________________
અભુત નિઃસ્પૃહતા
પપ પાઈ, મીઠી વાતો કરીને ઉન્મત્ત બનાવે છે. જીવો આ બધાયથી ઉન્મત્ત બનીને દેવ, ગુરુ, ધર્મ, હિત, અહિત, કૃત્ય, અકૃત્ય, પોતાનું, પારકું, આલોક, પરલોક વગેરેમાંથી કાંઈ પણ જાણી શકતા નથી. કેવળ આહાર, નિદ્રા, ભય તથા મૈથુન સંજ્ઞામાં આસક્ત બની સંસાર વધારે છે. વિષયો અને કષાયોની આધીનતાથી અજ્ઞાની આત્માઓ શું શું અકાર્ય નથી કરતા ? આગમમાં વિષયને વિષ (ઝેર) કરતાં પણ ભયંકર કહેલ છે.' કહ્યું છે કે, “વિષય અને વિશ્વમાં ઘણો ફેર છે, કારણ કે વિષ તો તેના ખાનારને જ મારે છે, પરંતુ વિષયો તો સ્મરણ કરનારને પણ મારે છે. વિષયમાં વિષ કરતાં ફક્ત એક જ અક્ષર વધારે છે, પરંતુ તે કેવી ખરાબ અસર છે !”
“જેઓ રસનેન્દ્રિયમાં આસક્ત છે, તેઓ વધારેમાં વધારે નવ આંગળીની જીભલડીને તૃપ્ત કરવા માટે નિર્દયપણે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના સર્વ જીવોની હિંસા કરે છે, જેથી તંલમસ્યની માફક અંતર્મુહૂર્તમાં મરી સાતમી નારક સુધી જાય છે. જ્યારે રાજગૃહીના લોકો ઉજાણીએ ગયા હતા, ત્યાં પોતાનાં દુષ્કર્મના ઉદયથી કાંઈ પણ નહીં પામતા દ્રમકની જેમ ઇચ્છા પૂરી થયા સિવાય જીવો દુર્ગતિમાં જઈને ભારે કર્મના ફળો અનુભવતા સંસારમાં પરિભ્રમણ કરે છે. ચક્ષુ ઇંદ્રિયમાં આસક્ત પુરુષો અનુકૂળ અથવા પ્રતિકૂળ રૂપ રંગ મળતાં અથવા ન મળતાં પ્રબળ રાગદ્વેષમાં પડી જઈને ઉત્કૃષ્ટ સ્થિતિ અને રસવાળાં કર્મોનો બંધ કરીને અનંત ભવનું ભ્રમણ કરે છે. શ્રોત્રંદ્રિયમાં આસક્ત જીવો શ્રવણને જ સુખ તથા દુ:ખ આપે તેવા શબ્દ માત્ર સાંભળવાથી જેમ ભાટે કહેલ ઉત્તમ કુળ તથા જાતિનું વર્ણન સાંભળીને સંગ્રામમાં સુભટો માથાં કપાવે છે, તેમ હેરાન થાય છે અને દુર્ગતિરૂપી કૂવામાં પડીને ક્લેશને પામે છે. કંઈક જીવો અનુકૂળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org