખેલા છે, તો પણ વચમાં કેટલાક વખત સુધી મને તથા ધન કુટુંબાદિક સર્વને ત્યજી દઇને તેઓ કાંઇક ચાલ્યા ગયા હતા, તેથી આપને પણ મનમાં ઓછું લાવવા જેવું નથી.’ ત્યારપછી કેટલોક સમય વહી ગયો ત્યારે પાંચ કન્યા પરણીને મોટી વિભૂતિ સહિત તેઓ અહીં પાછા આવ્યા છે. ત્યારપછી અભય પણ અહીં આવ્યો. તમારી સાથેના સંબંધની વાત કોઇ દિવસ પણ તેમણે મને કહી નથી. તેથી મહારાજે આજે એવી શિખામણ એને આપવી કે જેથી ફરીથી એવું ન કરે!” પ્રદ્યોતનરાજાએ કહ્યું : મગધાધિપ ! હવે તે તેવું કરશે જ નહિ. વશીકરણ કરવામાં કુશળ એવા તમારા અને અભયકુમારના સ્નેહપાશમાં બંધાયેલા તે હવે બીજે કાંઈ જશે જ નહિ એવો મને દૃઢ વિશ્વાસ છે.’ આ પ્રમાણે સભામાં બેઠેલા પ્રદ્યોતનરાજાએ તથા શ્રેણિકે ધન્યકુમારની પ્રશંસા કરી. અવસર થયો એટલે સભાજનોને Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ માલવેશ્વરનું રાજગૃહિમાં આતિથ્ય સત્કર..... વિસર્જન કર્યા અને બંને મહારાજાઓ ધન્યકુમારને સાથે લઈને રાજ્યમંદિરમાં ગયા. રાજ્યમંદિરના મધ્ય ભાગમાં રાજસેવકોએ વિવિધ પ્રકારની સ્નાન, મજ્જન તથા ભોજનાદિ સામગ્રી તૈયાર કરી રાખી હતી. તેનો ઉપભોગ કરવાની તેઓએ વિનંતી કરી; એટલે તે બંનેએ ધન્યકુમાર તથા અભયકુમારની સાથે સ્નાન અને મજ્જન માટે સહસ્ત્રપાક અને લક્ષપાક તૈલાદિકથી મર્દન કરાવીને પુષ્પાદિકથી સુગંધિત કરેલા શુદ્ધ પાણીવડે સ્નાન કર્યું. દૂર દેશથી આવેલા અતિ અદ્દભુત તથા ભવ્ય એવાં રેશમી વસ્ત્રો ધારણ કર્યા. સર્વપ્રકારના અલંકારો પહેર્યા. અને રાજ્યના અનેક સામંતોથી પરવરેલા તેઓ ભોજનમંડપમાં આવ્યા. અને યથાયોગ્ય ઉત્તમ આસનો ઉપર તેઓ બેઠા. અનેક પ્રકારની સુખડીઓ તથા મીઠાઇઓ ત્યારબાદ તેઓનાં ભોજનથાળમાં પીરસવામાં આવી. તે રસવતીનો આસ્વાદ લઈને શુદ્ધ પાણીથી મુખ શુદ્ધિ કરીને તેઓ રાજમહેલના અંદરના ભાગમાં આવી સુખાસન પર બેઠા. ત્યાં પાંચ પ્રકારના સુગંધીવાળા તાંબુલના બીડાં, લવીંગ, એલચી સહિત આરોગીને મુખશુદ્ધિ કરી રાજસભામાં આવીને સિંહાસન ઉપર બેઠા, અને ગીત ગાનકળામાં કુશળ અનેક પુરૂષોએ કરેલા ગાયનાદિ તેઓએ સાંભળ્યા. યોગ્ય અવસરે મોટા આડંબરપૂર્વક તેઓ નગરની બહાર આનંદ કરવા ગયા. તે સ્થળે અનેક પ્રકારના વિલાસો કરવાપૂર્વક પુષ્પના સમૂહની શોભા જોઇને, ઘોડાઓને ખેલાવીને આનંદ કરી મોટા આડંબરપૂર્વક મગધેશ્વર માલવપતિ મહેલ તરફ પાછા આવ્યા. સાંજે પણ યથારૂચિ ખાનપાનાદિક લઇને રાત્રે ગંધર્વોએ ગાયેલા ગાયનો સાંભળી સુખશધ્યામાં નિદ્રા લેવા માટે સુઈ ગયા. Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ધન્યકુમાર ચરિત્ર સવારે પ્રભાતિક રાગો વગાડતાં વાજીંત્રોના શબ્દો સાંભળીને નિદ્રાને ત્યજી દઈ, પ્રભાતનાં કૃત્યો કરીને ફરી રાજસભામાં આવ્યા. આ પ્રમાણે નવાં નવાં વસ્ત્રો, અલંકારો, વાહન, ગીત, વાજીંત્ર, અદ્ભુત રસોઈ વગેરેની ગોઠવણીથી ઘણી ઘણી રીતે શ્રેણિક રાજાએ મહારાજા ચંડપ્રદ્યોતનો સત્કાર કરીને પરસ્પરની પ્રીતિલતામાં વૃદ્ધિ કરી; વળી હંમેશાં નિઃશલ્યપણે હૃદયમાં રહેલી ગુપ્ત વાર્તાઓ કહીને બંધાયેલી પ્રીતિને વિશેષ દૃઢ કરી. તેઓએ અન્યોઅન્ય કોઇ પણ જાતનો આંતરો રહેવા દીધો નહીં. આમ અનેક પ્રકારની સેવા કરીને પ્રદ્યોતનરાજાને પ્રસન્ન કર્યા, જેથી બંનેનું એક રાજ્ય હોય તેમ બંનેને બહુ સ્નેહસંબંધ થયો આમ દિવસો ઉપર દિવસો આનંદમાં વીતવા લાગ્યા. કેટલાક દિવસો વીત્યા બાદ પ્રદ્યોતનરાજાને પોતાના દેશ માલવ પ્રત્યે જવાની ઈચ્છા થઇ. ‘ગુપ્ત રીતે મારે અહીં આવવાનું થયું છે, તેથી હવે ઘેર જવું તે શ્રેષ્ઠ છે.' તેમ વિચારીને પ્રદ્યોતનરાજાએ શ્રેણિકરાજાને કહ્યું : ‘રાજન્ ! સજ્જનની સંગતિમાં જતા કાળની ખબર પડતી નથી; તમારો, ધન્યકુમારનો તથા અભયકુમારનો વિરહ કોણ ઇચ્છે ? પણ શું કરૂં ? ઉજ્જયિનીનું રાજ્ય સૂનું પડ્યું છે, કોઇને સોંપીને આવ્યો નથી; વળી છળવડે હું અહિં અપહરણ કરીને લવાયો છું. તેથી લોકો પણ અનેક પ્રકારની વાતો કરતા હશે ? માટે હવે આપ મને જવાની સમ્મતિ આપો, કે જેથી હું સ્વદેશમાં જાઉં.' આમ અનુજ્ઞા માગ્યાં છતાં મગધેશ્વર શ્રેણિકે અને અભયકુમારે આગ્રહ કરીને કેટલાક દિવસો સુધી તેમને વધારે રાખ્યા. Page #204 -------------------------------------------------------------------------- ________________ માલવેશ્વરનું રાજગૃહિમાં આતિથ્ય સત્કર..... ૧૯૫ ફરીવાર પ્રદ્યોતનરાજાએ જવાની રજા માંગી, ત્યારે શ્રેણિકે જવાની તૈયારી કરાવી; અનેક હાથી, ઘોડા, રથ, અભૂષણ તથા વસ્ત્રાદિક આપીને તથા વિવિધ પ્રકારના જુદા જુદા દેશોમાં ઉત્પન્ન થયેલા પદાર્થો ભેટ કરીને તેમને સંતોષી મોટા આડંબરપૂર્વક જવાની અનુજ્ઞા આપી. ધન્યકુમારે પણ પ્રથમ કોઈ વખત નહિ જોયેલાં તેવાં વસ્ત્રો, તથા અભૂષણો પોતાના એક વખતના સ્વામી મહારાજા ચંડપ્રદ્યોતનને ભેટ ધર્યા. ત્યારપછી પ્રદ્યોતનરાજા, ધન્યકુમાર તથા અભયકુમારના ગુણોનું વર્ણન કરતાં રાજગૃહીથી ભવ્ય વિદાયમાન સાથે નીકળ્યા. મગધપતિ શ્રેણિક, ધન્યકુમાર, અભયકુમાર ઇત્યાદિ અધિકારીઓ ઘણા રાજસેવકો તથા નગરજનો વળાવવા માટે કેટલીક ભૂમિ સુધી સાથે ગયા. તે સ્થળે અભયકુમારે પોતે કરેલ અપરાધની ફરીથી ક્ષમા માંગી. આંખમાં આંસુ લાવીને પ્રદ્યોતનરાજા બોલ્યા : “મને તો તારો દંભરચનાનો પ્રકાર સુખ માટે થયો, પણ હવે તારો વિયોગ દુઃખ માટે થાય છે.” અભયકુમારે તે સાંભળીને કહ્યું : “સ્વામિન્ ! ફરીથી હું આપના ચરણારવિંદનાં દર્શન કરવા માટે જરૂર આવીશ. મને પણ આપ પૂજ્યનાં ચરણનો વિરહ બહુ દુષ્કર લાગે છે, પણ હું શું કરું? રાજ્યના ભારથી દબાયેલો હું બહાર નીકળવા સમર્થ થઈ શકતો નથી, તેથી સેવક ઉપર વિશેષ કૃપા રાખજો.” પરસ્પર સ્નેહ દેખાડતાં અને નમસ્કાર કરતાં બહુ સૈન્યના પરિવારવડે પરવરેલા પ્રદ્યોતનરાજા ઉજ્જયિની તરફ ચાલ્યા. રાજગૃહીથી નીકળેલ મહારાજા ચંડપ્રદ્યોતન ઉતાવળા-ઉતાવળા પ્રવાસો ખેડતા ક્ષેમકુશલ જલ્દી ઉજ્જયિની નગરીમાં પહોંચ્યા. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૫ વન્યકુમાર બાંધવોને સન્માને છે જ્યારે ધન્યકુમાર કૌશાંબી નગરીમાંથી કુટુંબલેશના કારણે છેલ્લી વખતે નીકળ્યા હતા, ત્યાં તે સમયે તેઓએ પોતાના પિતા ધનસાર અને ત્રણ મોટાભાઈઓ ધનદત્ત, ધનદેવ તથા ધનચંદ્રને સઘળી સંપત્તિ, વૈભવ અને ૫૦૦ ગામો ઇત્યાદિ બધું ભળાવ્યું હતું. ત્યાંથી આવીને અહીં રાજગૃહીમાં તેઓ, પોતાના ધર્મબંધુ અભયકુમાર મંત્રીશ્વર સાથે રહી, આનંદપૂર્વક દિવસો વ્યતીત કરતા હતા. કૌશાંબીમાં ધન્યકુમારના ત્રણ ભાઈઓ ધન્યકુમારે મેળવેલ તથા આપેલ પાંચસો ગામમાં પોતાનાં અભાગ્યના કારણે કોઈ રીતે તેમનાથી કોઈને શાંતિ રહેતી નહિ. તે વખતે શનિના ગ્રહની દૃષ્ટિની જેમ તેઓની આજ્ઞામાં રહેલા ગામોમાં ભાગ્યહીનપણાથી બીજાં ગામોમાં વરસાદ થાય તો પણ થતો નહિ. ‘ભાગ્યયોગ સીધો હોય ત્યારેજ ઈચ્છિત મેઘવૃષ્ટિ થાય છે.” તેવી સ્થિતિ થવાથી તે ગામમાં રહેવાવાળા કેટલાક લોકો વરસાદના અભાવને લીધે પોતાની આજીવિકા ચલાવવા માટે તથા Page #206 -------------------------------------------------------------------------- ________________ ધન્યકુમાર બાંધવોને સન્માને છે ૧૯૭ પોતાના ઢોર-ઢાંખર ઇત્યાદિની આજીવિકા માટે જેવી રીતે ફળ રહિત વૃક્ષોને છોડી દઇને પંખીઓ અન્ય વૃક્ષમાં વાસ કરવા જાય તેવી રીતે બીજા બીજા ગામોમાં જવા લાગ્યા. તૃણ તથા ધાન્યનો ક્ષય થવાથી ઉદરપૂર્ત્તિના અભાવે જેવી રીતે સરોવરમાં પાણીના અભાવે માછલાં વગેરે જળચર જીવો મરી જાય છે, તેવી રીતે હાથી, અશ્વાદિક પશુઓ કોઇ ક્ષુધાથી, કોઈ તૃષાથી, કોઇ દુષ્કાળમાં ઉત્પન્ન થયેલા રોગાદિકથી મૃત્યુ પામવા લાગ્યા. ખરે જ પૂર્વસંચિત સુકૃત્ય સિવાય પ્રાપ્ત થયેલી સંપદાનું રક્ષણ કરવાને કોઇ સમર્થ નથી. ધનદત્તના આદિ સેવકો પણ આજીવિકા નહિ મળવાથી તેમને ત્યજી દઇને બીજે ચાલ્યા જવા લાગ્યા. ઉપરાઉપરી દુષ્કાળો પડવાથી ક્ષુધાતુર થયેલા ભિલ્લાદિકોએ તે ત્રણે ભાઇઓની આજ્ઞામાં રહેલા સર્વ ગામોને લૂંટવા માંડ્યા. આમ ગામોને લૂંટાતા સાંભળીને કોઇ પણ સાર્થવાહ તે રસ્તે પોતાનો સાર્થ લઇને પણ નીકળતો નહિ. કોઈની પણ અવરજવર નહિ થતાં લોકો કોની સાથે ક્રયવિક્રય કરે ? તેથી વ્યાપારીઓ પણ ધનદત્તના ગામોને ત્યજીને અન્ય સ્થળોમાં જઇને વસ્યા. ચોર લોકો રાત્રે ખાતર પાડીને ઘર લૂંટતા હતા, તે ભયથી કેટલાકો તે ગામો છોડી દઇને બીજે નાશી જવા લાગ્યા. કેટલાક સામાન્ય વર્ગના ગરીબ માણસો મજૂરી કરીને આજીવિકા ચલાવનારા હતા, તેઓની પાસે વ્યાપારીઓના અભાવે મજૂરી કોણ કરાવે ? તેથી તેઓ પણ તે ગામો છોડીને નાશી જવા લાગ્યા. આમ નિર્ભાગ્યના યોગથી તેઓ સંપૂર્ણ નિર્ધન થઈ ગયા એટલે ધનદત્ત આદિ વિચારવા લાગ્યા; આપણે કૌશાંબીમાં Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ધન્યકુમાર ચરિત્ર શતાનિક રાજા પાસે જઈને સૈન્ય લાવી ભિલ્લાદિકને શિક્ષા કરીએ, કારણકે અહીંથી જતી વખતે ધન્યકુમારે તે રાજાને કહ્યું છે કે : “મારા ગામોનું તથા મારા કુટુંબીજનોનું આપત્તિમાં આપ રક્ષણ કરજો અને સહાય આપજો.” તે હેતુથી તેમની પાસે જઈ રાજ્ય સહાય લાવીને સુખેથી રહીએ.” આ વિચાર કરીને કૌશાંબીમાં જવાને તેઓ તૈયાર થયા. તે જ દિવસે કૌશાંબી નગરીમાં રાત્રીએ અકસ્માતુ અગ્નિનો ભય ઉત્પન્ન થયો, પ્રબળ વાયુથી પ્રેરાયેલ તે અગ્નિને શમાવવાને કોઈ સમર્થ થયું નહિ. તે અગ્નિના ઉપદ્રવથી ધનસારના ઘરમાં રહેલ સર્વ વસ્તુઓ ભસ્મીભૂત થઈ ગઈ, ઘરમાંથી કાંઈ પણ નીકળી શક્યું નહિ, માત્ર ઘણી મહેનતે ધનસાર અને તેની પત્ની બે જણા શરીર ઉપર પહેરેલા વસ્ત્ર સહિત જીવતાં બહાર નીકળ્યાં. કોઇના મુખેથી સવારે આ વાત સાંભળીને ધનદત્ત આદિ ત્રણે જણા ત્યાં આવ્યા તો સર્વે મહેલો અને નાના મોટા બધા આવાસો બળીને રાખ થઈ ગયેલા તેઓએ જોયા. તે જોઈને તેઓ બહુ ઉદ્વેગ પામ્યા; પરસ્પર એકબીજાનાં મોઢાં સામું જોતાં તેઓ નિઃશ્વાસ મૂકવા લાગ્યા. આથી મનમાં અતિશય દુઃખને ધારણ કરતાં ધનદત્ત, દેવ તથા ચંદ્ર તરફ જોઇને પિતા ધનસારે કહ્યું: “પુત્રો ! હવે તો બહુ થયું ! પાપના ઉદયથી આજે આ બધું ભસ્મીભૂત થઈ ગયું, તેથી હવે શું કરવું ? જેના પ્રબલ ભાગ્યથી અચિંતિત રીતે પણ જંગલમાં મંગલ થતું તે ધન્યકુમાર તો ઘર ભરેલું મૂકીને ચાલ્યો ગયો, તે હોત તો આવું થાત નહિ.” પિતાનાં આવાં વચનોને સાંભળીને, તથા લઘુબંધુ ધન્યની પ્રશંસા સાંભળીને તેઓને ક્રોધ ઉત્પન્ન થયો. અને કઠોર વચનો વડે વૃદ્ધ પિતાનો તિરસ્કાર કરતા તેઓ બોલ્યા : Page #208 -------------------------------------------------------------------------- ________________ ધન્યકુમાર બાંધવોને સન્માને છે ૧૯૯ જાણ્યું! જાણ્યું ! હજુ પણ તેના ઉપર તમને તેવું ને તેવું જ મમત્વ છે. જો તે તમારો ગુણવાન પુત્ર હતો તો તે તમને મૂકીને શા માટે ચાલ્યો ગયો? તમારી કૃતનતા પણ જણાઈ ગઈ, ભર પોષણ તો હજુ અમે કરીએ છીએ, છતાં પ્રતિક્ષણે સ્વેચ્છાચારી એવા તેની પ્રશંસા કર્યા કરો છો ? આ તો તમારો દૃષ્ટિરાગ અને તમારી ધૃષ્ટતા છે !” આમ ઈર્ષ્યાળુ એવા ધનદત્તે અને તેના બીજા ભાઇઓએ પોતાના સરલ તથા ગુણાનુરાગી પિતાની ભર્જના કરી. આ સ્થિતિમાં દિવસો ઉપર દિવસો પસાર થયા. અને સ્ત્રીઓનાં ઘરેણાં વગેરે જે કાંઈ હતું તે વેચીને તેઓ નિર્વાહ કરવા લાગ્યા. તેમ કરતાં ધીમે ધીમે જે કાંઈ હતું તેમાંથી પણ કાંઈક ખવાઈ ગયું. કાંઈક ચાલી ગયું, કાંઈક વેરવિખેર થઈ ગયું, તથા ભોંયમાં દાટેલું પૃથ્વીરૂપ બની ગયું. આમ થતાં રાજ્ય અને બળ નષ્ટ થવાથી એક રાત્રે સેંકડો ભિલ્લોએ એકઠા થઈને તેઓના ઘર ઉપર ધાડ પાડીને બાકી રહેલાં બધાં વસ્ત્રાભૂષણો લૂંટી લઈને ચાલ્યા ગયા. જ્યાં ઈર્ષ્યા હોય છે, ત્યાં પુણ્યબલ ક્ષણ થાય છે. તેથી તેઓ ધન વગરના તથા કપડા વિનાના થઈ ગયા. આ સંસારમાં જેટલા દિવસ સુધી પુન્યનો ઉદય રહે ત્યાં સુધી જ મનુષ્ય ઋદ્ધિ પૂર્ણ રહે છે, પણ પાપનો ઉદય થતાં અર્ધ ક્ષણમાં જ સર્વ ઋદ્ધિનો નાશ થઇ જાય છે, જેવી રીતે પાણીથી ભરવાની ઘડી પળ સુધી ભરાય છે, પણ પછી એક ક્ષણમાં ખાલી થઈ જાય છે; તેવીજ રીતે સંસારના સર્વ પદાર્થોની સ્થિતિ છે. જતે દિવસે આજીવિકાનો ઉપાય કાંઈ પણ રહ્યો નહિ, ત્યારે ઘરમાં તે ત્રણ બંધુઓ આમતેમ શોધવા લાગ્યા. શોધતાં શોધતાં એક વીંટી હાથ આવી. તે વેચીને તેઓ ત્યાંથી આજીવિકા માટે કુટુંબ સહિત નીકળ્યા. અને માળવદેશમાં ગયા. