________________
પુણ્યશાલીના પગલે આલિંગન કરવું તે ઉત્તમ છે, પણ નરકના દ્વારરૂપ પરસ્ત્રીનું સેવન કરવું તે સારું નથી.” | ‘તદુપરાંત સ્ત્રીઓનો સંગ સંધ્યા સમયના આકાશના રંગની જેમ ક્ષણવિનાશી છે, વળી મનુષ્યનું આયુષ્ય વાયુની માફક અસ્થિર છે, કદાચ વાયુને સ્થિર કરી શકાય છે, પણ તૂટેલ આયુષ્ય સ્થિર થઈ શકતું નથી. વળી ભોગની વૃદ્ધિ, તેમાં વિશેષ આસક્તિ નવા ઉત્પન્ન થયેલા રોગની માફક ઉગ કરનાર જ થાય છે. આ પ્રકારે સામાન્યથી પણ કામભોગો-વિષયવિલાસો અતિશય દુઃખના હેતુભૂત થાય છે. તો પછી વધારેલા વિષની જેવા ભવભ્રમણના જ એકાંત હેતુભૂત એવા પરસ્ત્રીના સંયોગથી ઉત્પન્ન થયેલા વિષયવિકારો તો અતિશય દુઃખના કારણ થાય તેમાં કહેવું જ શું ?'
હે દેવી ! તમે પણ મનને સ્થિર કરીને વિચારો, કે તમને જે આ દિવ્ય શક્તિ તથા અતિશય સુખસામગ્રી વગેરે મળ્યાં છે, તે કામભોગના ત્યાગના ફળરૂપ છે કે કામભોગના સુખના આસેવનનું ફળ છે ? કામભોગને વિષે આસક્તિ જેઓ રાખે છે, તેઓ તો નરક અને તિર્યંચ ગતિમાં જ ઉત્પન્ન થાય છે, વળી તમારૂં વૈક્રિય શરીરના પરમાણુઓથી બનેલું શરીર અતિ શુદ્ધ અને સ્વચ્છ છે અને મારું શરીર તો ઔદારિક પરમાણુઓના સમૂહનું બનેલ હોવાથી હંમેશાં અનેક પ્રકારના મળ, મૂત્ર, રૂધિર, હાડકાં વગેરેથી ભરેલું છે અને દુર્ગધમય તેમજ નિંદવા લાયક છે. આવા બે શરીરનો સંયોગ કરવો તે શું યોગ્ય છે ? તેટલા માટે હે માતા ગંગાદેવી ! સદાચાર રૂપ અંકુરો ઉગાડવાને મેઘમાળા સમાન વીતરાગ પ્રભુ જિનેન્દ્ર ભગવાનનું તમે સ્મરણ કરો, જેથી તમારું પરમ કલ્યાણ થાય. કહ્યું પણ છે કે, “ધર્મકાર્ય તો હંમેશાં ઉદ્યમવંતા થઈને ત્વરાથી કરવું અને અધર્મ કાર્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org