________________
૬૦
ધન્યકુમાર ચરિત્ર
બાણો, શુદ્ધ અને ખાણમાં ઉત્પન્ન થયેલા વજ્રરત્નની ઉપર કરવામાં આવેલા લોઢાના ઘણના પ્રહારની જેમ નિષ્ફળ ગયા અને ધન્યકુમાર જરા પણ ચલાયમાન થયો નહિ.
આ પ્રમાણે જ્યારે પ્રબળ હાવભાવો વડે પણ ધન્યકુમારને જરા પણ ચલાયમાન થયેલો તેણે જોયો નહિ, ત્યારે તે ગંગાદેવી શ્રૃંગાર રસથી ભરેલી મહા ઉન્માદને ઉદ્દીપન કરે તેવી, સાધુ મુનિરાજોને પણ ક્ષોભ કરાવે તેવી અને કામી પુરુષોના મનને વશ કરવામાં અદ્વિતીય વિદ્યારૂપ વાણી વડે બોલી, ‘હે સૌભાગ્યના ભંડાર ! ગ્રીષ્મઋતુના મધ્યાહ્ન સમયે જે સરોવરમાં બહુ થોડું જળ બાકી રહ્યું હોય તેમાં રહેલી માછલી જેમ તાપ વડે અત્યંત તાપિત થાય તેમ કામરૂપી અગ્નિની જ્વાળાઓ વડે તાપિત થયેલી હું તમારે શરણે આવી છું. તેથી હે દયાનિધિ ! શીઘ્ર મને તમારા શરીરના સંગમરૂપી અમૃતકુંડમાં કૃપા કરી સ્નાન કરાવો.' મારૂં ઇચ્છિત પૂર્ણ કરવાને તમે જ સમર્થ છો એમ માનીને તથા તમારા ગુણો ઉપર મારૂં ચિત્ત આકર્ષાવાથી મોહ પામીને હું તમને પ્રાર્થના કરૂં છું, મારી આશા તમારે અવશ્ય પૂર્ણ કરવી જ પડશે. કેમ કે પ્રાર્થનાનો ભંગ કરવો તે તો મોટું દૂષણ ગણાય છે, તે આપ જાણો છો. શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે, સૌથી હલકું તૃણ છે, તેનાથી રૂ વધારે હલકું છે, રૂ કરતાં પણ પ્રાર્થનાને કરનારો હલકો છે અને તેના કરતાં પણ પ્રાર્થનાનો ભંગ જે કરે છે તે વધારે હલકો છે. એટલા માટે તમને સુખ ઉપજે તેવી રીતે મારી સાથે કામભોગ ભોગવીને - રતિક્રીડા કરીને મારા શરીરમાં ઉત્પન્ન થયેલો દાહ શમાવી શાંત કરો.
ઉપરોક્ત ગંગાદેવીનાં વચનો સાંભળીને પરનારીથી પરાર્મુખ ધન્યકુમાર સાહસ તથા ધૈર્યનું અવલંબન કરીને ગંગાદેવીને આ પ્રમાણે કહેવા લાગ્યો, ‘હે માતા ! હવે પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org