________________
૬
પુણ્યશાલીના પગલે
આ પ્રમાણે તેના અતિ આગ્રહથી ધન્યકુમારે ચિંતામણિ રત્ન તેની પાસેથી લીધું અને કપડાને છેડે ગાંઠ બાંધીને રાખ્યું. ત્યાર પછી ધર્મને રંગ લાગવાથી બહુ બહુ પ્રકારે ધન્યકુમારની સ્તુતિ કરીને ગંગાદેવી સ્વસ્થાનકે ગઈ. લીધેલ વ્રતમાં દેઢ ચિત્તવાળો ધન્યકુમાર પણ ધીમે ધીમે રાજગૃહ તરફ ચાલ્યો. ભાગ્યશાળી અને દાનાદિકથી જેનો યશ વિસ્તાર પામ્યો છે, તેવો ધન્યકુમાર દેશાંતરમાં ભમતાં ભમતાં ગંગાદેવીએ આપેલા ચિંતામણિ રત્ન દ્વારા સકળ ભોગસામગ્રી સુખપૂર્વક અનુભવતો તે અનુક્રમે મગધ દેશમાં આવ્યો.
ઉદારતાયુક્ત ગુણવાળા ધન્યકુમારે મગધ દેશમાં પ્રવેશ કર્યો. ને મગધદેશમાં ફરતાં ફરતાં ધન્યકુમાર ન જીતી શકાય તેવી ચતુરાઈવાળા સુરગુરૂ-બૃહસ્પતિની જેમ ઉચ્ચપદની પ્રાપ્તિની ઇચ્છાથી રાજગૃહી નગરીમાં આવ્યો. - રાજગૃહી નગરીમાં રૂપ વડે મનોહર અને મકાનોની ભીતોમાં રહેલા મણિરત્નોની કાંતિથી દેવવિમાનોની પણ હાંસી કરે તેવા ધનિકોના ભવ્ય મહેલો શોભે છે. તે નગરીમાં સૂર્યકાન્ત રત્નોથી બનાવેલો અને ચંદ્રકાન્ત મણિના કાંગરાવાળો કિલ્લો સૂર્ય અને ચંદ્રના ઉદય વખતે તે કિલ્લાની ફરતી ખાઇના પાણીનું શોષણ અને પોષણ કરે છે. તે નગરીમાં રત્નમય ગૃહાંગણોમાં અને ઉત્તમ રત્નોવાળા તોરણોમાં પ્રતિબિંબ પામેલા મોરોને, ક્રીડા માટેના મોર જેવા જાણીને ગ્રહણ કરવાની ઈચ્છાથી હાથ લંબાવતા મનુષ્યો નખ ભાંગવાથી વિલખા થઈ જતા હતા અને પોતાના મુગ્ધપણાને માટે શોચ કરતા. આ નગરી એવી ઉત્તમ છે કે જેને ત્રણ જગતના નાથ શ્રી વર્ધમાનસ્વામી પણ પોતાના ચરણકમળ વડે પવિત્ર કરતા હતા. જે નગરીમાં ગૃહોની ઉપર બાંધેલી ધજાઓના છેડે બાંધેલી મણિકિંકિણીના નાદો વડે તે ગૃહો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org