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૨00 ધન્યકુમારચરિત્ર તે સ્થળે કોઈ સ્થિતિસંપન્ન ખેડૂતને ત્યાં કામકાજ કરવા રહ્યા, અને નિર્વાહ કરવા લાગ્યા. ત્યાં રહેતા કાંઈક ધન મળ્યું. તેથી તેઓ પોતેજ થોડી જમીન લઈને ખેતીવાડી કરવા લાગ્યા. પછી નિર્વાહ થાય તેટલું ધાન્ય ઘરમાં મૂકીને બાકી રહેલા ધાન્યની ગુણો ભરી બળદો ઉપર લાદીને એક ગામથી બીજે ગામ અને એક નગરથી બીજે નગર તેઓ ભમવા લાગ્યા. પણ પુણ્યહીન હોવાથી ધાર્યો લાભ મળ્યો નહિ. વધુ લાભને ઇચ્છતાં તેઓ ફરતાં ફરતાં મગધદેશમાં રાજગૃહી નગરીમાં આવ્યા. તે નગરના મુખ્ય બજારમાં ધાન્યની ગુણો ઉતારીને અનાજના બજારને તેઓ શોધવા લાગ્યા. ત્યાં પણ અનેક દેશોમાંથી પુષ્કળ અનાજ વેચાવા આવેલ હોવાથી ધાન્ય સોંઘું થઈ ગયું છે, તેમ સાંભળીને તેઓ નિરાશ થઈ ગયા. ખરેખર ભાગ્યહીન આત્માઓને ધાર્યા કરતાં ઉલટું જ થાય છે; માટે જ કહેવાય છે કે, अन्यद्विचिन्त्यते लोकैर्भवेदन्यदभाग्यतः । कर्णे वसति भूषायोत्कीर्णे दरिद्रिणां मलः ॥ ભાગ્યહીન લોકો વિચારે છે. બીજું, પણ નિર્ભાગ્યતાને કારણે થાય છે. બીજું; શોભા માટે વધાવેલ કાન દરિદ્રને મેલ એકઠો કરવા માટે થાય છે.” આ રીતે હતાશ એવા તે ધનદત્ત આદિ ભાઈઓ બજારમાં ધાન્યને વેચવા બેઠા, પણ કોઈના સાથે ભાવની સરખાઈ આવી નહિ, તેથી તેમનો બધો માલ વેર-વિખેર બજારમાં પડી રહ્યો. તેવામાં વિવિધ પ્રકારના વાજીંત્રો જેની આગળ વાગી રહ્યા છે, આસપાસ પાયદળ અને ઘોડેસ્વારો વીંટળાઈ વળેલા છે, બંદિજનો અનેક રીતે જેની બિરૂદાવળી બોલી રહ્યા છે, તેવી સ્થિતિમાં અશ્વ ઉપર બેસીને મહારાજા શ્રેણિકની રાજસભામાં જવાને માટે ધન્યકુમાર તે રસ્તે નીકળ્યા. Page #210 -------------------------------------------------------------------------- ________________ ધન્યકુમાર બાંધવોને સન્માને છે ૨૦૧ તે પ્રસંગે આગળ ચાલતા સુભટોએ રસ્તામાં આડીઅવળી પડેલી અનાજની ગૂણોને વ્યવસ્થિ. કરવા ધનદત્તને આદેશ કર્યો. એટલે દીનવદને શોકાકુલ તે બધા ભાઈઓ રાજ્યભયથી ઉતાવળમાં પોતાના માલને ગોઠવવામાં રોકાઈ ગયા. દુર્દશા પામેલા કંગાલ જેવા પોતાના ભાઈઓ તરફ તે અવસરે અચાનક ધન્યકુમારની દૃષ્ટિ પડી. તેઓની આવી દશા જોઇને “આ શું?’ એમ સંભ્રમમાં પડીને ધન્યકુમાર વિચારવા લાગ્યા : “અરે ! આ મારા બંધુઓને રાજ્ય, ધન, સુવર્ણ, રૂપું વગેરે નવ પ્રકારના પરિગ્રહથી ભરેલાં ઘરો સાથે પાંચસે ગામોના અધિપતિપણા સહિત, અનેક સામંતો સુભટો, ગજ, અશ્વ, પાયદળ વગેરેથી સેવાતા મૂકીને હું આવ્યો હતો. અરે ! શું આટલા દિવસની અંદર જ તેઓની આવી સ્થિતિ થઈ ગઈ? આ કેમ સંભવે? અથવા તો કર્મની ગતિ વિચિત્ર છે ! દઢ રસથી બાંધેલા પૂર્વે કરેલા કર્મનો ઉદય રેડવાને કોઈ સમર્થ નથી, એવું શ્રી જિનેશ્વર ભગવંતનું વચન કોઈ દિવસ અન્યથા થતું જ નથી.” “માટે લોકમાં પણ કહેવાય છે કે,' कृतकर्मक्षयो नास्ति, कल्पकोटिशतैरपि । अवश्यमेव भोक्तव्यं, कृतं कर्म शुभाशुभम् ॥ કોડો કલ્પો જાય તો પણ કરેલા કર્મનો ક્ષય થતો નથી. શુભ અથવા અશભુ જે કાંઈ કર્મ કર્યા હોય તે અવશ્ય ભોગવવાં જ પડે છે.” ચક્રવર્યાદિકોએ પણ વિવિધ પ્રકારની દુર્દશા અનુભવી છે, તો આ મારા ભાઈઓની શી વાત ?' આમ ચિત્તમાં ચિંતવતાં ધન્યકુમારને ફરી વિચાર આવ્યો; “અરે ! હું આવા સાંસારિક સુખોથી પરિપૂર્ણ છું અને મારા બંધુઓ તથા તેમની પત્નીઓ આવી દુર્દશા અનુભવે તે હું કેવી Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ રીતે જોઇ શકું ?' આમ અંતરમાં રહેલા વડિલ બંધુઓ પ્રત્યેના અપૂર્વ ભક્તિભાવથી તેમણે પોતાના સેવકોને કહ્યું : ‘આ પરદેશી વ્યાપારીઓને મારશો નહિ, તેઓને આપણે ઘેર પ્રીતિપૂર્વક લઈ આવજો.’ તેમ કહીને ઘોડા ઉપર બેઠેલા ધન્યકુમાર પાછા વળ્યા, રાજસભામાં નહિ જતાં ઘર તરફ ચાલ્યા. ધન્યકુમાર ચરિત્ર પાછળ રહેલા ધન્યના સેવકોએ ધનદત્ત આદિ બંધુઓને કહ્યું: ‘ભાઈઓ ! અમારા સ્વામીના ઘેર ચાલો, અમારા સ્વામીએ આદેશ કર્યો છે કે તમને તેમને ઘેર લઈ જવા.' તે સાંભળીને તેઓ ભયભીત થયા, અને બોલવા લાગ્યા : અરે ! આ વળી અમને ઘેર લઇ જઇને શું કરશે ?' સેવકોએ તેમને કહ્યું : અરે ! ભય ધરશો નહિ. અમારા સ્વામી ઘેર આવેલાને કદિપણ દુઃખ આપતા જ નથી, ઊલટું તેનું સર્વ પ્રકારે દુઃખ ફેડી નાંખે છે.’ આમ કહેવા છતાં પણ તેઓ શંકાયુક્ત બનીને વિહ્વળતા પૂર્વક ધન્યકુમારના ઘેર ગયા. સેવકો તેમને દીવાનખાનામાં લઇ ગયા, અને તેઓએ વિજ્ઞપ્તિ કરીને ધન્યને કહ્યું : ‘આપના આદેશ અનુસાર આ સર્વને અમે અહીં લાવ્યા છીએ. તે સર્વ આપને પ્રણામ કરે છે.’ ધન્યકુમારે તેમના તરફ જોઇને કહ્યું : ‘કેમ ભાઇઓ ! ક્યા દેશમાંથી તમે આવો છો ?’ તેઓએ કહ્યું : ‘સ્વામી અમે માલવ દેશમાં રહીએ છીએ. આજીવિકાની પ્રાપ્તિ માટે ઘઉંની ગુણો ભરી બળદો ઉપર તેને લાદીને અહીં આવ્યા છીએ, પરંતુ અહીં તો ધાન્ય સોંઘું છે, તેથી લાભ થતો નથી, પણ ખોટ જાય છે.' Page #212 -------------------------------------------------------------------------- ________________ ધન્યકુમાર બાંધવોને સન્માને છે ૨૦૩ પ્રથમથી જ તમારો માલવદેશમાં વાસ છે, કે બીજા કોઈ દેશમાં રહેતા હતા.” - “અમે મૂળ તો બીજા દેશના રહેવાસી છીએ, માત્ર ઉદરવૃત્તિ માટેજ ત્યાં આવ્યા હતા.' પહેલાં ક્યાં રહેતા હતા ?' “સ્વામી ! કર્મની ગતિની શી વાત કરીએ ? જ્યાં ઉદરવૃત્તિ થાય તે જ સ્વદેશ ગણવો.” તમારા માતાપિતા જીવે છે ?” હા, તેઓ જીવે છે.” તેઓ ક્યાં છે ? જે ગામમાં અમે રહીએ છીએ તે ગામમાં અમારા માબાપ તથા સ્ત્રીઓ પણ છે, અમારી સાથે નથી.” ધન્યકુમારે વિચાર્યું : “અરે ! દારિત્ર્યના દુઃખથી પીડાયેલા એવા આ ત્રણે બંધુઓ પ્રત્યક્ષ પાસે ઉભેલા એવા મને પણ ઓળખતા નથી, ઊલટા મારાથી ભય પામે છે.” પછી ધન્યકુમાર ઉભા થયા, અને તે બંધુઓને આગળ કરી પ્રણામ કરીને કહ્યું: “શું મને ન ઓળખ્યો? હું તમારો નાનો ભાઈ ધન્ય.” - તે પ્રમાણે કહીને તેમને ધન્યકુમાર સન્માનથી ઘરમાં લઈ ગયા. સેવકો દ્વારા તેમને અભંગ, સ્નાન, મજ્જનાદિક કરાવ્યા, અતિ અભુત એવા વસ્ત્રાલંકાર પહેરાવ્યા, મોટા ભાઇઓને આગળ કરીને હર્ષપૂર્વક વિનય સહિત યથોચિત સ્થાને બેસી વિવિધ પ્રકારની અદ્ભુત રસોઈ સૌ સાથે જમ્યા. પછી હાથ ધોઈને ઘરના અંદરના ભાગમાં જઈ ભવ્ય આસન ઉપર તેમને બેસાડી, પંચ સુગંધીયુક્ત તાંબુલાદિક આપી, અતિ સત્કારપૂર્વક હાથ જોડીને કૌશાંબી છોડી ત્યારથી માલવદેશમાં આવ્યા ત્યાં સુધીનું સર્વસ્વરૂપ તેઓને પૂછ્યું. છે ઉપૂર્વક હાર પહેરાનાદિક Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૬ હાર્યા ન માન્યા, તે વાર્યા માન્યા ધન્યકુમારના પૂછવાથી ધનદત્તે પોતાના ગામો, ધન, ઋદ્ધિ, ઘર ઇત્યાદિનો જે વિનાશ થયો તે સર્વ હકીકત યથાસ્થિત કહી બતાવી, તે સાંભળીને ધન્યકુમારે તેઓને કહ્યું : પ્રિયબંધુઓ ! હવે પૂર્વે અનુભવેલું દુઃખ સંભારશો નહિ, ચિત્તની પ્રસન્નતાથી અહીં સુખપૂર્વક રહો. આ લક્ષ્મી, આ ઘર, આ અશ્વો, આ બળદો, આ રથો, આ વૈભવ બધું તમારું જ છે, હું પણ તમારો લઘુબંધુ છું, તેથી જે ઈચ્છા આવે તે ગ્રહણ કરો; કારણ કે જે લક્ષ્મી બંધુઓના ઉપભોગમાં ન આવે તે લક્ષ્મી વખણાતી નથી. ભરતી વેળાએ ઘણું જળ સમુદ્રમાં આવે છે, પણ કાંઠા ઉપર રહેલાને કશા ઉપયોગમાં આવતું નથી, તેવી રીતે ભાઈઓથી જે લક્ષ્મીનો ઉપભોગ લેવાતો નથી તે લક્ષમી નિરર્થક છે.” બંધુઓ ! તમે અહીં રહો, અને આ લક્ષ્મી દાન તથા ભોગ વડે ઇચ્છાનુસાર વાપરીને સદુપયોગ કરો. મારા હૃદયની આ ભાવનાને સમજીને તમે નિઃશંકપણે અહીં રહો.” વિનય તથા ભક્તિગર્ભિત ધન્યની વાણી સાંભળીને માનદોષથી દોષિત થયેલા તથા ઈષ્યથી જવલિત અંત:કરણવાળા Page #214 -------------------------------------------------------------------------- ________________ આશયવા જો તમદાર્થ, ગંભ હાર્યા ન માન્યા, તે વાર્યા માન્યા ૨૦પ તેઓએ જવાબમાં જણાવ્યું : “ભાઈ ! અમે લઘુ ભાઇના ઘરમાં રહેવા ઈચ્છતા નથી, કારણે કે ન્હાના ભાઇના ઘરમાં રહેવાથી અમારી મોટાઈમાં ખામી આવે. શું સૂર્ય શુક્રના ઘરમાં વાસ કરે તો હલકો કહેવાતો નથી ? તેથી બાપનું ધન વહેંચીને અમને આપો, એટલે અમે જુદું ઘર લઈને ત્યાં નિવાસ કરીએ.” આવી તદન ક્ષુદ્ર મનની અને અયોગ્ય વાત સાંભળવા છતાં પણ વિવેકી અને સરલ આશયવાળા ધન્યકુમાર પોતાના ઔચિત્ય, ઔદાર્ય, ગંભીરતા, આદિ ગુણોને પ્રકટ કરતાં બોલ્યા : જો તમારું અંતઃકરણ પ્રસન્ન રહેતું હોય તો તેમ કરો, હું તો તે રીતે પણ તમારા ચિત્તની પ્રસન્નતા માટે કરવા તૈયાર છું.' આ પ્રમાણે કહીને ઉદાર દિલના સજ્જન શિરોમણિ ધન્યકુમારે પોતાના મુખ્ય ભંડારીને બોલાવીને આજ્ઞા કરી : “આ ત્રણે પૂજ્ય વડીલ બંધુઓને દરેકને ચૌદ-ચૌદ ક્રોડ સુવર્ણ આપો.' તે સાંભળીને તેણે કહ્યું : “બહુ સારૂં, સ્વામીની આજ્ઞા મારે પ્રમાણ છે.” તેમ કહીને તથા પ્રણામ કરીને તે ત્રણેને ભંડારીએ કહ્યું : આવો, પધારો, સ્વામીની આજ્ઞાનુસાર ચૌદ ચૌદ સુવર્ણકોટી તમને આપું.” તેથી તેઓ ધન ગ્રહણ કરવા ભંડારીની સાથે ચાલ્યા. તે સમયે જે સભાજનો, પરિજનો તથા અન્ય લોકો ત્યાં બેઠેલા હતા, તેઓ ધન્યના ગુણોથી તથા બંધુઓના દ્વેષથી ચિત્તમાં ચમત્કાર પામ્યા, અને પરસ્પર બોલવા લાગ્યા : “એક તરફ આ ત્રણે બંધુઓનું માત્સર્ય તથા નિર્ધનતા એ બન્નેની કક્ષા; તથા બીજી બાજુ ધન્યકુમારનો બંધુસ્નેહ તથા ઉદારતા એ બન્નેની કક્ષા, એનો વિચાર કરો ! આ જગતમાં પોતાનું અગર પારકું ધન ગ્રહણ કરવાને તો સર્વ ઈચ્છે છે, તેવા તો ઘણા હોય છે, પરંતુ જેઓ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ધન્યકુમાર ચરિત્ર પોતાની ભુજાના બળથી ઉપાર્જન કરેલ ક્રોડોની સંપત્તિને પોતાના અપકારી તથા ઈષ્યભાવમાં બળતા ભાઈઓને હૃદયના સભાવથી આપી દે છે, તેવા બહુ દુર્લભ હોય છે. ખરેખર ધન્યકુમાર ધન્ય છે. મહાપુણ્યશાલી છે.” ધન્યની આજ્ઞાથી ભંડારીએ ત્રણે બંધુઓને પ્રત્યેકને ચૌદ ચૌદ ક્રોડ સોનામહોરો આપી. તે લઈને તેઓ બહાર નીકળતા હતા, તેવામાં હાથમાં મુગર ધારણ કરનારા તે ધનના અધિષ્ઠાયક દેવોએ વિર સુભટો ચોરોને રોકે તેવી રીતે કારમાં જ તરત જ તેમને રોક્યા, અને પ્રત્યક્ષ થઇને બોલ્યા : “અરે નિર્ભાગ્ય શેખરો ! અરે દુર્જનો ! અરે મૂર્ખાઓ ! પુણ્યવંત એવા ધન્યકુમારનું આ ધન તમે ભોગવવાને લાયક નથી. આ લક્ષ્મીનો ધન્ય અને ઉદારદિલ ધન્યકુમાર જ ઇચ્છાનુસાર ભોક્તા છે, જેવી રીતે સર્વ જલતરંગોનો ભોક્તા સમુદ્ર જ હોય તેવી રીતે આનો તે ભોક્તા છે, બીજો કોઈ નથી.” “શાસ્ત્રમાં પણ કહ્યું છે કે : “પ્રબળ પુન્યવંત હોય તેનાથી જ લક્ષ્મી ભોગવાય છે, જો તમે તેની સેવામાં તત્પર થઈ તેના પુણ્યની છાયા નીચે રહેશો, તો ઇચ્છિત સુખ મેળવશો પણ “ધન લઈને જુદા ઘરમાં રહી સ્વેચ્છાએ ધન ભોગવીએ.” એવી તમારી ઈચ્છા થશે તો તે સંપૂર્ણ થાય એવો દિવસ તો આવ્યો નથી, ને આવવાનો પણ નથી.” - “અરે જડ બુદ્ધિ મૂર્ખાઓ ! ચાર ચાર વખત અપાર ધન ત્યજી તમને આપી દઈને ધન્યકુમાર ચાલ્યા ગયા, પછી તે ધન કોણે ભોગવ્યું ? હજુ પણ તમને શિખામણ મળી નથી.” આ સંતપુરૂષોમાં શિખર સમાન ધન્યકુમારનો તમે અપરાધ કર્યો છે છતાં પણ તેનું સૌજન્ય મૂકતા નથી, છતાં તમે કતનીઓમાં અગ્રેસર અને નિર્લજ્જ છો કે ધન્યકુમારે કરેલા સેંકડો ઉપકારોને Page #216 -------------------------------------------------------------------------- ________________ હાર્યા ન માન્યા, તે વાર્યા માન્યા ૨૦૭ સર્વથા ભૂલી જાઓ છો. પણ જો તમારે સુખની ઇચ્છા હોય તો તેની પાસે રહી તેની સેવા કરો, તો જ તમારૂં શ્રેય થશે.’ ધન્યની સંપત્તિના અધિષ્ઠાયક દેવો કે જે ધન્યની પુણ્યાઇથી ખીંચાઇને વગર બોલાવ્યા તેમની સેવામાં રહે છે, તેમની રક્ષા કરે છે. તે દેવોનાં વચનો સાંભળીને તે ડિલ બંધુઓને હૃદયમાં કોઇ અદ્ભુત પ્રભાવ પડ્યો, પ્રતિબોધ પામ્યા. અને તે ધન મૂકી દઇને પાછા ફરી તેઓ ઘરમાં ગયા, અને ધન્યકુમારને કહેવા લાગ્યા : ‘વત્સ ! તું જ ખરો ભાગ્યવંત છે, તું જ ખરો ગુણનિધિ છે, અમે તો નિર્ભાગીમાં અગ્રણી છીએ, આજે દેવતાના મુખથી ઉપદેશ સાંભળી અમને પ્રતિબોધ થયો છે. અરે જગન્મિત્ર ! અત્યાર સુધી માત્સર્યથી ઘેરાયેલા અમોએ અંધકારથી ઘેરાએલા ઘુવડ પક્ષીઓ સૂર્યનો મહિમા ન જાણે તેમ તારો મહિમા જાણ્યો નહિ.’ હે બંધુ ! શરઋતુના ચંદ્રબિંબની સાથે ખદ્યોતના બચ્ચાં જેમ હરીફાઇ કરે તેમ નિર્ભાગી એવા અમે તારી સાથે નકામી સ્પર્ધા કરી. બુદ્ધિ, વિવેક તથા પુન્ય રહિત એવા અમોએ અંતરમાં અભિમાન વધી જવાથી કુળના કલ્પવૃક્ષ જેવા તને ઓળખ્યો નહિ. ચિંતામણિને કાચના કટકા તુલ્ય ગણ્યો, આ સર્વ અમારા અજ્ઞાનના વિલાસની તું ક્ષમા આપ ! તું તો ગુણરૂપી રત્નનો સમુદ્ર છે, અમે તો ખાબોચિયા જેવા ક્ષુલ્લક છીએ. અત્યાર સુધી તારી સાથે અમે જે જે પ્રતિકૂળ વર્તન કર્યું, તે સાંભરતાં અમને બહુ શરમ આવે છે અને તારી પાસે મોઢું શું દેખાડીએ એમ થઇ જાય છે.’ ડિલબંધુઓનાં શુદ્ધ હૃદયના પશ્ચાતાપપૂર્વકનાં વચનોને સાંભળીને ધન્યકુમારે વિનયપૂર્વક કહ્યું : ‘પૂજ્યો ! તમે મારા વડીલો છો. હું તો તમારો લઘુબંધુ તમારા સેવક જેવો છું. આટલા દિવસ સુધી મારા જ દુષ્કર્મનો ઉદય હતો, Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ધન્યકુમાર ચરિત્ર જેથી આપની કૃપા મારા ઉપર નહોતી. હવે મારા ઉપર આપની હૃદયપૂર્વકની પ્રસન્નતા થઇ, તેથી મારાં સર્વ મનોવાંછિત સફળ થયાં, હવે મારે કાંઇ પણ ઉણપ રહી નહિ. આ ધન, આ ઘર, આ સંપત્તિ બધી તમારી જ છે, હું પણ આપની આજ્ઞાનું પાલન કરનાર છું, તેથી આ ધનનો ઇચ્છાનુસાર, દાન, ભોગ, વિલાસાદિકમાં ઉપયોગ કરો, અહીં કાંઇ પણ ન્યૂનતા નથી, તેથી તમારા મનમાં જરા પણ શંકા લાવશો નહિ.’ આવાં વિનયપૂર્વકનાં મિષ્ટ વચનોવડે ધન્યકુમારે તે ડિલ બંધુઓને સંતોષ્યા. તેઓ પણ મત્સર રહિત થયા, અને ચિત્તની પ્રસન્નતાથી દાન અને ભોગમાં ધનનો વિલાસ કરવા લાગ્યા. ત્યાર પછી ધન્યકુમારે વડિલબંધુઓના અને પિતા ધનસારના વત્સદેશના નિવાસના ગામનું નામ-ઠામ પૂછીને પોતાના વિશ્વાસવાળા આપ્ત પુરૂષોને અનેક રથ, અશ્વ, પાયદળ વગેરે પરિવાર સહિત ત્યાં મોકલ્યા. તેઓ અતિ બહુમાનપૂર્વક ધન્યકુમારના માત-પિતા ધનસાર તથા શીલવતી તેમજ ડિલ ભોજાઇઓ ધનશ્રી, ધનદેવી, તથા ધનચંદ્રાને રાજગૃહી લઇ આવ્યા. રાજગૃહીના ઉપવનમાં તેઓ આવેલા છે, તેવા સમાચાર મળતાં મોટા આડંબર સહિત ધન્યકુમાર પોતાના ડિલબંધુઓ સાથે માતપિતાની સન્મુખ ગયા, અને માત-પિતાને નમસ્કાર કરીને દાન તથા માનપૂર્વક મહોત્સવ સહિત તેમનો નગરપ્રવેશ કરાવ્યો. અતિ ભક્તિવડે તેઓને ઘેર લઇ જઇ ભવ્ય આસન ઉપર બેસાડીને ચારે ભાઇઓએ ચાર પુરૂષાર્થ જાણે એકઠા થયા હોય તેમ એકઠા થઇને મા-બાપને નમસ્કાર કર્યા. તે સમયે વર્ષોથી કુટુંબકલહના કારણરૂપ ઈર્ષ્યાનો પ્રબલ અગ્નિ જેઓનાં અંતરમાં સળગતો હતો, અને હમણાં જેઓને પ્રત્યક્ષ ચમત્કાર જણાયા પછી, તે અગ્નિ શમી ગયો છે, એવા તે Page #218 -------------------------------------------------------------------------- ________________ હાર્યા ન માન્યા, તે વાર્યા માન્યા ધનદત્ત, ધનદેવ તથા ધનચંદ્રે પોતાના પિતાશ્રીને કહ્યું : ‘પિતાજી ! આટલા દિવસ સુધી આપનાં હિતશિક્ષાનાં વચનો અમે અંગીકાર કર્યાં નથી, ઊલટું કુળમાં કલ્પતરૂતુલ્ય નાના બંધુ ઉપર માત્સર્યભાવ ધારણ કર્યો છે, તેથી અમારા અતિશય દ્વેષના દોષથી જ અમને વારંવાર દુઃખ પ્રાપ્ત થયાં કર્યું છે. છેવટે દેવોએ અમને પ્રતિબોધ આપ્યો, ત્યારે જ અમારાં હૃદયમાં રહેલા અજ્ઞાન તથા ઇર્ષ્યાના દોષો નાશ પામ્યા છે. હવે તેનાજ ભાગ્યબળથી સુખસંપત્તિનો વિલાસ અમે કરીએ છીએ, આજ સુધી અમે આપની આજ્ઞાના ખંડનરૂપ મહાન અપરાધ કર્યો છે, તેથી આપ ક્ષમા કરશો.’ ધન્યકુમારે પણ બધું ઘર, ધન, સંપત્તિ વગેરે પિતાને સ્વાધીન કરી દીધું; પોતે નિશ્ચિંત થઇને ઉપકારી માત-પિતાની ભક્તિ કરવા લાગ્યા. ઉદારતા અને ઉપકારી વડિલોની ભક્તિ તે જ સંસારમાં રહેલા સજ્જનોનું કુળવ્રત છે. સમગ્ર નગરમાં ધન્યકુમારના ગુણનું વર્ણન થવા લાગ્યું તથા પ્રશંસા થવા લાગી. ૨૦૯ મગધેશ્વર મહારાજા શ્રેણિકે પણ ત્રણે પુત્રો સહિત ધનસાર શ્રેષ્ઠીને બોલાવીને વસ્ત્રાભૂષણાદિકથી તેમનો સત્કાર કરી તેમને બહુમાન આપ્યું. આ પ્રમાણે માતાપિતા અને બંધુઓ સહિત રાજાના જમાઇ અને ગુણોના સમૂહરૂપ તથા સર્વે લોકોમાં મનનીય ધન્યકુમાર સંપૂર્ણ સુખ ભોગવવા લાગ્યા. હૃદયમાં રહેલી નિર્મલ ધર્મશ્રદ્ધા, ઔદાર્ય તેમજ સૌજન્યવૃત્તિ ધન્યકુમારના જીવનમાં નિરંતર વૃદ્ધિ પામતી ધન, ધાન્ય, ઋદ્ધિ સમૃદ્ધિ આદિની સ્પર્ધાથી વધતી હતી. આમ કેટલોક કાળ આનંદમાં પસાર થયો. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ધન્યકુમારનો પૂર્વભવ મહાનુભાવો ! કર્મની ગતિ વિચિત્ર અને અનિર્વચનીય છે ! કર્મથી શું શું નથી થતું? જીવોની ગતિ, કર્મની પરિણતિ, પુદ્ગલ પર્યાયોનો આવિર્ભાવ તથા તિરોભાવ વગેરે જિનેશ્વરના આગમ વગર કોણ જાણવાને સમર્થ છે? હું ધન્યકુમારના પૂર્વભવને કહું છું. તે તમે ધ્યાન દઈને સાંભળોઃ “આ ભરતક્ષેત્રમાં પ્રતિષ્ઠાનપુર નગરમાં વિશ્વના દારિદ્રયથી જ ઘડાયેલી હોય તેવી એક અતિ દુઃખી દુર્ગતા વૃદ્ધા રહેતી હતી. પારકા ઘરમાં ખાંડવું, દળવું, લીંપવું, પાણી ભરવું વગેરે કાર્યો કરી અતિદુઃખથી તે પોતાનો નિર્વાહ ચલાવતી હતી. આ ડોશીને નિર્મળ આશયવાળો, વિનયી, ન્યાયતંત, દાન દેવાની રૂચિવાળો સુરૂચિ નામનો એક પુત્ર હતો. તે લોકોનાં વાછરડાંઓને ચારીને આજીવિકા ચલાવતો હતો.” આ પ્રમાણે અતિકષ્ટથી તેઓ બંને નિર્વાહ કરતાં હતાં. એકદા કોઈ પર્વના દિવસે વાછરડાને ચારીને તે બાળક ઘેર પાછો આવતો હતો, તે વખતે કેટલાક ઘરમાં ખીરનું ભોજન બનાવેલું ને તેને નાના બાળકો ખાતા હતા અને સ્પર્ધા કરતા હતા. એવું તેણે દીઠું. Page #220 -------------------------------------------------------------------------- ________________ ધન્યકુમારનો પૂર્વભવ ૨૧૧ પોતાના જ આંગણા પાસે રહેનાર એક બાળકને ખીર ખાતો દેખીને આ બાળકની દાઢ ગળવા લાગી, મોઢામાંથી પાણી છૂટવા લાગ્યું. પોતપોતાનાં ઘેરથી બહાર નીકળેલા બાળકો પરસ્પર વાતો કરવા લાગ્યા : ‘અરે ! તેં શું ખાધું ? એકે કહ્યું : “મેં ખીર ખાધી.' બીજો બોલ્યા : ‘આજે અમુક પર્વનો દિવસ છે, તેથી ખીર જ ખાવી જોઇએ.' ત્યાર પછી વળી એક જણાએ તે ડોશીના પુત્ર સુરૂચિને પૂછ્યું : તેં શું ખાધું ?' તેણે કહ્યું : ઘેંશ વગેરે મને મારી માએ જે આપ્યું તે ખાધું.’ ત્યારે તે બધા બાળકો હસતાં હસતાં કહેવા લાગ્યા; ‘આજે ખીર વિના કેમ ચાલે ?’ સુરૂચિએ કહ્યું : ‘મને મારી માએ જે ખાવા આપ્યું તે ખાધું.’ તે ત્યારે એકે કહ્યું : ‘તારી મા પાસે જા, અને તેને કહે કે આજે પર્વનો દિવસ છે, તેથી ખીરનું ભોજન આપે.' આ પ્રમાણે તે બાળકોની વાતો સાંભળીને સૂરૂચિને ખીર ખાવાની ઈચ્છા થવાથી તે ઘેર ગયો અને પોતાની માને તેણે કહ્યું: મા,! ઘી તથા ખાંડ વગેરે સહિત ખીરનું ભોજન આજે મને તુ આપ.’ માતાએ કહ્યું : ‘અરે નિર્ધનને ઘેર ખીર ક્યાંથી મળે ?’ તેણે કહ્યું : ‘ગમે તેમ કરીને પણ આજે તો જરૂર દે.' બાળકનું વચન સાંભળીને તે દુર્ગતા વૃદ્ધા વિચારવા લાગી : બાળકને સાચા ખોટાનું જ્ઞાન હોતું નથી.' કહ્યું છે કે ઃ ‘વત્સ ! આપણા ઘરમાં તો પેટ પૂરૂં ભરાય તેટલું ભોજન મળે તો તે ખીર જ છે. નિર્ધનોનું વાંછિત ક્યાંથી સફળ થાય ?' સુરૂચિ કહે છે : ‘આજે પર્વના દિવસે ખીર વિના બીજું કાંઇ ખાવાનું હોય જ નહિ, તેથી ગમે તેમ કરીને ખીર દે.’ Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૧ર ધન્યકુમાર ચરિત્ર વૃદ્ધાએ વિચાર્યું : “અહો ! આજે મારા મોટા પાપનો ઉદય થયો છે, આ બાળક કોઈ દિવસ કોઈ પણ ચીજ હઠથી માગતો નથી, તેને જે હું આવું છું તે જ ખાઇને જાય છે. આજે કોઈ સ્થળે દેખીને અથવા સાંભળીને તેને તેવી ઈચ્છા ઉત્પન્ન થઈ છે, તેથી મારી પાસે આવીને માગણી કરે છે, પરંતુ હું કેવી નિભંગીમાં પણ શેખરતુલ્ય છું કે આંધળીની એક લાકડીની જેવા આ બાળકની ખીર માત્રના ભોજનની ઈચ્છા પૂર્ણ કરવાને પણ સમર્થ નથી; ધિક્કાર છે મારા અવતારને !” આમ વિચાર કરીને રાંકની જેમ પુત્રની સામે જોઈને તે રોવા લાગી, કારણ કે અબળા અને બાળકોને ઇચ્છા પૂર્ણ ન થાય ત્યારે રૂદન કરવું તે જ તેનું બળ છે. માતાને રોતી જોઈને બાળક પણ રોવા લાગ્યો. તે બંનેને રોતાં સાંભળીને પાડોશીઓ ત્યાં આવ્યા. તેઓએ પૂછ્યું: ‘તમે બંને કેમ રૂવો છો ? તમારે દુઃખ શું છે તે કહો, જો તે દૂર થાય તેવું હશે તો અમે તમારું દુઃખ જરૂર ફેડી નાખશું.' ત્યારે તે દુર્ગતાએ બાળકનો સમગ્ર વૃત્તાંત કહ્યો. અને કહ્યું કે “મારા જેવી નિભંગીની ઇચ્છા અપૂર્ણ રહે ત્યારે રોવું તે જ તેનું બળ છે.” - દુર્ગતાની આ દશા જાણીને તેના દુઃખથી દુઃખી થતાં તેઓએ કહ્યું: ‘તમારા પુત્રને ખીર માત્ર જોઈતી હોય તો તેની અપ્રાપ્તિનાં દુઃખથી તમે રોશો નહિ, તે તો અમારાથી સાધી શકાય તેવું કાર્ય છે.” પછી તેમાંથી એક બોલી : “દૂધ મારે ઘેર છે, તારે જોઈએ તેટલું લઈ જા.” Page #222 -------------------------------------------------------------------------- ________________ ધન્યકુમારનો પૂર્વભવ ૨૧૩ બીજી બોલી : “નિર્મળ અખંડ એવા શાલીન ચોખા મારે ઘેર છે, તે હું આપીશ, તે લઈ બાળકની ઈચ્છા પૂર્ણ કર.' ત્રીજી બોલી: “અતિ ચોખ્ખી ગંગા નદીના કિનારાની રેતી જેવી ખાંડ હું આપીશ, તે લે.” ચોથી બોલી : “આજે જ લાવેલું સ્વચ્છ ઘી મારે ઘેર તૈયાર છે, તે હું આપીશ. તે લઈને આ બાળકની ઈચ્છા પૂર્ણ કર.' આમ તે પાડોશી બાઈઓનાં વચન સાંભળીને પ્રસન્ન થયેલી દુર્ગા કહેવા લાગી : “બહેનો ! કલ્પવૃક્ષતુલ્ય તમારી મારા ઉપર કૃપા થઈ, તેથી મારો મનોરથ સફળ જ થયો એમ હું માનું છું.” તેઓએ કહ્યું : “હવે બધી સામગ્રી લઈ જાઓ, અને તાકીદે ખીર બનાવીને આ બાળકની ઈચ્છા પૂરી કરો કે જેથી તે બાળકનું મન પ્રસન્ન થાય.' તે પછી તે વૃદ્ધા તેઓની પાસેથી દૂધ, ખાંડ, ઈત્યાદિ સામગ્રી લઈ આવી અને તેણે ખીર બનાવી. કારણ કે, “પુત્રનું હિત જોવામાં વત્સલ એવી માતા બાળકની ઇચ્છા પૂર્ણ કરવામાં વિલંબ કરતી નથી.” પછી પોતાના પુત્ર સુરૂચિને બોલાવીને ભોજન કરવા માટે તેને બેસાડ્યો અને ખીરથી થાળી ભરી દઈને બાળકની આગળ મૂકી. બાળક પણ તે ખીર બહુ ગરમ છે તેમ જાણીને