________________
ધન્યકુમાર ચરિત્ર પણ વિદેશીઓને પૂછતા હતા કે “શું સમસ્ત પૃથિવીતેલમાં અમારા જેવી સુંદર નગરી તમે કોઈ જગ્યાએ જોઈ છે ?' સર્વ ઉત્તમ નગરીના ગુણોથી આ રાજગૃહી યુક્ત હોવાથી આ સર્વ ઉભેક્ષાઓ તેને લાગુ પડી શકતી હતી.
એ રાજગૃહી નગરીમાં હરિવંશના અલંકારરૂપ શ્રી મુનિસુવ્રતસ્વામીના ચાર કલ્યાણક થયેલાં છે, તેથી આ નગરીને જે ઉપમા આપીએ તે સર્વ યુક્ત જ છે, તેને સર્વ ઉપમાઓ ઘટી શકે તેમ છે. આ રાજગૃહી નગરીમાં અઢારે વર્ણનું રક્ષણ કરનાર, ન્યાયવંત પુરુષોમાં અગ્રેસર, મુક્તિસોપાનની નિસરણી જેવો શ્રેણિક નામે રાજા રાજ્ય કરતો હતો. તેની કીર્તિ અને પ્રતાપ વડે શ્વેત અને પીત ચંદન તથા કુંકુમ વડે જેમ સ્ત્રીઓ શોભે તેમ દિશાઓ શોભતી હતી. તે રાજાના તીવ્ર ખડ્ઝ વડે સમરાંગણમાં છેદાયેલા હસ્તિસમૂહના દાંતોની શ્રેણીથી તે રાજાના યશરૂપી વૃક્ષના અંકુરા શોભતા હતા. તે રાજાએ અભયકુમાર નામના પોતાના પુત્રને મંત્રીપદે સ્થાપિત કર્યો હતો અને મંત્રીપદરૂપી લક્ષ્મીથી તે અભયકુમાર સુવર્ણ ને સુગંધના એકત્ર મળવાની જેવો શોભતો હતો.
તે મહારાજાને સિદ્ધના ગુણોના એકાંશ પ્રગટવા તુલ્ય અને અક્ષય સુખ આપવાને સમર્થ ક્ષાયિક સમ્યક્ત પ્રાપ્ત થયેલું હોવાથી તે જિનવચનમાં સર્વથા શંકાદિ દૂષણ રહિત હતો. તે રાજા હંમેશાં સુવર્ણના એકસો આઠ જવ કરાવી ભક્તિના સમૂહથી ઉભરાઈ જતા હૃદયે શ્રી વીર ભગવાનની પાસે જઈ તે સોનાના એકસો આઠ જવથી સ્વસ્તિક કરતો હતો અને ત્યાર પછી ભક્તિના પ્રકર્ષથી શ્રી ચરમ તીર્થકરને નમસ્કાર કરી તેમની
સ્તુતિ કરતો હતો અને જિનેશ્વરનાં વચનામૃતનું પાન કરી પાવન થતો. જ્યારે જ્યારે શ્રી વીર ભગવાન અન્યત્ર વિહાર કરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org