________________
પુણ્યશાલીના પગલે
ધર્મભૂષણ મહર્ષિ ધન્યકુમારને કહે છે કે, “ભદ્ર આ રીતે વિષષો સેવ્યા ન હોય છતાં ઇચ્છામાત્રથી પણ વિષયો દુર્ગતિઓ વડે ગહન એવા આ સંસારચક્રમાં જીવોને જમાડે છે, તો પછી ઇચ્છાપૂર્વક સેવનારની તો કેવી ગતિ થાય ? આ સંસારચક્રમાં રઝળતા જીવોની વિચિત્રતા તો એવી છે કે વિષયો સેવવામાં અપૂર્ણ રહે, પૂર્ણ પણ ન લેવાય ત્યારે દુઃખ માને છે અને સંપૂર્ણપણે સેવાય ત્યારે સંસારાસક્ત ભવાભિનંદી જીવો સુખ માને છે. પણ જેવી રીતે મચ્છીમારો માંસનો ટુકડો આપીને મસ્યોને મરણ સંકટમાં નાખે છે, તેવી જ રીતે વિષયો પણ વિષયના સાધનરૂપી માંસનો ટુકડો આપીને તેમાં આસક્ત થતા જીવોને અનંતીવાર જન્મમરણના સંકટોમાં પાડે છે. આ વાત મોહમૂઢ જીવો જાણતા નથી. વળી એક મોટું આશ્ચર્ય તો એ છે કે, અજ્ઞાનવશ પ્રાણીઓ અનંતીવાર આ વિષયોને પૂર્વકાલમાં સેવેલા હોય છે, છતાં પણ ફરીને મળે ત્યારે જાણે કે તેને સેવ્યા જ ન હોય તેવી રીતે વારંવાર સેવતાં તેમાં આનંદ પામે છે, રાચે છે, મદ કરે છે, પણ જેમ જેમ રાચે છે, આસક્તિ વધારે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org