હાથ વતી પવન નાખીને તેને ઠંડી કરવા લાગ્યો. માએ વિચાર્યું : આ મારો પુત્ર ઉજ્વલ એવી ખીર ખાય છે, તેથી મારો દૃષ્ટિદોષ તેને લાગો નહિં” આથી વાત્સલ્યભાવે તે પાડોશીને ઘેર ચાલી ગઈ. બાળક જ્યારે તે ધૂમાડા નીકળતી ગરમ ખીરને શીતળ કરતો હતો, તેટલામાં તેની ઘરની પડખે થઈને એક માસક્ષમણનું પારણું કરવાની ઈચ્છાવાળા મહાગુણના સમુદ્ર ધર્મભૂષણ મુનિ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ધન્યકુમાર ચરિત્ર ભિક્ષા માટે નીકળ્યા. સુરૂચિ બાળકે તે મુનિ મહાત્માને ઘર પાસે થઇને જતા જોયા. તપસ્વી મુનિનાં દર્શન થતાં જ તે બાળકને દાન આપવાની રૂચિ પૂર્વની કોઇ તેવી આરાધનાના જાગ્રત સંસ્કારથી ઉત્પન્ન થઈ, તેથી તે વિચારવા લાગ્યો : અહો ! આજે સમસ્ત પાપ તથા સંતાપનો નાશ કરવામાં સમર્થ એવા આ મહામુનિ મારા ઘરના આંગણાની નજીક થઇને નીકળ્યા છે. જો મારા ભાગ્ય જાગ્યાં હોય તો મારા આમંત્રણ વડે તેઓ અહીં પધારે. સેંકડો વાર વિનંતી કર્યા છતાં અને ભિક્ષા માટે અનેક શ્રેષ્ઠીઓ આમંત્રે છે, તે છતાં સાધુઓ તેમને ઘેર જતા નથી; જેના ભાગ્યનો ઉદય થયો હોય તેમને ઘેર જ તેઓ જાય છે. મારા આમંત્રણથી જો મારું ઘર પવિત્ર કરે તો તો બહુ ઉત્તમ થાય. જો મારા ભાગ્યવડે કોઇ રીતે તેઓ અત્રે પધારે તો ધન્ય પુરૂષોમાં પણ હું વિશેષ ધન્ય થાઉં.' આમ બાળકપણામાં વર્તતા એવા તે સુરૂચિના આત્મામાં સ્વભાવિક રીતે જ સુપાત્રભક્તિનો તેમજ બહુમાનપૂર્વક દાન દેવાનો ભાવ પ્રગટ થયો. પછી હર્ષપૂર્વક તે મુનિની સન્મુખ જઇને અતિ ભક્તિથી તેમને અંજલિ જોડીને તે વિનંતી કરવા લાગ્યો : હે મહાત્મા ! મારા ઘરમાં શુદ્ધ અને નિર્દોષ આહાર છે, તેથી કૃપા કરીને આપનાં ચરણ વડે મારૂં ગૃહાંગણ પવિત્ર કરો.' આ પ્રમાણે તે બાળકની અતિશય દાનભક્તિ જોઇને મુનિમહારાજે તેની વિનંતિ સ્વીકારી. પછી તે બાળક મુનિમહારાજને પોતાના ઘેર લઇ ગયો, અને બહુ આનંદ તથા ભક્તિ વડે તેણે ખીરની ભરેલી થાળી ઉપાડીને મુનિએ ધરેલા પાત્રમાં એક ધારાથી બધી ખીર વહોરાવી દીધી. Page #224 -------------------------------------------------------------------------- ________________ ધન્યકુમારનો પૂર્વભવ ૨૧૫ મુનિ પાછા વળ્યા એટલે આઠ પગલાં મુનિની પાછળ જઇને, ફરીથી તે મુનિને નમસ્કાર કરી તે અધિક સત્ત્વવંત બાળક પોતાના આત્માને કૃતકૃત્ય માનતો પાછો ફર્યો. આનંદના સમૂહથી ઉભરાઈ જતા અંતઃકરણવાળા તે બાળકની દાનના આનંદથી ક્ષુધા-તૃષા નાશ પામી ગઇ, એટલે તે ઘરમાં આવી થાળીના કાંઠા ઉપર ચોંટેલી ખીર ચાટવા લાગ્યો, અને આપેલ દાનની તે બાળક અનુમોદના કરવા લાગ્યો. તેના પવિત્ર હૃદયમાં ભાવના પ્રગટી : ‘અહો ! આજે બહુ સારૂં થયું, આજે મારા મહાન ભાગ્યનો ઉદય થયો, નહિં તો મારા જેવા રંકના ઘેર મુનિને દેવા યોગ્ય ઉત્તમ ખીર ક્યાંથી હોય? વળી બરાબર સમયે મુનિનું આગમન ક્યાંથી હોય ? કદાચ આ તરફ પધારે તો પણ આવા મહાન શ્રેષ્ઠીઓને છોડીને મારા ઘેર તેઓ ક્યાંથી પધારે ? વળી મારા જેવા બાળકના નિમંત્રણ માત્રથી જ મારી વિનંતિ સ્વીકારીને તેઓ પધાર્યા; આવું અસંભવનીય ક્યાંથી બને ? ખરેખર ! આજે કોઇ મારા મહા પુણ્યનો ઉદય થયો કે જેથી વાદળા વગર વૃષ્ટિ થઇ.’ આ પ્રમાણે વારંવાર અનુમોદન કરતાં તેણે મુનિદાનથી થયેલું પુણ્ય અનંતગણું વધાર્યું. પછી અત્યંત પ્રમોદથી પાસે પડેલી થાળી તે ચાટતો હતો, તેવામાં પાડોશીને ઘેર ગયેલી તેની માતા આવી. તે થાળીને ચાટતા બાળકને જોઇને વિચારવા લાગી : ‘અહો ! મારો બાળક એક થાળી ભરીને ખીર ખાઇ ગયો. તો પણ હજુ સુધી તેને તૃપ્તિ થઇ નહિં. હંમેશા મારો પુત્ર આટલી ભૂખ સહન કરતો હશે ?' આ પ્રમાણે તેને ભૂખ્યો જાણીને ફરીથી તેણે ખીર પીરસી, પરંતુ તે બાળક તો ભોજન કરતાં જે દાન અપાયું હતું તેને જ બહુ માનવા લાગ્યો. જેવી રીતે ધનવંત પુરૂષ વ્યાપારમાં રોકાયેલ Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ધન્યકુમાર ચરિત્ર મૂડી કરતાં વ્યાજે મૂકેલ ધનને વધારે માને છે, તેમ તે દાનને અધિક માનવા લાગ્યો. તે સુરૂચિ બાળકે અતિ બહુમાનપૂર્વક આપેલ દાન અને તેની અનુમોદનાથી મોક્ષપ્રાપ્તિને યોગ્ય તીવ્ર રસવાળું અને ભોગફળ આપનારૂં કર્મ તેણે ઉપામ્યું. તે બાળકને અતિ માદક આહાર જમવાથી તે રાત્રે જ અજીર્ણ થયું; અજીર્ણના દોષથી તેને તે રાત્રે જ વિસૂચિકા ઉત્પન્ન થઈ; તે વિસૂચિકાની પીડાથી મુનિદાનને સંભારતો તે બાળક મૃત્યુ પામીને આ તારો પુત્ર ધન્યકુમાર થયો છે. મુનિદાનના પ્રભાવવડે તે યશ, મહામ્ય તથા અભુત સંપદાનું ક્રીડાસ્થાન થયો છે. કહ્યું છે કે : “સારા ક્ષેત્રમાં વાવેલ ધાન્ય તો શતગણું થાય છે; પણ પાત્રમાં વાવેલું બીજ તો વડના બીજથી વડવૃક્ષની જેમ અનંતગણું થાય છે.' “ધન્યકુમારના ત્રણે બંધુઓએ કરેલા કર્મના પરિણામની વિચિત્રતા દેખાડનારો તેમના પૂર્વભવનો વૃત્તાંત હવે સાંભળો.” આમ શ્રી ધર્મઘોષ આચાર્ય મહારાજનાં વચન સાંભળીને ન વર્ણવી શકાય તેવી વિચિત્રતાવાળા કર્મવિપાકથી ચિત્તમાં ચમત્કાર પામી ધનસાર વગેરે શ્રોતાજનો “તહત્તિ' કહીને બન્ને હાથ જોડી તેમનું કથન સાંભળવા લાગ્યા. સૂરિમહારાજે ફરમાવ્યું : “સુગ્રામ નામના ગામમાં નજીકનજીક જેઓનાં ઘરો આવેલાં છે તેવા સંપત્તિરહિત થઈ ગયેલા ત્રણ કુળપુત્રો રહેતા હતા, કે જેઓ પરસ્પરના મિત્રો હતા. તે ત્રણે ધનના અભાવથી અને અન્ય વ્યાપારાદિકમાં કાંઈ લાભ નહિ મળવાથી વગડામાં જઈને ત્યાંથી કાષ્ઠના ભારા લાવી આજીવિકા ચલાવતા હતા.' એક દિવસે ત્રણે જણા કાષ્ઠ લાવવાને માટે પોતપોતાના Page #226 -------------------------------------------------------------------------- ________________ ધન્યકુમારનો પૂર્વભવ - ૨૧૭ ઘેરથી ભાતું લઈને કાંબળ ઓઢી વગડામાં ગયા. તે વખતે ત્રીજા પહોરનો આરંભ થયો ત્યારે ગ્રીષ્મ ઋતુ ચાલતી હોવાથી ઘણો સખ્ત તાપ પડતો હતો, તેથી ભૂમિ તપી ગઈ હતી અને ઉગ્ર કિરણોથી લોકો આકુળવ્યાકુળ થઈ જતા હતા. તે અવસરે કોઈ ક્ષમાના સાગર એવા ક્ષમાસાગર નામના તપસ્વી મુનિ મહાત્મા સંસારતાપનું નિવારણ કરવા પોતે કરેલા માસક્ષમણનું પારણું કરવા માટે કોઈક ગામમાં જવા સારુ તે વનના રસ્તે થઈને નીકળ્યા. તાપથી શોષિત થઈ ગયેલા અંગોપાંગવાળા, માત્ર હાડકાં અને ચામડી જ બાકી રહી છે તેવા અને ધર્મસ્વરૂપ એવા તે પરમ તપસ્વી મહર્ષિને જોઇ તેઓના હૃદયમાં નટના વૈરાગ્યની જેમ દાન આપવાની બુદ્ધિ ઉત્પન્ન થઈ. તેઓ પરસ્પર કહેવા લાગ્યા : “અહો ! આ મુનિ દૂરના વનમાંથી આવે છે. આવા સખ્ત તડકામાં મધ્યાહ્ન સમયે રેતી બધી તપી ગઈ છે, તેવે વખતે અતિ દૂર ગામમાં તેઓ કેવી રીતે જશે ? ત્યાં પણ ઘેર ઘેર ભમતાં જો નિર્દોષ આહાર મળશે તો તે ગ્રહણ કરશે, નહિ તો ગ્રહણ કરશે નહિ; તેથી આપણી પાસે જે ભાતું છે તે જો તેમને આપીએ તો બહુ ઉત્તમ થાય.” આમ વિચારી વિનયપૂર્વક મુનિને બોલાવી તે સર્વ ભાતું તેઓએ મુનિને વહોરાવ્યું. મુનિએ પણ શુદ્ધ આહાર જાણીને તે ગ્રહણ કર્યું. અને ધર્મલાભ'રૂપી આશિષ આપીને સ્વસ્થાને ચાલ્યા ગયા. અને હવે તે ત્રણેને સાંજ સુધી લાકડા માટે શ્રમ કરવાથી સવારે ખાધેલું પચી ગયું, અને બહુ ભારે સુધાની વેદના થઈ એટલે તેઓ પરસ્પર પૂછવા લાગ્યા : “અરે ભાઈ કાંઈ ખાવાનું રહ્યું છે કે નહિ ?' ત્યારે એક બોલ્યો : “મુનિને બધું આપી દીધું છે.” પછી પેટમાં અત્યંત ક્ષુધા લાગેલી હતી છતાં તે સર્વે લાકડાં Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ધન્યકુમાર ચરિત્ર ઉપાડીને પોતપોતાના ઘર તરફ ચાલ્યા. ત્યાં પણ નવો આહાર તૈયાર કર્યા વગર શું ખાય? તેથી તે ત્રણે ક્ષુધાથી અત્યંત આકુળવ્યાકુળ થઇને બોલવા લાગ્યા : અરે ! આપણને તો મુનિને આપેલ દાનનું આજે આ ફળ પ્રાપ્ત થયું, કારણ કે આજે હમણા જ મુનિદાનના પ્રભાવથી ક્ષુધા વડે આપણે મરણ પામીશું. હવે પછી શું થશે તે તો અમે જાણતા નથી ! હા ! હા ! આપણે તો આ સાધુથી નકામા છેતરાયા.’ તે વખતે આપણા ત્રણમાંથી એકને પણ એવી બુદ્ધિ ઉત્પન્ન ન થઇ કે જ્યારે પ્રબળ ક્ષુધા લાગશે ત્યારે આપણે શું ખાઇશું ? આ મુનિ તો હંમેશા તપશ્ચર્યા કરવાના અભ્યાસી હોવાથી એકાદ દિવસ વધારે થયો હોત તો પણ સૂકાઇ જાત નહીં. અને તપનો અભ્યાસ નહિ હોવાથી આપણને તો આજે મોટું દુઃખ ઉત્પન્ન થયું! હાથે કરીને પેટ ચોળીને શૂળ ઉભું કર્યું. આપણા જેવા કોણ મૂર્ખ હોય કે જે ઘર બાળીને તીર્થ કરે ?' આમ દાન આપ્યા પછી સત્ત્વ રહિત એવા તેઓએ ચાર વખત પશ્ચાતાપ કરવા વડે મુનિદાનનું ફળ અલ્પ કરી નાખ્યું. ભદ્ર ધનસાર શ્રેષ્ઠી ! તે ત્રણે આયુષ્ય સમાપ્ત કરી મરણ પામીને તમારા પુત્રો થયા, અને ચાર વખત ધન તથા વૈભવાદિકથી રહિત થયા.’ દાન આપ્યા પછી પશ્ચાત્તાપાદિ દોષથી તેઓ દોષિત થયા હતા. તેથી અહીં વારંવાર લક્ષ્મી મળી, પણ પાછા નિર્ધન થઇ ગયા. સર્વ અર્થને સાધતો દાનધર્મ જો દૂષિત થાય તો પણ મૂળથી તેનો નાશ થતો નથી, તેથી ધન્યકુમારની સાથે તેઓ જોડાયા ત્યારે તેમની લક્ષ્મી સ્થિર થઈ. જે પાડોશી સ્ત્રીઓએ ધન્યકુમારના પૂર્વભવની માતાને અખંડ એવા અનુકંપાના અધ્યવસાયથી બાળકનું દુઃખ મટાડવાને માટે Page #228 -------------------------------------------------------------------------- ________________ ધન્યકુમારનો પૂર્વભવ ૨૧૯ દૂધ, તાંદુલ, ખાંડ ને ઘી વગેરે આપ્યાં હતાં, તેઓ તે બાળકને સાધુને દાન આપતો દેખીને મનમાં આનંદ પામેલા હતા. અને “અહો આ બાળકની કેવી દાનરૂચિ છે ? કારણ કે અતિ મુશ્કેલીથી મળેલી ખીર પણ અખંડ ધારાએ તે મુનિમહારાજને વહોરાવી દે છે, તેથી આ બાળકને ધન્ય છે.” આ પ્રમાણે અનુમોદના કરી હતી પણ બાળકની માતા પાસે તેઓએ તે વાત કરી નહોતી, તેથી તેઓ ધન્યકુમારની લક્ષ્મીની ભોગવનારી પત્નીઓ થઈ છે. વળી આગલા ભવમાં વૈભવના ગર્વમાં સુભદ્રાએ પોતાની પ્રિય સખીને રોષથી કહ્યું હતું : “અરે ! દાસી ! તારા માથે તો માટી જ ઉપાડવાની છે, તેથી તું માટી ઉપાડ.” આ પ્રમાણે આક્રોશ કર્યો હતો, તે કર્મના વિપાકથી તે શાલિભદ્રની બહેન થઈ છતાં માટી વહન કરવાનું દુઃખ તેને ભોગવવું પડ્યું. કહ્યું છે કે, “ભોગવ્યા વગર કરેલાં કર્મ છૂટી શકતાં નથી.” અન્ય શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે, “આ ભવથી એકાણુંમા ભવમાં મેં મારી શક્તિથી એક પુરૂષને હણ્યો હતો, તે કર્મના ઉદયથી હે ભિક્ષુઓ ! મારો પગ વધાણો છે !” એટલે કોઈ પણ ભવમાં કરેલું કર્મ જો નિકાચિત થયું હોય તો તે ભોગવવું પડે છે.' આ પ્રમાણે ગુરૂમહારાજનાં વચનો સાંભળીને વૈરાગ્ય થવાથી ત્યાં કેટલાએક ભવ્ય જીવોએ સંવેગથી ચારિત્ર અંગીકાર કર્યું; કેટલાએ શ્રાવક ધર્મ સ્વીકાર્યો, કેટલાએ સમ્યકત્વ અંગીકાર કર્યું. કેટલાકે રાત્રિભોજન, અભણ્યવર્જન, બ્રહ્મચર્યાદિક સ્વીકાર્યા. આમ ધર્મઘોષ આચાર્ય ભગવંતની દેશના સફળ થઇ. જ્યારે દૃઢ મિથ્યાત્વવાસિત મનુષ્યો પાસે ધર્મદેશનાં વનમાં વિલાપતુલ્ય ખાલી જાય છે. કહ્યું છે કે : “જેનો અર્થ સર્યો હોય તેને કહેવું, જે સાંભળીને ધારણ ન કરે અથવા સાંભળે જ નહિ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ધન્યકુમાર ચરિત્ર તેને કહેવું, જેનું ચિત્ત ડોળાઇ ગયું હોય તેને કહેવું નિરર્થક છે.” તેથી તેઓને ઉપદેશ આપવો નહિ. નિપુણ શ્રોતાઓનો સંયોગ મળે તો વક્તા તથા શ્રોતા બંનેનું ચિત્ત ઉલ્લાસને પામે છે. - ધનસાર શ્રેષ્ઠી દેશના સાંભળી કર્મના વિપાકને સમજીને સંસાર ઉપર વૈરાગ્ય ભાવ આવવાથી સૂરિમહારાજને નમસ્કાર કરી કહેવા લાગ્યા : “ગુણના ભંડાર ! સંસારમાં અનાદિ ભવભ્રમણથી ઉદ્વિગ્ન થયેલો હું આપના શરણે આવ્યો છું, તેથી મારા ઉપર કૃપા