________________
૬૨
ધન્યકુમાર ચરિત્ર શ્રેણીઓની સંગતિથી જે દુઃખ ઉત્પન્ન થાય છે, તેનાથી ભય પામેલો સચેતન ક્યો પુરુષ એવો હોય કે જે પરસ્ત્રીના સંગથી ઉત્પન્ન થયેલ ખાળકૂવામાં રહેવારૂપ આ ભવમાં જ ઉત્પન્ન થયેલ દુઃખ સર્વસ્વને અનુભવનાર લલિતાંગકુમારની માફક કામસંજ્ઞાનો ઉદય થતાં પરસ્ત્રી ભોગવવાની ઇચ્છા માત્ર પણ કરે ? જે મનુષ્યો આ ભવમાં વિષય સેવનના સમયે ક્ષણ માત્ર પણ પરસ્ત્રીના સંયોગથી ઉત્પન્ન થયેલું સુખ ભોગવી આનંદ માને છે, તે મનુષ્યો પછીના ભવમાં પરસ્ત્રીસંગથી બંધાયેલા કર્મનો ઉદય થતાં નરકક્ષેત્રમાં નારકીપણે ઉત્પન્ન થઈને અસંખ્ય કાળ સુધી પરમાધામી દેવોએ કરેલી વેદના અને સુધા, તૃષા વગેરે દશ પ્રકારની સ્વાભાવિક વેદના અતિ આકરા સ્વરૂપમાં ભોગવે છે.”
(નારકીના જીવો શીત, ઉષ્ણ, ક્ષુધા, તૃષા, ખરજ, પરવશપણું, જરા, દાહ, ભય અને શોક-આ દશ પ્રકારની વેદના ભોગવે છે.)
કામ ભોગી ક્ષણમાત્ર સુખ આપનાર અને બહુ કાળ પર્યંત દુઃખ આપનાર છે. અલ્પ સુખ આપનાર અને પ્રચુર દુઃખ આપનાર છે. વળી સંસાર અને મોક્ષનું અંતર વધારનાર છે. શત્રુરૂપે કાર્ય કરનારા છે અને અનર્થોની તો ખાણરૂપ છે. શ્રી જિનેશ્વરના આગમોને વિશે કહેલાં તત્ત્વોને જાણનારા પુરુષો બળવાન એવા કામદેવને પણ કેવી રીતે વશ થાય ? અતિ ધમધમાયમાન જ્વાળાઓના અગ્નિમાં પ્રવેશ કરી મરણ પામવું સારૂં છે, પરંતુ નરકરૂપી તરંગાયમાન સમુદ્રમાં દોરી જનાર પરસ્ત્રીના શરીરરૂપી નદીમાં સ્નાન કરીને શાંત થવું તે અતિ દુઃખદાયી છે.”
પુરુષ અને સ્ત્રી બંનેને પરસ્ત્રી અને પરપુરુષમાં આસક્ત ચિત્તવાળા થવાથી ભવોભવમાં નપુંસકપણું, તિર્યચપણું અને દુર્ભાગ્યનો ઉદય થાય છે, બળતા એવા લોઢાના સ્તંભનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org