________________
૬૪
ધન્યકુમાર ચરિત્ર ઉત્તમ પુરુષોએ હંમેશાં હસ્તીની માફક આંખો મીંચી જ રાખવી, ઉઘાડવી નહિ, આલસુ થવું.”
આવો અમૃતતુલ્ય સુખલક્ષ્મીના સંદેશારૂપ ધન્યકુમારનો ઉપદેશ સાંભળી ગંગાદેવીના ચિત્તમાંથી દુષ્ટ વિકાર દૂર થયો અને તે બોલી,
મારા ચિત્તમાં ઉત્પન્ન થયેલા રાગરૂપી દાવાનળને શમાવવામાં વરસાદ સમાન હે ધીર ! તું લાંબો વખત આનંદ અનુભવ, મારા મોહરૂપી અંધકારનો સંહાર કરનાર હે પ્રતાપી સૂર્ય ! તું લાંબો વખત જયવંતો વર્ત. સર્વ ઉત્કર્ષો તને પ્રાપ્ત થાઓ. નિષ્કામી પુરુષોમાં પણ શિરોમણિ આ ત્રણ જગતમાં તું જ ખરેખર ધન્ય છે. મારા જેવી દેવાંગનાએ દેખાડેલા હાવભાવોથી તું જરાપણ ક્ષોભાયમાન થયો નથી. હે વીરેન્દ્ર ! અતિ ઉત્કટ અને વિકટ એવા કામદેવના યુદ્ધમાં અનેક પ્રકારના વિષયલાલસારૂપી શસ્ત્રોનો તારા ઉપર પ્રપાત થયો છે, છતાં જરાપણ ક્ષોભાયા વગર તું કામદેવના લશ્કર ઉપર વિજય મેળવનાર થયો છે. તેથી તું જ ખરેખરો મહાયોદ્ધો છે.” સદાચારી પુરુષોના પણ મસ્તક પર શોભે તેવા હે પુરુષરત્ન ! બહુરત્ના વસુંધરા' એવું જે વાક્ય બોલાય છે, તે તારા જેવા પુરુષો વડે જ સત્ય કરે છે. ધાર્મિક પુરુષોમાં શિરોમણિ ! હું પણ તારા દર્શનથી આજે પવિત્ર થઈ છું. આ લોક અને પરલોક ઉભયમાં ન માપી શકાય તેવું સુખ આપનાર ધર્મરત્ન તે મને આપ્યું છે, હવે તેના બદલામાં કેટલાં રત્નો હું તને આપું ? કે જેથી તારા આ ઋણમાંથી હું મુક્ત થઈ શકું? કોઈપણ રીતે અનૃણી થાઉં તેમ મને તો લાગતું નથી, તો પણ આ એક ચિંતામણિ રત્ન તું ગ્રહણ કર અને તે ગ્રહણ કરીને મારા ઉપર એટલી કૃપા બતાવ. જો કે તારા કરેલા ઉપકારનો તો એક કરોડમા ભાગે પણ બદલો આ રત્નથી વળી શકે તેમ નથી, પરંતુ અતિથિનું આતિથ્ય તો પોતાના ઘર પ્રમાણે જ થાય છે, તેથી કૃપા કરીને તું આ ગ્રહણ કર !”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org