કરીને મને ચારિત્રરૂપી પ્રવહણ આપો, કે જેથી તેના ઉપર બેસીને હું સંસારસમુદ્રનો પાર પામું; તેમ થવાથી આપને પણ મહાન યશ મળશે.' ગુરૂમહારાજે ફરમાવ્યું: “દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો. ધર્મકૃત્યમાં પ્રતિબંધ ન કરો.” પછી સર્વ પરિગ્રહને ત્યજી દઈને પોતાની પત્ની સહિત ધનસાર શેઠે તથા તેમના ત્રણ પુત્રો ધનદત્ત, ધનદેવ તથા ધનચંદ્ર ચારિત્ર અંગીકાર કર્યું. પ્રિયાઓ સહિત ત્યાં આવેલા ધન્યકુમારે આચાર્ય મહારાજને તથા નૂતનદીક્ષિત માતા-પિતા તથા ત્રણ બંધુઓ આદિને વંદન કરીને અશુભ કર્મોનો નાશ કરવાવાળો શ્રાદ્ધધર્મ અંગીકાર કર્યો. પછી ભક્તિથી મુનિઓને વારંવાર નમીને તેઓ પોતાના ઘેર આવ્યા. ત્યારબાદ તે ધન્યકુમાર ગુરૂએ કહેલ પૂર્વ જન્મના દાનધર્મને સંભારતા વિશેષ વિશેષ ધર્મપ્રવૃત્તિ કરવા લાગ્યા અને મુનિધર્મનો સ્વીકાર કરનાર પોતાનાં માતા-પિતા, તથા તપમાં મગ્ન થયેલા પોતાના ધનદત્ત આદિ વડિલ બંધુઓના ગુણોનું સ્મરણ કરતાં, સ્તવના કરતાં, જ્યેષ્ઠ બાંધવોને સ્તવતાં, અને પુણ્યના વિપાકને ભોગવતાં કાળ નિર્ગમન કરવા લાગ્યા. હે ભવ્ય જીવો ! મુનીશ્વરને આપેલ દાનનું ફળ જુઓ ! જે દાનના પ્રભાવથી ધન્યકુમાર જ્યાં ગયા ત્યાં આગળથી જ મૂકી Page #230 -------------------------------------------------------------------------- ________________ ધન્યકુમારનો પૂર્વભવ ૨૨૧ રાખેલા હોય તેમ અઢળક ભોગવિલાસો તેમને પ્રાપ્ત થયા. વળી નહિ બોલાવેલ છતાં પણ દેવતાઓએ ધન્યકુમારના મોટાભાઇઓ પાસેથી ધન લઈ લીધું, ધન લઈને જતાં તેમને રોક્યા, શિખામણ આપી, અનુકૂળ કર્યા, અને ન્યાયમાર્ગે પ્રવર્તાવ્યા. તેથી આ લોક અને પરલોકમાં સુખ ઇચ્છતા મનુષ્યોએ જિનેશ્વરોના કહેલા દાનધર્મનાં આરાધનમાં ઉદ્યમ કરવો, કે જેથી સફળ અર્થની સિદ્ધિ થાય. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પત્નીઓનાં વ્યંગવચન અને ધન્યકુમારનું સત્ત્વ એક અવસરે શાલિભદ્રની બહેન સુભદ્રા પોતાના સ્વામી ધન્યકુમારનું મસ્તક સુગંધી જળ વડે ધોઈને, અતિ સુગંધી તૈલાદિ તેમાં નાખવા પૂર્વક કાંસકીથી વેણી ગૂંથતી હતી, બીજી સ્ત્રીઓ પણ યથાસ્થાને બેઠી હતી. તે સમયે સુભદ્રાની આંખમાંથી બંધુના વિયોગદુઃખના સ્મરણના કારણે ચિત્ત અસ્વસ્થ થવાથી, શૂન્યતાને લીધે કાંઈક ઉષ્ણ અશ્રુઓ ધન્યકુમારના બંને સ્કંધ ઉપર પડ્યાં. ધન્યકુમારે ઉષ્ણ અશ્રુબિંદુના સ્પર્શથી ઉંચું જોયું, અને પ્રિયાના નેત્રમાં આંસુ જોઈ કહ્યું, “પ્રિયે! આ અશ્રુપાતનું શું કારણ છે? શું કોઈએ તારી આજ્ઞાનું ખંડન કર્યું છે? અથવા કોઇએ તને મર્મવચનો કહ્યાં છે? અથવા કોઈએ હલકાં વચનો કહ્યાં છે? પૂર્વે કરેલ પુન્યના પ્રભાવથી ઉત્પન્ન થયેલ, સકળ સુખથી ભરેલા મારા ઘરમાં તને દુઃખનો ઉદય કેવી રીતે થયો કે જેથી તું આ અકાળે ઉત્પાત કરાવનાર વરસાદના કણીઆના જેવાં આંસુઓ પાડે છે ?' Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ પત્નીઓનાં વ્યંગવચન અને ધન્યકુમારનું સત્ત્વ ત્યારે સુભદ્રા ગદ્ગદિત થઈને બોલીઃ સ્વામિન્ ! આપના ભવનમાં મને લેશ માત્ર પણ દુઃખ નથી, પરંતુ મારો ભાઈ શાલિભદ્ર શ્રેણિક રાજા ઘરે આવ્યા તે દિવસથી ઉદાસ થઈ ગયો છે. વિર ભગવાનનાં વચનશ્રવણથી પરમ વૈરાગ્ય વડે તેનું અંતકરણ વાસિત થયું છે. તેથી તે વ્રત લેવાને ઇચ્છે છે, અને હિંમેશાં એકએક પત્નીનો ત્યાગ કરે છે. એક મહિનામાં તે બધી સ્ત્રીઓને ત્યજી દેશે અને પછી વ્રત ગ્રહણ કરશે. તે વખતે મારા પિતાનું ઘર ભાઈ વગરનું અરણ્ય જેવું ઉદ્વેગ કરનારૂં થઇ પડશે. ભાઈ જશે એટલે પછી પ્રતિવર્ષ રક્ષાબંધન હું કોને કરીશ? કોણ મારી પસલી આપશે? કોણ મેને પર્વમાં અને શુભ દિવસોમાં આમંત્રણ કરશે ? ક્યા શુભ હેતુથી ઉત્સાહપૂર્વક હું પિતાના ઘરે જઈશ? જો કોઈક વખત પિતાને ઘેર જઈશ તો પણ ઉલટું દુઃખથી ભરાયેલા હૃદયવડે હું પાછી આવીશ.” સ્ત્રીઓને પિતાના ઘરની સુખવાર્તા સાંભળવાથી અમૃતથી ભરાયું હોય તેમ તેમનું હૃદય શીતળ અને પ્રસન્નતાયુક્ત થાય છે. શ્વસુરના ઘરે ઉદાસ થયેલી સ્ત્રી પિતાને ઘેર જઈને સુખ મેળવે છે, પણ પિતા વગરના અને ભાઈ વગરના ઘેર હું શી રીતે જઇશ? ભાઈનો આ રીતે ભાવી વિયોગ સાંભરવાથી મને ચક્ષુમાંથી અશ્રુપાત થાય છે, બીજું કાંઈ પણ મને દુઃખ નથી.” સુભદ્રાનાં આવાં વચનોને સાંભળીને જરા હસી સાહસના સમુદ્ર જેવા ધન્યકુમાર બોલ્યા: પ્રિયે! તેં જે તારા પિતાના ઘરની શૂન્યતાની વાત કરી તે સાચી છે. સ્ત્રીનું હૃદય પિતાના ઘરના સુખના ઉદયની વાર્તા સાંભળીને ઉલ્લભાયમાન થાય છે. સ્ત્રીઓ હિંમેશા પિયરીઆના ગૃહનું શુભ ચિંતન કરે છે, હંમેશાં આશીર્વાદ આપે છે. તે બધું યુક્ત જ છે.” Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ધન્યકુમાર ચરિત્ર પરંતુ તે જે કહ્યું કે, ‘તે હંમેશાં એક એક સ્ત્રીને ત્યજે છે.’ તેમ કરવાથી તો તારો ભાઇ મને બહુ ભીરૂ જણાય છે. પ્રિયે! કાયર પુરૂષ હોય તે જ ધીર પુરૂષ કરેલી વાર્તા સાંભળીને ઉલ્લસાયમાન થાય છે, ધીરના આચરણાનુસાર કરવાને ઇચ્છે છે, તે પ્રમાણે આદરવાને તૈયાર થાય છે; પરંતુ પછી અલ્પ સત્ત્વવંત હોવાથી મંદ થઇ જાય છે.' ‘નહિ તો શ્રી વીરભગવંતના વચનામૃતથી સીંચાયેલ અને વ્રત લેવાના પરિણામરૂપી અંકુર જેને ઉદ્ભવેલ છે તે મંદ કેવી રીતે થાય ? ધીરપુરૂષ તો જે નિર્ણય કરે તદનુસાર વર્તે જ છે, પ્રાણાંતે પણ નિર્ણયને ત્યજતા નથી.’ ‘પ્રિયે ! પહેલાં તો પ્રાણીઓ અલ્પકાળમાં કાર્ય કરવાની ઇચ્છાવાળા થાય છે પરંતુ પછીથી નિઃસત્વ પ્રાણીઓ વિલંબ વગર કાર્ય સિદ્ધ કરી શકતા નથી. તેથી તત્ત્વજ્ઞ એવા સાત્ત્વિક પ્રાણીઓ વિલંબ વગર કાર્ય સાધવામાં જ વિશિષ્ટતા માને છે, તેઓ કોઇપણ કાર્ય કરવા ધારે છે તો પછી જેમ શીઘ્ર થાય તેમજ તેઓ કરે છે. તેમાં વિલંબ કરતા નથી.’ આવાં પોતાના પતિ ધન્યકુમારનાં સત્ત્વગર્ભિત વચનોને સાંભળીને સર્વે સ્ત્રીઓ પણ શાલિભદ્રના વૈરાગ્યથી વિસ્મિત થતી કહેવા લાગી; ‘પ્રાણેશ ! સત્ત્વવંત પુરૂષોને પોતાના હસ્તથી સાગર તરવો સહેલો છે, પરંતુ શુભ ધ્યાનવડે પુરૂષોએ જિનાજ્ઞાને અનુરૂપ તપ કરવો તે દુષ્કર છે. કારણ કે સર્વ આગમમાં કુશળ અને જિનકલ્પ પાળનારા ચૌદપૂર્વધરો પણ પતિત થયેલ સંભળાય છે, તો પછી બીજાની શી વાત? આ જગતમાં દુ:ખિત થતા સાંસારિક જીવો આજીવિકાનાં દુઃખથી સંતાપ પામે છે, અને મોક્ષસુખના એકાંત કારણભૂત તપ સંયમ છે તેમ કથંચિત્ જાણે છે તો પણ ચરિત્ર ગ્રહણ કરતા નથી. Page #234 -------------------------------------------------------------------------- ________________ પત્નીઓનાં વ્યંગવચન અને ધન્યકુમારનું સત્ત્વ ૨૨૫ તો પછી આ જન્મમાં પણ દેવતાના ભોગવિલાસ ભોગવનાર વળી રત્નના તથા સુવર્ણના આભરણો ચક્રવર્તી અથવા તો ત્રૈલોક્યાધિપતિ શ્રી જિનેશ્વરના ઘેર પણ ફેંકી દીધેલા પુષ્પની માળાની માફક નિર્માલ્યતા પામતાં નથી, તે આભરણો જેને ત્યાં હંમેશાં નિર્માલ્યપણું પામીને ફેંકી દેવાય છે, અને પછીથી તેની કોઇ સંભાળ પણ કરતું નથી.’ વળી જેને ઘેર સુવર્ણ તથા રત્નમય દેવદૃષ્ય વસ્ત્રો પણ શ્લેષ્માદિની માફક જુગુપ્સા કરવા લાયક ગણાય છે, ઉદ્યમવંત પુરૂષો જગતમાં પરિભ્રમણ કરે ત્યારે તેમાંના રત્નના વ્યાપારીઓને જેવું એક રત્ન પણ મળી શકતું નથી તેવા રત્નોના સમૂહ જેના પગની આગળ રખડે છે, અને તેવાં રત્નો વડે જેના ઘરનું ભૂમિતળ બાંધેલું છે, વળી જેને મેનકા-રંભા-તિલોત્તમા જેવી રૂપસુંદરીઓનો તિરસ્કાર કરે તવી બત્રીસ પત્નીઓ છે, વળી જે કૃમિના રંગની જેમ હંમેશાં રાગમાં રંગાયેલ છે, જેની સ્ત્રીઓ પતિના વચનને અનુકૂળપણે વર્તનારી છે, સ્ત્રીઓની ચોસઠ કળામાં નિપુણ છે.' હંમેશાં પ્રતિક્ષણે પતિનાં ચરણની સેવામાં જેઓ તત્પર છે, જેના હાવભાવ તથા વિલાસો વડે દેવો પણ સ્નેહ પામે-મોહી જાય તેવા હાવભાવવાળી છે, જેઓનાં અંગમાં જરાપણ દોષ નથી, કામદેવે સર્વ શક્તિનો ઉપયોગ કરી વહેંચી દઇને જાણે આ બત્રીશ સ્ત્રીઓ બનાવી હોય તેવી જે દેખાય છે, તે સ્ત્રીઓમાંથી એકેકને જે ત્યજે છે, તેવાને તમે કાયર-બ્લીકણ કહો છો, તેથી તમારૂં નિપુણપણું અને નિપુણતાનું જ્ઞાન જાણ્યું ! તમે પણ બહુ નિપુણ દેખાઓ છો ! પરંતુ તમે શું કરો ? અનાદિના મોહથી આવૃત્ત થયેલ જીવોની આવી જ પ્રકૃતિ હોય છે કે તેઓ વગર બોલાવ્યા પણ બળાત્કારે મૂંઝાઇ જઇ પરના અનેક ગુણોને છોડી Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ધન્યકુમાર ચરિત્ર દઈને અછતા એવા દોષોને ઉપજાવી કાઢી બોલ્યા કરે છે. આ જગતમાં ગૃહશૂર-પુરૂષો તો હજારો હોય છે, કહ્યું છે કે, परोपदेशकुशलः दृश्यन्ते बहवो जनाः ।। स्वयं करणकाले तैश्छलं कृत्वा प्रणश्यते ॥ १ ॥ પરોપદેશમાં કુશળ ઘણા માણસો દેખાય છે; પણ પોતાને કરવાનો સમય આવે છે ત્યારે છળ કરીને તેઓ છટકી જાય છે.” પરંતુ રણમાં વીરપુરૂષોની જેમ યુદ્ધના સમયે સન્મુખ ભાવથી દઢ હૃદયવાળા થઈને કર્તવ્યમાં જ એક સાધ્ય રાખનારા બહુ સ્વલ્પ હોય છે. લૌકિક વ્યવહારમાં પણ દુષ્કર કાર્યની વાતો કહેતી વખતે વાતો કરનારા ઘણા દેખાય છે. પરંતુ તે કાર્ય કરવાનું હોય ત્યારે કોઈ ઉભું રહેતું નથી, તેમ અહીં પણ દીક્ષાની શિક્ષા દેવા માટે કોણ હોશિયારી ન દેખાડે? પરંતુ સ્વામી ! “અગ્નિને પીવાની જેમ દીક્ષા ગ્રહણ કરવી અતિ દુષ્કર છે.” શાલિભદ્રની માતાએ શાલિભદ્ર એકને જ જણ્યો છે, કે જે આવું દુષ્કર વ્રત ગ્રહણ કરવાને તત્પર થયો છે. જો તમારા હૃદયમાં દીક્ષા લેવી સહેલી લાગે છે તો પછી ભોગોને રોગની જેમ ત્યજીને તમે કેમ દીક્ષા લેતા નથી ?” પત્નીઓની ઉપરોક્ત ઉત્તમ વાણીને સાંભળીને ધન્યકુમાર ઉત્સાહપૂર્વક બોલ્યા, “અહો ! તમે ધન્ય છો, કારણ કે તમે બધાયે અવસરને ઉચિત આવાં શુભ વાક્યો બોલીને તમારી ઉત્તમ કુળની પ્રસૂતિ પ્રગટ કરી દેખાડી છે. કુળવંતી સ્ત્રીઓ વગર બીજી કોણ આવું બોલવા સમર્થ થાય? હું ધન્ય છું, “આજે મારું નામ યથાર્થ થયું છે. હવે મારાં ભાગ્યે જાગૃત થયાં છે. હું શાલિભદ્રથી પણ અધિક ભાગ્યવાન છું, કારણ કે અંતરાય કરનાર સ્ત્રી સમૂહ પણ આ પ્રકારે શિખામણનાં વચનો દ્વારા મને Page #236 -------------------------------------------------------------------------- ________________ પત્નીઓનાં વ્યંગવચન અને ધન્યકુમારનું સત્ત્વ ૨૨૭ સહાય કરનાર થયો છે. હું તમારું કલ્યાણકારી વાક્ય શ્રુતિની જેમ સ્વીકારીને વ્રત ગ્રહણ કરવા જાઉં છું. તેથી તે સ્ત્રીઓ ! તમે પણ હવે પતિના માર્ગે ગમન કરવા સજ્જ બનજો ! આમ સર્વ પત્નીઓને ઉત્તેજિત કરીને, યોગીઓને પણ આશ્ચર્ય પમાડતા શુદ્ધ બુદ્ધિવાળા ધન્યકુમાર પત્નીઓને પણ વ્રત લેવામાં સાવધાન કરવા લાગ્યા. ધન્યકુમારની લક્ષ્મીનો વિસ્તાર આ પ્રમાણે હતો, ઋદ્ધિ અને સમૃદ્ધિથી ભરેલા પંદરસો ગામ તેમની માલિકીમાં હતાં. પાંચસો રથો, પાંચસો ઘોડા, પાંચસો ઉત્તમ મોટા ધવળમંદિરો, પાંચસો દુકાનો, પોતાની બુદ્ધિ અનુસાર જય વિક્રય વગેરે સર્વ વ્યાપારની ક્રિયા કરવામાં કુશળ એવા પાંચ હજાર મુનીમો, સમુદ્રમાં વ્યાપાર કરવાના સાધનભૂત પાંચસો વહાણો, અતિ અદ્દભુત રાજમંદિરને પણ જીતે એવા દેવવિમાનનો ભ્રમ કરાવનારા સાતભૂમિવાળા આઠ મહેલો, આઠ પત્નીઓ, પ્રત્યેક પત્નીની નિશ્રાએ એકેકે ગોકુળ એટલે આઠ ગોકુળ (એક એક ગોકુળમાં દશ હજાર ગાયો) આટલાના તે સ્વામી હતા. તદુપરાંત ધન્યકુમારે ભંડારમાં, વ્યાપારમાં, વ્યાજમાં વસ્ત્રોમાં, આભરણોમાં, અને ઘરના રાચ-રચીલામાં એ રીતે પ્રત્યેકમાં છપ્પન છપ્પન સુવર્ણ કોટિ દ્રવ્ય સ્થાપેલું હતું. આઠ પત્નીઓની નિશ્રાએ એકેક કરોડની કિંમતનું સુવર્ણ હતું, તે