________________
પુણ્યશાલીના પગલે
પ૯ નિર્ભય ચિત્તથી તે ત્યાં બેઠો છે તે સમયે ક્રીડા કરવા માટે બહાર નીકળેલી ગંગા નદીની અધિષ્ઠાત્રી ગંગા નામે દેવી ત્યાં આવી. ચંદ્રનાં શીતળ કિરણોથી જે સમયે આખી પૃથ્વી ઉજવળ થઈ ગઈ હતી. તે સમયે સકળ ગુણના એક નિધાન રૂપ ધન્યકુમારનું અનુપમ રૂપ, કાંતિ, સૌભાગ્ય અને અદ્ભુત શરીરાકૃતિ જોઈને અતિ તીવ્ર સ્ત્રીવેદનો ઉદય થવાથી તે ગંગાદેવી અતિશય કામાતુર અને ધન્યકુમાર ઉપર રાગવાળી થઈ. કામની અતિ તીવ્રતાથી ગંગાદેવી ચિત્તમાં અતિશય આકુળ વ્યાકુળ થઈ ગઈ, કારણ કે પુરુષવેદ કરતાં સ્ત્રીવેદનો ઉદય વધારે તીવ્ર હોય છે. ન નિવારી શકાય એવો કામદેવનાં અસ્ત્રોનો
જ્યારે મારો આવે છે, ત્યારે તેમાં કોણ સ્થિર રહી શકે ? જિનેશ્વર ભગવંતનાં આગમશ્રવણથી જેનાં કાન તથા હૃદય વાસિત થયાં હોય તે સિવાય બીજો તો કોઈ પણ આવા સમયે સ્થિર રહી શકતો નથી.
તે ગંગાદેવી અતિશય કામવશ થઈ જવાથી લજ્જાદિને મૂકી દઈને મહામોહ વડે પોતાનું દિવ્યરૂપ પ્રગટ કરી ધન્યકુમારને પોતાને વશ કરવા અને તેને કામાધીન કરવા ઘણા પ્રકારના હાવભાવ કરવા લાગી. અપ્રતિહાપણે નયનો અને કટાક્ષોના બાણોની ધન્યકુમાર ઉપર તે વૃષ્ટિ કરવા લાગી. એ વખતે ધન્યકુમારે ઘેર્યનું અવલંબન કરીને ન પરાજય થઈ શકે તેવું અજેય બ્રહ્મચર્યરૂપ કવચ હૃદયમાં ધારણ કર્યું.
તે દેવી તો વારંવાર કામદેવના અક્ષણ કોશરૂપ હસ્તના મૂળ ભાગો, કુક્ષી ત્રિવલી યુક્ત પેટ, નાભિપ્રદેશના મધ્ય ભાગ, ચક્ષુ તથા કેશ વગેરેને ભમાવતી વારંવાર કામોત્પાદક સ્થાનો ધન્યકુમારને દેખાડવા લાગી. યુવાન પુરુષનાં મનોદ્રવ્યને પીગળાવવામાં ક્ષારરૂપ તેણે કરેલા હાવભાવ, કટાક્ષ વિક્ષેપાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org