________________
૫૮
ધન્યકુમાર ચરિત્ર તેમ તેમ તે દુષ્કર્મોની સ્થિતિ વધતી જાય છે અને તેવી રીતે ભોગવનારાઓ નરક નિગોદના થાળાઓમાં વારંવાર જઈને પડે છે. તેથી શ્રી જિનેશ્વર ભગવાનની વાણી સાંભળીને પાંચે ઈન્દ્રિયોના શબ્દાદિ વિષયો તથા ક્રોધાદિ કષાયોને દૂર ત્યજી દઈ વિવેકી આત્માઓએ શ્રી જિનેશ્વરના ચરણની સેવા અને બ્રહ્મચર્યનો સ્વીકાર કરવો તે જ હિતાવહ છે, કલ્યાણકારી છે.'
આ પ્રમાણે ભાગ્યશાલી ધન્યકુમારે તે મહર્ષિની પાસેથી સાંભળીને “વિષયો અવશ્ય ત્યજવા લાયક છે.” એવી શ્રદ્ધા થવાથી મહાઅનર્થનું મૂળ એવું પરસ્ત્રીસેવન ત્યજી દઈ
સ્વદારાસંતોષરૂપ ચતુર્થવ્રત તેઓની પાસે તેણે ગ્રહણ કર્યું. ત્યાર પછી ધન્યકુમાર આત્માને કૃતાર્થ માનતો હર્ષપૂર્વક તે ઉપકારી મુનિવરોને વારંવાર પ્રણામ કરતો અને બ્રહ્મચર્ય વ્રતની ભાવના ભાવતો આગળ ચાલ્યો અને રસ્તા ઉલ્લંઘવા માંડ્યો.
પ્રસન્ન ચિત્તથી નિર્ભયપણે આગળ ચાલતો ચાલતો ઉત્તમ અને ઉજજ્વળ ભાગ્યનિધાનરૂપ તે કુમાર અનુક્રમે કાશી નગરની સમીપે આવ્યો. ત્યાં નગરની નજીકમાં રહેલી ગંગા નદીના કિનારા ઉપર ઉત્તમ સ્થાનકે પોતાનાં વસ્ત્રાદિ મૂકીને ઉનાળાના સખત સૂર્યના તાપથી આખે શરીરે ખેદિત થયેલો તે ખેદ ઉતારવા માટે રેવામાં ગજ ઉતરે તેમ તરંગોથી વ્યાપ્ત એવી ગંગા નદીમાં સુખરૂપ સ્નાન કરવા ઉતર્યો. ગંગા નદીમાં સ્નાન કરવાથી તેના શ્રમનો નાશ થયો અને કાંઠા ઉપર બેસીને જે પ્રાપ્ત થયું, તેનો આહાર કરી માખણના જેવી સુકોમળ ગંગા નદીના કિનારા ઉપરની રેતીમાં સંથારો કરીને સાંજના સમયે ન માપી શકાય તેવા મહિમાના ભંડાર શ્રી પંચપરમેષ્ઠી નમસ્કારરૂપ મહામંત્રનું સ્મરણ કરતો તે શાંતચિત્તે ત્યાં બેઠો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org