પ્રમાણે આઠે પત્ની પાસે આઠ કરોડનું સોનું હતું. વળી ધાન્યના કોઠારો હજારો હતા, તેમાંથી અનેક ગામોમાં દીન, હીન, દુઃખિત જનોના ઉદ્ધાર માટે દાનશાળાઓ ચાલતી હતી, વળી મનમાં ચિંતવેલા ભોગ સંભોગાદિકને, ઇંદ્રિયનાં સુખોને, યશકીર્તિને તથા ઐહિક સર્વ ઈચ્છિત સુખોને આપવાના સ્વભાવવાળો ચિંતામણિ WWW.jainelibrary.org Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ધન્યકુમાર ચરિત્ર રત્ન જેવો મણિ જે ગંગાદેવીએ તેમના બ્રહ્મચર્યથી વશ થઇને આપેલ હતો તેમની પાસે હતો. બીજી પણ અમૂલ્ય વિવિધ ગુણો તથા સ્વભાવવાળી રત્નૌષધિ વગેરે સંખ્યાબંધ વસ્તુઓ તેમની પાસે હતી. અનેક દેશાંતરમાંથી આવેલ રાજાઓને પણ દુર્લભ એવા મણિ રસાયણાદિક ગણત્રી વગરના પાસે હતા. વળી પ્રતિમાસે અને પ્રતિવર્ષે સાર્થવાહ, મોટા શ્રેષ્ઠી અને રાજાદિકો સ્વદેશ પરદેશમાંથી આણેલી વસ્તુઓ કે જે શોધવા જતાં પણ મળે નહિ તેવી વસ્તુઓ હર્ષપૂર્વક લાવીને ધન્યકુમારને ભેટ આપતા હતા તેમજ સ્વજન તથા મિત્રાદિક પાસે પણ પુષ્કળ સંપદા હતી. અતિ ઉત્કૃષ્ટ પુન્યોદયનું આ પ્રત્યક્ષ લક્ષણ હતું. આવી મહાઋદ્ધિના વિસ્તારવાળા અધિક સત્ત્વવંત ધન્યકુમાર તે સર્વને તૃણતુલ્ય ગણીને વ્રત ગ્રહણ કરવાને ઉદ્યત થઇ ગયા; કારણ કે ‘સત્ત્વવંત પ્રાણીઓ ઉત્તમ અર્થ સાધવામાં ઢીલ કરતા નથી'. Page #238 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ધન્ના-શાલિભદ્રજીનો પ્રવજ્યાસ્વીકાર આ રીતે પ્રવ્રજ્યા સ્વીકારવા ઉજમાળ બનેલા સત્ત્વશાલી ધન્યકુમારે રત્નત્રયીના અર્થની નિર્વિદન સાધના માટે સર્વ તીર્થોમાં અઠ્ઠાઈ મહોત્સવ કરાવ્યો. સાતે ક્ષેત્રમાં ઘણું ધન વાપર્યું. કેટલુંક ધન દીન-હીનના ઉદ્ધારમાં વાપર્યું, કેટલુંક ધન ઉદાર ભાવથી સ્વજનાદિકને આપ્યું, અને હંમેશાં સેવા કરનારાઓને જીવિતપર્યંત આજીવિકા ચાલે તેટલું ધન આપ્યું કે જેથી તેમને કોઈની સેવા કરવાનું રહે નહિ. કેટલુંક ધન અખંડ યશની પ્રાપ્તિ માટે શાસનની ઉન્નતિમાં આપ્યું, કેટલુંક ધન યાચકોને આપ્યું, કેટલુંક ધન સ્વજ્ઞાતિવાળા જ્ઞાતિજનોના પોષણ માટે વાપર્યું, કેટલુંક ધન રાજાને ભેટ કરીને અવસરોચિત વ્યયની પ્રવૃત્તિ દેખાડવા તથા પ્રમાદી પુરૂષોને જાગૃત કરવા માટે વાપર્યું. આ પ્રમાણે ઉદારદિલ ધન્યકુમારે ઘણું ધન ધર્મનાં, તેમજ યશનાં કાર્યોમાં વાપર્યું તથા આપ્યું, બાકીના ધનની યથાયોગ્ય રીતે વ્યવસ્થા કરીને ધન્યકુમાર નિશ્ચિત થયા. Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ધન્યકુમાર ચરિત્ર સુભદ્રાએ પણ પોતાનો આશય માતા પાસે જણાવ્યો. તે વખતે માતાએ કહ્યું પુત્રી ! હજુ તો પુત્રના વિયોગની વાર્તાથી બળતા અંત:કરણવાળી હું થઇ છું, તેવામાં તુ પણ વ્રત ગ્રહણ કરવામાં તત્પર થઈ? આ પ્રમાણે ક્ષત ઉપર ક્ષારની જેમ તું દુઃખ કેમ આપે છે? તમે બંને જશો, પછી મારે કોનું આલંબન ? કોની સહાય ? કોનો આધાર? તને પણ સહસા આ શું થઈ ગયું? પુત્રીએ કહ્યું: “માતા ! અમે આઠે બહેનોએ નિર્ધાર કર્યો છે કે પતિની સાથે અવશ્ય સંયમ ગ્રહણ કરવું. આ જગતની સ્થિતિ પલટાઈ જાય તો પણ અમે આ પ્રતિજ્ઞા મૂકવાનાં નથી. જે અમને સંયમ ગ્રહણ કરવામાં વારશે તેને અમે અમારા શત્રુતુલ્ય ગણીશું. કદાપિ અમારા સ્વામી વિલંબ કરશે, તોપણ અમે વિલંબ કરીશું નહિ. વળી સંયમમાં એકતાન થયેલા મારા ભાઈને પણ તમારે રોકવો નહિ.” આ પ્રમાણે કહી સુભદ્રા પોતાના ઘરે ગઈ. ભદ્રામાતા આ બાજુ ધન્યકુમારને મળવા તેમના આવાસે આવ્યાં. ત્યાં આવીને કહેવા લાગ્યાઃ “ભદ્ર! પુત્ર તો દુઃખ દેવાને તૈયાર થયો છે, તેટલામાં તમે પણ દાક્યા ઉપર ડામની જેમ ઘર ત્યજવાને તૈયાર થયા છો ! પરંતુ મારી ચિંતા તો કોઈ કરતા નથી ? આ વૃદ્ધા શું કરશે ? કોના ઘેર રહેશે ? નિર્દોષ અને નિરપરાધી એવી આ બત્રીશ મારા પુત્રની અને આઠ તમારી કુળવંતી સ્ત્રીઓને કોણ પાળશે?” આ પ્રમાણે અશ્રુપૂર્ણ ગદ્ગદ્ વચનો સાંભળીને ધન્યકુમાર બોલ્યાઃ “આ જગતમાં કોણ કોની પાલન કરે છે ? પોતાનું સ્વકૃત પુન્ય જ પરિપાલના કરે છે, બીજાએ કરેલી પ્રતિપાલના તો ઔપચારિક છે. સર્વે સંસારી જીવો સ્વાર્થ વડે જ સ્નેહ રાખે છે, પરંતુ પરમાર્થની અપેક્ષાવાળા તો એક સાધુ જ હોય છે, તે વિના બીજા કોઈ હોતા નથી.” Page #240 -------------------------------------------------------------------------- ________________ પન્ના-શાલિભદ્રજીનો પ્રવ્રજ્યાસ્વીકાર ૨૩૧ ‘તમે તમારા સ્વાર્થની પૂર્તિ માટે પુત્રને વ્રત ગ્રહણ કરવામાં અંતરાય કરવાની ઇચ્છા કરો છો; પરંતુ ‘મારો પુત્ર અવિરતિના બળથી વિષયો સેવીને ચારે ગતિમાં પરિભ્રમણ કરશે, અને નરકાદિકમાં અતિ દારૂણ કર્મના વિપાકો ભોગવીને દુઃખ પામશે તેવી ચિંતા તો કરતાં જ નથી !' માતા-પુત્રનો સબંધ તે એક ભવને આશ્રયીને છે, અને તેના વિપાક તો અનેક ભવમાં અસંખ્ય કાળ સુધી પીડા કરે છે. આ સંસારમાં આટલા કાળ સુધી પરસ્પર વિરૂદ્ધ ભાવવાળા ઘણા સંબંધો થયા, ઘણા વિષયો ભોગવ્યા, તેને તથા તમને ઘણો હર્ષ ઉત્પન્ન થયો, પરંતુ તેના વિપાક ભોગવવાના સમયે તમે તેનો ઉદ્ધાર કરવાને જરા પણ શક્તિવંત થવાના નથી, તેમજ તે તમારો ઉદ્ધાર કરવાને સમર્થ થવાના નથી.’ ‘આ સંસારમાં અતિ વલ્લભ પુત્રને પણ તમે સ્વહસ્તે જ અનંતી વાર મારેલ હોય છે. તેણે તમને પણ મારેલ હોય છે; તેથી આ ભવના સ્નેહવડે વિયોગનો ખેદ શા માટે કરવો ? આવો દુઃખદાયી સ્નેહસબંધ તો અનંતીવાર થયો છે. પરંતુ આવો જિનેશ્વરનાં ચરણકમળના આશ્રયે ચારિત્ર ગ્રહણ કરવા માટે તમારો આદેશ માગવાનો પ્રસંગ તેને કોઇ વખત પ્રાપ્ત થયો નથી. તે તમારા ભાગ્યયોગે હમણાં જ પ્રાપ્ત થયો છે. માટે તે સંયોગને સફળ કેમ કરતાં નથી ? આ પ્રમાણે શા માટે વિચારતાં નથી કે, ‘મારો પુત્ર અરિહંતની પર્ષદામાં સુર, અસુર અને રાજાઓના સમૂહથી વહાતો ચતુર્વિધ સંઘની સાક્ષીએ ચારિત્ર ગ્રહણ કરે છે, અહો ! હું તો દ્રમકની પેઠે કાંઇ ત્યજતી નથી, પરંતુ મારો પુત્ર સર્વ ત્યજીને પરમ અભયદાન દેનારા શ્રી વીરભગવંતના સ્વહસ્તે દીક્ષા લે છે, તેમનો શિષ્ય થાય છે, તેને શું ભય છે ? તે તો સંસારસાગરને શીઘ્ર તરશે, તેમાં શું અશુભ થાય છે કે તમે દુઃખી થઈને ખેદ પામો છો?’ Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ધન્યકુમાર ચરિત્ર - ‘શ્રી જિનેશ્વરના ધર્મને જાણનારા હોવા છતાં આવાં અશુદ્ધ વચનો તમારા મુખમાંથી કેમ નીકળે છે? તેના વિવાહાદિ મહોત્સવો તો અનંતવાર તમે કર્યા, તો પણ તૃપ્તિ થઇ નહિ, પરંતુ આ ભવમાં તમને બંનેને પરમ સુખના હેતુભૂત ચારિત્રોત્સવ કેમ કરતાં નથી ? સંસારમાં જે સબંધો ધર્મની આરાધનામાં સહાય કરનારા થાય તે જ સંબંધો સફળ છે, બીજા સંબંધો તો વિડંબનારૂપ છે.’ તેથી ઘરે જઇને ચિત્તની પ્રસન્નતાથી પુત્રના મનોરથની પૂર્તિ કરો, કે જેથી તમારો સંસાર પણ અલ્પ થાય. મેં તો ચારિત્ર ગ્રહણ કરવાનો નિરધાર જ કર્યો છે, તે જગતની સ્થિતિ પલટાઈ જાય તોપણ કોઇ અન્યથા કરવાને સમર્થ નથી.’ ‘સંસારના પાસમાં નાંખવાના ગુણવાળાં તમારા સ્નેહગર્ભિત દીન વચનો સાંભળીને હું ચલાયમાન થાઉં તેમ નથી. સંસારના સ્વાર્થમાં એકનિષ્ઠ થયેલાઓ વિવિધ રચના વડે વિલાપ કરે છે, પરંતુ હું તેવો મૂર્ખ નથી કે ધતુરો વાવવા માટે કલ્પવૃક્ષને છેદી નાખું ?’ ‘તમારાં સ્નેહવચનો પરમ આનંદ આપનારાં થતાં હતાં, તે દિવસો હવે ગયા છે. હવે તો શ્રી વીરભગવંતનું ચરણ એ જ શરણ છે, હવે સ્વપ્નમાં પણ બીજા વિકલ્પો આવવાના નથી; તેથી હવે તાકીદે ઘરે જાઓ, અને પુત્રને સંયમ ગ્રહણ કરવામાં વિઘ્ન કરનારાં ન થતાં તેને સહાયક બનો.' આ રીતના સત્ત્વ તથા વિવેકયુક્ત ધન્યકુમારનાં નિર્મળ વચનોને સાંભળીને મોહના કારણે તદન નિરાશ થઇ ભદ્રામાતા પોતાના ઘરે આવ્યાં. ધન્યકુમાર હર્ષના સમૂહથી ભરેલા હૃદયવડે મોટા આડંબર સાથે વ્રત ગ્રહણ કરવા માટે ચાલ્યા. તે સમયે જેવી રીતે લક્ષ્મી પુન્યને, ગ્રહો સૂર્યને અને સિદ્ધિઓ સત્ત્વને અનુસરે છે, તે રીતે તેમની સર્વે પતિવ્રતા Page #242 -------------------------------------------------------------------------- ________________ ધન્ના-શાલિભદ્રજીનો પ્રવ્રયાસ્વીકાર ૨૩૩ સ્ત્રીઓ પણ પોતપોતાની વિભૂતિ સાથે સુખાસનમાં બેસીને ધન્યકુમારને અનુસરી તેમની સાથે દીક્ષા લેવા ચાલી. આ હકીકતને અચાનક સાંભળીને આનંદપૂર્વક વિસ્મિત થયેલા અભયકુમારાદિ સર્વે માથું ધુણાવતાં ધન્યકુમારની પ્રશંસા કરવા લાગ્યા. તે સમયે અભયકુમાર અને બીજા બુદ્ધિશાલી સભાસદો શ્રેણિક મહારાજાને કહેવા લાગ્યા, “આપ વ્રત લેવાને માટે જેમણે ઉદ્યમ કર્યો છે એવા ધન્યકુમારને હવે નિવારતા નહિ ! આપે તેમને દીક્ષા લેવામાં સહાય કરવી તે યોગ્ય છે.” શ્રેણિકે પોતાની પુત્રીની સ્થિતિ જાણવા માટે પૂછયું કે સોમશ્રી પ્રમુખ તેમની આઠ સ્ત્રીઓની શી ગતિ થશે ?” અભયકુમારે કહ્યું, ‘તે બધી પણ ધન્યકુમારને અનુસરશે.” તે સાંભળીને શ્રેણિક રાજા વિસ્મયપૂર્વક બોલ્યા “આ સંબંધને ધન્ય છે, તેઓનો સંબંધ સફળ છે. જે સ્ત્રીઓનો સમૂહ મોક્ષમાર્ગમાં વિન કરનાર થાય છે, તે જ તેને આ રીતે સહાય કરનાર થયો એ જ મોટું આશ્ચર્ય છે !” ધન્યકુમારે મોટી વિભૂતિ સહિત અખ્ખલિત રીતે દીન હીનજનોને દાન દીધું. પછી સિંહની માફક ઉત્સાહ સહિત ઈદ્રિયના સમૂહને વશ કરીને પ્રિયાઓ સહિત તેઓ નીકળ્યા. માર્ગમાં સર્વે પરજનો આવું સાહસ તથા દુષ્કર કાર્ય કરતા તે ધન્નાજીને દેખીને વિસ્મય તથા હર્ષથી પૂરાયેલા મનવાળા થઈને તેમની સ્તુતિ કરવા લાગ્યા; “અહો ! કેવો અદ્ભુત વૈરાગ્ય રંગ ! અહો કેવું અદ્ભુત સત્ત્વ ! અહો કેવી અનુપમ બુદ્ધિ ! અહો કેવી તેજસ્વિતા! ખરેખર તેઓએ પોતાનું ધન્ય નામ સફલ કર્યું. તેમણે પોતાના જન્મને સાર્થક કર્યો! યુવાવસ્થામાં પણ વ્રત લેવાની તેમની શક્તિને ધન્ય છે, આ પતિપત્નીના સંયોગને ધન્ય છે.” Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ધન્યકુમાર ચરિત્ર નિર્વિદનકારી એવા તેમના ધર્મના ઉદયને ધન્ય છે, તેમના પુણ્યાનુબંધી પુણ્યના ઉદયને ધન્ય છે, લોકોત્તર અને ઉપમા ન આપી શકાય તેવા એમનાં ભાગ્યને પણ ધન્ય છે કે, જગન્નાથ શ્રી વીરભગવંતના હાથે તેઓ દીક્ષા ગ્રહણ કરશે. તેમનાં જીવિતને પણ ધન્ય છે, આપણા આજના દિવસને અને આપણા જન્મને પણ ધન્ય છે કે ધર્મમૂર્તિ એવા ધન્યકુમારનાં આપણને દર્શન થશે. તેવા મહાન પુરૂષોનાં નામ ગ્રહણથી પણ પાપનો નાશ થાય છે.' ઉપરોક્ત સ્તુતિ કરતા હજારો પૌરજનો તેમને નમસ્કાર કરવા લાગ્યા. પૌરજનોથી કરાતી તેવી પ્રશંસા સાંભળતા ધન્યકુમાર ગુણશીલ વનમાં આવ્યા. પૌરજનનાં તથા ઘરનાં માણસોનાં મુખેથી તે વૃત્તાંત સાંભળીને લીલાશાળી શાલિભદ્ર પણ સંવેગથી વ્રત લેવામાં ઉત્સુક થયા પછી માતાની પાસે જઈને યુક્તિપૂર્વક માતાને સમજાવી. માતા પ્રત્યુત્તર દેવાને શક્તિવંત થયાં નહિ. પૂર્વે ધન્યકુમારનાં વચનની યુક્તિથી તેમનો આગ્રહ ઢીલો પડ્યો હતો. એટલે શાલિભદ્રનો વ્રત ગ્રહણ કરવાનો નિશ્ચળ અભિપ્રાય જાણીને ભદ્રા બોલ્યા, “વત્સ! તારો તથા ધન્યકુમારનો વૈરાગ્ય પરિપક્વ થયો છે, અને તમે દીક્ષા ગ્રહણ કરવા કૃતનિશ્ચયી થયા છો, તો તમને હવે અમે કઈ રીતે રોકીએ? તમે તમારા કાર્યમાં સફલ બનો ! એ જ અમારા આશીર્વાદ છે.” આ પ્રમાણે બોધ પામેલી માતાની આજ્ઞા મેળવીને તરત જ સર્વ સ્ત્રીઓને ત્યજી દઈ વિષમિશ્રિત અન્નની જેમ શેષ ભોગપભોગને પણ ત્યજી દઈ વ્રતગ્રહણના ઉદ્યમમાં શાલિભદ્ર તૈયાર થઈ ગયા. તે સમયે શ્રેણિક મહારાજાએ તથા ગોભદ્રદેવે તેમની દીક્ષા નિમિત્તે અપૂર્વ મહોત્સવ કર્યો. એ રીતે શાલિભદ્ર પણ જિનેશ્વરની પાસે આવ્યા. - પછી તે બંને