________________
પુણ્યશાલીના પગલે
૬ ૧
તમારે આવા પ્રકારનું ધર્મવિરૂદ્ધ વાક્ય ઉચ્ચારવું નહિ. તમારા હૃદય અને સ્તનરૂપી રાક્ષસોએ કરેલા વિક્ષોભથી મારૂં મન જરાપણ ભય પામતું નથી. કારણ કે મારૂં મન કુવિકલ્પોરૂપી શત્રુસમૂહનો નાશ કરનાર શ્રી જિનેશ્વરના આગમોમાં કહેલ બ્રહ્મચર્યરૂપી મહામંત્રથી પવિત્ર થયેલું છે. બ્રહ્મચર્યની નવ વાડોરૂપ બખ્તર વડે હું સજ્જિત થયેલો છું, તેથી દુ:નિવાર્ય એવા પણ તમારા કામરૂપી અસ્ત્રો વડે મારો વ્રતરૂપી કિલ્લો ભેદી શકાય તેમ નથી. વળી કાળકૂટ વિષની જેવા ઉત્કટ અને મહાઅનર્થ કરનારા તમારા અનિમેષ નેત્રો વડે મૂકાયેલા કટાક્ષો પણ શ્રી જિનવચનોરૂપી વાક્યામૃતથી સિંચાયેલા મારાં હૃદયને જરા માત્ર પણ પીડા કરે તેમ નથી.' ‘તમારા કામોત્પાદક વાક્યોરૂપી હરણો જેમાં બ્રહ્મચર્યરૂપ સિંહ જાગ્રતપણે બેઠેલો છે, તેવી મારી મનરૂપી ગુફામાં પ્રવેશ કરવા બિલકુલ સમર્થ થનાર નથી. વળી તમારા વિચિત્ર પ્રકારની વિકૃતિથી યુક્ત કામોત્પાદક વાક્યો મારી મનોરથરૂપી ભીંતને બિલકુલ ભેદી શકનાર નથી, શિરીષ પુષ્પનો સમૂહ શું પત્થરની ભીંતને ભેદી શકે છે ? બહુ ઉત્તમ તથા રસયુક્ત એવી તમારી વિશ્વમોરૂપી મેઘની ધારા પણ મારા ચિત્તરૂપી ઉખરભૂમિમાં જરા પણ રાગરૂપી અંકુરા ઉત્પન્ન કરી શકનાર નથી. દાવાનળની જેવા દુઃસહ કામવિકારયુક્ત અને અન્યનાં ચિત્તમાં વિકાર તથા કામ ઉત્પન્ન કરે તેવા તમારા હાવભાવો પણ આગમરૂપી સમુદ્રમાં સ્નાત થયેલા મને તપાવવાને બિલકુલ સમર્થ થનાર નથી. વળી નરકનાં અતિશય તીવ્ર દુઃખોમાં પાડનાર પરનારીની પ્રીતિથી પરાઙમુખ થયેલા મને સૌધર્માદિ દેવલોકોમાં રહેનારી રંભા કે તિલોત્તમા વગેરેના શૃંગારયુક્ત સર્વ પ્રયાસો પણ ચળાવવા સમર્થ થાય તેમ નથી. તો પછી તમારા જેવાની શી ગણતરી ? નરકમાં રહેલી જ્વાળાઓની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org