________________
ધન્યકુમાર ચરિત્ર ગંધ પ્રાપ્ત કરવા માટે દુષ્કર્મ આચરે છે અને મળથી મલિન થયેલા મુનિનો તિરસ્કાર કરવાથી દુર્ગધા રાજપત્નીની જેમ દુઃખ પામે છે તથા સુગંધીમાં આસક્ત ભમરાની માફક હેરાન થાય છે તથા સ્પર્શનેન્દ્રિયમાં આસક્ત મનુષ્યોની સ્થિતિ વિશે તો કહેવું જ શું? તેમજ પ્રિયમેલક તીર્થની માફક જ્યાં પાંચ વિષયો એકત્ર થાય ત્યાં તો જીવ અઘોર પાપો કરવા તત્પર થાય છે. પરસ્ત્રીમાં આસક્ત જીવો અતિ તીવ્રપણે અઢારે પાપસ્થાનકનું આચરણ કરે છે અને તેથી આલોકમાં રાજ્ય, દ્રવ્ય, યશ, ભોગ તથા આયુષ્ય હારી જાય છે અને પરભવમાં અનંત કાળ સુધી નરક તથા નિગોદમાં બ્રહ્મદત્ત ચક્રવતીની માફક પરિભ્રમણ કરે છે.'
“ખરેખર આશ્ચર્યજનક વાત તો એ છે કે જે જીવો વિષયોને બહુ જ આસક્તિથી સેવે છે, તે જ વિષયો અન્ય અન્ય શરીરમાં બીજા ભવોમાં પરંપરાએ વૃદ્ધિ પામીને દશ ગણા, સો ગણા, હજાર ગણા, લાખ ગણા, કરોડ ગણા કે તેથી પણ વધારે ગણા પ્રતિકૂળ સહન થઈ ન શકે તેવા, વર્ણવી અથવા કલ્પી પણ ન શકાય તેવાં દુઃખો તેને દે છે. આ દુ:ખોનો અનુભવ કેવળી સિવાય બીજા કોઈને આવી શકતો જ નથી. કોઈથી તેનું વર્ણન થઈ શકે તેમ નથી.” “વિષયોને પરવશ થયેલ આત્મા ભવોની અરઘટ્ટઘટિકામાં પડે તેમાં નવાઈ પણ શી ? કારણ કે, “કરે તેવું પામે” એવો જગતનો નિયમ છે. પરંતુ નવાઈ જેવું તો એ છે કે વિષયો ઉપભોગ કર્યા સિવાય ફક્ત સ્મરણ માત્રથી પણ જીવોને દુર્ગતિમાં અનેક પ્રકારની વ્યથાઓ આપીને તેને અતિ દુઃખી કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org