સમવસરણ પાસે આવી પાંચ અભિગમ સાચવી મહાવીર ભગવંતને નમીને બોલ્યા, “હે ભગવંત ! જન્મ, જરા અને મૃત્યુથી આ સંસાર સળગી રહ્યો છે, જેવી રીતે કોઈ Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ ધન્ના-શાલિભદ્રજીનો પ્રવ્રજ્યા સ્વીકાર ગૃહસ્થ ઘરમાં આગ લાગે ત્યાજ જે વસ્તુ (હિરણ્ય રત્નાદિ) ઓછા ઓછા ભારવાળી અને બહુ મૂલ્યવાળી હોય તે લઈને એકાન્તમાં ચાલ્યો જાય છે, પછી તે જ વસ્તુ લોકમાં તેના હિત માટે, સુખ માટે અને સામર્થ્ય માટે ભવિષ્યકાળમાં થાય છે, તેવી રીતે અમે પણ અદ્વિતીય એવા ઈષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ અને મનને પ્રિય એવા મારા આત્મરૂપ ભાંડને સંસારઅગ્નિમાંથી બહાર કાઢી લીધો છે-બળતામાંથી બહાર લાવ્યા છીએ ! આપ અમારા આત્માના શરણ બની અમને દીક્ષા આપો,(પ્રત્યુપેક્ષણાદિ શીખવીને) આપ જ તે આત્માને ઉત્તમ કરો, (સૂત્રાર્થાદિ ગ્રહણ કરાવીને) આપ જ તેને-આત્માને ભણાવો, અને આપ જ આચાર ગોચરી, વિનય, કર્મક્ષયાદિરૂપ ફળવાળું ચારિત્ર, પિંડવિશુદ્ધયાદિ તેમજ સંયમયાત્રા તેને શીખવો અને તે માટે જ આહાર વિગેરે ધર્મો કરવાના બતાવો.” આ પ્રમાણે સિદ્ધાંતમાં પ્રસિદ્ધ વિજ્ઞપ્તિ તેમણે ભગવંતને કરી. તે વખતે શ્રી વીરભગવંતે તેમને કહ્યું; “જેવી રીતે આત્મહિત થાય તેમ કરો, તેમાં કોઇનો પ્રતિબંધ ગણશો નહિ.” આ રીતે શ્રી વિર ભગવંતની આજ્ઞા મળવાથી તે બંને ઇશાન ખૂણામાં અશોકવૃક્ષની નીચે ગયા, અને ત્યાં જઈને પોતાની મેળે જ આભરણો ઉતારી નાખ્યાં. કુળવૃદ્ધ સ્ત્રીઓએ તે ધવળ વસ્ત્રમાં ગ્રહણ કરી લીધાં. પછી તે કુલવૃદ્ધાઓએ કહ્યું; “હે વત્સો ! તમે ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલા છો. આ વ્રત પાળવું અતિ દુષ્કર છે, ગંગાના પ્રવાહની સન્મુખ જવા જેવું છે, તલવારની ધાર ઉપર ચાલવા જેવું છે, લોઢાના ચણા ચાવવા જેવું છે, ભાલાના અગ્રભાગથી ખરજ ખંજવાળવા જેવું છે, તેથી હે ભદ્રો! તમે સ્વાર્થ સાધવામાં બિલકુલ પ્રમાદ કરશો નહિ. : - Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ધન્યકુમાર ચરિત્ર આ પ્રમાણે કહીને અક્રૂ સારતી તે વૃદ્ધાઓ એકાંતમાં ચાલી ગઇ. પછી તે બંને ધન્યકુમાર તથા શાલિભદ્રે પોતપોતાનાં મસ્તકનો સ્વયં પંચમુષ્ઠિ લોચ કર્યો; શ્રેણિક તથા અભયકુમાર વગેરેએ તેમને મુનિવેશ આપ્યો. તે વેશ પહેરીને તે બંને શ્રી વીર ભગવંતની પાસે આવ્યા. મહાવીર પરમાત્માએ તે બંનેને મહાવ્રત ઉચ્ચરાવી દીક્ષા આપી. સુભદ્રાદિ આઠેને પણ દીક્ષા આપીને આર્ય ચંદનબાળા મહત્તરા પાસે મોકલી; ત્યાં તેઓ ગ્રહણા અને આસેવના -એ બંને પ્રકારની શિક્ષા વગેરે શીખવા લાગ્યાં. તે બંને પાંચ મહાવ્રતોને વિધિપૂર્વક ગ્રહણ કરી દેવેંદ્ર તથા નરેન્દ્રોથી પ્રશંસા કરતા મહામુનિ થયા. શ્રીવીર ભગવંતે સુવિહિત સ્થવિર પાસે તે બંનેને મોકલ્યા. પછી શ્રેણિક, અભયકુમાર વગેરે શ્રી જિનેશ્વરદેવને નમીને તથા સર્વ સાધુઓને વંદન કરીને તે બંને મુનિની પ્રશંસા કરતાં સ્વસ્થાને ગયા. તે ધન્યકુમાર તથા શાલિભદ્ર બન્ને મહર્ષિઓ સ્થવિરોની પાસે ગ્રહણા ને આસેવના શિક્ષા અપ્રમત્ત ભાવથી શીખ્યા અને સ્થવિરની સાથે ઘણો સમય સુધી પૃથ્વી ઉપર વિચર્યા. જ્ઞપરિક્ષાથી માંડીને સંપૂર્ણ અગ્યારે અંગો તેઓ ભણ્યા અને તેના સૂત્રાર્થોના અધ્યયનમાં લીન થઇને ગીતાર્થ થયા. પ્રત્યાખ્યાન પરિજ્ઞાવડે તીવ્ર તપશ્ચર્યા કરીને થોડા જ સમયમાં તેઓ મુનિપુંગવ થયા. અપ્રમત્ત ભાવથી ઇચ્છારોધ કરીને એક, બે, ત્રણ, ચાર યાવત્ માસક્ષમણાદિ વિવિધ તપસ્યાઓ કરીને એ બંને મહર્ષિઓ બાર વર્ષ સુધી સ્થવિરની સાથે વિવિધ દેશોમાં વિહાર કરી શ્રી વીર ભગવંતની પાસે આવ્યા. Page #246 -------------------------------------------------------------------------- ________________ ર૦ પૂર્વ ભવની માતાએ લાભ લીધો શ્રીવર પરમાત્મા પણ ભૂમિપીઠને પવિત્ર કરતા ફરીને રાજગૃહીમાં પધાર્યા, દેવોએ અષ્ટ મહાપ્રાતિહાર્યાદિકની રચના કરી. તે દિવસે તે બંને મહર્ષિઓને માસખમણનું પારણું હતું, પરંતુ અહંકાર રહિત તથા ખાવાની લોલુપતા વગરના તેઓ ગોચરી જવાની અનુજ્ઞા લેવા માટે શ્રી વીરભગવંતની પાસે આવ્યા અને વિનયપૂર્વક તેમણે પ્રણામ કર્યા. તે સમયે વીરભગવંતે શાલિભદ્ર તરફ જોઈને કહ્યું; “વત્સ ! આજે તને તારી માતા પારણું કરાવશે.' ( આ પ્રમાણે વિરભગવંતનાં વચન સાંભળીને તેમની અનુજ્ઞા લઇ ધન્ય અને શાલિભદ્રમહર્ષિ રાજગૃહીમાં આવ્યા. શ્રી વીરભગવંતનાં વચન પ્રત્યેની શ્રદ્ધાથી તેઓ ફરતાં ફરતાં ભદ્રાના આવાસે ગયા અને તે બંનેએ ધર્મલાભરૂપ આશીર્વાદ આપ્યો. પરંતુ પોતપોતાની પ્રવૃત્તિઓમાં વ્યગ્ર હોવાથી ભદ્રાનો સમગ્ર પરિવાર તે અવસરે આ બન્ને મહર્ષિઓની સામે પણ જોઈ શક્યો નહિ. ત્યાં કોઈ બોલ્યું નહિ, તેમ આદર પણ આપ્યો નહિ, બન્ને Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ધન્યકુમાર ચરિત્ર મહર્ષિઓ તો ઉચિત આંગણામાં ઊભા રહ્યા, એક પગલું પણ આગળ વધ્યા નહિ, તેમ બીજું કાંઈ બોલ્યા પણ નહિ, માત્ર સર્વાર્થની સિદ્ધિ કરનાર મૌન ધારણ કરીને ઊભા રહ્યા. * આ બાજું પુત્ર તથા જમાઈ મુનિનાં વંદન કરવાની ભાવનામાં તથા ઉત્સાહમાં વ્યગ્ર ભદ્રામાતા વિચાર કરે છે : ' અહો ! હજુ પણ મારા ભાગ્ય જાગતા છે કે જેથી મારો પુત્ર અને જમાઈ બંને આજે શ્રી વીરભગવંતની સાથે અહિં આવેલા છે; તેથી ત્યાં જઈને તેમને નમસ્કાર કરીને અતિ ભક્તિપૂર્વક આમંત્રણ કરૂં અને જો તેઓ પધારે તો આનંદથી ભાત પાણી દ્વારા લાભ લઉં, પૂર્વે સંસારી અવસ્થામાં જે વિવિધ રસ દ્રવ્યના સંયોગ વડે નિષ્પન્ન કરેલી રસોઈ વડે તેઓનું જે પોષણ કરેલ છે, તે તો ઐહિક મનોરથની સિદ્ધિ કરનાર, સંસારપરિભ્રમણના એક ફળરૂપ હતું, હમણાં તો જે ભક્તિ વડે અન્ન-પાનદ્વારા તેઓનું પોષણ થશે, તે ઉભયલોકમાં સુખાવહ અને પ્રાંતે મુકિતપદને આપનાર થશે'. આ પ્રમાણે વિચારતાં ભદ્રામાતાની ચક્ષુઓ હર્ષના અશ્રુથી પુરાઈ જવાથી તેણે તેમને દેખ્યા નહિ. તપશ્ચર્યાથી તે મહામુનિઓનું રૂપ પરાવર્તન થઈ ગયેલ હોવાથી શાલિભદ્ર દૃષ્ટિપથમાં આવ્યા છતાં તેમની સ્ત્રીઓએ પણ તેમને ઓળખ્યા નહિં. વીરભગવંતનાં વચનની સત્યતા કરવા માટે ક્ષણભર ત્યાં ઊભા રહીને, વ્રતનો આચાર પાળવામાં તત્પર તે બંને મહર્ષિઓ ત્યાંથી પાછા નીકળ્યા, પણ વિકારની જેમ સ્વઆકારને તેઓએ ઓળખાવ્યો કે બતાવ્યો નહિ. - શ્રી વીર પ્રભુનાં વચનમાં દઢ વિશ્વાસ હોવાથી અન્ય સ્થાનને નહિ ઈચ્છતા તે બંને સમતા ભાવ સહિત ગોચરીની ચર્યાથી પાછા ફર્યા. Page #248 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ ભવની માતાએ લાભ લીધો ૨૩૯ પોતાના સ્થાને પાછા આવતાં તેમને એક ભરવાડણ સામી આવતી મળી. ઇર્યાસમિતિવાળા તે મુનિઓને દેખીને તે અતિશય હર્ષિત થઈ, પરમ પ્રમોદ પામી, તેના હૃદયમાં અત્યંત હર્ષોલ્લાસ થયો. તેણે ભક્તિ વડે મુનિઓને પ્રણામ કરી પ્રીતિયુક્ત મનથી પોતાના ભાંડમાં રહેલ દહીં વહોરવાની વિનંતિ કરતાં કહ્યું સ્વામિન્ ! આ શુદ્ધ દહીં લેવા માટે આપ પાત્ર પ્રસારો અને મારો નિસ્તાર કરો.” આ પ્રમાણે તેનો અત્યાદર દેખીને તે બંને વિચારવા લાગ્યા; વીરભગવંતે તો માતા પારણું કરાવનાર થશે, તેમ કહેલું છે, પરંતુ બીજાનું ન વહોરવું તેમ કહેલ નથી. વળી વિચિત્ર આશયયુક્ત જિનેશ્વરની વાણી હોય છે, આપણે છઘસ્થ તેનો ભાવ શું જાણીએ? શ્રી વીરપ્રભુનાં ચરણે જઈને એ વિષે આપણે પ્રશ્ન પૂછીશું, પરંતુ આ અતિભક્તિના ઉલ્લાસથી દેવાને ઉદ્યત થઈ છે, તો તેના ભાવનું ખંડન કેવી રીતે કરવું ? પ્રભુ પાસે જઈને તેમની આજ્ઞા પ્રમાણે કરીશું.' આ પ્રમાણે વિચારી પાત્ર પ્રસારી તેઓએ તેમાં દહીં વહોર્યું. તેણે અત્યંત હર્ષથી વહોરાવ્યું અને વંદના કરીને તે ચાલી ગઈ; પછી તે બંને સ્વસ્થાનકે આવ્યા. શ્રી વીરભગવંતની પાસે આવીને ગોચરી આલોવી, ઉત્પન્ન થયેલા સંશયરૂપ શલ્યને દૂર કરવા શાલિભદ્ર મુનિએ પ્રભુને નમીને પૂછયું; પ્રભુ! અમે જ્યારે ગોચરી લેવા જતા હતા, ત્યારે આપે કહ્યું હતુ કે “આજે તારી માતા પારણું કરાવશે.' તે કથનનું હાર્દ અમે મંદબુદ્ધિપણાથી જાણ્યું નથી. અમને આહાર સામગ્રી માતાને ઘરેથી Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ધન્યકુમાર ચરિત્ર મળી નથી. પરંતુ એક આભીરી પાસેથી મળી છે, તેથી અમને શંકા થઈ છે માટે અમારા તે શંકા રૂપ શલ્યનું આપ નિવારણ કરો.” તે સાંભળીને જગન્નાથે ફરમાવ્યું; “હે શાલિભદ્રમુનિ ! જેણે તને દહીંથી પ્રતિલાભિત કર્યા, તે તારી પૂર્વ જન્મની માતા જ હતી.' આ પ્રમાણે મહાવીર ભગવંતના શ્રીમુખેથી સાંભળીને ચિત્તમાં ચમત્કાર પામી તેમણે પૂછ્યું; “સ્વામિન્ ! તે કેવી રીતે ?' તે સમયે સ્વામીએ શાલિભદ્રમુનિના પૂર્વ ભવનું સર્વ સ્વરૂપ કહી બતાવ્યું અને કહ્યું કે, તે આભીરી તારી પૂર્વ ભવની માતા છે, આ તારો બીજો ભવ થયો છે.' - આ રીતે જિનેશ્વરદેવે કહેલ પૂર્વ ભવનું સર્વ સ્વરૂપ સાંભળીને અજ્ઞાન અંધકાર દૂર થવાથી શાલિભદ્રમુનિનો સંવેગરંગ દ્વિગુણિત થયો. પછી પ્રભુની આજ્ઞા લઈને ધન્યમુનિની સાથે તેમણે પણ પારણું કર્યું. ઘેરા મનોમંથન પછી મહાસત્ત્વવંત એવા શાલિભદ્ર મહર્ષિ, ધન્ય મુનિની સાથે ભગવાનશ્રી મહાવીર પરમાત્માની પાસે આવ્યા. અને તેમને નમીને તેઓએ આ પ્રમાણે વિનંતિ કરી છે સ્વામિન્ ! અનાદિના શત્રુ એવા આ શરીરથી તપશ્ચર્યાદિ ક્રિયા બની શકતી નથી. “જીવ જીવવડે ઓળખાય છે' તે સર્વ ભગવંતને વિદિત છે, તેથી આ શરીરને ક્યાં સુધી પોષ્યા કરવું? માટે જો આપની આજ્ઞા હોય તો આપની કૃપાવડે અંત્ય આરાધન કરીને જયપતાકાને અમે વરીએ.” કરૂણાસાગર ભગવાન શ્રી મહાવીર ભગવંતે કહ્યું; “જેમ આત્મહિત થાય તેમ કરો, તેમાં મારો પ્રતિબંધ નથી.” આ Page #250 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ ભવની માતાએ લાભ લીધો ૨૪૧ જિનેશ્વરની આજ્ઞા મળવાથી અડતાળીશ મુનિવરો, અન્ય ગણધરો તથા ભગવાન શ્રી ગૌતમ ગણધરની સાથે તે બંને મુનિવરો વૈભારગિરિ ઉપર પધાર્યા. ત્યાં પર્વત ઉપર શુદ્ધ અને નિરવદ્ય શિલાપટ્ટને પ્રમાર્જીને, આગમન માટે ઇર્યાપથિકી આબાવી, શ્રી ગૌતમસ્વામીની પાસે વિધિપૂર્વક બત્રીશ દ્વારોવડે આરાધના – ક્રિયા કરી અને તે બંને મુનિઓએ હર્ષપૂર્વક પાદપોપગમન અનશન અંગીકાર કર્યું. અડતાળીશ મુનિઓ પણ પરિકર્મિત મતિવાળા, શુભ ધ્યાન પરાયણ, જીવિતવ્યની આશા અને મરણનો ભય મૂકી દીધો છે એવા તેઓ સમતામાં એકલીન ચિત્તવાળા અને સમાધિમાં મગ્ન એવા તે બંનેની પાસે રહ્યા છે. આ બાજુ ભદ્રાએ પુત્ર અને જમાઇનાં આગમન - ઉત્સવ નિમિત્તે ઘરમાં સ્વસ્તિક, તોરણ, રત્નાવલ્લી વગેરેની શોભાવડે અભુત રચના તૈયાર કરાવી. પછી ભદ્રાની સાથે કૃશાંગી તથા રંગરહિત, ધવળતા સહિત ચંદ્રકળાની જેવી શાલિભદ્રની પત્નીઓ પણ શ્રી મહાવીર ભગવંતને નમવા જવાને ચાલી. તે સમયે અંતઃપુરની સ્ત્રીઓ તથા ચતુરંગ પરિવાર સહિત વિમળ આશયવાળા શ્રેણિકરાજા પણ હર્ષપૂર્વક શ્રી મહાવીર ભગવંતને નમસ્કાર કરવા ચાલ્યા. પંચાભિગમપૂર્વક ભક્તિના સમૂહથી ભરેલા અંગવાળા તે બધાએ ત્રણ પ્રદક્ષિણા કરીને, ત્રણવાર પંચાગ પ્રણિપાતવડે નમસ્કાર કર્યા અને પોતપોતાનાં ઉચિત સ્થાને તેઓ બેઠા. પછી સર્વ લોકો પાપને હરણ કરનારી શ્રી અરિહંત ભગવાનની વાણી સાંભળવા લાગ્યા. ભદ્રામાતા દેશના સાંભળતાં આમતેમ સાધુસમૂહ તરફ જોવા Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ધન્યકુમાર ચરિત્ર લાગ્યાં, પરંતુ તેઓની મધ્યમાં ધન્યમહર્ષિ તથા શાલિભદ્ર મુનિને નહિ દેખીને તે ચિંતવવા લાગ્યાં; ‘ગુરૂની આજ્ઞાથી તેઓ કોઇ સ્થળે પઠન-પાઠન સ્વાધ્યાયાદિ ક્રિયામાં તત્પર થઇને અભ્યાસ કરતા હશે; કેમ કે દેશના સમયે નિકટ સ્થળે સ્વાધ્યાયાદિ કરે તો દેશનાનો વ્યાઘાત થાય. દેશના સમાપ્ત થશે ત્યારે શ્રી વીરપ્રભુને પૂછીને; જ્યાં તેઓ બેઠેલા હશે. ત્યાં જઇને હું તેમને વાંદીશ, અને આહાર માટે નિમંત્રણ કરીશ.' દેશના સંપૂર્ણ થઇ ત્યારે અરિહંત દેવની પર્ષદા જમાઇ તથા પુત્રથી રહિત દેખીને ભદ્રાએ શ્રી મહાવીરભગવંતને પૂછ્યું; ‘પ્રભુ! ધન્યમુનિ તથા શાલિભદ્ર મુનિ કેમ દેખાતા નથી ?’ શ્રી વીર પરમાત્માએ ફરમાવ્યું; ભદ્રે ! આજે તેમને માસખમણનું પારણું હતું, તેથી અમારી આજ્ઞા મેળવીને તમારા આંગણે ગોચરી માટે તેઓ આવ્યા હતા. ત્યાં આહાર નહિ મળવાથી તમારા આવાસેથી પાછા વળ્યા. માર્ગમાં શાલિભદ્રની પૂર્વભવની માતા આભીરી ધન્યાએ અતિભક્તિથી દહીં વહોરાવ્યું. અહીં આવીને તે બંનેએ યથાવિધિ તે દહીંથી માસખમણનું પારણું કર્યું. પછી અમે કહેલ પૂર્વ ભવનું સ્વરૂપ સાંભળીને પુણ્યવાન શાલિભદ્ર વૈરાગ્યરંગથી રંગાયા અને ધન્યકુમારની સાથે અમારી આજ્ઞાથી આજે જ અર્ધા પહોર પહેલાં ગૌતમાદિ મુનિઓની સાથે વૈભારગિરિ ઉપર જઇને યથાવિધિ પાદપોપચમન અનશન તેઓએ અંગીકાર કર્યું છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ભદ્રામાતાને અભયકુમારનું સાંત્વન: બન્ને મહાત્માઓની દેવોત્પત્તિ આ રીતે શ્રી વીરભગવંતના મુખેથી સાંભળીને ભદ્રા, શાલિભદ્રની પત્નીઓ, શ્રેણિક મહારાજા અને અભયકુમાર વગેરે વજ્રઘાતની જેમ અવાચ્ય દુઃખથી સંતપ્ત થયાં, અને વિદારાતા હૃદયપૂર્વક આક્રંદ કરતાં તેઓ વૈભારપર્વત ઉપર ગયાં. ત્યાં સૂર્યના તાપથી તપેલા શીલાતળ ઉપર તે બંનેને સૂતેલા જોઇને મોહથી ભદ્રા ભૂમિપીઠ ઉપર પડી ગયાં અને મૂછ પામ્યાં. શીતવાતાદિના ઉપચારથી સજ્જ થયાં ત્યારે વહુઓ સાથે ભદ્રા દુઃખથી આર્ત થઈને અન્યને પણ રોવરાવે તેવા મોટા સ્વરથી રોવા લાગ્યાં. અને ઘણા દિવસથી કરેલ મનોરથો અપૂર્ણ રહેવાથી તે આ પ્રમાણે વિલાપ કરવા લાગ્યાં; “હા ! મેં પાપિણીએ પુન્યબળ ચાલ્યું જવાથી સામાન્ય ભિક્ષુકની ગણનામાં પણ આ બંનેને ન ગણ્યા; કારણ કે મારા ઘરેથી પ્રાયે કોઇ પણ ભિક્ષુક ભિક્ષા લીધા વગર ખાલી હાથે પાછો જતો નથી; પરંતુ મૂઢ બુદ્ધિવંત એવી મેં જંગમ કલ્પદ્રુમની જેવા ઘેર આવેલા પુત્ર તથા જમાઈ મુનિઓને પણ ઓળખ્યા નહિ.' Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ધન્યકુમાર ચરિત્ર હંમેશાં યાચકોની જેમ સાધુઓ પણ ભિક્ષાને માટે મારા ઘરે આવે છે, તેઓને હું સન્માનપૂર્વક આહારની નિમંત્રણા કરું , પછી તે સાધુઓ નિર્દોષ આહાર ગ્રહણ કરે છે અને ધર્મલાભ આશિષ આપીને જાય છે; પણ નિભંગીમાં શેખર તુલ્ય મૂર્ખ શિરોમણિ એવી મેં આ બંનેને મારે ઘરે આવ્યા છતાં કાંઈપણ આપ્યું નહિં. સાધુને દેવા યોગ્ય ઉચિત આહાર વિદ્યમાન હતો, છતાં પણ હા! હા! મેં દીધો નહિ, તેમ દેવરાવ્યો પણ નહિ !! જો સામાન્ય સાધુની બુદ્ધિથી પણ આહાર વહોરાવ્યો હોત તો અચિંતિત પણ સ્થાને પડ્યું તે ન્યાયથી બહુ સારું થાત. પરંતુ તેમ પણ બન્યું નહિ' “હા મેં શું કર્યું, હા ! મારી બુદ્ધિ ક્યાં ગઈ ? હા ! સાધુદર્શનની મારી પ્રબળ વલ્લભતા ક્યાં ગઈ ! હા ! મારી અવસર ઉચિત ભાષા અને સુખ પ્રશ્નના આલાપની ચતુરાઈ ક્યાં ગઈ ? કારણ કે મેં એ બંને સાધુઓને કાંઈ પૂછ્યું પણ નહિં.” તમે કોના શિષ્યો ? પહેલાં કયા ગામમાં રહેતા હતા? તમને સંયમ ગ્રહણ કર્યાને કેટલાં વર્ષ થયાં છે ? હાલ તમારાં માતા, પિતા, ભાર્યા, બાંધવો છે કે નહિ? હાલ ક્યા ગામથી આવ્યા છો? તમારે મારા પુત્ર શાલિભદ્ર મુનિ તથા મારા જમાઈ ધન્ય મુનિનો પરિચય છે કે નહિં ?” તે વગેરે કાંઈ પણ પૂછયું નહિ! જો આ પ્રમાણે મેં પ્રશ્નો કર્યા હોત તો બધું જણાત !” હા ! હા ! મારૂં વાકૌશલ્ય ક્યાં ગયું ? હા ! મેં પણ મિથ્યાત્ત્વથી કરાયેલ જડ અંતઃકરણની જેમ ઘેર આવેલ સાધુઓને વંદના પણ ન કરી ! કુળને ઉચિત વ્યવહાર પણ હું ભૂલી ગઈ ! જો કોઈ આંગણામાં એક ક્ષણ માત્ર પણ ઉભું રહે તો સેવકો મને સૂચવે. પરંતુ આ બંનેના આગમન વખતે તેવી કાંઈ પણ બુદ્ધિ ઉત્પન્ન થઈ નહિ; કાંઈ ઉચિત કર્યું નહિ, કેવળ અનાદર કરીને હાથમાં આવેલ સુરમણિને ગુમાવ્યો.” હા ! સર્વે Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ ભદ્રામાતાને અભયકુમારનું સાંત્વન કુળવધૂઓની મતિ-કુશલતા ક્યાં ગઈ કે તેઓએ પોતાના પતિને પણ ઓળખ્યા નહિ ! બહુ દિવસના પરિચિત સેવકોએ પણ તેમને ઓળખ્યા નહિ !' અયાચિત વાંચ્છિત અર્થને આપનાર મુનિવરો વગર બોલાવ્યા ઘેર પધાર્યા, ઈહલોક પરલોકમાં ઈપ્સિત આપનાર, અતુલ પુન્યનો બંધ કરાવનાર, ઘણા દિવસથી મનોરથો વડે જેની ઇચ્છા કરાતી હતી તેઓ સ્વયમેવ સન્મુખ આવ્યા. પણ તેમને મેં બોલાવ્યા નહિ, વંદના પણ કરી નહિ, પડિલાવ્યા નહિ અને તેઓ પાછા ગયા.' ભાવિ કાળમાં મારા મનોરથની આશા પૂર્ણ થાય તેવો સંભવ પણ નથી, કારણ કે તે બંનેએ અનશન કર્યું છે, હવે તેમની શી આશા ? પુત્ર તથા જમાઈનું મુખ હું ફરીથી ક્યારે દેખીશ? સર્વ સ્ત્રીઓની વચ્ચે નિર્ભાગીઓમાં શેખરભૂત હું થઈ આ રીતે વિષાદના વિષથી મૂછિત થયેલ ભદ્રાને જોઇને શ્રેણિક તથા અભયકુમારે વચનામૃતવડે તેમને સિંચન કરી સચેતન કર્યા. પછી અભયકુમારે કહ્યું, “માતા ભદ્રા ! હવે આવો વિષાદ કરવો તે તમને યુક્ત નથી, કારણ કે તમે માનનીય છો, શાલિભદ્ર જેવા સાત્ત્વિક શિરોમણિ, મહાપુરૂષનાં તમે માતા છો ! તમે રત્નકુક્ષિ ધારિણી છો ! માતા તમારે શોક કરવાનો ન હોય!' - “આ સંસારમાં અનેક સ્ત્રીઓ અનેક પુત્રોની માતા હોય છે, તે પુત્રમાં કેટલાક બહોંતેર કળામાં કુશળ થઈને ઘણી સ્ત્રીઓ સાથે પાણિગ્રહણ કરે છે. પૂર્વના પુન્યથી ધનધાન્યાદિકથી સંપન્ન થઈને જાણે કે પૂર્વે કોઈ વાર મેળવ્યા ન હોય તેવા કામભોગોમાં મૂર્શિત થાય છે. ભોગમાં રસિક થયેલા તેઓ ભોગ ભોગવે છે, એક ક્ષણ માત્ર પણ વિષયોને છોડતા નથી, પોતાના આયુષ્યના પર્યત ભાગ સુધી ભોગો ભોગવીને પછી નરક નિગોદાદિમાં ભટકે છે; અને જેઓ પુન્યરહિત હોય છે, તેઓ જન્મથી જ નિધન હોય છે તેઓ વિષયરૂપી આશાથી પિપાસિત થઈને અઢાર તમે નાભિ જાવિક શિરા, કારણ કે Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ધન્યકુમાર ચરિત્ર પાપસ્થાનકોને સેવે છે; પરંતુ પુન્ય વિના દ્રવ્યાદિ પામતા નથી; તે બહુ પાપ ઉપાર્જીને નરક નિગોદાદિમાં ભટકે છે.” “તમે તો રતને કુક્ષિમાં ધારણ કરનારાં છો, વીર પુરૂષનો જન્મ આપનારાં છો, કારણ કે તમારો કુલદીપક તો પુન્યના એક નિધિરૂપ થયો છે. જિનેશ્વર તથા ચક્રવર્તી એ બંને પદથી વિભૂષિત પુરૂષોત્તમ હોય તે પણ તમારા પુત્રની જેવા ભોગ ભોગવતા નથી, કારણ કે સુવર્ણ અને રત્નોને નિર્માલ્ય ગણીને કોઈએ ફેંકી દીધા હોય-ત્યજી દીધા હોય તેવું કોઈ સ્થળે સંભળાતું નથી, તેવું બન્યું પણ નથી, તે તમારા પુત્રે નિઃશકપણે કરેલું છે, તથા ઈચ્છિત ભોગ ભોગવ્યા છે, અવસર પામીને તૃણની માફક ભોગોને ત્યજી દીધા છે' શ્રી વીરની સેવામાં રહીને તમારા પુત્રે સુરેન્દ્ર નરેંદ્રાદિ ક્રોડો આત્માઓથી પણ દુર્જય તથા જગતના લોકોને દુઃખ આપનાર મોહનરેંદ્રને એક ક્ષણમાત્રમાં, જીતી લીધો છે. આ સામર્થ્ય તમારા પુત્રનું જ છે, બીજાનું નથી.' “વળી મોહનું ઉમૂલન કરીને સિંહની માફક તે પાળી, અશેષ કર્મમળની ઉમૂલન કરવા માટે આરાધનારૂપ જયપતાકા તેમણે ગ્રહણ કરી છે. શ્રી ગૌતમ ગણધરની સહાયથી અજરામર પદની તે પ્રાપ્તિ કરશે, હવે શા માટે દુઃખ ધારણ કરો છો? “જો તમારો પુત્ર સંસારઅરણ્યમાં પડયો હોત તો તેની ચિંતા કરવાની હતી, પણ એ મહાપુરૂષે તો સમસ્ત જન્મ જરા મરણ રોગ શોકાદિથી રહિત સચ્ચિદાનંદ સુખની સંપત્તિ પ્રાપ્ત કરી છે, પછી શા માટે દુઃખ ધારણ કરો છો? તમારા પુત્રે તો શ્રી જિનેશ્વરનું શાસન તથા તમારું કુળ બંને ઉદ્યોતિત કર્યું છે. વળી તમારા જમાઈ નામથી ધન્ય, ઉપકારથી ધન્ય; સમ્યમ્ બુદ્ધિથી પણ ધન્ય, અનુપમ ધર્મ આચરણથી પણ ધન્ય, દુર્જનતાના દોષથી દુષ્ટ એવા તેના બાંધવોએ અનેક વખત ઈષ્ય Page #256 -------------------------------------------------------------------------- ________________ ભદ્રામાતાને અભયકુમારનું સાંત્વન ૨૪૭ કરી તો પણ પોતાના સૌજન્ય સ્વભાવથી સવિનય તેમની પ્રતિપાલના કરી તેથી પણ તેઓ ધન્ય થયા છે.” તે ધન્ય મુનિના પૈર્યની કેટલી પ્રશંસા કરીએ ? જેણે ઉપદેશાદિ પુષ્ટ કારણ વગર પણ આઠ પત્નીઓને સમકાળે ત્યજી દીધી, સમસ્ત ઐહિક સુખસંદોહોને પૂરવામાં સમર્થ છતાં જડ એવા ચિંતામણિ રત્નને ત્યજી દઈને ચારિત્રરૂપ ચિંતામણિ રતને એક લીલા માત્રમાં તેમણે ગ્રહણ કર્યું.” “વળી જેવી રીતે ગ્રહણ કર્યું તેવી જ રીતે પ્રતિક્ષણે વધતા પરિણામવડે તેનું પરિપાલન કર્યું; અને નિઃશેષ કર્મસમૂહને હણવા માટે આરાધનારૂપ જયપતાકા તેમણે ગ્રહણ કરી, તેથી આ ધન્ય મુનિ ધન્ય પુરૂષોમાં પણ ધન્યતમ છે. જે આ મુનિનું નામ સ્મરે તે પણ ધન્ય છે, જે ક્ષણે એમનું સ્વરૂપ સ્મૃતિપથમાં આવે તે ક્ષણને પણ ધન્ય છે.” તેથી માતા ! ઉત્સાહને સ્થાને તમે વિષાદ કેમ કરો છો ? વળી પૂર્વે અનેકવાર માતા પુત્રનો સંબંધ થયો, પણ તે સંસારનો અંત કરાવનાર નહિ નીવડવાથી વ્યર્થ ગયો છે, સાચો તો આ ભવનો જ તમારો સંબંધ છે કે તમારા ગર્ભમાં આવીને શાલિભદ્ર સુરનરેંદ્રાદિકથી સેવાતા મોહશત્રુનું ઉમૂલન કરીને નિર્ભય થયેલ છે. તેથી તમારે તો તેના ચારિત્રની અનુમોદના કરવા પૂર્વક અને હર્ષ સહિત બહુમાનપૂર્વક વંદન નમન સ્તવનાદિક કરવાં, કે જેથી તમારા શ્રેયની પણ સિદ્ધિ થાય.” આ રીતે વિસ્તારથી વિવેકપૂર્વક અભયકુમારે પોતાનાં વચનામૃતના સિંચનથી ભદ્રાના વિષમ મોહના વિષને ઉતાર્યું; તેથી શોકને ઓછો કરીને ભદ્રા પણ શાંત તથા પ્રશાંત બન્યાં. મગધેશ્વર શ્રેણિક મહારાજ તથા અભયકુમાર અને વધૂઓ સહિત ભદ્રા ભાવથી તે બંને મુનિઓને વંદન કરીને તેઓના ગુણનું Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ધન્યકુમાર ચરિત્ર સ્મરણ કરતાં પોતપોતાનાં સ્થાને ગયાં. તે બંને મહામુનિ એક માસ પર્યત સંલેખના આરાધીને અંતે શુદ્ધ ઉપયોગમાં લીન ચિત્તવાળા થઇ સમાધિપૂર્વક કાળ કરી, અનુત્તર સુખથી ભરેલા સર્વાર્થસિદ્ધ નામના પાંચમા અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ' હવે દેવોનું તેત્રીશ સાગરોપમનું આયુષ્ય છે. તેત્રીશ હજાર વર્ષે આહારની રૂચિ થાય છે, તે સમયે અમૃતના ઉદ્ગારથી સુધા શાંત થઈ જાય છે, તેત્રીશ પખવાડીએ એક શ્વાસોચ્છવાસ ગ્રહણ કરે છે, જો માત્ર સાત લવ જેટલું તેમનું આયુષ્ય અધિક હોત તો તેઓ મુક્તિમાં જાત, અથવા છઠ્ઠ તપ વધારે કરી શકત તો પણ મુક્તિ પામત, કારણ કે અનુત્તર વિમાન કરતાં વધારે સુખ મોક્ષ સિવાય કોઈ સ્થળે નથી. ત્યારબાદ ધન્યમુનિ અને શાલિભદ્રમુનિ ત્યાં આયુષ્ય પૂર્ણ કરીને મહાવિદેહમાં ભોગ-સુખથી સમૃદ્ધા ઉત્તમ કુળમાં ઉત્પન્ન થઈ, ભોગો ભોગવી યથા અવસરે સદગુરુનો સંયોગ પ્રાપ્ત કરીને સંયમ ગ્રહણ કરીને, દુસ્તપ તપયુક્ત ક્રિયા કરી ઘનઘાતી કર્મોને ખપાવી કેવળજ્ઞાન પામશે. અને પછી પૃથ્વી ઉપર વિહાર કરી અનેક ભવ્યજીવોને પ્રતિબોધીને અંતે યોગસમાધિ વડે, નામગોત્રાદિ ભવોપગ્રાહી અઘાતી કર્મો ખપાવીને, પંચદૂસ્તાક્ષર ઉચ્ચારના કાળમાન સુધી જ માત્ર અયોગીપણું પામી, અસ્પૃશદ્ ગતિ વડે એક જ સમયે લોકાંતના અગ્રભાગે મુક્તિપદને પ્રાપ્ત કરશે. સાદિ અનંત શાશ્વત સુખમાં તેઓ લીન બનશે. અખંડ અનંત અવ્યાબાધ સુખના તેઓ સ્વામી બનશે. ચિદાનંદ સુખને તેઓ અનુભવશે. સમાપ્ત Page #258 -------------------------------------------------------------------------- ________________ 51 500 5000 Cool See 2009 Jawa